Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય InText Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય InText Questions
વિચારો, ચર્ચા કરો અને લખો (પાઠ્યપુસ્તક પાન નંબર . 243)
1. એક કારની પેટ્રોલની ટાંકી ભરવા માટે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે? તેનો આધાર તમે કેટલાં લિટર પેટ્રોલ ખરીદો છો તેના પર રહેલો છે. જે અહીં સ્વતંત્ર ચલ છે. આ બાબતે વિચારો.
જવાબઃ
ભરાવેલું પેટ્રોલ (લિટરમાં) અને ચૂકવવાની રકમનો આલેખ એક રેખા મળે. કારણ કે જેટલું પેટ્રોલ વધુ ભરાવીએ તેના સમપ્રમાણમાં ચૂકવવાની રકમ પણ વધતી જાય.
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 244)
1. પાઠ્યપુસ્તક પાન નંબર 243-244 પરના ઉદાહરણના આલેખનો ઉપયોગ કરીને જણાવો કે 800માં કેટલી માત્રામાં પેટ્રોલ ખરીદી શકાય?
જવાબઃ
આલેખમાં Y-અક્ષ ઉપર બિંદુ A (0, 800) લો. A બિંદુમાંથી X-અક્ષને સમાંતર રેખા દોરો, જે આલેખની રેખાને B બિંદુમાં છેદે છે. હવે, B બિંદુમાંથી Y-અક્ષને સમાંતર રેખા દોરો, જે X-અક્ષને C બિંદુમાં છેદે છે. C બિંદુના નિર્દેશાંક (16, 0) છે. આમ, જ800માં 16 લિટર પેટ્રોલ ખરીદી શકાય.
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 245)
1. શું ઉદાહરણ 7 એ સમચલનનો કિસ્સો છે?
જવાબઃ
હા, પાઠ્યપુસ્તક પાન નંબર 245 ઉપર આપેલું ઉદાહરણ 7 એ સમચલનનો કિસ્સો છે. જેટલા પ્રમાણમાં જમા રાશિ વધે છે તેટલા જ પ્રમાણમાં સાદું વ્યાજ વધતું જાય છે. આમ, આ સમચલનનો કિસ્સો છે.