GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

This GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) covers all the important topics and concepts as mentioned in the chapter.

સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) Class 8 GSEB Notes

→ રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન, મન અને ધનને ચૌછાવર કરવા માટે તૈયાર રહેવાની ભાવના.

→ રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર માટે એકાત્મકતા અને ગૌરવની ” ભોવની,

→ રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને તેઓ ભાવનાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે કે આ પ્રદેશ કે ભૂમિ અમારી છે.

→ જ્યારે પ્રજાને એમ લાગે કે તેઓ ભાવનાત્મક રીતે એક છે તેમજ તેમનાં હિતો પણ એક જ છે તેવો ખ્યાલ આવે ત્યારે તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મ.

→ અંગ્રેજ કંપનીએ ભારતમાં એકહથ્થુ શાસન સ્થાપ્યા પછી તેમણે દેશમાં એકસમાન કાયદો અને એકસરખા વહીવટીતંત્રની વ્યવસ્થા ઊભી કરી. આ રીતે અંગ્રેજી શાસને અજાણતાં ભારતના લોકોમાં રાષ્ટ્રીય એકતાનાં બીજ રોપ્યાં.

→ અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે દેશના
ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ-ધંધા પડી ભાંગતાં કારીગરો બેરોજગાર બન્યા. આમ, આર્થિક અસંતોષ અને અન્યાયની
ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા.

GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

→ અંગ્રેજી કેળવણી-પાશ્ચાત્ય શિક્ષણને પરિણામે ભારતમાં શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો એક નાનો, પણ શિક્ષિત અને શક્તિશાળી વર્ગ ઊભો થયો, જેમનામાં સ્વશાસન અને
સ્વાતંત્ર્યની ઝંખના જન્મી હતી.

→ 19મી સદીમાં ભારતમાં હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દુ વગેરે પ્રાદેશિક ભાષામાં લખાયેલા સાહિત્ય લોકોમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગૃતિ વગેરે વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો. રાષ્ટ્રવાદના વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

→ અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્ત્વીય સંશોધનો થયાં તેમજ ભારતના પ્રાચીન શ્રેષ્ઠ ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો, જેનાથી ભારતના ભવ્ય વારસાની જગતના અને ભારતના લોકોની પ્રતીતિ થઈ. ભારતના આ ભવ્ય વારસાએ લોકોમાં રાષ્ટ્રવાદી વિચારધારા વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.

→ તાર-ટપાલ અને રેલવે જેવાં ઝડપી સાધનોનો વિકાસ થતાં એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવ્યા તેમજ સંદેશવ્યવહારની આપ-લે વધી. પરિણામે લોકોમાં રાષ્ટ્રીય એક્તાના વિચારોને ઉત્તેજન મળ્યું.

→ વાઇસરોય લૉર્ડ લિટને પ્રેસના સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ અને હથિયારબંધી કાયદો – આ બે અન્યાયી કાયદાઓ પસાર ક્યાં હતા.

→ ભારતીય ન્યાયાધીશ કોઈ પણ અંગ્રેજ વ્યક્તિનો કેસ ચલાવી શકે એવી ઈલ્બર્ટ બિલમાં જોગવાઈ કરવામાં આવી હતી. આ બિલ વાઇસરોય લોર્ડ રિપને પસાર કર્યું હતું.

→ હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નિવૃત્ત અંગ્રેજ અમલદાર એલન ઓક્ટવિયન હમે (એ. ઓ. હ્યુમે) મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

→ હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર, – 1885ના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં વ્યોમેશચંદ્ર બેનરજીના પ્રમુખપદે મળ્યું હતું.

→ હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

→ ઘાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, બદરૂદીન તૈયબજી, કે. 8. તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા વગેરે હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના મુખ્ય આગેવાનો હતા.

→ હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાના ઉદેશો અને કાર્યોને આધારે કહી શકાય કે, કોંગ્રેસ બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરતી તેમજ ચર્ચાઓ કરી ઠરાવોને અરજીના સ્વરૂપે વાઈસરૉયને મોકલનારી સંસ્થા હતી.

GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

→ હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાની શાંત, બંધારણીય માર્ગે કામગીરી કરનાર નરમ વલણ ધરાવતા નેતાઓ ‘મવાળવાદીઓ’ કહેવાયા, મહાસભાના પ્રથમ તબક્કામાં કામ કરતા નેતાઓ મવાળવાદી નેતા હતા,

→ હિંદી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનરજી, ગૌપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનરજી, દાદાભાઈ નવરોજી, બદરુદીન તૈયબજી, કે. ી, તેલંગ, દિનશા વાચ્છા વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો.

