Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે Textbook Questions and Answers

અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે ? [ ]
(ક) ધીરે ધીરે
(ખ) ઉતાવળે
(ગ) અંતર ઉજાળીને
(ઘ) નામ ઉજાળીને
ઉત્તર :
(ગ) અંતર ઉજાળીને

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

પ્રશ્ન 2.
ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે ? [ ]
(ક) સાચવીને
(ખ) ધીરજથી
(ગ) ગંભીરતાથી
(ઘ) સમય-સંજોગો જોઈને
ઉત્તર :
(ખ) ધીરજથી

પ્રશ્ન 3.
કવિ કોને અજવાળવાનું કહે છે ?
(ક) ઓરડાને
(ખ) શેરીને
(ગ) અંતરને
(ઘ) ગામને
ઉત્તર :
(ગ) અંતરને

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે ?
ઉત્તર :
જો આપણે સ્વાર્થી બનીએ તો પરોપકારનાં કામ ન કરી શકીએ. આપણે લોકોને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ આપવાનો છે. આવાં પરોપકારનાં કાર્યો કરવા માટે કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે.

પ્રશ્ન 2.
રસ્તે ચાલતાં વચ્ચે શું શું આવે છે ?
ઉત્તર :
રસ્તે ચાલતાં વચ્ચે કાંટા, કાંકરા અને સખત તપતી રેતી આવે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

પ્રશ્ન 3.
કવિ સૌને શું આપવા કહે છે ?
ઉત્તર :
કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ આપવા કહે છે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે ?
ઉત્તર :
રસ્તો ભલે ને ગમે તેટલો મુશ્કેલ હોય, કાંટા, કાંકરા અને ધોમધખતી રેતીથી ભરેલો હોય પણ આપણે હિંમત હારવી જોઈએ નહિ. ધીરજથી આગળ ને આગળ વધનાર જ મંઝિલ સુધી પહોંચી શકે છે. એટલે કવિ હિંમત ખોવાની ના પાડે છે.

પ્રશ્ન 2.
કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે ?
ઉત્તર :
પ્રેમ દિવ્ય છે, ઈશ્વરીય શક્તિ છે. તે યોને જોડે છે અને આપણા અંતરને અજવાળે છે, એટલે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે.

2. માગ્યા પ્રમાણે કરો :

સમાનાર્થી શબ્દ આપો :

  1. સાવધ – ………..
  2. અજવાળું – ……………..
  3. પંથ – ……….
  4. કાંટા – ………….
  5. ધર્મ – ………….

ઉત્તર :

  1. સાવધ – સાવચેત
  2. અજવાળું – પ્રકાશ, ઉજાશ
  3. પંથ – રસ્તો, માર્ગ
  4. કાંટા – શૂળ
  5. ધર્મ – ધીરજ

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

વિરુદ્ધાર્થી શબ્દ આપો :

  1. સાવધ × ……….
  2. અજવાળું × ………
  3. પ્રેમ × ……….
  4. દુર્ગમ × ……….
  5. સ્વાર્થ × ………..

ઉત્તર :

  1. સાવધ × ગાફેલ, અસાવધ
  2. અજવાળું × અંધારું
  3. પ્રેમ × નફરત, ધૃણા
  4. દુર્ગમ × સુગમ
  5. સ્વાર્થ × નિઃસ્વાર્થ

3. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી તેનો શબ્દકોશમાંથી અર્થ શોધો :
ધર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ગાંસડી, જ્ઞાન, ક્ષમા, ત્રિવિધ

પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી તેનો શબ્દકોશમાંથી અર્થ શોધો :
ધર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ગાંસડી, જ્ઞાન, ક્ષમા, ત્રિવિધ
ઉત્તર :
શબ્દો શબ્દકોશના ક્રમમાં અપેક્ષા, કંકર, ક્ષમા, ગાંસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત, હિંમત.

