GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ ……………………… જીતી લીધું.
A. તહેરાન
B. કંદહાર
C. કૉન્સેન્ટિનોપલ
ઉત્તર:
C. કૉન્સેન્ટિનોપલ

પ્રશ્ન 2.
વાસ્કો-દ-ગામાએ ઈ. સ. ………………………… માં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.
A. 1498
B. 1492
C. 1510
ઉત્તર:
A. 1498

પ્રશ્ન 3.
ઈ. સ. 1773માં બ્રિટિશ પાર્લામેન્ટ ………………………. ધારો પસાર કર્યો.
A. ખાલસા
B નિયામક
C. સહાયકારી
ઉત્તર:
B નિયામક

પ્રશ્ન 4.
ભારતના ઇતિહાસમાં ………………………… ‘મૈસૂરના વાઘ’ તરીકે જાણીતો છે.
A. ટીપુ સુલતાન
B. હૈદરઅલી
C. નિઝામ
ઉત્તર:
A. ટીપુ સુલતાન

પ્રશ્ન 5.
કૉર્નવોલિસ પછી ……………………… ભારતનો ગવર્નર જનરલ બન્યો.
A. ડેલહાઉસી
B. વૉરન હેસ્ટિંગ્સ
C. સર જ્હૉન શૉર
ઉત્તર:
C. સર જ્હૉન શૉર

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 6.
સર જ્હૉન શૉરે અપનાવેલી ……………………….. ની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી.
A. તટસ્થતા
B. ખાલસા
C. સહાયકારી
ઉત્તર:
A. તટસ્થતા

પ્રશ્ન 7.
……………………… યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી.
A. સામ્રાજ્યવાદી
B સહાયકારી
C. તટસ્થતાની
ઉત્તર:
B સહાયકારી

પ્રશ્ન 8.
મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના માટે ………………………. ભલામણ કરી.
A. મેકોલેએ
B. ચાર્લ્સ વડે
C. ડેલહાઉસીએ
ઉત્તર:
B. ચાર્લ્સ વડે

પ્રશ્ન 9.
પોર્ટુગીઝ નાવિક ……………………… ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી.
A. કોલંબસે
B. વાસ્કો-દ-ગામાએ
C. લેવિંગ્ટને
ઉત્તર:
B. વાસ્કો-દ-ગામાએ

પ્રશ્ન 10.
બંગાળના નવાબ ……………………….. ના રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા.
A. સિરાજ-ઉ-દૌલા
B. સુજા -ઉદ્-દૌલા
C. શાહી-ઉદૌલા
ઉત્તર:
A. સિરાજ-ઉ-દૌલા

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 11.
વૉરન હેસ્ટિંગ્સ પછી ……………………. ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો.
A. વેલેસ્લી
B. કૉર્નવોલિસ
C. રૉબર્ટ ક્લાઇવ
ઉત્તર:
B. કૉર્નવોલિસ

પ્રશ્ન 12.
ગવર્નર જનરલ સર જ્હૉન શૉરના સમયમાં …………………… વધુ શક્તિશાળી બન્યા.
A. શીખો
B. રજપૂતો
C. મરાઠાઓ
ઉત્તર:
C. મરાઠાઓ

પ્રશ્ન 13.
ગવર્નર જનરલ ……………………. ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ અપનાવી.
A. ડેલહાઉસીએ
B. વેલેસ્લીએ
C. હેસ્ટિંગ્સ
ઉત્તર:
A. ડેલહાઉસીએ

પ્રશ્ન 14.
ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે …………………….. પણ હતો.
A. ઉદારમતવાદી
B. લડાયક
C. સુધારાવાદી
ઉત્તર:
C. સુધારાવાદી

પ્રશ્ન 15.
ઈ. સ. 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ……………………….. વચ્ચે શરૂ થઈ.
A. મુંબઈ-પુણે
B. મુંબઈ-અમદાવાદ
C. મુંબઈ-થાણા
ઉત્તર:
B. મુંબઈ-અમદાવાદ

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 16.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાયી ………………….. નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો.
A. મહેસૂલ
B. કૃષિ
C. જકાત
ઉત્તર:
A. મહેસૂલ

પ્રશ્ન 17.
…………………. ના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ.
A. સર જ્હૉન શૉર
B. મેકોલે
C. ચાર્લ્સ વુડ
ઉત્તર:
B. મેકોલે

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો: [ પ્રત્યેકનો 1 ગુણ).

પ્રશ્ન 1.
પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું?
A. કૉન્સેન્ટિનોપલ
B. જેરુસલેમ
C. દમાસ્કસ
D. તહેરાન
ઉત્તર:
A. કૉન્સેન્ટિનોપલ

પ્રશ્ન 2.
તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતાં યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી?
A. તહેરાન
B. દમાસ્કસ
C. જેરુસલેમ
D. કૉન્સેન્ટિનોપલ
ઉત્તર:
D. કૉન્સેન્ટિનોપલ

પ્રશ્ન 3.
ભારતના ઇતિહાસમાં ‘મૈસૂરના વાઘ’ તરીકે કોણ ઓળખાય છે?
A. હૈદરઅલી
B. રણજિતસિંહ
C. ટીપુ સુલતાન
D. સુલતાન અલીખાન
ઉત્તર:
C. ટીપુ સુલતાન

પ્રશ્ન 4.
કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી?
A. તટસ્થતાની યોજના
B. સહાયકારી યોજના
C. ખાલસા યોજના
D. માઉન્ટ બેટન યોજના
ઉત્તર:
B. સહાયકારી યોજના

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 5.
ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયાં શહેરોમાં શરૂ થઈ?
A. મુંબઈ, દિલ્લી અને કોલકાતામાં
B. મુંબઈ, દિલ્લી અને બેંગલૂરુમાં
C. મુંબઈ, અમદાવાદ અને દિલ્લીમાં
D. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં
ઉત્તર:
D. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં

પ્રશ્ન 6.
ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ?
A. મેયોની
B. મિન્ટોની
C. ચાર્લ્સ વુડની
D. મેકોલેની
ઉત્તર:
C. ચાર્લ્સ વુડની

પ્રશ્ન 7.
‘કેપ ઑફ ગુડ હોપ’ ભૂશિરની શોધ કોણે કરી?
A. લિવિંગ્ટન ડેવિડે
B. બાથલોમ્યુ ડાયઝ
C. બાથલોમ્યુ ડેવિડે
D. વાસ્કો-દ-ગામાએ
ઉત્તર:
B. બાથલોમ્યુ ડાયઝ

પ્રશ્ન 8.
વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું?
A. હૈદરઅલીનું
B. ઝામોરિનનું
C. ટીપુ સુલતાનનું
D. બાજીરાવનું
ઉત્તર:
B. ઝામોરિનનું

પ્રશ્ન 9.
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
A. શાહઆલમને
B. મીરજાફરને
C. મીરહસીને
D. મીરકાસીમને
ઉત્તર:
B. મીરજાફરને

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 10.
કૉર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ?
A. વેલેસ્લીની
B. ડેલહાઉસીની
C. વિલિયમ બેન્ટિકની
D. સર જ્હૉન શૉરની
ઉત્તર:
D. સર જ્હૉન શૉરની

પ્રશ્ન 11.
સર જ્હૉન શૉર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ?
A. વેલેસ્લીની
B. કૉર્નવોલિસની
C. વિલિયમ બેન્ટિકની
D. ડેલહાઉસીની
ઉત્તર:
A. વેલેસ્લીની

પ્રશ્ન 12.
ભારતમાં સૌપ્રથમ કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?
A. મુંબઈ અને સાતારા વચ્ચે
B. મુંબઈ અને પુણે વચ્ચે
C. મુંબઈ અને સુરત વચ્ચે
D. મુંબઈ અને થાણા વચ્ચે
ઉત્તર:
D. મુંબઈ અને થાણા વચ્ચે

પ્રશ્ન 13.
ક્યા ગવર્નર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો?
A. વેલેસ્લીના
B. વિલિયમ બેન્ટિકના
C. રિપનના
D. ડેલહાઉસીના
ઉત્તર:
D. ડેલહાઉસીના

પ્રશ્ન 14.
કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો?
A. અન્યાયી જકાતનીતિથી
B. અન્યાયી મહેસૂલનીતિથી
C. અંગ્રેજી શિક્ષણનીતિથી
D. ભેદભાવભરી નીતિથી
ઉત્તર:
B. અન્યાયી મહેસૂલનીતિથી

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 15.
બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યની ભાવના વિકસી?
A. અંગ્રેજી શિક્ષણના
B. ન્યાયતંત્રના
C. સામાજિક સંસ્થાઓના
D. વર્તમાનપત્રોના
ઉત્તર:
D. વર્તમાનપત્રોના

પ્રશ્ન 16.
કૉર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો?
A. પહેલો મૈસૂર વિગ્રહ
B. બીજો મૈસૂર વિગ્રહ
C. ત્રીજો મૈસૂર વિગ્રહ
D. ત્રીજો કર્ણાટક વિગ્રહ
ઉત્તર:
C. ત્રીજો મૈસૂર વિગ્રહ

(બ) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવોઃ : [ પ્રત્યેકનો 1 ગુણ].

પ્રશ્ન 1.
A. બંગાળના નવાબને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો.
B. ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો.
C. ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતાં લડતાં મૃત્યુ પામ્યો.
D. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની
સત્તા મળી.
ઉત્તર:
B, D, A, C

પ્રશ્ન 2.
A. બક્સરના યુદ્ધ સમયે દિલ્લીમાં મુઘલ શહેનશાહ શાહઆલમનું શાસન હતું.
B. પ્લાસીના યુદ્ધ સમયે બંગાળમાં સિરાજ-ઉદ્-દૌલાનું શાસન હતું.
C. ત્રીજા મૈસૂર વિગ્રહ સમયે મૈસૂરમાં ટીપુ સુલતાનનું શાસન હતું.
D. વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે કાલિકટમાં
સામુદ્રિક(ઝામોરિન)નું શાસન હતું.
ઉત્તર:
D, B, A, C

પ્રશ્ન 3.
A. ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી સૈન્ય યોજના અમલમાં મૂકી.
B. ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલમાર્ગ શરૂ થયો.
C. ગવર્નર જનરલ સર હૉન શોરે તટસ્થતાની નીતિ અમલમાં મૂકી.
D. ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સ મૈસૂરના હૈદરઅલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો.
ઉત્તર:
D, C, A, B

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [ પ્રત્યેકનો 1 ગુણ)

(1) કોલંબસે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી એ વિશ્વની એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે.
ઉત્તર:
ખોટું

(2) ઈ. સ. 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ્દોલાનો સેનાપતિ મીરજાફર નિષ્ક્રિય રહ્યો.
ઉત્તર:
ખરું

(3) કૉર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો.
ઉત્તર:
ખોટું

(4) રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી.
ઉત્તર:
ખરું

(5) ગવર્નર જનરલ વેલેસ્લી ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
ખોટું

(6) ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ અપવાની હતી.
ઉત્તર:
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

(7) ડેલહાઉસીના સમયમાં વિધવા-પુનર્વિવાહ ધારો બન્યો.
ઉત્તર:
ખરું

(8) દ્વિમુખી શાસનપદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ.
ઉત્તર:
ખરું

(9) પ્લાસીના યુદ્ધ સમયે બંગાળમાં સુજા-ઉદ્-દૌલાનું શાસન હતું.
ઉત્તર:
ખોટું

(10) નિયામક ધારા પ્રમાણે સૌપ્રથમ વૉરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો.
ઉત્તર:
ખરું

(11) ગવર્નર જનરલ સર જ્હૉન શૉરે સહાયકારી યોજના દાખલ કરી હતી.
ઉત્તર:
ખોટું

(12) ખાલસા યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી.
ઉત્તર:
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

(13) ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ ગુરખાઓને લશ્કરમાં દાખલ કર્યા હતા.
ઉત્તર:
ખરું

(14) ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો.
ઉત્તર:
ખરું

(15) બક્સરના યુદ્ધ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો.
ઉત્તર:
ખોટું

(16) બક્સરના યુદ્ધમાં અવધના મુઘલ શહેનશાહ શાહઆલમે ભાગ લીધો હતો.
ઉત્તર:
ખરું

(17) ટીપુ સુલતાન ‘મૈસૂરના વાઘ’ તરીકે જાણીતા છે.
ઉત્તર:
ખરું

(18) ભારત આવવાના નવા જળમાર્ગની શોધ થયા પછી ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ (ફિરંગી) પ્રજા આવી.
ઉત્તર:
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

(19) રૉબર્ટ ક્લાઈવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર બે દિવસમાં જ પૂરું થયું હતું.
ઉત્તર:
ખોટું

(20) અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થયો.
ઉત્તર:
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્રસ્થાને કયું સ્થળ હતું? – ઇસ્તંબૂલ (કૉન્સેન્ટિનોપલ)
(2) ઈ. સ. 1453માં કૉન્સેન્ટિનોપલ કોણે જીતી લીધું? – તુર્ક મુસ્લિમોએ
(3) પ્રિન્સ હેનરી કોણ હતો? – પોર્ટુગલનો રાજા
(4) ‘કેપ ઑફ ગુડ હોપ’ ભૂશિરની શોધ કોણે કરી? – બાર્થોલોમ્યુ ડાયઝે
(5) સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસયાત્રા કોણે આરંભી? – ક્રિસ્ટોફર કોલંબસે
(6) કોલંબસે શોધેલા નવા પ્રદેશની સ્પષ્ટતા કોણે કરી? – અમેરિગો વેક્યૂચિએ
(7) ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? – વાસ્કો-દ-ગામાએ
(8) વાસ્કો-દ-ગામાં ભારતના કયા બંદરે આવી પહોંચ્યો? – કાલિકટ
(9) કાલિકટના રાજાનું નામ શું હતું? – સામુદ્રિક (ઝામોરિન)
(10) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી? – પોર્ટુગીઝ (ફિરંગી)

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

(11) ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કોણે કરી? – ઇંગ્લેન્ડના વેપારીઓએ
(12) ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો? – રાણી ઇલિઝાબેથે
(13) ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? – વિલિયમ હોકિન્સ
(14) કયા મુઘલ બાદશાહે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો? – જહાંગીરે
(15) બંગાળના નવાબનું નામ શું હતું? – સિરાજ-ઉદ્દૌલા
(16) કોની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળ આવ્યું? – રૉબર્ટ ક્લાઇવની
(17) નવાબ સિરાજ-ઉદ્દોલાનો સેનાપતિ કોણ હતો? – મીરજાફર
(18) ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો? – મીરકાસીમને
(19) ઈ. સ. 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? – નિયામક ધારો
(20) નિયામક ધારા મુજબ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું? – વૉરન હેસ્ટિંગ્સ

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

(21) ‘મસૂરના વાઘ’ તરીકે કોણ જાણીતું હતું? – ટીપુ સુલતાન
(22) ગવર્નર જનરલ સર જ્હૉન શૉરે કઈ નીતિ અપનાવી હતી? – તટસ્થતાની
(23) ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? – સહાયકારી સૈન્યની
(24) કઈ યોજના ‘મીઠા ઝેર સમાન’ હતી – સહાયકારી સૈન્યની
(25) કયા ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? – હેસ્ટિંગ્સ
(26) ક્યો ગવર્નર જનરલ ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે ઓળખાય છે? – વિલિયમ બેન્ટિક
(27) કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? – ડેલહાઉસીએ
(28) ક્યા ગવર્નર જનરલે ‘જીત, જપ્તી અને ખાલસા’ નીતિ અપનાવી હતી? – ડેલહાઉસીએ
(29) કયા ગવર્નર જનરલના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર-વ્યવહાર શરૂ થયો? – ડેલહાઉસીના
(30) કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ? – ડેલહાઉસીના

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

(31) કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ? – ડેલહાઉસીના
(32) કઈ શાસનપદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ? – દ્વિમુખી શાસનપદ્ધતિ
(33) કંપનીની કઈ નીતિને પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો? – અન્યાયી મહેસૂલનીતિ
(34) અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? – ટીપુ સુલતાનની
(35) કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – મેકોલેના
(36) કોની ભલામણથી મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ) અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ? – ચાર્લ્સ વુડની
(37) ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગે કંપની સરકાર સમક્ષ શી છે માગણીઓ કરી? – સુધારાવાદી

યોગ્ય જોડકાં જોડો [ પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કાલિકટનો રાજા 1. વોરન હેસ્ટિંગ્સ
2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ 2. ડેલહાઉસી
3. સહાયકારી યોજના બનાવનાર 3. ટીપુ સુલતાન
4. ખાલસાનીતિનો અમલ કરનાર 4. ઝામોરિન
5. વેલેસ્લી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કાલિકટનો રાજા 4. ઝામોરિન
2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ 1. વોરન હેસ્ટિંગ્સ
3. સહાયકારી યોજના બનાવનાર 5. વેલેસ્લી
4. ખાલસાનીતિનો અમલ કરનાર 2. ડેલહાઉસી

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારત આવવાના નવા જળમાર્ગનો શોધક 1. સિરાજ-ઉદ્દોલા
2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહાણનો કપ્તાન 2. વૉરેન હેસ્ટિંગ્સ
3. બંગાળનો નવાબ 3. વાસ્કો-દ-ગામા
4. મૈસૂરનો વાઘ 4. ટીપુ સુલતાન
5. વિલિયમ હોકિન્સ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારત આવવાના નવા જળમાર્ગનો શોધક 3. વાસ્કો-દ-ગામા
2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહાણનો કપ્તાન 5. વિલિયમ હોકિન્સ
3. બંગાળનો નવાબ 1. સિરાજ-ઉદ્દોલા
4. મૈસૂરનો વાઘ 4. ટીપુ સુલતાન

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઉદાર ગવર્નર જનરલ 1. પ્લાસીનું યુદ્ધ
2. ભારતીય સમાજસુધારક 2. વિલિયમ બેન્ટિક
3. ‘મીઠા ઝેર’ જેવી યોજના 3. બક્સરનું યુદ્ધ
4. ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત 4. રાજા રામમોહનરાય
5. ખાલસા

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઉદાર ગવર્નર જનરલ 2. વિલિયમ બેન્ટિક
2. ભારતીય સમાજસુધારક 4. રાજા રામમોહનરાય
3. ‘મીઠા ઝેર’ જેવી યોજના 5. ખાલસા
4. ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત 1. પ્લાસીનું યુદ્ધ

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાના પ્રયાસો કરનાર 1. ડેલહાઉસી
2. ભારતનાં ત્રણ મોટાં શહેરોમાં યુનિવર્સિટીઓની ભલામણ કરનાર 2. વેલેસ્લી
3. તટસ્થતાની નીતિ અપનાવનાર ગવર્નર જનરલ 3. મેકોલે
4. બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડનાર 4. ચાર્લ્સ વુડ
5. સર જ્હૉન શૉર

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાના પ્રયાસો કરનાર 3. મેકોલે
2. ભારતનાં ત્રણ મોટાં શહેરોમાં યુનિવર્સિટીઓની ભલામણ કરનાર 4. ચાર્લ્સ વુડ
3. તટસ્થતાની નીતિ અપનાવનાર ગવર્નર જનરલ 5. સર જ્હૉન શૉર
4. બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડનાર 1. ડેલહાઉસી

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી?
ઉત્તર:
યુરોપના દેશોમાં ભારતના મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી.

પ્રશ્ન 2.
ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર ક્યું હતું?
ઉત્તર
તુર્કસ્તાનમાં આવેલું કૉન્સેન્ટિનોપલ (ઇસ્તંબૂલ) ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું.

પ્રશ્ન 3.
‘કપ ઑફ ગુડ હોપ’ ભૂશિરની શોધ કોણે કરી? –
ઉત્તર:
બાર્થોલોડાયઝ કેપ ઑફ ગુડ હૉપની શોધ કરી.

પ્રશ્ન 4.
ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને ‘અમેરિકા’ તરીકે ઓળખ કોણે આપી?
ઉત્તર:
અમેરિગો વેસ્મૃચિ નામના નકશા-આલેખકે ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને ‘અમેરિકા’ તરીકે ઓળખ આપી.

પ્રશ્ન 5.
ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો?
ઉત્તર:
ભારત આવવાનો નવો જળમાર્ગ ઈ. સ. 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો-દ-ગામાએ શોધ્યો.

પ્રશ્ન 6.
ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી?
ઉત્તર:
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા આવી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 7.
પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં કઈ કઈ યુરોપીય પ્રજા વેપાર કરવા આવી?
ઉત્તરઃ
પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં નેધરલૅન્ડ્ઝ(હોલેન્ડ)ની ડચ પ્રજા, ડેન્માર્કની ડેનિશ પ્રજા, ગ્રેટ બ્રિટનના અંગ્રેજી, ફ્રાન્સની ફેંચ પ્રજા વગેરે યુરોપીય પ્રજા વેપાર કરવા આવી.

પ્રશ્ન 8.
ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારીમથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું?
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પ્રથમ વેપારીમથક ઈ. સ. 1613માં સુરતમાં સ્થાપ્યું.

પ્રશ્ન 9.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ક્યાં ક્યાં વેપારીમથકો (કોઠીઓ) સ્થાપ્યાં?
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત, ભરૂચ, મછલીપટ્ટમ, ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ (ચેન્નઈ), ફૉર્ટ વિલિયમ (હુગલી, કોલકાતા) વગેરે સ્થળોએ વેપારીમથકો સ્થાપ્યાં.

પ્રશ્ન 10.
ભારતમાં ફેંચ પ્રજા વેપાર કરવા ક્યારે આવી? તેમણે ક્યાં ક્યાં વેપારીમથકો સ્થાપ્યાં?
ઉત્તર:
ભારતમાં ફ્રેંચ પ્રજા વેપાર કરવા ઈ. સ. 1668માં આવી. તેમણે ભારતમાં કારિકલ, પુડુચેરી, માહે, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે સ્થળોએ વેપારીમથકો સ્થાપ્યાં.

પ્રશ્ન 11.
ભારતમાં ચાલેલા સત્તાસંઘર્ષના અંતે ફિરંગીઓ (પોર્ટુગીઝો) અને ફેંચો પાસે કયા કયા પ્રદેશો રહ્યા?
ઉત્તર:
ભારતમાં ચાલેલા સત્તાસંઘર્ષના અંતે ફિરંગીઓ (પોર્ગીઝો) પાસે દીવ, દમણ તથા ગોવા રહ્યાં અને ફ્રેંચો પાસે માહે, ચંદ્રનગર, કારિકલ, પુડુચેરી વગેરે પ્રદેશો રહ્યા.

પ્રશ્ન 12.
પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
પ્લાસીનું યુદ્ધ ઈ. સ. 1757માં બંગાળના નવાબ સિરાજઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 13.
કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો?
ઉત્તર:
ઈ. સ. 1757ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો.

પ્રશ્ન 14.
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
બક્સરનું યુદ્ધ ઈ. સ. 1764માં બંગાળના પૂર્વ નવાબ મીરકાસીમ, મુઘલ શહેનશાહ શાહઆલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ.

પ્રશ્ન 15.
બફસરના યુદ્ધથી અંગ્રેજોને ક્યા પ્રાંતોમાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી?
ઉત્તર:
બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી.

પ્રશ્ન 16.
અંગ્રેજોને દીવાની સત્તા મળતાં બંગાળમાં કઈ શાસનપદ્ધતિની શરૂઆત થઈ?
ઉત્તર:
અંગ્રેજોને દીવાની સત્તા મળતાં બંગાળમાં ‘દ્વિમુખી શાસનપદ્ધતિ’ની શરૂઆત થઈ.

પ્રશ્ન 17.
ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ, ક્યારે બન્યો?
ઉત્તર:
નિયામક ધારાની જોગવાઈ અનુસાર ઈ. સ. 1773માં વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો.

પ્રશ્ન 18.
ત્રીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
ત્રીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજ ગવર્નર જનરલ કૉર્નવોલિસ અને મૈસૂરના ટીપુ સુલતાન વચ્ચે થયો. આ વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 19.
ગવર્નર જનરલ સર જ્હૉન શૉરે કઈ નીતિ અપનાવી હતી?
ઉત્તર:
ગવર્નર જનરલ સર જ્હૉન શૉરે તટસ્થતાની નીતિ અપનાવી હતી.

પ્રશ્ન 20.
ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી? એ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી?
ઉત્તર:
ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી. એ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી.

પ્રશ્ન 21.
કોને ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
વિલિયમ બેન્ટિકને ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 22.
કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી?
ઉત્તર:
ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી.

પ્રશ્ન 23.
કયા ગવર્નર જનરલે ખાલસાનીતિ અમલમાં મૂકી?
ઉત્તરઃ
ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસાનીતિ અમલમાં મૂકી.

પ્રશ્ન 24.
ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો?
ઉત્તર:
ગવર્નર જનરલ ડેલહાઉસીએ ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ દ્વારા અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 25.
શીખોને પરાજિત કરી પંજાબ કોણે ખાલસા કર્યું?
ઉત્તરઃ
ગવર્નર જનરલ ડેલહાઉસીએ શીખોને પરાજિત કરી પંજાબ ખાલસા કર્યું.

પ્રશ્ન 26.
ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ?
ઉત્તર:
ભારતમાં રેલવેની શરૂઆત ઈ. સ. 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ.

પ્રશ્ન 27.
અંગ્રેજોની અન્યાયી મહેસૂલનીતિનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
અંગ્રેજોની અન્યાયી મહેસૂલનીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા.