→ મવાળવાદી નેતાઓએ દેશના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગતિ કરી તેમનામાં રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી.

→ જહાલવાદી નેતા તરીકે ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર કોંગ્રેસની કાર્યપદ્ધતિમાં આમૂલ પરિવર્તન ઇચ્છતા હતા. તેઓ કોંગ્રેસની વિનંતીખો વડે માગણીઓની નીતિની ટીકા કરતા.

→ બાળ ગંગાધર ટિળકે ઘોષણા કરી હતી કે, “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ.”

→ ‘લાલ, બાલ અને પાલ’ની ત્રિપુટી તરીકે લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ નામના નેતાઓ ઓળખાતા હતા,

→ બંગાળા પ્રાંતનો વહીવટ સરળ બનાવવાના બહાના હેઠળ ઈ. સ. 1905માં તે સમયના વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળાના બે ભાગલા પાડ્યા.

→ ઈ. સ. 1905માં ભારતમાં કોમવાદને ઉત્તેજન આપવાના હેતુથી તે સમયના વાઇસરોય લોર્ડ કર્ઝને હોંગાળાના બે ભાગલા પાડ્યા. આના વિરોધમાં દેશભરમાં બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા જે ઉગ્ર આંદોલન ચલાવવામાં આવ્યું તે બંગભંગના આંદોલન તરીકે જાણીતું બન્યું.

→ બંગભંગ આંદોલનની અસરના કારણે બ્રિટિશ સરકારે – ઈ. સ. 1911માં બંગાળના ભાગલા ૨૬ માં.

→ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા.

→ મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગનો રોગ ફેલાયો ત્યારે મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેના મદદનીશોએ લોકોને ખૂબ પરેશાન ક્યાં, તેથી ગુસ્સે ભરાયેલા દામોદર ચાકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓએ રેન્ડની હત્યા કરી.

→ ‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના ઈ. સ. 1900માં વિનાયક સાવરકરે કરી. ‘મિત્રમેલા” પછીથી ‘અભિનવ ભારત’ના નામે ઓળખાઈ હતી.

→ વિનાયક સાવરકરનું ‘1857 : પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ નામનું પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં પ્રતિબંધિત થનાર વિકાનું પહેલું પુસ્તક હતું.

→ બારીન્દ્ર ધોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા તે સંસ્થા ‘અનુશીલન સમિતિ” હતી. એ સંસ્થા ક્રાંતિકારી સાહિત્ય તેમજ ક્રાંતિકારીઓને શસ્ત્રોના ઉપયોગની અને બબૂ બનાવવાની તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ફેલાવો કરવાનું કાર્ય કરતી હતી.

→ ખુદીરામ બોઝે ન્યાયાધીશ કિગ્સફર્ડની બગી પર બોમ્બ ફેંકી તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કિન્સફર્ડની જગ્યાએ બગીમાં બેસેલ વકીલ કેનેડીનાં પત્ની અને તેની દીકરી બોમ્બથી મૃત્યુ પામ્યાં, એ માટે ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી.

GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

→ રામપ્રસાદ ‘બિસ્મિલ અને અશફાક ઉલ્લાખાં નામના ક્રાંતિકારીઓએ હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માટે તેમજ હથિયારો ખરીદવા માટે નાણાંની જરૂર હોવાથી કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી હતી. એ લૂંટ-યોજનામાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાં, રોશનસિંહ, રાજેન્દ્રપ્રસાદ, ચંદ્રશેખર આઝાદ વગેરે ક્રાંતિકારીઓએ ભાગ લીધો હતો.

→ દુર્ગાભાભી ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતાં. મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવવી, પોસ્ટરો ચોંટાડવાં, પત્રિકાઓ વહેંચવી, અદાલતોના કેસ માટે નાણાં ભેગાં કરવાં, બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેમણે કરી હતી.

→ ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્મા, વિનાયક સાવરકર, મદનલાલ ઢીંગરા; પેરિસમાં મૅડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા, અમેરિકામાં લાલા હરદયાળ અને સારનાથ દાસ; કાબુલમાં અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્રપ્રતાપ અને બર્કતુલ્લા; જાપાનમાં રાસબિહારી પોષ; અગ્નિ એશિયામાં ચંપક ૨મણ પિલ્લાઈ વગેરે નેતાઓએ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી.

