GSEB Class 9 Science Notes Chapter 5 સજીવનો પાયાનો એકમ

This GSEB Class 9 Science Notes Chapter 5 સજીવનો પાયાનો એકમ covers all the important topics and concepts as mentioned in the chapter.

સજીવનો પાયાનો એકમ Class 9 GSEB Notes

→ કોષવિદ્યા (Cytology) : કોષ બધા જ સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. કોષોની રચના, તેના બંધારણ અને તેનાં કાયના અભ્યાસને કોષવિદ્યા કહે છે.

  • સજીવો એકકોષી (દા. ત., બૅક્ટરિયા, અમીબા, પ્લાઝમોડિયમ, યીસ્ટ (ફૂગ), ક્લેમિડોમોનાસ (લીલ) વગેરે) કે બહુકોષી (દા. ત., આંબો, વડ, હાથી, માનવ વગેરે) હોઈ શકે છે.
  • કોષવિદ્યાના અભ્યાસમાં રૉબર્ટ હૂક, લ્યુબૅનહૉક, રૉબર્ટ બ્રાઉન, પરકિન્જ, ફ્લેઇડન અને ક્વૉન, વિશવ, કેમિલો ગોલ્ગી વગેરે વૈજ્ઞાનિકોનો ફાળો મહત્ત્વનો છે.

GSEB Class 9 Science Notes Chapter 5 સજીવનો પાયાનો એકમ 1

GSEB Class 9 Science Notes Chapter 5 સજીવનો પાયાનો એકમ

→ કોષરચના (cell structure) : કોષો આકાર, કદ અને કાયોમાં વિભિન્નતા દર્શાવે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષનો અભ્યાસ ત્રણ વિસ્તારમાં થાય છેઃ

  • કોષરસપટલ,
  • કોષકેન્દ્ર અને
  • કોષરસ.

→ કોષની ફરતે આવેલા આવરણને કોષરસપટલ કહે છે. કોષના દરેક કાર્યનું નિયમન કોષકેન્દ્ર (Nucleus) દ્વારા થાય છે. કોષનો મોટો ભાગ કોષરસનો બનેલો હોય છે, જેમાં અંતઃકોષરસજાળ, રિબોઝોમ, ગોલ્ગીપ્રસાધન, લાયસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ, રસધાની વગેરે કોષીય અંગિકાઓ આવેલી હોય છે. [ નોંધઃ કોષરસસ્તર, કોષરસપટલ અને રસસ્તર ત્રણેય શબ્દોનો અર્થ એક જ છે.

→ કોષીય અંગિકાઓ (Cell organelles) પ્રત્યેક કોષ સજીવના ઘટકરૂપે પાયાની જૈવિક ક્રિયાઓ કરે છે, જે સજીવના અસ્તિત્વ માટે આવશ્યક છે. વધુ જટિલ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ કોષમાં આવેલી વિવિધ કોષીય અંગિકાઓ દ્વારા થાય છે. કોષની અંગિકાઓની રચનાનો અભ્યાસ કરવા વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર(ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ)નો ઉપયોગ થાય છે.

  • કોષરસપટલ (Plasma Membrane) : વનસ્પતિકોષમાં કોષદીવાલની અંદરની બાજુએ અને પ્રાણીકોષમાં સૌથી બહારની બાજુએ કોષની ફરતે આવેલા કોષરસના આવરણને કોષરસપટલ કહે છે. તે કોષમાં પ્રવેશતાં કે કોષમાંથી બહાર નીકળતાં દ્રવ્યોનું નિયમન કરે છે.
  • કોષદીવાલ (Cell wall): વનસ્પતિકોષમાં કોષરસપટલની બહારની બાજુએ સેલ્યુલોઝનું બનેલું સખત આવરણ કોષદીવાલ છે.

→ અંતઃકોષરસજાળ (Endoplasmic Reticulum) તે કોષના સમગ્ર કોષરસમાં પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાળીમય રચના ધરાવતી અંગિકા છે.

  • રિબોઝોમ (Ribosome) તે પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે.
  • ગોલ્ગીપ્રસાધન (Golga Apparatus) તે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓયુક્ત અંગિકા છે. તે નીપજોનું પેકેજિંગ કરી, તેમનું રૂપાંતરણ અને સંગ્રહ કરવામાં મદદરૂપ છે. લાયસોઝોમ (Lysosome) તે પાચક ઉન્સેચકો (હાઇડ્રોલેઝિસ) ધરાવે છે. તેને આત્મઘાતી કોથળી (Suicidal bag) પણ કહે છે.
  • કણાભસૂત્ર (Mitochondrion): તે કોષીય શ્વસન માટેના ઉન્સેચકો ધરાવે છે. તે ઊર્જાનિર્માણની ક્રિયા માટે જવાબદાર છે. તેને ઊર્જાઘર (Power house) કહે છે.
  • હરિતકણ (Chloroplast) : આ અંગિકા માત્ર લીલી વનસ્પતિના કોષમાં જ હોવા છતાં, દરેક સજીવને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઊર્જા માટે તેનો આધાર લેવો પડે છે. તે હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) ધરાવે છે. તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે.
  • રસધાની Vacuole) : ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે.

GSEB Class 9 Science Notes Chapter 5 સજીવનો પાયાનો એકમ

→ કોષના પ્રકારઃ કોષકેન્દ્રની રચનાને આધારે કોષના બે પ્રકાર પાડવામાં આવે છે:

  • આદિકોષકેન્દ્રી (Prokaryotic) કોષઃ તેમાં કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનો અભાવ હોય છે. દા. ત., બૅક્ટરિયા અને સાયેનોબૅક્ટરિયા.
  • સુકોષકેન્દ્રી (Eukaryotic) કોષઃ તેમાં સ્પષ્ટ કોષકેન્દ્રપટલ, કોષકેન્દ્રિકા અને રંગસૂત્રદ્રવ્ય સહિતનાં કોષકેન્દ્ર હોય છે. તેઓમાં પટલમય અંગિકાઓ હોય છે. દા. ત., લીલ, ફૂગ, ઉચ્ચ વનસ્પતિઓ અને બધાં જ પ્રાણીઓના કોષો.
    [નોધઃ કોષકેન્દ્રીય કલા, કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રસ્તરનો અર્થ એક જ છે.]

Leave a Comment

Your email address will not be published.