Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો Textbook Questions and Answers

સુખનો કાળ બાળપણનો સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
સરસ્વતીબાગનાં સ્થાને લેખક કયાં કયાં વૃક્ષો નિહાળે છે?
ઉત્તરઃ
સરસ્વતીબાગના સ્થાને લેખક આંબાનાં, જાંબુનાં, તાડનાં, સરગવાનાં અને અગથિયાનાં વૃક્ષો હતાં પણ અત્યારે તો આ બાગને સ્થાને સિમેન્ટ-કોંક્રિટનાં જંગલોથી ઢંકાયેલા છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 2.
સ્ત્રીઓ પતિ પ્રત્યે શી મર્યાદા રાખતી?
ઉત્તરઃ
પત્ની પતિનું નામ જાહેરમાં ઉચ્ચારતી નહીં. દિનુના બાપુ, વિનુના બાપુ કે “એ” કહીને બોલાવતી.

પ્રશ્ન 3.
લેખક સ્વયંસેવક બની શી કામગીરી કરતા?
ઉત્તરઃ
હદની બહાર જતાં દડાને લાવી આપવાની કામગીરી લેખક કરતા.

પ્રશ્ન 4.
હિંમત આપવા લેખકને કોણ સહાયક બનેલું?
ઉત્તરઃ
હિંમત આપવા લેખકને કાદરખાન પઠાણની વાંસળીના સૂરો સહાયક બનેલા.

પ્રશ્ન 5.
સુખપ્રાપ્તિનો કયો ઉપાય લેખક સૂચવે છે?
ઉત્તરઃ
જો નિશાળ ન હોય, તો બધાં જ બાળકોના બાળપણનો કાળ સુખમાં જાય. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 6.
લેખક અને મિત્રો ભગવાનને શી પ્રાર્થના કરતા?
ઉત્તરઃ
જોગેશ્વરીના રામેશ્વર મંદિરમાં ઘંટ વગાડીને, દંડવત્ પ્રણામ કરીને ભગવાન મને ગણિતમાં પાસ કર. પુરવણી પર શાહી ઢોળાવા દઈશ નહીં’. એવી પ્રાર્થના કરતા.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
બાલ્યકાળના સુખની શી કલ્પના લેખક કરે છે?
ઉત્તરઃ
લેખક બાલ્યકાળમાં એવું માનતા હતા કે, જો નિશાળ ન હોય, તો બધાં જ બાળકોનો બાલ્યકાળ સુખમાં ગયો હોત. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ.

બાળકોના મનમાં જાગતા પ્રશ્નો જેવા કે નાળિયેરમાં મીઠું પાણી કોણ ભરે?, કેરી પીળી કઈ રીતે થાય?, ગર ભરેલી આંબલી ઝાડ પર કેવી રીતે તૈયાર થાય? જેવા પ્રશ્નોના ઉત્તર આપી શકે એવું શિક્ષણ હોવું જોઈએ. નાનાં બાળકો માટે છે રવિવાર અને ફક્ત એક જ સોમવાર હોય એવું અઠવાડિયું શરૂ કરવામાં આવે, તો દરેક બાળકનું બાળપણ સુખમાં જ જાય.

પ્રશ્ન 2.
લેખક શાથી લોકપ્રિય બન્યા? લેખકની યુક્તિ શી રીતે પ્રબળ રહી?
ઉત્તરઃ
લેખક પાંચ-છ વર્ષના હતા ત્યારે ટાકી મહારાજની હાજરીમાં સદ્ભક્તિ મંદિરમાં પહેલું ભાષણ લેખકે આપ્યું. ‘વીર અભિમન્યુ’ પરનું ભાષણ લેખકે ચાર-પાંચ મિનિટમાં ફટાફટ બોલી નાખ્યું અને છેવટે ભૂલી જવાથી યુક્તિપૂર્વક “મારો દૂધ પીવાનો સમય થયો છે’ એમ કહીને શ્રોતાઓથી છુટકારો મેળવ્યો. પણ આ મજાક અને લાડ લાંબો સમય ચાલ્યા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 3.
નાટકમંડળીમાં રામાયણનો અભિનય શી રીતે થતો?
ઉત્તર:
નારાયણમામાની નાટકમંડળી સ્ત્રી રહિત રામાયણનું નાટક શેરીએ શેરીએ ફરીને નાટક ભજવતી. મુખ્ય ભાર રામ-રાવણ યુદ્ધ પર રહેતો. વાનરસેનામાં, પૂંઠાં, પતરાંનાં ચળકતા મુગટ, ધનુષબાણ, પૂંછડાં ચોંટાડેલ ચડ્ડીઓ વગેરેનો ઉપયોગ કરીને ઠાઠમાઠથી નાટકો ભજવતા.

વાનરસેના સાચે જ આંબાની ડાળ પર ચડી જતી. લેખકનાં મામા ચિત્રકાર હતાં. એ બાળકોને મુગટ બનાવી આપતાં

3. વિસ્તૃત ઉત્તર લખો.

પ્રશ્ન 1.
લેખકનું બાળઘડતર શી રીતે થયેલું તે જણાવો.
ઉત્તરઃ
સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુરુષોત્તમ દેશપાંડેએ પોતાના બાળપણનાં સુંદર સંસ્મરણો અહીં આલેખ્યાં છે.

લેખકનો જન્મ ગામદેવી વિસ્તારની કિર્તાળ હેમરાજની ચાલીમાં થયો હતો. એમનું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું. સરસ્વતીબાગ સોસાયટીના બધા જ પુરુષો મુંબઈમાં કારકુનની નોકરી કરવા જાય. એમના ગયા પછી માત્ર બાળકોને સ્ત્રીઓનું રાજ રહેતું.

નોકરીને કારણે એમના પિતાજીને સતત બહારગામ ફરવું પડતું એટલે ઘરમાં એમના બા, બહેન અને ત્રણ ભાઈઓ જ રહેતા.

સૂર પ્રત્યેનું ખેંચાણ લેખકને બાળપણથી જ રહ્યું એમના બાનો અવાજ ખુલ્લો અને સૂરીલો. ગાયન સાથે વાચન પણ સારું. માટે નાનપણના સુખની સાથે સૂરનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે. લેખકનું સંગીત, સાહિત્ય, નાટક જેવી કલા પ્રત્યે વધારે ખેંચાણ હતું. મેદાની રમતો કરતાં મિમિક્રી પ્રત્યેનો ગમો જોગેશ્વરીની સોસાયટીમાં રોપાયો હતો.

આમ, લેખકનું બાળઘડતર ખૂબ સાદગીમાં અને હૂંફભર્યા વાતાવરણમાં થયું છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 2.
“સાચા સુખનું સર્જન લેખકની શાળા’ – લેખક આવું શા માટે કહે છે?
ઉત્તરઃ
બાળપણથી જ લેખકને કાદરખાનની વાંસળીના સૂરોથી હિંમત મળતી. માટે સૂરો પ્રત્યેનું ખેંચાણ તેમણે બાળપણથી જ હતું. નાનપણના સુખની સાથે સૂરનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે. લેખકને બાળપણથી જ સંગીત, સાહિત્ય, નાટક જેવી કલા પ્રત્યે વધારે ખેંચાણ.

મેદાની રમતો કરતાં મિમિક્રી પ્રત્યેનો ગમો જોગેશ્વરીની સોસાયટીમાં રોપાયો હતો. રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય પછી બીજું કાંઈ ન સૂઝે. વાજાપેટીવાળા તરફ લેખકનું વધારે ધ્યાન હોય. શાહિર ખાડિલકરના શૌર્યગીતો સાંભળ્યા પછી સૂપડાનું ડફ બનાવી ગાવા લાગતા.

લેખકે પહેલું ભાષણ સદ્ભક્તિ મંદિરમાં વીર અભિમન્યુ વિશે આપ્યું. એ વખતે નાટકોમાં બાલગાંધર્વ મરાઠી રંગભૂમિ ગજાવી રહ્યા હતા. લેખકને જોયેલાં નાટકો અને તેની પાત્રયોજના આજે પણ યાદ છે. તેથી એવું લાગે છે કે નિશાળમાં ભૂગોળ પણ આ રીતે યાદ રહેતો હોત તો કેવું સારું!

ક્રિકેટનું મોટું મેદાન હતું છતાં લેખકને રમતગમતમાં જરાપણ રસ નહીં. નાટકોમાં રુચિ ખરી. નારાયણમાના આગેવાન અને અમારા આદર્શ. એમની નાટકમંડળી શેરીએ શેરીએ ફરે અને રામાયણ, મહાભારત વગેરે વિશે નાટકો ભજવતી. નાનજી પાસેથી શ્લોક શીખતા.

આમ, લેખકની ભાષામાં કહીએ તો સાચા સુખનું સર્જન એમની મરજી મુજબની પ્રવૃત્તિ.

પ્રશ્ન 3.
“સાચા શિક્ષણનો અભિગમ’ – ગદ્યના આધારે સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુરુષોત્તમ દેશપાંડેએ પોતાના બાળપણનાં સુંદર સંસ્મરણો આલેખીને સાચા શિક્ષણના અભિગમો સ્પષ્ટ કર્યા છે. શાળાએ જવાનો અણગમો એ સર્વસામાન્ય બાબત છે. અત્યારની ટેક્નોલૉજીને બાદ કરતાં શાળામાં શિસ્તભંગના પ્રશ્નો વર્ષો પહેલાના જેવા જ છે.

બાળપણની સ્મૃતિ સતેજ અને ચિરંજીવ હોય છે. એની પ્રતીતિ શબ્દ શબ્દ થાય છે. જો બાળકની આસપાસનાં વ્યક્તિઓ દૂરદષ્ટિ ધરાવતી હોય, તો શાળાજીવન કેટલું સહજ અને સ્વાભાવિક બને છે તે અહીં સ્પષ્ટ થયું છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

લેખક એવું માને છે કે, બાળકોને માત્ર પુસ્તકલક્ષી શિક્ષણ આપવાને બદલે તેમના રસ અને રુચિના વિષયોનું શિક્ષણ આપવું જોઈએ. એનો મતલબ જરાપણ એવો નથી કે શાળાઓ ન હોવી જોઈએ. બાળકોના મનમાં જાગતા પ્રશ્નો જેવા કે નાળિયેરમાં મીઠું પાણી કોણ ભરે?,

કેરી પીળી કઈ રીતે થાય?, ગર ભરેલી આંબલી ઝાડ પર કઈ રીતે તૈયાર થાય? જેવા પ્રશ્નોના ઉત્તર આપી શકે એવું શિક્ષણ હોવું જોઈએ.

4. નોંધ લખો.

પ્રશ્ન 1.
લેખકનો સંગીતપ્રેમ
ઉત્તર :
બાળપણથી જ લેખકને કાદરખાનની વાંસળીના સૂરોથી હિંમત મળતી. સંગીતના સૂરો પ્રત્યેનું ખેંચાણ તેમણે બાળપણથી જ હતું. નાનપણના સુખની સાથે સુરનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે. લેખકને બાળપણથી જ સંગીત, સાહિત્ય, નાટક જેવી કલા પ્રત્યે વધારે ખેંચાણ.

રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય પછી ખાવાપીવાનું પણ ના સૂઝે. એમના બારણે એક ભિખારી આવતો “મારા રામને કોઈ લઈ આવો રે’ એ ભજન લેખક વારંવાર ગવડાવતા. વાજાપેટીવાળા તરફ લેખકનું વધારે ધ્યાન હોય. શાહિર ખાડિલકરના શૌર્યગીતો સાંભળ્યા પછી સૂપડાનું ડફ બનાવીને ‘પ્રથમ નમન શારદા શારદા ચરણે’ ગાવા લાગતા. લેખકના વડીલો અને આપ્તજનો હંમેશાં તેમના મનોરંજન કાર્યક્રમમાં ભાગીદાર બનતા.

પ્રશ્ન 2.
લેખકની નાટ્યકલા.
ઉત્તરઃ
લેખકને બાળપણથી જ સંગીત, સાહિત્ય, નાટક જેવી કલા પ્રત્યે વધારે ખેંચાણ. લેખકે પહેલું ભાષણ સદ્ભક્તિ મંદિરમાં વીર અભિમન્યુ વિશે આપ્યું. એ વખતે નાટકોમાં બાલગાંધર્વ મરાઠી રંગભૂમિ ગજાવી રહ્યા હતા છતાં લેખકને એનું આકર્ષણ એટલું ન હતું.

‘પુણ્યપ્રભાવ’ નાટક જોયા પછી જાણે કે ચમત્કાર થયો. લેખકને જોયેલાં નાટકો અને તેની પાત્રયોજના આજે પણ યાદ છે. તેથી એવું લાગે છે કે નિશાળમાં ભૂગોળ પણ આ રીતે યાદ રહેતો હોત તો કેવું સારું! નાટકોમાં રુચિને કારણે તેઓ નારાયણમામાને આગેવાન અને આદર્શ માનતા હતા.

