GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

Gujarat Board GSEB Textbook Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Textbook Exercise and Answers.

ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Class 10 GSEB Solutions Social Science Chapter 5

GSEB Class 10 Social Science ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.
અથવા
પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. સમજાવો.
ઉત્તર:
નીચેનાં ધાતુશિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી મળે છે :

  • પ્રાચીન ભારતની સિંધુખીણની (હડપ્પીય) સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે.
  • કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.
  • 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.
  • આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ(શિવ)નું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈ(તમિલનાડુ)ના સંગ્રહાલયમાં સંગૃહીત છે.
  • ચેન્નઈ(તમિલનાડુ)ના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.
  • ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.
  • ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્ત્વનાં ગણાય છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

પ્રશ્ન 2.
પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણવિદ્યાનો પરિચય આપો. (March 20)
અથવા
પ્રાચીન ભારત સંદર્ભે રસાયણવિદ્યાની માહિતી આપો. (August 20)
ઉત્તર:
પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેનાં દષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે:

  • નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધિઓની રે સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
  • તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામનાં પુસ્તકો લખ્યાં છે.
  • પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો 1

  • નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.
  • રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, દસ પ્રકારનાં વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.
  • બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7\(\frac { 1 }{ 2 }\) ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધિપ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.
  • ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ (લોહસ્તંભ) ઊભો કરાવ્યો હતો.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો 2

  • સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણવિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે.

પ્રશ્ન 3.
વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.
અથવા
પ્રાચીન ભારતમાં વૈદકવિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે લખો. (August 20)
અથવા
પ્રાચીન ભારતે વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ણન કરો.
ઉત્તર:
ભારતીય વૈદકશાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વામ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદકશાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી.
GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો 3

  • વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ-ઔષધિઓનું વર્ણન કર્યું છે.
  • મહાન વૈદકશાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા’ નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા (વાઢકાપ-વિદ્યા – શસ્ત્રક્રિયા) માટેનાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકતાં હતાં.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો 4

  • પ્રાચીન ભારતના હિંદુઓનું ઔષધશાસ્ત્ર ખનીજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેનાં સૂચનો આપવામાં આવ્યાં છે.
  • ભારતના વૈદકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી, રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા. તેઓ પેઠું અને મૂત્રાશયનાં ઑપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસમસા નાબૂદ કરતા.
  • તેઓ ભાંગેલાં અને ઊતરી ગયેલાં હાડકાં બેસાડી દેતાં તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા.
  • તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવાં નાક-કાન સાંધવાની ‘પ્લાસ્ટિક સર્જરી’ જાણતા હતા.
  • તેઓ વાઢકાપનાં હથિયારો બનાવતા તેમજ મીણનાં પૂતળાંના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઑપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઑપરેશનો કરતાં પણ તેઓ અચકાતા નહિ.
  • તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા.
  • તેઓ રોગોનાં કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા.
  • પ્રાચીન ભારતના વૈદકશાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં ‘હસ્તી આયુર્વેદ’ અને શાલિહોત્રનું ‘અશ્વશાસ્ત્ર’ નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે.
  • વૈદકશાસ્ત્રના મહાન લેખક વાભટ્ટે “અષ્ટાંગહૃદય’ જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

પ્રશ્ન 4.
પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.
ઉત્તર:
ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શલ્યચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો : અમૂલ્ય વારસો આપ્યો છે.

  • ભારતે વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે સિંહફાળો આપ્યો છે. અર્વાચીન યુગનાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે, ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દષ્ટિકોણ પણ ધરાવે છે.
  • આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
  • આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.
અથવા
પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
પ્રાચીન સમયના ગણિતશાસ્ત્રની નોંધપાત્ર સિદ્ધિઓ જણાવો.
ઉત્તર:
પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી :

  • ભારતે વિશ્વને શૂન્ય(0)ની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.
  • મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ શૂન્ય(0)ની સંજ્ઞાની અને દશાંશપદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના ‘આર્યભટ્ટીયમ્’ ગ્રંથમાં જ(પાઈ)ની કિંમત \(\frac { 22 }{ 7 }\)(3.14) જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલક(ગોળા)ના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક π (પાઈ) છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો 5

  • આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ કહેવામાં આવે છે. આર્યભટ્ટ ‘દસગીતિકા’ અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા. ‘આર્યસિદ્ધાંત’ ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો.
  • ‘ગૃત્સમદ’ નામના ઋષિએ અંકની પાછળ શુન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.
  • પ્રાચીન ભારતના ગણિશાસ્ત્રીઓએ 1(એક)ની પાછળ 53 (ત્રેપન) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યા હતાં.
  • ‘મોહેં-જો-દડો અને ‘હડપ્પા’ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં ‘દશાંશ-પદ્ધતિ’ હતી, તેનો પરિચય પ્રાચીન સમયમાં ‘મેઘાતિથિ’ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો.
  • ઈ. સ. 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ નામની પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે + (સરવાળા) અને – (બાદબાકી)ની શોધો કરી હતી.
  • ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.
  • ગણિતશાસ્ત્રી આપખંભે શલ્પસૂત્રો(ઈ. સ. 800 પૂર્વેમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યા હતાં.
  • ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો: પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર
અથવા
પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન જણાવો.
ઉત્તર:
પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે:

  • બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.
  • ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો.
  • ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી.
  • મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના ‘પંચસિદ્ધાંતિકા’ નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી.
  • ગ્રહો પરથી રાશિ-ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
  • ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ સૌપ્રથમ પ્રતિપાદિત (સાબિત) કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને “અજરભર કહેતા હતા.
  • ખગોળવિજ્ઞાનક્ષેત્રે આર્યભટ્ટનું મહત્ત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખવામાં આવ્યું છે.
  • બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે ‘બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા.

પ્રશ્ન 3.
જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો.
અથવા
વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો.
ઉત્તરઃ
જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છેઃ

  • વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગોમાં વહેંચ્યું હતું.
  • વરાહમિહિરે તેમના બૃહત્સંહિતા’ નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે.
  • તેમણે આ ગ્રંથમાં મનુષ્યનાં લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વગ વિશે તેમજ લગ્નસમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોનાં શુભ મુહૂર્તોની માહિતી આપી છે.
    આમ, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે.

પ્રશ્ન 4.
વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
વિજ્ઞાન અને ટેકનોલૉજી એટલે શું?
ઉત્તર:
વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા.

પ્રશ્ન 2.
રસાયણવિદ્યાક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.
ઉત્તરઃ
આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામના ગ્રંથો લખ્યા હતા.

  • તેમણે વનસ્પતિ-ઔષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
  • પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ ક્યોં હોય તેમ મનાય છે.

પ્રશ્ન 3.
ગણિતશાસ્ત્રક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો.
અથવા
આર્યભટ્ટે કઈ મહત્ત્વની શોધો કરી હતી ?
ઉત્તર:
આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે ‘આર્યભટ્ટીયમ્’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણે મહત્ત્વની શોધો કરી હતી:

  • શૂન્ય(0)ની શોધ.
  • π (પાઈ)ની કિંમત \(\frac { 22 }{ 7 }\) (3.14) જેટલી થાય છે તેની શોધ.
  • ગોલક(ગોળા)ના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક π છે તેની શોધ. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ.
  • જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ.
  • પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટ સૌપ્રથમ સાબિત કર્યું હતું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો.

પ્રશ્ન 4.
જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે?
ઉત્તરઃ
જ્યોતિષશાસ્ત્ર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

પ્રશ્ન 5.
વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનાં નામ આપો.
ઉત્તર:
વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનાં નામ : બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિશ્વકર્મા વગેરે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે?
A. બુદ્ધનું
B. મહાદેવ નટરાજનું
C. બોધિગયાનું
D. ધનુર્ધારી રામનું
ઉત્તરઃ
B. મહાદેવ નટરાજનું

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.
B. પારાની ભસ્મ કરીને ઓષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.
C. રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
D. ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે.
ઉત્તરઃ
C. રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.

પ્રશ્ન 3.
મહર્ષિ ચરક:ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુતઃ …………………….
A. સુશ્રુતસંહિતા
B. ચરકશાસ્ત્ર
C. વાભટ્ટસંહિતા
D. સુશ્રુતશાસ્ત્ર
ઉત્તરઃ
A. સુશ્રુતસંહિતા

પ્રશ્ન 4.
એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે?
શ્રેયા: ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા.
યશ: દશાંશ-પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી: આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
હાઈ: શૂન્ય(0)ની શોધ ભારતે કરી હતી.
A. યશ
B. હાર્દ
C. શ્રેયા
D. શ્રેયા, માનસી, હાર્દ
ઉત્તરઃ
D. શ્રેયા, માનસી, હાર્દ

પ્રશ્ન 5.
બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ……………………. છે.
A. ચિકિત્સાસંગ્રહ
B. પ્રજનનશાસ્ત્ર
C. કામસૂત્ર
D. યંત્ર સર્વસ્વ
ઉત્તરઃ
B. પ્રજનનશાસ્ત્ર

GSEB Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

પ્રશ્ન 6.
પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?
A. બ્રહ્મગુપ્ત
B. વાસ્યાયને
C. ગૃત્સમદે
D. મહામુનિ પતંજલિએ
ઉત્તરઃ
A. બ્રહ્મગુપ્ત

પ્રશ્ન 7.
મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઈત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.
A. ગણિતશાસ્ત્ર
B. રસાયણશાસ્ત્ર
C. વૈદકશાસ્ત્ર
D. વાસ્તુશાસ્ત્ર
ઉત્તરઃ
D. વાસ્તુશાસ્ત્ર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *