This GSEB Class 9 Science Notes Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ? covers all the important topics and concepts as mentioned in the chapter.
આપણે શા માટે માંદા પડીએ છીએ? Class 9 GSEB Notes
→ સ્વાથ્ય અને રોગ (Health and Disease):
- આપણા શરીરના કોષો, પેશીઓ અને અંગોમાં નિશ્ચિત પ્રકારની વિવિધ ક્રિયાઓ ચાલે છે.
- આ બધી ક્રિયાઓ આંતરસંબંધિત છે. તેના માટે બહારથી શક્તિ અને દ્રવ્યની જરૂર પડે છે.
- જ્યારે કોઈ વસ્તુ કે પરિબળ કોષ અને પેશીની ક્રિયાશીલતા અટકાવે છે, ત્યારે શરીરમાં નિશ્ચિત ક્રિયાશીલતાનો અભાવ સર્જાય છે. પરિણામે સ્વાથ્ય જોખમાય છે. સારું સ્વાથ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ.
- વ્યક્તિગત સ્વાથ્ય માટે જાહેર સ્વચ્છતા ખૂબ અગત્યની છે.
- વ્યક્તિગત સ્વાથ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સારી નોકરી પણ જરૂરી છે.
- મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓ કે વનસ્પતિઓમાં ચેપ, કુપોષણ કે કોષપેશીની અસામાન્ય ક્રિયાઓને પરિણામે સર્જાતી અસ્વસ્થતાને રોગ તરીકે ઓળખવામાં આવે છે.
→ રોગનાં કારણો (Causes of Disease) :
- રોગ થાય ત્યારે શરીરના એક અથવા વધારે તંત્રનાં કાર્યો અથવા બાહ્ય દેખાવ ખરાબ થાય છે કે તેમાં ફેરફાર થાય છે.
- આંતરિક કારણોમાં હૃદય, મૂત્રપિંડ અને યક્ત જેવાં વિવિધ અંગોનાં અસામાન્ય કાર્યો, જનીન વિકૃતિઓ, અંતઃસ્ત્રાવોનું અસંતુલન કે શરીરના પ્રતિકારતંત્રની અસામાન્ય ક્રિયાવિધિ જવાબદાર હોઈ શકે.
- બાહ્ય કારણોમાં કુપોષણ (અતિપોષણ કે અલ્પપોષણ), રોગકારક સજીવો Pathogens), પર્યાવરણીય પ્રદૂષકો, તમાકુ, મદ્યપાન કે નશાકારક દ્રવ્યો જવાબદાર છે.
→ તીવ્ર અને હઠીલા રોગો (Acute and Chronic Diseases) :
- એકાએક અને ઝડપથી થતા અને જેમની અસર શરીર પર થોડા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગો કહે છે. દા. ત., ખાંસી, શરદી
- જે રોગોનાં લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી કે જીવનભર રહે અને તેની માનવસ્વાથ્ય પર ઉગ્ર તેમજ લાંબા ગાળાની અસરો રહે તેવા લાંબા ગાળાના રોગોને હઠીલા રોગો કહે છે. દા. ત., ક્ષય (ટીબી), કેન્સર, ડાયાબિટીસ
- વ્યક્તિના સ્વાથ્ય પર તીવ્ર રોગો અને હઠીલા રોગોની અસરો જુદી જુદી હોય છે.
- તીવ્ર રોગોની સામાન્ય સ્વાથ્ય પર કોઈ મોટી અસર થતી નથી, થોડા સમયમાં આ રોગો મટી જાય છે.
- હઠીલા રોગોની સ્વાથ્ય પર મોટી અસરો જોવા મળે છે. આ રોગો માટે લાંબા સમયની કે જીવનભરની સારવાર જરૂરી બને છે.
→ ચેપી રોગો અને બિનચેપી રોગો (Infectious and Non infectious Diseases) :
ચેપી રોગો માટે વિવિધ રોગકારક જવાબદાર છે. આવા રોગો રોગગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક, શારીરિક સંપર્ક અને કીટકો દ્વારા ઝડપથી પ્રસરે છે.
- બિનચેપી રોગો રોગકારકો વડે થતા નથી તેમજ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા નથી.
- અકસ્માત, જનીનિક કારણો, મેદસ્વિતા, કસરતનો અભાવ વગેરે કારણે બિનચેપી રોગો થાય છે. દા. ત., કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ
→ ચેપી રોગો / સંસર્ગજન્ય રોગોનો ફેલાવો (Means of spread of Infectious Diseases) :
ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગ કે રોગકારકોનો ફેલાવો વિવિધ રીતે થાય છે.
→ શરીરમાં રોગકારકોના પ્રવેશ અને લક્ષ્યાંગ (Entry of Pathogens in Body and Target) :
→ ઉ૫ચારના સિદ્ધાંતો (Principles of Treatment) :
→ રસીકરણ (Vaccination):
- રોગકારક જીવાણુઓ રોગપ્રતિકારક તંત્ર પર પ્રથમ વખત આક્રમણ કરે ત્યારે પ્રતિકારક તંત્ર તે જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરે છે અને તેના વિશિષ્ટ સ્વરૂપને યાદ રાખે છે. આ સિદ્ધાંત પર , રસીકરણની કામગીરી છે.
- ધનુર, ડિફઘેરિયા, ઊંટાટિયું, ઓરી, પોલિયો વગેરેની રસીઓ ઉપલબ્ધ છે.
- ડૉ. એડવર્ડ જેનરે શીતળાવિરોધી રસી વિકસાવી. હાલના સમયમાં વિશ્વ શીતળામુક્ત થયેલું છે.