એમની નાટકમંડળી શેરીએ શેરીએ ફરે અને રામાયણ, મહાભારત વગેરે વિશે નાટકો ભજવતી. વળી, નાનજી પાસેથી શ્લોક શીખતા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 3.
લેખકનાં જોગેશ્વરીનાં સંસ્મરણો.
ઉત્તરઃ
લેખકનો જન્મ ગામદેવી વિસ્તારની કિર્તાળ હેમરાજની ચાલીમાં થયો હતો. એમનું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું. સરસ્વતીબાગ સોસાયટીના બધા જ પુરુષો મુંબઈમાં કારકુનની નોકરી કરવા જાય. એમના ગયા પછી માત્ર બાળકોનું સ્ત્રીઓનું રાજ રહેતું.

નોકરીને કારણે એમના પિતાજીને સતત બહારગામ ફરવું પડતું એટલે ઘરમાં એમના બા, બહેન અને ત્રણ ભાઈઓ જ રહેતા, મરાઠી ફક્ત નિશાળમાં જ બાકી તો કારવારી ભાષામાં જ થતો. લેખકને બે મરાઠી? અને કારવારી ભાષા આવડતી.

જોગેશ્વરી આસપાસ જંગલ હોવાથી સાપનો અને ચોરોનો ખૂબ ભય રહેતો. આ ચોરોથી બચવા બે પઠાણ ચોકીદારો હતા. રાત્રે બધું સૂમસામ થાય એટલે પેટમાં બીક લાગે. ડરેલા લેખકને કાદરખાનની વાંસળીના સૂરોથી હિંમત મળતી.

કાદરખાનનું કદાવર શરીર ક્યારેય એમને ડરામણું ન લાગતું. સંગીતના સૂરો પ્રત્યેનું ખેંચાણ તેમને બાળપણથી જ હતું. તેથી તેમના બાળપણમાં સંગીતનો ફાળો અનન્ય હતો.

Std 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની Additional Important Questions and Answers

સુખનો કાળ બાળપણનો પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
“સુખનો કાળ બાળપણનો’ પાઠના લેખક કોણ છે?
ઉત્તર :
“સુખનો કાળ બાળપણનો પાઠના લેખક પુરુષોત્તમ દેશપાંડે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 2.
“સુખનો કાળ બાળપણનો પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
“સુખનો કાળ બાળપણનો પાઠનો પ્રકાર સ્મરણકથા છે.

પ્રશ્ન 3.
દરેક બાળકનું બાળપણ સુખમાં જાય તે માટે દેશપાંડેજી કયું સૂચન કરે છે?
ઉત્તરઃ
નાનાં બાળકો માટે છે રવિવાર અને ફક્ત એક જ સોમવાર હોય એવું અઠવાડિયું શરૂ કરવાથી દરેક બાળકનું બાળપણ સુખમાં જાય એવું દેશપાંડેજી કહે છે.

પ્રશ્ન 4.
“સુખનો કાળ બાળપણનો પાઠના અનુવાદકનું નામ જણાવો.
ઉત્તરઃ
‘સુખનો કાળ બાળપણનો પાઠના અનુવાદક અરુણા જાડેજા છે.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો (1 ગુણ).

પ્રશ્ન 1.
“સુખનો કાળ બાળપણનો પાઠના અનુવાદકનું નામ જણાવો.
A. ચંદ્રવદન મહેતા
B. અરુણા જાડેજા
C. નરેન બારડ
D. જોસેફ મેકવાન
ઉત્તરઃ
B. અરુણા જાડેજા

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 2.
‘સુખનો કાળ બાળપણનો પાઠનો સાહિત્યપ્રકાર શોધો.
A. સ્મરણકથા
B. બોધકથા
C. આત્મકથા
D. પ્રવાસનિબંધ
ઉત્તરઃ
A. સ્મરણકથા

પ્રશ્ન ૩.
“સુખનો કાળ બાળપણનો પાઠના લેખકનું નામ જણાવો.
A. ઈશ્વર પેટલીકર
B. પુરુષોત્તમ દેશપાંડે
C. ઈશ્વર પરમાર
D. રમણીક અરાલવાળા
ઉત્તરઃ
B. પુરુષોત્તમ દેશપાંડે

પ્રશ્ન 4.
લેખક સ્વયંસેવક બની શી કામગીરી કરતા?
A. ક્રિકેટની ટીમ બનાવવાની
B. ખો-ખોની રમતમાં મેદાન બનાવવાની
C. ક્રિકેટની પીચ બનાવવાની
D. ક્રિકેટમાં હદની બહાર જતા દડાને લાવી આપવાની
ઉત્તરઃ
D. ક્રિકેટમાં હદની બહાર જતા દડાને લાવી આપવાની

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 5.
સુખપ્રાપ્તિનો કયો ઉપાય લેખક સૂચવે છે?
A. ભણવાનું ન હોય
B. નિશાળ ન હોય
C. માત્ર રમવાનો
D. મિત્રો સાથે રમવાનો
ઉત્તરઃ
B. નિશાળ ન હોય

પ્રશ્ન 6.
હિંમત આપવામાં લેખકને કોણ સહાયક થતું?
A. કાદરખાન પઠાણની વાંસળીના સૂરો
B. લેખકના મામા અને તેમની શિખામણ
C. લેખકના મિત્રો અને સ્નેહભરી યાદો
D. શાળાના શિક્ષકો અને તેમનું માર્ગદર્શન
ઉત્તરઃ
A. કાદરખાન પઠાણની વાંસળીના સૂરો

વ્યાકરણ

1. નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. બાળપણમાં સંસ્કારો દઢ થાય છે તેથી બાળક પોતાના? લક્ષ્યને પ્રાપ્ત કરે છે.
B. જો મહેનત કરશો તો સફળતા મેળવશો.
C. સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું છે.
D. આખો દિવસ આપણે ગીતો ગાતા રહીએ તો શું થાય??
ઉત્તરઃ
A. બાળપણમાં સંસ્કારો દઢ થાય છે તેથી બાળક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 2.
A. જો નિશાળ ન હોત તો બધાંનાં બાળપણનો કાળ સુખમાં ગયો હોત.
B. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ.
C. ગર ભરેલા આંબલી ઝાડ પર કઈ રીતે તૈયાર થાય?
D. રોજ પ્રાર્થના કરવા છતાં ભગવાન માર્ક આપવામાં આટલો ક્રૂર કેમ થાય?
ઉત્તરઃ
B. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ.

પ્રશ્ન 3.
A. મારું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું.
B. બાળપણને સુખી કરનારી દરેકે વાત આ સોસાયટીમાં હતી.
C. કૂંડામાંના સુંદર ફૂલનો એકાદ છોડવો ઘાસમાં ઢંકાઈ જઈને – તેમાંથી ડોકિયું કરીને બહાર આવતો.
D. નદીના ઊંચા કિનારા પરથી પાણી વહેતું દેખાતું હતું.
ઉત્તરઃ
C. કૂંડામાંના સુંદર ફૂલનો એકાદ છોડવો ઘાસમાં ઢંકાઈ જઈને તેમાંથી ડોકિયું કરીને બહાર આવતો.

2. નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. સારું સંગીત શીખી શકાય.
B. લેખક જ્યારે બાળપણમાં નાટકમાં ભાગ લેતા ત્યારે વડીલો તેને સાથ આપતા.
C. લેખક હદની બહાર જતાં દડાને લાવી આપતા.
D. લેખક સ્વયંસેવક બનતાં.
ઉત્તરઃ
B. લેખક જ્યારે બાળપણમાં નાટકમાં ભાગ લેતા ત્યારે વડીલો તેને સાથ આપતા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 2.
A. સોસાયટીનો પહેરો ભરનારા બે પઠાણ ચોકીદાર હતા.
B. કાદરખાનને હું ક્યારેય ભૂલીશ નહિ.
C. જો મને મારું બાળપણ પાછું મળી જાય તો દુનિયાનો સૌથી સુખી હું હોઈશ.
D. અમારે બારણે એકતારો વગાડતો એક ભિખારી આવતો હતો.
ઉત્તરઃ
C. જો મને મારું બાળપણ પાછું મળી જાય તો દુનિયાનો સૌથી સુખી હું હોઈશ.

પ્રશ્ન 3.
A. જ્યારે લેખક સ્વયંસેવક બનતા ત્યારે હદની બહાર ગયેલા દડાને લાવી આપતા.
B. આ કાદરખાન કદાવર હતો પણ તે વાંસળી સરસ – વગાડતો.
C. કીર્તન સાંભળીને ઘેર આવ્યા બાદ, બીજા દિવસથી મારું રે કીર્તન ઘરમાં શરૂ થાય.
D. ગણેશોત્સવમાં મેં પહેલી વાર મિમિક્રી કરી હતી.
ઉત્તરઃ
A. જ્યારે લેખક સ્વયંસેવક બનતા ત્યારે હદની બહાર ગયેલા દડાને લાવી આપતા.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો:

પ્રશ્ન 1.
શૌર્યગીત
A. શૌર્ય જગાડનાર ગીત
B. સૂરજનું ગીત
C. શાંતિ જાળવવા માટેનું ગીત
D. શૂરવીરતા બતાવવી
ઉત્તરઃ
A. શૌર્ય જગાડનાર ગીત

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 2.
દુભાષિયો
A. બે વખત બોલનારો
B. બે ભાષાનો જાણકાર
C. ચાવીને બોલનારો
D. વાણીનો સદુપયોગ કરનારો
ઉત્તરઃ
B. બે ભાષાનો જાણકાર

2. નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો : તમરાં

A. ભમરો
B. આગિયો
C. પતંગિયું
D. અળસિયું
ઉત્તરઃ
B. આગિયો

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો :

પ્રશ્ન 1.
ફરજિયાત
A. જરૂરિયાત
B. દરમિયાન
C. મરજિયાત
D. જરૂરી :
ઉત્તરઃ
C. મરજિયાત

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

પ્રશ્ન 2.
જાહેર
A. જગજાહેર
B. ખાનગી
C. સર્વસ્વ
D. પારકું
ઉત્તરઃ
B. ખાનગી

પ્રશ્ન 3.
સુગંધ
A. દુર્ગધ
B. સુવાસ
C. સોડમ
D. મહેક
ઉત્તરઃ
A. દુર્ગધ

4. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

A. નિર્ઝરિણી
B. દીવાસળ
C. નિસરણિ
D. સૂઘૂસા
ઉત્તરઃ
A. નિર્ઝરિણી

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

5. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

A. મૌખિક
B. પુણ્યપ્રભાવ
C. યુક્તિપૂર્વક
D. અભીગમ
ઉત્તરઃ
D. અભીગમ

સુખનો કાળ બાળપણનો Summary in Gujarati

સુખનો કાળ બાળપણનો પાઠ-પરિચય

સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુરુષોત્તમ દેશપાંડેએ પોતાના બાળપણનાં સુંદર સંસ્મરણો અહીં આલેખ્યાં છે. શાળાએ જવાનો અણગમો એ સર્વસામાન્ય બાબત છે. અત્યારની ટેકનોલૉજીને બાદ કરતાં શાળામાં શિસ્તભંગના પ્રશ્નો વર્ષો પહેલાના જેવા જ છે.

બાળપણની સ્મૃતિ સતેજ અને ચિરંજીવ હોય છે. એની પ્રતિતી શબ્દ શબ્દ થાય છે. જો બાળકની આસપાસની વ્યક્તિઓ દૂરદષ્ટિ ધરાવતી હોય, તો શાળાજીવન કેટલું સહજ અને સ્વાભાવિક બને છે તે અહીં સ્પષ્ટ થયું છે.

લેખક ખુદ પોતાના બાળપણના સંસ્મરણમાં આંગળી પકડીને આપણને લઈ જાય છે. મૂળ લખાણ ગુજરાતીમાં જ લખાયું હોય એવો જ શબ્દસહ અનુવાદ અરુણા જાડેજાએ કર્યો છે.

[The famous Marathi literator has written sweet memories of his own childhood in this lesson. It is a common matter that children do not want to go to school. The problems of discipline are same as before except recent technology.

The sweet memories of the childhood is sweet and long lasting. We feel it in every word. The school life becomes very natural when the persons living around the child have far-sight.

The writer himself carry us in his memories of his childhood holding our fingers. The translation in Gujarati is written by Aruna Jadeja from the original Marathi essay.]

Class 12 Gujarati Textbook Solutions Chapter 16 સુખનો કાળ બાળપણનો

સુખનો કાળ બાળપણનો શબ્દાર્થ (Meanings)

  • હોંશ (સ્ત્રી.) – ઉમંગ; joy.
  • આંગણું (નવું) – ફળિયું; courtyard.
  • હદ (સ્ત્રી.) – સીમા; limit.
  • દુભાષિયો – બે ભાષાનો ; interpreter.
  • ઉપદ્રવ (૫) –ત્રાસ; annoyance.
  • તમારાં –આગિયો; firefly.
  • બીક (સ્ત્રી.) -ભય; fright.
  • સૂમસામ -ભયાવહ; quiet.
  • નાતો (૫) – સંબંધ; relation.
  • ગાંઠનું–પોતાનું; own.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *