Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 7 ત્રિકોણની એકરૂપતા Ex 7.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 7 ત્રિકોણની એકરૂપતા Ex 7.1
1. નીચેના વિધાનો પૂરાં કરો:
(a) બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય.
(b) બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70° છે, તો બીજા ખૂણાનું માપ 70° થાય.
(c) જ્યારે આપણે ∠A = ∠B એમ લખીએ, ત્યારે સાચો અર્થ m∠A = m∠B થાય.
ઉત્તરઃ
(a) બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય.
(b) બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70° છે, તો બીજા ખૂણાનું માપ 70° થાય.
(c) જ્યારે આપણે ∠A = ∠B એમ લખીએ, ત્યારે સાચો અર્થ m∠A = m∠B થાય.
2. એકરૂપ આકારોનાં બે ઉદાહરણો રોજિંદા જીવનમાંથી આપોઃ
ઉત્તરઃ
(1) ₹ 2000ની બે નોટ
(2) ધોરણ 7નાં ગણિતનાં બે પાઠ્યપુસ્તકો
(3) 5 રૂપિયાના બે સિક્કા
3. જો સંગતતા ABC ↔ FED માટે ΔABC ≅ ΔFED છે, તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખોઃ
ઉત્તરઃ
સંગતતા ABC ↔ FED માટે Δ ABC ≅ Δ FED છે.
∴ ∠A ≅ ∠F, ∠B ≅ ∠E, ∠C ≅ ∠D
અને \(\overline{\mathbf{A B}} \cong \overline{\mathbf{F E}}, \overline{\mathbf{B C}} \cong \overline{\mathbf{E D}}, \overline{\mathbf{C A}} \cong \overline{\mathbf{D F}}\)
4. જો ΔDEF ≅ ΔBCA હોય, તો ΔDEFનાં નીચેનાં અંગોને અનુરૂપ ΔBCAના ભાગ લખો :
(i) ∠E
(ii) \(\overline{\mathrm{EF}}\)
(iii) ∠F
(iv) \(\overline{\mathrm{DF}}\)
ઉત્તરઃ
ΔDEF ≅ ΔBCA છે.
(i) ∠E ≅ ∠C
(ii) \(\overline{\mathrm{EF}}\) ≅ \(\overline{\mathrm{CA}}\)
(iii) ∠F ≅ ∠A
(iv) \(\overline{\mathrm{DF}}\) ≅ \(\overline{\mathrm{BA}}\)