શબ્દોના અર્થ:

  • અપેક્ષા – ઇચ્છા, આકાંક્ષા
  • કંકર – કાંકરો
  • ક્ષમા – માફી
  • ગાંસડી – ગાંઠડી, પોટલી
  • જ્ઞાન – જાણવું તે, સમજ
  • ત્રિવિધ – ત્રણ પ્રકારનું
  • વૈર્ય – હિંમત, ધીરજ
  • પાદર – ભાગોળ
  • પ્રસ્તુત – કહેવામાં આવેલું, જેને વિશે કહેવાનું કે કહેવાતું હોય તે
  • પ્રેમળતા – હેત, પ્રેમભાવ
  • શિસ્ત – નિયમબદ્ધ વર્તન
  • હિંમત – બહાદુરી, વીરતા

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

4. નીચેની પંક્તિના શબ્દો આડાઅવળા થઈ ગયા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો. શો ફેર પડ્યો ?

પ્રશ્ન 1.
સાવધ પગલે રહીને પગલે જા પ્રેમળતા પ્રગટાવ્ય.
ઉત્તર :
પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા.

પ્રશ્ન 2.
ના તારી ખોતો હિંમત, જોતો સ્વાર્થ ના સામે.
ઉત્તર :
હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. પંક્તિમાં શબ્દો આડાઅવળા કરવાથી કશો અર્થ નીકળતો નથી, જયારે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાથી સુંદર અર્થ પ્રાપ્ત થાય છે.

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધો :
સભર, પંથ, સ્તંભ, આજીજી, નિર્ભય, જોર, ઉર, સ્મિત, કંચન

પ્રશ્ન 1.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધો :
સભર, પંથ, સ્તંભ, આજીજી, નિર્ભય, જોર, ઉર, સ્મિત, કંચન
Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે 1
ઉત્તર :
સમાનાર્થી શબ્દો:

  • સભર – ભરપૂર
  • પંથ – રસ્તો
  • સ્તંભ – થાંભલો
  • આજીજી – વિનંતી
  • નિર્ભય – નીડર
  • જોર – બળ
  • ઉર – હૃદય
  • સ્મિત – હાસ્ય
  • કંચન – સોનું

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

Std 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે Additional Important Questions and Answers

ભાષાસજતા

સમાનાર્થી શબ્દો આપઃ

  • પગલું – ડગલું
  • પ્રેમ – હેત, પ્રીતિ
  • અંતર – મન
  • કાંટો – શૂળ
  • ખાંડું – તલવાર
  • હિંમત – હામ, બહાદુરી
  • સેવા – ચાકરી, સારવાર
  • પાઠ – બોધ, શીખ

વિરુદ્ધાર્થી શબ્દો આપો:

  • કાંટો × ફૂલ
  • ધર્મ × અધીરતા
  • હિંમત × નાહિંમત
  • શિસ્ત × અશિસ્ત |
  • શાંતિ × અશાંતિ

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:

  • ધૈર્ય – વૈર્ય
  • દૂરગમ – દુર્ગમ
  • હીમત – હિંમત
  • વાર્થ – સ્વાર્થ
  • સિરત – શિસ્ત
  • શાંતી – શાંતિ

નીચેની સંજ્ઞાઓનું જતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞામાં

પ્રશ્ન 1.
વર્ગીકરણ કરો : ગાંધીજી, પંખી, નગર, વલ્લભભાઈ, ફૂલ, શાળા, પ્રિયા, કબીરવડ, ઝાડ, હિમાલય, ગામ, ગંગા, પર્વત, ભાવનગર, નદી, સુરત, સરોવર, પશુ.
ઉત્તર :

જતિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા
પંખી, નગર, ફૂલ, શાળા, ઝાડ, ગામ, પર્વત, નદી, સરોવર, પશુ ગાંધીજી, વલ્લભભાઈ, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા, ભાવનગર, સુરત

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ

પ્રશ્ન 1.
કવિએ કેવી રીતે સાવધ રહેવાનું કહ્યું છે ?
ઉત્તર :
કવિએ પગલે-પગલે સાવધ રહેવાનું કહ્યું છે.

પ્રશ્ન 2.
‘સાવધ’નો અર્થ શો થાય છે ?
ઉત્તર :
‘સાવધ’નો અર્થ ‘સાવચેત’ થાય છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

પ્રશ્ન 3.
કવિએ સાવધ રહીને શું પ્રગટાવવાનું કહ્યું છે?
ઉત્તર :
કવિએ સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાનું કહ્યું છે.

પ્રશ્ન 4.
કવિએ શાના અજવાળે પંથ કાપવાનું કહ્યું છે?
ઉત્તર :
કવિએ અંતરના અજવાળે પંથ કાપવાનું કહ્યું છે.

પ્રશ્ન 5.
કવિએ શાની ધારે ચાલવાનું કહ્યું છે?
ઉત્તર :
કવિએ ખાંડાની ધારે ચાલવાનું કહ્યું છે.

પ્રશ્ન 6.
‘ખાંડું’ એટલે શું?
ઉત્તર :
‘ખાંડું’ એટલે તલવાર.

પ્રશ્ન 7.
કવિએ શું ધારણ કરીને ચાલવાનું કહ્યું છે?
ઉત્તર :
કવિએ પૈર્ય ધારણ કરીને ચાલવાનું કહ્યું છે.

પ્રશ્ન 8.
કવિએ કેવો પંથ કાપવાની વાત કરી છે?
ઉત્તર :
કવિએ દુર્ગમ પંથ કાપવાની વાત કરી છે.

પ્રશ્ન 9.
‘દુર્ગમ પંથ’ એટલે કેવો પંથ?
ઉત્તર :
‘દુર્ગમ પંથ’ એટલે મુશ્કેલ રસ્તો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

પ્રશ્ન 10.
કવિ સૌને શાનો પાઠ આપવાની વાત કરે છે?
ઉત્તર :
કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ આપવાની વાત કરે છે.

પ્રશ્ન 11.
‘પાઠ આપવો’ એટલે શું?
ઉત્તર :
‘પાઠ આપવો’ એટલે શીખવવું અથવા બોધ આપવો.

નીચે આપેલ કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો:

પ્રશ્ન 1.
કાંટા આવે, ………….. ચાલ્યો જ.
ઉત્તર :
કાંટા આવે, કંકર આવે, ધોમ ધખતી રેતી આવે;
ખાંડાની ધારે ને ધારે, વૈર્ય ધારી ચાલ્યો જા.

પ્રશ્ન 2.
હિંમત તારી …….. સૌને આણે જા.
ઉત્તર :
હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના;
શિસ્ત, શાંતિ ને સેવાનો તું, પાઠ સૌને આખે જા.

કૌસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરોઃ

પ્રશ્ન 1.

  1. પગલે-પગલે સાવધ રહીને ……… પ્રગટાવ્યે જ. (સગડી, દીવો, પ્રેમળતt)
  2. ……….ને અજવાળી વીરા પંથ તારો કાયે જા. (અંતર, શરીર, ઘર)
  3. ………… ની ધારે ને ધારે, ધૈર્ય ધારી ચાલ્યો જા. (ચા, કટાર, ખાંડા)
  4. …………. પંથ કાપે જા. (સુગમ, દુર્ગમ, સુલભ).
  5. શિસ્ત, શાંતિ ને …………. નો તું, પાઠ સૌને આખે જા.(શિક્ષા, ક્ષમા, સેવા)

ઉત્તર :

  1. પ્રેમળતા
  2. અંતર
  3. ખાંડા
  4. દુર્ગમ
  5. સેવા

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:

પ્રશ્ન 1.
‘પગલે-પગલે’ કાવ્યના કવિ કોણ છે?
A. કલાપી
B. કાન્ત
C. સંતબાલ
D. સુંદરમ્
ઉત્તર :
C. સંતબાલ

પ્રશ્ન 2.
કવિ પગલે-પગલે શું કરવાનું કહે છે?
A. શાંતિથી રહેવાનું
B. સાવધ રહેવાનું
C. આનંદમાં રહેવાનું
D. દુ:ખી રહેવાનું
ઉત્તર :
B. સાવધ રહેવાનું

પ્રશ્ન 3.
કવિ સાવધ રહીને શું પ્રગટાવવાનું સૂચવે છે?
A. મીણબત્તી
B. દીવો
C. ફાનસ
D. પ્રેમળતા
ઉત્તર :
D. પ્રેમળતા

પ્રશ્ન 4.
કવિ અંતરના અજવાળે શું કાપવાનું સૂચન કરે છે ?
A. પંથ
B. ઘાસ
C. કપડું
D. કાગળ
ઉત્તર :
A. પંથ

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

પ્રશ્ન 5.
‘કાંટા આવે, ……………. આવે, ધોમ ધખંતી, રેતી આવે’ પંક્તિમાં ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે?
A. ફૂલ
B. કંકર
C. શૂળ
D. માટી
ઉત્તર :
B. કંકર

પ્રશ્ન 6.
‘ખાં’ શબ્દનો અર્થ શો થાય?
A. ખાંડવું
B. ખાડો
C. કટાર
D. તલવાર
ઉત્તર :
D. તલવાર

પ્રશ્ન 7.
કવિએ કેવો પંથ કાપવાનું કહ્યું છે ?
A. દુર્ગમ
B. સુગમ
C. લાંબો
D. ટૂંકો
ઉત્તર :
A. દુર્ગમ

પ્રશ્ન 8.
‘દુર્ગમ’નો અર્થ શું થાય ?
A. સરળ
B. મુક્લ
C. સુખ
D. દુઃખ
ઉત્તર :
B. મુક્લ

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

પ્રશ્ન 9.
કવિ શું નહિ ખોવાની વાત કરે છે?
A. પ્રેમ
B. શાંતિ
C. હિંમત
D. શિસ્ત
ઉત્તર :
C. હિંમત

પગલે-પગલે Summary in Gujarati

પગલે-પગલે પાઠ-પરિચય :

આ શૌર્યગીતમાં કવિશ્રી સંતબાલે જીવનમાં આવતી વિવિધ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરી ડગલેન્ડગલે આગળ વધવા જણાવ્યું છે. જીવનમાં કાંટા-કાંકરારૂપી અનેક મુશ્કેલીઓ આવશે; છતાં હિંમત હાર્યા વગર, ધીરજ રાખી આગળ વધવું જોઈએ. કવિએ આ રીતે આપણને જીવનપંથ ઉજાળવાનું કહ્યું છે.

કાવ્યની સરળ સમજૂતી

  • છે (પ્રવાસી) ભાઈ ! તું દરેક પગલે સાવચેત રહીને પ્રેમળતા (પ્રેમની જયોત) પ્રગટાવતો જા.
  • પોતાના અંત:કરણને તું (જ્ઞાનરૂપી પ્રકાશથી) અજવાળી તારા રસ્તે આગળ વધતો જા. [1 – 4]
  • તારા માર્ગમાં કાંટા આવે, કાંકરા આવે કે ધોમધખતી રેતી આવે; તેમ છતાં તું ધીરજ ધરી તલવારની ધારે-ધીરે ચાલ્યો જા અને એ રીતે મુશ્કેલ માર્ગ કાપે જ. [5- 7]
  • તું હિંમત હાર્યા વગર, સ્વાર્થ સામે જોયા વગર; આ જગતમાં સૌને શિસ્ત, શાંતિ ને સેવાનો બોધ આપ્યું જા. એ રીતે મુશ્કેલ માર્ગ કાયે જ. [8 – 10]

Class 6 Gujarati Textbook Solutions Chapter 7 પગલે-પગલે

પગલે-પગલે કહેવતો

  • પગલું – ડગલું
  • સાવધ – સાવચેત, જામત
  • પ્રેમળતા – પ્રેમાળપણું
  • અંતર – અંતઃકરણ, મન
  • અજવાળવું – અજવાળું કરવું
  • પંથ – માર્ગ, રસ્તો
  • કંકર – કાંકરો
  • ધોમ – (અહીં) સખત તડકો
  • ધોમધખતી – સખત તપતી
  • ખાંડું – તલવાર
  • ખાંડાની ધારે ચાલવું – અતિ વિકટ કે સાહસભર્યું કામ કરવું
  • પૈર્ય – ધીરજ, હિંમત દુર્ગમ
  • પંથ – મુકેલ માર્ગ
  • સ્વાર્થ – પોતાનું હિત
  • શિસ્ત -નિયમબદ્ધ વર્તન, આજ્ઞા કે નિયમમાં રહેવું
  • સેવા – પારકાનું કામ કરવું તે
  • પાઠ આપવો – શીખવવુ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *