GSEB Class 8 Social Science Notes Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત

This GSEB Class 8 Social Science Notes Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત covers all the important topics and concepts as mentioned in the chapter.

સ્વતંત્રતા પછીનું ભારત Class 8 GSEB Notes

→ જુલાઈ, 1947માં બ્રિટિશ પાર્લામેન્ટ હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. આ ધારાની જોગવાઈ મુજબ હિંદનું ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું.

→ અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં.

→ પાકિસ્તાને પોતાના દેશમાંથી બિનમુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતાં લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. આ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી એ વિકટ સમસ્યા હતી.

GSEB Class 8 Social Science Notes Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત

→ ભારત સરકારે ખૂબ જ કુનેહથી આ સમસ્યા ઉકેલી. દેશના લોકો અને સરકારે આ નિરાશ્રિતોને પૂરતી સગવડો આપી. મોટી સંખ્યામાં શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. નિરાશ્રિતોના પુનર્વસન બાદ તેઓ દેશની પ્રજામાં એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી.

→ ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલાં નાનાં-મોટાં દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી.

→ ઈ. સ. 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડની આસપાસ હતી. તે ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી. એ ભિન્નતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા સાધી દેશનો વિકાસ કરવો પણ અનિવાર્ય હતો.

→ સ્વતંત્રતા સમયે વરતીનો મોટો સમુદાય ગામડામાં રહીને ખેતી કરતો હતો. આ ઉપરાંત, શહેરોમાં ગંદકી, ગીચ વસવાટ, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ વગેરે સમસ્યાઓ હતી; જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી.

→ આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિહે “જવાબદાર સરકાર બનાવી. ભાવનગર રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્રમાં વિલીન થયું.

→ સંયુક્ત સૌરાષ્ટ્રની રચના અને તેમાં ભાવનગર રાજ્યની વિલીનીકરણની ઘટનાને પંડિત જવાહરલાલ નેહરુએ ‘સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું.

→ સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે, તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાનાં રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે.

→ સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વી. પી. મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર સિવાયનાં બધાં જ રાજ્યોનું ભારતસંધમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.

→ ભારત સરકારે પોલીસ પગલું ભરીને તેમજ નિઝામને તેનાં હિતોના રક્ષણની બાંહેધરી આપીને હૈદરાબાદનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું.

→ હૈદરાબાદના ભારતસંઘ સાથેના જોડાણમાં શ્રી કનૈયાલાલ મુનશીએ. મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

→ જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણખત લખી આપ્યું. આથી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે “આરઝી હકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રનાં લગભગ બધાં રાજ્યો અને લોકોએ જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. આથી જૂનાગઢના નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારત સરકારે જૂનાગઢનો કબજો લઈ લીધો.

→ ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો તે પછી જૂનાગઢની પ્રજાનો લોકમત લેવામાં આવ્યો, જેમાં જૂનાગઢની પ્રજાએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢના ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આ રીતે જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું.

→ ભારતદેશ આઝાદ થયો તે સમયે કરમીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણખત પર સહી કરી ન હતી. આ દરમિયાન કશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કમર પર આક્રમણ કર્યું. હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી અને ભારત સાથેના જોડાણખત પર સહી કરી. ભારતીય લશ્કરે તાત્કાલિક કશ્મીર જઈ તેનું ૨ાણ કર્યું, પરંતુ તે દરમિયાન કશમીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો.

→ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યું. હજુ આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે.

GSEB Class 8 Social Science Notes Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત

→ પાકિસ્તાનના અંકુશ હેઠળનો કમરનો ત્રીજા ભાગનો પ્રદેશ પી. ઓ. કે.(Pakistan Occupied Kashmir)ના નામે ઓળખાય છે.

→ ભારત પ્રજાસત્તાક બન્યા પછી દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માગ ઊભી થઈ હતી.

→ મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકોએ આંધ્ર પ્રદેશની માગણી માટે આંદોલન કર્યું.

→ ઈ. સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી આંધ્ર પ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી.

→ ભાષા આધારિત રાજ્યોની રચના કરવા ભારત સરકારે “રાજય પુનઃરચના પંચ’ની રચના કરી. – સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉ. ફઝલઅલી રાજ્ય પુનઃ રચના પંચના અધ્યક્ષ હતા, – ભારત સરકારે રાજ્ય પુનઃરચના પંચનો અહેવાલ 1 નવેમ્બર, 1956ના રોજ અમલમાં મૂક્યો. = રાજ્યોની પુનઃરચના પછી 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. – મુંબઈ રાજ્યમાંથી ભાષાના ધોરણે નવા ગુજરાત રાજ્યની રચના કરવાની માગ માટે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું. – શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા), શ્રી ભાઈલાલભાઈ | (ભાઈકાકા), શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતાઓ હતા. – 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.

→ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

→ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા હતા.

→ ઈ. સ. 1966માં પંજાબનું વિભાજન કરવામાં આવ્યું અને પંજાબ અને હરિયાણાને અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી.

→ પૂર્વોત્તર ભારતમાં અસમ, નાગાલેન્ડ, મેથાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એમ સાત રાજ્યોની રચના કરવામાં આવી. આ સાત રાજ્યોને “સાત બહેનો’ (seven sisters) તરીકે ઓળખવામાં આવે છે.

