GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.3

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.3

પ્રશ્ન 1.
1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ નીચે આપેલ છે.
લંબ આલેખ વાંચી તમારાં અવલોકનો લખો કે કયા વર્ષમાં –

  1. ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું?
  2. ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું?
    GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.3 1

જવાબ:

  1. વર્ષ 2002માં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું.
  2. વર્ષ 1998માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું.

GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.3

પ્રશ્ન 2.
લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા ‘શર્ટ’ દર્શાવે છે.
GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.3 2
હવે, નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(a) ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે?
(b) શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાપ પસંદ કરેલ છે?
(c) કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તે દિવસે કેટલા શર્ટ વેચાયા?
(d) કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા?
(e) ગુરુવારે કેટલા શર્ટ વેચાયા?
જવાબ :
(a) ઉપરનો લંબ આલેખ તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે.
(b) શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર પ્રમાણમાપ 1 એકમ = 5 શર્ટ પસંદ કરેલ છે.
(c) શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે. શનિવારે 60 શર્ટ વેચાયા છે.
(d) મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચાયા છે.
(e) ગુરુવારે 35 શર્ટ વેચાયા છે.

GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.3

પ્રશ્ન 3.
લંબ આલેખનું અવલોકન કરો. જે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્કસ દર્શાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(a) લંબ આલેખ કઈ માહિતી આપે છે?
(b) અઝીઝે સૌથી વધુ માર્કસ મેળવ્યા છે તે વિષય લખો.
(c) તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો.
(d) દરેક વિષયનાં નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખો.
GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.3 3
જવાબ:
(a) આ લંબ આલેખ અઝીઝે જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે.
(b) અઝીઝે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા છે.
(c) અઝીઝે સમાજશાસ્ત્રમાં સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે.
(d) અઝીઝે વિષયવાર મેળવેલા માસ નીચે પ્રમાણે છે :
હિન્દી 80, અંગ્રેજી 60, ગણિત 70, વિજ્ઞાન 50 અને સમાજશાસ્ત્ર 40.

Leave a Comment

Your email address will not be published.