GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે Ex 3.1

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે Ex 3.1 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે Ex 3.1

પ્રશ્ન 1.
નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખોઃ
(a) 24
(b) 15
(c) 21
(d) 27
(e) 12
(f) 20
(g) 18
(h) 23
(i) 36
જવાબ:
(a) 24
24 = 1 × 24, 24 = 2 × 12, 24 = 3 × 8, 24 = 4 × 6
∴ 24ના તમામ અવયવો 1, 2, 3, 4, 6, 8, 12 અને 24 છે.

(b) 15
15 = 1 × 15, 15 = 3 4 5
∴ 15ના તમામ અવયવો 1, 3, 5 અને 15 છે.

(c) 21
21 = 1 × 21, 21 = 3 × 7
∴ 21ના તમામ અવયવો 1, 3, 7 અને 21 છે.

(d) 27
27 = 1 × 27, 27 = 3 × 9
∴ 27ના તમામ અવયવો 1, 3, 9 અને 27 છે.

(e) 12
12 = 1 × 12, 12 = 2 × 6, 12 = 3 × 4
∴ 12ના તમામ અવયવો 1, 2, 3, 4, 6 અને 12 છે.

(f) 20
20 = 1 × 20, 20 = 2 × 10, 20 = 4 × 5
∴ 20ના તમામ અવયવો 1, 2, 4, 5, 10 અને 20 છે.

(g) 18
18 = 1 × 18, 18 = 2 × 9, 18 = 3 × 6
∴ 18ના તમામ અવયવો 1, 2, 3, 6, 9 અને 18 છે.

(h) 23
23 = 1 × 23 : 23ના તમામ અવયવો 1 અને 23 છે. (1 અને સંખ્યા પોતે)
∴ 23એ અવિભાજ્ય સંખ્યા છે.

(i) 36
36 = 1 × 36, 36 = 2 × 18, 36 = 3 × 12, 36 = 4 × 9, 36 = 6 × 6
∴ 36ના તમામ અવયવો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36 છે.

GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે Ex 3.1

પ્રશ્ન 2.
પ્રથમ પાંચ અવયવી લખો:
(a) 5
(b) 8
(c) 9.
જવાબ:
(a) 5ના પ્રથમ પાંચ અવયવી –
5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25
∴ 5ના પ્રથમ પાંચ અવયવી 5, 10, 15, 20 અને 25 છે.

(b) 8ના પ્રથમ પાંચ અવયવી –
8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 4 = 32, 8 × 5 = 40
∴ 8ના પ્રથમ પાંચ અવયવી 8, 16, 24, 32 અને 40 છે.

(c) 9ના પ્રથમ પાંચ અવયવી –
9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36, 9 × 5 = 45.
∴ 9ના પ્રથમ પાંચ અવયવી 9, 18, 27, 30 અને 45 છે.

પ્રશ્ન 3.
ની સાથે ઊભી હરોળ 2ની સરખામણી કરોઃ

ઊભી હરોળ 1 ઊભી હરોળ 2
(i) 35 (a) 8નો અવયવી
(ii) 15 (b) 7નો અવયવી
(iii) 16 (c) 70નો અવયવી
(iv) 20 (d) 30નો અવયવ
(v) 25 (e) 50નો અવયવ
(f) 20નો અવયવ

જવાબઃ
(1) → (b), (ii) → (d), (iii) → (a), (iv) → (f), (v) → (e).

GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે Ex 3.1

પ્રશ્ન 4.
100 સુધીના 9ના બધા અવયવી શોધો.
જવાબઃ
9ના 100 સુધીના બધા અવયવી નીચે પ્રમાણે મેળવાય :
9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54, 9 × 7 = 63, 9 × 8 = 72, 9 × 9 = 81, 9 × 10 = 90, 9 × 11 = 99
આમ, 9ના 100 સુધીના બધા અવયવી 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 અને 99 છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *