GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન Textbook Questions and Answers, Textbook Activities Pdf.

સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન Class 6 GSEB Solutions Science Chapter 9

GSEB Class 6 Science સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નિવાસસ્થાન એટલે શું?
ઉત્તરઃ
વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતાં હોય, તેને તેનું નિવાસસ્થાન કહે છે.

પ્રશ્ન 2.
રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલાં હોય છે?
ઉત્તર:
રણમાં જીવન જીવવા માટે થોર નીચેના અનુકૂલનો ધરાવે છે:

  1. તેનાં પર્ણો નાનાં અને ઓછાં હોય છે. પાણીની અછતના સમયે પોંનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે.
  2. તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
  3. તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે.
  4. તેનાં મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે.

3. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે, તેને ………………………… કહે છે.
ઉત્તર:
અનુકૂલન

GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 2.
જમીન પર રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ……………………… કહે છે.
ઉત્તર:
ભૂ-નિવાસ

પ્રશ્ન 3.
પાણીમાં રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ………………………. નિવાસસ્થાન કહે છે.
ઉત્તર:
જલીય

પ્રશ્ન 4.
જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનનાં ……………………….. ઘટકો છે.
ઉત્તર:
અજૈવ

પ્રશ્ન 5.
આપણી આસપાસના બદલાવ, કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે, તેને ………………………. કહે છે.
ઉત્તર:
ઉત્તેજના

GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 4.
નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે?
હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી (જલીય છોડ), અળસિયું.
ઉત્તર:
નિર્જીવ વસ્તુઓ હળ, સીવવાનો સંચો, રેડિયો, હોડી.

પ્રશ્ન 5.
એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો, જે સજીવનાં કોઈ પણ બે લક્ષણો ધરાવતાં હોય.
ઉત્તર:
વિમાન તથા આગબોટ. તે નિર્જીવ છે, પરંતુ સજીવના નીચેના બે લક્ષણો ધરાવે છે:

  1. તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે પ્રચલન કરે છે.
  2. તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણ લે છે.

પ્રશ્ન 6.
નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો?
માખણ, ચામડું માટી, ઊન, ઈલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન, રબર.
ઉત્તરઃ
માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન, રબર.

GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 7.
શા માટે ઘાસનાં મેદાનોમાં રહેતાં પ્રાણીઓને જીવતાં રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? – સમજાવો.
ઉત્તરઃ
ઘાસનાં મેદાનોમાં હરણ, સસલાં જેવાં તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તા જેવાં શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસનાં મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે. આથી હરણ અને સસલાં જેવાં પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતાં રહેવા તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષ્યને પકડી ખોરાક મેળવી શકે અને જીવી શકે. આમ, ઘાસના મેદાનોમાં રહેતાં પ્રાણીઓને જીવતાં રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે.

GSEB Class 6 Science સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

જુદાં જુદાં નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓની યાદી બનાવવી.
પદ્ધતિઃ

  1. જંગલમાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો. કોષ્ટક 9.1ના કૉલમ 1માં તેને નોંધો.
  2. કોષ્ટકના બીજા કૉલમો પણ આ જ રીતે વિચારી ભરો.
  3. આખા પ્રકરણમાં દર્શાવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠાં કરી લખો.
    કોષ્ટક 9.1: વિવિધ વિસ્તારોમાં જોવા મળતાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને અન્ય પદાર્થો
    GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 1

GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રવૃત્તિ 2:

બીજને અંકુરિત થવા હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ મગનાં બીજ, ડિશ, પાણી, કબાટ, રેફ્રિજરેટર.
પદ્ધતિઃ
થોડાક સૂકા મગનાં બીજ લો. 20 – 30 જેટલાં મગનાં બીજ બાજુએ રાખો અને બાકીના મગને એક દિવસ માટે પાણીમાં ભીંજવો. ભીંજવેલાં બીજને ચાર ભાગમાં વહેંચો. તેમાંથી એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખો. (સૂકાં બીજને તથા પાણીમાં ડૂબાડેલાં બીજને ખલેલ ન પહોંચાડો.) ભીંજવેલાં બીજના એક ભાગને હવાઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં (જેમ કે, કબાટમાં) રાખો. છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ (જેમ કે, રેફ્રિજરેટરમાં) રાખો. તેને રોજ ધોઈ અને દરરોજ પાણી બદલો. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? શું પાંચેય ભાગનાં બીજ સમાન રીતે અંકુરિત થાય છે? શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતાં હોય કે જરા પણ અંકુરિત ન થયાં હોય તેવાં છે?

અવલોકન:
હવાઉજાસવાળા રૂમમાં રાખેલાં બીજ સારી રીતે અંકુરિત થાય છે. સૂકાં બીજ અને પાણીમાં ડુબાડેલાં બીજ અંકુરિત થતાં નથી.

નિર્ણયઃ
બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી પ્રમાણમાં મળવાં જરૂરી છે.

પ્રવૃત્તિ 3:

રણમાં ઊગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ કૂંડામાં વાવેલો થોર, કૂંડામાં વાવેલો પાંદડાંવાળો છોડ, પૉલિથીનની પારદર્શક બે કોથળી, દોરી.
પદ્ધતિઃ

  1. થોર વાવેલું કૂંડું અને પાંદડાંવાળો છોડ વાવેલું કૂડું લો.
  2. દરેકની પર્ણયુક્ત એક ડાળી પર પૉલિથીનની પારદર્શક કોથળી ઢાંકી દરેકનું મુખ દોરી વડે બરાબર બંધ કરો.
  3. દરેક કૂંડાને સૂર્યપ્રકાશમાં મૂકો.
  4. થોડાક કલાક પછી બંનેની કોથળીની અંદરની સપાટી જુઓ. કઈ કોથળીમાં પાણીના ટીપાં બહુ ઓછાં છે તે તપાસો.

GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

અવલોકન:
બંનેમાંથી થોર વાવેલા કૂંડા પરની કોથળીમાં પાણીનાં ટીપાં ઘણા ઓછા પ્રમાણમાં જણાય છે.

નિર્ણયઃ રણમાં ઊગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે.
આકૃતિ:
GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 2

પ્રવૃત્તિ 4:

વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રી કૂંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ.
પદ્ધતિઃ

  1. ઘરની એક એવી બારી પસંદ કરો જેમાંથી થોડા કલાક માટે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય.
  2. આ બારીથી થોડે દૂર કૂંડામાં ઉગાડેલો છોડ મૂકો.
  3. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો.
  4. હવે છોડ ટટ્ટાર છે કે વળેલો છે તે તપાસો.

અવલોકન:
છોડ બારી તરફ પ્રકાશની દિશામાં વળેલો જણાય છે.

નિર્ણયઃ
વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે.
GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 3

GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રવૃત્તિ 5:

છોડની કલમ વાવી છોડ ઉગાડવો.
સાધન-સામગ્રીઃ મેંદીના છોડની કલમ, પાણી.
પદ્ધતિઃ

  1. મેંદીના છોડની એક કલમ (ત્રાંસી કાપેલી ડાળી) લો.
  2. તેને જમીનની માટીમાં વાવો.
  3. તેને નિયમિત પાણી આપો.
  4. થોડા દિવસ પછી તેનું અવલોકન કરો.
    GSEB Solutions Class 6 Science Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 4

અવલોકન:
થોડા દિવસ પછી કલમમાંથી છોડ ઉગવાનો શરૂ થાય છે.

નિર્ણયઃ
છોડની કાપેલી ડાળી(કલમ)ને વાવવાથી છોડ ઉગાડી શકાય છે.

Leave a Comment

Your email address will not be published.