GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

GSEB Class 12 Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન Text Book Questions and Answers

પ્રશ્ન 1.
આપણે ઔષધોને જુદી જુદી રીતે વર્ગીકૃત કરવાની આવશ્યકતા શા માટે છે ?
ઉત્તર:
ઔષધોને મુખ્યત્વે નીચે દર્શાવેલા ધોરણો મુજબ વર્ગીકૃત થાય.

(a) ઔષધીય અસરના આધારે : આ વર્ગીકરણ ઔષધોની ઔષધીય અસરના આધારે છે. આ વર્ગીકરણ ડૉક્ટરને ખૂબ ઉપયોગી થાય છે કારણ કે તે તેમને કોઈ ચોક્કસ રોગના ઉપચાર માટે પ્રાપ્ય સમગ્ર ઔષધોની શ્રેણી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, વેદનાહર ઔષધો (analgesics) વેદના દૂર કરવાની અસર ધરાવે છે. જીવાણુનાશી ઔષધો (antiseptics) સૂક્ષ્મજીવોનો નાશ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે.

(b) ઔષધની ક્રિયાના આધારે : આ કોઈ ચોક્કસ જૈવરાસાયણિક પ્રક્રમ પર ઔષધની ક્રિયા પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, હિસ્ટેમાઇન સંયોજનો, જે શરીરમાં સોજો ઉત્પન્ન કરે છે. તેની અસરને બધી પ્રતિહિસ્ટેમાઇન ઔષધો (antihistamines) નિરોધિત કરે છે. હિસ્ટેમાઇન સંયોજનોની ક્રિયાને ઘણી જુદી-જુદી રીતે રોકી શકાય છે.

(c) રાસાયણિક બંધારણના આધારે : આ પ્રકાર ઔષધોના રાસાયણિક બંધારણ પર આધારિત હોય છે. સમાન બંધારણીય લક્ષણો અને મોટા ભાગે સમાન ઔષધીય સક્રિયતા ધરાવનાર ઔષધોને આ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. ઉદા., સલ્ફોનેમાઇડ ઔષધો નીચે દર્શાવેલ સામાન્ય બંધારણીય લક્ષણ ધરાવે છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 1

(d) આણ્વિય લક્ષ્યના આધારે : સામાન્ય રીતે ઔષધો, જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઇડ્રેટ, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક ઍસિડ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. આ જૈવિક અણુઓને લક્ષ્ય અણુઓ અથવા ઔષધ લક્ષ્યો કહેવામાં આવે છે. સમાન બંધારણીય લક્ષણો ધરાવતા ઔષધોની લક્ષ્યો પરની ક્રિયાની ક્રિયાવિધિ સમાન હોય છે. આણ્વીય લક્ષ્યો પર આધારિત વર્ગીકરણ ઔષધીય રસાયણજ્ઞો માટે અત્યંત ઉપયોગી વર્ગીકરણ છે.

પ્રશ્ન 2.
ઔષધીય રસાયણવિજ્ઞાનમાં વપરાતો પર્યાય લક્ષ્ય અણુઓ અથવા ઔષધ લક્ષ્ય સમજાવો.
ઉત્તર:
સામાન્ય રીતે ઔષધો, જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઇડ્રેટ, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિકઍસિડ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. આ જૈવિક અણુઓને લક્ષ્ય અણુઓ અથવા ઔષધ લક્ષ્યો કહેવામાં આવે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 3.
ઔષધ લક્ષ્ય તરીકે પસંદ કરવામાં આવતા બૃહદ્ અણુઓનાં નામ લખો.
ઉત્તર:
ઔષધ લક્ષ્ય તરીકે પસંદ કરવામાં આવતા બૃહદ અણુઓનાં નામ : કાર્બોહાઇડ્રેટ, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિકઍસિડ.

પ્રશ્ન 4.
ડૉક્ટર સાથે પરામર્શન કર્યા સિવાય દવાઓ શા માટે ન લેવી જોઇએ ?
ઉત્તર:
મોટાભાગની ઔષધો ભલામણ કરેલ માત્રા કરતાં વધુ પ્રમાણમાં લેવાથી હાનિકારક અસર દર્શાવે છે અને ઝેરી તરીકે વર્તે છે. તેથી દવા લેતાં અગાઉ કોઈ ડૉક્ટર સાથે હંમેશાં પરામર્શન કરવું જોઈએ.

પ્રશ્ન 5.
રસાયણચિકિત્સા પર્યાયને વ્યાખ્યાયિત કરો.
ઉત્તર:
દવાઓ (રસાયણોના ચિકિત્સીય પદ્ધતિ) દ્વારા રોગનું નિદાન, અટકાવ અને ઉપચાર કરવામાં આવે તેને રસાયણચિકિત્સા કહે છે.

પ્રશ્ન 6.
ઉત્સેચકોના સક્રિય સ્થાન પર ઔષધોને પકડી રાખવામાં કર્યું બળ સંકળાયેલું હોય છે ?
ઉત્તર:
વાન્ ડર વાલ્સ, ધ્રુિવ-ધ્રુિવ આકર્ષણ બળ.

પ્રશ્ન 7.
પ્રતિઍસિડ ઔષધો અને પ્રતિઍલર્જી ઔષધો હિસ્ટેમાઇનના કાર્યમાં દખલગીરી કરે છે. પરંતુ એકબીજાનાં કાર્યોમાં તેઓ શા માટે દખલગીરી કરતા નથી ?
ઉત્તર:
દરેક ઔષધ ચોક્કસ ગ્રાહી પદાર્થ પર અસર કરે છે. પ્રતિઍસિડ ઔષધો અને પ્રતિઍલર્જી ઔષધો જુદા-જુદા ગ્રાહી પદાર્થો પર કામ કરે છે. આ જ કારણ છે કે પ્રતિઍસિડ ઔષધો અને પ્રતિઍલર્જી ઔષધો હિસ્ટેમાઇનના કાર્યમાં દખલગીરી કરે છે, પરંતુ એકબીજાના કાર્યમાં દખલગીરી કરતાં નથી.

પ્રશ્ન 8.
નોરાડ્રેનાલિનનું નીચું પ્રમાણ ઉદાસીનતા પ્રેરે છે. આ સમસ્યાના નિવારણ માટે કયા પ્રકારના ઔષધો જરૂરી બને છે ? બે ઔષધોનાં નામ જણાવો.
ઉત્તર:
ઉદાસીનતારોધી ઔષધો :
(i) આઇપ્રોનિયાઝિડ
(ii) ફિનેલ્ઝિન

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 9.
‘વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ’નો અર્થ શું થાય છે ?
ઉત્તર:
જો પ્રતિજીવીઓ ગ્રામ-પૉઝિટિવ અને ગ્રામ-નૅગેટિવ બૅક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કે નિરોધન કરે તો તેને વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ કહે છે.

પ્રશ્ન 10.
જીવાણુનાશી ઔષધો, સંક્રમણહારકોથી કેવી રીતે જુદા પડે છે ? દરેકનું એક ઉદાહરણ લખો.
ઉત્તર:

  1. જીવાણુનાશી ઔષધોને જીવંત પેશીઓ જેવી કે ઘા, કપાયેલા ભાગ, ચાંદા અને રોગગ્રસ્ત ત્વચા પર લગાવવામાં આવે છે, જ્યારે સંક્રમણહારકોને નિર્જીવ વસ્તુઓ જેવી કે ભોંયતળિયું, ગટરવ્યવસ્થા, સાધનો પર લગાવવામાં આવે છે.
  2. જીવાણુનાશી ઔષધ : ફ્યુરાસીન, સોફ્રામાયસીન સંક્રમણહા૨ક : ક્લોરિનની 0.2 થી 0.4ppm સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ

પ્રશ્ન 11.
સિમેટિડીન અને રેનિટિડીન શા માટે સોડિયમ હાઇડ્રોજન- કાર્બોનેટ અથવા મેગ્નેશિયમ અથવા ઍલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં વધુ સારા પ્રતિઍસિડ પદાર્થો છે ?
ઉત્તર:
કારણ કે સિમેટિડીન અને રેનિટિડીનના ઉપયોગથી જઠરમાં હાઇડ્રોક્લોરિક ઍસિડનો જથ્થો ઓછો ઉત્પન્ન થાય છે. જેથી જઠરમાં રાહત રહે છે. આથી, સિમેટિડીન અને રેનિટિડીન એ સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ અથવા મૅગ્નેશિયમ અથવા ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ કરતાં વધુ સારા પ્રતિઍસિડ પદાર્થો છે.

પ્રશ્ન 12.
એવા એક પદાર્થનું નામ જણાવો કે જે જીવાણુનાશી અને સંક્રમણહારક એમ બંને તરીકે ઉપયોગી થઇ શકે છે.
ઉત્તર:
0.2% સાંદ્રતાવાળું ફિનોલનું દ્રાવણ જીવાણુનાશી છે, જ્યારે 1% સાંદ્રતાવાળું તેનું દ્રાવણ સંક્રમણહારક છે.

પ્રશ્ન 13.
ડેટોલના મુખ્ય ઘટકો કયાં છે ?
ઉત્તર:
ડેટોલના મુખ્ય ઘટકો : ક્લોઝાયલેનોલ, ટર્મીનીઓલ

પ્રશ્ન 14.
ટિક્ચર આયોડિન એટલે શું ? તેનો ઉપયોગ શું છે ?
ઉત્તર:
2 – 3% આયોડિનનું આલ્કોહૉલ પાણીના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ ટિંક્ચર આયોડિન તરીકે ઓળખાય છે. તેને ઘા પર લગાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન 15.
ખાધપદાર્થ પરિરક્ષકો એટલે શું ?
ઉત્તર:
પરિરક્ષકો : ખાદ્યપદાર્થ પરિરક્ષકો ખાદ્યપદાર્થોને સૂક્ષ્મજીવોની વૃદ્ધિના કારણે બગડતા અટકાવે છે. મીઠું, ખાંડ, વનસ્પતિ તેલ તથા સોડિયમ બેન્ઝોએટ (C6H5COONa) સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પરિક્ષકો છે.

સોડિયમ બેન્ઝોએટ મર્યાદિત જથ્થામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને તે શરીરમાં ચયાપચય પામે છે. સોર્બિક ઍસિડ અને પ્રોપેનોઇક ઍસિડના ક્ષારો પણ પરિક્ષકો તરીકે ઉપયોગમાં લેવાય છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 16.
એસ્પાર્ટેમનો ઉપયોગ ઠંડાં ખાદ્યપદાર્થો અને ઠંડાંપીણાં પૂરતો સીમિત શા માટે છે ?
ઉત્તર:
કારણ કે તે રસોઈ બનાવવાના તાપમાને અસ્થાયી હોય છે.

પ્રશ્ન 17.
કૃત્રિમ ગળ્યા પદાર્થો એટલે શું ? બે ઉદાહરણો જણાવો.
ઉત્તર:
કૅલરીને નિયંત્રણમાં રાખીને ગળપણ પૂરું પાડનાર કૃત્રિમ પદાર્થોને કૃત્રિમ ગળ્યા પદાર્થો કહે છે. દા.ત., એસ્પાર્ટેમ, એલિટેમ.

પ્રશ્ન 18.
ડાયાબિટીસના દર્દીઓ માટે બનાવવામાં આવતી મીઠાઇઓમાં ઉપયોગમાં લેવાતા ગળ્યા પદાર્થનું નામ જણાવો.
ઉત્તર:
સેકેરીન તેને ઓર્થો-સલ્ફોબેન્ઝિમાઇડ પણ કહે છે.

પ્રશ્ન 19.
એલિટેમને કૃત્રિમ ગળ્યા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં કઇ સમસ્યા ઉદ્ભવે છે ?
ઉત્તર:
એલિટેમને કૃત્રિમ ગળ્યા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાથી ખાદ્ય-પદાર્થના ગળપણને નિયંત્રિત કરવું મુશ્કેલ બને છે. આ સમસ્યા ઉદ્ભવે છે.

પ્રશ્ન 20.
સાબુ કરતાં સાંશ્લેષિત પ્રક્ષાલકો શા માટે વધુ સારા ગણાય છે ?
ઉત્તર:
સાબુ કરતાં સાંશ્લેષિત પ્રક્ષાલકો વધુ સારા ગણાય છે, કારણ કે સાબુ માત્ર નરમ પાણી સાથે જ વાપરી શકાય છે. તેને કઠિન પાણી સાથે વાપરી શકાતા નથી, જ્યારે સાંશ્લેષિત પ્રક્ષાલકોને નરમ તથા કઠિન એમ બંને પ્રકારના પાણી સાથે વાપરી શકાય છે.

પ્રશ્ન 21.
નીચે દર્શાવેલા પર્યાયોને યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો :
(i) ઘનાયનીય પ્રક્ષાલકો
(ii) એનાયનીય પ્રક્ષાલકો
(iii) બિનઆયનીય પ્રક્ષાલકો
ઉત્તર:
“સાબુની મર્યાદાને દૂર કરી, સાબુ જેટલી જ સફાઈક્ષમતા ધરાવતા પદાર્થને વિકસાવવામાં આવ્યો, જેને સાંશ્લેષિત પ્રક્ષાલક (Synthetic Detergents) કહે છે.”

સાંશ્લેષિત પ્રક્ષાલકો એવા સફાઈકર્તા પદાર્થો છે જે સાબુના બધા ગુણધર્મો ધરાવે છે પણ વાસ્તવમાં તે સાબુ નથી. તે નરમ અને કઠિન બંને પ્રકારના પાણી સાથે વાપરી શકાય છે.

સાંશ્લેષિત પ્રક્ષાલકોના ત્રણ પ્રકાર છે : (i) ઋણાયનીય પ્રક્ષાલકો (ii) ધનાયનીય પ્રક્ષાલકો (iii) બિનઆયનીય પ્રક્ષાલકો

(i) ઋણાયનીય પ્રક્ષાલકો : ઋણાયનીય પ્રક્ષાલકો લાંબી શૃંખલાવાળા સલ્ફોનેટ આલ્કોહૉલ અથવા હાઇડ્રોકાર્બનના સોડિયમ ક્ષાર છે. લાંબી શૃંખલાવાળા આલ્કોહૉલ સંયોજનોની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ હાઇડ્રોજનસલ્ફેટ સંયોજનો બને છે, જેને આલ્કલી વડે તટસ્થ કરતાં ઋણાયનીય પ્રક્ષાલકો બને છે.

  • આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ સંયોજનોને આલ્કલી વડે તટસ્થ કરતાં આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટ સંયોજનો મેળવી શકાય છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 2

  • ઋણાયનીય પ્રક્ષાલકોમાં અણુનો ઋણાયનીય ભાગ સફાઈ માટેની ક્રિયામાં સંકળાયેલો હોય છે. આલ્કાઇલ બેન્ઝિન સોનેટના સોડિયમ ક્ષારો ઋણાયનીય પ્રક્ષાલકોનો એક અગત્યનો વર્ગ છે.
  • તેઓ મુખ્યત્વે ઘરગથ્થુકાર્યમાં ઉપયોગી થાય છે. ઋણાયનીય પ્રક્ષાલકો ટૂથપેસ્ટમાં પણ વપરાય છે.

(ii) ધનાયનીય પ્રક્ષાલકો : આ પ્રક્ષાલકો એમાઇન સંયોજનોના એસિટેટ, ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ ઋણાયનો સાથેના ચતુર્થક એમોનિયમ ક્ષારો છે.

  • ધનાયનીય ભાગ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા અને નાઇટ્રોજન પરમાણુ પર ધન વીજભાર ધરાવે છે. તેથી તેમને ધનાયનીય પ્રક્ષાલકો કહે છે.
  • સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ પ્રચલિત ધનાયનીય પ્રક્ષાલક છે અને તે વાળના કન્ડિશનરમાં વપરાય છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 3

  • ધનાયનીય પ્રક્ષાલકો જંતુનાશક ગુણધર્મો ધરાવે છે અને તે મોંઘા છે, તેથી આના ઉપયોગો મર્યાદિત છે.

(iii) બિનઆયનીય પ્રક્ષાલકો : બિનઆયનીય પ્રક્ષાલકો તેમના બંધારણમાં કોઈ પણ આયન ધરાવતા નથી. આવો એક પ્રક્ષાલક જ્યારે સ્ટિએરિક ઍસિડ, પૉલિઇથીલીનગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બને છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 5

  • વાસણ ધોવાના પ્રવાહી પ્રક્ષાલકો બિનઆયનીય પ્રકારના હોય છે. આ પ્રકારના પ્રક્ષાલકોની સફાઈ કરવાની ક્રિયાની ક્રિયાવિધિ સાબુની ક્રિયાવિધિ જેવી હોય છે. તેઓ પણ ગ્રીઝ અને તેલને મિસેલ બનાવીને દૂર કરે છે.
  • સાંશ્લેષિત પ્રક્ષાલકોના ઉપયોગમાં મુખ્ય સમસ્યા એ છે કે જો તેમાં હાઇડ્રોકાર્બન શૃંખલા વધુ શાખાયુક્ત હોય તો બૅક્ટેરિયા તેમને સરળતાથી વિઘટિત કરી શકતા નથી. આવા પ્રક્ષાલકો ધરાવતો નિર્ગમિત ઔદ્યોગિક કચરો નદીઓ, તળાવો, ઝરણાંઓ વગેરેમાં પહોંચે છે. જેમાં સુએઝ ઉપચાર ક્રિયા પછી પણ પાણીમાં ફીણ ઉત્પન્ન કરે છે. તેથી પાણી પ્રદૂષિત થાય છે.
  • હાલમાં હાઇડ્રોકાર્બન શૃંખલામાં શાખાનું નિયંત્રણ કરવામાં આવે છે અને તેમને ઓછામાં ઓછી રાખવામાં આવે છે. બિનશાખિત શૃંખલાઓનું જૈવવિઘટન વધુ સરળતાથી થઈ શકે છે અને તેથી પ્રદૂષણ અટકાવી શકાય છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 22.
જૈવવિઘટનીય અને જૈવઅવિઘટનીય પ્રક્ષાલકો એટલે શું ? દરેકનું એક ઉદાહરણ જણાવો.
ઉત્તર:

  1. જે પ્રક્ષાલકો બૅક્ટેરિયા વડે વિઘટન પામતા હોય, તેમને જૈવ- વિઘટનીય પ્રક્ષાલકો કહે છે. આ પ્રક્ષાલકો સુરેખ હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. દા.ત., સોડિયમ લોરાઇલ સલ્ફેટ.
  2. જે પ્રક્ષાલકો બૅક્ટેરિયા વડે વિઘટન ન પામતા હોય, તો તેવા પ્રક્ષાલકોને જૈવઅવિઘટનીય પ્રક્ષાલકો કહેવામાં આવે છે. આવા પ્રક્ષાલકો લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. દા.ત., સોડિયમ- 4- (1,3,5,7-ટેટ્રામિથાઇલ ઓક્ટાઇલ) બેન્ઝિન સલ્ફોનેટ.

પ્રશ્ન 23.
સાબુ શા માટે કઠિન પાણીમાં કાર્ય કરતો નથી ?
ઉત્તર:

  • કઠિન પાણી કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ આયનો ધરાવે છે. જ્યારે સોડિયમ અથવા પોટૅશિયમ સાબુઓને કઠિન પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે આ આયનો અનુક્રમે અદ્રાવ્ય કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ સાબુઓ બનાવે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 5

  • આ અદ્રાવ્ય સાબુ ફોદા સ્વરૂપે પાણીથી અલગ પડે છે અને સફાઈકર્તા તરીકે બિનઉપયોગી નીવડે છે. વાસ્તવમાં આ સારી ધુલાઈ માટે અડચણ પેદા કરે છે કારણ કે આ અવક્ષેપ કપડાંના રેસા પર ચીકણા પદાર્થની જેમ ચોંટી જાય છે. કઠિન પાણીથી ધોયેલા વાળ આ ચીકણા અવક્ષેપને કારણે ચમક વિનાના બને છે. કઠિન પાણીના ઉપયોગથી સાબુ વડે ધોયેલા કાપડમાં આ ચીકણા પદાર્થના કારણે રંગક એક સમાન રીતે અવશોષિત થતા નથી.

પ્રશ્ન 24.
શું તમે સાબુ અને સાંશ્લેષિત પ્રક્ષાલકોનો ઉપયોગ પાણીની કઠિનતા નક્કી કરવા કરી શકો છો ?
ઉત્તર:

  1. સાબુ માત્ર નરમ પાણી સાથે વાપરી શકાય છે, જ્યારે તે કઠિન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી. આથી, તેનો ઉપયોગ પાણીની કઠિનતા માપવા કરી શકાય છે.
  2. જ્યારે સાંશ્લેષિત પ્રક્ષાલકોને નરમ તથા કઠિન એમ બંને પ્રકારના પાણી સાથે વાપરી શકાતો હોવાથી તેનો ઉપયોગ પાણીની કઠિનતા માપવા કરી શકાતો નથી.

પ્રશ્ન 25.
સાબુની સફાઇ કરવાની ક્રિયા સમજાવો.
ઉત્તર:
મિસેલમાં જળવિરાગી હાઇડ્રોકાર્બનની શૃંખલા અને જળવિરાગી ધ્રુવીય સમૂહ આવેલો હોય છે. સાબુની સ્વચ્છીકરણ પ્રક્રિયામાં સાબુના અણુઓ તેલના ટીપાં આસપાસ એવી મિસેલની રચના કરે છે. જેથી સ્ટિઅરેટ આયનનો જવિરાગી ભાગ તૈલીબિંદુમાં હોય છે અને જળઅનુરાગી ભાગ ગ્રીઝના બિંદુની બહાર કેશની જેમ પ્રક્ષેપિત હોય છે. ધ્રુવીય સમૂહ પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરી શકે છે. તેથી સ્ટીઅરેટ આયન વડે ઘેરાયેલ તૈલીબિંદુ પાણીમાં ખેંચાઈ આવે છે અને ગંદી સપાટી પરથી દૂર થાય છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 6
આથી સાબુ પાયસીકરણમાં અને તેલ તથા ચરબીને ધોઈ નાંખવામાં મદદ કરે છે. ગોલિકાની આજુબાજુનું ઋણભારિત ઢાંકણ તેમને એકઠા થઈને સમુચ્ચય બનાવવામાં રોકે છે.

પ્રશ્ન 26.
જો પાણીમાં કેલ્શિયમ હાઇડ્રોજનકાર્બોનેટ દ્રાવ્ય થયેલો હોય, તો કપડાં ધોવા માટે સાબુ અને સાંશ્લેષિત પ્રક્ષાલકો પૈકી તમે શેનો ઉપયોગ કરશો ?
ઉત્તર:
અમે સાંશ્લેષિત પ્રક્ષાલકોનો ઉપયોગ કરીશું, કારણ કે પાણીમાં કૅલ્શિયમ હાઇડ્રોજનકાર્બોનેટ દ્રાવ્ય હોય તો તેને કઠિન પાણી કહે છે અને સાંશ્લેષિત પ્રક્ષાલકો કઠિન પાણી સાથે વાપરી શકાય છે, જ્યારે સાબુને કઠિન પાણી સાથે વાપરી શકાતો નથી.

પ્રશ્ન 27.
નીચે દર્શાવલા સંયોજનોમાં જળઅનુરાગી અને જળવિરાગી ભાગો દર્શાવો :
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 7
(iii) CH3(CH2)16COO(CH2CH2O)nCH2CH2OH
ઉત્તર:
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 8

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

GSEB Class 12 Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર-I)

પ્રશ્ન 1.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) સાબુમાં કેટલાક જીવાણુનાશી (antiseptic) ઉમેરી શકાય છે.
(B) કેટલાક સંક્રમણહારક (disinfectants)ના મંદ દ્રાવણને ચેપનાશક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
(C) સંક્રમણહારકો પ્રતિસૂક્ષ્મજીવી ઔષધિ છે.
(D) જીવાણુનાશી ઔષિધ ગળી શકાય છે.
જવાબ
(D) જીવાણુનાશી ઔષધિ ગળી શકાય છે.
જીવાણુનાશી દવાઓને પ્રતિજીવીઓની જેમ ગળી શકાતી નથી. જીવાણુનાશી ઔષધોને જીવંત પેશીઓ જેવી કે ઘા, કપાયેલા ભાગ, ચાંદા અને રોગગ્રસ્ત ત્વચા પર લગાવવામાં આવે છે.

પ્રશ્ન 2.
ગર્ભનિરોધક ગોળીઓ માટે કયું વિધાન સાચું છે ?
(A) માત્ર એસ્ટ્રોજન ધરાવે છે.
(B) માત્ર પ્રોજેસ્ટેરોન ધરાવે છે.
(C) એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્નોનું મિશ્રણ ધરાવે છે.
(D) પ્રોજેસ્ટેરોન અંડાશયમાંથી બીજ ઉત્પન્ન કરવાની ક્રિયાને વધારે છે.
જવાબ
(C) એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્નોનું મિશ્રણ ધરાવે છે.

પ્રશ્ન 3.
એસ્પિરિન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) ઍસ્પિરિન માદક (narcotic) વેદનાહર ઔષધ છે.
(B) તે વેદના દૂર કરવામાં અસરકારક છે.
(C) તે રુધિરને જામવા ન દેવાનો ગુણ ધરાવે છે.
(D) તે ચેતાતંત્રને સક્રિયકર્તા ઔષધો છે.
જવાબ
(A) ઍસ્પિરિન માદક વેદનાહર ઔષધ છે.
ઍસ્પિરિન એ બિનમાદક વેદનાહર ઔષધ છે.

પ્રશ્ન 4.
ઔષધ રસાયણશાસ્ત્રીઓ માટે દવાઓનું સૌથી વધુ ઉપયોગી વર્ગીકરણ ………………………. છે.
(A) ઔષધિના રાસાયણિક બંધનને આધારે
(B) ઔષધિનાં કાર્યને આધારે
(C) ઔષધનાં આણ્વીય લક્ષ્યને આધારે
(D) ઔષધિના ઔષધીય ગુણને આધારે (pharmacological)
જવાબ
(C) ઔષધનાં આણ્વીય લક્ષ્યને આધારે

પ્રશ્ન 5.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(A) કેટલાક પ્રશાંતકો નોરાડ્રેનાલિનના વિઘટનને ઉદ્દીપન કરતા ઉત્સેચકોના કાર્યને અવરોધીને કાર્ય કરે છે.
(B) પ્રશાંતકો માદક ઔષધિ છે.
(C) પ્રશાંતકો એવાં રાસાયણિક સંયોજનો છે કે જે ચેતા (nerve)થી ગ્રાહી પદાર્થ સુધી જતાં સંદેશાઓને અસર કરતા નથી.
(D) પ્રશાંતકો એવાં રાસાયણિક સંયોજનો છે જે વેદના અને તાવમાં રાહત આપે છે.
જવાબ
(A) કેટલાક પ્રશાંતકો નોરાડ્રેનાલિનના વિઘટનને ઉદ્દીપન કરતા ઉત્સેચકોના કાર્યને અવરોધીને કાર્ય કરે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 6.
સાલ્વરસેન એ આર્સેનિકયુક્ત ઔષધિ છે, જે સૌપ્રથમ …………………… ના ઉપચાર માટે ઉપયોગી જણાયું છે.
(A) સિફિલિસ
(B) ટાઇફૉઇડ
(C) મેગ્નિજાઇટીસ
(D) ડાયસેન્ટ્રી (dysentry)
જવાબ
(A) સિફિલિસ

પ્રશ્ન 7.
સંકુચિત (સાંકડા) સ્પેક્ટ્રમ (narrow spectrum)વાળી પ્રતિજીવીઓ (antibiotics) ……………………… ની સામે સક્રિય છે.
(A) ગ્રામ પૉઝિટિવ અથવા ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયા ઉપર
(B) માત્ર ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયા ઉપર
(C) માત્ર એક જ જીવ અથવા એક જ રોગ પ્રત્યે
(D) ગ્રામ-પૉઝિટિવ અને ગ્રામ-નૅગેટિવ બંને પ્રકારના જીવાણુઓ (bacteria) ઉપર
જવાબ
(A) ગ્રામ પૉઝિટિવ અથવા ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયા ઉપર
જે પ્રતિજીવીઓ મુખ્યત્વે ગ્રામ-પૉઝિટિવ અથવા ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયાની વિરુદ્ધ અસરકારક હોય છે તેઓ સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ છે.

પ્રશ્ન 8.
એ રસાયણ જે કેન્દ્રીય ચેતાતંત્ર ઉપર ઉદાસીનતારોધી અસર કરે છે. તે ……………………. વર્ગમાં સંમિલિત છે.
(A) વેદનાહારક
(B) પ્રશાંતકો
(C) માદક વેદનાહારક
(D) પ્રતિહિસ્ટામાઇન
જવાબ
(B) પ્રશાંતકો

પ્રશ્ન 9.
સાબુમાં ઉમેરાતું એવું મહત્ત્વનું સંયોજન કે જે ચેપનાશક ગુણધર્મ ધરાવે છે તે ………………………. છે.
(A) સોડિયમ લોરિલસલ્ફેટ
(B) સોડિયમ ડોડેસીલબેન્ઝિનસલ્ફોનેટ
(C) રોઝિન
(D) બાયથાયોનાલ
જવાબ
(D) બાયથાયોનાલ

પ્રશ્ન 10.
ઇક્વાનિલ એ ……………….. છે.
(A) કૃત્રિમ ગળ્યો પદાર્થ
(B) પ્રશાંતક
(D) ગર્ભનિરોધક ઔષધ
(C) પ્રતિહિસ્ટામાઇન
જવાબ
(B) પ્રશાંતક

પ્રશ્ન 11.
નીચેનામાંથી કયો પદાર્થ સાબુના ફીણ બનાવવાના ગુણધર્મમાં વધારો કરે છે ?
(A) સોડિયમ કાર્બોનેટ
(B) સોડિયમ રોઝિનેટ
(C) સોડિયમ સ્ટીયરેટ
(D) ટ્રાયસોડિયમ ફૉસ્ફેટ
જવાબ
(B) સોડિયમ રોઝિનેટ
દાઢી કરવાના સાબુમાં ગ્લિસરોલ હોય છે, જે સાબુ સુકાઈ જતો અટકાવે છે. આવા સાબુ બનાવતી વખતી તેમાં રોઝિન નામનો ગુંદર ઉમેરવામાં આવે છે, જેથી સોડિયમ રોઝિનેટ બને છે જે વધુ ફીણ ઉત્પન્ન કરે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 12.
ગ્લિસરોલ સાબુમાં ઉમેરવામાં આવે છે. તેનું કાર્ય ……………………….. છે.
(A) ફીલર તરીકે
(B) ફીણમાં વધારો કરવા માટે
(C) ઝડપથી સુકાતો અટકાવવા માટે
(D) દાણાદાર સાબુ બનાવવા માટે
જવાબ
(C) ઝડપથી સુકાતો અટકાવવા માટે

પ્રશ્ન 13.
નીચેનામાંથી કયો વાસણ ધોવાનું પ્રવાહી પ્રક્ષાલક (detergent) છે ?
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 9
જવાબ
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 10

પ્રશ્ન 14.
પોલિઇથીલીનગ્લાયકોલ કયા પ્રકારના પ્રક્ષાલકની બનાવટમાં ઉપયોગી છે ?
(A) ધનાયનીય પ્રક્ષાલક
(B) ઋણાયનીય પ્રક્ષાલક
(C) બિનઆયનીય પ્રક્ષાલક
(D) સાબુ
જવાબ
(C) બિનઆયનીય પ્રક્ષાલક

પ્રશ્ન 15.
નીચેનામાંથી કયો અણુ શરીરમાં ઔષધનાં કાર્ય માટે આણ્વીય લક્ષ્ય નથી ?
(A) કાર્બોહાઈડ્રેટ
(B) લિપિડ
(C) વિટામિન
(D) પ્રોટીન
જવાબ
(C) વિટામિન

પ્રશ્ન 16.
નીચેનામાંથી કયું વિધાન ઉત્સેચક નિરોધકો માટે સાચું નથી ?
(A) તે ઉત્સેચકની ઉદ્દીપનક્રિયાને અવરોધે છે.
(B) તે પ્રક્રિયાર્થીને બંધન પામતા અટકાવે છે.
(C) સામાન્ય રીતે અવરોધક અને ઉત્સેચક વચ્ચે પ્રબળ સહસંયોજક બંધ બને છે.
(D) નિરોધક સ્પર્ધાત્મક કે બિનસ્પર્ધાત્મક હોઈ શકે.
જવાબ
(C) સામાન્ય રીતે અવરોધક અને ઉત્સેચક વચ્ચે પ્રબળ સહસંયોજક બંધ બને છે.

પ્રશ્ન 17.
નીચેનામાંથી કયા રાસાયણિક ખાધપદાર્થોમાં તેમને રાંધવાના તાપમાને ઉમેરી શકાય છે અને તે કેલરી આપતા નથી ?
(A) સુક્રોઝ
(B) ગ્લુકોઝ
(C) એસ્પાર્ટેમ
(D) સુક્રોલોઝ
જવાબ
(D) સુક્રોલોઝ
સુક્રોલોઝ, સુક્રોઝનું ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે. તેનો દેખાવ અને સ્વાદ શર્કરા જેવો હોય છે. તે રસોઇ બનાવવાના તાપમાને સ્થાયી હોય છે. તે કૅલરી આપતું નથી.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 18.
નીચેનામાંથી કયા પદાર્થો ખાધપદાર્થની પોષક માત્રામાં (nutritional value) વધારો કરતા નથી ?
(A) ખનિજ
(C) વિટામિન
(B) કૃત્રિમ ગળ્યા પદાર્થ
(D) એમિનો ઍસિડ
જવાબ
(B) કૃત્રિમ ગળ્યા પદાર્થ

બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર-II)
નીચેના પ્રશ્નોમાં બે કે વધારે વિકલ્પો સાચા હોઈ શકે છે.

પ્રશ્ન 1.
નીચેનામાંથી કાં વિધાનો ગ્રાહી પ્રોટીન માટે સાચાં નથી :
(A) મોટા ભાગના ગ્રાહી પ્રોટીન કોષપટલમાં ખૂંપેલા હોય છે.
(B) ગ્રાહી પ્રોટીનનો સક્રિય ભાગ કોષના અંદરના ભાગમાં ખૂલે છે.
(C) રાસાયણિક સંદેશાવાહકો ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાન ઉપર સ્વીકારાય છે.
(D) જ્યારે સંદેશાવાહકો ગ્રાહી પદાર્થ સાથે જોડાય ત્યારે ગ્રાહી પદાર્થનો આકાર બદલાતો નથી.
જવાબ
(B, D)
શરીરમાં કેટલાક રસાયણો દ્વારા બે ચેતાકેશિકા તથા ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે થાય છે. આ રસાયણોને રાસાયણિક સંદેશાવાહકો કહે છે, જેને ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાનોએ સ્વીકારાય છે. સંદેશાવાહકને સ્થાન આપવા માટે ગ્રાહી સ્થાનના આકાર બદલાય છે. જેથી કોષમાં સંદેશાનું વહન થાય છે. આમ, રાસાયણિક સંદેશાવાહક કોષમાં પ્રવેશ્યા સિવાય કોષને સંદેશો પહોંચાડે છે.

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયા ખાધપદાર્થ પરિરક્ષકો તરીકે વપરાતા નથી ?
(A) મીઠું (Table salt)
(B) સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ
(C) શેરડી (Sugar cane)
(D) બેન્ઝોઇક ઍસિડ
જવાબ
(B, D)

પ્રશ્ન 3.
ચેપનાશક ગુણધર્મોવાળું સંયોજન ……………………… છે.
(A) CHCl3
(B) CHI3
(C) બોરિક ઍસિડ
(D) 0.3 ppm સાંદ્રતાવાળું Cl2 જલીય દ્રાવણ
જવાબ
(B, C)

પ્રશ્ન 4.
બાર્બિટ્યુરેટ્સ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(A) નિદ્રાકારી પદાર્થ
(C) બિનમાદક વેદનાકારક છે.
(B) તેઓ પ્રશાંતકો છે.
(D) ચેતાતંત્રને અસર કર્યા વગર વેદના દૂર કરનાર
જવાબ
(A, B)

પ્રશ્ન 5.
નીચેનામાંથી કઈ સલ્ફા ઔષધિ છે ?
(A) સલ્ફા પિરિડિન (Sulphapyridine)
(B) પ્રોન્ટોસિલ (Prontosil)
(C) સાલ્વ૨સેન (Salvarsan)
(D) નાર્ડિલ (Nardil)
જવાબ
(A, B)

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયા ઉદાસીનતારોધી છે ?
(A) આઇપ્રોનિયાઝિડ (Iproniazid)
(B) ફિનેલ્ઝિન
(D) સાલ્વરસેન
(C) ઇક્વાનિલ
જવાબ
(A, B, C)

પ્રશ્ન 7.
પેનિસિલિન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) તે એક પ્રતિસૂક્ષ્મજીવી (antibacterial) ફૂગ છે.
(B) એમ્પિસિલિન તેનું સુધારેલું સાંશ્લેષિત છે.
(C) તે સૂક્ષ્મજીવ નિરોધી અસર ધરાવે છે.
(D) તે બૃહદ્ સ્પેક્ટ્રમ પ્રતિસૂક્ષ્મજીવી છે.
જવાબ
(C, D)

પ્રશ્ન 8.
નીચેનામાંથી કયા સંયોજનો પ્રતિઍસિડ તરીકે વપરાય છે ?
(A) સોડિયમ કાર્બોનેટ
(B) સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ
(C) ઍલ્યુમિનિયમ કાર્બોનેટ
(D) મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ
જવાબ
(B, D)

પ્રશ્ન 9.
નીચે આપેલ પ્રતિહિસ્ટામાઇનમાં કયા પ્રતિઍસિડ છે ?
(A) રેનિટિડીન
(B) બ્રોમફિનીરામાઇન
(C) ટર્ફેનાડિન
(D) સિમેટિડીન
જવાબ
(A, D)

પ્રશ્ન 10.
વેરોનાલ અને લુમિનાલ બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્ન છે અને તેઓ …………………… છે.
(A) પ્રશાંતકો
(B) બિનમાદક વેદનાહારક
(C) પ્રતિઍલર્જી ઔષધ
(D) ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો
જવાબ
(A, D)

પ્રશ્ન 11.
નીચેનામાંથી કયા ઋણાયનીય પ્રક્ષાલકો છે ?
(A) લાંબી શૃંખલાવાળા સલ્ફોનેટેડ આલ્કોહૉલના સોડિયમ ક્ષાર
(B) સ્ટીયરિક ઍસિડ અને પોલીઇથિલીન ગ્લાયકોલના એસ્ટર
(C) એમાઇનના એસિટેટ આયન સાથેના ચતુર્થક એમોનિયમ ક્ષાર
(D) લાંબી શૃંખલાવાળા સલ્ફોનેટેડ હાઇડ્રોકાર્બનના સોડિયમ ક્ષાર
જવાબ
(A, D)

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 12.
નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
(A) ધનાયનીય પ્રક્ષાલકો જંતુનાશક ગુણ ધરાવે છે.
(B) વધુ પ્રમાણમાં શાખાઓ ધરાવતા પ્રક્ષાલકોનું વિઘટન સૂક્ષ્મજીવીઓ કરી શકે છે.
(C) કેટલાક સાંશ્લેષિત પ્રક્ષાલકો બરફ જેવા ઠંડા પાણીમાં પણ ફીણ બનાવી શકે છે.
(D) સાંશ્લેષિત પ્રક્ષાલકો સાબુ નથી.
જવાબ
(A, C, D)

ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
ઔષધિનું સરેરાશ આણ્વીયદળ એટલે શું ?
ઉત્તર:
ઔષધો નીચા આણ્વીયદળવાળા (~100-500u) રસાયણો છે. આ રસાયણો બૃહદઆણ્વીય લક્ષ્યો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને જૈવિક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. જ્યારે આ જૈવિક પ્રતિક્રિયા ચિકિત્સીય અને ઉપયોગી હોય ત્યારે આ રસાયણોને દવાઓ કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
ઔષધિના ઉપયોગ લખો.
ઉત્તર:
ઔષધોનો ઉપયોગ રોગોના નિદાન, અટકાવ અને ઉપચારમાં કરવામાં આવે છે.

પ્રશ્ન 3.
જીવાણુનાશી એટલે શું ?
ઉત્તર:
ક્ જે ઔષધો સૂક્ષ્મજીવાણુઓનો નાશ કરે અથવા તેમની વૃદ્ધિ અટકાવે તેમને જીવાણુનાશી ઔષધો કહે છે. જીવાણુનાશી ઔષધોને જીવંત પેશીઓ જેવી કે ઘા, કપાયેલા ભાગ, ચાંદા કે રોગગ્રસ્ત ત્વચા પર લગાવવામાં આવે છે.

પ્રશ્ન 4.
કયા પ્રકારના ઔષધોનો સમાવેશ પ્રતિસૂક્ષ્મજીવી ઔષધમાં થાય છે ?
ઉત્તર:
મનુષ્ય અને પ્રાણીઓમાં રોગો જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવો જેવા કે બૅક્ટેરિયા, વાઇરસ, ફૂગ અને અન્ય રોગકારકો દ્વારા થાય છે. પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો પસંદગીયુક્ત બૅક્ટેરિયા (પ્રતિબૅક્ટેરિયાકારક), પ્રતિક્રૃગકારક (ફૂગ), વાઇરસ (પ્રતિવાઇરસકારક) અથવા અન્ય પરજીવીઓ (પ્રતિપરજીવીકારક) જેવા સૂક્ષ્મજીવોની નાશ કરવા માટે / વૃદ્ધિ રોકવા માટે અથવા સૂક્ષ્મજીવોની રોગકારક ક્રિયાના નિરોધન માટેનું વલણ દર્શાવે છે. પ્રતિજીવીઓ, જીવાણુનાશી અને સંક્રમણહારકો પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો છે.

પ્રશ્ન 5.
ગ્રાહી પદાર્થો ક્યાં આવેલા હોય છે ?
ઉત્તર:
ગ્રાહી પદાર્થો કે જે પ્રોટીન સંયોજનો છે તે શરીરમાં પ્રત્યાયન તંત્ર માટે નિર્ણાયક હોય છે. મોટાભાગના ગ્રાહી પદાર્થો કોષપટલમાં ખૂંપેલા હોય છે. ગ્રાહી પ્રોટીન કોષપટલમાં એવી રીતે ખૂંપેલું હોય છે કે જેથી તેમના સક્રિય સ્થાનવાળો નાનો ભાગ પટલની સપાટીથી બહાર આવે છે અને કોષપટલના વિસ્તારની બહારની બાજુ ખૂલે છે.

પ્રશ્ન 6.
તીવ્ર ઍસિડિટી (Hyper Acidity)ની નુકસાનકારક અસરો શી છે ?
ઉત્તર:
જઠરમાં વધારે પડતો ઍસિડ ઉત્પન્ન થવાના કારણે બળતરા અને દુખાવો થાય છે. તેના ગંભીર કિસ્સાઓમાં જઠરમાં ચાંદા (અલ્સર) પડે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 7.
ઉત્સેચકના કયા સ્થાનને એલોસ્ટેરિક સાઇટ કહે છે ?
ઉત્તર:
કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી પરંતુ તેઓ ઉત્સેચકના જે અન્ય સ્થાને જોડાય છે તેને એલોસ્ટેરિક સાઇટ કહેવામાં આવે છે.

પ્રશ્ન 8.
સબસ્ટ્રેટ અને ઉત્સેચકની સક્રિય સ્થાનની વચ્ચેના બંધનમાં કયા પ્રકારનાં બળો સંમિલિત છે ?
ઉત્તર:
ઉત્સેચકનું પ્રથમ કાર્ય રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાર્થી (અવસ્તર)ને પકડી રાખવાનું છે. ઉત્સેચકોના સક્રિય સ્થાનો પ્રક્રિયાર્થી અણુને અનુકૂળ સ્થિતિમાં પકડી રાખે છે. જેથી તેના પ૨ પ્રક્રિયક અસરકારક રીતે હુમલો કરી શકે છે. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે વિભિન્ન પારસ્પરિક ક્રિયાઓ જેવી કે આયનિક બંધન, હાઇડ્રોજન બંધન, વાન્ડર વાલ્સ પારસ્પરિક ક્રિયા અથવા દ્વિધ્રુવ-દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા દ્વારા જોડાય છે.

પ્રશ્ન 9.
પ્રતિસૂક્ષ્મજીવી આર્સફિનેમાઇન અને એઝોરંગકો વચ્ચે શું સામ્યતા છે ?
ઉત્તર:
આર્સફિનેમાઇન ઔષધ કે જે સાલ્વરસેન નામથી ઓળખાય છે તેનો ઉપયોગ સિફિલિસ ઉત્પન્ન કરતા સ્પાઇરોકીટ જીવાણુને મારવા માટે થતો હતો. તેમાં -As=As- સાંકળ હોય છે. – એઝોરંગકનો ઉપયોગ ઘા અથવા દાઝી ગયેલા ભાગની સા૨વા૨માં થાય છે. એઝોરંગકોમાં -N=N- સાંકળ હાજર હોય છે. જે આર્સેફિનેમાઇનમાં હાજર -As=As- સાંકળને મળતી આવે છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 11

પ્રશ્ન 10.
ઊંઘની ગોળીમાં કયા પ્રકારના ઔષધ વપરાય છે ?
ઉત્તર:
પ્રશાંતકો એ નિદ્રાકારી ઔષધોનો એક અગત્યનો ઘટક છે. તે રોગમુક્ત થવાની સૂઝ દ્વારા ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ કે ઉત્તેજનામાં રાહત આપે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 11.
એસ્પિરિન શરીરનું તાપમાન ઘટાડતું વેદનાહારક ઔષધ છે પરંતુ તે હૃદયરોગના હુમલાને અટકાવવા માટે વપરાય છે. સમજાવો.
ઉત્તર:
ઍસ્પિરિન પ્રોસ્ટાગ્લેન્ડિસ નામના રસાયણોના સંશ્લેષણને નિરોધિત કરે છે જે માંસપેશીમાં બળતરા કે દુખાવો પેદા કરે છે. આ ઔષધો સંધિવાથી શ૨ી૨માં થતા સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ ઔષધો અન્ય અનેક અસરો દર્શાવે છે. જેમ કે તાવમાં રાહત (તાપશાપક) આપે છે અને લઘુપટ્ટિકાના સ્પંદનને અટકાવે છે. ઍસ્પિરિનના રુધિર જામવા ન દેવાના ગુણના કારણે હૃદયના હુમલાના અટકાવ માટે ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન 12.
પ્રતિઍસિડ અને પ્રતિઍલર્જી બંને પ્રતિહિસ્ટામાઇન છે પરંતુ એકબીજાને બદલે વાપરી શકાતા નથી. શા માટે ?
ઉત્તર:
પ્રતિઍલર્જી ઔષધો અને પ્રતિઍસિડિક ઔષધો બન્ને પ્રતિહિસ્ટામાઇન ઔષધના જ પ્રકાર હોવા છતાં એકબીજાની અવેજીમાં વાપરી શકાતા નથી કારણ કે પ્રતિઍલર્જી ઔષધો અને પ્રતિઍસિડ ઔષધો જુદા જુદા ગ્રાહી પદાર્થો પર કાર્ય કરે છે.

પ્રશ્ન 13.
મૃદુ સાબુ (Soft soap) એટલે શું ?
ઉત્તર:
સફાઈ માટે ઉપયોગમાં લેવાતા સાબુ લાંબી શૃંખલાવાળા ફેટીઍસિડ સંયોજનો દાખલા તરીકે સ્ટિરિક ઍસિડ, ઓલિક ઍસિડ અને પામિટિક ઍસિડ સંયોજનોના સોડિયમ ક્ષાર ધરાવે છે જે ચરબીને (એટલે કે ફેટિઍસિડના ગ્લિસરાઇલ એસ્ટર સોડિયમ હાઇડ્રૉક્સાઇડના જલીય દ્રાવણ સાથે ગરમ કરવાથી બને છે. સોડિયમ હાઇડ્રૉક્સાઇડના સ્થાને પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ દ્રાવણ વાપરીને બનાવી શકાય છે જેને મૃદુ (સુંવાળા) સાબુ કહે છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 12

પ્રશ્ન 14.
જો સાબુમાં આલ્કલીનું પ્રમાણ વધુ હોય તો તે ચામડીને બળતરા (irritates) કરે છે. સાબુમાં આલ્કલીની વધુ માત્રાને કઈ રીતે જાણી શકાય છે ? તેનો સ્રોત શું છે ?
ઉત્તર:
સાબુના દ્રાવણનું હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરાવવામાં આવે છે અને તેના દ્વારા ફિનોલ્ફથેલીનને સૂચક તરીકે વાપરી આલ્કલીનું પ્રમાણ માપી શકાય છે. સાબુની બનાવટની પ્રક્રિયા દરમિયાન ચરબીને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 13
નાહવાના સાબુને સારી ગુણવત્તાવાળી ચરબી અને તેલના ઉપયોગથી બનાવી શકાય છે અને વધારાના આલ્કલીને દૂર કરવાની કાળજી લેવામાં આવે છે.

પ્રશ્ન 15.
કેટલીક જગ્યાએ સુએઝના પાણી ઉપર પ્રક્રિયા કર્યા બાદ નદીમાં ઉમેરવામાં આવે ત્યારે ફીણ ઉત્પન્ન થાય છે. શા માટે ? સમજાવો.
ઉત્તર:
સાંશ્લેષિત પ્રક્ષાલકોના ઉપયોગમાં મુખ્ય સમસ્યા એ છે કે જો તેમાં હાઇડ્રોકાર્બન શૃંખલા વધુ શાખાયુક્ત હોય તો બૅક્ટેરિયા તેમને સરળતાથી વિઘટિત કરી શકાતા નથી. વિઘટન ધીમું હોવાથી તેઓ એકત્રિત થતા જાય છે. આવા પ્રક્ષાલકો ધરાવતો નિર્ગમિત ઔદ્યોગિક કચરો નદીઓ, તળાવો વગેરેમાં પહોંચે છે. આ સુએઝ ઉપચાર ક્રિયા પછી પણ પાણીમાં જોવા મળે છે અને નદીઓ, તળાવો અને ઝરણાંઓમાં ફીણ ઉત્પન્ન કરે છે. તેથી પાણી પ્રદૂષિત થાય છે.

પ્રશ્ન 16.
ટૂથપેસ્ટમાં કયા પ્રકારનો સાંશ્લેષિત પ્રક્ષાલક ઉમેરવામાં આવે છે ?
ઉત્તર:
ઋણાયનીય પ્રક્ષાલકો જેવા કે સોડિયમ લોરિલસલ્ફેટ, સોડિયમ ડોડેસાઇલબેન્ઝિનસલ્ફોનેટ પ્રક્ષાલકો ટૂથપેસ્ટમાં વપરાય છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 17.
વાળના શેમ્પૂમાં કયા પ્રકારનો સાંશ્લેષિત પ્રક્ષાલક ઉમેરવામાં આવે છે ?
ઉત્તર:
સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમબ્રોમાઇડ પ્રચલિત ધનાયનીય પ્રક્ષાલક છે અને તે વાળ ધોવાના ચૅમ્પ તથા કંડિશનરમાં વપરાય છે.

