Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 17 કુદરતી વનસ્પતિ Important Questions and Answers.
GSEB Class 9 Social Science Important Questions Chapter 17 કુદરતી વનસ્પતિ
નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
વનસ્પતિની વિવિધતાની દષ્ટિએ ભારત વિશ્વમાં ……………………….. સ્થાન ધરાવે છે.
A. આઠમું
B. નવમું
C. દસમું
ઉત્તરઃ
C. દસમું
પ્રશ્ન 2.
ભારતમાં આશરે ……………………………. પ્રકારના ફૂલવાળા છોડ થાય છે.
A. 15,000
B. 12,000
C. 17,400
ઉત્તરઃ
A. 15,000
પ્રશ્ન 3.
ઉષ્ણ કટિબંધીય ………………………….. જંગલોનાં વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચાં હોય છે.
A. ખરાઉ
B. વરસાદી
C. કાંટાળાં
ઉત્તરઃ
B. વરસાદી
પ્રશ્ન 4.
નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં …………………………… નાં જંગલો આવેલાં છે.
A. ભરતી
B. શંકુદ્રુમ
C. ખરાઉ
ઉત્તરઃ
A. ભરતી
પ્રશ્ન 5.
જંગલો ………………………… વાયુ આપે છે.
A. નાઇટ્રોજન
B. કાર્બન ડાયૉક્સાઈડ
C. ઑક્સિજન
ઉત્તરઃ
C. ઑક્સિજન
પ્રશ્ન 6.
લોહીના ઊંચા દબાણનો રોગ મટાડવા ……………………….. વનસ્પતિ ઉત્તમ ઔષધિ છે.
A. તુલસી
B. સર્પગંધા
C. આમળાં
ઉત્તરઃ
B. સર્પગંધા
પ્રશ્ન 7.
ચીડના રસમાંથી ……………………… બને છે.
A. સુગંધી તેલ
B. ટર્પેન્ટાઇન
C. હોડી
ઉત્તરઃ
B. ટર્પેન્ટાઇન
પ્રશ્ન 8.
ભારત સરકારે ઈ. સ. …………………………… માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.
A. 1988
B. 1986
C. 1992
ઉત્તરઃ
A. 1988
પ્રશ્ન 9.
ભારતમાં લગભગ ………………………. જાતનાં વૃક્ષો વ્યાપારી દષ્ટિએ ખૂબ ઉપયોગી છે.
A. 450
B. 610
C. 580
ઉત્તરઃ
A. 450
પ્રશ્ન 10.
મૅહોગની વૃક્ષ ……………………….. જંગલોમાં જોવા મળે છે.
A. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં
B. ઉષ્ણ કટિબંધીય ખરાઉ
C. ઉષ્ણ કટિબંધીય વરસાદી
ઉત્તરઃ
C. ઉષ્ણ કટિબંધીય વરસાદી
પ્રશ્ન 11.
ભારતમાં …………………………. જંગલોનું પ્રમાણ વધુ છે.
A. ઉષ્ણ કટિબંધીય વરસાદી
B. ઉષ્ણ કટિબંધીય ખરાઉ
C. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં
ઉત્તરઃ
B. ઉષ્ણ કટિબંધીય ખરાઉ
પ્રશ્ન 12.
ચંદનનું વૃક્ષ ………………………… જંગલોમાં જોવા મળે છે.
A. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં
B. ઉષ્ણ કટિબંધીય વરસાદી
C. ઉષ્ણ કટિબંધીય ખરાઉ
ઉત્તરઃ
C. ઉષ્ણ કટિબંધીય ખરાઉ
પ્રશ્ન 13.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને ………………………… જંગલો પણ કહે છે.
A. વરસાદી
B. મોસમી
C. ખરાઉ
ઉત્તરઃ
B. મોસમી
પ્રશ્ન 14.
…………………………… જંગલોનાં વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે.
A. શંકુદ્રુમ
B. વરસાદી
C. એન્ડ્રુવ
ઉત્તરઃ
A. શંકુદ્રુમ
પ્રશ્ન 15.
સુંદરી નામની વનસ્પતિ ……………………… જંગલોમાં થાય છે.
A. વરસાદી
B. ભરતીનાં
C. મોસમી
ઉત્તરઃ
B. ભરતીનાં
પ્રશ્ન 16.
સુંદરી વૃક્ષના લાકડામાંથી ………………………….. બનાવવામાં આવે છે.
A. ફર્નિચર
B. હોડી
C. રમતગમતનાં સાધનો
ઉત્તરઃ
B. હોડી
પ્રશ્ન 17.
…………………………. નાં પાનમાંથી પતરાળાં-પડિયા બનાવવામાં આવે છે.
A. ખાખરા
B. લીમડા
C. ટીમરુ
ઉત્તરઃ
A. ખાખરા
પ્રશ્ન 18.
………………………………………….. ના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે.
A. ચીડ
B. ટીમરુ
C. ખેર
ઉત્તરઃ
C. ખેર
પ્રશ્ન 19.
……………………… નાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
A. ખેર
B. ટીમરુ
C. ખાખરા
ઉત્તરઃ
B. ટીમરુ
પ્રશ્ન 20.
જંગલો ………………………… જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે.
A. કાર્બન ડાયોક્સાઈડ
B. નાઈટ્રોજન
C. હાઇડ્રોજન
ઉત્તરઃ
A. કાર્બન ડાયોક્સાઈડ
પ્રશ્ન 21.
જંગલો ………………………. પ્રવૃત્તિ માટેનાં આદર્શ ક્ષેત્રો છે.
A. ચિત્રકલા
B. કૃષિ
C. સાહસિક-પ્રવાસન
ઉત્તરઃ
C. સાહસિક-પ્રવાસન
પ્રશ્ન 22.
ભારતમાં આશરે ……….. % વિસ્તારમાં જંગલો આવેલાં છે.
A. 23
B. 33
C. 25
ઉત્તરઃ
A. 23
પ્રશ્ન 23.
ગુજરાતમાં આશરે …….. % જંગલો આવેલાં છે.
A. 6
B. 10
C. 20
ઉત્તરઃ
B. 10
પ્રશ્ન 24.
મૈહોગની ક્યા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે?
A. સમશીતોષ્ણ કટિબંધીય
B. કાંયળાં
C. વરસાદી
D. મોસમી
ઉત્તર :
C. વરસાદી
પ્રશ્ન 25.
વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
A. ખરાઉં
B. વરસાદી
C. કાંટાળાં
D. સમશીતોષ્ણ કટિબંધીય
ઉત્તર :
A. ખરાઉં
પ્રશ્ન 26.
ચંદનનાં વૃક્ષો કયા પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે?
A. સમશીતોષ્ણ કટિબંધીય
B. વરસાદી
C. મોસમી
D. કાંટાળાં
ઉત્તર :
C. મોસમી
પ્રશ્ન 27.
કયું વૃક્ષ શેકુદુમ જેગલોમાં જોવા મળે છે?
A. ચેસ્ટનટ
B. દેવદાર
C. બચું
D. ઓક
ઉત્તર :
B. દેવદાર
પ્રશ્ન 28.
કયાં જંગલોનાં વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે?
A. વરસાદી
B. મોસમી
C. શકુદુમ
D. કાંટળાં
ઉત્તર :
C. શકુદુમ
પ્રશ્ન 29.
કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે?
A. ચીડના
B. ચંદનના
C. સુંદરીના
D. વાંસના.
ઉત્તર :
C. સુંદરીના
પ્રશ્ન 30.
ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?
A. બાવળના
B. ચીડના
C. ખેરના
D. દેવઘરના
ઉત્તર:
C. ખેરના
પ્રશ્ન 31.
ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?
A. 33 %
B. 23 %
C. 41 %
D. 50 %
ઉત્તરઃ
A. 33 %
પ્રશ્ન 32.
ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?
A. 8 %
B. 10 %
C. 13.5 %
D. 16 %
ઉત્તરઃ
B. 10 %
પ્રશ્ન 33.
ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી?
A. ઈ. સ. 1978માં
B. ઈ. સ. 1988માં
C. ઈ. સ. 1991માં
D. ઈ. સ. 2001માં
ઉત્તરઃ
B. ઈ. સ. 1988માં
પ્રશ્ન 34.
વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઊજવાય છે?
A. 10 એપ્રિલે
B. 25 માર્ચે
C. 16 સપ્ટેમ્બરે
D. 1 જાન્યુઆરીએ
ઉત્તરઃ
C. 16 સપ્ટેમ્બરે
પ્રશ્ન 35.
વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી ક્યા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું?
A. ઈ. સ. 2012ના વર્ષને
B. ઈ. સ. 2014ના વર્ષને
C. ઈ. સ. 2013ના વર્ષને
D. ઈ. સ. 2011ના વર્ષને
ઉત્તરઃ
D. ઈ. સ. 2011ના વર્ષને
પ્રશ્ન 36.
ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે?
A. ત્રણ
B. ચાર
C. પાંચ
D. છ
ઉત્તરઃ
C. પાંચ
પ્રશ્ન 37.
પશ્ચિમઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
A. વરસાદી
B. ખરાઉ
C. કાંટાળાં
D. ભરતીનાં
ઉત્તરઃ
A. વરસાદી
પ્રશ્ન 38.
નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?
A. છત્તીસગઢ
B. ગુજરાત
C. ઉત્તર પ્રદેશ
D. અંદમાન-નિકોબાર
ઉત્તરઃ
D. અંદમાન-નિકોબાર
પ્રશ્ન 39.
નીચેનામાંથી કયા એક પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો થતાં નથી?
A. અંદમાન-નિકોબાર
B. પશ્ચિમઘાટનો પૂર્વીય ઢોળાવ
C. લક્ષદ્વીપ
D. તમિલનાડુનો તટીય વિસ્તાર
ઉત્તરઃ
B. પશ્ચિમઘાટનો પૂર્વીય ઢોળાવ
પ્રશ્ન 40.
