Class 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 બે મા

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 બે મા Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 બે મા

બે મા પ્રાસ્તાવિક
– અહેમદ નદિમ કાસમી જન્મ 20 – 11 – 1916].

ઉર્દૂ ભાષાની આ કૃતિમાં રાજાસાહેબ અને ખ્વાજાસાહેબનાં પાસે પાસે રહેતાં બે ખાનદાનો વચ્ચેની કથા છે. બંનેની પત્નીઓ વચ્ચે સતત ઝઘડો ચાલતો. ક્યારેક બંને કુટુંબો ઘરોબો પણ દર્શાવતાં.

Class 12 Gujarati Textbook Solutions Chapter 19 સત્યવીર સૉક્રેટિસ

રાજાસાહેબ પાસે બ્લડ ન હોય તો બેગમખ્વાજા બ્લેડ એમના હાથમાં મૂકતાં અને ખ્વાજાસાહેબને ક્યારેક બૂટપૉલિશની જરૂર પડે તો રાજાસાહેબનાં બેગમ એ એમને શોધી આપતાં. આમ, સંપ – કુસંપની ચઢઊતર બંને ખાનદાનોમાં નિરંતર ચાલ્યા જ કરતી.

ક્ષણ વાર પહેલાં ઝઘડેલાં આ ખાનદાનો આમ હળીમળી જતાં, એ જોઈને પાડોશીઓને પણ આશ્ચર્ય થતું. દડો ફેંકાયાની એક ઘટનામાંથી બંને બેગમોએ એકબીજાના દીકરાઓ મરે એવી ભયાનક કામનાઓ પણ પ્રગટ કરી હતી.

એવામાં એક દિવસ બેગમરાજાનો દીકરો બેગમખ્વાજાના દીકરાની જાંગમાં પેન્સિલ ઘોંચી દે છે.

આ ઘા બેગમરાજા જોઈ – સહી શકતી નથી. એ પોતાના દીકરાને બેસુમાર મારે છે. એને ડામ આપવા પોતાના ઘરમાંથી સળગતું લાકડું લાવે છે, ત્યારે બેગમખ્વાજા એના હાથમાંથી એ લાકડું છીનવી લે છે. બેગમરાજા બેગમખ્વાજાના દીકરાને છાતીએ વળગાડી રડવા લાગે છે.

આસપાસનાં બધાં આ દશ્ય જોઈ મલકી ઊઠે છે અને ત્યારે બંને બેગમો પણ ‘આપણેય તે કેવી મૂરખીઓ !’ કહી હસી ઊઠે છે.

આ વાર્તામાં માતૃત્વની હોડ છે. સાચી માતા માત્ર પોતાના બાળકને જ નહીં, પણ અન્યના બાળકને પણ પોતાનું જ ગણે છે. અહીં સ્ત્રીત્વ ઉપર માતૃત્વનો વિજય બતાવવામાં આવ્યો છે.

બે મા શબ્દાર્થ

  • ચકમક ઝરવી – કજિયો થવો.
  • આકાશ તૂટી પડવું – અશક્ય શક્ય બનવું.
  • આયાત – કુરાનનાં વાક્યો. Class 12 Gujarati Textbook Solutions Chapter 19 સત્યવીર સૉક્રેટિસ
  • ઢગલો થવું – હતાશ થઈ જવું, સાવ ઢીલા પડી જવું.
  • ઘરોબો – કુટુંબ જેવો વ્યવહાર.
  • વાઈ – ફેક (અં.) હિસ્ટિરિયા.
  • વાસણો ખખડવાં – બોલાચાલી થવી.
  • અભિશાપ – શાપ.
  • ભિસ્તી – પખાલી.
  • મશક – પાણી ભરવાની ચામડાની કોથળી.
  • જીભ પર આગ મૂકવી – બોલતાં બંધ કરી દેવું.
  • હડી કાઢવી – દોડવું.
  • આનો – જૂનું નાણું, એક રૂપિયાનો સોળમો ભાગ, આજના છ પૈસા જેટલા.
  • અધમૂઉં – અડધું મરેલું.
  • આંસુ લૂછવા – શાંત કરવો, આશ્વાસન આપવું.
  • રાડારાડ કરવી – પીડાથી બૂમો પાડવી.
  • ખ્વાજાખિઝ – ફરિસ્તા. Class 12 Gujarati Textbook Solutions Chapter 19 સત્યવીર સૉક્રેટિસ
  • ઊંબાડિયું – ખોયણું, બળતું લાકડું.

Leave a Comment

Your email address will not be published.