Gujarat Board GSEB Solutions Class 8 Science Chapter 3 સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક Textbook Questions and Answers, Textbook Activities Pdf.
સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક Class 8 GSEB Solutions Science Chapter 3
GSEB Class 8 Science સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
શા માટે કેટલાંક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે? સમજાવો.
ઉત્તરઃ
રૂ, શણ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવાય છે, જે કુદરતી રેસા છે.
માનવસર્જિત રેસાઓને સંશ્લેષિત (અથવા કૃત્રિમ) રેસા કહે છે.
સંશ્લેષિત રેસા નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થ છે, તેમને જોડીને બનાવેલી સાંકળ છે. આ પ્રકારના રેસા માનવી દ્વારા રાસાયણિક પ્રક્રિયા કરી દરખાનાઓમાં બનાવાય છે. તેથી આવા રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે.
પ્રશ્ન 2.
સાચા ઉત્તરને ✓ કરોઃ
સંશ્લેષિત રેસાઓમાં રેયૉન અલગ છે, કારણ કે……………
A. તેનો દેખાવ રેશમ જેવો છે.
B. તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે.
C. તેના રેસાઓને કુદરતી રેસાઓની માફક વણી શકાય છે.
ઉત્તર:
B. તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે. ✓
પ્રશ્ન 3.
યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ
(1) સંશ્લેષિત રેસાઓને ………………….. અથવા ………………… રેસા પણ કહે છે.
ઉત્તર:
કૃત્રિમ, માનવસર્જિત
(2) સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ………………… જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે.
ઉત્તર:
પેટ્રોકેમિકલ્સ
(3) સંશ્લેષિત રેસાની જેમ, પ્લાસ્ટિક પણ છે.
ઉત્તરઃ
પૉલિમર
પ્રશ્ન 4.
નાયલૉન રેસા ખૂબ જ મજબૂત હોય છે, તે દર્શાવતું ઉદાહરણ આપો.
ઉત્તર:
નાયલૉન રેસામાંથી પેરેશૂટ અને પર્વતારોહણ માટેનાં દોરડાં કે જે ઘણાં જ મજબૂત હોય છે, તે બનાવી શકાય છે.
પ્રશ્ન 5.
શા માટે પ્લાસ્ટિકનાં પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? સમજાવો.
ઉત્તરઃ
પ્લાસ્ટિકનાં પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે, કારણ કે
- પ્લાસ્ટિક અનાજ સાથે પ્રક્રિયા કરતાં નથી.
- તેમને કાટ લાગતો નથી.
- તે વજનમાં હલકાં, મજબૂત અને ટકાઉ હોય છે.
- ધાતુના પાત્ર કરતાં કિંમતમાં સસ્તાં હોય છે અને સરળતાથી વાપરી શકાય તેવાં હોય છે.
પ્રશ્ન 6.
થરમૉપ્લાસ્ટિક અને થરમૉસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત જણાવો.
ઉત્તર:
થરમોપ્લાસ્ટિક |
થરમૉસેટિંગ પ્લાસ્ટિક |
1. આ પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રેખિક હોય છે. | 1. આ પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી મિશ્રબંધિત હોય છે. |
2. તેને ગરમ કરતાં નરમ બને છે. | 2. તેને એકવાર આકારમાં ઢાળ્યા પછી ગરમ કરતાં નરમ બનતું નથી. |
3. તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. | ૩. તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી. |
4. પૉલિથીન, PVC થરમૉપ્લાસ્ટિકનાં પ્લાસ્ટિકનાં ઉદાહરણ છે. | 4. બેંકેલાઇટ, મેલેમાઇન થરમૉસેટિંગ ઉદાહરણ છે. |
પ્રશ્ન 7.
નીચેની વસ્તુઓ થરમૉસેટિંગ પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે? સમજાવો.
(અ) હાથાવાળી તવી (બ) ઇલેક્ટ્રિક પ્લગ / સ્વિચો પ્લગ બોર્ડ
ઉત્તરઃ
(અ) હાથાવાળી તવીનો હાથો થરમૉસેટિંગ પ્લાસ્ટિક(બૅકેલાઈટ)માંથી બનાવવામાં આવે છે, કારણ કે તે અગ્નિ-અવરોધક છે અને ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી. જેથી હાથો પકડતાં આપણે દાઝતા નથી. )
(બ) ઇલેક્ટ્રિક પ્લગ સ્વિચો / પ્લગ બોર્ડ થરમૉસેટિંગ પ્લાસ્ટિક(બકેલાઈટ)માંથી બનાવવામાં આવે છે, કારણ કે તે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તે અગ્નિ-અવરોધક છે. તે ગરમ થવા છતાં પીગળી જતું નથી. તેથી આપણને શૉક લાગવાનો કે આ સાધનો સળગી જવાનો ભય રહેતો નથી.
પ્રશ્ન 8.
નીચેનાં ઉત્પાદનોના પદાર્થોને “રિસાઈકલ થઈ શકે અને “રિસાઈકલ ન થઈ શકે’માં વર્ગીકૃત કરોઃ
ટેલિફોનનાં ઉપકરણો, પ્લાસ્ટિકનાં રમકડાં, કૂકરનાં હેન્ડલ, થેલીઓ, બૉલપોઈંટ પેન, પ્લાસ્ટિકનાં બાઉલ વાડકા), ઈલેક્ટ્રિક વાયર પરનાં પ્લાસ્ટિકનાં પડ, પ્લાસ્ટિકની ખુરશી, ઈલેક્ટ્રિક સ્વિચ.
ઉત્તરઃ
રિસાઇકલ થઈ શકે તેવા પદાર્થો પ્લાસ્ટિકનાં રમકડાં, થેલીઓ, બૉલપોઈન્ટ પેન, પ્લાસ્ટિકનાં બાઉલ (વાડકા), ઇલેક્ટ્રિક વાયર પરનાં પ્લાસ્ટિકનાં પડ, પ્લાસ્ટિકની ખુરશી.
રિસાઈકલ ન થઈ શકે તેવા પદાર્થોઃ ટેલિફોનનાં ઉપકરણો, કૂકરનાં હેન્ડલ, ઇલેક્ટ્રિક સ્વિચ.
પ્રશ્ન 9.
રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવાં છે. શું તેણે સુતરાઉ કાપડમાંથી બનેલાં શર્ટ ખરીદવાં જોઈએ કે સિન્ટેટિક (સંશ્લેષિત) કાપડમાંથી બનેલાં? રાણાને આ બાબતે કારણ સમજાવી સલાહ આપો.
ઉત્તરઃ
સુતરાઉ કાપડ વધુ પ્રમાણમાં પાણી શોષી શકે છે, જ્યારે સિથેટિક કાપડ નહિવત્ પાણી શોષી શકે છે. ઉનાળામાં ગરમીને કારણે વધુ પરસેવો વળે છે. -સુતરાઉ કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચૂસી લે છે અને ગરમીથી રાહત મળે છે. સિન્ટેટિક કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચુસતું નથી, જેથી આપણને તાપ લાગે છે અને અકળામણ થાય છે. તેથી તેણે સુતરાઉ કાપડમાંથી બનેલાં શર્ટ ખરીદવાં જોઈએ.
પ્રશ્ન 10.
પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો (non-corrosive) ગુણધર્મ ધરાવે છે.’ ઉદાહરણ આપીને સમજાવો.
ઉત્તરઃ
- પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી. આ કારણે પ્લાસ્ટિકમાંથી બનાવેલાં સાધનોને કાટ લાગતો નથી.
- હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખતાં તે વિઘટન પામતું નથી.
- તેમાં રાખેલાં રસાયણો અને અન્ય પદાર્થો સાથે તે રાસાયણિક પ્રક્રિયા અનુભવતું નથી.
ઉદાહરણ : પૉલિથીન
પ્રશ્ન 11.
શું ટૂથબ્રશનાં હાથા તથા રેસાઓ (bristles) એક જ મટીરિયલનાં બનેલાં હોવાં જોઈએ? તમારા ઉત્તર માટે કારણ આપો.
ઉત્તરઃ
ટૂથબ્રશનાં હાથા તથા રેસાઓ (bristles) એક જ મટીરિયલનાં બનેલાં હોવાં જોઈએ નહિ.
કારણ : ટૂથબ્રશનાં હાથા સખત અને અક્કડ હોય છે. તેથી તે બનાવવા થરમૉસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
ટૂથબ્રશનાં : રેસા નરમ અને વળી શકે તેવાં હોય છે. તેથી તે બનાવવા થરમૉપ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 12.
“શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો.” આ સલાહ માટે ટિપ્પણી કરો.
ઉત્તર:
પ્લાસ્ટિક જૈવઅવિઘટનીય પદાર્થ છે. તેનું વિઘટન પામતાં ઘણાં વર્ષો લાગે છે. આથી નકામા પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. ઉપરાંત પ્લાસ્ટિક પદાર્થોનું દહન ધીમું થાય છે અને તે દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આ નિવારવા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ.
પ્રશ્ન 13.
કૉલમ માં રહેલા શબ્દોને કૉલમ “B’માં રહેલા શબ્દસમૂહો સાથે જોડોઃ
ઉત્તર:
કૉલમ ‘A’ |
કૉલમ ‘B’ |
(1) પૉલિએસ્ટર | (a) લાકડાના માવામાંથી બને છે. |
(2) ટેક્લોન | (b) પૅરૅશૂટ તથા સ્ટૉકિંગ(મોજા)ની બનાવટમાં વપરાય છે. |
(3) રેયૉન | (c) નોનસ્ટિક કૂકવેરની બનાવટમાં વપરાય છે. |
(4) નાયલૉન | (d) તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી. |
ઉત્તરઃ
(1) → (d), (2) → (c ), (3) → (a), (4) →(b).
પ્રશ્ન 14.
‘સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે.’ તમારો મત રજૂ કરો.
ઉત્તર:
સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે, તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે. આ પ્રકારના રેસાઓ બનાવવા કોઈ પણ પ્રકારના વનસ્પતિજન્ય પદાર્થોનો ઉપયોગ થતો નથી. એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવાં વૃક્ષો કાપવાં પડતાં નથી. સંશ્લેષિત રેસાઓના બહોળા ઉપયોગને ૧ – કારણે વનસ્પતિ રેસા પર આધારિત અન્ય વસ્તુઓનો વપરાશ ઘટ્યો છે. આમ, જંગલનું સંરક્ષણ કરવામાં સંશ્લેષિત રેસાઓ ઘણા જ મદદરૂપ છે.
પ્રશ્ન 15.
થરમૉપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે બાબત પ્રવૃત્તિ દ્વારા વર્ણવો.
ઉત્તરઃ
થરમૉપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે બતાવવા નીચે જણાવેલી પ્રવૃત્તિ કરીએ.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સેલ, બલ્બ અને વાહક તાર જોડી વિદ્યુત પરિપથ રચો. વાહક તારને કાપી તેના બે છેડા A અને B વચ્ચે થોડી જગ્યા રાખો. વાહક તારના છેડા A અને B વચ્ચે પ્રથમ તાંબાની પટ્ટી ગોઠવો. આ વખતે બલ્બ પ્રકાશ આપશે. હવે તાંબાની પટ્ટીની જગ્યાએ થરમૉપ્લાસ્ટિકની પટ્ટી ગોઠવો. આ વખતે બલ્બ પ્રકાશ આપતો નથી. કારણ કે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. આ દર્શાવે છે છે કે થરમૉપ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક છે.
[આકૃતિ 3.1 થરમૉપ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક છે. ]
GSEB Class 8 Science સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1 :
કપાસ, ઊન, રેશમ અને નાયલૉન રેસાઓની મજબૂતાઈ નક્કી કરવી.
સાધન-સામગ્રી: લોખંડનું સ્ટેન્ડ, હૂક, પલ્લું, વજનો, દોરા (રેસા).
આકૃતિ રેસાઓની મજબૂતાઈ નક્કી કરવી
પદ્ધતિઃ
- કપાસ, ઊન, રેશમ અને નાયલૉન દરેકના એકસરખી લંબાઈ (લગભગ 60 સેમી) અને એકસરખી જાડાઈના દોરા લો.
- હૂકવાળું લોખંડનું સ્ટેન્ડ લો.
- કપાસના 60 સેમી લંબાઈના દોરાને મુક્ત રીતે લટકે તેમ સ્ટેન્ડ સાથે બાંધો.
- દોરાના મુક્ત છેડે એક પલ્લું બાંધો.
- પલ્લામાં એક પછી એક વજન ઉમેરતા જાઓ.
- જે વજનથી દોરો તૂટે તેની નોંધ લો. આ વજન કપાસના દોરાની મજબૂતાઈ દર્શાવે છે.
- આ પ્રવૃત્તિનું પુનરાવર્તન ઊન, રેશમ, નાયલૉન વગેરેના દોરા લઈને કરો.
અવલોકનઃ
મળેલી માહિતીને નીચેના કોષ્ટકમાં નોંધોઃ
ક્રમ |
દોરાનો / રેસાનો પ્રકાર |
દોરો તોડવા માટે જરૂરી કુલ વજન |
(1) | કપાસ | રેશમના દોરા કરતાં ઓછું |
(2) | ઊન | ઓછામાં ઓછું વજન |
(3) | રેશમ | કપાસના દોરા કરતાં વધારે |
(4) | નાયલૉન | મહત્તમ વજન |
નિર્ણયઃ
દોરાઓની મજબૂતાઈ ચડતા ક્રમમાં ઊન, કપાસ, રેશમ, નાયલૉન.
પ્રવૃત્તિ 2 :
કુદરતી રેસા અને સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કાપડની પાણી શોષવાની ક્ષમતાની સરખામણી કરવી.
સાધન-સામગ્રીઃ નાયલૉન અને સુતરાઉ કાપડના એકસરખા માપના ટુકડા
(આશરે \(\frac{1}{2}\) મીટર × 1 મીટર માપના), બે પાત્રો, પાણી.
પદ્ધતિઃ
- બંને પાત્રમાં એકસરખા કદનું પાણી લો. એક પાત્રમાં સુતરાઉ કાપડનો ટુકડો અને બીજા પાત્રમાં નાયલૉન કાપડનો ટુકડો ડુબાડો.
- પાંચ મિનિટ પછી બંને ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢો.
- દરેક પાત્રમાં બાકી રહેલા પાણીના પ્રમાણની સરખામણી કરો.
અવલોકનઃ
જે પાત્રમાં નાયલૉન કાપડનો ટુકડો મૂક્યો હતો તેમાં રહેલા પાણીનું પ્રમાણ, બીજા જે પાત્રમાં સુતરાઉ કાપડનો ટુકડો મૂક્યો હતો તેમાં રહેલા પાણીના પ્રમાણ કરતાં ઘણું જ વધારે હશે.
નિર્ણયઃ
કુદરતી રેસા કરતાં સંશ્લેષિત રેસા ઘણું જ ઓછું પાણી શોષે છે.
વધારાની પ્રવૃત્તિ
પ્રવૃત્તિઃ
પ્લાસ્ટિક ઉષ્માનું અવાહક છે.
સાધન-સામગ્રીઃ ધાતુની ચમચી, પ્લાસ્ટિકની ચમચી, કાચનું બીકર, જાળી,
[આકૃતિ: પ્લાસ્ટિક ઉષ્માનું અવાહક છે.]
પદ્ધતિઃ
- કાચના બીકરમાં પાણી લઈ તેને બર્નર વડે ગરમ કરો.
- તેમાં ધાતુની ચમચી અને પ્લાસ્ટિકની ચમચી થોડા સમય માટે ડુબાડો.
- બંને ચમચીના પાણીમાં ન ડૂબેલા ભાગ પર શું અસર થાય છે તે નોંધો.
અવલોકનઃ
ધાતુની ચમચી ગરમ થઈ ગયેલી લાગે છે. પ્લાસ્ટિકની ચમચી સહેજ પણ ગરમ થયેલી લાગતી નથી.
નિર્ણયઃ
પ્લાસ્ટિક ઉખાનું અવાહક છે.