Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 અમે બાંધવો સરદારના Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 5 અમે બાંધવો સરદારના
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો:
પ્રશ્ન 1.
મંજિલ કોના માટે દૂર નથી?
ઉત્તર :
જો વ્યક્તિમાં હિંમત હશે, તો એના માટે મંજિલ દૂર નથી.
પ્રશ્ન 2.
જીવનમાં વિકાસ માટે આપણાં કદમ કેવાં હોવાં જોઈએ?
ઉત્તર :
જીવનમાં વિકાસ માટે આપણાં કદમ સાહસભય હોવાં જોઈએ.
પ્રશ્ન 3.
અમે કોના વારસ છીએ?
ઉત્તર :
અમે ગાંધી, મહાવીર અને કરતારના વારસ છીએ.
પ્રશ્ન 4.
આ કાવ્ય કોણે રચ્યું છે?
ઉત્તર :
આ કાવ્ય ઉષા ઉપાધ્યાયે રચ્યું છે.
નીચેની પંક્તિ પૂર્ણ કરો: ગાંધી અને મહાવીરના ……… સરદારના.
પ્રશ્ન 1.
નીચેની પંક્તિ પૂર્ણ કરો: ગાંધી અને મહાવીરના ……… સરદારના.
ઉત્તર :
ગાંધી અને મહાવીરના
વારસ અમે કરતારના,
ના આફતો રોકે કદી
અમે બાંધવો સરદારના.
પ્રશ્ન 2.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો :
હિંમત, આફત, કદમ, રસ્તો, કિરદાર
ઉત્તર :
આફત, કદમ, કિરદાર, રસ્તો, હિંમત
અમે બાંધવો સરદારના Summary in Gujarati
અમે બાંધવો સરદારના કાવ્ય-પરિચય :
કાવ્યની સમજૂતી
- તમે થાકશો નહિ, હારશો નહિ, વચ્ચે થોભી ન જશો. જો મંજિલે પહોંચવા ઇચ્છતી વ્યક્તિમાં હિંમત હશે તો મંજિલ કંઈ દૂર નથી.
- રસ્તામાં ભલે પહાડ (મુશ્કેલીઓ) આવે, મિત્રો સાથીઓ) ! ચાલો, આગળ વધો. સાહસ ભરેલાં કદમોથી, એ કદમમાં નક્કી ઝૂકી જશે. (તમે) થાકશો નહિ.
- ગાંધી, મહાવીર અને પરમકૃપાળુ પરમાત્માના અમે વારસ છીએ. અમે સરદારના ભાઈઓ છીએ, અમને મુશ્કેલીઓ ક્યારેય રોકશે નહિ (રોકી શકશે નહિ). (તમે) થાકશો નહિ.
અમે બાંધવો સરદારના શબ્દાર્થ :
- થોભો – ઊભા રહો
- મઝધાર – પ્રવાહની મધ્ય ધારા
- મંજિલ – મુસાફરી કે યાત્રાનું લક્ષ્ય
- અગર – અથવા, જો
- કિરદાર – (અહીં) મંજિલ સુધી પહોંચવા મથતું પાત્ર
- કદમ – ડગલું
- ઝૂકશે – નમશે
- વારસ – મરનારની મિલકત, જવાબદારી, હક-દાવો વગેરેનો હકદાર
- કરતાર – ઈશ્વર, રચયિતા
- આફત – મુશ્કેલી, દુઃખ, સંકટ
- બાંધવ – ભાઈ, સગો