Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 અભિનંદન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 1 અભિનંદન
વિશેષ પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
પ્રશ્ન 1.
દસે દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે?
A. જ્ઞાન
B. દેવો
C. નરનારી
D. સોમનાથ
ઉત્તરઃ
B. દેવો
પ્રશ્ન 2.
ગુજરાતનાં નરનારી કેવાં છે?
A. ન્યારાં
B. ન્યાયી
C. સુંદર
D. સ્વાભિમાની
ઉત્તરઃ
A. ન્યારાં
પ્રશ્ન 3.
દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે?
A. માણસ
B. કૃષ્ણ
C. અંબા
D. દેવો
ઉત્તરઃ
A. માણસ
નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો
પ્રશ્ન 1.
ગુજરાતની ધરા કોનાથી નંદનવન બની છે?
ઉત્તર :
ગુજરાતની ધરા ગુજરાતીના ગૌરવથી નંદનવન બની છે.
પ્રશ્ન 2.
વેદકાળથી શાની ધારા વહે છે?
ઉત્તર :
વેદકાળથી જ્ઞાનભક્તિની ધારા વહે છે.
પ્રશ્ન 3.
ગુજરાતના લોકો કમ્યુટરમાં શું નિહાળે છે?
ઉત્તર :
ગુજરાતના લોકો કમ્યુટરમાં કૃષ્ણને અને ગરબે રમતાં અંબેમાને નિહાળે છે.
પ્રશ્ન 4.
ગુજરાતી ભાષા દેશવિદેશે ક્યાં વિસ્તરતી લાગે છે?
ઉત્તર :
ગુજરાતી ભાષા દેશવિદેશે વેબસાઇટમાં વિસ્તરતી લાગે છે.
પ્રશ્ન 5.
‘અભિનંદન’ કાવ્ય કોણે લખ્યું છે?
ઉત્તર :
‘અભિનંદન’ કાવ્ય ભાગ્યેશ જહાએ લખ્યું છે.
નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો: ધરતીકંપમાં …… કંદન!
પ્રશ્ન 1.
નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો: ધરતીકંપમાં …… કંદન!
ઉત્તર :
ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ,
દુષ્કાળોની દારુણ ક્ષણમાં સતત ધબકતો માણસ; સરળ સહજ થઈ સંતાડ્યું તેં આંસુભીનું કંદન !
કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો : (ચંદન, ધરતીકંપ, બિલીપત્ર, અડીખમ).
પ્રશ્ન 1.
1. તું સોમનાથનું ………….., તું હાટકેશનું ……………………. .
2. ……………… માં ઊભો રહ્યો, તું સાવ …………….. માણસ.
ઉત્તર :
1. બિલીપત્ર, ચંદન
2. ધરતીકંપ, અડીખમ
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો
- ધરા : જમીન, પૃથ્વી
- નિરંતર : સદા, કાયમ
- દારુણ : ભયાનક, વિકરાળ
- સતત : નિરંતર, લગાતાર
- અભિનંદન : ધન્યવાદ
- ગૌરવ : આદર
- નંદનવન : હરિયાળું
- ન્યારા : અનોખા
- ધરતીકંપ : ભૂકંપ
- ક્ષણ : પળ
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- દુષ્કાળ × સુકાળ
- સરળ × કઠિન
- ધરા × ગગન
નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં લખો :
પ્રશ્ન 1.
નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં લખો :
ગૌરવ, અભિનંદન, અડીખમ, અંબા, કૃષ્ણ
ઉત્તર :
અડીખમ, અભિનંદન, અંબા, કૃષ્ણ, ગૌરવ
અભિનંદન Summary in Gujarati
અભિનંદન કાવ્ય-પરિચય :
- કાવ્યની સમજૂતી હે (ગરવી) ગુજરાત તને અભિનંદન (પાઠવીએ છીએ).
- ગુજરાતની આ ધરતી ગુજરાતીના ગૌરવથી લીલીછમ હરિયાળી) બની છે.
- (અહીં) વેદના સમયથી જ્ઞાન અને ભક્તિનો પ્રવાહ નિરંતર વહેતો રહ્યો છે.
- દેવો દસે દિશાઓનું રક્ષણ કરે છે, અહીં વસતાં નરનારી અનોખાં છે.
- અહીં વસતો ગુજરાતી સાવ અડીખમ છે, તું સોમનાથનું બીલીપત્ર છે, (ભક્તિભાવવાળો છે.) તું હાટકેશનું ચંદન છે, (અધ્યાત્મભાવવાળો છે.), ધરતીકંપમાં તું અડીખમ ઊભો રહ્યો છે.
- એ દુષ્કાળની ભયાનક સ્થિતિમાં સતત ધબકતો રહ્યો છે. દુઃખ કે વેદનાને એ સરળ સહજ રીતે છુપાવ્યું છે.
- હે ગુજરાત તને અભિનંદન છે.
- (આજે) તે કમ્યુટરમાં કૃષ્ણને નિહાળે છે અને મા અંબાને ગરબે રમતી નિહાળે છે. વેબસાઇટમાં ગુજરાતી (ભાષા) વિસ્તરી રહી
- છે, સૌને સાથે લઈને – ‘ ગુજરાતી કેવાં સ્પંદન વહેંચી રહી છે!
- અભિનંદન, ગુજરાત તને અભિનંદન!
અભિનંદન શબ્દાર્થ :
- અભિનંદન – ધન્યવાદ
- ગૌરવ – આદર, મોટાઈ, મહત્તા
- ધરા – ધરતી, જમીન
- નંદનવન – હરિયાળી
- નિરંતર – સતત, કાયમ
- ધારા – પ્રવાહ
- રક્ષે – રક્ષણ કરે
- ન્યારાં – અનોખાં
- ધરતીકંપ – ભૂકંપ
- અડીખમ – ડગ્યા સિવાય,
- દારુણ – ભયાનક
- ક્ષણ – પળ
- સતત – સદાય
- કંદન – રુદન
- વેબસાઇટ – કોઈ ચોક્કસ વસ્તુ બનાવતી કમ્યુટર ક્રિપ્ટ
- વિસ્તરતી – વિસ્તાર પામતી
- બેંચે – વહેંચે
- સ્પંદન – આછી ધ્રુજારી, કંપ (અહ) રોમાંચ