→ સોશિયોલૉજિસ્ટ ઈ. સ. 1909માં મદનલાલ ઢીંગરાને વિલિયમ વાયલીની ગોળી મારીને હત્યા કરવાના ગુનાના આરોપસર ફાંસી આપવામાં આવી.

→ શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી વિનાયક સાવરકરે સંભાળી.

→ મૅડમ ભીખાઈજી કામાએ ઈસ. 1902માં પૅરિસમાં ‘વંદે માતરમ્’ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું.

→ ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ (સૂચિત) ઈ. સ. 1907માં જર્મનીના સૂર્ટગાર્ડમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ફરકાવવામાં આવ્યો.

→ સરદારસિંહ રાણાએ પેરિસમાં સભાઓ ભરીને અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો. તેથી ફ્રેન્ચ સરકારે તેમને હદપાર કર્યા.

→ માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર, 1913ના રોજ ગુજરાતરાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો.

→ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર 17 નવેમ્બર, 1913ના રોજ સર્જાયેલ માનગઢ હત્યાકાંડની ઘટનાને આદિવાસીઓના બલિદાનની ઘટના ગણવામાં આવે છે.

→ ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોના જીવનમાં નવજીવનનો સંચાર થયો તેમજ તેમનામાં આત્મસમ્માનની ભાવનાનો વિકાસ થયો.

→ ગોવિંદ ગુરુની સમાધિ આજે દાહોદ જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ કંબોઈ ગામમાં હયાત છે.

→ વ્યારા આદિવાસી આંદોલન ઈ. સ. 1914માં તાપી જિલ્લામાં થયું હતું.

→ દઢવાવ આદિવાસી આંદોલન ઈ. સ. 1922માં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં થયું હતું.

→ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિને કારણે ગોરાઓ તરફથી હિંદીઓને થતા અન્યાયો અને ભેદભાવભર્યા વર્તન સામે સત્યાગ્રહની સફળ લત ચલાવી હતી.

→ ગાંધીજી ભારતમાં ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા.

GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

→ પોતાની પ્રવૃત્તિઓને વેગ આપવા ગાંધીજીએ ઈ. સ. 1915માં કોચરબ આશ્રમની અને ઈ. સ. 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી.

→ ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોમાં ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને અમદાવાદના મિલમાલિકો તથા મજૂરોના પ્રશ્ન માટે કરેલ લડતનો સમાવેશ થાય છે, એ સત્યાગ્રહોના પરિણામે તેમને વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્રપ્રસાદ જેવા સાથીદારો મળ્યા.

→ ચંપારણા હિમાલયની તળેટીમાં બિહાર રાજ્યમાં આવેલું છે, યુરોપિયનોએ અહીં ગળીના બગીચા અને ગળીનાં કારખાનાં સ્થાપ્યાં હતાં.

→ યુરોપિયનો ચંપારણના ખેડૂતોને ખેતરની જમીનના ભાગ પર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા. ગળીની ખેતીની આ પદ્ધતિને ‘તીન કઠિયા’ પદ્ધતિ કહેવામાં આવતી.

→ ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા, મોતીહારીમાં ગાંધીજીની હાજરી જનશાંતિ માટે ખતરારૂપ ગણીને મેજિસ્ટ્રેટે તેમને ચંપારણ છોડી જવાનો આદેશ આપ્યો.

→ ઈ. સ. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હોવા છતાં અંગ્રેજ સરકારે જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. આથી તેમણે ગાંધીજી અને વલ્લભભાઈની આગેવાની નીચે ખેડા સત્યાગ્રહ કરવાની ફરજ પડી.

→ ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે, સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.”

→ ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ આપ્યું, કારણ કે ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારો અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં તૈયાર થયેલો ડુંગળીનો પાક કાપી લાવ્યા હતા.

→ ભારતમાં રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદેશથી અંગ્રેજ સરકારે પ્રથમ વિશ્વયુદ્ધ પછી માર્ચ,. સ. 1919માં રૉલેટ ઍક્ટ પસાર ક્ય.

→ રૉલેટ ઍક્ટમાં આ બે જોગવાઈઓ કરવામાં આવી હતી :

  • કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ થઈ શકતી.
  • ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાતી.

→ રૉલેટ ઍક્ટની જોગવાઈઓથી ભારતીયોનું વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય જેવા માનવ અધિકારો છીનવાઈ જતા હતા. આથી રોલેટ એક્ટનો ભારતના લોકોએ વિરોધ કર્યો.

→ રૉલેટ ઍક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો’ કહ્યો.

→ પોતાના પ્રિય નેતાઓ ડૉ. સૈફૂદીન કિચલ અને ડૉ. સત્યપાલની ધરપકડનો શાંત વિરોધ કરતા પંજાબમાં અમૃતસરના જલિયાંવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો 13 એપ્રિલ, 1919ના રોજ, વૈશાખી તહેવારના દિવસે એકઠા થયા હતા.

→ અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં બેફામ ગોળીબાર કરાવ્યો.

→ જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં થયેલા ગોળીબારમાં આશરે 1000 જેટલી નિદૉષ વ્યક્તિઓ મૃત્યુ પામી અને અનેક લોકો ઘાયલ થયા. નિર્દોષ માણસો પર થયેલા અમાનુષી અત્યાચારથી વ્યથિત થયેલા ગાંધીજીએ અંગ્રેજ સરકારે આપેલો ‘કૈસરે હિંદ’ ઇલકાબ ત્યજી દીધો તથા રવીન્દ્રનાથ ટાગોરે ‘નાઇટહૂડ’ની પદવી પરત કરી,

GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

→ અસહકારનું આંદોલન ગાંધીજીએ ઈ. સ. 1920માં શરૂ કર્યું. અસહકારના આંદોલનનાં મુખ્ય બે પાસાં હતાં :

  • ખંડનાત્મક પાસું અને
  • રચનાત્મક પાસું.

→ ખંડનાત્મક પાસામાં લોકોને સરકારી નોકરીઓ, ખિતાબો, સરકારી શાળાકોલેજો, ધારાસભાઓ, અદાલતો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સરકારી સમારંભો, વિદેશી માલ અને વિદેશી કાપડ વગેરેનો બહિષ્કાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

→ અસહકારના આંદોલન દરમિયાન મોતીલાલ નેહરુ, ચિત્તરંજનદાસ મુનશી, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રપ્રસાદ, રાજગોપાલાચારી વગેરે નામાંકિત વકીલોએ વકીલાત છોડી દેશસેવામાં ઝંપલાવ્યું.

→ અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં ઘેર ઘેર રેંટિયો કાંતવો, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રીય શિક્ષણ, હિંદુ-મુસ્લિમ એકતા વગેરે કાર્યક્રમો
હાથ ધરવામાં આવ્યા.

→ અસહકારના આંદોલન દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ), બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા-મિલિયા વિદ્યાપીઠ (દિલ્લી), ટિળક વિદ્યાપીઠ (પુણી વગેરે શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ.

→ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચૌરીચૌરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામલોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. આ હિંસક સમાચાર સાંભળીને દુ:ખી થયેલા ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી.

→ હિન્દુ રાષ્ટ્રીય મહાસભામાં સ્વરાજ પક્ષની સ્થાપના મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ મુનશીએ કરી.

→ સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર ક્ય.

→ લાલા લજપતરાયના અવસાનના સમાચારથી વીર ભગતસિંહ, સુખદેવ, શિવરામ રાજ ગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા. તેમણે લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોર્સની હત્યા કરી.

→ પંડિત મોતીલાલ નેહરુના પ્રમુખપદે રચાયેલી નેહરુ કમિટી’એ ‘નેહરુ અહેવાલ (રિપૉટી’ તૈયાર કર્યો.

→ નેહરુ અહેવાલમાં સાંસ્થાનિક સ્વરાજ (ડોમિનિયન સ્ટેટ્સ), સમવાયતંત્ર, મૂળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયતંત્ર, પુખ્ત મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

→ બારડોલી તાલુકામાં અંગ્રેજ સરકારે જમીન મહેસૂલમાં વધારો કર્યો. એ વધારાની સામે લોકોએ બારલી સત્યાગ્રહ સ્વરૂપે ઈ. સ. 1928માં ‘ના કર’ની લડત શરૂ કરી.

→ વલ્લભભાઈ પટેલના કુનેહપૂર્ણ નેતૃત્વ હેઠળ થયેલો બારૉલી સત્યાગ્રહ સફળ થયો. આમ, આ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ કહેવાયા.

→ કોંગ્રેસમાં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા,

→ લાહોર ખાતે જવાહરલાલ નેહરુના પ્રમુખપદે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં ‘પૂર્ણ સ્વરાજ’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

→ સમગ્ર ભારતમાં 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.

→ વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત નામના ક્રાંતિકારીઓએ અંગ્રેજોના બહેરા કાનને ખોલવા માટે મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો. તેમની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો. વીર ભગતસિંહ અને તેમના સાથીદારોને ફાંસીની સજા થઈ.

→ જેલમાં ખરાબ ખોરાક અપાતો હતો તેમજ કેદીઓ પ્રત્યે ખરાબ વર્તન કરવામાં આવતું હોવાથી બંગાળાના ક્રાંતિકારી જતીનદાસે જેલમાં આજીવન ઉપવાસ શરૂ કર્યા હતા, જેથી 64માં દિવસે તેમનું અવસાન થયું.

→ મીઠના અન્યાયી કાયદાનો ભંગ કરી સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરી.

→ 370 કિમી જેટલી કૂચ કરી 6 એપ્રિલ, 1930ના રોજ વહેલી સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે હાથમાં ચપટી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો.

→ ગુજરાતમાં ગાંધીજીએ ધરાસણા સત્યાગ્રહની જાહેરાત કરી ત્યારે 5 મે, 1930ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરીને તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા.

→ ગાંધીજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સાહેબે લીધી. અબ્બાસ સાહેબની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી. સવિનય કાનૂનભંગની લડતમાં સ્વદેશીનો પ્રચાર, વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, દારૂના પીઠાં પર પિકેટિંગ; અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા વગેરે રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા.

→ હિંદના સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની આગેવાની નીચે ‘ના કર’ની અહિંસક લડત લડવામાં આવી.

→ ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તેની ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

→ પ્રથમ ગોળમેજી પરિષદમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાના કોઈ પ્રતિનિધિએ હાજરી આપી નહોતી, તેથી તે નિષ્ફળ ગઈ હતી.

→ સવિનય કાનૂનભંગની લડત ઉગ્ર બનતાં અંગ્રેજ સરકારે કોંગ્રેસ સાથે સમજૂતી કરવા તે વખતના વાઇસરોય ઈર્વિન અને ગાંધીજી વચ્ચે થયેલા કરારને ‘ગાંધી-ઇર્વિન કરાર” તરીકે ઓળખવામાં આવે છે,

→ ગાંધી-ઇર્વિન કરારમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગ, સત્યાગ્રહીઓને જેલમાંથી છોડી દેવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

→ ઈ. સ. 1931માં યોજાયેલ બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી.

→ ઈ. સ. 1931માં યોજાયેલ બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા, પરંતુ આ પરિષદમાં કોમી મતદાર મંડળનો વિભાજનકારી પ્રશ્ન ઉપસ્થિત થતાં ગાંધીજી નિરાશ થઈને હિંદ પરત ફર્યા. તેથી બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ,

→ દ્વિતીય વિશ્વયુદ્ધની કપરી પરિસ્થિતિમાં ગાંધીજી બ્રિટિશ સરકારની મુશ્કેલીઓ વધારવા ઇચ્છતા નહોતા. તેથી તેમણે સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું.

→ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી.

→ ક્રિસ મિશનની દરખાસ્તો ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકી નહિ. તેથી ક્રિસ મિશન નિષ્ફળ ગયું.

GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

→ ‘હિંદ છોડો’ની લડતનો ઐતિહાસિક ઠરાવ 8 ઑગસ્ટ, 1945ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિમાં પસાર કરવામાં આવ્યો.

→ 9 ઑગસ્ટ, 1942ની વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ તેમજ દેશના આગેવાન કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. પરિણામે લડત ઉગ્ર અને દેશવ્યાપી બની.

→ અંગ્રેજ સરકારે લડતને દાબી દેવા દમનકારી પગલાં ભર્યા. પરંતુ સરકારને ખાતરી થઈ કે હવે વધુ સમય ભારતના લોકોને પરાધીન રાખી શકાશે નહિ.

→ સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો.

→ સુભાષચંદ્ર બોઝ ઈ. સ. 1938માં હરિપુરા (બારડોલી) અને ઈ. સ. 1939માં ત્રિપુરા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા.

→ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વૈચારિક મતભેદ ઊભો થતાં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. એ પછી તેમણે ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી.

→ એક દિવસની મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. પઠાણનો વેશ ધારણ કરી તેઓ કોલકાતાથી કાબુલ (અફઘાનિસ્તાન) થઈને બર્લિન (જર્મની) પહોંચ્યા અને ત્યાંથી તેઓ જાપાન ગયા.

→ રાસબિહારી ઘોષની મદદથી જાપાનમાં આઝાદ હિંદ ફોજની રચના કરવામાં આવી હતી. તેના સેનાપતિ કૅપ્ટન મોહનસિંહ હતી.

→ સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફોજના વડા બનાવવામાં આવ્યા.

→ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ‘ચલો દિલ્લી’નું અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના ભારતીયોને ‘તુમ મુઝે ખૂન દો, મેં તુહેં આઝાદી દૂગા’નું સૂત્ર આપ્યું હતું.

→ સુભાષચંદ્ર બોઝે ભારતના અગ્રણી નેતાઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ વગેરેના નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી હતી. આ ઉપરાંત તેમણે રાણી લક્ષ્મીબાઈના નામ પરથી લક્ષ્મીબાઈ લશ્કરી બ્રિગેડ(મહિલા બ્રિગેડ)ની પણ રચના કરી હતી.

→ બીજા વિશ્વયુદ્ધને મોરચે જાપાનની બદલાયેલી પરિસ્થિતિ, શસ્ત્રો અને અનાજના પુરવઠાની ભારે તંગી, ચોમાસાના ભારે વરસાદને કારણે સર્જાયેલી ભૌગોલિક પ્રતિકૂળતા – આ બધાંને કારણે આઝાદ હિંદ ફોજના સૈનિકોને યુદ્ધમાં પીછેહઠ કરવી પડી,

→ 18 ઑગસ્ટ, 1945ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાન પરત જઈ રહ્યા હતા ત્યારે વિમાનમાં આગ લાગતાં સખત રીતે ઘઝયા હોવાથી તેઓ અવસાન પામેલા મનાય છે.

→ ઈ. સ. 1946માં મુંબઈમાં ભારતીય નૌકાસૈનિકોએ બળવો ર્યો ત્યારે અંગ્રેજ સરકારને એમ લાગ્યું કે લકરે પણ તેના હાથમાંથી સરકી રહ્યું છે.

→ ઇંગ્લેન્ડના વડા પ્રધાને ભારતને પૂર્ણ સ્વરાજની વાણધાર્યો કરવા માટે કેબિનેટ કક્ષાના ત્રણ પ્રધાનો ભારત મોકલવાની જાહેરાત કરી.

GSEB Class 8 Social Science Notes Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

→ કેબિનેટ મિશન યોજનામાં આ બે યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો : (1) લાંબા ગાળાની યોજના અને ( 2) વચગાળાની યોજના.

→ લાંબા ગાળાની યોજનામાં ભારતને હિંદુ બહુમતીવાળા વિસ્તારો, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો અને મિશ્ર વસ્તીવાળા વિસ્તારો એમ ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા, જ્યારે વચગાળાની યોજનામાં વચગાળાની સરકાર રચવાની હતી.

→ બંધારણસભાની રચના કરવા માટે જુલાઈ, 1946માં ચૂંટણી કરવામાં આવી.

→ ફેબ્રુઆરી, 1947માં બ્રિટનના વડ્ય પ્રધાન એટલીએ જાહેરાત કરી કે, કૅબિનેટ મિશન યોજના મુજબ રચાયેલી હિંદની સરકારને હિંદની તમામ સત્તાઓ સોંપી જૂન, 1948 સુધીમાં બ્રિટિશ સરકાર ભારતમાંથી વિદાય લેશે.

→ વાઇસરૉય લૉર્ડ વેવેલ પછી ભારતમાં વાઇસરૉય તરીકે લૉર્ડ માઉન્ટ બેટનની નિમણૂક થઈ.

→ ભારતના ભાગલા પાડવાના સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે લૉર્ડ માઉન્ટ બેટને જવાહરલાલ નેહર અને સરદાર પટેલને સમજાવ્યું કે, “અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં, કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે.’

→ માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ, 1947માં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો.

→ ‘હિંદ સ્વાતંત્ર્ય ધારા’ પ્રમાણે હિંદના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પાડવામાં આવ્યા.

→ 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારતદેશ સ્વતંત્ર બન્યો.

Leave a Comment

Your email address will not be published.