GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Samas સમાસ Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Samas

Std 9 Gujarati Vyakaran Samas Questions and Answers

સમાસઃ ‘સમ’ એટલે સાથે અને “આસ’ એટલે બેસવું. એક શબ્દ જ્યારે બીજા શબ્દ (કે શબ્દો) સાથે મળીને એક નવો પ્રયત્ન રહિત શબ્દ બનાવે છે, તેને “સમાસ’ કહે છે.

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે.

સમાસનો વિગ્રહઃ સમાસમાં જોડાયેલા શબ્દો છૂટા પાડીને અર્થ દર્શાવવો તેને સમાસનો વિગ્રહ કહે છે.

સમાસના પ્રકારો સમાસના પ્રકારો આ મુજબ છેઃ

  1. દ્વન્દ્ર સમાસ,
  2. તત્પરુષ સમાસ,
  3. કર્મધારય સમાસ,
  4. ઉપપદ સમાસ અને
  5. મધ્યમપદલોપી સમાસ.

(1) દ્વન્દ્ર સમાસઃ આ સમાસના પદો વચ્ચે “અને અથવા કે મૂકીને વિગ્રહ કરાય છે. જેમ કે –

  • સમાસ – વિગ્રહ
  • મોહમાયા – મોહ અને માયા
  • કપરકાબી – કપ અને રકાબી
  • વંશવારસ – વંશ કે વારસ
  • પાપપુણ્ય – પાપ અને પુણ્ય
  • પશુપંખી – પશુ અને પંખી
  • બેત્રણ – બે કે ત્રણ
  • લવકુશ – લવ અને કુશ

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(2) તપુરુષ સમાસઃ જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાય તે તપુરુષ સમાસ કહેવાય છે. આ સમાસમાં ઉત્તરપદ પ્રધાન અને પૂર્વપદ ગૌણ હોય છે. જેમ કે –

  • સમાસ – વિગ્રહ
  • સાંજવેળા – સાંજની વેળા
  • લાગણીતંતુ – લાગણીનો તંતુ
  • ગ્રંથાલય – ગ્રંથનું આલય
  • વિશ્વવિખ્યાત – વિશ્વમાં વિખ્યાત
  • રોગમુક્ત – રોગથી મુક્ત
  • મનગમતી – મનને ગમતી
  • ગર્ભશ્રીમંત – ગર્ભમાંથી શ્રીમંત

આ સમાસને સમજવા માટે વિભક્તિપ્રત્યયોની ખબર હોવી જરૂરી છે. નીચેના કોષ્ટક પરથી તે બરાબર યાદ કરી લઈએ :

(૩) કર્મધારય સમાસઃ જે સમાસમાં પૂર્વપદ (પહેલું) વિશેષણ હોય અને ઉત્તરપદ (બીજું પદ) વિશેષ્ય (સંજ્ઞા) હોય એવા સમાસને કર્મધારય સમાસ કહે છે.

કર્મધારય સમાસ જુદી જુદી રીતના થાય છે.

  • સમાસ – વિગ્રહ
  • પરદેશ – પર (અન્ય) દેશ
  • મહાકવચ – મહા કવચ
  • પરમેશ્વર – પરમ ઈશ્વર

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

પહેલું પદ વિશેષણ છે અને બીજું પદ વિશેષ્ય (સંજ્ઞા) છે.

  • સમાસ – વિગ્રહ
  • સાંબેલાધાર – સાંબેલા જેવી ધારા
  • ઠંડાગાર – ગાર (જેવું) ઠંડું
  • નરકેસરી – કેસરી (સિંહ) જેવો નર
  • નરપશુ – પશુ જેવો નર
  • વજ દેહ – વજ જેવો દેહ
  • કડવુંઝેર – ઝેર જેવું કડવું

બે પદો વચ્ચે (ઉપમેય – ઉપમાનનો) સરખામણીનો સંબંધ છે.

  • સમાસ – વિગ્રહ
  • સંસારસાગર – સંસારરૂપી સાગર
  • હૃદયસરોવર – હૃદયરૂપી સરોવર
  • જ્ઞાનદીપ – જ્ઞાનરૂપી દીપ
  • વ્યોમસર – વ્યોમ(આકાશ)રૂપી સરોવર
  • જીવનનૌકા – જીવનરૂપી નૌકા

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

બંને પદો વચ્ચે (ઉપમેય – ઉપમાન) અભેદત્વનો સંબંધ હોય છે.

(4) ઉપપદ સમાસઃ જે સમાસનું ઉત્તરપદ ક્રિયાવાચી નામ હોય તેને ઉપપદ સમાસ કહે છે.

  • સમાસ – વિગ્રહ
  • ગોપાળ – ગાયોને પાળનાર
  • રક્ષક – રક્ષા કરનાર
  • તટસ્થ – તટે (કિનારે) રહેનાર
  • ધૂરંધર – ધૂરાને ધારણ કરનાર
  • જીવરખું – જીવ રાખનાર

કેટલાક સંસ્કૃત ક્રિયાવાચી નામનો પરિચય

સંસ્કૃત ક્રિયાવાચી  અર્થ  ઉદાહરણ (ઉપપદ સમાસ)
જ્ઞ  જાણનાર  મર્મજ્ઞ, સર્વજ્ઞ, સુજ્ઞ, તજજ્ઞ, કૃતજ્ઞ
જ્ઞ  હણનાર  કૃતજ્ઞ
 જન્મનાર  અનુજ, સરોજ, પંકજ, ક્ષિતિજ
જા  જન્મનાર  ગિરિજા, શેલજા, હિમજા, તનુજા

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ 1

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(5) મધ્યમપદલોપી સમાસઃ જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને અન્ય પદ તેની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય, પરંતુ કડીરૂપ મધ્યમપદનો લોપ થતો હોય તેને મધ્યમપદલોપી સમાસ કહે છે. જેમ કે –

  • સમાસ – વિગ્રહ
  • ટપાલપેટી – ટપાલ નાખવાની પેટી
  • આગગાડી – આગ વડે ચાલતી ગાડી
  • ઘોડાગાડી – ઘોડા વડે ચાલતી ગાડી
  • અનુભવજ્ઞાન – અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન

સમાસ સ્વાધ્યાય

પ્રશ્ન 1.
નીચેનાં વાક્યોમાં કયો શબ્દ સમાસ નથી તે જણાવો :

(1) ગંગા, જમના, સિંધુ, સતલુજનું ઉદ્ગમસ્થાન હિમાલયનો ઉત્તરાખંડ હિંદુ પુરાણોમાં બહુ ગવાયો છે.
A. પુરાણો
B. ઉદ્ગમસ્થાન
C. હિમાલય
D. ઉત્તરાખંડ
ઉત્તરઃ
A. પુરાણો

(2) સ્વર્ગથીયે શ્રેષ્ઠ જન્મદાત્રી જનનીની જોડાજોડ જન્મભૂમિને મૂકવાની કલ્પના આર્યલોકમાં ઉદય પામી.
A. જન્મદાત્રી
B. જનની
C. જન્મભૂમિ
D. આર્યલોક?
ઉત્તરઃ
B. જનની

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(3) સંધ્યાઆરતીના ઘંટારવ, નગારાં ને શંખનાદ બધે સામટાં ગુંજી ઊઠે.
A. સંધ્યાઆરતી
B. ઘંટારવ
C. નગારાં
D. શંખનાદ
ઉત્તરઃ
C. નગારાં

(4) નંદનંદનનો રાષ્ટ્રપ્રેમ, જ્વલંત દેશભક્તિ, એમની સિદ્ધાંતનિષ્ઠા અપ્રતિમ હતાં.
A. નંદનંદન
B. રાષ્ટ્રપ્રેમ
C. જ્વલંત
D. સિદ્ધાંતનિષ્ઠા
ઉત્તરઃ
C. જ્વલંત

(5) બજારમાં પૂજાપો, દર્ભાસન, ઓરસિયા, તુલસીમાળા, રુદ્રાક્ષમાળા, જાત્રામાર્ગની ચોપડીઓ, મૂર્તિઓ, ચિત્રો વગેરે વેચાય છે.
A. પૂજાપો
B. દર્ભાસન
C. તુલસીમાળા
D. જાત્રામાર્ગ
ઉત્તરઃ
A. પૂજાપો

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

પ્રશ્ન 2. સમાસ ઓળખાવોઃ
(1) વિશ્વવિખ્યાત
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(અ) તપુરુષ

(2) આપબળે
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(બ) કર્મધારય

(3) ધર્મભાવના
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(અ) તપુરુષ

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(4) ચાયપાઉ
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(ક) ઉપપદ

(5) નવસર્જન
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(બ) કર્મધારય

(6) નદીકાંઠો
(અ) તત્પરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(અ) તત્પરુષ

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(7) સ્વજન
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(અ) તપુરુષ

(8) સદાકાળ
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(બ) કર્મધારય

(9) કપરકાબી
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) દ્વન્દ્ર
ઉત્તર:
(ક) દ્વન્દ્ર

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(10) હિમાલય
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(અ) તપુરુષ

(11) ભાઈબહેન
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) દ્વન્દ્ર
ઉત્તર:
(ક) દ્વન્દ્ર

(12) ફૂલહાર
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(અ) તપુરુષ

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(13) પરદેશ
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(બ) કર્મધારય

(14) ત્રણમુક્ત
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(અ) તપુરુષ

(15) મોહમાયા
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) દ્વન્દ્ર
ઉત્તર:
(ક) દ્વન્દ્ર

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(16) મનોહર
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(ક) ઉપપદ

(17) ગ્રંથકાર
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(ક) ઉપપદ

(18) બેચાર
(અ) તત્પરુષ
(બ) કર્મધારય
(ક) દ્વન્દ્ર
ઉત્તર:
(ક) દ્વન્દ્ર

GSEB Class 9 Gujarati Vyakaran સમાસ

(19) અનુજ
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(ક) ઉપપદ

(20) પરમેશ્વર
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તર:
(બ) કર્મધારય

Leave a Comment

Your email address will not be published.