GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત

Gujarat Board GSEB Textbook Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત Textbook Questions and Answers, Notes Pdf.

દહન અને જ્યોત Class 8 GSEB Solutions Science Chapter 6

GSEB Class 8 Science દહન અને જ્યોત Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

પ્રશ્ન 1.
જે શરતો હેઠળ દહન થઈ શકે છે, તેની યાદી બનાવો.
ઉત્તરઃ
દહન માટેની શરતો

  1. દહનશીલ પદાર્થની હાજરી,
  2. હવાનો પુરવઠો (ઑક્સિજન, જે દહનક્રિયામાં મદદ કરે છે.),
  3. જ્વલનબિંદુની પ્રાપ્તિ.

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
લાકડું અને કોલસાના દહનથી હવા ………… થાય છે.
ઉત્તરઃ
પ્રદૂષિત

પ્રશ્ન 2.
………. એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે.
ઉત્તરઃ
કેરોસીન

GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 3.
બળતણ સળગે તે પહેલાં તેને તેના ………… સુધી ગરમ કરવું અનિવાર્ય છે.
ઉત્તરઃ
જ્વલનબિંદુ

પ્રશ્ન 4.
તેલથી લાગેલી આગને ………. વડે નિયંત્રિત કરી શકાય નહિ.
ઉત્તરઃ
પાણી

પ્રશ્ન 3.
વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે, તે સમજાવો.
ઉત્તર:
વાહનોમાં CNG વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાનાં કારણો:

  1. CNGનું દહન સંપૂર્ણ થાય છે.
  2. તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત્ ઉત્પન્ન કરે છે.
  3. તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી.
  4. CNG એ સ્વચ્છ બળતણ છે.

પ્રશ્ન 4.
બળતણ તરીકે LPG અને લાકડાની સરખામણી કરો.
ઉત્તરઃ

LPG લાકડું
(1) વાયુરૂપી બળતણ છે. (1) ઘન બળતણ છે.
(2) દહન બાદ કોઈ અવશેષ બાકી (2) દહન બાદ રાખ અવશેષ રૂપે રહેતો નથી.

રહે છે.

(3) તેના દહન દરમિયાન ધુમાડો (3) તેના દહન દરમિયાન ધુમાડો | ઉત્પન્ન થતો નથી. ઉત્પન્ન થાય છે.
(4) તેનું દહન સહેલાઈથી થાય છે. (4) તેનું દહન થતાં ઘણી વાર લાગે છે.
(5) તેનું જ્વલનબિંદુ નીચું છે. (5) તેનું જ્વલનબિંદુ ઊંચું છે.
(6) તેનું દહન નહિવત્ પ્રદૂષણ (6) તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન ઉત્પન્ન કરે છે.

કરે છે.

(7) તેનું કૅલરી મૂલ્ય લાકડાના કૅલરી (7) તેનું કેલરી મૂલ્ય LPGના કૅલરી મૂલ્ય કરતાં વધારે છે. મૂલ્ય કરતાં ઓછું છે.

પ્રશ્ન 5.
કારણો આપો?

પ્રશ્ન 1.
વિદ્યુતનાં સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી.
ઉત્તરઃ

  1. પાણી વિદ્યુતનું વહન કરે છે.
  2. વિદ્યુતનાં સાધનોને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતાં આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુતપ્રવાહ દાખલ થાય છે. પરિણામે વીજળીનો આંચકો લાગે છે.

આ કારણે વિદ્યુતનાં સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી..

GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 2.
લાકડા કરતાં LPG એ ઘરવપરાશનું વધુ સારું બળતણ છે.
ઉત્તરઃ

  1. લાકડા કરતાં LPGનું કૅલરી મૂલ્ય ઘણું વધારે છે.
  2. લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે LPGના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત્ ઉત્પન થાય છે.
  3. લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે LPGના દહનનું નિયંત્રણ કરી શકાય છે.
  4. લાકડાનું જ્વલનબિંદુ LPGના જ્વલનબિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે.
    આ કારણે લાકડા કરતાં LPG એ ઘરવપરાશનું વધુ સારું બળતણ છે.

પ્રશ્ન ૩.
કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ ઍલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી. સમજાવો.
ઉત્તરઃ

  1. કાગળનું જ્વલનબિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે.
  2. ઍલ્યુમિનિયમના પાઈપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી. કારણ કે, એલ્યુમિનિયમ ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી ઍલ્યુમિનિયમ શોષી લે છે અને કાગળ તેના જ્વલનબિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી.

પ્રશ્ન 6.
મીણબત્તીની જ્યોતની નામનિર્દેશવાળી આકૃતિ દોરો.
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 1

પ્રશ્ન 7.
બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો.
ઉત્તરઃ
બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલોજૂલ પ્રતિ કિગ્રા (kJ/kg) છે.

પ્રશ્ન 8.
CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે, તે સમજાવો.
ઉત્તરઃ

  1. CO2 વાયુ દહનશીલ નથી તેમજ દહનપોષક નથી. તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે છે.
  2. CO2 વાયુ ઑક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની માફક લપેટે છે.
  3. બળતણ અને ઑક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે. આમ, CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે.

પ્રશ્ન 9.
લીલાં પાંદડાંના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકાં પાંદડાં સરળતાથી આગ પકડી લે છે. સમજાવો.
ઉત્તરઃ
લીલાં પાંદડાંમાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલનબિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતાં નથી. સૂકાં પાંદડાંમાં ભેજ હોતો નથી. તેથી તેનું જ્વલનબિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે.

GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 10.
સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી – પીગાળવા માટે ઉપયોગ કરે છે અને શા માટે?
ઉત્તરઃ
સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તખોજ્જવલ બને છે. સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતાં, ફૂંકણી મારફતે મળતી હવાથી, મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે. જે સોના અને ચાંદીને પીગાળે છે.
(નોંધઃ પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી: “સોની જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે. આ માહિતી સાચી નથી. કારણ કે, જ્યોતનો બહારનો છે ! ભાગ બહુ નાનો છે.].

પ્રશ્ન 11.
એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 180,000 kJ નોંધાઈ. બળતણનું કેલરી મૂલ્ય શોધો.
ઉત્તરઃ
બળતણનું કુલ દળ = 4.5 કિગ્રા
ઉત્પન્ન થયેલી ઉષ્મા = 180,000 kJ
GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 2
= 40,000 kJ/kg
બળતણનું કૅલરી મૂલ્ય = 40,000 kJ/ kg છે.

પ્રશ્ન 12.
શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો.
ઉત્તરઃ
કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહિ, કારણ કે, કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતાં નથી. દહનક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. (કાટ લાગવાની ક્રિયાને મંદદહન કહી શકાય.)

પ્રશ્ન 13.
આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતાં. જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના ‘ પીળા ભાગમાં રાખ્યું. રમેશે બકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું + પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે?
ઉત્તરઃ
રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું.

GSEB Class 8 Science દહન અને જ્યોત Textbook Activities

‘પાચપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
પદાર્થોનું દહનશીલ અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ :
GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 7

પ્રવૃત્તિ 2:
દહન માટે હવા જરૂરી છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ મીણબત્તી, દીવાસળી, લાકડાના ટુકડા, કાચની ચીમની, કાચની તકતી, ટેબલ.
આકૃતિ:
GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 5

પદ્ધતિઃ

  1. મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો. લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી પર ગોઠવો [આકૃતિ (a)]. શું થાય છે તેનું અવલોકન કરો.
  2. લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો [આકૃતિ (b)]. જ્યોતનું અવલોકન કરો.
  3. હવે ચીમની પર કાચની તકતી મૂકો (આકૃતિ (c)]. જ્યોતનું અવલોકન કરો.

અવલોકનઃ

  1. જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. [આિકૃતિ (a)]
  2. મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. [આકૃતિ (b)].
  3. મીણબત્તી બુઝાઈ જાય છે. [આકૃતિ (C)].

નિર્ણયઃ

  1. લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે.
  2. ચીમની ટેબલને અડીને ગોઠવતાં હવા નીચેથી દાખલ થઈ શકતી નથી. ચીમનીની અંદર હવાનો પુરવઠો ઓછો હોવાથી કેશવાળી જ્યોત ઉત્પન્ન થાય છે.
  3. ચીમની પર તકતી મૂકતાં હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુઝાઈ જાય છે.
    દહન પ્રક્રિયા માટે હવા (હવામાંનો ઑક્સિજન) જરૂરી છે.

GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત

પ્રવૃત્તિ 3:
દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા સમજવી.
સાધન-સામગ્રી: લોખંડનો તવો, સળગતો કોલસો, સળગતો લાકડાનો નાનો ટુકડો, કાચની બરણી કે પ્લાસ્ટિકની પારદર્શક બરણી.
પદ્ધતિઃ લોખંડના તવા પર સળગતો કોલસો અથવા સળગતો લાકડાનો ટુકડો
મૂકો. તેના પર પારદર્શક બરણી ઢાંકો. અવલોકન કરો.
અવલોકનઃ સળગતો કોલસો અથવા સળગતો લાકડાનો ટુકડો બુઝાઈ જાય છે.
નિર્ણયઃ બરણી ઢાંકવાથી સળગતા કોલસાને કે સળગતા લાકડાના ટુકડાને હવા મળતી બંધ થવાથી તે બુઝાઈ જાય છે.

પ્રવૃત્તિ 4:
પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલનબિંદુ સુધી પહોંચે તે જરૂરી છે, તે દર્શાવવું.
સાધન-સામગ્રી : કાગળની શીટને વાળીને બનાવેલા બે પેપર કપ, પાણી, મીણબત્તી.
આકૃતિ:
GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 10
[આકૃતિઃ પાણી ભરેલા પેપર કપને અને ખાલી પેપર કપને ગરમ કરતાં]
GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 9

પદ્ધતિઃ

  1. એક પેપર કપમાં લગભગ 50 મિલિ પાણી ઉમેરો. બીજો પેપર કપ ખાલી રાખો.
  2. બંને કાને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો. તમારું અવલોકન નોંધો.
    અવલોકનઃ પાણી ભર્યા વગરનો રેપર કપ સળગી જાય છે. પાણી ભરેલો પેપર કપ સળગતો નથી. તેમાંનું પાણી ગરમ થાય છે.
    આમ થવાનું કારણ : પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે. પેપર કપ તેના જ્વલનબિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, જેથી તે સળગતો નથી.

નિર્ણય પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલનબિંદુ સુધી પહોંચે તે જરૂરી છે.
(નોંધઃ પેપર કપને હાથ વડે પકડવા કરતાં ચીપિયા વડે પકડવો હિતાવહ છે.]

પ્રવૃત્તિ 5:
મીણબત્તીની જ્યોતના બંધારણનો અભ્યાસ કરવો.
સાધન-સામગ્રી: મીણબત્તી, દીવાસળી, કાચની સાંકડી નળી, ચીપિયો, કાચની તકતી, તાંબાનો પાતળો તાર.

પદ્ધતિઃ (A)

  1. મીણબત્તીને સળગાવો.
  2. ચીપિયાની મદદથી કાચની સાંકડી નળી પકડી તેનો એક છેડો જ્યોતના કાળા ભાગમાં રાખો.
  3. કાચની નળીના બીજા છેડે સળગતી દીવાસળી રાખો. અવલોકન નોંધો. આિકૃતિઃ (A)]
    GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 11

પદ્ધતિઃ (B)

  1. કાચની તકતીને ચીપિયાથી પકડી જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો.
  2. કાચની તકતી પર શું જોવા મળે છે? (આકૃતિ (B)].

GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 12

પદ્ધતિ: (C)
હવે તાંબાના તારને જ્યોતના સૌથી બહારના ભાગમાં સહેજ અંદર રહે તેમ લગભગ 30 સેકન્ડ માટે પકડી રાખો. આકૃતિ (C)].
અવલોકન નોંધો.
GSEB Solutions Class 8 Science Chapter 6 દહન અને જ્યોત 13

અવલોકન પદ્ધતિઃ (A) કાચની નળીના છેડે જ્યોત દેખાય છે.
પદ્ધતિઃ (B) કાચની તકતી પર કાળાશ પડતું વર્તુળ બનેલું દેખાય છે.
પદ્ધતિ (C) જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તાર લાલચોળ ગરમ બનેલો દેખાય છે.

આમ થવાનું કારણ?
(A) વાટની આજુબાજુના મીણની બાષ્પ કાચની નળીની બહાર આવી સળગવાથી જ્યોત દેખાય છે.
(B) જ્યોતના પ્રકાશિત ભાગમાં દહન ન પામેલા કાર્બનના કણો કાચની તકતી પર જમા થાય છે.
(C) જ્યોતના બાહ્ય ભાગનું તાપમાન ઘણું જ ઊંચું હોવાથી તાંબાનો તાર લાલચોળ ગરમ થાય છે.

નિર્ણયઃ
મીણબત્તીની જ્યોતના ત્રણ વિભાગ છે.

  1. સૌથી અંદરનો કાળા રંગનો વિસ્તાર
  2. મધ્યનો પીળા રંગનો વિસ્તાર
  3. સૌથી બહારનો ભૂરા રંગનો વિસ્તાર

Leave a Comment

Your email address will not be published.