Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ખીચડી પકાવું છું Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 ખીચડી પકાવું છું
વિશેષ પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
પ્રશ્ન 1.
બાદશાહે સવારમાં તળાવ પાસે આવીને જોયું ત્યારે નવજુવાન શું કરતો હતો?
A. અદેખા ચોકીદાર સાથે ચર્ચા કરતો હતો.
B. બાદશાહની રાહ જોતો હતો.
C. ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો.
D. ઠંડીમાં દીવાના પ્રકાશથી તાપતો હતો.
ઉત્તર :
C. ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો.
પ્રશ્ન 2.
અદેખા સિપાઈનું મોં કેમ પડી ગયું?
A. એની કપટભરી નીતિ ખુલ્લી પડી ગઈ હતી.
B. બીરબલે એની સામે જોયું.
C. તેની તબિયત બગડી ગઈ હતી.
D. રાજાએ તેને ધમકાવ્યો હતો.
ઉત્તર :
A. એની કપટભરી નીતિ ખુલ્લી પડી ગઈ હતી.
નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
પ્રશ્ન 1.
અકબર બાદશાહે દરબારીઓને શું પૂછ્યું?
ઉત્તર :
અકબર બાદશાહે દરબારીઓને પૂછ્યું, “મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો?”
પ્રશ્ન 2.
ઇનામની શરત કોણે સ્વીકારી?
ઉત્તર :
ઇનામની શરત પચીસ વર્ષના એક ગરીબ નવજુવાને સ્વીકારી.
પ્રશ્ન 3.
નવજુવાનની અદેખાઈ કોણે કરી?
ઉત્તરઃ
નવજુવાનની અદેખાઈ એક ચોકીદારે કરી.
પ્રશ્ન 4.
નવજુવાને શા માટે જીવને જોખમમાં મુક્યો હતો?
ઉત્તર :
નવજુવાન ગરીબ હોવાથી ઇનામની લાલચે તેણે પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો.
પ્રશ્ન 5.
બાદશાહ શા માટે જાતે બીરબલને ત્યાં આવ્યા?
ઉત્તર :
બાદશાહે બીરબલને દરબારમાં આવવા સંદેશો મોકલ્યો, પણ બે કલાક થવા છતાં, બીરબલની ‘ખીચડી કેમ ચઢી નથી’ તેની તપાસ કરવા બાદશાહ બીરબલને ત્યાં આવ્યા.
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1.
બાદશાહ શાથી આશ્ચર્યમાં ડૂબી ગયા?
ઉત્તર :
બાદશાહે બીરબલના વાડામાં એક દૃશ્ય જોયું. ત્રણ વાંસને જમીન પર ઊભા રાખીને, એ ત્રણેને મથાળે એકસાથે બાંધ્યા હતા. બાંધેલા વાંસની અધવચ એક હાંડલી ટાંગી હતી. નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો. બીરબલ હાંડલીની ખીચડી ચડવાની આશાએ બેઠો હતો. આ દશ્ય જોઈ બાદશાહ આશ્ચર્યમાં ડૂબી ગયા.
પ્રશ્ન 2.
બીરબલે નવજુવાનની વાત બાદશાહને સમજાવતાં શું કહ્યું?
ઉત્તર :
બીરબલે નવજુવાનની વાત બાદશાહને સમજાવતાં કહ્યું, “દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી અને તેથી તે જીવી ગયો. દીવો તો દૂર હતો, પણ આ ચૂલો હાંડલીની નજીક છે, મારી ખીચડી જરૂર રંધાશે.”
નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે?
પ્રશ્ન 1.
“ખુદાવંદ, પૈસો અજબ ચીજ છે…”
ઉત્તર :
આ વાક્ય એક દરબારી બોલે છે અને બાદશાહને કહે છે.
પ્રશ્ન 2.
“હું તાપતો હતો? આવો ગોળો શા માટે ગબડાવે છે?”
ઉત્તર :
આ વાક્ય નવજુવાન બોલે છે અને ચોકીદારને કહે છે.
પ્રશ્ન 3.
“તેને કહેજે કે તારું ઇનામ તને મળશે.”
ઉત્તર :
આ વાક્ય બાદશાહ બોલે છે અને એક સિપાઈને કહે છે.
નીચે ખરા વાક્ય સામે [✓] ની અને ખોટા વાક્ય સામે [✗] ની નિશાની કરોઃ
- બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી. [✓]
- અદેખા ચોકીદારને બાદશાહે ધન્યવાદ આપ્યા. [✗]
- બીરબલે નવજુવાનને ઇનામ અપાવ્યું. [✓]
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
- હિંમત : શક્તિ
- ઇનામ : શિરપાવ
- અદેખો : ઈર્ષાળુ
- અધીરો : ઉતાવળો
- નજીક : પાસે
- માથું : શિર, શીશ
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
- સ્વીકાર × અસ્વીકાર
- ઠંડું × ગરમ
- લાયક × ગેરલાયક
- ધીરો × ઉતાવળો
- સફળતા × નિષ્ફળતા
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
પ્રશ્ન 1.
પાણી, શાબાશી, તળાવ, સાક્ષી, ઇનામ
ઉત્તર :
ઇનામ, તળાવ, પાણી, શાબાશી, સાક્ષી
ખીચડી પકાવું છું Summary in Gujarati
ખીચડી પકાવું છું કાવ્ય-પરિચય :
ખીચડી પકાવું છું શબ્દાર્થ :
- અજબ – નવાઈ ઉપજાવે તેવું, અદ્ભુત
- ખુદાવંદ – ખુદાના જેવો
- અદેખું – ઈર્ષ્યાળુ
- નસીબ – ભાગ્ય, કિસ્મત
- અધીરા – ઉતાવળા
- હાંડલી – પહોળા મોંનું માટીનું વાસણ
- ચૂલો – રાંધવા માટે બળતણ ગોઠવવા કરાતી ગોઠવણ
- ભૂંગળી – ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની ફૂંકણી (પોલી નળી)
- બેવકૂફ – મૂર્ખ
રૂઢિપ્રયોગ
- દિલ કોરી નાખે તેવી – કાળજું ધ્રૂજી જાય તેવી
- છાતી ચાલવી – હિંમત હોવી
- જોખમ ખેડવું – સાહસ કરવું ગોળો ગબડાવવો જૂઠું બોલવું, ગડું મારવું
- જાનને જોખમમાં મૂકવો – જીવને નુકસાન પહોંચે તેવું કામ સ્વીકારવું
- આશ્ચર્યમાં ડૂબી જવું – ખૂબ નવાઈ લાગવી
- મગજ ઠેકાણે ન હોવુ – ગાંડપણ આવવું
- મોં પડી જવું – શરમિંદુ થઈ જવું
- નીચું માથું કરવું – શરમથી નીચે જોવું