પ્રશ્ન 28.
અંગ્રેજોની અન્યાયી અને ભેદભાવભરી જકાતનીતિનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
અંગ્રેજોની અન્યાયી અને ભેદભાવભરી જકાતનીતિને કારણે ભારતના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા. કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા.

પ્રશ્ન 29.
કંપની શાસનકાળમાં ભારતમાં ક્યાં ક્યાં મહાબંદરોનો વિકાસ થયો?
ઉત્તરઃ
કંપની શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવાં મહાબંદરોનો વિકાસ થયો.

પ્રશ્ન 30.
ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટ દરમિયાન કયા કયા સામાજિક કુરિવાજો નાબૂદ કરવા માટે કાયદા બન્યા?
ઉત્તર:
ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ દરમિયાન સતીપ્રથા, જન્મતાંવેંત દીકરીને દૂધ પીતી કરવી (મારી નાખવી), બાળલગ્ન, વિધવાવિવાહની મનાઈ, દહેજપ્રથા વગેરે સામાજિક કુરિવાજો નાબૂદ કરતા કાયદા બન્યા.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 31.
ભારતમાં અંગ્રેજોના સંપર્કથી કયા કયા સમાજસુધારકોએ કુરિવાજો નાબૂદ કરવા કાયદા કરાવ્યા?
ઉત્તર:
ભારતમાં અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહનરાય, { બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજસુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા કરાવ્યા.

પ્રશ્ન 32.
કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનું નક્કી થયું?
ઉત્તરઃ
અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનું નક્કી થયું.

પ્રશ્ન 33.
મુંબઈ, ચેનઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના કોની ભલામણથી કરવામાં આવી?
ઉત્તરઃ
મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના ચાર્લ્સ વુડની ભલામણથી કરવામાં આવી.

નીચેના શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો [પ્રત્યેકનો 1 ગુણ)

પ્રશ્ન 1.
કિલ્લેબંધી
ઉત્તર:
દુશ્મનોના સંભવિત હુમલા સામે રક્ષણ મેળવવા માટે કોઈ ગામ, નગર, શહેર કે નવા વસવાટની ચારે બાજુ બાંધવામાં આવતી દિવાલને કિલ્લેબંધી’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
દ્વિમુખી શાસનપદ્ધતિ
ઉત્તર:
કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસનપદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસનપદ્ધતિ’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 3.
સહાયકારી યોજના
ઉત્તર ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ અમલમાં મૂકેલી યોજનાને ઇતિહાસમાં ‘સહાયકારી યોજના’ તરીકે ઓળખવામાં આવે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 4.
ખાલસાનીતિ
ઉત્તર:
ખાલસાનીતિ એટલે રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજી શાસન નીચે મૂકવું. ખાલસાનીતિ એ ગવર્નર જનરલ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી.

કારણો આપી વિધાનો પૂરાં કરો : [ પ્રત્યેકનો 1 ગુણ)

પ્રશ્ન 1.
પ્રાચીન સમયથી ભારત સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે, કારણ કે……
ઉત્તર:
ભારતનો આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો અત્યંત સમૃદ્ધ છે.

પ્રશ્ન 2.
યુરોપના લોકો માટે કૉન્સેન્ટિનોપલ થઈ ભારત આવવાનો માર્ગ બંધ થઈ ગયો, કારણ કે
ઉત્તર:
ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કૉસ્ટેન્ટિનોપલ જીતી લીધું.

પ્રશ્ન 3.
ઈ. સ. 1498માં વાસ્કો-દ-ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની કરેલી શોધ વિશ્વમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે, કારણ કે….
ઉત્તર:
તેનાથી યુરોપના લોકો માટે ભારત આવવાનાં દ્વારા ખૂલી ગયાં.

પ્રશ્ન 4.
વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી, કારણ કે…
ઉત્તર:
ગવર્નર જનરલ સર જ્હૉન શોરે અપનાવેલી તટસ્થતાની નીતિને લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા તેમજ રાજ્ય વિસ્તાર અટકી ગયાં હતાં. આથી વેલેસ્લી કંપનીની સવપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવા ઇચ્છતો હતો.

પ્રશ્ન 5.
ડેલહાઉસીએ ખાલસાનીતિ અમલમાં મૂકી, કારણ કે…
ઉત્તર:
તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 6.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરકાસીમને ઊથલાવી ફરીથી મીરજાફરને બંગાળનો નવાબ બનાવ્યો, કારણ કે…
ઉત્તર :
મીરકાસીમ મીરજાફર કરતાં વધારે મહત્ત્વાકાંક્ષી સાબિત થયો હતો. તેથી કંપનીને મીરકાસીમનો ડર લાગ્યો હતો.

પ્રશ્ન 7.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા(ઓરિસ્સા)ની દીવાની સત્તા મળી, કારણ કે.
ઉત્તર:
ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધમાં મીરકાસીમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહઆલમની સંયુક્ત સેના સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો હતો.

પ્રશ્ન 8.
વૉરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, કારણ કે..
ઉત્તર:
ઈ. સ. 1773ના નિયામક ધારાની જોગવાઈ પ્રમાણે 3 બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો.

પ્રશ્ન 9.
સહાયકારી સૈન્યની યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી, કારણ કે….
ઉત્તર :
આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા.

પ્રશ્ન 10.
ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો, કારણ કે……….
ઉત્તર:
તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે (ઈ. સ. 1853 – મુંબઈથી થાણા), ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે તાર-વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ તેમજ વિધવા-પુનર્વિવાહ અને બાળલગ્ન પ્રતિબંધક ધારા પસાર થયા.

પ્રશ્ન 11.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો, કારણ કે…….
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મહેસૂલનીતિ અન્યાયી અને ભેદભાવભરી હતી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 12.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો, કારણ કે ………
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જકાતનીતિ અન્યાયી અને ભેદભાવભરી હતી તેમજ કંપનીએ ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા અયોગ્ય રીતરસમો અપનાવી હતી.

પ્રશ્ન 13.
બ્રિટિશ વહીવટ દરમિયાન ભારતીય પ્રજામાં વિચાર અને વાણીસ્વાતંત્ર્યની ભાવના વિકસી હતી, કારણ કે……….
ઉત્તર:
બ્રિટિશ વહીવટ દરમિયાન ભારતમાં વર્તમાનપત્રોનો વિકાસ થયો હતો.

નીચેના વિધાનોનાં કારણો આપો: [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી.
ઉત્તર:

  1. ગવર્નર જનરલ સર જ્હૉન શૉરે તટસ્થતાની નીતિ અપનાવી હતી.
  2. તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો.
  3. તેના સમયમાં , અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા.
  4. આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું.
  5. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા ‘સહાયકારી યોજના અમલમાં મૂકી.

પ્રશ્ન 2.
ડેલહાઉસીએ ખાલસાનીતિ અમલમાં મૂકી.
ઉત્તર:

  1. ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો.
  2. તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઇચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ‘ખાલસાનીતિ’ અમલમાં મૂકી.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણ)

પ્રશ્ન 1.
યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ શાથી બંધ થઈ?
ઉત્તર:
ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારીમથક કૉન્સેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ બંધ થઈ.

GSEB Class 9 Social Science Important Questions Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન 2.
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
બકસરનું યુદ્ધ ઈ. સ. 1764માં બંગાળના પૂર્વનવાબ મીરકાસીમ, મુઘલ શહેનશાહ શાહઆલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું.
બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીરકાસીમ નાસી ગયો. મુઘલ શહેનશાહ શાહઆલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી.

પ્રશ્ન 3.
નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી?
ઉત્તર:
ઈ. સ. 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી:

  1. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ’નું પદ આપવામાં આવ્યું.
  2. અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યાં.
  3. મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યાં.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો: [પ્રત્યેકના 3 ગુણ ]
પ્રશ્ન 1.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ક્યાં ક્યાં વેપારીમથકો સ્થાપ્યાં (કોઠીઓ સ્થાપી)?
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. તેમણે ભારતમાં પહેલું વેપારીમથક ઈ. સ. 1613માં સુરતમાં સ્થાપ્યું. ઈ. સ. 1613થી ઈ. સ. 1618 દરમિયાન કંપનીએ ગુજરાતમાં ખંભાત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં સુરતના વેપારીમથકની શાખાઓ સ્થાપી. ત્યારપછી તેમણે મછલીપટ્ટમ, ફૉર્ટ સૅન્ટ જ્યૉર્જ (ચેન્નઈ), ફૉર્ટ વિલિયમ (હુગલી, કોલકાતા) વગેરે સ્થળોએ પોતાનાં વેપારીમથકો સ્થાપ્યાં તેમજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *