Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 અમે બાંધવો સરદારના

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 અમે બાંધવો સરદારના Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 5 અમે બાંધવો સરદારના

વિશેષ પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો:

પ્રશ્ન 1.
મંજિલ કોના માટે દૂર નથી?
ઉત્તર :
જો વ્યક્તિમાં હિંમત હશે, તો એના માટે મંજિલ દૂર નથી.

Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 અમે બાંધવો સરદારના

પ્રશ્ન 2.
જીવનમાં વિકાસ માટે આપણાં કદમ કેવાં હોવાં જોઈએ?
ઉત્તર :
જીવનમાં વિકાસ માટે આપણાં કદમ સાહસભય હોવાં જોઈએ.

પ્રશ્ન 3.
અમે કોના વારસ છીએ?
ઉત્તર :
અમે ગાંધી, મહાવીર અને કરતારના વારસ છીએ.

પ્રશ્ન 4.
આ કાવ્ય કોણે રચ્યું છે?
ઉત્તર :
આ કાવ્ય ઉષા ઉપાધ્યાયે રચ્યું છે.

નીચેની પંક્તિ પૂર્ણ કરો: ગાંધી અને મહાવીરના ……… સરદારના.

પ્રશ્ન 1.
નીચેની પંક્તિ પૂર્ણ કરો: ગાંધી અને મહાવીરના ……… સરદારના.
ઉત્તર :
ગાંધી અને મહાવીરના
વારસ અમે કરતારના,
ના આફતો રોકે કદી
અમે બાંધવો સરદારના.

Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 અમે બાંધવો સરદારના

પ્રશ્ન 2.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો :
હિંમત, આફત, કદમ, રસ્તો, કિરદાર
ઉત્તર :
આફત, કદમ, કિરદાર, રસ્તો, હિંમત

અમે બાંધવો સરદારના Summary in Gujarati

અમે બાંધવો સરદારના કાવ્ય-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 અમે બાંધવો સરદારના 1

કાવ્યની સમજૂતી

  • તમે થાકશો નહિ, હારશો નહિ, વચ્ચે થોભી ન જશો. જો મંજિલે પહોંચવા ઇચ્છતી વ્યક્તિમાં હિંમત હશે તો મંજિલ કંઈ દૂર નથી.
  • રસ્તામાં ભલે પહાડ (મુશ્કેલીઓ) આવે, મિત્રો સાથીઓ) ! ચાલો, આગળ વધો. સાહસ ભરેલાં કદમોથી, એ કદમમાં નક્કી ઝૂકી જશે. (તમે) થાકશો નહિ.
  • ગાંધી, મહાવીર અને પરમકૃપાળુ પરમાત્માના અમે વારસ છીએ. અમે સરદારના ભાઈઓ છીએ, અમને મુશ્કેલીઓ ક્યારેય રોકશે નહિ (રોકી શકશે નહિ). (તમે) થાકશો નહિ.

Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 અમે બાંધવો સરદારના

અમે બાંધવો સરદારના શબ્દાર્થ :

  • થોભો – ઊભા રહો
  • મઝધાર – પ્રવાહની મધ્ય ધારા
  • મંજિલ – મુસાફરી કે યાત્રાનું લક્ષ્ય
  • અગર – અથવા, જો
  • કિરદાર – (અહીં) મંજિલ સુધી પહોંચવા મથતું પાત્ર
  • કદમ – ડગલું
  • ઝૂકશે – નમશે
  • વારસ – મરનારની મિલકત, જવાબદારી, હક-દાવો વગેરેનો હકદાર
  • કરતાર – ઈશ્વર, રચયિતા
  • આફત – મુશ્કેલી, દુઃખ, સંકટ
  • બાંધવ – ભાઈ, સગો

Leave a Comment

Your email address will not be published.