Gujarat Board GSEB Textbook Solutions Class 12 Chemistry Chapter 15 પોલિમર Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 12 Chemistry Chapter 15 પોલિમર
GSEB Class 12 Chemistry પોલિમર Text Book Questions and Answers
પ્રશ્ન 1.
પોલિમર અને મોનોમર પર્યાયો સમજાવો.
ઉત્તર:
- પોલિમર : પોલિમર એ મોનોમર એકમોમાંથી વ્યત્પિત પુનરાવર્તિત બંધારણીય એકમો ધરાવતો ઊંચા આણ્વીયદળવાળો બૃહદ અણુ છે.
- મોનોમર : મોનોમર એક સાદો અણુ છે, જે પોલિમરાઇઝેશન પામવા માટે સક્ષમ છે અને તેના અનુવર્તી પોલિમર તરફ દોરી જાય છે.
પ્રશ્ન 2.
કુદરતી અને સાંશ્લેષિત પોલિમર શું છે ? દરેક પ્રકારના બે ઉદાહરણ આપો.
ઉત્તર:
કુદરતી પોલિમર : વનસ્પતિ અને પ્રાણીઓમાં મળી આવતા પોલિમરને કુદરતી પોલિમર કહે છે. ઉદા., પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ, રેઝિન, રબર વગેરે.
સાંશ્લેષિત પોલિમર : સંપૂર્ણપણે માનવસર્જિત પોલિમરને સાંશ્લેષિત પોલિમર કહે છે. રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં વપરાતા જુદા-જુદા સાંશ્લેષિત પોલિમર જોવા મળે છે. ઉદા., પ્લાસ્ટિક (પૉલિથીન), કૃત્રિમ રેસાઓ (નાયલૉન-6,6) અને સાંશ્લેષિત (કૃત્રિમ)રબર (બ્યુના-S) વગેરે.
પ્રશ્ન 3.
સમપોલિમર અને સહપોલિમર વચ્ચે તફાવત દર્શાવો અને દરેકનું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
સમપોલિમર | સહપોલિમર |
(i) એક જ મોનોમર ધરાવતી સ્પિસીઝનાં પોલિમરાઇઝેશનથી બનતા યોગશીલ પોલિમરને સમપોલિમર કહે છે. | (i) બે જુદાં-જુદાં મોનોમરના યોગશીલ પોલિમરાઇઝેશનથી મળતા પોલિમરને સહપોલિમર કહે છે. |
(ii) ઉદા., પૉલિથીન | (ii) ઉદા., બ્યુના-S |
પ્રશ્ન 4.
તમે મોનોમરની ક્રિયાત્મકતા (functionlity) કેવી રીતે સમજાવશો ?
ઉત્તર:
- મોનોમરની ક્રિયાત્મકતા એ મોનોમરમાં બંધન સ્થાનોની સંખ્યા દ્વારા દર્શાવાય છે.
- ઉદા., ઇથીન અને પ્રોપીન મોનોમરમાં બંધન સ્થાનોની સંખ્યા 1 છે. જ્યારે 1,3-બ્યુટાડાઇન તથા એડિપિક ઍસિડમાં બંધન સ્થાનોની સંખ્યા 2 છે.
પ્રશ્ન 5.
પોલિમરાઇઝેશન પર્યાય વ્યાખ્યાયિત કરો.
ઉત્તર:
સહસંયોજક બંધ દ્વારા પુનરાવર્તિત બંધારણીય એકમો એકબીજા સાથે જોડાઈ એક અથવા વધારે મોનોમર એકમોમાંથી ઊંચા આણ્વીયદળવાળા પોલિમર બનાવવના પ્રક્રમને પોલિમરાઇઝેશન કહે છે.
પ્રશ્ન 6.
સમપોલિમર છે કે સહપોલિમર ?
ઉત્તર:
આ એકલ મોનોમ૨ એકમમાંથી મળે છે, તેથી તે સમપોલિમર છે.
પ્રશ્ન 7.
ઇલાસ્ટોમર શા માટે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે ?
ઉત્તર:
ઇલાસ્ટોમ૨ પોલિમરમાં પોલિમર શૃંખલાઓ નિર્બળ આંતર- આણ્વીયબળોથી જોડાયેલી હોવાથી તે પોલિમર ખેંચી શકાય છે. જ્યારે ખેંચાણબળ દૂર કરવામાં આવે ત્યારે શૃંખલાઓ વચ્ચેના તિર્યકબંધો તેમને પરત મૂળસ્થિતિમાં લાવે છે.
પ્રશ્ન 8.
તમે યોગશીલ અને સંઘનન પોલિમરાઇઝેશન વચ્ચે કેવી રીતે ભેદ પાડશો ?
ઉત્તર:
યોગશીલ પોલિમરાઇઝેશનમાં સમાન અને જુદાં-જુદાં મોનોમ૨ એકમોના અણુઓ એકબીજામાં ઉમેરાય છે અને ઘણો મોટો પોલિમર અણુ બનાવે છે. જ્યારે સંઘનન પોલિમરાઇઝેશન એવું પ્રક્રમ છે, જેમાં બે અથવા વધારે ત્રણ ક્રિયાશીલ અણુઓ સંઘનન પ્રક્રિયાઓની શ્રેણી દ્વારા કેટલાક સાદા અણુઓના વિલોપનથી પોલિમર બનાવે છે.
પ્રશ્ન 9.
સહપોલિમરાઇઝેશન પર્યાય સમજાવો અને બે ઉદાહરણ આપો.
ઉત્તર:
- સહપોલિમરાઇઝેશન એવું પ્રક્રમ છે જેમાં એક કે તેથી વધુ પ્રકારના મોનોમર સ્પિસીઝના મિશ્રણનું પોલિમરાઇઝ થયા બાદ તેમાંથી સહપોલિમર બને છે.
- સહપોલિમર શૃંખલામાં દરેક મોનોમરના અનેક એકમો હોય છે. ઉદાહરણ તરીકે બ્યુટા-1,3-ડાઇન અને સ્ટાયરિન તથા બ્યુટા-1,3-ડાઇન અને એસ્ક્રિલોનાઇટ્રાઇલ છે.
પ્રશ્ન 10.
ઇથીનના પોલિમરાઇઝેશન માટેની મુક્તમૂલક ક્રિયાવિધિ લખો.
ઉત્તર:
- આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં એક જ મોનોમરના અથવા જુદા-જુદા મોનોમરને વિપુલ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ત્યારે યોગશીલ પોલિમર બને છે.
- આ પ્રક્રિયામાં વપરાતા મોનોમર અસંતૃપ્ત સંયોજનો હોય છે. ઉદા., આલ્કીન, આલ્કાડાઇન અને તેમના વ્યુત્પન્નો.
- આ પ્રકારનું પોલિમરાઇઝેશન શૃંખલા લંબાઈમાં વધારો કરે છે અને શૃંખલા વૃદ્ધિની રચના કરે છે જે કાં તો મુક્તમૂલકોની રચનાથી અથવા આયનીય સ્પિસીઝની રચના મારફતે થાય છે.
