This GSEB Class 8 Science Notes Chapter 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ covers all the important topics and concepts as mentioned in the chapter.
સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ Class 8 GSEB Notes
→ કેટલાક સજીવો એવા છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવો કહે છે.
→ સૂક્ષ્મ જીવોને ચાર મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે:
- બૅક્ટરિયા (Bacteria)
- ફૂગ (Fungi)
- લીલ (Algae)
- પ્રજીવો (Protozoa)
→ વાઈરસ (Virus) પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મ જીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. વાઇરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે. વાઇરસ દ્વારા થતા રોગો શરદી, ઉધરસ, ઈન્ફલુએન્ઝા, પોલિયો, AIDS (એઇટ્સ), હડકવા અને અછબડા છે.
→ બૅક્ટરિયા દ્વારા થતા રોગો ટાઇફોઈડ, ક્ષય, કૉલેરા, ન્યુમોનિયા.
→ પ્રજીવો દ્વારા થતા રોગો મેલેરિયા, મરડો (એમેબિક).
→ ફૂગ દ્વારા થતા રોગો દાદર, ખસ, ખરજવું.
→ સૂક્ષ્મ જીવો એકકોષી તથા બહુકોષીય હોય છે. કેટલાક સૂક્ષ્મ જીવો સ્વતંત્ર સ્વરૂપે, તો કેટલાક સૂક્ષ્મ જીવો આશ્રિત (પરોપજીવી) હોય છે. અમીબા જેવા સૂક્ષ્મ જીવ એકલા રહેતા હોય છે, તો ફૂગ અને બૅક્ટરિયા વસાહત(સમૂહ)માં રહે છે.
→ સૂક્ષ્મ જીવો આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે.
→ સૂક્ષ્મ જીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ, કેક, આલ્કોહોલ અને ઔષધો બનાવવામાં થાય છે. બૅક્ટરિયાનો ઉપયોગ કાર્બનિક કચરાનું વિઘટન કરવામાં તથા ઍન્ટિબાયોટિક્સ બનાવવામાં થાય છે. લૅક્ટોબેસિલસ બૅક્ટરિયા દૂધનું દહીં બનાવે છે, રાઇઝોબિયમ બૅક્ટરિયા નાઇટ્રોજનના સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારે છે. યીસ્ટ આથો લાવી બનાવાતી વસ્તુઓ જેવી કે બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ વગેરે બનાવવા ઉપયોગી છે.
→ ડૉ. એલેક્ઝાંડર ફ્લેમિંગે પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલીન નામની ઍન્ટિબાયોટિક દવા શોધી હતી. આજકાલ બૅક્ટરિયા અને ફૂગમાંથી અનેક ઍન્ટિબાયોકિટ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે.
→ નાનાં બાળકોને રોગો સામે રક્ષણ આપવા રસી (Vaccine) ઉપયોગમાં લેવાય છે. કૉલેરા, ક્ષય (ટ્યુબરક્યુલોસિસ), શીતળા, કમળો, પોલિયો, ડિક્વેરિયા જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. બીસીજી રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. શીતળા જેવા ભયાનક રોગને રસી દ્વારા લગભગ નાબૂદ કરી શકાયો છે. હાલમાં પોલિયો અભિયાન દ્વારા પોલિયો પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધી રસીનું ઉત્પાદન સૂક્ષ્મ જીવોમાંથી કરવામાં આવે છે.
→ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ હાનિકારક તેમજ દુર્ગધ મારતા પદાર્થોનાં વિઘટન માટે કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે.
→ રોગ ઉત્પન્ન કરતાં સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવો (Pathogens) કહે છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાના પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. સૂક્ષ્મ વિજ્ઞાન નવનીતઃ ધોરણ 8 જીવો દ્વારા થતા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે, તેને ચેપી રોગો (Communicable Diseases) કહે છે.
→ ખોરાક વિષાતન (Food Poisoning) સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે.
→ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું, શર્કરા, વિનેગર તથા ખાદ્યતેલ વપરાય છે. તેથી તેમને જાળવણીકારક પદાર્થો (Preservatives) કહે છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતાં પ્રિઝર્વેટિવ્સ છે.
→ પૈગ્યુરાઇઝેશનઃ દૂધને 70 °C તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડું કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયાની શોધ લૂઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પૅસ્યુરાઇઝેશન કહે છે. પૅર્ચ્યુરાઇઝડ દૂધને ગરમ કર્યા વગર વાપરી શકાય છે.
→ રાઈઝોબિયમ બૅક્ટરિયા શિમ્બી કુળની વનસ્પતિની મૂળચંડિકાઓમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે.
→ પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધેસીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ બૅક્ટરિયા અને ઍનાબીના તથા નો સ્ટોક નામની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આ ક્ષારો વનસ્પતિને ખાતરની ગરજ સારે છે. કેટલાક સ્યુડોમોનાસ બૅક્ટરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજન મુક્ત કરે છે. પરિણામે વાતાવરણમાં નાઈટ્રોજનની માત્રા જળવાઈ રહે છે. આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલે છે.
→ રોગકારકો (Pathogens): મનુષ્ય, અન્ય પ્રાણી કે વનસ્પતિમાં ચોક્કસ રોગ માટે જવાબદાર સૂક્ષ્મ સજીવો.
→ ચેપી રોગો (Communicable Diseases): રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં – આવતા સ્વસ્થ વ્યક્તિમાં ફેલાતા રોગો જે હવા, પાણી, ખોરાક કે કીટકોના માધ્યમ દ્વારા પ્રસરે.
→ વાહક (Carrier) : રોગકારક સૂક્ષ્મ જીવોનો ફેલાવો કરતા મચ્છર, માખી, ઉંદર, વંદો, ચામાચીડિયું વગેરે જેવાં ઉપદ્રવી પ્રાણીઓ.
→ વાઇરસ (વિષાણુ) Virus) સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડીરૂપ અતિ સૂક્ષ્મ કણ જે વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ અવલોકી શકાય.
→ બૅક્ટરિયા (જીવાણુ) (Bacteria): સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકી શકાતા વિવિધ આકારના આદી કક્ષાના સજીવો.
→ લીલ (Algae): સુવિકસિત એકકોષી કે બહુકોષી, પ્રકાશસંશ્લેષી, સુકાયક વનસ્પતિ સ્વરૂપ.
→ ફૂગ Fungs) સુવિકસિત એકકોષી કે બહુકોષી, હરિતદ્રવ્ય વિહીન પરોપજીવી કે મૃતોપજીવી સુકાયક સજીવ સ્વરૂપ.
→ યીસ્ટ (Yeast) : એકકોષી ફૂગને યીસ્ટ કહે છે.
→ પ્રજીવ (Protozoa): એકકોષી પ્રાણી સમૂહને પ્રજીવ કહે છે.
→ ખોરાક વિષાકૃતન (Food Poisoning) = રોગકારક બૅક્ટરિયા કે કોઈ ઝેરી રસાયણથી પ્રદૂષિત ખોરાકના ઉપયોગથી ઝાડા-ઉલટી જેવી અસરો ઊભી થવી.
→ આથવણ (fermentation) : સૂક્ષ્મ જીવો દ્વારા શર્કરાનું ઑક્સિજનની ગેરહાજરીમાં મંદ દહન કરી આલ્કોહોલ કે કોઈ કાર્બનિક ઍસિડ નિર્માણ થવાની ક્રિયા.
→ ઑક્ટોબેસિલસ (Lactobacillus) : દૂધમાં આથવણ પ્રેરી દહીમાં રૂપાંતર કરતા દંડાણ પ્રકારના બૅક્ટરિયા.
→ નાઇટ્રોજનચક્ર (Nitrogen cycle) વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ તેમજ સજીવોમાં થતું નાઇટ્રોજનનું ચક્રીય વહન.
→ નાઈટ્રોજનનું સ્થાપન (Nitrogen Fixation): જમીનમાં રહેલા ખાસ પ્રકારના સૂક્ષ્મ જીવો દ્વારા વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયા.
→ રાઈઝોબિયમ (Rhizobium): શિમ્બી કુળ(કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળમાં વિશિષ્ટ રચનાઓ(મૂળચંડિકાઓ)માં રહેલા નાઈટ્રોજન સ્થાપક સહજીવી બૅક્ટરિયા.
→ જાળવણી (reservation): સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ તેમજ પોષક ઘટકોનું વિઘટન અટકાવી ખાદ્યપદાર્થો કે રાંધેલા ખોરાકની ગુણવત્તા જાળવી રાખવી.
→ પૅસ્યુરાઇઝેશન (Pasteurization): દૂધને રોગકારક સૂક્ષ્મ જીવોથી મુક્ત : કરવા 70 °C (સેલ્સિયસ) તાપમાને 15થી 30 સેકન્ડ (HTST) માટે ગરમ કરી તરત ઠંડુ પાડીને સંગ્રહ કરવાની ક્રિયા.
→ ઍન્ટિબાયોટિકસ (Antibiotics) : સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પન્ન કરતા કેટલાક પદાર્થો જે અન્ય રોગકારક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અવરોધી તેમનો નાશ કરતા અને રોગ સારવારમાં ઉપયોગી.
→ ઍન્ટિબૉડી (Antibody) : શરીરમાં રોગકારકોનો પ્રવેશ થાય ત્યારબાદ શરીરના પ્રતિકારક તંત્ર વડે રોગકારકોનો પ્રતિકાર કરવા ઉત્પન્ન કરાતા વિશિષ્ટ પ્રોટીન.
→ રસી Vaccine) શરીરના પ્રતિકારક તંત્રને ઉત્તેજિત કરવા શરીરમાં બહારથી દાખલ કરવામાં આવતા મૃત કે નિષ્ક્રિય કરેલા રોગકારકોની અલ્પ માત્રા.