GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ/પદ્યસમીક્ષા

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Lekhan Kaushalya Padhyarth Grahan Pandya Samiksha વિચારવિસ્તાર Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Lekhan Kaushalya Padhyarth Grahan Pandya Samiksha

Std 9 Gujarati Lekhan Kaushalya Padhyarth Grahan Pandya Samiksha Questions and Answers

પદ્યાર્થગ્રહણ/પદ્યસમીક્ષા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

  1. આખું કાવ્ય વાંચી જાઓ અને તેને સમજવાનો પ્રયત્ન કરો. જો તે ન સમજાય, તો તેને બે-ત્રણ વખત વાંચી તેનો અર્થ સમજવા પ્રયત્ન કરો.
  2. કાવ્યની પંક્તિઓનું અર્થઘટન કરતી વખતે વિરામચિહ્નોને ખાસ લક્ષમાં રાખવાં. આથી તેનો ભાવાર્થ સમજવામાં સરળતા રહેશે.
  3. પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કાવ્ય ફરીથી વાંચો અને સમજો. પછી પ્રશ્નોના ઉત્તરો મનમાં ગોઠવો.
  4. પ્રશ્નના ઉત્તર ટૂંકા, મુદ્દાસર અને પોતાની ભાષામાં જ લખો.
  5. પ્રશ્નના ઉત્તરમાં કાવ્યની પંક્તિઓ સીધેસીધી લખવી ન જોઈએ.
  6. પ્રશ્નોના ઉત્તરોમાં જોડણી, વિરામચિહ્નો વગેરેનું ખાસ ધ્યાન રાખો.
  7. લખેલા ઉત્તરો ફરી એક વાર ચીવટપૂર્વક વાંચી જાઓ અને ભૂલો રહી ગઈ હોય તો તે સુધારી લો.

GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ/પદ્યસમીક્ષા

પ્રશ્ન. નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો:

(1) સાંજરે ને સવારે દઈ કાગળો નિત્ય તું માર્ગ તારે સિધાવે;
તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું, કો દી તું ભલા ઉર લાવે?
કેટલી માત કેરી દુવાઓ ભરી કેટલા પ્રેમીના પ્રેમભાવ?
કેટલા ઉર કેરા નિસાસા ભર્યા? કેટલા હર્ષ કેરા સમાવ?
કેટલાં નેન તારી પ્રતીક્ષા કરે? કેટલા કર્ણ પદરવા સુણે છે?
ના નથી પત્ર એવું કહીને કદી શું ભર્યું આંખ સામે જુએ છે?
જાણતો કેટલા ચાંપતા છાતીએ? પત્રને ચુંબનો કૈંક ચોડે?
કૈક આંખો થકી આંસુડાંઓ વહી ભીંજવી શુષ્ક એ પત્ર દોડ?

– પ્રફ્લાદ પારેખ

પ્રશ્નો: (1) ટપાલી ક્યારે આવે છે?
(2) લોકો ટપાલીની આવવાની રાહ કેવી રીતે જુએ છે?
(3) પત્રોમાં કેવી લાગણીઓ ભરેલી હોય છે?
(4) પત્રો વાંચીને લોકો શું કરે છે?
ઉત્તર :
(1) ટપાલી સવારે અને સાંજે આવે છે.
(2) લોકો દૂર દૂર સુધી નજર દોડાવીને તેમજ કાન સરવા કરીને ટપાલીની આવવાની રાહ જુએ છે.
(3) કોઈના પત્રમાં માતાના આશીર્વાદ તો કોઈના પત્રમાં પ્રેમીનો પ્રેમભાવ છલકે છે. કેટલાક પત્રોમાં આનંદ તો કેટલાક પત્રોમાં દુઃખની લાગણીઓ ભરેલી હોય છે.
(4) પત્રો વાંચીને કેટલાક લોકો તેને છાતીએ ચાંપે છે, કેટલાક તેને ચુંબનો કરે છે, તો કેટલાક તેને આંસુથી ભીંજવી દે છે.

GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ/પદ્યસમીક્ષા

(2) મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખનહારા રે! મંદિર તારું
નહિ પૂજારી, નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો, સૂરજ, તારા રે. મંદિર તારું
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ સારા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો?
શોધે બાળ અધીરાં રે. મંદિર તારું

– જયંતીલાલ આચાર્ય

પ્રશ્નો. (1) કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે?
(2) આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે?
(3) આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે?
(4) અધીરાં બાળકો કોને શોધે છે?
ઉત્તર :
(1) કવિને વિશ્વરૂપી મંદિર રૂપાળું લાગે છે.
(2) આકાશમાં સર્જનહારનો મહિમા ચાંદો, સૂરજ અને તારા ગાય છે. GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણ/પદ્યસમીક્ષા
(3) આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા એ છે કે તેમાં કોઈ પૂજારી નથી, કોઈ દેવની મૂર્તિ નથી કે આ મંદિરને તાળાં નથી.
(4) અધીરાં બાળકો વિશ્વરૂપી મંદિરના સર્જનહારને શોધે છે.

Leave a Comment

Your email address will not be published.