- મુક્તમૂલક ક્રિયાવિધિ : ઘણા બધા આલ્કીન અથવા ડાઇન અને તેમનાં વ્યુત્પન્નો મુક્તમૂલક ઉત્પન્ન કરતાં પ્રારંભક(initiater) (ઉદ્દીપક) જેવાં કે બેન્ઝોઇલ પેરૉક્સાઇડ, એસિટાઇલ પેરૉક્સાઇડ, તૃતીયક બ્યુટાઇલ પેરૉક્સાઇડ વગેરેની હાજરીમાં પોલિમરાઇઝેશન પામે છે.
- ઉદાહરણ તરીકે ઇથીનમાંથી પૉલિથીનમાં પોલિમરાઇઝેશન, ઇથીનના થોડાક પ્રમાણમાં બેન્ઝોઇલ પેરૉક્સાઇડ પ્રારંભક સાથેના મિશ્રણને ગરમ કરવાથી અથવા પ્રકાશ સામે ખુલ્લા મૂકવાથી બને છે.
- પ્રક્રિયાનો પ્રથમ તબક્કો : પ્રક્રમની શરૂઆત પેરૉક્સાઇડમાંથી બનેલા મુક્તમૂલક ફિનાઇલની ઇથીનના દ્વિબંધ સાથેની યોગશીલ પ્રક્રિયાથી થાય છે. આથી નવો અને મોટો મુક્તમૂલક તૈયાર થાય ત્યારે આ તબક્કાને શૃંખલા પ્રારંભન તબક્કો કહે છે.
- પ્રક્રિયાનો સંચરણ તબક્કો : આ મુક્તમૂલક ઇથીનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બીજો મોટા કદનો મુક્તમૂલક રચાય છે. નવા અને મોટા મૂલકની રચનાનાં આ ક્રમનું પુનરાવર્તન પ્રક્રિયાને આગળ ધપાવે છે અને આ તબક્કાને શૃંખલા સંચરણ તબક્કો કહે છે.
- પ્રક્રિયાનો સમાપન તબક્કો : આ પ્રક્રિયામાં કોઈ એક તબક્કે આ રીતે બનતી મૂલક નીપજ બીજા મૂલક સાથે પ્રક્રિયા કરીને પૉલિથીન નીપજ બનાવે છે. આ તબક્કાને શૃંખલા સમાપન તબક્કો કહે છે.
પ્રશ્ન 11.
થરમોપ્લાસ્ટિક અને થરમોસેટિંગ પોલિમરનેં દરેકના બે ઉદાહરણો સાથે વ્યાખ્યાયિત કરો.
ઉત્તર:
- થરમૉપ્લાસ્ટિક પોલિમર : આ પોલિમર પદાર્થોને સામાન્ય તાપમાનેથી ઊંચા તાપમાને ગરમ કરતાં નરમ બને અને ઠંડા પાડતાં સખત બને અને જેને વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેને થરમૉપ્લાસ્ટિક પોલિમર કહે છે. ઉદા., પૉલિથીન, પોલિપ્રોપીન વગેરે.
- થરમૉસેટિંગ પોલિમર : આ પોલિમર પદાર્થોને સામાન્ય તાપમાનેથી ઊંચા તાપમાને ગરમ કરતાં તેના મિશ્રબંધિત જોડાણો વધે છે તેથી તે કઠિનતા પ્રાપ્ત કરી ફરીથી નરમ બની શકતો નથી તેને થરમૉસેટિંગ પોલિમર કહે છે. ઉદા., બેકેલાઇટ, મેલેમાઇન ફૉર્માલ્ડિહાઇડ
પ્રશ્ન 12.
નીચે દર્શાવલા પોલિમર મેળવવા માટે વપરાતા મોનોમર લખો :
(i) પોલિવિનાઇલ ક્લોરાઇડ
(ii) ટેફ્લોન
(iii) બેકેલાઇટ
ઉત્તર:
(i) પોલિવિનાઇલ ક્લોરાઇડનો મોનોમ૨ : CH2 = CHCl (વિનાઇલ ક્લોરાઇડ)
(ii) ટેક્લોનનો મોનોમર : CF2 = CF2 (ટેટ્રાફ્લોરોઇથીલીન)
(iii) બેકેલાઇટની બનાવટમાં HCHO (ફૉલ્ડિહાઇડ) અને C6H5OH (ફિનોલ) મોનોમર એકમો સંકળાયેલા હોય છે.
પ્રશ્ન 13.
મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશનમાં વપરાતા કોઇ એક સામાન્ય પ્રારંભકનું નામ અને બંધારણ લખો.
ઉત્તર:
પ્રશ્ન 14.
રબરના અણુમાં હાજર રહેલો દ્વિબંધ તેમના બંધારણ અને પ્રતિક્રિયાત્મકતાને કેવી રીતે અસર કરે છે ?
ઉત્તર:
- બંધારણીય દૃષ્ટિકોણથી કુદરતી રબર રેખીય સિસ-1,4- પોલિઆઇસોપ્રીન છે. આ પોલિમરમાં આઇસોપ્રીન એકમનો C2 અને C3 વચ્ચે દ્વિબંધો રહેલા હોય છે.
- દ્વિબંધ સંદર્ભનો આ સિસ વિન્યાસ નિર્બળ આંતરઆણ્વિય આકર્ષણના કારણે અસરકારક આકર્ષણ માટે શૃંખલાઓને એકબીજાની નજીક આવવા દેતા નથી. આમ, કુદરતી રબર ગૂંચળાકાર બંધારણ ધરાવે છે અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.
પ્રશ્ન 15.
રબરના વલ્કેનાઇઝેશનના મુખ્ય હેતુની ચર્ચા કરો.
ઉત્તર:
કુદરતી રબર ઊંચા તાપમાને (>335K) નરમ અને નીચા તાપમાને (< 283K) બરડ બને છે અને પાણીનું શોષણ કરવાની ઊંચી ક્ષમતા ધરાવતું હોવાથી તે અશ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે અને ઑક્સિડેશનકર્તાઓના હુમલા સામે બિનપ્રતિકારક છે. જેથી આ ભૌતિક ગુણધર્મોમાં સુધારા માટે વલ્કેનાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવે છે.
પ્રશ્ન 16.
નાયલૉન-6 અને નાયલોન-6,6 ના મોનોમર આવર્તનીય એકમો કયા છે ?
ઉત્તર:
- નાયલૉન-6 પોલિમરનો પુનરાવર્તિત મોનોમર એકમ : [NH – (CH2)5 – CO]
- નાયલૉન-6,6 પોલિમર પુનરાવર્તિત મોનોમરના બે એકમો હેક્ઝામિથિલન ડાયએમાઇન અને એડિપિક ઍસિડમાંથી બનાવવામાં આવે છે.
[NH – (CH2)6 – NH – CO – (CH2)4 – CO]
પ્રશ્ન 17.
નીચેના પોલિમરના મોનોમરના નામ અને બંધારણ લખો :
(i) જુના-S
(ii) બ્યુના-N
(iii) ડેક્રોન
(iv) નીયોપ્રીન
ઉત્તર:
પેટાપ્રશ્ન : ટેરીલીનનાં મોનોમરનાં નામ લખી તેના બંધારણીય સૂત્રો દર્શાવો.
ઉત્તર:
પ્રશ્ન 18.
નીચેના પોલિમરના બંધારણમાંનો મોનોમર ઓળખી બતાવોઃ
ઉત્તર:
(i)
આ બંધારણમાં આવતા મોનોમર એકમો નીચે મુજબ છે :
- HOOC-(CH2)8 – COOH
- હેક્ઝામિથિલિન ડાયએમાઇન H2N – CH2)6 – NH
(ii)
આ બંધારણમાં આવતા મોનોમર એકમો નીચે મુજબ છે :
- મધ્યવર્તી રેઝિન :
- ફૉર્માલ્ડિહાઇડ : HCHO
પ્રશ્ન 19.
ઇથીલીન ગ્લાયકોલ અને ટેરેસ્થેલિક ઍસિડમાંથી ડેક્રોન કેવી રીતે મેળવાય છે ?
ઉત્તર:
ડેક્રોનની બનાવટ માટેનું સમીકરણ :
પ્રશ્ન 20.
જૈવવિઘટનીય પોલિમર શું છે ? જૈવવિઘટનીય એલિફેટિક પોલિએસ્ટરનું ઉદાહરણ આપો.
ઉત્તર:
- મોટાભાગના પોલિમર પર્યાવરણીય વિઘટનીય પ્રક્રિયાઓ સામે ખૂબ જ પ્રતિકારક હોય છે અને તેથી નકામા પોલિમરીય ઘન પદાર્થોના સંચય માટે જવાબદાર છે, જે ગંભીર વાતાવરણીય સમસ્યાઓ ઊભી કરે છે અને લાંબા સમય સુધી અવિઘટનીય સ્વરૂપમાં રહે છે.
- આવા નકામા ઘન કચરાને લીધે ઊભી થયેલી સમસ્યાઓ સામે સામાન્ય જાગૃતિ લાવવા માટે નવા જૈવિઘટનીય સાંશ્લેષિત પોલિમરના નિર્માણ અને વિકાસ કરવામાં આવ્યા છે. ઉદા., PHBV અને નાયલૉન-2-નાયલૉન-6
GSEB Class 12 Chemistry પોલિમર NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર-I)
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયો ગ્લુકોઝનો પોલિમર પ્રાણીમાં સંગ્રહિત હોય છે ?
(A) સેલ્યુલોઝ
(B) એમાઇલોઝ
(C) એમાઇલોપેક્ટીન
(D) ગ્લાયકોજન
જવાબ
(D) ગ્લાયકોજન
ગ્લુકોઝના પોલિમર ગ્લાયકોજનનું પ્રાણીઓનાં યકૃતમાં, મગજમાં તથા સ્નાયુઓમાં સંગ્રહ થાય છે.
પ્રશ્ન 2.
નીચેના પૈકી કયો અર્ધસાંશ્લેષિત પોલિમર નથી ?
(A) સિસ-પોલિઆઇસોપ્રીન
(B) સેલ્યુલોઝ નાઇટ્રેટ
(C) સેલ્યુલોઝ એસિટેટ
(D) વલ્કેનાઇઝ્ડ રબર
જવાબ
(A) સિસ-પોલિઆઇસોપ્રીન
સેલ્યુલોઝ નાઇટ્રેટ, સેલ્યુલોઝ એસિટેટ તથા વલ્કેનાઇઝ્ડ રબર એ ત્રણ અર્ધસાંશ્લેષિત પોલિમર છે જ્યારે સિસ-પોલિઆઇસોપ્રીન એ અર્ધસાંશ્લેષિત પોલિમર નથી.
પ્રશ્ન 3.
પોલિએક્રિલોનાઇટ્રાઇલનું વ્યાપારિક નામ કયું છે ?
(A) ડેક્રોન
(B) ઓર્લોન
(C) PVC
(D) બેકેલાઇટ
જવાબ
(B) ઓર્લોન
પોલિએક્રિલોનાઇટ્રાઇલનું ઔદ્યોગિક નામ ઓર્લોન છે.
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયો બાયોડિગ્રેડેબલ પોલિમર છે ?
જવાબ
આપેલ પોલિમર એ પોલિ-β-હાઇડ્રૉક્સિબ્યુટિરેટ-કો-β-હાઇડ્રૉક્સિ વેલેરેટ (PHBV) છે, જે એક જૈવવિઘટનીય પોલિમર છે.
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયા પોલિમરનો મોનોમર એકમ ઇથીલીન ગ્લાયકોલ છે ?
જવાબ
ઉપર દર્શાવેલ પોલિમર એ મોનોમર ઇથીલીન ગ્લાયકોલ તથા પ્થલિક ઍસિડ દ્વારા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા વડે પાણીનો અણુ દૂર થઈ બને છે.
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું વિધાન નીચી ઘનતાવાળા પોલિથીન (LDP) માટે સાચું નથી ?
(A) ખડતલ
(B) કઠણ
(C) વિદ્યુતના મંદવાહક (અર્ધવાહક)
(D) ભારે શૃંખલાવાળું બંધારણ
જવાબ
(D) ભારે શૃંખલાવાળું બંધારણ
નીચી ઘનતાવાળું પોલિમર ઓછી શાખાઓવાળું બંધારણ છે, ભારે શૃંખલાવાળું બંધારણ નહીં.
પ્રશ્ન 7.
પોલિમરનો મોનોમર એકમ ………………………. છે.
જવાબ
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયો પોલિમર આપેલા મોનોમરના ઉપયોગથી બનશે ?
(A) નાયલૉન-6, 6
(B) નાયલૉન-2-નાયલૉન-6
(C) મેલામાઇન પોલિમર
(D) નાયલૉન-6
જવાબ
(D) નાયલૉન-6
બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર-II)
નીચેના પ્રશ્નોમાં બે કે વધારે વિકલ્પો સાચા હોઈ શકે છે.
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયા પોલિમર બનાવવા માટે ઓછામાં ઓછો એક ડાઇન મોનોમર જોઈએ ?
(A) ડેક્રોન
(B) બ્યુના-S
(C) નીયોપ્રીન
(D) નોવોલેક
જવાબ
(B, C)
પ્રશ્ન 2.
નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓ થરમૉસેટિંગ પોલિમરની છે ?
(A) ભારે શાખા ધરાવતા મિશ્રબંધિત પોલિમર
(B) રેખીય હળવી (ટૂંકી) શાખા ધરાવતા લાંબી શૃંખલાવાળા અણુઓ
(C) મોલ્ડિંગ કરતાં અનિવાર્ય બને તેથી પુનઃઉપયોગ ન થાય.
(D) ગરમ કરતાં નરમ અને ઠંડું પાડતાં કઠણ બને, પુનઃઉપયોગ કરી શકાય.
જવાબ
(A, C)
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયા પોલિમર થરમોપ્લાસ્ટિક છે ?
(A) ટેલોન
(B) પોલિક્લોરોપ્રીન
(C) નીયોપ્રીન
(D) ટેરીલીન
જવાબ
(A, D)
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયા પોલિમર રેસાઓ તરીકે વપરાય છે ?
(A) પોલિટેટ્રાફ્લોરો ઇથેન
(B) કુદરતી રબર
(C) નાયલૉન
(D) પોલિસ્ટાયરીન
જવાબ
(C, D)
નાયલૉન તથા ટેરીલીન તેમાં રહેલા પ્રબળ આંતરઆણ્વીય બળ જેવા કે H-બંધના કારણે સ્ફટિક પ્રકારનું બંધારણ ધરાવે છે જેથી તેના રેસાઓ ખૂબ જ મજબૂત બને છે અને રેસાઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયા યોગશીલ પોલિમર છે ?
