Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 મૂલ્યવાન ભેટ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 4 મૂલ્યવાન ભેટ
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
પ્રશ્ન 1.
શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવવાના છે એ વાત તાઓએ ક્યાંથી સાંભળી ?
A. ઘરના નોકરો પાસેથી
B. વેપારીની સ્ત્રી પાસેથી
C. પડોશી પાસેથી
D. કોઈ ભિક્ષુ પાસેથી
ઉત્તર :
A. ઘરના નોકરો પાસેથી
પ્રશ્ન 2.
ભિક્ષુને પોતાની કઈ ભૂલ સમજાઈ ગઈ?
A. તાઓની ભેટનો તેમણે અસ્વીકાર કર્યો હતો તે.
B. પોતે નાની બાળાનું અપમાન કર્યું હતું તે.
C. શેઠને ત્યાં પોતે દાગીના ભૂલીને આવ્યા હતા તે.
D. પોતે જુઠું બોલ્યા હતા તે.
ઉત્તર :
A. તાઓની ભેટનો તેમણે અસ્વીકાર કર્યો હતો તે.
નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો:
પ્રશ્ન 1.
અનાથ બાળાનું નામ શું હતું?
ઉત્તર :
અનાથ બાળાનું નામ તાઓ હતું.
પ્રશ્ન 2.
તાઓને રસ્તો સાફ કરતાં શું જવું?
ઉત્તર :
તાઓને રસ્તો સાફ કરતાં એક કાટવાળો સિક્કો જડ્યો.
પ્રશ્ન 3.
તાઓની આંખમાં શાથી ઝળઝળિયાં આવી ગયાં?
ઉત્તર :
ભિક્ષુને દાનમાં આપવા માટે તાઓ પાસે કાટ લાગેલા સિક્કા સિવાય કશું નહોતું; તેથી એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
પ્રશ્ન 4.
એક ભિક્ષુકે ઊભા થઈને, મઠના વડાને શું કહ્યું?
ઉત્તર :
એક ભિક્ષુકે ઊભા થઈને, મઠના વડાને કહ્યું, “એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો નહોતો.”
નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
વેપારી સ્ત્રીને ત્યાં, તાઓએ સૌનાં દિલ કેવી રીતે જીતી લીધાં?
ઉત્તર :
તાઓ ઘરનાં કામ દિલથી કરતી. કદી કોઈ કામ એને બતાવવું પડતું નહિ. ચીવટ અને ચોકસાઈથી એ કામ કરતી. વાસણ માંજીને અરીસા જેવાં બનાવી દે, ફળિયું ઓસરી અને ઓરડા વાળીને ચોખ્ખાંચણક કરી દે, અનાજસફાઈમાં કશી ફરિયાદ ન આવે. ‘તાઓ’ એવી કોઈ બૂમ પડે કે ‘જી’ કહેતી તરત હાજર થઈ જતી. આમ, તાઓએ સૌનાં દિલ જીતી લીધાં.
પ્રશ્ન 2.
તાઓએ કાટવાળા સિક્કાનું શું કર્યું?
ઉત્તર :
તાઓએ કાવાળો સિક્કો હાથમાં લીધો, જોયો અને ખુશ થઈ. થોડી વાર સિક્કાને ઘસ્યો પણ સિક્કા ઉપરની છાપ ચોખ્ખી દેખાઈ નહિ. એણે સિક્કો બૂટમાં મૂક્યો. સમય મળતો ત્યારે તે એને ઘસતી. સિક્કો ઊજળો થયો પણ અંદરનો કાટ ગયો નહિ, છતાં પણ તેણે એ સિક્કો કાળજીથી સાચવી રાખ્યો.
પ્રશ્ન 3.
તાઓએ ઘરના નોકરોને શી વાત કરતાં સાંભળ્યા?
ઉત્તર :
તાઓએ ઘરના નોકરોને આ વાત કરતાં સાંભળ્યા : ‘આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે તે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ એક દિવસ તે જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું.’
પ્રશ્ન 4.
મઠના વડાએ શિષ્યોને ભેગા કરીને શું પૂછ્યું?
ઉત્તર :
મઠના વડાએ શિષ્યોને ભેગા કરીને પૂછયું, “સૌએ તમને ભેટ તો રાજીખુશીથી આપી છે ને? કોઈને ફરજ પાડવામાં આવી નથી ને? કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? આ ભેટ મેળવવામાં શું કોઈ સ્થાને ગફલત થઈ છે?”
પ્રશ્ન 5.
તાઓની માફી માગતાં ભિક્ષુએ શું કહ્યું?
ઉત્તર :
તાઓની માફી માગતાં ભિક્ષુએ કહ્યું, “બહેન, તે દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું; તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહિ.”
મૂલ્યવાન ભેટ Summary in Gujarati
મૂલ્યવાન ભેટ કાવ્ય-પરિચય :
મૂલ્યવાન ભેટ શબ્દાર્થ :
- મૂલ્યવાન – કિંમતી
- અનાથ – નિરાધાર
- ચીવટ – કાળજી
- ચોખ્ખુંચણક – સ્વચ્છ
- ભિક્ષુ – સાધુ
- મામૂલી – તુચ્છ
- વિસાત – કિંમત, મૂલ્ય
- કમભાગી – કમનસીબ
- નિરુપાય – લાચાર
- બીબું – કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું
- નાખુશી – નારાજગી
- ખામી – કસર, કચાશ
- ગફલત – બેદરકારી
- અણમોલ – કિંમતી
રૂઢિપ્રયોગ
- ઈશ્વરના દરબારમાં પહોંચી જવું – મૃત્યુ પામવું
- સંભાળી લેવું – દેખરેખ રાખવી
- દિલ જીતી લેવું – પ્રિય થઈ જવું
- મમતા બંધાઈ જવી – પ્રેમ થઈ જવો
- આંખો ફાડીને જોવું – વિસ્મય અને આશ્ચર્યથી જોવું ઝળઝળિયાં
- આવવાં – આંખમાં આંસુ આવવાં
- જીવની જેમ સાચવવું – ખૂબ જતન કરવું