GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

Gujarat Board GSEB Textbook Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન Textbook Exercise and Answers.

ખનિજ અને ઊર્જા-સંસાધન Class 8 GSEB Solutions Social Science Chapter 10

GSEB Class 8 Social Science ખનિજ અને ઊર્જા-સંસાધન Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ

પ્રશ્ન 1.
તમારા દૈનિક ઉપયોગમાં આવતાં ત્રણ ખનીજોનાં નામ લખો.
ઉત્તરઃ
મારા દૈનિક ઉપયોગમાં આવતાં ત્રણ ખનીજો આ પ્રમાણે છેઃ

  1. લોખંડ
  2. ખનીજ તેલ અને
  3. કુદરતી વાયુ.

પ્રશ્ન 2.
ધાત્વિક ખનીજોનાં અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે?
ઉત્તરઃ
ધાત્વિક ખનીજોનાં અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડકસમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે.

GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

પ્રશ્ન 3.
ભારતમાં ભૂ-તાપીય ઊર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે?
ઉત્તર:
ભારતમાં ભૂતાપીય ઊર્જાના પ્લાન્ટ હિમાચલ પ્રદેશ રાજ્યમાં મણિકરણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લડાખમાં પૂગાઘાટી ખાતે આવેલા છે.

પ્રશ્ન 4.
પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયાં કયાં ઉત્પાદનો બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ લુબ્રિકન્ટ) વગેરે ઉત્પાદનો બનાવવામાં આવે છે.

પ્રશ્ન 5.
ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે?
ઉત્તર:
ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુન્દ્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે આવેલા છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ખનીજ તેલને ‘કાળું સોનું’ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:
ખનીજ તેલ ખૂબ જ કિંમતી ઊર્જા-સંસાધન છે. રિફાઈનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ (લુબ્રિકન્ટ) જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે. ખનીજ તેલનાં વિવિધ ઉત્પાદનોનો વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે. આ કારણોસર ખનીજ તેલને ‘કાળું સોનું’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
જેનાથી આપણે ઊર્જા બચાવી શકીએ તેવા ઉપાયો 3 જણાવો.
ઉત્તર:
જેનાથી આપણે ઊર્જા બચાવી શકીએ તેવા ઉપાયો આ પ્રમાણે છે:

  1. પેટ્રોલને બદલે સી.એન.જી.(CNG Compressed Natural Gas)નો ઉપયોગ કરવો જોઈએ.
  2. રસોઈઘરમાં બળતણ માટે લાકડાં કે કોલસો વાપરવાના બદલે એલ.એન.જી.(LPG-Liquefied Petroleum Gas)નો ઉપયોગ કરવો જોઈએ.
  3. ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો જેવા કે જળવિદ્યુત, સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા, બાયોગેસ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ.

પ્રશ્ન 3.
ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાંથી મળી આવે છે?
ઉત્તરઃ
ગુજરાતમાં લિગ્નાઈટ કોલસો કચ્છમાં પાંદ્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી ખાતેથી પણ લિગ્નાઈટ કોલસો મળી આવે છે.

GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

પ્રશ્ન 4.
ભવિષ્યમાં બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. – વિધાન સમજાવો.
ઉત્તર:
કોલસો, ખનીજ તેલ અને કુદરતી ગેસ જેવાં શક્તિનાં સાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે, જો વર્તમાન દરે તેમનો વપરાશ સતત થતો રહે તો શક્તિનાં એ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત, તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભવિષ્યમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનો ઉપયોગ વધારવો પડશે. બિનપરંપરાગત ઊર્જાસ્રોતો અમર્યાદિત છે. તે પુનઃ પ્રાપ્ય છે. તે નાશવંત નથી. તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે. વળી, તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી. તે પ્રદૂષણમુક્ત છે.

પ્રશ્ન 5.
ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
અશ્મિભૂત બળતણો(ઇંધણીનો વપરાશ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. તેમનો જથ્થો મર્યાદિત છે. જો વર્તમાન દરે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે એ એક ચિંતાજનક બાબત છે. તે પુનઃ અપ્રાપ્ય છે. તે નાશવંત છે. તેનું નવીનીકરણ થઈ શકતું નથી. અશ્મિભૂત બળતણોના સળગવાથી-દહનથી વાતાવરણમાં ઝેરી પ્રદૂષકો ફેલાય છે તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. આથી કહી શકાય કે, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે.

3. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
નીચેનામાંથી કયું લક્ષણ ખનીજનું નથી?
A. તેઓ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા બનેલાં હોય છે.
B. તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે.
C. તેઓ અપ્રાપ્ય હોય છે.
D. તેમનું વિતરણ અસમાન હોય છે.
ઉત્તર:
C. તેઓ અપ્રાપ્ય હોય છે.

પ્રશ્ન 2.
નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવો:

‘આ’ ‘બ’
a. સૌર શીતાગાર 1. તુલસીશ્યામ
b. વિન્ડ ફાર્મ 2. ચારણકા
c. સોલર પાર્ક 3. રુદાતલ
d. ગરમ પાણીના ઝરા 4. છાણી
e. બાયોગેસ પ્લાન્ટ 5. માંડવી

ઉત્તર:
(a – 4), (b – 5), (c – 2), (d – 1), (e – 3)

પ્રશ્ન 3.
વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ કયા દેશમાં છે?
A. યૂ.એસ.એ.માં
B. ન્યૂ ઝીલૅન્ડમાં
C. આઇસલૅન્ડમાં
D. ફિલિપીન્ઝમાં
ઉત્તર:
A. યૂ.એસ.એ.માં

GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

4. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:

1. ધાતુગાળણ ઉદ્યોગમાં ……………………… ખનીજોનો ઉપયોગ થાય છે.
ઉત્તર:
ધાતુમય (ધાત્વિક)

2. દેશમાં સૌથી વધુ સૌર ઊર્જા મેળવતું રાજ્ય ……………………. છે.
ઉત્તર:
મધ્ય પ્રદેશ

3. ગુજરાતમાં ………………………. અને ……………………….. કુદરતી ગેસનો ભંડાર ધરાવતાં ક્ષેત્રો ગણાય છે.
ઉત્તર:
અંકલેશ્વર, ગાંધાર

4. ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચઢાવવા માટે …………………………. ખનીજનો ઉપયોગ થાય છે.
ઉત્તર:
જસત

5. કચ્છ જિલ્લાના ……………………….. માંથી લિગ્નાઈટ કોલસો મળી આવે છે.
ઉત્તરઃ
પાંધો

GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

5. સંકલ્પના સમજાવો:

(1) ખનીજ:
પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ (ગુણધર્મો) ધારણ કરે છે તેવા ઘન, પ્રવાહી અને વાયુસ્વરૂપના પદાર્થોને ‘ખનીજ’ કહે છે.

(2) ભૂતાપીય ઊર્જા:
ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં 3 ઉત્પન્ન થતી વરાળ સપાટી પર આવે છે. એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જાને ‘ભૂતાપીય ઊર્જા’ કહે છે.

(3) ભરતી ઊર્જા:
સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ‘ભરતી ઊર્જા’ કહે છે. તે ઊર્જા બિનપરંપરાગત સ્રોત છે.

(4) બાયોગેસઃ
ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, પશુઓનું છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડનાં કારખાનાનો કચરો વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતા ગેસને બાયોગેસ’ કહે છે.

6. તફાવત સમજાવોઃ અથવા તફાવત સ્પષ્ટ કરો:

પ્રશ્ન 1.
પરંપરાગત ઊર્જાના સ્ત્રોત -બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત
ઉત્તર:
પરંપરાગત ઊર્જાના સ્ત્રોત અને બિનપરંપરાગત ઊર્જાના સ્રોત વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:
GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન 1

GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

પ્રશ્ન 2.
બાયોગૅસ- કુદરતી ગેસ
ઉત્તર:
બાયોગેસ અને કુદરતી ગેસ વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:
GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન 2

પ્રશ્ન 3.
ધાત્વિક ખનીજ – અધાત્વિક ખનીજ
ઉત્તરઃ
ધાત્વિક ખનીજ અને અધાત્વિક ખનીજ વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:
GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન 3

GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

7. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
ખનીજ સંપત્તિનું મહત્ત્વ
ઉત્તર:
ખનીજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો અને અવકાશયાનો ખનીજોમાંથી બનાવાય છે. યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે પણ ખનીજોનો ઉપયોગ થાય છે.

ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ વધી ગયું છે. આજનાં તમામ વિકસિત રાષ્ટ્રો ખનીજોનાં વૈવિધ્ય અને તેની સમૃદ્ધિ તેમજ તેના યોગ્ય ઉપયોગને કારણે સમૃદ્ધ થયાં છે.

યંત્રો દ્વારા દેશમાં નાના-મોટા ઉદ્યોગો ધમધમે છે. વિવિધ પ્રકારના અને ખૂબ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય છે.

ખનીજોના મહત્ત્વને કારણે આજના યુગને ‘ખનીજ યુગ’ પણ રે કહેવામાં આવે છે.

ખનીજો રાષ્ટ્રની સમૃદ્ધિમાં ખૂબ મૂલ્યવાન ફાળો આપતાં હોવાથી તે રાષ્ટ્રના અર્થતંત્રની ધોરી નસ ગણાય છે.

આજના સમયમાં ખનીજોનું મહત્ત્વ ઘણું છે. તેથી તે દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ કહેવાય છે.

પ્રશ્ન 2.
ખનીજ સંરક્ષણના ઉપાયો
ઉત્તરઃ
ખનીજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે:
(1) ખનીજોનાં નિર્માણ અને તેના સંગ્રહમાં હજારો વર્ષ લાગે છે. તેથી ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. દા. ત., કોલસો અને પેટ્રોલિયમ બિનનવીનીકરણીય સંસાધનો છે. આ સંસાધનોના માનવીય વપરાશના દરની તુલનામાં નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. તેથી ખનીજોના ખોદકામની પ્રક્રિયા નિયંત્રિત કરવી જરૂરી છે.

(2) વપરાઈ ગયેલાં લોખંડ, તાંબુ, ઍલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે. તેથી તેમને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. આ પ્રક્રિયાને ધાતુઓનું રિસાયક્લિંગ કહેવામાં આવે છે.

(3) ઓછા પ્રમાણમાં મળતાં કે ખલાસ થવાની અણી પર હોય તેવાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવાં ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે, વિદ્યુતને સ્થાને સૌર વિદ્યુતનો, તાંબાના સ્થાને ઍલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સી.એન.જી.નો ઉપયોગ કરવો જોઈએ.

(4) જળવિદ્યુત, સૌર ઊર્જા, પવન ઊર્જા, બાયોગૅસ, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.

(5) પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણમુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ.

(6) ઊર્જા-સંસાધનો ખૂબ જ મૂલ્યવાન છે. ખનીજો નાશવંત છે. તેમનું નવીનીકરણ થઈ શકતું નથી. વળી, તેમનો જથ્થો મર્યાદિત છે. તેથી તેમનો બહુ વિવેકપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે.

(7) ઊર્જાનો વ્યય આગામી દિવસોમાં મોટી કટોકટી નોતરે ડે તે પહેલાં આપણે જાગ્રત બનીને તેના સંરક્ષણ માટે કટિબદ્ધ બનવું જોઈએ. ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવાં કામો માટે જ ખનીજો વાપરવાં જોઈએ.

(8) ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે એ ખ્યાલ સ્વીકારીને આપણે ખનીજ-સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ.

પ્રશ્ન 3.
સૌર ઊર્જા
ઉત્તર:
સૂર્ય પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઊર્જાનો અનુભવ આપણે મોટા ભાગના દિવસો દરમિયાન કરીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી ઊર્જાનો ઉપયોગ સૌરકોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. વધારે ગરમી ધરાવતા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની ટેક્નોલૉજી ખૂબ ફાયદાકારક છે. સૌર ઊર્જાનો ઉપયોગ સોલર વૉટર હીટર (પાણી ગરમ કરવા), સોલર કૂકર (રસોઈ કરવા), સોલર ડ્રાયર્સ (કપડાં સૂકવવા) તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે (સોલર પૅનલ) અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં થાય છે. સૌર ઊર્જા અખૂટ અને પ્રદૂષણહીન છે.
GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન 4
ભારતમાં મધ્ય પ્રદેશના રેવા(રીવા)માં ‘સૌર ઊર્જા પરિયોજના’ આવેલી છે. તેની ગણના એશિયાની મોટી સૌર ઊર્જા યોજનામાં થાય છે. ભારતમાં સૌર ઊર્જા મેળવતાં અગ્રગણ્ય રાજ્યોમાં ગુજરાતની ગણના થાય છે. ગુજરાતમાં સૌર છત અને કેનાલ આધારિત સૌર પ્રોજેકટસ દ્વારા સૌર ઊર્જા મેળવવામાં આવે છે. ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારણકા ગામની બિનવપરાશી જમીન પર 590 મેગાવૉટની ક્ષમતાનો સોલર પાર્ક બનાવવામાં આવ્યો છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી (GEDA) – ગેડાએ વડોદરા
પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. રાજ્યમાં વીજળી વિનાનાં ગામોમાં દીવાબત્તી (સ્ટ્રીટ લાઇટ), ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર ઑનલ ગોઠવવામાં આવે છે. સોલર રૂફ ટૉપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે.

ગુજરાતમાં ભુજ પાસેના માંડવી નજીક મોઢવા ગામે સૌર ઊર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયું છે. દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા (ડિસેલિનેશન કરવા) માટે સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આજે દેશમાં સૌર ઊર્જાથી ચાલતાં વિવિધ ઉપકરણોનો વ્યાપ વધ્યો છે.

સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગો કરવા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે.

GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

પ્રશ્ન 4.
બાયોગૅસ
ઉત્તર:
ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, પશુઓનું છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડનાં કારખાનાંનો કચરો વગેરેને કોહવડાવી, તેમાંથી મેળવવામાં આવતો ગૅસ બાયોગૅસ કહેવાય છે. તે બૅક્ટરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાંથી મિથેન અને કાર્બન ડાયૉક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન દહનશીલ વાયુ છે.
GSEB Solutions Class 8 Social Science Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન 5
બાયોગૅસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) છે. બાયોગૅસ મેળવી લીધા પછી વધેલા કચરાનું નિંદણમુક્ત જૈવિક ખાતર બને છે. આમ, બાયોગેસ દ્વારા ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે.

ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ‘ગોબર ગેસ’ કહે છે. બાયોગેસ અને ખાતર બનાવવાના સાધનને ‘બાયોગેસ પ્લાન્ટ’ કહે છે.

ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના રુદાતલમાં અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.

વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે.

ગામડાંઓમાં બળતણ માટે લાખો ટન લાકડું અને છાણ વપરાય છે. તેને બદલે બાયોગેસ વપરાય તો વૃક્ષો કપાતાં બચાવી શકાય અને ગામડાંઓની સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેમની ઘરેલું ઊર્જાની અછતને ઓછી કરી શકાય.

Leave a Comment

Your email address will not be published.