(A) નાયલૉન
(B) મેલામાઇન ફૉર્માલ્ડિહાઇડ રેઝિન
(C) ઓર્લોન
(D) પોલિસ્ટાયરીન
જવાબ
(C, D)
પ્રશ્ન 6.
નીચેનામાંથી સંઘનન પોલિમર કયા છે ?
(A) બેકેલાઇટ
(B) ટેલોન
(C) બ્યુટાઇલ રબર
(D) મેલામાઇન ફૉર્માલ્ડિહાઇડ રેઝિન
જવાબ
(A, D)
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા મોનોમર બાયોડિગ્રેડેબલ પોલિમર બનાવે છે ?
(A) 3-હાઇડ્રૉક્સિ બ્યુટેનોઇક ઍસિડ + 3-હાઇડ્રૉક્સિ પેન્ટેનોઇક ઍસિડ
(B) ગ્લાયસીન + એમિનો કેપ્રોઇક ઍસિડ
(C) ઇથીલીન ગ્લાયકોલ + થેલિક ઍસિડ
(D) કેપ્રોલેક્ટમ
જવાબ
(A, B)
(A) આપેલ મોનોમર 3-હાઇડ્રૉક્સિ બ્યુટેનોઇક ઍસિડ અને 3-હાઇડ્રૉક્સિ પેન્ટેનોઇક ઍસિડ દ્વારા PHBV પોલિમર મળે છે જે જૈવવિઘટનીય છે.
(B) ગ્લાયસીન અને એમિનોકેપ્રોઇક ઍસિડથી બનતો પોલિમર નાયલૉન-2, નાયલૉન-6 જૈવવિઘટનીય પોલિમર છે.
પ્રશ્ન 8.
નીચેનાં પૈકી કયા ઉદાહરણ સાંશ્લેષિત રબરનાં છે ?
(A) પોલિક્લોરોપ્રીન
(B) પોલિએક્રિલોનાઇટ્રાઇલ
(C) બ્યુના-N
(D) સિસ-પોલિઆઇસોપ્રીન
જવાબ
(A, C)
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયા પોલિમરમાં પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળો હોય છે ?
(A) નાયલૉન
(B) પોલિસ્ટાયરીન
(C) રબર
(D) પોલિએસ્ટર
જવાબ
(A, D)
પ્રશ્ન 10.
નીચેના પૈકી પોલિમરનો મોનોમર એકમ વિનાઇલિક છે ?
(A) એક્રિલેન
(B) પોલિસ્ટાયરીન
(C) નાયલૉન
(D) ટેલોન
જવાબ
(A, B, D)
પ્રશ્ન 11.
વલ્કેનાઇઝેશન રબરને ………………….. બનાવે છે.
(A) વધુ ઇલાસ્ટિક (સ્થિતિસ્થાપક)
(B) અકાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય
(C) સ્ફટિક
(D) વધુ સખત
જવાબ
(A, D)
વલ્કેનાઇઝેશનને લીધે સલ્ફર પ્રતિક્રિયાત્મક દ્વિબંધના સ્થાને તિર્થંક બંધન રચે છે. આથી તેની ખેંચાણક્ષમતા વધે છે તથા તે વધારે દઢ બને છે.
ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
2-મિથાઇલ-1, 3-બ્યુટાડાઇનની કુદરતી રેખીય પોલિમરને 373 K થી 415K તાપમાને સલ્ફર સાથે ગરમ કરતાં કઠણ બને છે અને શૃંખલાઓ વચ્ચે -S-S- બંધ બંને છે. નીપજનું બંધારણ લખો.
ઉત્તર:
આ પ્રક્રિયાને રબરનું વલ્કેનાઇઝેશન કહે છે અને નીપજને વલ્કેનાઇઝ્ડ રબર કહે છે તેનું બંધારણ નીચે મુજબ છે :
પ્રશ્ન 2.
પોલિમરનો પ્રકાર ઓળખો :
– A – A – A – A – A – A –
ઉત્તર:
અહીં આપેલ પોલિમર સમપોલિમર (Homopolymer) છે, કેમ કે તેમાં બધા જ ઘટકો એક જ પ્રકારના છે.
પ્રશ્ન 3.
પોલિમરનો પ્રકાર ઓળખો :
– A – B – B – A – A – A – B – A –
ઉત્તર:
અહીં આપેલ પોલિમર એ સહપોલિમર (Co-polymer) પ્રકારનો છે, કારણ કે તેમાં બે જુદા જુદા મોનોમરના યોગશીલ પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાય છે.
પ્રશ્ન 4.
નીચેનાને કયા પ્રકારનાં મૂકશો શૃંખલાવૃદ્ધિ પોલિમરાઇઝેશન કે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન ?
ઉત્તર:
ઉપરની પ્રક્રિયા શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય છે, કારણ કે તેમાં પાણી, મિથેનોલ જેવા કોઈ નાના અણુઓ મુક્ત થતા નથી.
પ્રશ્ન 5.
નીચેની આકૃતિ પરથી પોલિમરનો પ્રકાર ઓળખો :
ઉત્તર:
ઉપર દર્શાવેલ રચના તિર્યક બંધન ધરાવતું પોલિમર અથવા જાળીદાર મિશ્રબંધિત પોલિમર છે.
પ્રશ્ન 6.
નીચેના પોલિમરને ઓળખો :
ઉત્તર:
ઉપર જણાવેલ પોલિમર સિસ-પોલિઆઇસોપ્રીન છે જે 2-મિથાઇલબ્યુટા-1, 3-ડાઇનની યોગશીલ પ્રક્રિયા દ્વારા બને છે.
પ્રશ્ન 7.
રબરને ઇલાસ્ટોમર કેમ કહે છે ?
ઉત્તર:
રબર પર બળ લગાડતાં તેનો આકાર બદલાય છે અને આ બાહ્યબળ દૂર કરતાં મૂળ સ્થિતિમાં પાછો આવે છે. આથી રબરને ઇલાસ્ટોમર પદાર્થ કહેવાય છે.
પ્રશ્ન 8.
ઉત્સેચકને પોલિમર કહી શકાય ?
ઉત્તર:
ઉત્સેચકોને પોલિમર કહી શકાય છે કેમ કે તે પ્રોટીનના બનેલા હોય છે અને પ્રોટીન એ એમિનો ઍસિડના પોલિમર છે.
પ્રશ્ન 9.
ન્યુક્લિઍસિડ, પ્રોટીન અને સ્ટાર્ચને તબક્કા વૃદ્ધિ પોલિમર ગણી શકાય ?
ઉત્તર:
ન્યુક્લિકઍસિડ, પ્રોટીન અને સ્ટાર્ચને આપણે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશનથી બનતા પોલિમર ગણી શકીએ છીએ કારણ કે તેમની પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન પાણી અથવા પાણી જેવો તટસ્થ અણુ ઉત્પન્ન થાય છે, જેથી તેને સંઘનન પોલિમર પણ ગણી શકીએ છીએ.
પ્રશ્ન 10.
નીચેનું મધ્યવર્તી રેઝિન કેવી રીતે બને છે અને આ મોનોમર વડે કયો પોલિમર બનશે ?
ઉત્તર:
મેલામાઇન તથા ફૉર્માલ્ડિહાઇડ વચ્ચે પ્રક્રિયા નીચે મુજબ થાય છે :
પ્રશ્ન 11.
રબરના પ્રાયોગિક ઉપયોગ માટે મિશ્ર બંધન કેમ જરૂરી છે ?
ઉત્તર:
રબરમાં ઉમેરવામાં આવેલા મિશ્ર બંધનથી રબર પર લગાડેલ બળ દૂર કરવામાં આવે ત્યારે મૂળ સ્થિતિમાં લઈ જવામાં મદદરૂપ થાય છે. આથી તેની ખેંચાણશક્તિ વધારવા માટે રબરના પ્રાયોગિક ઉપયોગ માટે મિશ્ર બંધન જરૂરી છે.
પ્રશ્ન 12.
સિસ-પોલિઆઇસોપ્રીન ઇલાસ્ટિક (સ્થિતિસ્થાપક) ગુણધર્મ કેમ ધરાવે છે ?
ઉત્તર:
સિસ-પોલિઆઇસોપ્રીન એ કુદરતી રબર તરીકે જાણીતું છે. તેમની પોલિમર શાખાઓ વચ્ચે નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ લાગતું હોવાથી તેમાં ઇલાસ્ટોમર ગુણધર્મ જોવા મળે છે.
પ્રશ્ન 13.
HDP અને LDP વચ્ચે બંધારણનો શો તફાવત છે? પોલિમરની અલગ વર્તણૂક, સ્વભાવ અને ઉપયોગને બંધારણ કેવી રીતે અસર કરે છે ?
ઉત્તર:
HDPમાં (ઉચ્ચ ઘનતા પૉલિથીન) રેખીય રીતે અણુઓ જોડાય છે અને સંવૃત સંકુલના કારણે તેઓ ઉચ્ચ ઘનતા ધરાવે છે અને આના કારણે તેઓ અર્ધપારદર્શક બને છે અને અર્ધપારદર્શક પદાર્થોની બનાવટમાં તે વપરાય છે. જ્યારે LDP (નિમ્ન ઘનતા પૉલિથીનમાં) વધુ શાખીય બંધારણ જોવા મળે છે. આથી તે સંવૃત સંકુલ બનાવી શકતો નથી. આથી LDP એ પારદર્શક ગુણધર્મ ધરાવે છે અને પારદર્શક પદાર્થો બનાવવા માટે તે ઉપયોગી છે.
પ્રશ્ન 14.
આલ્કીનના યોગશીલ પોલિમરાઇઝેશનમાં બેન્ઝોઇલ પેરોક્સાઇડનું મહત્ત્વ શું છે ? તેની ક્રિયાવિધિ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર:
બેન્ઝોઇલ પેરૉક્સાઇડનો મુખ્ય ઉપયોગ આલ્કીનની મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા શરૂ કરવાનો છે. આપણે અહીં ઇથીન મોનોમરમાંથી બનતા પૉલિથીનના ઉદાહરણ દ્વારા બેન્ઝોઇલ પેરૉક્સાઇડનો ઉપયોગ સમજીશું.
(i) શૃંખલા પ્રારંભન તબક્કો :
(ii) શૃંખલા સંચરણ તબક્કો :
(iii) શૃંખલા સમાપન તબક્કો :
પ્રશ્ન 15.
કયા પરિબળ નાયલોન જેવા પોલિમરને સ્ફટિકીય પ્રકૃતિ આપે છે ?
ઉત્તર:
નાયલૉન રેસાઓ ઊંચું તનનબળ ધરાવે છે, આ લાક્ષણિકતાઓમાં પ્રબળ આંતરઆણ્વીય બળો જેવા કે હાઇડ્રોજન બંધનો ફાળો પણ હોય છે. આ પ્રબળ બળોથી શૃંખલાઓ સંવૃત સંકુલમાં પરિણમે છે અને તેથી સ્ફટિકમય ગુણધર્મ દાખલ થાય છે.
પ્રશ્ન 16.
લેમિનેટેડ શીટ બનાવવા વપરાતા પોલિમરનું નામ જણાવો અને આ પોલિમરના મોનોમરનું નામ લખો.
ઉત્તર:
યુરિયા-ફૉલ્ડિહાઇડ રેઝિન પોલિમરનો ઉપયોગ લેમિનેટેડ શીટ બનાવવામાં થાય છે, તે મોનોમર યુરિયા અને ફૉર્માલ્ડિહાઇડમાંથી મેળવવામાં આવે છે.
પ્રશ્ન 17.
સાંશ્લેષિત પોલિએમાઇડ સાથે કેટલીક બંધારણીય સમાનતા કયા પ્રકારના જૈવિક અણુઓ ધરાવે છે. આ સમાનતા કઈ છે ?
ઉત્તર:
સાંશ્લેષિત પોલિએમાઇડમાં રહેલ એમાઇડ સાંકળ પ્રોટીનમાં રહેલા પોલિપેપ્ટાઇડના પેપ્ટાઇડ બંધને મળતી આવે છે.
પ્રશ્ન 18.
મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશનમાં વપરાતા મોનોમર અતિશુદ્ધ હોવા જોઇએ. કેમ ?
ઉત્તર:
મુક્તમૂલક ક્રિયાવિધિમાં હંમેશાં મોનોમર શુદ્ધ સ્વરૂપે વાપરવો જોઈએ. જો તેમાં થોડી પણ અશુદ્ધિ હોય તો તે અવરોધક બને છે તેથી તેના દ્વારા બનતા પોલિમરની શૃંખલા ખૂબ જ ટૂંકી થાય છે.
જોડકાં પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
કૉલમ – Iના પોલિમર અને કૉલમ – IIમાં તેમના મોનૌરને યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(A) ઊંચી ઘનતાવાળું પોલિથીન (HDP) | (i) આઇસોપ્રીન |
(B) નીયોપ્રીન | (ii) ટેટ્રાફ્લોરોઇથિન |
(C) કુદરતી રબર | (iii) ક્લોરોપ્રીન |
(D) ટેલોન | (iv) એક્રિલોનાઇટ્રાઇલ |
(E) એક્રિલેન | (v) ઇથીન |
ઉત્તર:
(A – v), (B – iii), (C – i), (D – ii), (E – iv)
કોલમ – I | કોલમ – II |
(A) ઊંચી ઘનતાવાળું પોલિથીન (HDP) | (v) ઇથીન |
(B) નીયોપ્રીન | (iii) ક્લોરોપ્રીન |
(C) કુદરતી રબર | (i) આઇસોપ્રીન |
(D) ટેલોન | (ii) ટેટ્રાફ્લોરોઇથિન |
(E) એક્રિલેન | (iv) એક્રિલોનાઇટ્રાઇલ |
પ્રશ્ન 2.
કૉલમ – Iના પોલિમર અને કૉલમ – IIમાં રાસાયણિક નામ સાથે યોગ્ય રીતે જોડો.