રબર કયા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે?
A. વરસાદી
B. ખરાઉ
C. કાંટાળાં
D. સમશીતોષ્ણ કટિબંધીય
ઉત્તર:
A. વરસાદી
પ્રશ્ન 41.
કયાં જંગલો નિત્ય લીલાં જંગલો કહેવાય છે?
A. ખરા
B. વરસાદી
C. સમશીતોષ્ણ કટિબંધીય
D. કાંટાળાં
ઉત્તર:
B. વરસાદી
પ્રશ્ન 42.
ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો 6થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?
A. ખરાઉ
B. સમશીતોષ્ણ કટિબંધીય
C. કાંટાળાં
D. વરસાદી
ઉત્તર:
A. ખરાઉ
પ્રશ્ન 43.
ક્યા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે?
A. સમશીતોષ્ણ કટિબંધીય
B. કાંટાળાં
C. ખરાઉ
D. વરસાદી
ઉત્તર:
C. ખરાઉ
પ્રશ્ન 44.
ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
A. ખરાઉ
B. સમશીતોષ્ણ કટિબંધીય
C. વરસાદી
D. કાંટાળાં
ઉત્તર:
D. કાંટાળાં
પ્રશ્ન 45.
કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોનું વૃક્ષ છે?
A. ખીજડો
B. ઓક
C. દેવદાર
D. સીસમ
ઉત્તર:
A. ખીજડો
પ્રશ્ન 46.
કયાં જંગલોનાં વૃક્ષો અને છોડનાં મૂળ લાંબાં, ઊંડાં અને ચારે તરફ ફેલાયેલાં હોય છે?
A. કાંટાળાં
B. મોસમી
C. સમશીતોષ્ણ કટિબંધીય
D. વરસાદી
ઉત્તર:
A. કાંટાળાં
પ્રશ્ન 47.
ખાખરાનાં પાન શું બનાવવા માટે વપરાય છે?
A. સાવરણી
B. પતરાળાં-પડિયા
C. સાદડી
D. બીડી
ઉત્તર:
B. પતરાળાં-પડિયા
પ્રશ્ન 48.
કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?
A. બાવળના
B. ચીડના
C. ખેરના
D. દેવદારના
ઉત્તર:
C. ખેરના
પ્રશ્ન 49.
કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે?
A. ટીમરુના
B. ખેરના
C. ચીડના
D. દેવદારના
ઉત્તર:
A. ટીમરુના
પ્રશ્ન 50.
કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?
A. ટીમરુ
B. દેવદાર
C. વાંસ
D. સાગ
ઉત્તરઃ
C. વાંસ
પ્રશ્ન 51.
અંદમાન-નિકોબાર ટાપુઓમાં કેવા પ્રકારનાં જંગલો આવેલાં છે?
A. મોસમી
B. વરસાદી
C. કાંટાળા
D. ખરાઉ
ઉત્તરઃ
B. વરસાદી
પ્રશ્ન 52.
દવા અને ચાના પેકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે?
A. ખેરના
B. સુંદરીના
C. દેવદાર-ચીડના
D. સાલના
ઉત્તરઃ
C. દેવદાર-ચીડના
પ્રશ્ન 53.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે?
A. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
B. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
C. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો
D. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો
ઉત્તર :
B. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
પ્રશ્ન 54.
બાજુમાં આપેલા ભારતીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે?
A. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો
B. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો
C. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
D. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
ઉત્તર :
A. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો
પ્રશ્ન 55.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?
A. પાઇન, દેવદાર, સિલ્વર ફર, મુસ
B. મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર
C. સાગ, સાલ, સીસમ, ચંદન
D. ખજૂર, બોરડી, બાવળ, ખીજડો
ઉત્તર :
C. સાગ, સાલ, સીસમ, ચંદન
પ્રશ્ન 56.
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?
A. ખજૂર, બોરડી, બાવળ, ખીજડો
B. મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર
C. પાઇન, દેવદાર, સિલ્વર ફર, ટ્યુસ
D. સાગ, સાલ, સીસમ, ચંદન
ઉત્તર :
B. મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર
પ્રશ્ન 57.
શંકુદ્રુમ જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?
A. પાઈન, દેવદાર, સિલ્વર ફર, મુસ
B. ખજૂર, બોરડી, બાવળ, ખીજડો
C. સાગ, સાલ, સીસમ, ચંદન
D. મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર
ઉત્તર :
A. પાઈન, દેવદાર, સિલ્વર ફર, મુસ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
ભારતમાં આશરે 6500 જાતનાં વૃક્ષો થાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
રોઝવુડ નામનું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ આલ્પાઇન નામનું ઘાસ થાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
ચંદન ખરાઉ જંગલનું વૃક્ષ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
સુંદરી નામના વૃક્ષના લાકડામાંથી સુગંધીદાર તેલ બનાવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
વનસ્પતિની વિવિધતાની દષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન સમું છે.
ઉત્તરઃ
ખરુ
પ્રશ્ન 8.
અંદમાન-નિકોબાર પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
મૅહોગની મોસમી પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
પશ્ચિમઘાટના પૂર્વ ઢોળાવો પર કાંટાળાં જંગલો જોવા મળે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
ભારતમાં વરસાદી જંગલોનું પ્રમાણ વધારે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 12.
ગુજરાત અને રાજસ્થાનમાં કાંટાળાં જંગલો જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 13.
દેવદારનું વૃક્ષ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 14.
ચીડના રસમાંથી કાથો બને છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 15.
ટીમરુ વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 16.
કરંજનો ઉપયોગ ચામડીના અને દાંત-પેઢાના રોગો મટાડવા માટે થાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 17.
ભારતમાં 23% વિસ્તારમાં જંગલો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 18.
વિશ્વ વન દિવસ’ 4 નવેમ્બરે ઊજવાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 19.
‘વિશ્વ પર્યાવરણ દિવસ 12 જૂને ઊજવાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 20.
વિશ્વ ઓઝોન દિવસ 1 જાન્યુઆરીએ ઊજવાય છે.
ઉત્તરઃ
ખોટું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
વનસ્પતિની વિવિધતાની દષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
ઉત્તરઃ
દસમું
પ્રશ્ન 2.
વનસ્પતિની વિવિધતાની દષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે?
ઉત્તરઃ
ચોથું
પ્રશ્ન 3.
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
નિત્ય લીલાં જંગલો
પ્રશ્ન 4.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો બીજા કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
મોસમી જંગલો
પ્રશ્ન 5.
શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે?
ઉત્તરઃ
શંકુ આકારનાં વૃક્ષો
પ્રશ્ન 6.
ભારતમાં દરિયાકિનારે નદીઓના મુખત્રિકોણપ્રદેશમાં કયાં જંગલો આવેલાં છે?
ઉત્તરઃ
ભરતીનાં જંગલો (મેન્યુવ)
પ્રશ્ન 7.
ભરતીનાં જંગલો(મેન્યુવ)ની મુખ્ય વનસ્પતિ કઈ છે?
ઉત્તરઃ
સુંદરી અને ચેર
પ્રશ્ન 8.
હિમાલયના 1500 મીટરથી 3000 મીટરના વિસ્તારમાં કયાં જંગલો આવેલાં છે?
ઉત્તરઃ
શંકુદ્રુમ
પ્રશ્ન 9.
સુંદરીના વૃક્ષનાં લાકડાંમાંથી શું બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
હોડી
પ્રશ્ન 10.
શાનાં લાકડાંમાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પૅકિંગની પેટીઓ (ખોખાં) બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
દેવદાર અને ચીડનાં
પ્રશ્ન 11.
ચીડના રસમાંથી શું બને છે?
ઉત્તરઃ
ટર્પેન્ટાઈન
પ્રશ્ન 12.
શામાંથી સુગંધી તેલ અને સૌંદર્યવર્ધક વસ્તુઓ બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
ચંદનમાંથી
પ્રશ્ન 13.
શામાંથી ટોપલા, ટોપલી, રમકડાં, ગૃહ સુશોભનની ચીજો વગેરે બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
વાંસમાંથી
પ્રશ્ન 14.
લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ. ઉપયોગી છે?
ઉત્તરઃ
સર્પગંધા
પ્રશ્ન 15.
જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
લીમડો
પ્રશ્ન 16.
શરદી, ઉધરસ, તાવ વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
તુલસી
પ્રશ્ન 17.
હૃદયરોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
અર્જુન સાદડ
પ્રશ્ન 18.
વાત અને કફ દોષોની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
બીલી
પ્રશ્ન 19.
મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવાની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
ગળો
પ્રશ્ન 20.
કબજિયાત અને વાળ અંગેના રોગોની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
હરડે
પ્રશ્ન 21.
વાયુ અને પિત્તને દૂર કરવામાં તેમજ પાચક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
આમળાં
પ્રશ્ન 22.
ચામડીના અને દાંત-પેઢાંના રોગોની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?
ઉત્તરઃ
કરંજ
પ્રશ્ન 23.
વૃક્ષોના સમૂહને શું કહે છે?
ઉત્તરઃ
જંગલો
પ્રશ્ન 24.
ભારત પ્રાચીન સમયથી કઈ ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે?
ઉત્તરઃ
ઔષધીય
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
પ્રશ્ન 1.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોઃ
ઉત્તરઃ
- વિતરણ : ભારતમાં આ પ્રકારનાં જંગલો 70થી 200 સેમી વરસાદ મેળવતાં ઉત્તર-પૂર્વીય રાજ્યો, હિમાલયની તળેટીનો પ્રદેશ, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે.
- વૃક્ષો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે અહીંનાં મહત્ત્વનાં વૃક્ષો છે,
- વિશેષતાઓ : અહીંનાં વૃક્ષો પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયા દરમિયાન પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે. તેથી આ જંગલો “ખરાઉ જંગલો’ કહેવાય છે. – દરેક પ્રજાતિનાં વૃક્ષોનાં પાન ખેરવવાનો ચોક્કસ સમય જુદો જુદો
હોય છે. તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી. – આ જંગલોનાં વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતાં હોવાથી તેને “મોસમી જંગલો” પણ કહે છે.
પ્રશ્ન 2.
ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોઃ
ઉત્તરઃ
(i) વિતરણ : ભારતમાં આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે.
આ પ્રકારનાં જંગલો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમઘાટના વર્ષાછાયાના કેટલાક વિસ્તારોમાં આવેલાં છે.
(ii) વૃક્ષો: ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે અહીંનાં વૃક્ષો છે.
(iii) વિશેષતાઓ આ વનસ્પતિનાં મૂળ લાંબાં, ઊંડાં અને પાણી મેળવવા માટે વર્તુળની ત્રિજ્યાઓની જેમ ચોતરફ ફેલાયેલાં હોય છે.
- તેમનાં પાન નાનાં હોય છે, જેથી લાંબી સૂકી તુમાં બાષ્પનિષ્કાસનની ક્રિયા મંદ થાય છે.
- અહીંનાં જંગલોમાં વૃક્ષો છૂટાંછવાયાં હોય છે.
પ્રશ્ન 3.
સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો છે (હિમાલયની વનસ્પતિ):
ઉત્તરઃ
શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓઃ અહીંનાં વૃક્ષો શંકુ આકાર ધરાવે છે.
- વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે.
- વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.
- વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે.
- આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણાં વર્ષો લાગે છે.
પ્રશ્ન 4.
ભરતીનાં જંગલો (મેન્યુવ જંગલો):
ઉત્તરઃ
(i) વિતરણ : આ જંગલો દરિયાકિનારે નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં આવેલાં છે.
ભારતમાં તે બંગાળની ખાડીના કિનારાના પ્રદેશ(સુંદરવન)માં તેમજ ગુજરાતના દરિયાકિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર જોવા મળે છે.
(ii) વૃક્ષોઃ સુંદરી અને ચેર અહીંનાં મુખ્ય વૃક્ષો છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોની વિશેષતાઓ જણાવો.
ઉત્તર:
જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (1)ના પ્રકાર 1નો મુદ્દો (i) વિશેષતાઓ.
પ્રશ્ન 2.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોની વિશેષતાઓ જણાવો.
ઉત્તર:
જુઓ પ્રશ્ન ના પેટાપ્રશ્ન (1)ના પ્રકાર નો મુદ્દો (ii) વિશેષતાઓ.
પ્રશ્ન 3.
ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોની વિશેષતાઓ જણાવો.
ઉત્તર:
જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (1)ના પ્રકાર ૩નો મુદ્દો (ii) વિશેષતાઓ.
પ્રશ્ન 4.
શંકુતૂમ જંગલોની વિશેષતાઓ જણાવો.
ઉત્તરઃ
જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (1)ના પ્રકાર 4માં શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ.
નીચેના વિધાનનાં ભૌગોલિક કારણો આપો:
પ્રશ્ન 1.
જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે.
ઉત્તર:
- જંગલો ઇમારતી લાકડું, બળતણ અને વિવિધ પ્રકારની અન્ય વસ્તુઓ પૂરી પાડે છે.
- જંગલોમાં થતા વાંસમાંથી કાગળ, રેયૉન, ટોપલા, ટોપલી, રમકડાં, સાદડી તેમજ ગૃહ-સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવાના, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન, દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતનાં સાધનો, દીવાસળી, ચા અને દવાના પૅકિંગની પેટીઓ, ચંદનમાંથી સુગંધીદાર તેલ અને સૌંદર્યવર્ધક ચીજો, ખાખરાનાં પાનમાંથી પતરાળાં-પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરુનાં પાનમાંથી બીડી વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે.
- જંગલોમાંથી હરડે, બહેડાં, અશ્વગંધા, આંબળાં, સિંકોના, સર્પગંધા, નીલગિરિ, યુકેલિપ્ટસ વગેરે અનેક ઔષધિઓ મળે છે.
- જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, નેતર, મધ, રબર વગેરે પેદાશો મળે છે.
- જંગલો વનવાસી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. આથી જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ઉપયોગી છે.
નીચેના શબ્દોની સંકલ્પના સમજાવોઃ
પ્રશ્ન 1.
ખરાઉ
ઉત્તરઃ
ખરાઉ એ ઉષ્ણ કટિબંધીય જંગલોનો એક પ્રકાર છે. આ જંગલોનાં વૃક્ષો પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે. તેથી આ જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો કહેવાય છે.
આ જંગલો મોસમ પ્રમાણે પાંદડાં ખેરવતાં હોવાથી તેને ‘મોસમી જંગલો’ પણ કહે છે.
પ્રશ્ન 2.
