Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 બાબુ વીજળી Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 2 બાબુ વીજળી
બાબુ વીજળી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
– જન્મ: 1 – 11 – 1935; મૃત્યુઃ 31 – 7 – 1981
પ્રાસ્તાવિક અહીં બાબુનું ચરિત્ર આપવામાં આવ્યું છે. બાબુ ભણવામાં ઠોઠ હોવા છતાં ‘વર્નાક્યુલર ફાઈનલ’ સુધી પહોંચ્યો હતો. આંકડા જોઈને એ ગભરાઈ જતો; ગણિતમાં ઢ, પણ રામાયણ, મહાભારતના પ્રસંગો અને સારી રીતે યાદ રહેતાં. ચોપાઈઓ અને ભજનો એ બરાબર લલકારતો.
![]()
બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો. એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ એનું નામ “વીજળી’ પાડ્યું હતું. બાબુની તળપદી ભાષા મીઠી લાગે છે.
બાબુ વીજળી શબ્દાર્થ
- ચ્યારનો ગોખુ સુ – ક્યારનો ગોખું છું.
- ઈયાદ – યાદ.
- સાપ્પાનું ભૂલી જ્યા હસી – છાપવાનું ભૂલી ગયા હશે.
- ચ્યમ સાપતા હસી? – કેમ છાપતા હશે?
- હાહુનું – સાસુનું.
- ડોયો – જડ.
- હેડો – ચાલો. ઈયોના – તેના.
- વાણોતર – ગુમાસ્તો.
- ભલ આવ – ભલે આવ.
- રાખસી – રાખશે.
- લેટ – લેઈટ (.) મોડો.
- પરસાદ – પ્રસાદ.
- લચ્છમન – લક્ષ્મણ.
- ખલાં – ખિસકોલાં.

- બોટી લેવું – પહેલેથી જ કબજો કરી લેવો.
- વિદૂષક – મશ્કરો, રંગલો.
- કરવેઠું – પરંપરિત બાધા.
- નાચસીસ્તો – નાચશે જ તો!
- પોહે – પાસે.
- હમકારો (મોટર – ખટારાનો) ચમકારો.
- ક – ક્યાંક.
- કુટ – અન્નકૂટ,
- શતરૂપા – ભગવાન મનુની માતા.
- વિકર્ણ – કૌરવોનો ભાઈ.
- અલર્ક – ઋતુધ્વજ અને મદાલસાનો સૌથી નાનો દીકરો (મહાભારત).
- હમજ્યો – સમજ્યો.
- ભણસી નૈ – ભણશે નહિ.
- હારાં – સારાં.
- કુણ – કોણ.
- દેસી – દેશે.
- સ – છે.

- નટવો – દોરડા પર નાચનાર.
- સારસરંજામસાધન – સામગ્રી.
- આમ્બેસ? – આવવું છે?