કૉલમ – I | કૉલમ – II |
(A) નાયલૉન-6 | (i) પોલિવિનાઇલ ક્લોરાઇડ |
(B) PVC | (ii) પોલિએક્રિલોનાઇટ્રાઇલ |
(C) એક્રિલેન | (iii) પોલિકેપ્રોલેક્ટમ |
(D) કુદરતી રબર | (iv) નીચી ઘનતાવાળો પોલિમર |
(E) LDP | (v) સિસ-પોલિઆઇસોપ્રીન |
ઉત્તર:
(A – iii), (B – i), (C – ii), (D – v), (E – iv)
કૉલમ – I | કૉલમ – II |
(A) નાયલૉન-6 | (iii) પોલિકેપ્રોલેક્ટમ |
(B) PVC | (i) પોલિવિનાઇલ ક્લોરાઇડ |
(C) એક્રિલેન | (ii) પોલિએક્રિલોનાઇટ્રાઇલ |
(D) કુદરતી રબર | (v) સિસ-પોલિઆઇસોપ્રીન |
(E) LDP | (iv) નીચી ઘનતાવાળો પોલિમર |
પ્રશ્ન 3.
કૉલમ – Iમાં આપેલા પોલિમર અને કૉલમ – IIમાં આપેલા વ્યાપારિક નામ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ – I | કૉલમ – II |
(A) ગ્લાયકોલ અને થેલિક એસિડનો પોલિએસ્ટર | (i) નોવોલેક |
(B) 1-3-બ્યુટાડાઇન અને સ્ટાયરીનનો કોપોલિમર | (ii) સ્લિપ્ટાલ |
(C) ફિનોલ અને ફૉર્માલ્ડિહાઇડનો રેઝિન | (iii) જુના-S |
(D) ગ્લાયકોલ અને ટેરેસ્થેલિક એસિડનો પોલિએસ્ટર | (iv) ચુના-N |
(E) 1-3-બ્યુટાડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલનો કોપોલિમર | (v) ડેક્રોન |
ઉત્તર:
(A – ii), (B – iii), (C – i), (D – v), (E – iv)
કોલમ – I | કૉલમ – II |
(A) ગ્લાયકોલ અને થેલિક એસિડનો પોલિએસ્ટર | (ii) સ્લિપ્ટાલ |
(B) 1-3-બ્યુટાડાઇન અને સ્ટાયરીનનો કોપોલિમર | (iii) જુના-S |
(C) ફિનોલ અને ફૉર્માલ્ડિહાઇડનો રેઝિન | (i) નોવોલેક |
(D) ગ્લાયકોલ અને ટેરેસ્થેલિક એસિડનો પોલિએસ્ટર | (v) ડેક્રોન |
(E) 1-3-બ્યુટાડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલનો કોપોલિમર | (iv) ચુના-N |
પ્રશ્ન 4.
કોલમ – Iમાં આપેલા પોલિમરને કૉલમ – IIમાં આપેલા તેના યોગ્ય ઉપયોગને યોગ્ય રીતે જોડો :
કોલમ – I | કોલમ – II |
(A) બેકેલાઇટ | (i) અનબ્રેકેબલ ક્રોકરી |
(B) LDP | (ii) નોન-સ્ટીક રસોઈનાં સાધનો |
(C) મેલેમાઇન-ફોર્માલ્ડિહાઇડ રેઝન | (iii) પેકિંગ મટિરિયલ્સ |
(D) નાયલોન-6 | (iv) ઇલેક્ટ્રિકલ સ્વિચ |
(E) પોલિટેટ્રાફ્લોરોઇથેન | (v) ક્વિઝ બોટલ્સ |
(F) પોલિસ્ટાયરીન | (vi) ટાયર, દોરડાં |
ઉત્તર:
(A – iv), (B – v), (C – i), (D – vi), (E – ii), (F – iii)
કોલમ – I | કોલમ – II |
(A) બેકેલાઇટ | (iv) ઇલેક્ટ્રિકલ સ્વિચ |
(B) LDP | (v) ક્વિઝ બોટલ્સ |
(C) મેલેમાઇન-ફોર્માલ્ડિહાઇડ રેઝન | (i) અનબ્રેકેબલ ક્રોકરી |
(D) નાયલોન-6 | (vi) ટાયર, દોરડાં |
(E) પોલિટેટ્રાફ્લોરોઇથેન | (ii) નોન-સ્ટીક રસોઈનાં સાધનો |
(F) પોલિસ્ટાયરીન | (iii) પેકિંગ મટિરિયલ્સ |
પ્રશ્ન 5.
કૉલમ – Iમાં આપેલા પોલિમર અને કૉલમ – IIમાં આપેલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને યોગ્ય રીતે જોડો :
કોલમ – I | કોલમ – II |
(A) નાયલોન-6, 6 | (i) મુક્તમૂલક પોલિમરાઇઝેશન |
(B) PVC | (ii) ઝિગ્લર-નાટા પોલિમરાઇઝેશન અથવા કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન |
(C) HDP | (iii) એનાયનિક પોલિમરાઇઝેશન |
(iv) સંઘનન પોલિમરાઇઝેશન |
ઉત્તર:
(A – iv), (B – i), (C – ii)
કોલમ – I | કોલમ – II |
(A) નાયલોન-6, 6 | (iv) સંઘનન પોલિમરાઇઝેશન |
(B) PVC | (i) મુક્તમૂલક પોલિમરાઇઝેશન |
(C) HDP | (ii) ઝિગ્લર-નાટા પોલિમરાઇઝેશન અથવા કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન |
પ્રશ્ન 6.
કોલમ – Iમાં આપેલા પોલિમર અને કૉલમ – IIમાં આપેલ તેમાં રહેલો જોડાણના પ્રકારને યોગ્ય રીતે જોડો :
કૉલમ – I | કોલમ – II |
(A) ટેરીલીન | (i) ગ્લાયકોસિડિક જોડાણ (સાંકળ) |
(B) નાયલોન | (ii) એસ્ટર જોડાણ (સાંકળ) |
(C) સેલ્યુલોઝ | (iii) ફૉસ્ફોડાયએસ્ટર જોડાણ (સાંકળ) |
(D) પ્રોટીન | (iv) એમાઇડ જોડાણ (સાંકળ) |
(E) RNA |
ઉત્તર:
(A – ii), (B – iv), (C – i), (D – iv), (E – iii)
કૉલમ – I | કોલમ – II |
(A) ટેરીલીન | (ii) એસ્ટર જોડાણ (સાંકળ) |
(B) નાયલોન | (iv) એમાઇડ જોડાણ (સાંકળ) |
(C) સેલ્યુલોઝ | (i) ગ્લાયકોસિડિક જોડાણ (સાંકળ) |
(D) પ્રોટીન | (iv) એમાઇડ જોડાણ (સાંકળ) |
(E) RNA | (iii) ફૉસ્ફોડાયએસ્ટર જોડાણ (સાંકળ) |
પ્રશ્ન 7.
કૉલમ – Iમાં આપેલી વસ્તુઓને અને કૉલમ – IIમાં આપેલ પોલિમરને યોગ્ય રીતે જોડો :
કોલમ – I | કૉલમ – II |
(A) કુદરતી રબર લેટેક્ષ | (i) નાયલોન |
(B) લાકડાના લેમિનેટ્સ | (ii) નીયોપ્રીન |
(C) દોરડાં અને રેસાઓ | (iii) ડેક્રોન |
(D) પોલિએસ્ટર કપડાં | (iv) મેલેમાઇન ફૉર્માલ્ડિહાઇડ રેઝિન |
(E) સાંશ્લેષિત રબર | (v) યુરિયા ફૉર્માલ્ડિહાઇડ રેઝિન |
(F) અનબ્રેકેબલ ક્રોકરી | (vi) સિસ-પોલિઆઇસોપ્રીન |
ઉત્તર:
(A – vi), (B – v), (C – i), (D – iii), (E – ii), (F – iv)
કોલમ – I | કૉલમ – II |
(A) કુદરતી રબર લેટેક્ષ | (vi) સિસ-પોલિઆઇસોપ્રીન |
(B) લાકડાના લેમિનેટ્સ | (v) યુરિયા ફૉર્માલ્ડિહાઇડ રેઝિન |
(C) દોરડાં અને રેસાઓ | (i) નાયલોન |
(D) પોલિએસ્ટર કપડાં | (iii) ડેક્રોન |
(E) સાંશ્લેષિત રબર | (ii) નીયોપ્રીન |
(F) અનબ્રેકેબલ ક્રોકરી | (iv) મેલેમાઇન ફૉર્માલ્ડિહાઇડ રેઝિન |
પ્રશ્ન 8.
કૉલમ – Iમાં આપેલા પોલિમર અને કૉલમ – IIમાં આપેલા આવર્તનીય એકમને યોગ્ય રીતે જોડો :
ઉત્તર:
(A – iv), (B – i), (C – ii), (D – v), (E – iii)
વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો
નીચે વિધાન (A) અને પછી કારણ (R) આપેલાં છે. નીચેના જવાબોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
(A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
(B) વિધાન (A) અને કારણ (B) બંને સાચાં છે.
(C) વિધાન (A) સાચું છે પરંતુ કારણ (R) ખોટું છે.
(D) વિધાન (A) ખોટું છે પરંતુ કારણ (R) સાચું છે.
(E) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી નથી.
પ્રશ્ન 1.
વિધાન (A) : રેયોન અર્ધસાંશ્લેષિત પોલિમર છે અને સુતરાઉ કાપડનો યોગ્ય વિકલ્પ છે.
કારણ (R) : સેલ્યુલોઝની યાંત્રિક અને સૌંદર્યલક્ષી ગુણધર્મમાં એસિટાઇલેશનથી સુધારો થાય છે.
જવાબ
(B) વિધાન (A) અને કારણ (B) બંને સાચાં છે.
રેયૉન એ સાંશ્લેષિત પોલિમર છે વળી તે સાદા રૂના રેસાઓ કરતાં વધારે ઉપયોગી છે. કુદરતી રૂમાં સેલ્યુલોઝ હોય છે અને તેના યાંત્રિક તથા દેખાવલક્ષી ગુણધર્મમાં વધારો કરવા માટે તેનું એસાઇલેશન કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
વિધાન (A) : મોટાભાગના સાંશ્લેષિત પોલિમર બાયોડિગ્રેડેબલ નથી.
કારણ (R) : પોલિમરાઇઝેશન પદ્ધતિથી કાર્બનિક અણુમાં વિષાલુ લાક્ષણિકતા દાખલ થાય છે.
જવાબ
(D) વિધાન (A) ખોટું છે પરંતુ કારણ (B) સાચું છે.
મોટાભાગના સાંશ્લેષિત પોલિમર જૈવઅવિઘટનીય પોલિમર છે, કારણ કે તેનું જૈવિક બૅક્ટેરિયા વડે સહેલાઈથી વિઘટન થઈ શકતું નથી. તે પર્યાવરણ પ્રત્યે જોખમી હોય છે.
પ્રશ્ન 3.
વિધાન (A) : ઓલેફિન્સ મોનોમર યોગશીલ પોલિમરાઇઝેશનને અનુસરે
કારણ (R) : વિનાઇલ ક્લોરાઇડનું પોલિમરાઇઝેશન પેરૉક્સાઇડ / પરસલ્ફેટથી શરૂ થાય છે.
જવાબ
(A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
ઓલેફિન્સ (આલ્કીન) મોનોમર યોગશીલ પ્રક્રિયા આપે છે, કારણ કે તેમાં આલ્કીન મોનોમરને મુક્તમૂલક પ્રક્રિયા દ્વારા પેરૉક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં તેમાં રહેલા દ્વિબંધને તોડી લાંબી શૃંખલા બનાવવામાં આવે છે.
પ્રશ્ન 4.
વિધાન (A) : ઊંચી પ્રતિકારક પ્રબળતાના કારણે પોલિ-એમાઇડનો ઉપયોગ રેસાઓ તરીકે થાય છે.
કારણ (R) : પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળો (જેવા કે એમાઇડ સંયોજનમાં રહેલા હાઇડ્રોજન બંધ) શ્રૃંખલાઓની ક્લોઝ પેકિંગ રચના કરે છે અને સ્ફટિકીય લાક્ષણિકતા વધારે છે. આથી પોલિમરને ઊંચી પ્રતિકારક પ્રબળતા આપે છે.
જવાબ
(B) વિધાન (A) અને કારણ (B) બંને સાચાં છે.
ઉચ્ચ તણાવક્ષમતાના કારણે પોલિએમાઇડ એ રેસાઓ તરીકે ઉપયોગી છે, કારણ કે તેમાં રહેલા પ્રબળ આંતરઆણ્વીય બળોના કારણે તેની શાખાઓ સંવૃત થાય છે અને સંવૃત સંકુલનમાં પરિણમે છે અને તેથી સ્ફટિકમય સ્વભાવ દાખલ થાય છે.
પ્રશ્ન 5.
વિધાન (A) : સાંશ્લેષિત રીતે રબર બનાવવા આઇસોપ્રીન અણુનું પોલિમરાઇઝેશન કરવામાં આવે છે.
કારણ (R) : નીયોપ્રીન (ક્લોરોપ્રીનનો પોલિમર)એ સાંશ્લેષિત રબર છે.
જવાબ
(E) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી નથી.
સાચું વિધાન આ રીતે રજૂ કરાય કે નીયોપ્રીન એ કુદરતી રબર છે, જે ક્લોરોપ્રીનના પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બને છે.
પ્રશ્ન 6.
વિધાન (A) : જાળીદાર પોલિમર થરમૉસેટિંગ છે.
કારણ (R) : જાળીદાર પોલિમર ઊંચું આણ્વીયદળ ધરાવે છે.
જવાબ
(A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
જાળીદાર પોલિમ૨ થરમૉસેટિંગ પ્રકારના પોલિમર છે, કારણ કે તેઓને એક વાર બનાવ્યા પછી ફરી વખત ગરમી આપતા પીગળતા નથી કારણ કે તેમાં પ્રબળ તિર્યક બંધન રચાયેલું હોય છે આથી તે ગરમી આપતા પણ નરમ બનતું નથી.
પ્રશ્ન 7.
વિધાન (A) : પોલિટેટ્રાફ્લોરોઇથીનનો ઉપયોગ રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવામાં થાય છે.
કારણ (R) : ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધારે છે.
જવાબ
(A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
પોલિટેટ્રાફ્લોરોઇથીન (ટેલોન)નો ઉપયોગ નોન-સ્ટિક સપાટી ધરાવતા વાસણોના સીલ બનાવવામાં થાય છે. કારણ કે તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને તાપમાન વધતાં સાથે પણ તેના બંધારણમાં રૂપાંતર થતું નથી.
સવિસ્તર પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
સાંશ્લેષિત પોલિમર પર્યાવરણમાં લાંબા સમય સુધી વિઘટન થતાં નથી. સાંશ્લેષિત જૈવવિઘટનીય પોલિમર કેવી રીતે બનાવાય છે. જૈવવિઘટનીય અને જૈવપોલિમર (Biopolymer) વચ્ચેનો તફાવત જણાવો અને દરેકના એક-એક ઉદાહરણ આપો.
ઉત્તર:
મોટાભાગના પોલિમર પર્યાવરણીય પ્રક્રિયાઓ સામે ખૂબ જ પ્રતિકારક હોય છે. તેથી નકામા પોલિમરીય ઘન પદાર્થોનાં સંચય માટે જવાબદાર છે. આવા ઘન નકામા પદાર્થો (કચરો) ગંભીર વાતાવરણીય સમસ્યાઓ ઊભી કરે છે અને લાંબાં સમય સુધી અવિઘટનીય સ્વરૂપમાં રહે છે. આવા પોલિમરીય ઘન નકામા પદાર્થોને લીધે ઊભી થયેલી સમસ્યાઓ સામે જાગૃતિ લાવવા માટે નવા જૈવવિઘટનીય સાંશ્લેષિત પોલિમરના નિર્માણ અને વિકાસ કરવામાં આવ્યા છે. આ પોલિમર જૈવપોલિમરમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જેવા જ ક્રિયાશીલ સમૂહો ધરાવે છે.
એલિફેટિક પોલિએસ્ટર જૈવવિઘટનીય પોલિમર વર્ગમાંનો એક અગત્યનો વર્ગ છે.
જૈવપોલિમર એ જૈવવિઘટનીય હોઈ પણ શકે અથવા ન પણ હોય. ઉદા., જૈવપોલિમર જેવા કે પ્રોટીન સ્ટાર્ચ જૈવવિઘટનીય છે. જ્યારે કેરેટીન જૈવઅવિઘટનીય પોલિમર છે.
જૈવવિઘટનીય પોલિમર હંમેશાં માટે વિઘટન પામે છે. ઉદા., PHBV
પ્રશ્ન 2.
આંતરઆણ્વીય આકર્ષણ બળોને આધારે રબર અને પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત સમજાવો.
ઉત્તર:
રબર એ કુદરતી પોલિમર છે અને તે સ્થિતિસ્થાપક્તાનો ગુણધર્મ ધરાવે છે. તેને ઇલેસ્ટોમર પણ કહે છે. રબરમાં સૌથી નિર્બળ આંતરઆણ્વીય બળો આવેલાં હોય છે.
આ નિર્બળ બંધન બળો તેમને ખેંચી શકાય તેવા પોલિમર બનાવે છે. થોડાક તિર્યક બંધન શૃંખલાની વચ્ચે દાખલ કરવામાં આવે છે, જે તેના પર લગાડેલ બળ દૂર કરવામાં આવે ત્યારે મૂળ સ્થિતિમાં લઈ જવામાં મદદરૂપ થાય છે. તે આઇસોપ્રીન (2-મિથાઈલબ્યુટા-1,3-ડાઇન) રેખીય પોલિમર છે.
પ્લાસ્ટિક સામાન્ય રીતે ઈથિનના પૉલિથીન વર્ગના પોલિમર હોય છે. પૉલિથીન એ થરમૉપ્લાસ્ટિક પ્રકારના પોલિમર છે. તે રેખીય અથવા તિર્યકબંધ ધરાવતા હોઈ શકે છે. પૉલિથીનને ખેંચી તેનો આકાર લાંબો કરવામાં આવે તો તે ફરી પોતાનો મૂળ આકાર મેળવી શકતો નથી.
પ્રશ્ન 3.
ફિનોલ અને ફૉર્માલ્ડિહાઈડના સંઘનન પોલિમરાઇઝેશનથી પોલિમર (A) બને જેને વધુ ફોર્માલ્ડિહાઈડ સાથે ગરમ કરતાં થરમૉસેટિંગ પોલિમર (B) બને છે. પોલિમરનાં નામ આપો. પોલિમર (A) ની બનાવટની પ્રક્રિયા લખો. બંને પોલિમરના બંધારણમાં શો તફાવત છે ?
ઉત્તર:
- ફિનોલ અને ફૉર્માલ્ડિહાઇડ મિશ્રણ સાથે ઍસિડ અથવા બેઇઝ ઉદ્દીપકની હાજરીમાં સંઘનન પ્રક્રિયાથી મળતા પોલિમરને ફિનોલ-ફૉર્માલ્ડિહાઈડ કહે છે.
- ફિનોલ-ફૉર્માલ્ડિહાઇડ વર્ગમાં નોવોલેક પોલિમર અને બેકેલાઇટ પોલિમર મળે છે, જેમાં બેકેલાઇટ એક મુખ્ય પોલિમર છે.
- સૌપ્રથમની પ્રક્રિયામાં o- (ઑો) અને p- (પૅરા) હાઇડ્રૉક્સિમિથાઇલ ફિનોલ વ્યુત્પન્નોની પ્રારંભિક રચના થાય છે અને ફિનોલ સાથે -CH2 સમૂહો દ્વારા જોડાયેલા વલયોવાળા સંયોજનોથી મળતી પ્રારંભિક નીપજ નોવોલેક રેખીય પોલિમર છે, જે રંગમાં વપરાય છે.
પ્રશ્ન 4.
LDP અને HDP બંને ઇથીનના પોલિમર છે પણ બંનેના ગુણધર્મોમાં મોટો તફાવત છે. સમજાવો.
ઉત્તર:
- નિમ્ન ઘનતા પૉલિથીન તથા ઉચ્ચ ઘનતા પૉલિથીન ભિન્ન પ્રક્રિયા પરિસ્થિતિ દ્વારા મેળવાય છે.
- નિમ્ન ઘનતા પૉલિથીનમાં વધુ શાખીય બંધારણ હોય છે. જ્યારે ઉચ્ચ ઘનતા પૉલિથીનમાં રેખીય અણુઓ હોય છે અને સંવૃત સંકુલના કારણે તે બને છે.
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયા પોલિમરને પદાર્થો ગરમ કરતાં નરમ બને અને ઠંડા પાડતાં કઠણ બને ? આવા ગુણધર્મ ધરાવતા પોલિમરને શું કહેવાય છે ? આવા પોલિમરમાં બંધારણીય સમાનતા શું હોય છે ? બેકેલાઇટ, યૂરિયા-ફૉર્માલ્ડિહાઇડ રેઝિન, પોલિથીન, પોલિવિનાઇલ, પોલિસ્ટાયરીન.
ઉત્તર:
- બેકેલાઇટ, યૂરિયા-ફૉર્માલ્ડિહાઈડ રેઝિન, પૉલિથીન, પોલિવિનાઇલ, પોલિસ્ટાયરિન.
- પૉલિથીન, પોલિવિનાઇલ તથા પોલિસ્ટાયરિન પોલિમર ગરમ કરતાં નરમ પડે છે તથા ઠંડા પાડતાં સખત બને છે.
- આ ગુણધર્મને થરમૉપ્લાસ્ટિક પ્રકારનો ગુણધર્મ કહે છે, જે તેના ઓછા શાખીય અને રેખીય બંધારણના કારણે જોવા મળે છે.