GSEB Class 9 Science Notes Chapter 6 પેશીઓ

This GSEB Class 9 Science Notes Chapter 6 પેશીઓ covers all the important topics and concepts as mentioned in the chapter.

પેશીઓ Class 9 GSEB Notes

→ પેશી (Tissues) શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય એક વિશિષ્ટ કોષસમૂહ દ્વારા થાય છે. આ કોષોના સમૂહને પેશી કહે છે.

  • “પેશી એ કોષોનો સમૂહ છે, જેમાં કોષોની સંરચના અને કાર્ય એકસમાન હોય છે.”
  • બહુકોષી સજીવોમાં શ્રમવિભાજન માટે ક્રમશઃ પેશી – અંગ – અંગતંત્રનો ઉદ્વિકાસ થયો હોય છે.

→ વનસ્પતિ પેશીઓના પ્રકારો-વર્ગીકરણ (Types-classification of Plant Tissues) :
GSEB Class 9 Science Notes Chapter 6 પેશીઓ 1

  • વર્ધનશીલ પેશી (Meristematic Tissue): તે વનસ્પતિઓના વૃદ્ધિ પામતા પ્રદેશોમાં જોવા મળે છે. તેના કોષો વિભાજનની ક્ષમતા ધરાવતા હોય છે.
  • તે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. તેના વિભાજનથી સર્જાતા કોષો વિભાજનક્ષમતા ગુમાવી અન્ય પેશીના નિર્માણમાં સંકળાય છે.
  •  સરળ સ્થાયી પેશી (Simple Permanent Tissue) : 241 પેશીના કોષો રચનાની દષ્ટિએ સમાન હોય છે. મૃદૂતક, સ્થૂલકોણક અને દઢોતક સરળ સ્થાયી પેશીઓ છે.
  • મૃદૂતક (Parenchyma): પાતળી દીવાલવાળા, જીવંત અને સરળ કોષોની બનેલી સ્થાયી પેશી છે. તે મુખ્યત્વે આધારીતક કાર્ય કરે છે.
  • સ્થૂલકોણક (Collenchyma): જીવંત, લાંબા અને પ્રાથમિક કોષદીવાલનું કોણીય રીતે સ્થૂલન ધરાવતા કોષોની બનેલી
    સ્થાયી પેશી છે. તે મુખ્યત્વે નમ્યતાનું કાર્ય કરે છે.
  • દઢોતક (Sclerenchyma): મૃત, લાંબા અને સાંકડા કોષો, કોષદીવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવતી સ્થાયી પેશી છે.
    તે દઢતા અને મજબૂતાઈનું કાર્ય કરે છે.
  • જટિષ સ્થાયી પેશીઓ (Complex Permanent Tissues) : આ પેશીના કોષો રચનાની દષ્ટિએ એકથી વધુ પ્રકારના હોય છે.

→ જલવાહક પેશી xylems : આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહન કરતી જટિલ સ્થાયી પેશી છે. તેના બંધારણમાં ચાર પ્રકારના ઘટકો હોય છે :

  • જલવાહિનિકી,
  • જલવાહિની,
  • જલવાહક મૃદૂતક અને
  • જલવાહક દઢોતક (તંતુઓ).

GSEB Class 9 Science Notes Chapter 6 પેશીઓ

→ અન્નવાહક પેશી (Phloem): આ પેશી વનસ્પતિમાં ખોરાકનાં કાર્બનિક દ્રવ્યોનું વહન કરતી જટિલ સ્થાયી પેશી છે. તેના બંધારણમાં ચાર પ્રકારના ઘટકો હોય છેઃ

  • ચાલનીનલિકા,
  • સાથીકોષો,
  • અન્નવાહક મૃદૂતક અને
  • અન્નવાહક તંતુઓ.

→ પ્રાણીપેશી (Animal Tissue) : ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં પ્રાણીપેશીઓનું ચાર પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે : પ્રાણીપેશીઓ અધિચ્છદીય પેશી સંયોજક પેશી ] સ્નાયુ પેશી ( ચેતા પેશી)

  • અધિચ્છદ પેશી (Epithelial Tissue) : તે પ્રાણીશરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી છે.
  • તે શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરનાં વિવિધ અંગોની વચ્ચે દ્રવ્યોની આપ-લેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

→ અધિચ્છદ પેશીના પ્રકારો :
(1) લાદીસમ અધિચ્છદ (squamous Epithelium): તેના કોષો ચપટા, પાતળા અને લાદીની માફક ગોઠવાયેલા હોય છે.
રુધિરવાહિનીઓ, ફેફસાંના વાયુકોષ્ઠનું અસ્તર સરળ લાદીસમ અધિચ્છદ વડે જ્યારે ત્વચામાં અધિચ્છદીય પેશીના કોષો ઘણા બધા સ્તરોમાં હોવાથી તૃત અધિચ્છદ પેશીથી બનેલા છે.

(2) ઘનાકાર અધિચ્છદ (Cuboidal Epithelium):

  • તેના કોષો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં લગભગ સમાન હોવાથી ઘન આકારના હોય છે.
  • આ અધિચ્છદ કોષો સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે.

(3) સ્તંભીય અધિચ્છદ (Columnar Epithelium) તેના કોષોની પહોળાઈ કરતાં ઊંચાઈ વધુ હોવાથી તે ખંભાકાર દેખાય છે.

  • શ્વાસનળીમાં ખંભાકાર અધિચ્છદ પેશીના કોષો પલ્મો ધરાવે છે.
  • સંયોજક પેશી (Connective Tissue): તે શરીરની બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કરે છે કે જોડાણ સાધે છે અને આધાર આપે છે. તેમાં કોષોની સાપેક્ષે આંતરકોષીય દ્રવ્ય વધુ હોય છે.

→ સંયોજક પેશીના પ્રકારો :

  • રુધિર (Blood) : તેમાં પ્રવાહી આધારક રુધિરરસમાં લાલ રુધિરકોષો, શ્વેત રુધિરકોષો અને ત્રાકકણો નિલંબિત હોય છે.
  • અસ્થિ (Bone) શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે.
  • કાસ્થિ (Cartilage) : તે અસ્થિઓના સાંધાને લીસા બનાવે છે.
  • અસ્થિબંધ (Ligament) : બે ક્રમિક અસ્થિઓને જોડતી ખૂબ જ સ્થિતિસ્થાપક સંયોજક પેશી છે.
  • સ્નાયુબંધ (Tendon): તે સ્નાયુ પેશીને અસ્થિઓ સાથે જોડતી સીમિત સ્થિતિસ્થાપક સંયોજક પેશી છે. (6) તંતુઘટક પેશી
  • (Areolar Tissue): તે શરીરનાં અંગો વચ્ચેની અને અંગોની અંદરની ખાલી જગ્યા પૂરતી આધાર પેશી છે.
  • મેદપૂર્ણ પેશી (Adipose Tissue) : ચરબીનો સંગ્રહ કરતી અને ઉષ્માનિયમનનું કાર્ય કરતી પેશી છે.

સ્નાયુ પેશી (Muscular Tissue): શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર પેશી છે.

GSEB Class 9 Science Notes Chapter 6 પેશીઓ

→ સ્નાયુ પેશીના પ્રકારો :

  • રેખિત સ્નાયુ પેશી (Striated Muscle Tissue) : તેના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રીય તંતુઓ સ્વરૂપે હોય છે.
  • અરેખિત સ્નાયુ પેશી (Non-striated Muscle Tissue) : તેના કોષો લાંબા, ત્રાકાકાર અને એકકોષકેન્દ્રીય તંતુઓ સ્વરૂપે હોય છે.
  • હૃદુ સ્નાયુ પેશી (Cardiac Muscle Tissue) : તેના કોષો નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રીય તંતુ સ્વરૂપે હોય છે. રેખિત સ્નાયુ પેશી ઐચ્છિક જ્યારે અરેખિત અને હૃદ્ સ્નાયુ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી છે.
  • ચેતા પેશી (Nervous Tissue) : તે ચેતાકોષોની બનેલી છે. તે બાહ્ય પર્યાવરણમાંથી ઉત્તેજના | સંવેદના ગ્રહણ કરી ઊર્મિવેગરૂપે પ્રતિચાર દ્વારા શરીર કાર્યરત રાખે છે.

Leave a Comment

Your email address will not be published.