Gujarat Board GSEB Solutions Class 9 Science Chapter 7 સજીવોમાં વિવિધતા Textbook Questions and Answers, Intext Questions, Textbook Activites Pdf.
સજીવોમાં વિવિધતા Class 9 GSEB Solutions Science Chapter 7
GSEB Class 9 Science સજીવોમાં વિવિધતા Textbook Questions and Answers
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
સજીવોનું વર્ગીકરણ કરવાથી શો ફાયદો થાય છે?
ઉત્તરઃ
સજીવોના વર્ગીકરણના ફાયદા :
- સામાન્ય લક્ષણો આધારિત સજીવોની ચોક્કસ કક્ષાઓ સમૂહો નક્કી થઈ શકે છે.
- વૈજ્ઞાનિક સંશોધનનો અભ્યાસ સરળ થઈ શકે છે.
- વિવિધ જૂથના સજીવોના આંતરસંબંધો નક્કી થઈ શકે છે અને મનુષ્ય માટે તેમની ઉપયોગિતાની સમજ પ્રાપ્ત થઈ શકે છે.
- આર્થિક હેતુ માટે સંકરણ અને જનીન ઇજનેરી વિદ્યામાં સજીવોનો ઉપયોગ કરી શકાય છે.
પ્રશ્ન 2.
વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે { લક્ષણોમાંથી તમે કયા લક્ષણની પસંદગી કરશો?
ઉત્તરઃ
વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે લક્ષણોમાંથી એવા લક્ષણની પસંદગી કરવામાં આવે છે કે જે સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય અને તેની અગાઉના સ્તરના લક્ષણ પર નિર્ભર હોય.
પ્રશ્ન 3.
સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ કરવાના આધારો સમજાવો.
ઉત્તર:
સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ કરવાના આધારો : કોષીય સંરચના, શરીર આયોજન, પોષણ સ્ત્રોત અને પોષણ મેળવવાની પદ્ધતિ.
પ્રશ્ન 4.
વનસ્પતિસૃષ્ટિમાં મુખ્ય વિભાગ કયા છે? આ વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે?
ઉત્તર:
વનસ્પતિસૃષ્ટિમાં મુખ્ય વિભાગ | વર્ગીકરણનો મુખ્ય આધાર |
1. સુકાયક (થેલોફાયટા) | અવિભેદિત વનસ્પતિદેહ |
2. દ્ધિઅંગી | વાહક પેશીની ગેરહાજરી |
3. ત્રિઅંગી | બીજ ઉત્પાદન ન કરે |
4. અનાવૃત બીજધારી | બીજ નગ્ન, ફળ આવરણ વગર |
5. આવૃત બીજધારી | બીજ ફળમાં ઢંકાયેલા |
6. દ્વિદળી | બીજમાં બીજપત્રની સંખ્યા |
7. એકદળી | બીજમાં બીજપત્રની સંખ્યા |
પ્રશ્ન 5.
પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ 3 માટેના માપદંડોથી કેવી રીતે જુદા પડે છે?
ઉત્તરઃ
- વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડો: મોટા ભાગે અચલિત, કોષદીવાલની હાજરી, ખોરાક બનાવવાની ક્ષમતા અનુસાર દેહનો વિકાસ આ માપદંડોના આધારે વનસ્પતિસમૂહ અલગ પડે છે.
- ત્યારબાદ વનસ્પતિદેહના મુખ્ય ભાગોનું વિભેદન, વાહક પેશી, બીજ ધારણક્ષમતા અને બીજા ખુલ્લા કે ઢંકાયેલા આ માપદંડના આધારે વનસ્પતિ વર્ગીકરણ કરવામાં આવે છે.
- પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો ચલિત, કોષદીવાલનો અભાવ, ખોરાકગ્રહણ અનુરૂપ પ્રાણીદેહનો વિકાસ વગેરે માપદંડોના આધારે પ્રાણીસમૂહ અલગ પડે છે.
- ત્યારબાદ પેશી, કોષીય ખરો, દેહકોષ્ઠ, મેરુદંડ, કરોડસ્તંભ, બાહ્ય કંકાલ, ઉપાંગો વગેરે માપદંડોના આધારે પ્રાણી વર્ગીકરણ કરવામાં આવે છે.
- આમ, પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી જુદા પડે છે.
પ્રશ્ન 6.
પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદ્દાઓ સમજાવો.
ઉત્તર:
પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદ્દાઓ નીચે મુજબ છે :
GSEB Class 9 Science સજીવોમાં વિવિધતા Intext Questions and Answers
Intext પ્રશ્નોત્તર [પ.૫. પાના નં. 80]
પ્રશ્ન 1.
આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ?
ઉત્તરઃ
પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવજાતિઓ આવેલી છે અને તેમાં અમાપ વિભિન્નતાઓ આવેલી છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહિ. આથી સજીવોના સરળ અને સગવડ ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવે છે. આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ.
પ્રશ્ન 2.
આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવ સ્વરૂપોની ભિન્નતાનાં ત્રણ ઉદાહરણો આપો.
ઉત્તર:
આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવ સ્વરૂપોની ભિન્નતાનાં ઉદાહરણ નીચે મુજબ છેઃ
- નાની બિલાડી અને મોટી ગાય
- ઘાસ અને વડનું વૃક્ષ
- કાળો કાગડો અને લીલો પોપટ
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 821)
પ્રશ્ન 1.
સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ કર્યું હોઈ શકે છે? શા માટે?
(a) તેમના નિવાસસ્થાન
(b) તેમની કોષીય સંરચના
ઉત્તર:
(b) તેમની કોષીય સંરચના. કારણ કે કોષીય સંરચના આધારે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવો તેમજ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ સરળતાથી થઈ શકે છે.
પ્રશ્ન 2.
સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે?
ઉત્તર:
સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષનું સ્વરૂપ કે સંરચનાના મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે.
પ્રશ્ન 3.
કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાની ક્ષમતાના લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 83]
પ્રશ્ન 1.
આદિસજીવ કોને કહે છે? તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કે કેવી રીતે ભિન્નતા ધરાવે છે?
ઉત્તરઃ
- જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય અને તેમાં શ્રમવિભાજનનો અભાવ હોય તેમજ પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયા નથી તે સજીવને આદિસજીવ કહે છે.
- જ્યારે કહેવાતા ઉચ્ચ સજીવો વિવિધ જૈવિક કાર્યો માટે અંગો અને અંગતંત્રોની હાજરી હોય છે. આ બાબતે આદિસજીવ ઉચ્ચ સજીવોથી ભિન્નતા ધરાવે છે.
પ્રશ્ન 2.
શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા જ હોય છે? શા માટે?
ઉત્તરઃ
હા, ઉચ્ચ સજીવ એટલે વધારે ઉદ્વિકાસ પામેલા સજીવો જેમાં ઉદ્વિકાસ દરમિયાન સજીવમાં વધારે જટિલતા સર્જાયેલી હોય છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 85]
પ્રશ્ન 1.
મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો કયા છે?
ઉત્તર:
મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી કે હાજરી છે. મોનેરા સૃષ્ટિના સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી છે, જ્યારે પ્રોટિસ્યામાં હાજરી છે.
પ્રશ્ન 2.
એકકોષીય, સુક્રોષકેન્દ્રીય અને પ્રકાશસંશ્લેષી સજીવને 3 તમે કઈ સૃષ્ટિમાં મૂકશો?
ઉત્તર:
પ્રોટિસ્ટા સૃષ્ટિ
પ્રશ્ન 3.
ઉદ્રિકાસીય વર્ગીકરણમાં કયો સજીવસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને કયો સજીવસમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે?
ઉત્તર:
ઉદ્ધિકાલીય વર્ગીકરણમાં જાતિસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને સૃષ્ટિસમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 88]
પ્રશ્ન 1.
સરળતમ વનસ્પતિઓને ક્યા વર્ગમાં મૂકવામાં આવી છે?
ઉત્તર:
સરળતમ વનસ્પતિઓને સુકાયક (એકાંગી) સમૂહમાં મૂકવામાં આવી છે.
પ્રશ્ન 2.
ત્રિભંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે?
ઉત્તરઃ
ત્રિઅંગીમાં નગ્ન ભૂણ અને અપ્રત્યક્ષ પ્રજનનાંગો છે. જ્યારે પુષ્પધારી વનસ્પતિઓમાં પૂર્ણ વિકસિત અને વિભૂદિત પ્રજનનાંગ હોય છે.
પ્રશ્ન 3.
અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી છે?
ઉત્તર:
અનાવૃત બીજધારીમાં નગ્ન બીજ છે, જે ફળનું આવરણ ધરાવતા નથી અને આવૃત બીજધારીમાં બીજ ફળમાં ઢંકાયેલા હોય છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 94]
પ્રશ્ન 1.
છિદ્રકાય અને કોષ્ઠાત્રિ પ્રાણીઓમાં શું ભેદ છે?
ઉત્તર:
છિદ્રકાય | કોદ્ધાંત્રિ |
1. શરીરરચના અત્યંત સરળ છે. | 1. શરીરરચના પેશીય સ્તરની હોય છે. |
2. શરીરમાં અનેક છિદ્રો હોય છે. | 2. શરીરમાં કોષ્ઠાંત્ર ગુહા હોય છે. |
પ્રશ્ન 2.
નૂપુરક પ્રાણીઓ સંધિપાદ પ્રાણીઓથી કયા પ્રકારની ભિન્નતા ધરાવે છે?
ઉત્તર:
નૂપુરક પ્રાણીઓ | સંધિપાદ પ્રાણીઓ |
1. શરીર અનેક ખંડો ધરાવતું છે. | 1. શરીર ખંડમય હોય છે. |
2. સાંધાવાળા ઉપાંગો ધરાવતા નથી. | 2. સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. |
3. બંધ પ્રકારનું પરિવહનતંત્ર છે. | 3. ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર છે. |
પ્રશ્ન 3.
ઉભયજીવી અને સરીસૃપનો ભેદ શું છે?
ઉત્તર:
ઉભયજીવી | સરીસૃપ |
1. ત્વચા પર ભીંગડાં નથી. | 1. ત્વચા ભીંગડાઓથી આવરિત |
2. પાણીમાં ઈંડાંનો વિકાસ થાય છે. | 2. તેઓ જમીન પર ઈંડાં મૂકે છે. |
3. હૃદય ત્રિખંડી છે. | 3. હૃદય ત્રિખંડી પરંતુ મગરમાં ચતુર્ખાડી છે. |
પ્રશ્ન 4.
પક્ષી વર્ગ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં શું ભિન્નતા છે?
ઉત્તર:
પક્ષી વર્ગ | સસ્તન વર્ગ |
1. શરીર પીંછાનું બાહ્ય કંકાલ ધરાવે છે. | 1. શરીર પર વાળનું કંકાલ તેમજ ત્વચામાં પ્રસ્વેદગ્રંથિઓ અને તૈલગ્રંથિઓ આવેલી છે. |
2. તેમાં સ્તનગ્રંથિઓ નથી. | 2. આ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા સ્તનગ્રંથિઓ ધરાવે છે. |
3. અગઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલું છે. | 3. અગ્રઉપાંગો વિવિધ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. |
GSEB Class 9 Science સજીવોમાં વિવિધતા Textbook Activities
પ્રવૃત્તિ 7.1 [પા.પુ. પાના નં 80]
આપણે દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે.
1. શું એક દેશી ગાય, જર્સી ગાય જેવી દેખાય છે?
ઉત્તરઃ
ના, દેશી ગાય કદ અને રંગમાં અલગ દેખાય છે.
2. શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે?
ઉત્તર:
બધી નહિ પરંતુ મોટા ભાગની દેશી ગાય એક જેવી દેખાય છે.
3. શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ છીએ?
ઉત્તરઃ
હા, દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ છીએ.
4. ઓળખવા માટેનો આપણો આધાર શું હોય છે?
ઉત્તરઃ
ઓળખવા માટેનો આપણો આધાર કદ, શિંગડાનો આકાર, ચામડીનો રંગ, ઊંચાઈ વગેરે હોય છે.
5. આ પ્રવૃત્તિ પરથી નક્કી કરો કે કયા વિશિષ્ટ લક્ષણ ઇચ્છિત સમૂહના સજીવો માટે વધુ મહત્ત્વપૂર્ણ છે?
ઉત્તર:
ઇચ્છિત સમૂહના સજીવો દા. ત., ગાય માટે વિશિષ્ટ લક્ષણ કદ, ત્વચાનો રંગ, ઊંચાઈ, પ્રજનન અવધિ, દૂધ-ઉત્પાદન ક્ષમતા, રોગપ્રતિકારકતા, દૂધનું પોષણમૂલ્ય વગેરે વધુ મહત્ત્વપૂર્ણ છે.
પ્રવૃત્તિ 7.2 [પા.પુ. પાના નં. 88]
ભીંજવેલા ચણા, ઘઉં, મકાઈ, વટાણા અને આંબલીનાં બીજ લો. હું ભીંજવેલાં બીજ પાણીના અભિશોષણને કારણે નરમ થઈ જાય છે. આ બીજને બે ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરો.
1. શું આમાંનાં બધાં જ બીજ ફાટીને બે સરખા ભાગોમાં વહેંચાઈ જાય છે?
ઉત્તરઃ
ના. ચણા, વટાણા અને આંબલીનાં બીજના બે ભાગ થાય છે. ઘઉં અને મકાઈનાં બીજના બે ભાગ થતા નથી.
જે બીજ બે અડધા ભાગોમાં દેખાય છે, તે દ્વિદળી બીજ છે અને જે તૂટતાં નથી અને બે ભાગોમાં વહેંચાતાં નથી, તે એકદળી બીજ છે.
-હવે આ વનસ્પતિઓનાં મૂળ, પણ અને પુષ્પોને જુઓ.
1. શું આ મૂળ સોટીમય છે કે તંતુમય?
ઉત્તરઃ
ચણા, વટાણા અને આંબલીના મૂળ સોટીમય છે. ઘઉં અને મકાઈના મૂળ તંતુમય છે.
2. શું પણમાં સમાંતર કે જાલાકાર શિરાવિન્યાસ છે?
ઉત્તર:
ચણા, વટાણા અને આંબલીનાં પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ; જ્યારે ઘઉં અને મકાઈનાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ છે.
3. આ વનસ્પતિઓનાં પુષ્પોમાં કેટલાં દલપત્રો છે?
ઉત્તર:
ચણા, વટાણા, આંબલીનાં પુષ્પોમાં પાંચ દલપત્રો; જ્યારે ઘઉં અને મકાઈનાં પુષ્પોમાં ત્રણ દલપત્રો હોય છે.
4. શું તમે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓના આનાથી વધારે લક્ષણો અવલોકનને આધારે લખી શકો છો?
ઉત્તર:
લક્ષણો | એકદળી | દ્વિદળી |
1. પ્રકાંડ | સામાન્ય રીતે અશાખિત | શાખિત |
2. પણ | સામાન્ય રીતે અદંડી | સદંડી |
૩. બીજમાં ખોરાકસંગ્રહ | ભૃણપોષમાં | બીજપત્રોમાં |
4. પ્રકાંડમાં વાપીપુલ | વેરવિખેર | વર્તુળાકારે |
5. મૂળ અને પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ | ન દર્શાવે | દર્શાવે |
પ્રવૃત્તિ 7.3 [પા.પુ. પાના નં 96].
1. નીચે આપેલાં પ્રાણીઓ અને વનસ્પતિઓનાં નામ જેટલી ભાષાઓમાં તમે આપી શકો તેટલી શક્ય ભાષામાં નામ આપો :
(1) વાઘ
(2) મોર
(3) કીડી
(4) લીમડો
(5) કમળ
(6) બટાટા
ઉત્તરઃ
(1) વાઘ → શેર, બાઘ, પુલી (Puli), હુલી, હુ
(2) મોર → મયુર, પાવો, પેન, પેવલીન, નેમાલી
(3) કીડી → ચીંટી
(4) લીમડો → નીમ, વબુમ (Vabum)
(5) કમળ → થમારી (Thamari)
(6) બટાટા → આલુ
પ્રવૃત્તિ 7.4 [પા.પુ. પાના નં. 96]
1. કોઈ પણ પાંચ પ્રાણીઓ અને વનસ્પતિઓનાં વૈજ્ઞાનિક નામો શોધો. શું તેઓનાં વૈજ્ઞાનિક નામો અને સામાન્ય નામોમાં કોઈ સમાનતા છે?
ઉત્તરઃ
પ્રાણીઓ | વનસ્પતિઓ |
1. દેડકો – Rana tigrind | 1. લજામણી – Mimosa pudica |
2. મોર – Pavo cristatus | 2. મકાઈ – Zea mays |
3. મધમાખી – Apis indica | 3. સૂર્યમુખી – Helianthus annuus |
4. વંદો – Periplaneta | 4. ઘઉ – Triticum aestivum americana |
5. અળસિયું – Pheritima | 5. આંબો – Mangifera posthuma indica |
ના, વૈજ્ઞાનિક નામ અને સામાન્ય નામોમાં કોઈ સમાનતા નથી.