GSEB Class 8 Social Science Notes Chapter 15 ભારતીય બંધારણ

This GSEB Class 8 Social Science Notes Chapter 15 ભારતીય બંધારણ covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતીય બંધારણ Class 8 GSEB Notes

→ બંધારણ: કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ” કહેવામાં આવે છે.

→ અનેક પ્રકારની વિવિધતા ધરાવતા આપણા દેશમાં દરેક નાગરિકને સમાન તકો મળી રહે તે માટે તેમજ દેશનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે બંધારણ ઘડવામાં આવ્યું છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે.

→ બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. બંધારણને સુસંગત અને બંધારણમાં દર્શાવેલી જોગવાઈઓને આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે. આપણા દેશમાં સંઘ (કેન્દ્રો અને રાજ્યોનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે જ ચાલે છે. બંધારણના ઘડતરની પ્રક્રિયા:

→ બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને ‘બંધારણસભા’ કહેવામાં આવે છે.

GSEB Class 8 Social Science Notes Chapter 15 ભારતીય બંધારણ

→ બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને આવરી લેતી 23 સમિતિઓ રચવામાં આવી. તેમાં વિવિધ કોમ, ધર્મ, લિંગ, પ્રદેશો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણસભામાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંઘ, ફ્રેન્ક ઍન્થની, એચ. પી. મોદી, એ. કે. એસ. ઐયર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, એચ. વી. કામથ, ગોપાલ સ્વામી આયંગર અને શ્રી કે. ટી. શાહ વગેરે અગ્રણી નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો તરીકે ડૉ. ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સભ્યો તરીકે શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ડૉ. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા; જ્યારે બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. ભીમરાવ આબેડકર હતી.

→ બંધારણ નિમણની પ્રક્રિયામાં વિશેષ યોગદાનને કારણે ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.

→ બંધારણસભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર, 1946ના રોજ શરૂ કરી હતી.

→ 26 નવેમ્બર, 1949ના દિવસે બંધારણસભાએ તૈયાર થયેલ બંધારણ સ્વીકાર્યું.

→ ભારતદેશ 15 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર (આઝાદ) થયો.

→ 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણસભાએ બંધારણને અમલમાં મૂક્યું.

→ આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ‘પ્રજાસત્તાકદિન” તરીકે ઊજવીએ છીએ,

→ આપણે દર વર્ષે 26 નવેમ્બરના દિવસને “બંધારણદિન’ તરીકે ઊજવીએ છીએ. આ દિવસે બંધારણના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપનાર ડૉ. ભીમરાવ આંબેડકરને ખાસ યાદ કરવામાં આવે છે. આમુખ : આમુખ એટલે પ્રસ્તાવના. ભારતના બંધારણનો પ્રારંભ સામુખથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ ૨જુ થયેલું છે.

ભારતના બંધારણની કેટલીક મુખ્ય વિશેષતાઓ:
1. લોકશાહી :

  • ભારતે લોકશાહી શાસનપદ્ધતિ અપનાવી છે. લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે : લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન.” (Democracy is of the people, for the people and by the people).
  • લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. તેમાં 18 કે તેથી ઉપરની વયના મતદારો મત આપે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે. દરેક નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઇચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે.

2. બિનસાંપ્રદાયિકતાઃ

  • ભારત ધર્મની દષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે.
  • બિનસાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય તેમજ ધર્મ કે સંમંદાયને આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય.
  • બંધારણમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

3, પ્રજાસત્તાક ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત્ લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર. તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રના વડા, રાષ્ટ્રપ્રમુખનું સ્થાન વંશપરંપરાગત હોતું નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલા હોય છે. પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં પંચાયતથી સંસદ સુધીના બધા જ હોદાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે,

4. સંઘરાજ્ય :

  • ભારત એક સંઘરાજ્ય (Union of states) છે. ભારત તેનાં એકમ-ઘટક રાજ્યોનો એક “સંઘ’ છે ઉપખંડ જેટલી વિશાળતાને કારણે આપણા બંધારણમાં સંધીયા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સંધીય શાસનવ્યવસ્થામાં આ બે પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે :
    1. સંધ સરકાર – કેન્દ્ર સરકાર અને
    2. રાજ્ય સરકારો.

GSEB Class 8 Social Science Notes Chapter 15 ભારતીય બંધારણ

5. મૂળભૂત હકો અને ફરજો :

  • આપણા દેશના બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકો અને ફરજોને સ્પષ્ટપણે દર્શાવ્યાં છે.
  • મૂળભૂત હકો : ભારતના નાગરિકને બંધારણે આ છ મૂળભૂત હકો આપ્યા છે :
    1. સમાનતાનો હક
    2. સ્વતંત્રતાનો હક,
    3. શોષણ સામે વિરોધનો હક
    4. ધાર્મિક સ્વતંત્રતાનો હક
    5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને
    6. બંધારણીય ઇલાજોનો હક,

→ કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાન છે. કાયદાની દષ્ટિએ સમાનતા એટલે ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે.

→ સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની તેમજ સમગ્ર દેશમાં મુક્તપણે હરવા-ફરવાની, વસવાટ કરવાની અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી

→ દેશમાં કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજના નિર્માણના ઉદ્દેશથી બંધારણે નાગરિકોને શોષણ સામે વિરોધનો મૂળભૂત હક આપ્યો છે.

→ શોષણ સામે વિરોધના મૂળભૂત હક દ્વારા 14 વર્ષની નીચેની ઉંમરનાં બાળકો પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી, બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે.

→ ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેક નાગરિકને નૈતિક્તા અને સ્વાથ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

→ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઇંક દ્વારા દરેક નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને તેનો વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

→ ભારતના બંધારણમાં બધા નાગરિકોને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. તેથી, જો નાગરિકને મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો તે રક્ષણ મેળવવા માટે અદાલતનો આશરો લઈ શકે છે.

→ ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને ‘બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.

→ મૂળભૂત હકોનો અમલ કટોકટી જેવા વિશિષ્ટ સંજોગોમાં મર્યાદિત સમય માટે મોકૂફ રાખી શકાય છે.

→ બંધારણે મૂળભૂત હકોના ઉપયોગની આ મર્યાદા મૂકી છે ઃ કોઈ પણ નાગરિક પોતાના મૂળભૂત હકોનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શક્તો નથી.

GSEB Class 8 Social Science Notes Chapter 15 ભારતીય બંધારણ

→ મૂળભૂત ફરજો :

  • બંધારણનું પાલન કરવાની અને રાષ્ટ્રને વફાદાર રહેવાની
  • બંધારણના આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની
  • આઝાદીની લડતના ઉદાત્ત વિચારો અને આદર્શોને હૃદયમાં સ્થાપિત કરી, તેનું પાલન કરવાની
  • દેશનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરી, તેમનું રક્ષણ કરવાની
  • જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની
  • તમામ ભેદભાવોથી પર રહીને દેશના બધા લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની
  • રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની
  • જંગલો, તળાવો, સરોવરો, નદીઓ અને વન્ય જીવો સહિત પર્યાવરણનું જતન કરવાની અને બધા જીવો પ્રત્યે દયા દાખવવાની
  • વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવવાદ અને સંશોધનવૃત્તિ વિકસાવવાની
  • જાહેર મિલકતનું રક્ષણ કરવાની
  • હિંસાનો ત્યાગ કરવાની
  • દેશ પુરુષાર્થ અને સિદ્ધિઓનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતો રહે તે માટે વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રવૃત્તિનાં બધાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવાના પ્રયત્નો કરવાની;
  • માતાપિતા અથવા વાલીએ 6થી 14 વર્ષ સુધીની ઉંમરના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની

→ ભારતનું બંધારણ લેખિત ન હોત તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરી અરાજકતા ફેલાવી શકત.

Leave a Comment

Your email address will not be published.