પ્રશ્ન 18.
વાસણ ધોવાનો સાબુ સાંશ્લેષિત પ્રક્ષાલક છે. તેમનો રાસાયણિક સ્વભાવ શું છે ?
ઉત્તર:

  • વાસણ ધોવાના પ્રવાહી પ્રક્ષાલકો બિનઆયનીય પ્રકારના હોય છે, આ પ્રકારના પ્રક્ષાલકોની સફાઈ કરવાની ક્રિયાની ક્રિયાવિધિ સાબુની ક્રિયાવિધિ જેવી હોય છે. તેઓ પણ ગ્રીઝ અને તેલને મિસેલ બનાવીને દૂર કરે છે.
  • બિનઆયનીય પ્રક્ષાલકો તેમના બંધારણમાં કોઈ પણ આયન ધરાવતા નથી. આવો એક પ્રક્ષાલક જ્યારે સ્ટિઅરિક ઍસિડ, પૉલિઇથીલીન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બને છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 14

પ્રશ્ન 19.
નીચે આપેલા પ્રક્ષાલક વડે બનતા મિસેલની આકૃતિ દોરો.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 15
ઉત્તર:

  • સોડિયમ લોરિલસલ્ફેટ GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 16 એ ઋણાયનીય પ્રક્ષાલકનું ઉદાહરણ છે. તેને પાણીમાં ઉમેરતાં તે નીચે પ્રમાણે આયનીકરણ પામે છે :

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 17

  • ઉત્પન્ન થતો ઋણઆયન સપાટી પર રહે છે જ્યારે -OSO3 સમૂહ પાણીમાં રહે છે તથા હાઇડ્રોકાર્બન શૃંખલા પાણીથી દૂર સપાટી પર રહેવા પ્રયત્ન કરે છે.
  • ઊંચી સાંદ્રતાએ આ ઋણઆયનો સ્થૂળમાં અંદર જાય છે અને ગોળાકાર ભાગમાં ગોઠવાય છે. હાઇડ્રોકાર્બન શૃંખલા કેન્દ્ર તરફ ખેંચાય છે જ્યારે -OSO3 ભાગ ગોળાની સપાર્ટી તરફ ખેંચાય છે. આ રચનાને મિસેલ કહે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 18

પ્રશ્ન 20.
સાંશ્લેષિત પ્રક્ષાલકના બંધારણની હાઇડ્રોકાર્બન શૃંખલાની શાખા કેવી રીતે તેના જૈવવિઘટનને અસર કરે છે ?
ઉત્તર:
પ્રક્ષાલકો કે જેમાં હાઇડ્રોકાર્બનની વધુ શૃંખલા આવેલી હોય તે નદીમાં પ્રદૂષણ ફેલાવે છે. આની પાછળનું કારણ એ છે કે વધારે શૃંખલાઓ બૅક્ટેરિયાને હાઇડ્રોકાર્બન શૃંખલાનું સરળતાથી વિઘટન કરવા દેતા નથી. આમ, પ્રક્ષાલકોમાં શૃંખલાઓનું પ્રમાણ જેટલું ઓછું હોય તેટલો તેનો જૈવવિઘટનીય ગુણધર્મ વધે છે.

પ્રશ્ન 21.
પર્યાવરણની દૃષ્ટિએ સાબુનો ઉપયોગ શા માટે વધારે સલામતી ભર્યો (safer) છે ?
ઉત્તર:
સાબુ એ જૈવિઘટનીય પદાર્થ છે જ્યારે સાંશ્લેષિત પ્રક્ષાલકોમાં હાઇડ્રોકાર્બન શૃંખલા વધુ શાખાયુક્ત હોય છે. આથી બૅક્ટેરિયા તેમને સરળતાથી વિઘટન કરી શકાતા નથી અને તે પ્રદૂષણ ફેલાવે છે. આમ, સાંશ્લેષિત પ્રક્ષાલકો કરતાં સાબુ વાપરવો પર્યાવરણ માટે વધારે સુરક્ષિત છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 22.
વેદનાહારક એટલે શું ?
ઉત્તર:
વેદનાહર ઔષધો દુખાવાને, વ્યક્તિના ભાનમાં ઘટાડો, માનસિક અસ્વસ્થ સ્થિતિ, અસમન્વય અથવા ચેતાતંત્રમાં અન્ય કોઈ ખલેલ લાવ્યા વિના ઘટાડો કે નાબૂદ કરે છે. તેમને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે :
(i) બિનમાદક (બિનવ્યસનયુક્ત) વેદનાહર ઔષધો
(ii) માદક વેદનાહર ઔષધો

પ્રશ્ન 23.
ઉદાસીનતાની લાગણીના અનુભવ માટેની વૈજ્ઞાનિક સમજૂતી શું છે ?
ઉત્તર:
નોરાડ્રેનાલિન એક ચેતાપ્રેષિત (ચેતા સંદેશાવાહક) છે, તે વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવે છે. જો કોઈ કારણસર નોરાડ્રેનાલિનનું પ્રમાણ ઓછું થાય તો તે સંદેશા માટેના સંકેત મોકલવાની ક્રિયા ધીમી પડે છે અને આ વ્યક્તિ ઉદાસીનતા અનુભવે છે.

પ્રશ્ન 24.
જીવાણુનાશી અને સંક્રમણહારકો વચ્ચેનો પાયાનો તફાવત શો છે ?
ઉત્તર:
જીવાણુનાશી અને સંક્રમણહારકો બંને પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો છે પણ જીવાણુનાશી ઔષધોને જીવંત પેશીઓ જેવી કે ઘા, કપાયેલા ભાગ, ચાંદા અને રોગગ્રસ્ત ત્વચા પર લગાવવામાં આવે છે જ્યારે સંક્રમણહારકોને નિર્જીવ વસ્તુઓ જેવી કે ભોંયતળિયું, ગટર વ્યવસ્થા, સાધનો પર લગાવવામાં આવે છે.

પ્રશ્ન 25.
સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાંથી વધુ સારો પ્રતિ ઍસિડ કયો છે. શા માટે ?
ઉત્તર:
મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ [Mg(OH)2] એ વધારે સારો પ્રતિઍસિડ પદાર્થ છે, કારણ કે તે અદ્રાવ્ય રહી અને pH નું મૂલ્ય તટસ્થ મૂલ્ય કરતાં વધવા દેતું નથી, જ્યારે સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ દ્રાવ્ય થઈ જાય છે અને જો તે વધારે પ્રમાણમાં દ્રાવ્ય થાય તો તે પેટમાં બેઝિકતા ઉત્પન્ન કરે છે અને તેના કારણે વધારે ઍસિડ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 26.
કયા વેદનાહારકો અફીણયુક્ત તરીકે ઓળખાય છે ?
ઉત્તર:
માદક વેદનાહર ઔષધોને અફીણ પ્રકારના ઔષધો કહે છે. મૉર્ફિન અને તેની સાથે સમાનધર્મીપણું ધરાવતા અનેક પદાર્થોનો દવા તરીકે ઉપયોગ કરતા તે દુખાવો દૂર કરે છે અને નિદ્રા પ્રેરે છે. ઝેરી માત્રામાં આ ઔષધો બેહોશી, અસ્વાભાવિક ઘેરી નિદ્રા, તાણ-આંચકી જેવી અસરો પેદા કરે છે અને છેવટે મૃત્યુમાં પરિણમે છે. આ ઔષધોને અફીણ મળે તેવા ખસખસના છોડમાંથી મેળવવામાં આવતા હોવાથી કેટલીક વખત તેમને અફીણવાળી દવા તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 27.
માદક ઔષધિનો ચિકિત્સામાં શો ઉપયોગ છે ?
ઉત્તર:
માદક વેદનાહક ઔષધો મુખ્યત્વે ઑપરેશન પછીના દુખાવા, હૃદયના દુખાવા, અંતિમ અવસ્થાના કૅન્સરમાં દુખાવા અને પ્રસૂતિ દરમિયાનના દુખાવામાંથી રાહત મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન 28.
વેદનાહારક ઔષધિ એટલે શું ?
ઉત્તર:
જે ઔષધો ગ્રાહી સ્થાને જોડાય છે અને તેના કુદરતી કાર્યોને નિરોધિત કરે છે અને તેને વેદનાહારક કહે છે, તેને એન્ટાગોનિસ્ટ્સ કહે છે. જ્યારે સંદેશાને અવરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આ ઉપયોગી બને છે. બીજા પ્રકારની ઔષધો કે જે કુદરતી સંદેશાવાહકની નકલ કરીને ગ્રાહી પદાર્થને સક્રિય કરે છે તેને એગોનિસ્ટ્સ કહે છે. આ કુદરતી રાસાયણિક સંદેશાવાહકની ઊણપ હોય ત્યારે ઉપયોગી બને છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 29.
પ્રતિસૂક્ષ્મજીવી ઔષધિ કઈ રીતે કાર્ય કરે છે ?
ઉત્તર:
પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો પસંદગીયુક્ત બૅક્ટેરિયા (પ્રતિબૅક્ટેરિયાકારક) અથવા અન્ય પરજીવીઓ (પ્રતિપરજીવીકારક) જેવા સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે / વૃદ્ધિ રોકવા માટે અથવા સૂક્ષ્મજીવોની રોગકારક ક્રિયાના નિરોધન માટેના સિદ્ધાંત પર કાર્ય કરે છે,

પ્રશ્ન 30.
સાબુ ઉધોગની આડપેદાશ કઈ છે ? સાબુ બનાવવાની પ્રક્રિયાનાં સમીકરણો લખો.
ઉત્તર:

  • સાબુ, સોડિયમ ક્ષાર ધરાવે છે જે ચરબીને (એટલે કે ફેટિઍસિડના ગ્લિસરાઇલ એસ્ટર) સોડિયમ હાઇડ્રૉક્સાઇડના જલીય દ્રાવણ સાથે ગરમ કરવાથી બને છે. આ પ્રક્રિયા સાબુનીકરણ તરીકે ઓળખાય છે.
  • આ પ્રક્રિયામાં ફૅટિઍસિડના એસ્ટર જળવિભાજન પામે છે અને પ્રાપ્ત થયેલો સાબુ કલિલ અવસ્થામાં રહે છે. તેને દ્રાવણમાં સોડિયમ ક્લોરાઇડ ઉમેરીને અવક્ષેપિત કરી શકાય છે.
    સાબુ દૂર કર્યા બાદ વધેલા દ્રાવણમાં ગ્લિસરોલ રહી જાય છે જે આડપેદાશ તરીકે મળે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 19

પ્રશ્ન 31.
નાહવાના સાબુ અને ધોવાના સાબુ વચ્ચે શું તફાવત છે ?
ઉત્તર:
નાહવાના સાબુઓ પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ દ્રાવણ વાપરીને બનાવી શકાય છે. તેઓ સામાન્ય રીતે વધારાના કલિલ દૂર થવાથી સુંવાળા હોય છે, જ્યારે બીજી બાજુ કપડાં ધોવાના સાબુઓ સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાંથી બનાવવામાં આવે છે, તેઓ પ્રમાણમાં કઠણ હોય છે અને તેમાં વધારાનો આલ્કલી રહેલો હોય છે.

પ્રશ્ન 32.
પારદર્શક સાબુ કેવી રીતે બનાવવામાં આવે છે ?
ઉત્તર:
પારદર્શક સાબુ બનાવવા માટે સાબુને ઇથેનોલ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે અને ત્યારબાદ વધારાના દ્રાવકનું બાષ્પીભવન કરવામાં આવે છે.

પ્રશ્ન 33.
ઍસિડિટીની સારવારમાં પ્રતિઍસિડ કરતાં પ્રતિહિસ્ટામાઇનનો ઉપયોગ કેવી રીતે લાભદાયક છે ?
ઉત્તર:
સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ જેવા પ્રતિઍસિડ પદાર્થો એ માત્ર ઍસિડિટીના લક્ષણોને નિયંત્રિત કરે છે, તેના કારણોને નહીં. પ્રતિઍસિડ પદાર્થો પેટમાં વધેલા ઍસિડને માત્ર તટસ્થ કરે છે પણ તેને વધતો અટકાવતા નથી. હિસ્ટેમાઇન જઠરમાં પેપ્સીન અને હાઇડ્રોક્લોરિક ઍસિડના સ્રાવને ઉત્તેજે છે. પ્રતિહિસ્ટામાઇન પદાર્થો હિસ્ટેમાઇનની અસરને અવરોધે છે અને જઠરમાં વધારે ઍસિડ બનતો અટકાવે છે. આમ, ઍસિડિટી દૂર કરવા માટે પ્રતિહિસ્ટામાઇન ઔષધો, પ્રતિઍસિડ પદાર્થ કરતાં વધારે પ્રમાણમાં વપરાય છે.

પ્રશ્ન 34.
હિસ્ટેમાઇન શરીરમાં શું કાર્ય કરે છે ?
ઉત્તર:
હિસ્ટેમાઇન એક શક્તિશાળી વાહિકા વિસ્ફારક છે. તેના વિવિધ કાર્યો છે. તે શ્વસનનળીઓ અને અન્નનળીના લીસા સ્નાયુઓનું સંકોચન કરે છે અને અન્ય સ્નાયુઓ જેવાં કે રુધિરની પાતળી વાહિનીઓની દીવાલમાં રહેલા સ્નાયુઓને ઢીલા પાડે છે શરદીના કારણે નાસિકામાં થતો ભરાવો અને ફૂલોની પરાગરજને કારણે થતી ઍલર્જી માટે પણ હિસ્ટેમાઇન જવાબદાર હોય છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 35.
પ્રશાંતકો ઉદાસીનતાની લાગણીને કેવી રીતે નિયંત્રિત કરે છે તે એક ઉદાહરણ દ્વારા સમજાવો.
ઉત્તર:
નોરાડ્રેનાલિન ઔષધો વિઘટન પ્રક્રિયાના ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયાને નિરોધિત કરે છે. જો ઉત્સેચક નિરોધિત થાય તો અગત્યનો ચેતાપ્રેષિત ધીમેધીમે ચયાપચિત થાય છે અને તેના ગ્રાહી પદાર્થોને લાંબા સમય સુધી સક્રિય કરી શકે છે, તેથી ઉદાસીનતાની અસ૨ નિર્મૂળ થતી જાય છે.

પ્રશ્ન 36.
શા માટે કેટલાંક ઔષધોને ઉત્સેચક નિરોધક કહે છે ?
ઉત્તર:
કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને જોડાઈ ઉત્સેચકોની પ્રવૃત્તિને નિરોધે છે. આ ઉત્સેચકના બંધન સ્થાનને તે અવરોધી શકે છે અને પ્રક્રિયાર્થીના થતા બંધનને અટકાવે છે અથવા ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને નિરોધે છે. આવા ઔષધોને ઉત્સેચક નિરોધકો કહે છે.

પ્રશ્ન 37.
પૂરક (fillers) એટલે શું અને આ પૂરકો સાબુમાં શું ભાગ ભજવે છે ?
ઉત્તર:

  • પૂરક પદાર્થો (Fillers) સાબુમાં ઉમેરવાથી સાબુના ગુણધર્મમાં યોગ્ય ફેરફાર કરી સાબુને વધારે ઉપયોગી બનાવી શકાય છે. ધોવાના સાબુમાં સોડિયમ રોઝિનેટ, સોડિયમ, સિલિકેટ, બોરેક્ષ અને સોડિયમકાર્બોનેટ ઉમેરી તેની ફીણ બનાવાની ક્ષમતા વધારી શકાય છે.
  • દાઢી કરવાના સાબુમાં ગ્લિસરોલ ઉમેરવાથી તે જલદી સુકાઈ જતો નથી.
  • ઔષધીય સાબુ બનાવવા માટે સાબુમાં ઔષધીય ગુણ ધરાવતા પૂરક પદાર્થો ઉમેરવામાં આવે છે.

પ્રશ્ન 38.
શર્કરા ઊર્જાની મુખ્ય સ્રોત છે કારણ કે ચયાપચય વિઘટન દ્વારા ઊર્જા ઉત્પન્ન કરે છે. પરંતુ આજકાલ ઓછી કેલરીવાળાં પીણાં વધારે પ્રચલિત છે. શા માટે ?
ઉત્તર:
કુદરતી ગળ્યા પદાર્થો દા.ત., સુક્રોઝ ખાદ્યપદાર્થની કૅલરી વધારે છે. તેના કારણે મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવા રોગો થાય છે. આથી આજના સમયમાં લોકો ઓછી કૅલરી ધરાવતા ઠંડાં પીણાં વધારે પસંદ કરે છે.

પ્રશ્ન 39.
અથાણાને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને તે ખરાબ થતા નથી. શા માટે ?
ઉત્તર:
અથાણામાં નાખવામાં આવેલું તેલ તથા મીઠું ખાદ્યપદાર્થ પરિરક્ષકો તરીકે ઓળખાય છે. આ ખાદ્યપદાર્થ પરિરક્ષકો અથાણામાં બૅક્ટેરિયાની પ્રક્રિયાને ખૂબ ધીમી પાડી દે છે તથા હવા અથવા ભેજને સપાટી પર જ રોકે છે. તેથી અથાણાં ઘણા લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

પ્રશ્ન 40.
સેકેરીન અને સેકેરિક ઍસિડ વચ્ચે શું તફાવત છે ?
ઉત્તર:
સેકેરીન એ કૃત્રિમ ગળ્યા પદાર્થો પૈકીનો એક છે. તે સુક્રોઝની સરખામણીમાં 550 ગણું વધારે ગળપણ મૂલ્ય ધરાવે છે. તે શરીરમાંથી પરિવર્તન પામ્યા સિવાય પેશાબ સાથે ઉત્સર્જિત થાય છે જ્યારે તેને શરીરમાં લેવામાં આવે છે ત્યારે તે સંપૂર્ણપણે નિષ્ક્રિય અને બિનહાનિકારક જોવા મળે છે. તેનો ઉપયોગ ડાયાબિટીસવાળી વ્યક્તિઓ માટે અને એવી વ્યક્તિઓ કે જે વધુ કૅલરી લેવા ૫૨ નિયંત્રણ રાખવા ઇચ્છે છે તેમના માટે અતિમહત્ત્વનો છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 20
જ્યારે સેકેરીન ઍસિડ એ ડાયબેઝિક ઍસિડ છે કે જે ગ્લુકોઝના બૅક્ટેરિયા દ્વારા કરવામાં આવતા ઑક્સિડેશન દ્વારા અથવા પ્રયોગશાળામાં સાંદ્ર HNO3 વડે મેળવી શકાય છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 21

પ્રશ્ન 41.
કૃત્રિમ ગળ્યા પદાર્થનું નામ આપો જે સુક્રોઝનો વ્યુત્પન્ન છે.
ઉત્તર:
સુક્રોઝનું સુક્રોલોઝ વ્યુત્પન્ન કૃત્રિમ ગળ્યા પદાર્થ તરીકે વપરાય છે. તેનો દેખાવ અને સ્વાદ શર્કરા જેવો છે. તે રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી હોય છે, તે કૅલરી આપતું નથી.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 22

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 42.
ખાંડ (cane sugar) કરતાં 100 ગણો વધુ ગળ્યો ડાયપેપ્ટાઇડ બનાવતા બે α-એમિનો ઍસિડનાં નામ આપો.
ઉત્તર:
એસ્પાર્ટેમ સૌથી વધુ સફળ અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. તે સુક્રોઝ કરતાં લગભગ સો ગણું વધારે ગળ્યું છે. તે એસ્પાર્ટિક ઍસિડ અને ફિનાઇલ એલેનાઇનમાંથી બનતા ડાયપેપ્ટાઇડનો એસ્ટર છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 23

પ્રશ્ન 43.
રાંધવાના તાપમાને એસ્પાર્ટેમ અસ્થાયી છે, તો તમે એસ્પાર્ટેમનો ઉપયોગ ગળપણ લાવવા માટે ક્યાં કરશો ?
ઉત્તર:

  • એસ્પાર્ટેમનો ઉપયોગ માત્ર ઠંડાં ખાદ્યપદાર્થો અને ઠંડાં પીણાં પૂરતો જ મર્યાદિત હોય છે.
  • એસ્પાર્ટેમ સૌથી વધુ સફળ અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. તે સુક્રોઝ કરતાં લગભગ સો ગણું વધારે ગળ્યું છે. તે એસ્પાર્ટિક ઍસિડ અને ફિનાઇલ એલેનાઇનમાંથી બનતા ડાયપેપ્ટાઇડનો એસ્ટર છે.

પ્રશ્ન 44.
કેટલાક ઍસિડના સોડિયમ ક્ષાર ખૂબ જ સારા ખાધપદાર્થો પરિરક્ષક તરીકે ઉપયોગી છે. આવા કેટલાક ઍસિડનાં નામો આપો.
ઉત્તર:

  • કુદરતી અથવા કૃત્રિમ રીતે બનાવવામાં આવતા પરિક્ષકો કે જે ખાદ્યપદાર્થમાં ઉમેરતાં ખાદ્યપદાર્થોને સૂક્ષ્મજીવોની વૃદ્ધિના કારણે બગડતા અટકાવે છે. તેમાંના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે :
  • બેન્ઝોઇક ઍસિડનો સોડિયમ ક્ષાર સોડિયમ બેન્ઝોએટનો ઉપયોગ ફળો, જ્યુસ તથા અથાણાંને સાચવવા માટે થાય છે.
  • સોર્બિક ઍસિડ અને તેના ક્ષારો સોર્બિક ઍસિડના ક્ષારોનો ઉપયોગ માંસ, મરઘાં તેમજ ઠંડાં પીણાંની જાળવણી માટે થાય છે.
  • સોડિયમ પ્રોપેનોએટ (Na) તેનો ઉપયોગ બેકરી ઉદ્યોગમાં થાય છે.

પ્રશ્ન 45.
ઉત્સેચક નિરોધકોમાં એલોસ્ટેરિક સાઇટનું કાર્ય સમજાવો.
ઉત્તર:
કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી પરંતુ તેઓ ઉત્સેચકના જે અન્ય સ્થાને જોડાય છે તેને એલોસ્ટેકિ સાઇટ કહેવામાં આવે છે. નિરોધકનું એલોસ્ટેરિક સાઇટ સાથેનું આ જોડાણ સક્રિયસ્થાનનો આકાર એવી રીતે બદલે છે કે જેથી પ્રક્રિયાર્થી તેને ઓળખી શકે નહીં.

જો ઉત્સેચક અને નિરોધક વચ્ચેનો બનેલો બંધ પ્રબળ સહસંયોજક હોય અને સરળતાથી તૂટી શકતો ન હોય તો તે ઉત્સેચક કાયમી રીતે અવરોધાયેલો રહે છે. આવા સમયે શરીર ઉત્સેચક-નિરોધક સંકીર્ણને વિઘટિત કરે છે અને નવા ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 24

પ્રશ્ન 46.
કોષપટલ (cell membrane)માં ગ્રાહી પ્રોટીન ક્યાં આવેલા હોય છે ?
ઉત્તર:
ગ્રાહી પદાર્થો શરીરના પ્રત્યાયન પ્રક્રમ માટેના નિર્ણાયક પ્રોટીન છે. આ પૈકીના મોટાભાગના ગ્રાહી પદાર્થો કોષપટલમાં ખૂંપેલા હોય છે. ગ્રાહી પ્રોટીન કોષપટલમાં એવી રીતે ખૂંપેલું હોય છે કે જેથી તેમના સક્રિય સ્થાનવાળો નાનો ભાગ પટલની સપાટીથી બહાર આવે છે અને કોષપટલના વિસ્તારની બહારની બાજુ ખૂલે છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 25
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 26

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 47.
જ્યારે ઉત્સેચક અને નિરોધક વચ્ચે પ્રબળ સહસંયોજક બંધ બને ત્યારે શું થાય છે ?
ઉત્તર:
જો ઉત્સેચક અને નિરોધક વચ્ચેનો બનેલો બંધ પ્રબળ સહસંયોજક હોય અને સરળતાથી તૂટી શકતો ન હોય તો તે ઉત્સેચક કાયમી રીતે અવરોધાયેલો રહે છે. આવા સમયે શરીર ઉત્સેચક-નિરોધક સંકીર્ણને વિઘટિત કરે છે અને નવા ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે.

જોડકાં પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
કોલમ – Iમાં આપેલ વસ્તુઓને કોલમ – IIની વસ્તુઓ સાથે જોડો :

કોલમ – I કોલમ – II
(A) રેનિટિડીન (1) પ્રશાંતક
(B) ફ્યુરાસીન (2) પ્રતિસૂક્ષ્મજીવી
(C) ફિનેઝિન (૩) પ્રતિહિસ્ટામાઇન
(D) ક્લોરએમ્ફેનિકોલ (4) જીવાણુનાશી
(5) ગર્ભનિરોધક ઔષધ

જવાબ
(A – 3), (B – 4), (C – 1), (D – 2)

કોલમ – I કોલમ – II
(A) રેનિટિડીન (૩) પ્રતિહિસ્ટામાઇન
(B) ફ્યુરાસીન (4) જીવાણુનાશી
(C) ફિનેઝિન (1) પ્રશાંતક
(D) ક્લોરએમ્ફેનિકોલ (2) પ્રતિસૂક્ષ્મજીવી

પ્રશ્ન 2.
કોલમ – Iમાં આપેલા સાબુ સાથે કૉલમ – IIની વસ્તુઓને જોડોઃ

કૉલમ – I કૉલમ – II
(A) સાબુની ચીરીઓ (1) શુષ્ક સાબુના નાના-નાના પરપોટા
(B) સાબુના દાણા (2) પીગળેલા સાબુમાંથી બનાવેલા સાબુના નાના-નાના ટુકડા
(C) સાબુનો પાઉડર (3) સાબુનો પાઉડર + અપઘર્ષક + નિર્માતા (બિલ્ડર્સ)
(Na2CO3 અને Na3PO4)
(D) ઘસવાનો સાબુ (Scouring soap) (4) સાબુનો પાઉડર + નિર્માતા જેવા
(Na2CO3 અને Na3PO4)

જવાબ
(A – 2), (B – 1), (C -4), (D – 3)

કૉલમ – I કૉલમ – II
(A) સાબુની ચીરીઓ (2) પીગળેલા સાબુમાંથી બનાવેલા સાબુના નાના-નાના ટુકડા
(B) સાબુના દાણા (1) શુષ્ક સાબુના નાના-નાના પરપોટા
(C) સાબુનો પાઉડર (4) સાબુનો પાઉડર + નિર્માતા જેવા
(Na2CO3 અને Na3PO4)
(D) ઘસવાનો સાબુ (Scouring soap) (3) સાબુનો પાઉડર + અપઘર્ષક + નિર્માતા (બિલ્ડર્સ)
(Na2CO3 અને Na3PO4)

