GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ

Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ Textbook Exercise and Answers.

નકશો સમજીએ Class 6 GSEB Solutions Social Science Chapter 12

GSEB Class 6 Social Science નકશો સમજીએ Textbook Questions and Answers

1. ખાલી જગ્યાઓ પૂરોઃ

1. એપ્પા મુન્ડી (Mappa Mundi) …………………….. ભાષાનો શબ્દ છે.
2. નકશાનાં મુખ્ય ……………………….. અંગો છે.
૩. સાંસ્કૃતિક નકશામાં …………………. વિગતો દર્શાવેલ હોય છે.
ઉત્તરઃ
1. લેટિન
2. ત્રણ
૩. માનવસર્જિત

2. નીચે ‘અ’ વિભાગની વિગતો સામે ‘બ’ વિભાગની વિગતોને જોડો:

GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ 1
ઉત્તરઃ
(1 – 4), (2 – 1), (3 – 5), (4 – 2), (5 – 3).

GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ

3. નીચેના વિધાનો પૈકી ખરાની સામે (√)ની અને ખોટા સામે (×)ની નિશાની કરો:

1. મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.
ઉત્તરઃ
x

2. નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે. એ
ઉત્તરઃ

3. ભારત પૃથ્વી પર ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે.
ઉત્તરઃ
x

4. જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે.
ઉત્તરઃ
x

4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
ઉત્તર:
હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે:

  1. પ્રાકૃતિક નકશા અને
  2. સાંસ્કૃતિક નકશા.

GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ

પ્રશ્ન 2.
રૂઢ સંજ્ઞા એટલે શું?
ઉત્તર:
નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. (દા. ત., રેલમાર્ગ દર્શાવવા માટે આવી રેખા વપરાય છે: GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ 2 આવાં ચિહ્નોને ‘રૂઢ સંજ્ઞાઓ’ કહે છે.

પ્રશ્ન 3.
કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહેવાય?
ઉત્તર:
કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય.

5. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો:

પ્રશ્ન 1.
પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવો.
ઉત્તર:
પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચે મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:
GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ 3

પ્રશ્ન 2.
માપના આધારે નકશાના પ્રકાર જણાવી, નાના માપના નકશાનાં બે ઉદાહરણો લખો.
ઉત્તર:
પ્રમાણમાપના આધારે નકશાઓના નીચે મુજબ છે પ્રકાર પાડવામાં આવે છે:

  1. નાના માપના નકશાઓ અને
  2. મોટા માપના નકશાઓ.

નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે.
નાના માપના નકશાનાં બે ઉદાહરણો (1) નકશાપોથીના નકશા (Atlas) અને (2) દીવાલે ટાંગવાના નકશા (Wall Maps).

GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ

પ્રશ્ન 3.
નકશાનાં મુખ્ય અંગ જણાવી, પ્રમાણમાપ વિશે લખો.
ઉત્તર:
નકશાનાં મુખ્ય ત્રણ અંગો છે:

  1. દિશા,
  2. પ્રમાણમાપ અને
  3. રૂઢ સંજ્ઞાઓ.

પ્રમાણમાપ એટલે નકશા પરનાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરનાં તે જ સ્થળો વચ્ચેનાં વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ.

પ્રમાણમાપ 1 સેમી: 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટિમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે.
GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ 4

ઉપર દર્શાવેલા પ્રમાણમાપમાં ‘0’ (શૂન્ય) પર ‘A’ અને ‘100’ પર ‘B’ લખ્યું છે. A અને B વચ્ચે 1 સેમીનું અંતર છે. આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે, નકશામાં બે સ્થળો વચ્ચેનું 1 સેમીનું અંતર એ જમીન પરનાં બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. આ રીતે પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે.

પ્રશ્ન 4.
નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:

  1. ભારત ઉત્તર-પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે.
  2. તે આશરે 8° 4′ અને 37° 6′ ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે આવેલો છે.
  3. ભારતના પશ્ચિમ છેડો 68° 7′ પૂર્વ રેખાંશવૃત્ત પર અને પૂર્વ છેડો 97° 25′ પૂર્વ રેખાંશવૃત્ત પર આવે છે.
  4. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત (23\(\frac {1}{2}\)° ઉત્તર અક્ષાંશવૃત્ત) પસાર થાય છે.
  5. ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા 82° 5′ પૂર્વ રેખાંશવૃત્તના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણસમય ગણવામાં આવે છે.
  6. ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વે બંગાળાનો ઉપસાગર (બંગાળની ખાડી) છે.
  7. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાલ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે.
  8. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ

6. નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપોઃ

નોંધ: આ માહિતી વર્ષ 2019ના પ્રારંભ સુધીની છે.
GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ 5
પ્રશ્ન 1.
હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે?
ઉત્તર:
ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર દિશાએ આવેલ છે.

પ્રશ્ન 2.
મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે?
ઉત્તર:
મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશાએ આવેલ છે.

પ્રશ્ન 3.
અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે?
ઉત્તર:
ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર-પૂર્વ દિશાએ રે આવેલું છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 12 નકશો સમજીએ

પ્રશ્ન 4.
કેરલ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે?
ઉત્તર:
કેરલની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે.

પ્રશ્ન 5.
ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે?
ઉત્તર:
ગુજરાતની દક્ષિણ દિશાએ ‘દમણ’ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે.

Leave a Comment

Your email address will not be published.