Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 9 સંસાધન Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 9 સંસાધન
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી હું સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે?
A. વિજ્ઞાન
B. સંસાધન
C. ટેક્નોલૉજી
D. ખનીજ તેલ
ઉત્તર:
B. સંસાધન
પ્રશ્ન 2.
સંસાધનનો ગુણધર્મ કયો છે?
A. ઉપયોગિતા
B. સંરક્ષણ
C. ઊર્જાનો ઉપયોગ
D. અછત
ઉત્તર:
A. ઉપયોગિતા
પ્રશ્ન ૩.
હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારનાં સંસાધનો છે?
A. કુદરતી
B. માનવસર્જિત
C. વિરલ
D. એકલ
ઉત્તર:
A. કુદરતી
પ્રશ્ન 4.
વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ કયા પ્રકારનું સંસાધન છે?
A. સામાન્ય સુલભ
B. એકલ
C. વિરલ
D. સર્વસુલભ
ઉત્તર:
D. સર્વસુલભ
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?
A. જળ
B. ગોચર ભૂમિ
C. કોલસો
D. ક્રાયોલાઈટ
ઉત્તર:
C. કોલસો
![]()
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયાં સંસાધનો સર્વસુલભ સંસાધનો છે?
A. ઑક્સિજન અને નાઈટ્રોજન વાયુઓ
B. જળ અને ગોચર ભૂમિ
C. કોલસો અને ખનીજ તેલ
D. યુરેનિયમ અને ક્રાયોલાઈટ
ઉત્તર:
A. ઑક્સિજન અને નાઈટ્રોજન વાયુઓ
પ્રશ્ન 7.
નીચેના પૈકી ક્યાં સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો છે?
A. ક્રાયોલાઇટ અને યુરેનિયમ
B. કોલસો અને ખનીજ તેલ
C. જળ, ગોચર ભૂમિ વગેરે
D. ઑક્સિજન અને નાઈટ્રોજન વાયુઓ
ઉત્તર:
C. જળ, ગોચર ભૂમિ વગેરે
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?
A. ક્રાયોલાઇટ
B. જળ
C. ઑક્સિજન
D. યુરેનિયમ
ઉત્તર:
D. યુરેનિયમ
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયું સંસાધન એકલ સંસાધન છે?
A. ખનીજ તેલ
B. ક્રાયોલાઇટ
C. કુદરતી વાયુ
D. ખનીજ તેલ
ઉત્તર:
B. ક્રાયોલાઇટ
પ્રશ્ન 10.
જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો કેવાં સંસાધનો કહેવાય?
A. સર્વસુલભ
B. સામાન્ય સુલભ
C. એકલ
D. વિરલ
ઉત્તર:
D. વિરલ
![]()
પ્રશ્ન 11.
ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે?
A. નૉર્વે
B. સ્વિડન
C. ગ્રીનલૅન્ડ
D. નેધરલૅન્ડઝ
ઉત્તર:
C. ગ્રીનલૅન્ડ
પ્રશ્ન 12.
દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન …….
A. સર્વસુલભ સંસાધન
B. સામાન્ય સુલભ સંસાધન
C. વિરલ સંસાધન
D. એકલ સંસાધન
ઉત્તર:
D. એકલ સંસાધન
પ્રશ્ન 13.
કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
A. ખનીજ તેલ
B. સૂર્યપ્રકાશ
C. ખનીજ કોલસો
D. કુદરતી વાયુ
ઉત્તર:
B. સૂર્યપ્રકાશ
પ્રશ્ન 14.
કયું સંસાધન બિનનવીનીકરણીય સંસાધન છે?
A. ખનીજ તેલ
B. પવન
C. પ્રાણીઓ
D. જંગલો
ઉત્તર:
A. ખનીજ તેલ
પ્રશ્ન 15.
જંગલો, પશુ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે કેવાં સંસાધનો કહેવાય છે?
A. બિનનવીનીકરણીય
B. પુનઃનિર્માણ
C. નવીનીકરણીય
D. માનવસર્જિત
ઉત્તર:
C. નવીનીકરણીય
![]()
પ્રશ્ન 16.
ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે જેવાં સંસાધનો કહેવાય છે?
A. માનવ
B. બિનનવીનીકરણીય
C. વૈજ્ઞાનિક
D. નવીનીકરણીય
ઉત્તર:
B. બિનનવીનીકરણીય
પ્રશ્ન 17.
જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવાં સંસાધનો કહેવાય છે?
A. અખૂટ
B. નવીનીકરણીય
C. સંરક્ષિત
D. બિનનવીનીકરણીય
ઉત્તર:
B. નવીનીકરણીય
પ્રશ્ન 18.
જે સંસાધનો એક વાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવાં સંસાધનો કહે છે?
A. વૈજ્ઞાનિક
B. મર્યાદિત
C. બિનનવીનીકરણીય
D. નવીનીકરણીય
ઉત્તર:
C. બિનનવીનીકરણીય
પ્રશ્ન 19.
મકાનો, સડક, પુલો, બોગદાં વગેરે કેવાં સંસાધનો છે?
A. માનવસર્જિત
B. ટેક્નોલૉજિકલ
C. સશક્ત
D. પુનઃનિર્માણ
ઉત્તર:
A. માનવસર્જિત
પ્રશ્ન 20.
બધાં સંસાધનોમાં ઉપયોગિતાની દષ્ટિએ કયું સંસાધન મોખરાના સ્થાને છે?
A. વન
B. વન્ય જીવ
C. ભૂમિ
D. ખનીજ
ઉત્તર:
C. ભૂમિ
![]()
પ્રશ્ન 21.
પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે?
A. 32 %
B. 29 %
C. 18 %
D. 42 %
ઉત્તર:
B. 29 %
પ્રશ્ન 22.
જળ એ કેવું સંસાધન છે?
A. અખૂટ
B. અમર્યાદિત
C. સશક્ત
D. કુદરતી
ઉત્તર:
D. કુદરતી
પ્રશ્ન 23.
નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?
A. જાપાનમાં
B. દક્ષિણ અમેરિકામાં
C. રશિયામાં
D. ઉત્તર અમેરિકામાં
ઉત્તર:
B. દક્ષિણ અમેરિકામાં
પ્રશ્ન 24.
નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?
A. ઉત્તર અમેરિકામાં
B. યુરોપમાં
C. ઑસ્ટ્રેલિયામાં
D. ફ્રાન્સમાં
ઉત્તર:
C. ઑસ્ટ્રેલિયામાં
પ્રશ્ન 25.
ભારતમાં ગુજરાતનો કયો પ્રદેશ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?
A. સૌરાષ્ટ્ર
B. ઉત્તર ગુજરાત
C. કચ્છ
D. આપેલ તમામ પ્રદેશો
ઉત્તર:
D. આપેલ તમામ પ્રદેશો
![]()
પ્રશ્ન 26.
ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?
A. જેસલમેર અને ભીલવાડા
B. ઉદયપુર અને બાડમેર
C. અલવર અને પ્રતાપગઢ
D. જેસલમેર અને બાડમેર
ઉત્તર:
D. જેસલમેર અને બાડમેર
પ્રશ્ન 27.
નીચેના પૈકી કયું પરિબળ જળતંગી માટે જવાબદાર નથી?
A. શહેરીકરણ
B. વસ્તીવિસ્ફોટ
C. નિર્વનીકરણ
D. ગ્રામ્ય જીવનશૈલી
ઉત્તર:
D. ગ્રામ્ય જીવનશૈલી
પ્રશ્ન 28.
કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે?
A. જળાશયો
B. વાતાવરણ
C. સુદઢ આયોજન
D. સમુદ્રસપાટીથી સ્થળની ઊંચાઈ
ઉત્તર:
D. સમુદ્રસપાટીથી સ્થળની ઊંચાઈ
પ્રશ્ન 29.
વધુ પડતી (અતિશય) સિંચાઈથી જમીનની ………
A. ઉત્પાદન શક્તિ વધે છે.
B. ભેજસંગ્રહણશક્તિ ઘટે છે.
C. ઉત્પાદનશક્તિ ઘટે છે.
D. ઉત્પાદન શક્તિમાં કોઈ ફેરફાર થતો નથી.
ઉત્તર:
C. ઉત્પાદનશક્તિ ઘટે છે.
પ્રશ્ન 30.
જમીન અને જળસ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે?
A. બિયારણો
B. જંતુનાશકો
C. છાણિયું ખાતર
D. સિંચાઈ
ઉત્તર:
B. જંતુનાશકો
![]()
યોગ્ય શબ્દો કે અંકો વડે નિચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. …………………….. માનવસમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે.
ઉત્તર:
સંસાધન
2. …………………………… એ સંસાધનનો ગુણધર્મ છે.
ઉત્તર:
ઉપયોગિતા
3. સંસાધનોના ………………………….. ને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે.
ઉત્તર:
નિર્માણ
4. હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા એ તમામ ………………………….. સંસાધનો છે.
ઉત્તર:
કુદરતી
5. વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઈટ્રોજન વાયુઓ ………………………….. સંસાધન છે.
ઉત્તર:
સર્વસુલભ
![]()
6. જળ, ગોચર ભૂમિ વગેરે ………………………….. સંસાધનો છે.
ઉત્તર:
સામાન્ય સુલભ
7. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો …………………………… સંસાધનો કહેવાય છે.
ઉત્તર:
વિરલ
8. કોલસો, વિવિધ ધાતુઓ, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ વગેરે ……………………………… સંસાધનો છે.
ઉત્તર:
વિરલ
9. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતાં ખનીજો ……………………………. સંસાધન કહેવાય છે.
ઉત્તર:
એકલ કે દુર્લભ
10. ………………………… નામનું ખનીજ યુરોપના ગ્રીનલૅન્ડ પ્રદેશમાંથી મળી આવે છે.
ઉત્તરઃ
ક્રાયોલાઇટ
11. જે સંસાધનો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તેને …………………………. સંસાધનો કહે છે.
ઉત્તર:
નવીનીકરણીય
![]()
12. જંગલો, પ્રાણીઓ, પશુ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે ………………………. સંસાધનો છે.
ઉત્તર:
નવીનીકરણીય
13. જે સંસાધનો એક વાર વપરાયા પછી નજીકના ભવિષ્યમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને ………………………. સંસાધનો કહે છે.
ઉત્તર:
બિન-. નવીનીકરણીય,
14. ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનીજો વગેરે ………………………. સંસાધનો છે.
ઉત્તર:
બિનનવીનીકરણીય
15. સિમેન્ટ એક ………………………… સંસાધન છે.
ઉત્તર:
માનવસર્જિત
16. વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદાં વગેરે ………………………… સંસાધનો છે.
ઉત્તર:
માનવસર્જિત (માનવનિર્મિત)
![]()
17. નદીઓ પર તૈયાર કરવામાં આવતી બહુહેતુક યોજનાઓ ………………………. સંસાધનો છે.
ઉત્તર:
માનવસર્જિત
18. માનવ પોતે જ એક સશક્ત ………………………… છે.
ઉત્તર:
સંસાધન
19. માનવ ……………………… નો બનાવનાર અને વાપરનાર બને છે.
ઉત્તર:
સંસાધનો
20. ……………………….. અને આરોગ્યની સેવાઓ માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે.
ઉત્તર:
શિક્ષણ
21. ભૂમિ તમામ સંસાધનોમાં …………………….. ની દષ્ટિએ મોખરાના સ્થાને છે.
ઉત્તર:
ઉપયોગિતા
22. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ …………………………. % ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે.
ઉત્તર:
29
23. જે પ્રદેશો માનવવસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તીગીચતા ………………… છે.
ઉત્તર:
વધારે
![]()
24. ગીચ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતાં ક્ષેત્રોમાં વસ્તીગીચતા …………………………… છે.
ઉત્તર:
ઓછી
25. ભૂમિ સંસાધન અત્યંત ……………………….. છે.
ઉત્તર:
મર્યાદિત
26. ભૂમિની …………………….. એક વિકટ સમસ્યા બની ચૂકી છે.
ઉત્તર:
અછત
27. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ ………………………. નું નિકંદન કાઢ્યું છે.
ઉત્તર:
જંગલો
28. જળ એ ……………………. છે.
ઉત્તર:
જીવન
29. પૃથ્વી સપાટીના લગભગ \(\frac{3}{4}\) ભાગ પર ……………………….. અને લગભગ \(\frac{1}{4}\) ભાગ પર ………………………… છે.
ઉત્તર:
પાણી, ભૂમિ
![]()
30. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો ………………………… % જેટલો છે.
ઉત્તર:
2.7
31. નદી પર બંધ બાંધી ………………………….. પેદા કરી શકાય છે.
ઉત્તર:
જળવિદ્યુત
32. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂ-ભાગને સામાન્ય રીતે …………………………… કહે છે.
ઉત્તર:
જંગલ
33. ……………………….. માં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.
ઉત્તર:
જીવાવરણ
34 પ્રાણીઓ, પશુ-પક્ષીઓ અને કીટકોનો સમાવેશ ……………………….. માં થાય છે.
ઉત્તર:
વન્ય જીવ
35. મધમાખી ફૂલોનાં ……………………. માં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ઉત્તર:
પરાગનયન
36. …………………………. વિવિધ કીટકોનો આહાર કરી તેમની સંખ્યાને નિયંત્રિત રાખે છે.
ઉત્તર:
પક્ષીઓ
![]()
37. સંસાધનોનો આયોજનપૂર્વક અને ………………………. ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તર:
કરકસરભય
38. ……………………….. ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે.
ઉત્તર:
રાસાયણિક
39. …………………………… જમીન અને જળસ્રોતો પ્રદૂષિત કરે છે.
ઉત્તર:
જંતુનાશકો
40. …………………………… પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે.
ઉત્તરઃ
વન્ય જીવો
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. કાર્યક્ષમતા એ સંસાધનોનો ગુણધર્મ છે.
ઉત્તર:
ખોટું
2. કુદરતમાંથી મળતાં અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને માનવસર્જિત સંસાધન કહે છે.
ઉત્તર:
ખોટું
![]()
3. હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે.
ઉત્તર:
ખરું
4. ઑક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ સામાન્ય સુલભ સંસાધનો છે.
ઉત્તર:
ખોટું
5. જળ, ગોચર ભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે.
ઉત્તર:
ખરું
6. કોલસો, વિવિધ ધાતુઓ, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ વગેરે વિરલ સંસાધનો છે.
ઉત્તર:
ખરું
7. ક્રાયોલાઇટ નામનું ખનીજ એ વિરલ સંસાધન છે.
ઉત્તર:
ખોટું
8. જે સંસાધનો અખૂટ હોય તેને બિનનવીનીકરણીય સંસાધનો કહે છે.
ઉત્તર:
ખોટું
![]()
9. જે સંસાધનો એક વાર વપરાયા પછી નજીકના સમયમાં તેને ફરીથી નિર્માણ અશક્ય હોય તેને બિનનવીનીકરણીય સંસાધનો કહે છે.
ઉત્તર:
ખરું
10. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે.
ઉત્તરઃ
ખરું
11. માનવ સંસાધનોનો બનાવનાર અને વાપરનાર બંને છે.
ઉત્તર:
ખરું
12. માનવીની સંસાધન બનવાની પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે.
ઉત્તર:
ખરું
13. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ 39 % ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે.
ઉત્તર:
ખોટું
14. દુનિયામાં ભૂમિ અને આબોહવાનું વૈવિધ્ય વસ્તીગીચતા પર અસર કરે છે.
ઉત્તર:
ખરું
![]()
15. રણપ્રદેશોમાં વસ્તીગીચતા વધારે હોય છે.
ઉત્તર:
ખોટું
16. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે.
ઉત્તર:
ખરું
17. જળ એ જીવન છે.
ઉત્તર:
ખરું
18. સમુદ્રો અને મહાસાગરોનું પાણી મીઠું હોય છે.
ઉત્તર:
ખોટું
19. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર 1.9 % જેટલો છે.
ઉત્તર:
ખોટું
20. નદીઓ પર બંધો બાંધી જળવિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે.
ઉત્તરઃ
ખરું
![]()
21. નિર્વનીકરણ એ જળતંગી માટેનું એક પરિબળ છે.
ઉત્તર:
ખરું
22. મૃદાવરણમાં એક સજીવ બીજા સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે.
ઉત્તર:
ખોટું
23. જંગલી પ્રાણીસૃષ્ટિને કુદરતી આવાસ અને ખોરાક પૂરાં પાડે છે.
ઉત્તર:
ખરું
24. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત રાખે છે.
ઉત્તર:
ખરું
25. પરિતંત્રમાં માત્ર મોટા સજીવોની અનન્ય ભૂમિકા હોય છે.
ઉત્તર:
ખોટું
26. જંગલોના નષ્ટ થવાની સાથેસાથે ભૂચર પ્રાણીઓના અસ્તિત્વ સામે પણ સંકટની સ્થિતિ સર્જાઈ છે.
ઉત્તર:
ખોટું
![]()
27. વૃક્ષો અને વન્ય જીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ છે કે લુપ્ત થવાને આરે છે.
ઉત્તર:
ખરું
28. સંસાધનોનો આડેધડ ઉપયોગ કરવામાં જ ડહાપણ છે.
ઉત્તર:
ખોટું
29. રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા વધારે છે.
ઉત્તર:
ખોટું
30. વધુ પડતી (અતિશય) સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ વધે છે.
ઉત્તર:
ખોટું
31. ઊંચી જાતનાં બિયારણો જમીન અને જળસ્રોતોને પ્રદૂષિત કરે છે.
ઉત્તર:
ખોટું
32. વન્ય જીવો પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે.
ઉત્તર:
ખરું
33. ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીથી કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય છે.
ઉત્તર:
ખરું
![]()
બંધબેસતાં જોડકાં જોડો:
1.
| વિભાગ ‘આ’ | વિભાગ ‘બ’ |
| (1) સર્વસુલભ સંસાધનો | (1) ઉદ્યોગો, રસ્તાઓ, બંધો |
| (2) સામાન્ય સુલભ સંસાધનો | (2) ક્રાયોલાઇટ |
| (3) વિરલ સંસાધનો | (3) જળ, ગોચર ભૂમિ |
| (4) એકલ કે દુર્લભ સંસાધન | (4) ઑક્સિજન અને નાઇટ્રોજન |
| (5) કોલસો, ખનીજ તેલ, વિવિધ ધાતુઓ |
ઉત્તર:
| વિભાગ ‘આ’ | વિભાગ ‘બ’ |
| (1) સર્વસુલભ સંસાધનો | (4) ઑક્સિજન અને નાઇટ્રોજન |
| (2) સામાન્ય સુલભ સંસાધનો | (3) જળ, ગોચર ભૂમિ |
| (3) વિરલ સંસાધનો | (5) કોલસો, ખનીજ તેલ, વિવિધ ધાતુઓ |
| (4) એકલ કે દુર્લભ સંસાધન | (2) ક્રાયોલાઇટ |
2.
| વિભાગ ‘આ’ | વિભાગ ‘બ’ |
| (1) નવીનીકરણીય સંસાધનો | (1) માનવ |
| (2) બિનનવીનીકરણીય સંસાધનો | (2) બહુહેતુક યોજનાઓ |
| (3) માનવસર્જિત સંસાધન | (3) જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન |
| (4) સશક્ત સંસાધન | (4) બૌદ્ધિક ક્ષમતા |
| (5) ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ |
ઉત્તર:
| વિભાગ ‘આ’ | વિભાગ ‘બ’ |
| (1) નવીનીકરણીય સંસાધનો | (3) જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન |
| (2) બિનનવીનીકરણીય સંસાધનો | (5) ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ |
| (3) માનવસર્જિત સંસાધન | (2) બહુહેતુક યોજનાઓ |
| (4) સશક્ત સંસાધન | (1) માનવ |
![]()
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
સંસાધનો દ્વારા શું સંતોષી શકાય છે?
ઉત્તર:
સંસાધનો દ્વારા આપણી જરૂરિયાતો કે આવશ્યકતાઓ સંતોષી શકાય છે.
પ્રશ્ન 2.
કુદરતનાં તત્ત્વો સંસાધન ક્યારે કહેવાય?
ઉત્તર:
માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતનાં તત્ત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન કહેવાય.
પ્રશ્ન 3.
સંસાધનનો ગુણધર્મ કયો છે?
ઉત્તર:
ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે.
પ્રશ્ન 4.
સંસાધનોના નિર્માણને આધારે તેના કયા કયા પ્રકાર પાડવામાં આવે છે?
ઉત્તર:
સંસાધનોના નિર્માણને આધારે તેના બે પ્રકાર પાડવામાં આવે છેઃ
- કુદરતી સંસાધનો (Natural Resources) અને
- માનવસર્જિત સંસાધનો (Man Made Resources).
પ્રશ્ન 5.
કુદરતી સંસાધનો એટલે શું? તેનાં ઉદાહરણો આપો.
ઉત્તર:
કુદરતમાંથી મળતાં અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવાં તત્ત્વોને કુદરતી સંસાધનો કહે છે. હવા, પાણી, જમીન, ખનીજો, ઊર્જા સ્ત્રોતો વગેરે કુદરતી સંસાધનો છે.
![]()
પ્રશ્ન 6.
વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિસ્થાનોને આધારે સંસાધનોના કયા કયા પ્રકાર પાડવામાં આવે છે?
ઉત્તર:
વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિસ્થાનોને આધારે સંસાધનોના ચાર પ્રકાર પાડવામાં આવે છે:
- સર્વસુલભ સંસાધનો,
- સામાન્ય સુલભ સંસાધનો,
- વિરલ સંસાધનો અને
- એકલ કે દુર્લભ સંસાધન.
પ્રશ્ન 7.
નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
ઉત્તર:
જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ અખૂટ હોય છે, તેને નવીનીકરણીય’ (પુનઃપ્રાપ્ય – Renewable) સંસાધનો કહેવાય. દા. ત., જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે.
પ્રશ્ન 8.
બિનનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
ઉત્તર:
જે સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેને ફરીથી નિર્માણ અશક્ય હોય છે, તેને ‘બિનનવીનીકરણીય’ (પુનઃઅપ્રાપ્ય – Nonrenewable) સંસાધનો કહેવાય. દા. ત., ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનીજો વગેરે.
પ્રશ્ન 9.
માનવસર્જિત કે માનવનિર્મિત સંસાધનો કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
કુદરતી તત્ત્વોને માનવી પોતાના જ્ઞાન અને કૌશલ વડે પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને ‘માનવસર્જિત’ કે ‘માનવનિર્મિત’ સંસાધનો (Man Made Resources) કહેવાય. સિમેન્ટ, વિદ્યુત, મકાનો, સડક, પુલો, પગથિયાં આકારનાં ખેતરો, બહુહેતુક યોજનાઓ, બોગદાં, ટેકનોલૉજી વગેરે માનવસર્જિત સંસાધનો છે.
પ્રશ્ન 10.
‘માનવ સંસાધન વિકાસ’ કોને કહેવાય છે?
ઉત્તર:
શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને ‘માનવ વિકાસ સંસાધન’ કહેવાય છે.
![]()
પ્રશ્ન 11.
કયાં પરિબળો દુનિયામાં વસ્તીગીચતા પર અસર કરે છે? ઉદાહરણો આપો.
ઉત્તરઃ
ભૂમિ અને આબોહવાની વિવિધતા – આ બે પરિબળો દુનિયામાં વસ્તીગીચતા પર અસર કરે છે. દુનિયાના જે પ્રદેશો માનવવસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તીગીચતા વધારે હોય છે; જ્યારે માનવવસવાટ માટે પ્રતિકૂળ એવા રણપ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસ્તીગીચતા ઓછી હોય છે.
પ્રશ્ન 12.
ભૂમિની જરૂરિયાત સંતોષવા માનવીએ શું કર્યું છે?
ઉત્તરઃ
ભૂમિની જરૂરિયાત સંતોષવા માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે.
પ્રશ્ન 13.
મીઠા પાણીનો જથ્થો ક્યાં ક્યાં ઉપલબ્ધ છે? તે કઈ કઈ જરૂરિયાતો માટે વપરાય છે?
ઉત્તરઃ
મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદીઓ, સરોવરો, ઝરણાં વગેરે રૂપે ઉપલબ્ધ છે. તે મુખ્યત્વે ખેતી માટે સિંચાઈ, પીવા, વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે.
પ્રશ્ન 14.
દુનિયાના કયા કયા પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?
ઉત્તરઃ
દુનિયાના દક્ષિણ અમેરિકા, આફ્રિકાનો મોટો ભાગ, મધ્યપૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે.
પ્રશ્ન 15.
ભારતમાં કયા કયા વિસ્તારો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?
ઉત્તર:
ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત; રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લાઓ તેમજ દખ્ખણના ઉચ્ચપ્રદેશના મધ્યભાગ વગેરે વિસ્તારો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે.
![]()
પ્રશ્ન 16.
જંગલનો સામાન્ય અર્થ શો થાય છે?
ઉત્તરઃ
જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂ-ભાગ એવો થાય છે.
પ્રશ્ન 17.
જંગલનાં પ્રાણીઓમાંથી શું શું પ્રાપ્ત થાય છે?
ઉત્તરઃ
જંગલનાં પ્રાણીઓમાંથી માંસ, ચામડાં, રુંવાટીવાળી ખાલ (ચામડી), શિંગડાં, નખ, હાડકાં, દાંત, ઊન વગેરે પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન 18.
મધમાખી કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:
મધમાખી આપણને મધ આપે છે તેમજ તે પરાગનયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પ્રશ્ન 19.
પક્ષીઓ શું કામ કરે છે?
ઉત્તરઃ
પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત રાખે છે.
પ્રશ્ન 20.
જંગલોનું આચ્છાદન શાથી સતત ઘટી રહ્યું છે?
ઉત્તર:
છેલ્લાં બસો વર્ષથી માનવીની જમીન મેળવવાની તીવ્ર લાલસાને કારણે વૃક્ષછેદનની પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ છે, તેથી જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે.
![]()
પ્રશ્ન 21.
જંગલો નષ્ટ થવાથી મુખ્ય શું પરિણામ આવ્યું છે?
ઉત્તરઃ
જંગલો નષ્ટ થવાથી વૃક્ષો અને વન્ય જીવોની અસંખ્ય પ્રજાતિઓનો વિનાશ થયો છે કે વિનાશના આરે ઊભેલી છે. તદુપરાંત, આબોહવામાં પણ પરિવર્તન થયું છે.
પ્રશ્ન 22.
જંગલોમાં વન્ય જીવોની સંખ્યામાં શાથી ભારે ઘટાડો થયો છે?
ઉત્તર:
જંગલોનો વિનાશ થવાથી તેમજ શિંગડાં, દાંત, ચામડાં, રૂંવાટીવાળી ખાલ (ચામડી), હાડકાં, નખ વગેરે મેળવવા વન્ય જીવોના થતા બેફામ શિકારથી તેમની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.
પ્રશ્ન 23.
સંસાધનોનો વપરાશ દિન-પ્રતિદિન શાથી વધી રહ્યો છે?
ઉત્તરઃ
વધતી જતી વસ્તી અને વિજ્ઞાન તથા ટેક્નોલૉજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.
પ્રશ્ન 24.
ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે શું કરવું જોઈએ?
ઉત્તર:
ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. એ માટે સંસાધનોનો આયોજનપૂર્વક, કરકસરભર્યો અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
પ્રશ્ન 25.
ખેતીમાં રાસાયણિક ખાતરોના ઉપયોગની શી અસર થાય છે?
ઉત્તર:
ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઓછી થાય છે.
![]()
પ્રશ્ન 26.
ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે કયું ખાતર વાપરવું જોઈએ?
ઉત્તર:
ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે કુદરતી છાણિયું ખાતર વાપરવું જોઈએ.
પ્રશ્ન 27.
વધુ પડતી સિંચાઈથી જમીન પર શી અસર થાય છે?
ઉત્તરઃ
વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદનશક્તિ ઘટે છે.
પ્રશ્ન 28.
જમીનની ઉત્પાદનશક્તિ ઘટે નહિ તે માટે શું કરવું જોઈએ?
ઉત્તર:
જમીનની ઉત્પાદનશક્તિ ઘટે નહિ તે માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધારવો જોઈએ.
પ્રશ્ન 29.
ખેતીમાં જંતુનાશકો કોને પ્રદૂષિત કરે છે? તેના વિકલ્પ શું કરવું જોઈએ?
ઉત્તર:
ખેતીમાં જંતુનાશકો જમીન અને જળસ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. જંતુનાશકોના વિકલ્પ ખેતરમાં જૈવ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રશ્ન 30.
વન્ય જીવોની સમતુલા જાળવવા શું કરવું જોઈએ?
ઉત્તર:
વન્ય જીવોની સમતુલા જાળવવા, તેમનો શિકાર થતો રોકવા સખત કાયદા બનાવવા જોઈએ અને તેનું કડકપણે પાલન કરાવવું જોઈએ.
![]()
પ્રશ્ન 31.
ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ?
ઉત્તર:
ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા માટે ચેકડેમો બનાવી વરસાદી પાણીને રોકવું જોઈએ. આ ઉપરાંત, ખેતતલાવડીઓનું નિર્માણ કરી તેમાં વરસાદના પાણીને એકઠું કરવું જોઈએ.
પ્રશ્ન 32.
પરંપરાગત ઊર્જા સંસાધનોના વિકલ્પ કયાં ક્યાં ઊર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ?
ઉત્તરઃ પરંપરાગત ઊર્જા સંસાધનોના વિકલ્પ સૂર્યઊર્જા (સોર ઊજ), પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા વગેરે ઊર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
સંસાધન
ઉત્તરઃ
સંસાધન માનવસમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધારસ્તંભ છે. સંસાધન દ્વારા જ આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે. માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતનાં તત્ત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન બને છે. ઉપયોગિતા એ સંસાધનનો મુખ્ય ગુણધર્મ છે.
અગાઉના સમયમાં માનવી પાસે ખનીજો ખોદવાની અને તેને શુદ્ધ કરવાની ટેકનોલૉજી નહોતી ત્યારે લોખંડ અને અન્ય ધાતુઓ, ખનીજ તેલ, પરમાણુ ધાતુઓ વગેરે સંસાધન નહોતાં, પરંતુ જ્યારથી માનવી તે ખનીજોને જમીનમાંથી ખોદી કાઢી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી તે સંસાધન બન્યાં છે તેમ કહી શકાય. પવનચક્કી વડે વિદ્યુત ઉત્પન્ન કરવાની ટેક્નોલૉજીનો વિકાસ થવાથી આજના ઔદ્યોગિક યુગમાં પવન એક મહત્ત્વનું સંસાધન બન્યું છે. આગામી સમયમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો ઉપયોગ વધતો જશે તેમ-તેમ કુદરતનાં અનેક તત્ત્વો સંસાધનો બનશે તે નિઃશંક છે.
પ્રશ્ન 2.
ભૂમિ – એક સંસાધન
ઉત્તર:
ભૂમિ બધાં સંસાધનોમાં ઉપયોગિતાની દષ્ટિએ મોખરાના સ્થાને છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ 29 % હિસ્સો ભૂમિ દ્વારા રોકાયેલો છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ હિસ્સો ઘણો ઓછો છે. સમગ્ર ભૂમિનો કેટલોક ભાગ માનવવસવાટની દષ્ટિએ ઉપયોગી નથી.
ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે પરિબળો દુનિયાની વસ્તીગીચતા પર અસર કરે છે. દુનિયાના જે પ્રદેશો માનવવસવાટ માટે અનુકૂળ છે ત્યાં વસ્તીગીચતા વધારે હોય છે; જ્યારે માનવવસવાટ માટે પ્રતિકૂળ એવા રણપ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસ્તીગીચતા ઓછી હોય છે.
આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની છે. શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાંમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ અનેક પર્યાવરણીય સમસ્યાઓ સર્જી છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે.
![]()
પ્રશ્ન 3.
જળ – એક સંસાધન
ઉત્તરઃ
‘જળ છે તો જીવન છે.’ જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવસૃષ્ટિ અશક્ય છે. દુનિયાના તમામ જીવોનો આધાર જળ જ છે. જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે.
પૃથ્વીસપાટીના લગભગ \(\frac{3}{4}\) ભાગ પર પાણી અને લગભગ \(\frac{1}{4}\) ભાગ પર ભૂમિ છે. એકંદરે પૃથ્વી પર જળનો જથ્થો વધારે છે, પરંતુ સમુદ્રો અને મહાસાગરોનું પાણી ખારું છે, જે ખૂબ ઓછું ઉપયોગી છે. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેટલો જ છે. વળી, આ જથ્થામાંથી મોટો હિસ્સો ઊંચા પર્વતશિખરોમાં, હિમનદીઓમાં તેમજ ઍન્ટાર્કટિકા અને આટિકના વિસ્તારોમાં, બરફરૂપે છે. તેમાંથી આપણી પાસે માત્ર 1 % જેટલો મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદીઓ, સરોવરો, ઝરણાં વગેરે રૂપે ઉપલબ્ધ છે. તે મુખ્યત્વે ખેતી માટે સિંચાઈ, પીવા, વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે. ભરપૂર પાણી ધરાવતી નદીઓ પર બંધો બાંધી જળવિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે.
આજે દુનિયાના દક્ષિણ અમેરિકા, આફ્રિકાના મોટા ભાગના પ્રદેશ, મધ્યપૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે અછત વર્તાઈ રહી છે. ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લાઓ તેમજ દખ્ખણના ઉચ્ચપ્રદેશના મધ્યભાગ વગેરે વિસ્તારો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે. આ વિસ્તારોમાં પાણીના અભાવે અવારનવાર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.
ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં સ્ફોટક વસ્તીવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, આધુનિક જીવનશેલી, નિર્વનીકરણ – જંગલોનો વિનાશ વગેરે પરિબળોને પરિણામે ભારતમાં જળતંગી (પાણીની અછત) નિરંતર વધતી જાય છે.
પ્રશ્ન 7.
નિર્માણના આધારે સંસાધનોના પ્રકાર વર્ણવો.
ઉત્તર:
નિર્માણના આધારે સંસાધનોના મુખ્ય બે પ્રકાર છેઃ
(1) કુદરતી સંસાધનો (Natural Resources) અને
(2) માનવસર્જિત સંસાધનો (Man Made Resources).
(1) કુદરતી સંસાધનો: કુદરતમાંથી મળતાં અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય એવાં તત્ત્વોને ‘કુદરતી સંસાધ’નો કહે છે. હવા, પાણી, જમીન, ખનીજો, ઊર્જાસ્રોતો વગેરે કુદરતી સંસાધનો છે. આ બધાં સંસાધનો કુદરત પાસેથી મળેલી અણમોલ ભેટ છે. માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય પર્યાવરણનાં તમામ ઘટકો કુદરતી સંસાધનો છે.

(2) માનવસર્જિત સંસાધનો કુદરતી તત્ત્વોને માનવી પોતાનાં જ્ઞાન અને કૌશલ વડે પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને ‘માનવસર્જિત સંસાધ’નો (Man Made Resources) કહેવાય. સિમેન્ટ, વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદાં, ટેક્નોલૉજી, પગથિયાં આકારનાં ખેતરો, બહુહેતુક યોજનાઓ વગેરે માનવસર્જિત સંસાધનો છે.
માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા પૃથ્વી સપાટીને પણ આવશ્યક્તા પ્રમાણે બદલીને ઉપયોગમાં લે છે. તે ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવો ઉપર પગથિયાં આકારનાં ખેતરો બનાવે છે. તે નદીઓના ખીણ વિસ્તારોમાં બંધો બાંધી બહુહેતુક યોજનાઓ બનાવે છે.
સંકલ્પના સમજાવો:
પ્રશ્ન 1.
સંસાધન
ઉત્તરઃ
સંસાધન માનવસમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધારસ્તંભ છે. સંસાધન દ્વારા જ આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે. માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતનાં તત્ત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન બને છે. ઉપયોગિતા એ સંસાધનનો મુખ્ય ગુણધર્મ છે.
![]()
પ્રશ્ન 2.
કુદરતી સંસાધનો
ઉત્તર:
કુદરતમાંથી મળતાં અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય એવાં તત્ત્વોને કુદરતી સંસાધનો કહે છે. હવા, પાણી, જમીન, ખનીજો, ઊર્જા સ્ત્રોતો વગેરે કુદરતી સંસાધનો છે. માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય પર્યાવરણના તમામ ઘટકો કુદરતી સંસાધનો છે. કુદરતી સંસાધનો એ કુદરત પાસેથી મળેલી અણમોલ ભેટ છે.
પ્રશ્ન 3.
માનવસર્જિત સંસાધનો
ઉત્તર:
કુદરતી તત્ત્વોને માનવી પોતાના જ્ઞાન અને કૌશલ વડે પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને ‘માનવસર્જિત સંસાધનો’ (Man Made Resources) કહેવાય. સિમેન્ટ, વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદાં, ટેક્નોલૉજી, પગથિયાં આકારનાં ખેતરો, બહુહેતુક યોજનાઓ વગેરે માનવસર્જિત સંસાધનો છે.
પ્રશ્ન 4.
સર્વસુલભ સંસાધનો
ઉત્તર:
જે સંસાધનો સર્વત્ર સહેલાઈથી મળી રહે એવાં સંસાધનો સર્વસુલભ સંસાધનો કહેવાય છે. દા. ત., વાતાવરણમાં ફેલાયેલાં જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ જેમ કે, ઑક્સિજન અને નાઇટ્રોજન.
પ્રશ્ન 5.
સામાન્ય સુલભ સંસાધનો
ઉત્તરઃ
જે સંસાધનો સામાન્ય રીતે સહેલાઈથી મળી રહે એવાં સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો કહેવાય છે. દા. ત., ભૂમિ, જળ, વનસ્પતિ વગેરે.
પ્રશ્ન 6.
વિરલ સંસાધનો
ઉત્તરઃ
જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતાં હોય એવાં સંસાધનો વિરલ સંસાધનો કહેવાય છે. દા. ત., કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, વિવિધ ખનીજો વગેરે.
![]()
પ્રશ્ન 7.
એકલ કે દુર્લભ સંસાધન
ઉત્તર:
સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતાં ખનીજો એકલ કે દુર્લભ સંસાધન કહેવાય છે. દા. ત., ક્રાયોલાઇટ ખનીજ. તે માત્ર યુરોપના ગ્રીનલૅન્ડમાંથી જ મળી આવે છે.
પ્રશ્ન 8.
નવીનીકરણીય સંસાધનો
ઉત્તરઃ
જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ અખૂટ હોય છે, તેને નવીનીકરણીય’ (પુનઃપ્રાપ્ય – Renewable) સંસાધનો કહેવાય. દા. ત., જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે.
પ્રશ્ન 9.
બિનનવીનીકરણીય સંસાધનો
ઉત્તર:
જે સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેને ફરીથી નિર્માણ અશક્ય હોય છે, તેને ‘બિનનવીનીકરણીય’ (પુનઃઅપ્રાપ્ય – Nonrenewable) સંસાધનો કહેવાય. દા. ત., ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનીજો વગેરે.
પ્રશ્ન 10.
માનવસર્જિત સંસાધનો
ઉત્તર:
કુદરતી તત્ત્વોને માનવી પોતાના જ્ઞાન અને કૌશલ વડે પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને ‘માનવસર્જિત’ કે ‘માનવનિર્મિત’ સંસાધનો (Man Made Resources) કહેવાય. સિમેન્ટ, વિદ્યુત, મકાનો, સડક, પુલો, પગથિયાં આકારનાં ખેતરો, બહુહેતુક યોજનાઓ, બોગદાં, ટેકનોલૉજી વગેરે માનવસર્જિત સંસાધનો છે.
પ્રશ્ન 11.
માનવ સંસાધન વિકાસ
ઉત્તરઃ
શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને ‘માનવ વિકાસ સંસાધન’ કહેવાય છે.
પ્રશ્ન 12.
કુદરતી વનસ્પતિ
ઉત્તરઃ
જે વનસ્પતિ માનવીની મદદ વિના, પોતાની મેળે જાતે જ ઊગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય.
![]()
પ્રશ્ન 13.
જંગલ
ઉત્તર:
જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂ-ભાગ એવો થાય છે.
વિચારો પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
ગંગાના મેદાની પ્રદેશમાં વસ્તીગીચતા વધારે છે, જ્યારે આફ્રિકા ખંડના સહરાના રણપ્રદેશમાં વસ્તીગીચતા ઓછી છે. આવું શાથી?
ઉત્તરઃ
ગંગાના મેદાની પ્રદેશમાં માનવવસવાટ માટે બારે માસ પાણી સહિત સઘળી અનુકૂળતાઓ મળી રહે છે, તેથી ત્યાં વસ્તીગીચતા વધારે છે. આફ્રિકા ખંડમાં સહરાના રણપ્રદેશમાં અસહ્ય ગરમી પડે છે. અહીં પાણીની તીવ્ર તંગી પ્રવર્તે છે. આમ, આફ્રિકા ખંડના સહરાના રણપ્રદેશમાં માનવવસવાટ માટે અનેક પ્રતિકૂળતાઓ હોવાથી વસ્તીગીચતા ઓછી છે.
પ્રશ્ન 2.
જંગલોનું નિકંદન થવાથી કેવી અસરો થાય છે તેની વર્ગમાં ચર્ચા કરો.
ઉત્તર:
જંગલોનું નિકંદન થવાથી અનુભવાતી અસરો:
- વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડની માત્રામાં વધારો થયો છે.
- ગ્રીનહાઉસ ઈફેક્ટની અસરો ઘેરી બને છે.
- માટીના ધોવાણથી ખેતીની જમીનની ફળદ્રુપતા ઓછી થઈ છે.
- વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
- દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે.
- અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે.
- કેટલાંક પ્રાણીઓ અને પશુ-પક્ષીઓ લુપ્ત થયાં છે.
- વન્ય જીવો ખોરાક અને પાણીની શોધમાં માનવવસવાટના વિસ્તારોમાં આવી ચડે છે.
પ્રશ્ન 3.
વિશ્વનાં મહાનગરોમાં શાથી બહુમાળી મકાનો વધતાં જાય છે?
ઉત્તર:
વિશ્વનાં મહાનગરોમાં મકાનો બાંધવા માટે જમીનની અછત પ્રવર્તે છે. મહાનગરો જેમ-જેમ વિસ્તરતાં જાય છે તેમતેમ ઓછી જમીનમાં મકાનો બાંધવા માટે બહુમાળી મકાનો તૈયાર કરવાં પડે છે. આથી, વિશ્વનાં મહાનગરોમાં બહુમાળી મકાનોની સંખ્યા પ્રતિવર્ષે વધતી જાય છે.
પ્રશ્ન 4.
જો કીટકો ના હોય તો ખેત-ઉત્પાદન કેમ ઘટે છે?
ઉત્તરઃ
અળસિયાં જેવાં કીટકો ખેતરમાં કુદરતી ખાતરનું કામ કરે છે. તેથી ખેતરમાં કીટકો ના હોય તો ખાતરના અભાવે ખેત-ઉત્પાદન ઘટે છે.
![]()
પ્રશ્ન 5.
તમે ખેડાતું ખેતર જોયું છે? જેમાં હળ કે ટ્રેક્ટરની પાછળ-પાછળ પક્ષીઓ શા માટે એકત્ર થાય છે?
ઉત્તર:
હળ કે ટ્રેક્ટર વડે ખેડાતા ખેતરમાંથી અનેક કીટકો ખેડની 3 ચાસમાંથી બહાર આવેલાં હોય છે. એ કીટકોનો આહાર કરવા પક્ષીઓ હળ કે ટ્રેક્ટરની પાછળ-પાછળ ટોળારૂપે એકઠા થાય છે.
પ્રશ્ન 6.
જો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય તો તેની ખેતી 3 પર કઈ અસરો થાય?
ઉત્તરઃ પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત રાખે છે. જો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય તો ખેતરમાં પાકને નુકસાનકર્તા કીટકોની સંખ્યા વધી જાય, પરિણામે પાકનું ઉત્પાદન ઘટી જાય.
પ્રશ્ન 7.
સંસાધનો ખૂટી પડે તો શું થાય?
ઉત્તરઃ
સંસાધનો ખૂટી પડે તો માનવસમાજનો આજનો વિકાસ અને આધુનિક જીવનશૈલી જાળવી રાખવાં દુષ્કર બની જાય. માનવીની જરૂરિયાતો પૂરી થઈ શકે નહિ. ખેતપ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય. સંસાધનોના અભાવમાં માનવજીવન અસ્તવ્યસ્ત બની જાય.
પ્રશ્ન 8.
ગામ કે શહેર પાસે આવેલા એક તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતાં તે ભરાતું હતું. આ તળાવમાં ગામ કે શહેરનો કચરો ઠલવાતાં કેટલાંક વર્ષોમાં તે પુરાઈ ગયું. ત્યારબાદ ત્યાં દર ચોમાસામાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે?
ઉત્તરઃ
તળાવ પુરાઈ જતાં દર ચોમાસામાં તળાવમાં એકઠા થતાં પાણીના નિકાલનો પ્રશ્ન ઊભો થશે. તળાવ તરફ જતું પાણી ગામમાં ફરી વળશે. ગામનાં ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી, અનાજ વગેરે ભીંજાઈ જતાં લોકોને હાડમારી વેઠવી પડશે. રસોઈ-પાણી બંધ થઈ જશે. ગામમાં ગંદા પાણીનું પ્રમાણ વધતાં રોગચાળો ફાટી નીકળશે. પીવાના ચોખ્ખા પાણીની સમસ્યા ઊભી થશે. ચોમેર ગંદા પાણીને લીધે મચ્છરોનો ત્રાસ વધી જશે. ગામમાં રોગચાળો ફાટી નીકળશે. ગામના લોકો બીમાર પડી જશે. ગામનાં ઢોરઢાંખર ઘાસચારા વિના તરફડી મરશે. આમ, ગામ પાસે આવેલું તળાવ પુરાઈ જતાં ગામના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ગામલોકો ત્રાહિમ્-ત્રાહિમ્ પોકારી ઊઠશે.
પ્રશ્ન 9.
દર વર્ષે ઉનાળામાં ગરમી વધતી જતી હોય તેવી ફરિયાદ સંભળાય છે. આ સમસ્યાનાં કારણો તમારી દષ્ટિએ લખો.
ઉત્તરઃ
દર વર્ષે ઉનાળામાં વધતી જતી ગરમીનાં કારણો નીચે મુજબ છે:
- ઉનાળામાં વધતી જતી ગરમીનું મુખ્ય કારણ પર્યાવરણમાં સર્જાયેલી અસમતુલા છે. જમીનની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ વૃક્ષો અને જંગલોનું નિકંદન કાઢ્યું છે.
- વૃક્ષો હવાને ઠંડી બનાવે છે. પરંતુ વૃક્ષોના આડેધડ વિનાશથી હવા ઠંડી બનતી નથી, પરંતુ દર વર્ષે ગરમીમાં વધારો થતો જાય છે.
- જંગલો અને વૃક્ષોના વિનાશથી ગ્લોબલ વૉર્મિંગ (Global Warming) – વૈશ્વિક તાપવૃદ્ધિ થતી રહે છે.
- જંગલોના વિનાશથી વરસાદનું પ્રમાણ ઘટે છે, તેથી ગરમીમાં વધારો થાય છે.
- રણવિસ્તારમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધે છે.
- ગ્રીનહાઉસ ઈફેક્ટ (Greenhouse Effect) – હરિતગૃહ પ્રભાવની સમસ્યા સર્જાતાં ગરમીનું પ્રમાણ વધે છે.
![]()
પ્રશ્ન 10.
તમે સૌરઊર્જાના ઉપયોગી કયાં કયાં કામ કરી 3 શકો છો તે જણાવો.
ઉત્તરઃ
- સૌરઊર્જાના ઉપયોગથી – સોલર પેનલ દ્વારા ઘરમાં વીજળીથી ચાલતાં ઉપકરણો ચલાવી શકાય છે.
- સૌરઊર્જાનો ઉપયોગ સોલર કૂકરમાં થઈ શકે છે કે જેનાથી રસોઈ બનાવી શકાય છે.
- સોલર હીટર દ્વારા પાણી ગરમ કરી શકાય છે.
- સૌરઊર્જાનો ઉપયોગ સોલર ડ્રાયર્સ માટે કરી શકાય છે.
પ્રવૃત્તિઓ
1. તમારી દિનચર્યામાં તમે ક્યાં ક્યાં સંસાધનો વાપરો છો તેની યાદી બનાવો.
2. તમારા વર્ગખંડમાં ક્યાં કયાં સંસાધનો વપરાયાં છે તેની યાદી બનાવો.
3. દુષ્કાળને કારણે પડતી અસરોની યાદી બનાવો.
4. વડીલો કે શિક્ષકની મદદથી હાલમાં અનુભવાતાં આબોહવાકીય પરિવર્તનોની યાદી બનાવો.
5. તમારા વિસ્તારમાં અગાઉ જોવા મળતાં પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વૃક્ષો પૈકી હાલ કયાં પ્રાણી-પક્ષી કે વૃક્ષો જૂજ સંખ્યામાં છે અથવા જોવા મળતાં નથી, તેની યાદી વડીલોની સહાયથી બનાવો.
6. 
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો
પ્રશ્ન 1.
નીચેનામાંથી કયું સંસાધન માનવસર્જિત નથી?
A. મકાનો
B. વિદ્યુત
C. સિમેન્ટ
D. ખનિજ તેલ
ઉત્તર:
D. ખનિજ તેલ
પ્રશ્ન 2.
જો તમે સૌર ઊર્જા, જળ ઊર્જા, જૈવ ઈંધણ, પવન ઊર્જા જેવી ઊર્જાનો ઉપયોગ કરો છો, તો તે કેવા પ્રકારનાં સંસાધનો છે?
A. નવીનીકરણ
B. બિનનવીનીકરણ
C. નવીનીકરણ અને બિનનવીનીકરણ બને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. નવીનીકરણ
પ્રશ્ન ૩.
હું સર્વસુલભ સંસાધન છું..
A. ધાતુ
B. ઑક્સિજન
C. યુરેનિયમ
D. ખનીજ તેલ
ઉત્તર:
B. ઑક્સિજન
પ્રશ્ન 4.
પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે?
A. 71 %
B. 29%
C. 2.7%
D. 4.8%
ઉત્તર:
C. 2.7%
![]()
પ્રશ્ન 5.
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી?
A. છાણિયા ખાતરનો વપરાશ
B. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી.
C. રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો.
D. ઘરમાં કિચન ગાર્ડન બનાવવું.
ઉત્તર:
C. રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો.
પ્રશ્ન 6.
તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દષ્ટિએ કર્યું સંસાધન સૌથી વધુ ઉપયોગી છે?
A. ભૂમિ
B, જળ
C. ઊર્જા સ્ત્રોતો
D. વનસ્પતિ
ઉત્તર:
A. ભૂમિ
પ્રશ્ન 7.
ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ?
A. ખેતરની ચારે બાજુ પાળા બાંધવા
B. ચેકડેમ બનાવવા
C. ખેતરની ચારે બાજુ વૃક્ષો ઊગાડવાં
D. નહેરો બાંધવી
ઉત્તર:
B. ચેકડેમ બનાવવા