પ્રશ્ન 3.
કોલમ – Iમાં આપેલા બંધારણોને કૉલમ – IIમાં આપેલા પ્રક્ષાલકો સાથે જોડો :

કૉલમ – I કૉલમ – II
(A) CH3CH2)16COO(CH2CH2O)n CH2CH2OH (1) ધનાયનીય પ્રક્ષાલક
(B) C17H35COO Na+ (2) ઋણાયનીય પ્રક્ષાલક
(C) CH3 – (CH2)10CH2SO3Na+ (3) બિનઆયનીય પ્રક્ષાલક
(D) im27 (4) સાબુ

જવાબ
(A – 3), (B – 4), (C – 2), (D – 1)

કૉલમ – I કૉલમ – II
(A) CH3CH2)16COO(CH2CH2O)n CH2CH2OH (3) બિનઆયનીય પ્રક્ષાલક
(B) C17H35COO Na+ (4) સાબુ
(C) CH3 – (CH2)10CH2SO3Na+ (2) ઋણાયનીય પ્રક્ષાલક
(D) im27 (1) ધનાયનીય પ્રક્ષાલક

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 4.
કૉલમ – Iમાં આપેલા પ્રક્ષાલકોને કોલમ – IIમાં આપેલા તેમના ઉપયોગ સાથે જોડો :
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 28
જવાબ
(A – 3), (B – 4), (C – 2), (D – 1)

પ્રશ્ન 5.
કૉલમ – Iમાં આપેલા સંયોજનોને કૉલમ – IIમાં આપેલા તેમનાં કાર્યો સાથે જોડો :

કોલમ – I કૉલમ – II
(A) એન્ટાગોનિસ્ટ (1) બે ચેતાકેશિકાઓ અથવા ચેતા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે કરે છે.
(B) એગોનિસ્ટ (2) ગ્રાહી રચના સાથે જોડાઈને તેના પ્રાકૃતિક કાર્યને અવરોધે છે.
(C) રાસાયણિક સંદેશાવાહક (3) શરીરની સંદેશાવહન-પ્રક્રિયા માટે અતિઆવશ્યક
(D) નિરોધકો (4) પ્રાકૃતિક સંદેશાવાહકની નકલ કરે છે.
(E) ગ્રાહીપદાર્થ (5) ઉત્સેચકનાં કાર્યોને અવરોધે છે.

જવાબ
(A – 2), (B – 4), (C – 1), (D – 5), (E – 3)

કોલમ – I કૉલમ – II
(A) એન્ટાગોનિસ્ટ (2) ગ્રાહી રચના સાથે જોડાઈને તેના પ્રાકૃતિક કાર્યને અવરોધે છે.
(B) એગોનિસ્ટ (4) પ્રાકૃતિક સંદેશાવાહકની નકલ કરે છે.
(C) રાસાયણિક સંદેશાવાહક (1) બે ચેતાકેશિકાઓ અથવા ચેતા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે કરે છે.
(D) નિરોધકો (5) ઉત્સેચકનાં કાર્યોને અવરોધે છે.
(E) ગ્રાહીપદાર્થ (3) શરીરની સંદેશાવહન-પ્રક્રિયા માટે અતિઆવશ્યક

પ્રશ્ન 6.
કોલમ – Iમાં આવેલ ઔષધના પ્રકારને કૉલમ – IIમાં આપેલ તેમનાં કાર્ય સાથે જોડો :

કૉલમ – I કોલમ – II
(A) વેદનાહારક (1) સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિને અટકાવે અને મુખ દ્વારા લઈ શકાય છે.
(B) જીવાણુનાશી (2) તાણની સારવાર માટે
(C) પ્રતિહિસ્ટામાઇન (૩) નિર્જીવ વસ્તુઓ ઉપર ઉપયોગ
(D) પ્રતિઍસિડ (4) હિસ્ટામાઇનને તેના ગ્રાહીપદાર્થ સાથે જોડાતા અટકાવે છે.
(E) પ્રશાંતકો (5) દર્શનિવારક અસર
(F) પ્રતિસૂક્ષ્મજીવીઓ (6) સંક્રમિત ત્વચા ઉપર લગાવવા માટે
(G) સંક્રમણહારકો (7) ઍસિડિટીની સારવારમાં

જવાબ
(A – 5), (B – 6), (C – 4), (D – 7), (E – 2), (F – 1), (G – 3)

કૉલમ – I કોલમ – II
(A) વેદનાહારક (5) દર્શનિવારક અસર
(B) જીવાણુનાશી (6) સંક્રમિત ત્વચા ઉપર લગાવવા માટે
(C) પ્રતિહિસ્ટામાઇન (4) હિસ્ટામાઇનને તેના ગ્રાહીપદાર્થ સાથે જોડાતા અટકાવે છે.
(D) પ્રતિઍસિડ (7) ઍસિડિટીની સારવારમાં
(E) પ્રશાંતકો (2) તાણની સારવાર માટે
(F) પ્રતિસૂક્ષ્મજીવીઓ (1) સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિને અટકાવે અને મુખ દ્વારા લઈ શકાય છે.
(G) સંક્રમણહારકો (૩) નિર્જીવ વસ્તુઓ ઉપર ઉપયોગ

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો
નીચે વિધાન (A) અને પછી કારણ (R) આપેલાં છે. નીચેના જવાબોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

(A) વિધાન (A) તથા કારણ (R) બંને સાચાં છે પણ કારણ (R) એ વિધાન (A)ની સાચી સમજૂતી આપે છે.
(B) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પણ કારણ (R) એ વિધાન (A)ની સાચી સમજૂતી નથી.
(C) વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે. (D) વિધાન (A) સાચું છે પણ કારણ (R) ખોટું છે.
(E) વિધાન (A) ખોટું છે પણ કારણ (R) સાચું છે.

પ્રશ્ન 1.
વિધાન (A) : પેનિસિલિન (G) એક પ્રતિહિસ્ટામાઇન છે.
કારણ (R): પેનિસિલિન (G) ગ્રામ પૉઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને પ્રકારના જીવાણુઓ ઉપર અસરકારક છે.
જવાબ
(C) વિધાન (A) તથા કારણ (B) બંને ખોટાં છે.
સાચું વિધાન પેનિસિલિન (G) એ જીવાણુનાશી છે. સાચું કારણ પેનિસિલિન (G) એ માત્ર ગ્રામ પૉઝિટિવ પ્રકારના બૅક્ટેરિયા સાથે જ અસરકારક છે.

પ્રશ્ન 2.
વિધાન (A) : સલ્ફા ઔષધ સલ્ફોનેમાઇડ સમૂહ ધરાવે છે.
કારણ (R) : સાલ્વેરસેન એ સલ્ફા ઔષધ છે.
જવાબ
(D) વિધાન (A) સાચું છે જ્યારે કારણ (R) એ ખોટું છે.
સાચું કારણ સાલ્વસેન એ જીવાણુનાશી છે પરંતુ તેમાં સલ્ફોનેમાઇડ સમૂહ આવતો નથી.

પ્રશ્ન 3.
વિધાન (A) : ગ્રાહીપદાર્થ શરીરની સંદેશાવહન પ્રક્રિયા માટે અગત્યના છે.
કારણ (R) : ગ્રાહીપદાર્થો પ્રોટીન છે.
જવાબ
(A) વિધાન (A) તથા કારણ (B) બંને સાચાં છે પણ કારણ (R) એ વિધાન (A)ની સાચી સમજૂતી આપે છે.

પ્રશ્ન 4.
વિધાન (A) : ઉત્સેચકો સક્રિય સ્થાન ધરાવે છે, પ્રક્રિયાર્થીના અણુને રાસાયણિક પ્રક્રિયા માટે જકડી રાખે છે.
કારણ (R) : ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે સહસંયોજક રીતે જોડાઈને પ્રાકૃતિક પ્રક્રિયાર્થી સાથે જોડાય છે.
જવાબ
(D) વિધાન (A) સાચું છે પણ કારણ (R) ખોટું છે.
સાચું કારણ ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાનાર કુદરતી પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી ઉત્સેચકના સક્રિય સ્થાને નિર્બળ પ્રકારના હાઇડ્રોજન બંધ અથવા વાનડરવાલ્સ પ્રકારના બંધથી જોડાય છે.

પ્રશ્ન 5.
વિધાન (A) : રાસાયણિક સંદેશાવાહકો એવાં રસાયણો છે કે જે બે ચેતાઓ વચ્ચે અથવા ચેતા અને સ્નાયુ વચ્ચે સંદેશાઓની આપ-લે કરે છે.
કારણ (R) : રસાયણો ગ્રાહીપદાર્થ દ્વારા કોષમાં પ્રવેશે છે.
જવાબ
(D) વિધાન (A) સાચું છે જ્યારે કા૨ણ (R) એ ખોટું છે.
સાચું કારણ રાસાયણિક સંદેશાવાહકો ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાનોએ સ્વીકારાય છે સંદેશાવાહકોને સ્થાન આપવા માટે ગ્રાહી સ્થાનના આકાર બદલાય છે જેથી કોષમાં સંદેશાનું વહન થાય છે. આમ, રાસાયણિક સંદેશાવાહક કોષમાં પ્રવેશ્યા સિવાય કોષને સંદેશો પહોંચાડે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 6.
વિધાન (A) : સાબુને ઇથેનોલમાં દ્રાવ્ય કરીને પારદર્શક સાબુ બનાવવામાં થાય છે.
કારણ (R) : ઇથેનોલ વસ્તુઓને અદૃશ્ય બનાવે છે.
જવાબ
(D) વિધાન (A) સાચું છે પણ કારણ (R) ખોટું છે.
સાચું કારણ ઇથેનોલ પદાર્થમાંથી હવા અને ભેજ કે જે પ્રકાશને છૂટો-છવાયો કરે છે તેને દૂર કરે છે. આથી સાબુ પારદર્શક બને છે.

પ્રશ્ન 7.
વિધાન (A) : સાબુનીકરણની ક્રિયા પછી સાબુના અવક્ષેપ મેળવવા માટે સોડિયમ કલોરાઇડ ઉમેરવવામાં આવે છે.
કારણ (R) : લાંબી શૃંખલાવાળા ફેટી ઍસિડના એસ્ટરનું જળવિભાજન આલ્કલી વડે કરતા કલિલ સ્વરૂપમાં સાબુ બનાવે છે.
જવાબ
(B) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પણ કારણ (R) એ વિધાન (A)ની સાચી સમજૂતી નથી.

પ્રશ્ન 8.
વિધાન (A) : પ્રતિસ્પર્ધક અવરોધકમાં નિરોધક ઉત્સેચકના એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાય છે.
કારણ (R) · પ્રતિસ્પર્ધક અવરોધકમાં નિરોધક ઉત્સેચકના એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાય છે.
જવાબ
(D) વિધાન (A) સાચું છે પણ કારણ (R) ખોટું છે.
સાચું કારણ સ્પર્ધાત્મક નિરોધકો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે, એલોસ્ટેરિક સાઇટ પર નહીં.

પ્રશ્ન 9.
વિધાન (A) : બિનપ્રતિસ્પર્ધક નિરોધકો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઇને તેની ઉદ્દીપન ક્રિયાને અવરોધે છે.
કારણ (R) : બિનપ્રતિસ્પર્ધક નિરોધકો ઉત્સેચકના સક્રિય સ્થાનના આકારને એવી રીતે બદલે છે કે જેથી પ્રક્રિયાર્થીને ઓળખી શકાય નહિ.
જવાબ
(E) વિધાન (A) ખોટું છે પણ કારણ (R) સાચું છે.

પ્રશ્ન 10.
વિધાન (A) : રાસાયણિક સંદેશાવાહકો કોષમાં દાખલ થયા વગર કોષને સંદેશો આપે છે.
કારણ (R) : ગ્રાહીપ્રોટીનના જોડાણ સ્થાન ઉપર રાસાયણિક સંદેશાવાહક સ્વીકારાય છે.
જવાબ
(A) વિધાન (A) તથા કારણ (B) બંને સાચાં છે. કારણ (R) એ વિધાન (A)ની સાચી સમજૂતી આપે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 11.
વિધાન (A) : ગ્રાહીપ્રોટીન એક રાસાયણિક સંદેશાવાહકની સરખામણીમાં બીજાની પસંદગી દર્શાવ છે.
કારણ (R) : રાસાયણિક સંદેશાવાહકો ગ્રાહીસ્થાન સાથે જોડાઈને તેના પ્રાકૃતિક કાર્યને અવરોધે છે.
જવાબ
(D) વિધાન (A) સાચું છે પણ કારણ (R) ખોટું છે.
સાચું કારણ રાસાયણિક સંદેશાવાહકો ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાને જોડાઈ કોષમાં દાખલ થયા વગર કોષમાં સંદેશાનું વહન કરે છે.

પ્રશ્ન 12.
વિધાન (A) : ખાધપદાર્થમાં ઉમેરાતાં રસાયણોને ખાધપદાર્થ પરિરક્ષકો કહે છે.
કારણ (R) : આ બધાં રસાયણો ખાધપદાર્થના પોષક-મૂલ્યમાં વધારે કરે છે.
જવાબ
(C) વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે.

પ્રશ્ન 13.
વિધાન (A) : ખાધપદાર્થ પરિરક્ષકો ખાધપદાર્થમાં ઉમેરવામાં આવે છે.
કારણ (R) : ખાધપદાર્થ પરિક્ષકો સૂક્ષ્મજીવાણુઓની વૃદ્ધિને અટકાવે છે.
જવાબ
(A) વિધાન (A) તથા કારણ (R) બંને સાચાં છે પણ કારણ (R) એ વિધાન (A)ની સાચી સમજૂતી આપે છે.

પ્રશ્ન 14.
વિધાન (A) : કેલરીના નિયંત્રણ માટે ખાધપદાર્થમાં કૃત્રિમ ગળ્યા પદાર્થ ઉમેરવામાં આવે છે.
કારણ (R) : મોટાભાગના કૃત્રિમ ગળ્યા પદાર્થો નિષ્ક્રિય છે અને શરીરમાં પાચન (metabolise) પામતા નથી.
જવાબ
(A) વિધાન (A) તથા કારણ (R) બંને સાચાં છે પણ કારણ (R) એ વિધાન (A)ની સાચી સમજૂતી આપે છે.

સવિસ્તર પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1
પ્રોન્ટોસિલ અને સાલ્વસેનમાં કયા પ્રકારની સમાનતા છે ? પ્રોન્ટોસિલ અને એઝોરંગક વચ્ચે કઈ સમાનતા છે ? સમજાવો.
ઉત્તર:

  • વૈજ્ઞાનિક એલિચે પ્રથમ અસરકારક પ્રતિબૅક્ટેરિયાકારક પ્રોન્ટોસિલ બનાવવામાં સફળ થયા હતા જેનું બંધારણ સાલ્વરસેન સંયોજનને મળતું આવે છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 29

  • જર્મન જીવાણુ વૈજ્ઞાનિક પૌલ એલિચે સિફિલિસના ઉપચાર માટે વિષાલુ (ઝેરી) પદાર્થ તૈયાર કરવાના હેતુથી આર્સેનિક આધારિત બંધારણોની ચકાસણી કરી. તેમને આર્રફનેમાઇન ઔષધો વિકસાવી, જે સાલ્વ૨સેન (salvarsan) નામથી ઓળખાય છે.
  • સાલ્વરસેન તથા એઝોરંગકોના બંધારણમાં પણ સામ્યતા જોવા મળે છે. સાલ્વરસેનમાં – AS = AS – સાંકળ એઝોરંગકોમાં હાજર સાંકળ – N = N – ને બરાબર એવી રીતે મળતી આવે છે કે આર્સેનિક પરમાણુ નાઇટ્રોજન પરમાણુના સ્થાને હોય.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 30

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 2.
જીવનપ્રણાલીમાં ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનું ઉદ્દીપન કેવી રીતે કરે છે ? ઉત્સેચકને લક્ષ્ય તરીકે લઈને ઔષધ અને લક્ષ્ય વચ્ચે પારસ્પરિક આંતરક્રિયા કેવી રીતે કરે છે. તે સમજાવો.
ઉત્તર:
ઔષધ અને ઉત્સેચક વચ્ચેની પારસ્પરિક ક્રિયાને સમજવા માટે તે જાણવું અગત્યનું છે કે ઉત્સેચકો પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત કરે છે ? ઉત્સેચકો તેમની ઉદ્દીપિત સક્રિયતામાં બે મુખ્ય કાર્યો કરે છે :

(i) ઉત્સેચકનું પ્રથમ કાર્ય રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાર્થી
(અવસ્તર) (substrate)ને પકડી રાખવાનું છે. ઉત્સેચકોના સક્રિય સ્થાનો (active sties) પ્રક્રિયાર્થી અણુને અનુકૂળ સ્થિતિમાં પકડી રાખે છે, જેથી તેના પર પ્રક્રિયક અસરકારક રીતે હુમલો કરી શકે. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિયસ્થાન સાથે વિભિન્ન પારસ્પરિક ક્રિયાઓ જેવી કે, આયનીય બંધન, હાઇડ્રોજન બંધન, વાન્ ડર વાલ્સ પારસ્પરિક ક્રિયા અથવા દ્વિધ્રુવ-દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા દ્વારા જોડાય છે.
(ii) ઉત્સેચકનું બીજું કાર્ય એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે, કે જે પ્રક્રિયાર્થી પર હુમલો કરી રાસાયણિક પ્રક્રિયા કરે છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 31

પેટાપ્રશ્ન : ગ્રાહી પદાર્થો એટલે શું ?
ઉત્તર:

  1. જૈવિક રીતે ઉદ્દભવેલ બૃહદઅણુ શરીરમાં વિભિન્ન કાર્યો કરે છે.
  2. ઉદાહરણ તરીકે, શરીરમાં જૈવિક ઉદ્દીપક તરીકેની ભૂમિકા ભજવતા પ્રોટીન સંયોજનોને ઉત્સેચક કહેવામાં આવે છે. જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયન તંત્ર માટે નિર્ણાયક હોય છે, જેને ગ્રાહી પદાર્થો કહે છે.

પ્રશ્ન 3.
પ્રક્ષાલનની ક્ષમતાના સંદર્ભમાં સાંશ્લેષિત પ્રક્ષાલક સાબુની સરખામણીમાં વધુ અસરકારક છે. પરંતુ સાંશ્લેષિત પ્રક્ષાલકની લાંબા સમય સુધીનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. સાંશ્લેષિત પ્રક્ષાલકો વડે ઉત્પન્ન થતાં પ્રદૂષણને કેવી રીતે મર્યાદિત કરી શકાય છે ? રાસાયણિક ગુણધર્મને આધારે પ્રક્ષાલકોનું વર્ગીકરણ કરો.
ઉત્તર:
“સાબુની મર્યાદાને દૂર કરી, સાબુ જેટલી જ સફાઈક્ષમતા ધરાવતા પદાર્થને વિકસાવવામાં આવ્યો, જેને સાંશ્લેષિત પ્રક્ષાલક (Synthetic Detergents) કહે છે.”

સાંશ્લેષિત પ્રક્ષાલકો એવા સફાઈકર્તા પદાર્થો છે જે સાબુના બધા ગુણધર્મો ધરાવે છે પણ વાસ્તવમાં તે સાબુ નથી. તે નરમ અને કઠિન બંને પ્રકારના પાણી સાથે વાપરી શકાય છે.

સાંશ્લેષિત પ્રક્ષાલકોના ત્રણ પ્રકાર છે : (i) ઋણાયનીય પ્રક્ષાલકો (ii) ધનાયનીય પ્રક્ષાલકો (iii) બિનઆયનીય પ્રક્ષાલકો

(i) ઋણાયનીય પ્રક્ષાલકો : ઋણાયનીય પ્રક્ષાલકો લાંબી શૃંખલાવાળા સલ્ફોનેટ આલ્કોહૉલ અથવા હાઇડ્રોકાર્બનના સોડિયમ ક્ષાર છે. લાંબી શૃંખલાવાળા આલ્કોહૉલ સંયોજનોની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ હાઇડ્રોજનસલ્ફેટ સંયોજનો બને છે, જેને આલ્કલી વડે તટસ્થ કરતાં ઋણાયનીય પ્રક્ષાલકો બને છે.

આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ સંયોજનોને આલ્કલી વડે તટસ્થ કરતાં આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટ સંયોજનો મેળવી શકાય છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 32
ઋણાયનીય પ્રક્ષાલકોમાં અણુનો ઋણાયનીય ભાગ સફાઈ માટેની ક્રિયામાં સંકળાયેલો હોય છે. આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટના સોડિયમ ક્ષારો ઋણાયનીય પ્રક્ષાલકોનો એક અગત્યનો વર્ગ છે.

તેઓ મુખ્યત્વે ઘરગથ્થુકાર્યમાં ઉપયોગી થાય છે. ઋણાયનીય પ્રક્ષાલકો ટૂથપેસ્ટમાં પણ વપરાય છે.

(ii) ધનાયનીય પ્રક્ષાલકો : આ પ્રક્ષાલકો એમાઇન સંયોજનોના એસિટેટ, ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ ઋણાયનો સાથેના ચતુર્થક એમોનિયમ ક્ષારો છે.

ધનાયનીય ભાગ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા અને નાઇટ્રોજન પરમાણુ પર ધન વીજભાર ધરાવે છે. તેથી તેમને ધનાયનીય પ્રક્ષાલકો કહે છે.

સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ પ્રચલિત ધનાયનીય પ્રક્ષાલક છે અને તે વાળના કન્ડિશનરમાં વપરાય છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 33
ધનાયનીય પ્રક્ષાલકો જંતુનાશક ગુણધર્મો ધરાવે છે અને તે મોંઘા છે, તેથી આના ઉપયોગો મર્યાદિત છે.

(iii) બિનઆયનીય પ્રક્ષાલકો : બિનઆયનીય પ્રક્ષાલકો તેમના બંધારણમાં કોઈ પણ આયન ધરાવતા નથી. આવો એક
પ્રક્ષાલક જ્યારે સ્ટિએરિક ઍસિડ, પૉલિઇથીલીનગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બને છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 34

વાસણ ધોવાના પ્રવાહી પ્રક્ષાલકો બિનઆયનીય પ્રકારના હોય છે. આ પ્રકારના પ્રક્ષાલકોની સફાઈ કરવાની ક્રિયાની ક્રિયાવિધિ સાબુની ક્રિયાવિધિ જેવી હોય છે. તેઓ પણ ગ્રીઝ અને તેલને મિસેલ બનાવીને દૂર કરે છે.

સાંશ્લેષિત પ્રક્ષાલકોના ઉપયોગમાં મુખ્ય સમસ્યા એ છે કે જો તેમાં હાઇડ્રોકાર્બન શૃંખલા વધુ શાખાયુક્ત હોય તો બૅક્ટેરિયા તેમને સરળતાથી વિઘટિત કરી શકતા નથી. આવા પ્રક્ષાલકો ધરાવતો નિર્ગમિત ઔદ્યોગિક કચરો નદીઓ, તળાવો, ઝરણાંઓ વગેરેમાં પહોંચે છે. જેમાં સુએઝ ઉપચાર ક્રિયા પછી પણ પાણીમાં ફીણ ઉત્પન્ન કરે છે. તેથી પાણી પ્રદૂષિત થાય છે.

હાલમાં હાઇડ્રોકાર્બન શૃંખલામાં શાખાનું નિયંત્રણ કરવામાં આવે છે અને તેમને ઓછામાં ઓછી રાખવામાં આવે છે. બિનશાખિત શૃંખલાઓનું જૈવવિઘટન વધુ સરળતાથી થઈ શકે છે અને તેથી પ્રદૂષણ અટકાવી શકાય છે.

GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 4.
ઉત્સેચક નિરોધક એટલે શું ? ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાવાના આધારે તેમનું વર્ગીકરણ કરો. આકૃતિ દ્વારા સમજાવો કે નિરોધકો ઉત્સેચકોની પ્રક્રિયાને કેવી રીતે અવરોધે છે ?
ઉત્તર:
ઔષધ ઉત્સેચકોની આકૃતિ પ્રશ્ન નં.2 માં દર્શાવ્યા મુજબ કોઈ પણ પ્રવૃત્તિને નિરોધે છે. આ ઉત્સેચકના બંધન સ્થાનને અવરોધી શકે છે અને પ્રક્રિયાર્થીના થતાં બંધનને અટકાવે છે અથવા ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને નિરોધે છે. આવા ઔષધોને ઉત્સેચક નિરોધકો (enzyme inhibitors) કહે છે. ઔષધો, ઉત્સેચકોના સક્રિય સ્થાનોએ પ્રક્રિયાર્થીઓને જોડાતા જુદી-જુદી બે રીતે નિરોધી શકે છે :

(i) ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાનાર કુદરતી પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. આવા ઔષધોને સ્પર્ધાત્મક નિરોધકો (competitive inhibitors) કહે છે.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 35

પેટાપ્રશ્ન : એલોસ્ટેરિક સાઇટની સમજૂતી આપો.
ઉત્તર:
(ii) કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી પરંતુ તેઓ ઉત્સેચકના જે અન્ય સ્થાને જોડાય છે, તેને એલોસ્ટેરિક સાઇટ કહેવામાં આવે છે.

નિરોધકનું એલોસ્ટેરિક સાઇટ સાથેનું આ જોડાણ સક્રિય સ્થાનનો આકાર એવી રીતે બદલે છે કે જેથી પ્રક્રિયાર્થી તેને ઓળખી શકે નહીં.
GSEB Solutions Class 12 Chemistry Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન 36

જો ઉત્સેચક અને નિરોધક વચ્ચેનો બનેલો બંધ પ્રબળ સહસંયોજક હોય અને સરળતાથી તૂટી શકતો ન હોય તો તે ઉત્સેચક કાયમી રીતે અવરોધાયેલો રહે છે. આવા સમયે શરીર ઉત્સેચક-નિરોધક સંકીર્ણને વિઘટિત કરે છે અને નવા ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે.

Leave a Comment

Your email address will not be published.