GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Alankar અલંકાર Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Alankar

Std 9 Gujarati Vyakaran Alankar Questions and Answers

અલંકાર સ્વાધ્યાય

પ્રશ્ન 1. અલંકાર ઓળખાવોઃ

(1) જાણે એને મટ્યું હોય તેમ અમરતકાકી મંગુનાં લગ્નની યોજના પણ વિચારવા મંડી જતાં.
(અ) ઉપમા
(બ) રૂપક
(ક) ઉન્મેલા
ઉત્તરઃ
ઉમ્બેલા

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

(2) દીકરાનાં બાળકો એમને દીઠાં ગમતાં નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી.
(અ) પ્રાસસાંકળી
(બ) અતિશયોક્તિ
(ક) વ્યતિરેક
ઉત્તરઃ
(બ) અતિશયોક્તિ

(3) મહારાજ, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોયે ઘણું છે.
(અ) ઉપમા
(બ) ઉન્મેક્ષા
(ક) અતિશયોક્તિ
ઉત્તરઃ
(ક) અતિશયોક્તિ

(4) આશ્ચર્યથી સયાજીરાવ મહારાજ ગોપાળદાસે ધરેલાં મીઠાં લીંબુ જેવાં બોરને જોઈ રહ્યા.
(અ) ઉપમા
(બ) રૂપક
(ક) ઉક્ષા
ઉત્તરઃ
(અ) ઉપમા

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

(5) ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો.
(અ) ઉપમા
(બ) રૂપક
(ક) ઉન્મેલા
ઉત્તરઃ
(અ) ઉપમા

(6) કમળ થકીયે કોમળું રે, બહેની અંગ છે એનું !
(અ) પ્રાસસાંકળી
(બ) વર્ણાનુપ્રાસ
(ક) વ્યતિરેક
ઉત્તરઃ
(ક) વ્યતિરેક

(7) મારે મન લાયબ્રેરી લોકશાહીનું મંદિર છે.
(અ) ઉપમા
(બ) રૂપક
(ક) ઉમ્બેલા
ઉત્તરઃ
(બ) રૂપક

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

(8) અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા.
(અ) ઉપમા
(બ) રૂપક
(ક) ઉન્મેલા
ઉત્તરઃ
(અ) ઉપમા

(9) વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.
(અ) પ્રાસસાંકળી
(બ) વર્ણાનુપ્રાસ
(ક) વ્યતિરેક
ઉત્તરઃ
(અ) પ્રાસસાંકળી

(10) કાકાએ કાકીને કાચી કેરીનું કચુંબર કરવા કહ્યું.
(અ) પ્રાસસાંકળી
(બ) વર્ણાનુપ્રાસ
(ક) વ્યતિરેક
ઉત્તરઃ
(બ) વર્ણાનુપ્રાસ

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

પ્રશ્ન 2. નીચેના અલંકારોનું ઉદાહરણ આપો?

(1) નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાસસાંકળી અલંકારનું છે?
(અ) દુઃખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો.
(બ) વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વેંત વેંતે..
(ક) કાકાએ કાકીને કહ્યું કે કાચી કેરીનું કચુંબર કર.
ઉત્તરઃ
(બ) વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વેંત વેંતે..

(2) નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું છે?
(અ) પિતાજીનું હૈયું ફૂલ જેવું કોમળ છે.
(બ) તું ચંદ્રથી ચારુ સુહાસિની હે!
(ક) દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય!
ઉત્તરઃ
(અ) પિતાજીનું હૈયું ફૂલ જેવું કોમળ છે.

(3) નીચેનામાંથી કયું ઉદાહરણ રૂપક અલંકારનું છે?
(અ) બે પાંપણ પરે, પરોઢે પોઢીને પલભર.
(બ) વદન સુધાકરને રહુ નિહાળી.
(ક) કાચે રે તાંતણે હરિજીએ બાંધી.
ઉત્તરઃ
(બ) વદન સુધાકરને રહુ નિહાળી.

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

(4) નીચેનામાંથી કયું ઉદાહરણ ઉન્મેલા અલંકારનું છે?
(અ) દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય !
(બ) ભમરા સમો આ ભમતો પવન.
(ક) ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ; પામ્યો કસુંબીનો રંગ
ઉત્તરઃ
(અ) દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય !

(5) નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકારનું છે?
(અ) મુને લાગી કટારી પ્રેમની રે, પ્રેમની પ્રેમની પ્રેમની રે.
(બ) સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર?
(ક) પદમણી ચોમાસાના રેલાની માફક દોડતી હતી.
ઉત્તરઃ
(બ) સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર?

(6) નીચેનામાંથી કયું ઉદાહરણ વર્ણાનુપ્રાસ અલંકારનું છે?
(અ) પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.
(બ) મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું.
(ક) કામિની કોકિલા કેલિ કૂજન કરે.
ઉત્તરઃ
(ક) કામિની કોકિલા કેલિ કૂજન કરે.

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

Std 9 Gujarati Vyakaran Alankar Notes

અલંકારઃ રજૂઆતને સચોટ અને અસરકારક બનાવવા માટે ભાષાની જે અભિવ્યક્તિ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે અભિવ્યક્તિ એટલે “અલંકાર’.

અલંકાર બે પ્રકારના હોય છે :
(અ) શબ્દાલંકાર અને
(બ) અર્થાલંકાર.

જેમાં ધ્વનિ કે ધ્વનિશ્રેણીનું સૌંદર્ય કે ચમત્કૃતિ અભિવ્યક્તિને આકર્ષક બનાવે તે શબ્દાલંકાર.

અર્થને ઉપયોગમાં લઈને સચોટતા સધાય તે અર્થાલંકાર.

(અ) શબ્દાલંકારના કેટલાક પ્રકારઃ
(1) વર્ણાનુપ્રાસઃ જ્યારે કોઈ એક વર્ષના પુનરાવર્તનથી કાવ્યપદાવલિમાં સૌંદર્યનો વધારો કરે ત્યારે તે અલંકારને “વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે.
દા. ત.,
કામિની કોકિલા કેલિ કૂજન કરે. આ પંક્તિમાં “ક” વર્ણનું પુનરાવર્તન છે.

વર્ણાનુપ્રાસ અલંકારનાં અન્ય ઉદાહરણઃ

  • પીગળે પીગળે પડછાયાના પહાડ.
  • કાળું એનું કામ, કાળાં કરમનો કાળો મોહન.
  • ગોતી, ભૂલી ભૂલી હું તને ભાળી હો વાલમાં, ગોતીને થાંઉ ગૂમ.
  • સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો.
  • બે પાંપણ પરે, પરોઢે પોઢીને પલભર.
  • ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ; પામ્યો કસુંબીનો રંગ.

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

(2) પ્રાસસાંકળી કોઈ પણ પંક્તિના બે ચરણમાં પહેલા ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ જ્યારે પ્રાસ ધરાવતા હોય ત્યારે તે અલંકારને પ્રાસસાંકળી’ અલંકાર કહે છે.
દા. ત.,
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ.

પ્રાસસાંકળીનાં કેટલાંક અન્ય ઉદાહરણઃ

  • વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.
  • પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.
  • વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ તે વેતે
  • ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાંખ.

(બ) અર્થાલંકારના કેટલાક પ્રકાર :
(1) ઉપમા જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મોને લક્ષ્યમાં રાખીને સરખામણી – તુલના કરવામાં આવે ત્યારે તે અલંકારને “ઉપમા અલંકાર કહે છે. તેમાં જેવો-દેવીજેવું, સરખો-સરખી-સરખું, સમો-સમી-સમું, શો-શી-શું, પેઠે, માફક જેવા ઉપમાવાચક શબ્દોનો ઉપયોગ થાય છે.

અહીં મહત્ત્વના પારિભાષિક શબ્દો સમજી લઈએ :

  • ઉપમેય જે વસ્તુની સરખામણી કરવાની હોય તે “ઉપમેય’ કહેવાય.
  • ઉપમાનઃ જે વસ્તુ સાથે સરખામણી કરવામાં આવી હોય તે ઉપમાન કહેવાય.
  • સાધારણ ધર્મઃ ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલા સમાન ગુણ, ક્રિયા, સ્વભાવ, પ્રકૃતિ વગેરે બાબતને સાધારણ ધર્મ કહે છે.

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

દા. ત.,
પિતાજીનું હૈયું ફૂલ જેવું કોમળ છે.

અહીં “પિતાજીનું હૈયું ઉપમેય છે, “ફૂલ’ ઉપમાન છે અને કોમળ’ સાધારણ ધર્મ છે.

ઉપમા અલંકારનાં અન્ય ઉદાહરણ:

  • ભમરા સમો આ ભમતો પવન.
  • તેણે ખીંટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી.
  • પઘણી ચોમાસાના રેલાની માફક દોડતી હતી.
  • ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા.
  • કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આતમનાવ.
  • અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા.

(2) રૂપક જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એમ દર્શાવાય ત્યારે તેને “રૂપક અલંકાર કહે છે.
દા. ત.,
વદન સુધાકરને રહું નિહાળી.
અહીં ‘વદન’ ઉપમેય છે અને “સુધાકર’ ઉપમાન છે. બંને વચ્ચે સરખામણી કરવામાં આવી નથી, પરંતુ બંને એક જ છે એમ દર્શાવાયું છે; તેથી તે રૂપક અલંકાર છે.

રૂપક અલંકારનાં અન્ય ઉદાહરણઃ

  • દમયંતીનો મુખચંદ્ર શોભી રહ્યો છે.
  • દુઃખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો.
  • ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત, જિંદગી!
  • મુને લાગી કટારી પ્રેમની રે, પ્રેમની પ્રેમની પ્રેમની રે.
  • રજપૂતના મોં ઉપર આશાનાં કિરણ ફૂટવા લાગ્યાં.
  • મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે.
  • નાના મારા જીવનસરમાં દષ્ટિનું પદ્મ ઊગ્યું.
  • છકડો પાણીપંથો ઘોડો થઈ ગ્યો.

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

(૩) ઉન્મેલા જ્યારે ઉપમેયની ઉપમાન તરીકે હોવાની સંભાવના, શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે તેને “ઉÀક્ષા’ અલંકાર કહેવાય. તેમાં જાણે, શકે, રખે જેવા ઉન્મેલાવાચક શબ્દો પ્રયોજાય છે.
દા. ત.,
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય!

અહીં હૈયું હિમાલય હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એ માટે “જાણે’ શબ્દનો ઉપયોગ કર્યો છે.

ઉન્નેક્ષા અલંકારનાં અન્ય ઉદાહરણઃ

  • ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ;
    વર્ષાકાલે જલધિજલનાં હોય જાણે તરંગ.
  • એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂંફાડા મારતી ઊભી થઈ ગઈ.
  • એની મૂછોના આંકડા જાણે અત્યંત ઝેરી વીંછીના વાળેલા બે લાલચટ્ટક ડંખ.
  • કારતક મહિનાની ટાઢને પણ, અરે, આજની સંધ્યાએ ‘ જાણે ફૂલગુલાબી બનાવી દીધી.
  • એ અંધારી રાતે ડોસાનું રોવું એવું લાગતું કે જાણે સામા કાંઠાનો પેલો વગડો જ વલપતો ન હોય!

(4) વ્યતિરેકઃ જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે તેને “વ્યતિરેક અલંકાર કહે છે.
દા. ત.,
દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે.

અહીં દમયંતીના મુખ(ઉપમેય)ને ચંદ્ર (ઉપમાન) કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું છે.
વ્યતિરેક અલંકારનાં અન્ય ઉદાહરણઃ

  • વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
    માડીનો મેઘ બારે માસ રે
    જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.
  • સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર?
  • કમળ થકી કોમળું રે, બહેની અંગ છે એનું!
  • એ કામિનીનો કંઠ સાંભળી, કોકિલા થઈ કાળીય.
  • ગણિતમાં આંકડા ભૂંસી શકાય, જિંદગીમાં એ ક્યહીં.
  • તું ચંદ્રથી ચારુ સુહાસિની હે!

GSEB Class 9 Gujarati Vyakaran અલંકાર

(5) અતિશયોક્તિ જ્યારે ઉપમાન ઉપમેયને ગળી જાય, ઉપમેયનો લોપ થાય અને માત્ર ઉપમાનનો જ નિર્દેશ થાય ત્યારે તે અલંકારને “અતિશયોક્તિ અલંકાર કહે છે.
દા. ત.,
મહારાજ ચંદ્રને નીરખતાં પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી 5 રહ્યા હતા.
અહીં મહારાજની પત્ની ઉપમેય છે. એટલે કે અહીં ઉપમાન ચંદ્રનો જ નિર્દેશ થયો છે અને ઉપમેય પત્નીનો લોપ થયો છે.

અતિશયોક્તિ અલંકારનાં અન્ય ઉદાહરણ:

  • કાચે તે તાંતણે હરિજીએ બાંધી. (પ્રેમ – ઉપમેય, તાંતણો – ઉપમાન)
  • આ કમૂરતાં ઉતરશે ને આણું વાળવા આવશે એટલે મારી 3 કોયલ ઊડી જશે. (દીકરી – ઉપમેય, કોયલ – ઉપમાન)
  • બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાઈની નજર એ બે 3 બોકડાઓ ઉપર પડી. (બે વ્યક્તિ – ઉપમેય, બોકડાં – ઉપમાન)
  • મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. (આત્મા- ઉપમેય, ૨હંસલો – ઉપમાન) (દહ – ઉપમેય, દેવળ – ઉપમાન)

Leave a Comment

Your email address will not be published.