→ ઈ. સ. 2000માં બિહારમાંથી ઝારખંડ રાજ્યની, મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્યની અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી.

→ ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણા નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

→ ઑક્ટોબર, 2019થી જમ્મુ અને કાશ્મીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો મળેલો છે.

→ હાલમાં (ઈ. સ. 2021માં) ભારતીય સંઘમાં 28 રાજ્યો, દિલ્લી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

→ ભારતદેશ આઝાદ થયો તે સમયે દેશના પુચ્ચરી, માહે (કેરલ), થનામ (આંધ્ર પ્રદેશ), કરાઇકલ (તમિલનાડુ) અને ચંદ્રનગર (પશ્ચિમ બંગાળ) પર ફ્રેન્ચોનો અંકુશ હતો.

→ આથી સ્થાનિક પ્રજાએ ફ્રેન્ચ સરકાર સામે ‘ભારત છોડો’નું એલાન આપ્યું. આ પ્રશ્નનો શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. ફ્રાન્સે લોકોનો મિજાજ અને ભારતસંધ સાથે જોડાવાની તીવ્ર ઇચછા પારખીને પોતાનાં સંસ્થાનો ભારતને સુપરત કરવા ઈચ્છા દર્શાવી. 13 ઑક્ટોબર, 1954માં ફ્રાન્સે પોતાની વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી વિદાય લીધી.

GSEB Class 8 Social Science Notes Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત

→ ભારતદેશ આઝાદ થયો તે સમયે દેશના દીવ, દમણ, ગોવા તથા દાદરા અને નગરહવેલી પર પોર્ટુગીઝોનો અંકુશ હતો.

→ ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા પોર્ટુગીઝોને ગોવા સહિત અન્ય પ્રદેશો ભારત સરકારને સોંપી દેવા ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ પોર્ટુગીઝ સરકાર તૈયાર ન થઈ. આથી ગોવાના લોકોએ ગોવાને ભારતસંઘ સાથે જોડાણ કરવા ‘ગોવા મુક્તિ આંદોલન’ કર્યું.

→ ભારત સરકાર દ્વારા ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ‘ઑપરેશન વિજય’ નામનું લશ્કરી અભિયાન શરૂ કરવામાં આવ્યું.

→ 18 ડિસેમ્બર, 1961ના રોજ પોર્ટુગીઝ શાસકોએ ભારતના લશ્કર સમક્ષ શરણાગતિ સ્વીકારી. ભારત સરકારે એ પ્રદેશોનો કબજો મેળવી તેમનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું.

→ ભારત સરકારે ઈ. સ. 1950માં બંધારણનાં ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા માટે આયોજનપંચની રચના કરી.

→ આજે આયોજનપંચ ‘નીતિઆયોગ’ના નામે ઓળખાય છે,

→ નીતિ આયોગમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

→ હોદાની રૂએ દેશના વડા પ્રધાન નીતિઆયોગના અધ્યક્ષ હોય છે.

→ દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ધટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવસ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદેશો છે.

→ પ્રથમ પંચવર્ષીય યોજના ઈ. સ. 1951-1956 દરમિયાન અમલમાં મૂકવામાં આવી. પંચવર્ષીય યોજનાઓ દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી. વપરાશી ચીજવસ્તુના ઉત્પાદનની સાથે યંત્ર ઉદ્યોગોના ઉત્પાદનના ઉદ્યોગોનો વિકાસ પણ થઈ શક્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહદ્અંશે સ્વાવલંબી બની શક્યા છીએ,

→ કૃષિ ક્ષેત્રે અનાજની આયાત કરતો દેશ હરિયાળી ક્રાંતિ સર્જીને આજે અનાજની નિકાસ કરતો દેશ બનેલ છે. દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાં ભરવામાં આવેલ છે.

→ સ્વતંત્રતા બાદ ગરીબી અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબીનિવારણના કાર્યક્રમો અમલમાં મૂકેલ છે. પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. પરંતુ વસ્તીવધારાના કારણે ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી.

→ આમ છતાં ગરીબી ઘટાડવા, આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરવા, આવશ્યક ચીજવસ્તુ ગરીબોને આપવા વગેરે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આજે લોકોના આરોગ્યમાં અને સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે. ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થયો છે, બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. શિક્ષણનું પ્રમાણ (સાક્ષરતાનો દર) વધ્યું છે.

→ ભારતે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી છે.

→ ભારતે ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, પેટ્રોલિયમ, ટેલિકૉમ્યુનિકેશન, લોખંડ-પોલાદ, રાસાયણિક ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ઉદ્યોગોમાં હરણફાળ ભરી છે.

GSEB Class 8 Social Science Notes Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત

→ ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના ઉstv (ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વહીકલ) તૈયાર કર્યા છે.

→ વિશ્વના દેશોએ ભારતીય પરંપરાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, માનવસંસાધનોનું મહત્ત્વ વગેરે બાબતોનો સ્વીકાર કર્યો છે.

→ સંયુક્ત રાષ્ટ્રો(UN – United Nations)એ 21 જૂનના દિવસને “વિશ્વ યોગ દિવસ’ તરીકે જાહેર કરેલ છે,

Leave a Comment

Your email address will not be published.