GSEB Class 8 Science Notes Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

This GSEB Class 8 Science Notes Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ covers all the important topics and concepts as mentioned in the chapter.

કેટલીક કુદરતી ઘટનાઓ Class 8 GSEB Notes

→ વીજળી (Lightning) થવાનું કારણ વાદળોમાં એકઠો થતો વીજભાર છે.

→ અંબરના સળિયાને ફર સાથે ઘસવામાં આવે ત્યારે તે વીજભાર મેળવે છે અને કાગળના ટુકડા કે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. આ જ રીતે બૉલપેનની રીફિલને પૉલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. વીજભાર મેળવેલા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે.

→ વીજભાર બે પ્રકારના છે:

  • ધન વીજભાર
  • ઋણ વીજભાર.

GSEB Class 8 Science Notes Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

→ સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે.

→ કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પર ઉત્પન્ન થતા વીજભારને ધન વીજભાર ગણવામાં આવે છે અને રેશમના કાપડમાં ઉત્પન્ન થયેલા વીજભારને ત્રણ વીજભાર ગણવામાં આવે છે.

→ ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર સ્થિર (Static) હોય છે. આથી આને સ્થિર વીજભાર કે ઘર્ષણ વિદ્યુત કહે છે. તેઓનું જાતે વહન થતું નથી.

→ ઇલેક્ટ્રૉસ્કોપ સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહિ તે ચકાસવા માટે થાય છે.

→ વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે.

→ વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ (Earthing) કહે છે.

→ બે વાદળોના ધન વીજભાર અને ત્રણ વીજભાર (અસમાન વીજભારો) કે જમીન અને નજીકના વાદળના અસમાન વીજભારો મળતાં તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આને વીજળી થઈ એમ કહીએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે.

→ વીજળી પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે.

→ વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી. ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે.

→ ગાજવીજ સાથેના તોફાન દરમિયાન શું ન કરવું અને શું કરવું તેની માહિતી હોવી જોઈએ.

→ ઊંચી ઇમારતોની ઉપર વિદ્યુતરક્ષક (વીજળી વાહક) તરીકે વાહક સળિયો રાખવામાં આવે છે. તેનો એક છેડો ઊંચી ઇમારતોથી ઊંચે હવામાં રાખવામાં આવે છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટવામાં આવે છે. આવી રચના ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે.

→ ભૂકંપ (Earthquake) : પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ (કે ધરતીકંપ) કહે છે. ભૂકંપનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી.

→ ભૂકંપને લીધે પૂર, ભૂખલન અને સુનામી થઈ શકે છે.

→ પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે. આ પ્લેટો જ્યારે એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવે છે ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે.

→ ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારોને સિસ્મિક કે ફૉલ્ટ ઝોન કહે છે. 15. કેટલીક કુદરતી ઘટનાઓ

→ ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ | (Richter Scale) કહે છે. વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી વધુ હોય છે.

→ ભૂકંપ સામે ઇમારતોના રક્ષણ માટે ‘ભૂકંપ સલામત’ હોય તેવાં માળખાં ઊભાં કરવાં એ સલાહભર્યું છે.

→ પૃથ્વીનું પડ (Crust) : પૃથ્વીના સૌથી ઉપરના પડને પોપડો કહે છે. (આ પડની જાડાઈ 8 km – 32 km છે.)

→ વિભારણ (Discharge): વાદળોની નીચેની ધાર પરનો ઋણ વીજભાર અને જમીન પાસેનો ધન વીજભાર એકબીજાને મળતાં તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે.

GSEB Class 8 Science Notes Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

→ પૃથ્વીની પ્લેટ (Earth’s Plates) પૃથ્વીની સૌથી બહારનું પડ સળંગ નથી. તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે.

→ ભૂકંપ (Earthquake) : પૃથ્વીની પ્લેટો એકબીજા સાથે ઘસાય છે કે અથડાય છે, ત્યારે પૃથ્વીની ધ્રુજારી અને કંપની દ્વારા વિક્ષોભ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે.

→ ઇલેક્ટ્રોસ્કોપ (Electroscope): કોઈ પણ પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણવા માટેના સાધનને ઇલેક્ટ્રૉસ્કોપ કહે છે.

→ વિજળી (Lightning) : વિદ્યુતભારના વિસર્જનની પ્રક્રિયા જે બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે અને વીજળી ઉત્પન્ન થાય છે.

→ વીજળીનું વાહક (Lightning conductor) ઊંચી ઈમારતોને વીજળીની અસરથી બચાવવા માટેનું સાધન છે. (ઇમારત કરતાં ઊંચો ધાતુનો સળિયો બાંધકામ સમયે દીવાલમાં નાખવામાં આવે છે, જેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટવામાં આવે છે.)

→ ઋણ વીજભાર (Negative Charge) : પદાર્થમાં ઇલેક્ટ્રૉન્સની સંખ્યાના – વધારા સાથે પદાર્થમાં ઉત્પન્ન થતા વીજભારને ત્રણ વીજભાર કહે છે.

→ ધન વીજભાર (Positive Charge) પદાર્થ ઇલેક્ટ્રૉન્સ ગુમાવે ત્યારે પદાર્થમાં ઉત્પન્ન થતા વીજભારને ધન વીજભાર કહે છે.

→ રિક્ટર સ્કેલ (Richter scale): ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે.

→ સિસ્મોગ્રાફ (Seismograph)ઃ સિસ્મિક તરંગોને જે સાધન વડે નોંધવામાં આવે છે, તે સાધનને સિસ્મોગ્રાફ કહે છે.

→ ગાજવીજ (Thunder) વીજળીના તેજસ્વી પ્રકાશ સાથે સંકળાયેલ ઊંચા ધ્વનિને ગાજવીજ કહે છે.

→ ગાજવીજ સાથે તોફાન (Thunder storm) ગાજવીજ અને વીજળી સાથે સંકળાયેલ તોફાનને ગાજવીજ સાથે તોફાન કહે છે.

GSEB Class 8 Science Notes Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

→ વીજભારનું વહન (Transfer of Charge) વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વિજભારનું વહન કરી શકાય છે.

→ સુનામી (Tsunami)ઃ ભૂકંપને કારણે દરિયામાં ઉત્પન્ન થતાં ઊંચાં મોજાં જે દરિયાકિનારાના વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન કરે છે, તેને ત્સુનામી કહે છે.

→ આંચકા (Tremors) પૃથ્વીની ધ્રુજારી અથવા ઝડપી હલનચલનને આંચકા કહે છે.

Leave a Comment

Your email address will not be published.