મેન્ગવ
ઉત્તરઃ
મેન્ગવ એટલે ભરતીનાં જંગલો. ભારતમાં દરિયાકિનારે નદીઓના મુખત્રિકોણપ્રદેશમાં મેન્ગવ જંગલો આવેલાં છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ‘મેન્ગવ’ આવેલાં છે.
પ્રશ્ન 3.
શંકુદ્રુમ
ઉત્તર:
શંકુદુમ એટલે શંકુ આકારનાં વૃક્ષોવાળા જંગલો. આ જંગલો હિમાલયની 1500થી 3000 મીટરની ઊંચાઈએ આવેલાં છે. અહીંનાં વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષોનાં પાંદડાં લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે. તે લાંબા સમય સુધી ભેજને સંઘરી રાખે છે.
પ્રશ્ન 4.
કુદરતી વનસ્પતિ
ઉત્તર:
માણસની મદદ વિના ઊગતી અને વિકસતી વનસ્પતિ કે “કુદરતી વનસ્પતિ’ કહેવાય છે.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
જંગલ એટલે શું?
ઉત્તર:
વિશાળ વિસ્તારમાં પથરાયેલાં વૃક્ષો અને વનસ્પતિના સમૂહને ‘જંગલ’ કહે છે.
પ્રશ્ન 2.
કેવા પ્રકારની વનસ્પતિ કુદરતી વનસ્પતિ કહેવાય છે?
ઉત્તર:
માણસની સહાય વગર ઊગતી અને વિકસતી વનસ્પતિ ‘કુદરતી વનસ્પતિ’ કહેવાય છે.
પ્રશ્ન 3.
ભારતમાં કુદરતી વનસ્પતિની વિવિધતા કયાં પરિબળોથી સર્જાય છે? .
ઉત્તર:
ભારતમાં કુદરતી વનસ્પતિની વિવિધતા આ પરિબળોથી ૬ સર્જાય છે:
- ભૂપૃષ્ઠ,
- જમીન,
- તાપમાન તથા ભેજ,
- સૂર્યપ્રકાશ અને
- વરસાદનું પ્રમાણ.
પ્રશ્ન 4.
ભારતમાં કેટલી જાતનાં વૃક્ષો થાય છે? તેમાંથી કેટલી ૨ જાતનાં વૃક્ષો વેપારી દષ્ટિએ ઉપયોગી છે?
ઉત્તર:
ભારતમાં લગભગ 5000 જાતનાં વૃક્ષો થાય છે. તેમાંથી 450 જાતનાં વૃક્ષો વેપારી દષ્ટિએ ઉપયોગી છે.
પ્રશ્ન 5.
ભારતમાં કેટલા પ્રકારના ફૂલવાળા છોડ થાય છે? તે વિશ્વના લગભગ કેટલા ટકા છે?
ઉત્તર:
ભારતમાં લગભગ 15,000 પ્રકારના ફૂલવાળા છોડ 3 થાય છે. તે વિશ્વના લગભગ 6 % છે.
પ્રશ્ન 6.
કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે?
ઉત્તરઃ
એકસરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એકસરખી વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહજૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો’ કહે છે.
પ્રશ્ન 7.
ભારતમાં મુખ્યત્વે કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં મુખ્યત્વે પાંચ પ્રકારનાં જંગલો જોવા મળે છેઃ
- ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો,
- ઉષ્ણ કટિબંધીય ખરાઉ કે મોસમી જંગલો,
- ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો અને ઝાડી ઝાંખરાં,
- સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો અને
- ભરતીનાં જંગલો (મેગ્નેવ જંગલો).
પ્રશ્ન 8.
ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ક્યા વિસ્તારોમાં આવેલાં છે?
ઉત્તરઃ
ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો 200 સેમીથી વધુ વરસાદ મેળવતા પશ્ચિમઘાટના વધારે વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર ટાપુઓ, અસમના ઉપરી વિસ્તારો અને હું તમિલનાડુના તટીય પ્રદેશમાં આવેલાં છે.
પ્રશ્ન 9.
ભારતનાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં મુખ્ય વૃક્ષો કયાં ક્યાં છે?
ઉત્તર:
ભારતનાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનો મુખ્ય વૃક્ષો અબનૂસ, મૅહોગની, રોઝવુડ અને રબર છે.
પ્રશ્ન 10.
ભારતના ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો મુખ્યત્વે કયા વિસ્તારોમાં આવેલા છે?
ઉત્તર:
ભારતનાં ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો 70થી 200 સેમી વરસાદ મેળવતાં ઉત્તર-પૂર્વનાં રાજ્યો, હિમાલયની તળેટીના પ્રદેશો, ઝારખંડ, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, વિંધ્ય તથા સાતપુડાના પર્વતો અને પશ્ચિમઘાટના પૂર્વીય ઢોળાવો પર આવેલાં છે.
પ્રશ્ન 11.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ કે મોસમી જંગલોમાં ક્યાં કયાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે.
પ્રશ્ન 12.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે, પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયા દરમિયાન અહીંનાં વૃક્ષો કે પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે.
પ્રશ્ન 13.
ભારતમાં ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો ક્યાં વધુ જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં 70 સેમીથી ઓછો વરસાદ મેળવતા ઉત્તરપશ્ચિમ વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરેમાં ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો વધુ જોવા મળે છે.
પ્રશ્ન 14.
ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોમાં કયાં વૃક્ષો થાય છે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોમાં ખજૂર, બાવળ, બોરડી, વિવિધ જાતના થોર, ખીજડો વગેરે વૃક્ષો થાય છે.
પ્રશ્ન 15.
ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોનાં વૃક્ષો અને છોડની મુખ્ય વિશેષતા કઈ છે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોનાં વૃક્ષો અને છોડની મુખ્ય વિશેષતા એ છે કે, તેમનાં મૂળ લાંબાં, ઊંડાં અને ચારે તરફ ? ફેલાયેલાં હોય છે અને પાન નાનાં હોય છે.
પ્રશ્ન 16.
ભારતમાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ક્યાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉત્તર-પૂર્વીય પહાડી વિસ્તારો, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં આવેલાં છે.
પ્રશ્ન 17.
સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં ક્યાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તરઃ
સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં ઓક અને ચેસ્ટનટનાં 3 વૃક્ષો જોવા મળે છે.
પ્રશ્ન 18.
ભારતમાં શંકુદ્રુમ જંગલો ક્યાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં શંકુદ્રુમ જંગલો હિમાલયના દક્ષિણ ઢોળાવ તથા દક્ષિણ અને ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલાં છે.
પ્રશ્ન 19.
શંકુતુમ જંગલોમાં ક્યાં કયાં વૃક્ષો થાય છે?
ઉત્તરઃ
શંકુદ્રુમ જંગલોમાં પાઇન, દેવદાર, સિલ્વર ફર, ટ્યૂસ વગેરે વૃક્ષો જોવા મળે છે.
પ્રશ્ન 20.
ભારતમાં આલ્પાઇન વનસ્પતિ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં આલ્પાઇન વનસ્પતિ હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે.
પ્રશ્ન 21.
આલ્પાઇન વનસ્પતિવાળા વિસ્તારોમાં ક્યાં કયાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તરઃ
આલ્પાઇન વનસ્પતિવાળા વિસ્તારોમાં સિલ્વર ફર, જુનિફર બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે.
પ્રશ્ન 22.
ભારતમાં ભરતીનાં જંગલો ક્યાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં ભરતીનાં જંગલો દરિયાકિનારે નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં જોવા મળે છે.
પ્રશ્ન 23.
ભરતીનાં જંગલોની મુખ્ય વનસ્પતિ કઈ છે?
ઉત્તરઃ
ભરતીનાં જંગલોની મુખ્ય વનસ્પતિ સુંદરી અને ચેર છે.
પ્રશ્ન 24.
કયાં વૃક્ષોમાંથી ઊંચા પ્રકારનું ઇમારતી લાકડું મળે છે?
ઉત્તરઃ
સાગ, સાલ અને સીસમનાં વૃક્ષોમાંથી ઊંચા પ્રકારનું ઈમારતી લાકડું મળે છે.
પ્રશ્ન 25.
સુંદરી વૃક્ષનું લાકડું કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તરઃ
સુંદરી વૃક્ષનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગી છે.
પ્રશ્ન 26.
દેવદાર અને ચીડના લાકડામાંથી શું શું બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
દેવદારના પોચા લાકડામાંથી રમતગમતનાં સાધનો, ચા અને દવાના પૅકિંગની પેટીઓ, દીવાસળી તેમજ તેના માવામાંથી કાગળ અને કૃત્રિમ કાપડ માટેના રેસા બનાવવામાં આવે છે.
પ્રશ્ન 27.
ચીડના રસમાંથી શું બને છે?
ઉત્તરઃ
ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે.
પ્રશ્ન 28.
ચંદનમાંથી શું બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
ચંદનમાંથી સુગંધીદાર તેલ તેમજ સોંદર્યવર્ધક વસ્તુઓ 3 બનાવવામાં આવે છે.
પ્રશ્ન 29.
વાંસમાંથી શું શું બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
વાંસમાંથી કાગળ, રેયૉન, ટોપલા, ટોપલી, રમકડાં, સાદડી અને ગૃહ-સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે.
પ્રશ્ન 30.
ભારતનાં જંગલોમાંથી કઈ કઈ વન્ય પેદાશો મળે છે?
ઉત્તર:
ભારતનાં જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર વગેરે વન્ય પેદાશો મળે છે.
પ્રશ્ન 31.
ભારતનાં જંગલોમાંથી કઈ ઔષધિઓ મળે છે?
ઉત્તર:
ભારતનાં જંગલોમાંથી આંબળાં, બહેડાં, હરડે, અશ્વગંધા, સર્પગંધા, સિંકોના, ગરમાળો, શંખાવલી, સરગવો વગેરે ઔષધિઓ જ મળે છે.
પ્રશ્ન 32.
ખાખરા અને ટીમરુના પાનમાંથી શું શું બને છે?
ઉત્તર:
ખાખરાનાં પાનમાંથી પતરાળાં-પડિયા અને ટીમરુનાં પાનમાંથી બીડી બને છે.
પ્રશ્ન 33.
ખેરના લાકડામાંથી શું મળે છે?
ઉત્તર:
ખેરના લાકડામાંથી કાથો મળે છે.
કારણો આપી વિધાનો પૂરાં કરી:
પ્રશ્ન 1.
ઉષ્ણ કટિબંધીય જંગલોને નિત્ય લીલાં જંગલો’ કહે છે, કારણ કે…
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો બારે માસ લીલાં રહે છે.
પ્રશ્ન 2.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને ‘મોસમી જંગલો’ કહે છે, કારણ કે…
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવી નાખે છે.
પ્રશ્ન 3.
ભારત સરકારે રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી છે, કારણ કે
ઉત્તર:
ભારત સરકાર જંગલોનું જતન અને સંવર્ધન કરવા ઇચ્છે છે.
પ્રશ્ન 4.
ભારતની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે, કારણ કે
ઉત્તર:
ભારતમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, રણપ્રદેશો એમ 3 વિવિધ પ્રકારનું ભૂપૃષ્ઠ છે.
યોગ્ય જોડકાં જોડો
પ્રશ્ન 1
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ટોપલા, રમકડાં, ગૃહ-સુશોભનની બનાવટ | 1. ખાખરા બનાવટ |
2. ખેર | 2. ટર્પેન્ટાઇનની બનાવટ |
3. પતરાળાં-પડિયાની બનાવટ | 3. ટીમરુ |
4. કાથાની બનાવટ | 4. યીડ |
5.વાંસ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ટોપલા, રમકડાં, ગૃહ-સુશોભનની બનાવટ | 5.વાંસ |
2. ખેર | 4. યીડ |
3. પતરાળાં-પડિયાની બનાવટ | 1. ખાખરા બનાવટ |
4. કાથાની બનાવટ | 2. ટર્પેન્ટાઇનની બનાવટ |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ (જંગલો) | વિભાગ ‘બ’ (વૃક્ષો) |
1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો | 1. થોર, બાવળ, બોરડી |
2. દેવદાર, પાઈન, સિલ્વર ફર | 2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો |
3. ઓક, ચેસ્ટનટ, ચિનાર | 3. ઉષ્ણ કટિબંધીય કાંટાળી વનસ્પતિનાં જંગલો |
4. શંકુદ્રુમ જંગલો | 4. સાગ, સાલ, ચંદન |
5. મૅહોગની, અબનૂસ, રોઝવુડ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (જંગલો) | વિભાગ ‘બ’ (વૃક્ષો) |
1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો | 5. મૅહોગની, અબનૂસ, રોઝવુડ |
2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો | 2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો |
3. ઉષ્ણ કટિબંધીય કાંટાળી વનસ્પતિનાં જંગલો | 1. થોર, બાવળ, બોરડી |
4. શંકુદ્રુમ જંગલો | 2. દેવદાર, પાઈન, સિલ્વર ફર |
પ્રશ્ન 3.
વિભાગ ‘અ’ (વનસ્પતિ) | વિભાગ ‘બ’ (ઔષધીય ઉપયોગિતા) |
1. સર્પગંધા | 1. મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવામાં |
2. લીમડો | 2. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં |
3. તુલસી | 3. કબજિયાત તેમજ વાળ અંગેના રોગોમાં |
4. ગળો | 4. જીવાણુ પ્રતિરોધક તરીકે |
5. શરદી, ઉધરસ, તાવ વગેરેમાં ઉપયોગી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (વનસ્પતિ) | વિભાગ ‘બ’ (ઔષધીય ઉપયોગિતા) |
1. સર્પગંધા | 2. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં |
2. લીમડો | 4. જીવાણુ પ્રતિરોધક તરીકે |
3. તુલસી | 5. શરદી, ઉધરસ, તાવ વગેરેમાં ઉપયોગી |
4. ગળો | 1. મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવામાં |
પ્રશ્ન 4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. વિશ્વ ઓઝોન દિવસ | 1. વરસાદી જંગલો |
2. વરસાદી જંગલોનું વૃક્ષ | 2. 16 સપ્ટેમ્બર |
3. નિત્ય લીલાં જંગલો | 3. ખરાઉ જંગલો |
4. મોસમી જંગલો | 4. 10 એપ્રિલ |
5. રબર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. વિશ્વ ઓઝોન દિવસ | 2. 16 સપ્ટેમ્બર |
2. વરસાદી જંગલોનું વૃક્ષ | 5. ૨બર |
3. નિત્ય લીલાં જંગલો | 1. વરસાદી જંગલો |
4. મોસમી જંગલો | 3. ખરાઉ જંગલો |