Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 9 બાનો વાડો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 7 Gujarati Textbook Solutions Chapter 9 બાનો વાડો
Class 7 Gujarati Textbook Solutions Chapter 9 બાનો વાડો Textbook Questions and Answers
બાનો વાડો અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો.
પ્રશ્ન 1.
લેખકની દૃષ્ટિએ “બા” એટલે …………………………………………..
(ક) બેઠી દડીની, નીચી
(ખ) મજબૂત બાંધાની
(ગ) પંચોતેર વર્ષની
(ઘ) નિરંતર ઉદ્યોગ
ઉત્તર :
(ઘ) નિરંતર ઉદ્યોગ
પ્રશ્ન 2.
બા વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય છે, એ વાક્યનો અર્થ છે …………………………………………..
(ક) બા ઝડપથી ચાલવા માંડે છે
(ખ) બા દુઃખને ભૂલી જાય છે.
(ગ) બા ગામડે જતી રહે છે.
(ઘ) બા યાદ કરે છે.
ઉત્તર :
(ખ) બા દુઃખને ભૂલી જાય છે.
પ્રશ્ન 3.
બાનું એક સ્વજન એટલે …………………………………………..
(ક) પિતાજી
(ખ) ફળ-ફૂલ
(ગ) લેખક
(ઘ) વાડો
ઉત્તર :
(ઘ) વાડો
પ્રશ્ન 4.
બા ક્યારે વાડા વિના ઝુરાપો અનુભવે છે ?
(ક) બા પરદેશ જાય ત્યારે
(ખ) પતિની યાદ આવે ત્યારે
(ગ) પડોશીને ત્યાં જાય ત્યારે
(ઘ) દીકરાને ઘેર જાય છે ત્યારે
ઉત્તર :
(ઘ) દીકરાને ઘેર જાય છે ત્યારે
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક આપો.
પ્રશ્ન 1.
બા દેખાવે કેવાં હતાં ?
ઉત્તર :
બા દેખાવે નીચી – બેઠી દડીનાં અને મજબૂત બાંધાનાં હતાં.
પ્રશ્ન 2.
ભદ્ર કે નોકરિયાતો લીંબુ લેવા કેવાં બહાનાં કાઢતાં ?
ઉત્તરઃ
ભદ્ર કે નોકરિયાતો લીંબુ લેવા એવાં બહાનાં કાઢતા: ‘પેટમાં વીતે છે’, ‘તાવ આવે છે”.
પ્રશ્ન 3.
બાના વાડામાં કયા કયા ઔષધિય છોડ હતા ?
ઉત્તર :
બાના વાડામાં તુલસી, કરિયાતું, અરડૂસી અને ખરસાંડી જેવા ઔષધીય છોડ હતા.
પ્રશ્ન 4.
બાનું જીવનસૂત્ર શું હતું ?
ઉત્તરઃ
“ખાયા સો ખોયા; ખિલાયા સો પાયા’ – એ બાનું જીવનસૂત્ર હતું.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
પ્રશ્ન 1.
પિતાજીની વાત નીકળતાં લેખકની બા તરડાયેલા અવાજે શું કહેતાં ?
ઉત્તરઃ
પિતાજીની વાત નીકળતાં લેખકની બા તરડાયેલા અવાજે કહેતાં : “આ બધું તારા બાપા હોત અને નજરોનજર જોત તો! કેટલા ખુશ થાત! દુઃખિયારો જીવ સુખ જોવા ન જ પામ્યો, મને મૂઈને શું કામ જિવાડી?”
પ્રશ્ન 2.
લેખકની બા ‘સમયને જીરવી ગયાં” તેમ શાથી કહી શકાય ?
ઉત્તરઃ
લેખકના બાપુજીનું અવસાન થતાં ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો. ત્યારે લેખકને લાગતું હતું કે તેમનાં બા આ આઘાત જીરવી નહિ શકે. હવે બા પાંચેક વર્ષ સુધી જ ટકી શકશે, કારણ કે તે અંદરથી તૂટી ગયાં છે. એ સૂકા ઘાસની પત્તીની જેમ આમતેમ ફંગોળાતાં રહેશે.
પણ લેખકની ધારણા મુજબ કાંઈ બન્યું નહિ, તેથી એમ કહી શકાય કે લેખકનાં બા સમયને જીરવી ગયાં.
પ્રશ્ન 3.
બા બહારગામ જાય ત્યારે તેમને વાડા અંગે શી ચિંતા રહેતી ?
ઉત્તર :
બા બહારગામ જાય ત્યારે ભાગ્યે જ બે – ત્રણ દિવસ રોકાતાં. વાડા વિના તેઓ ઝુરાપો અનુભવતાં. એમને વાડાની આ ચિંતા થતી : વાડામાં ભૂંડ પેસી ગયાં હશે, વાંદરાએ વાડો ખેદાનમેદાન કરી નાખ્યો હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધાં હશે, કોઈ કાચાં ને કાચાં લીંબુ તોડી ગયું હશે !
આવા વિચારોથી બા બેચેન થઈ જતાં. તેઓ બહારગામથી પોતાના ઘેર આવીને જ જંપતાં.
પ્રશ્ન 4.
લેખકે પાઠનું શીર્ષક ‘બાનો વાડો’ એવું શા માટે પસંદ કર્યું હશે ?
ઉત્તરઃ
બાને પોતાનો વાડો ખૂબ જ પ્રિય હતો. તેમાં બાએ અનેક પ્રકારની ઔષધિઓ, જાતજાતનાં ફૂલોના છોડ અને ફળનાં વૃક્ષો ઉગાડ્યાં હતાં. તે જીવની પેઠે વાડાનું જતન કરતી હતી. વાડા વિના તે ઝુરાપો અનુભવતી હતી. વાડાની દેખરેખ અને ઉછેરમાં જ તેનાં દિવસરાત વીતતાં હતાં.
વાડો એમના જીવનનું એક સ્વજન હતું. એમણે વાડાને જેટલો પ્રેમ કર્યો હતો એટલો કદાચ સંતાનોને નહોતો કર્યો. આમ લેખકે બાના વાડાં નિમિત્તે જીવનની કથા અને વ્યથા આલેખી છે.
બાના જીવનની તમામ વાતોમાં વાડો કેન્દ્રસ્થાને છે, માટે લેખકે આ પાઠને માટે બાનો વાડો’ એવું શીર્ષક પસંદ કર્યું છે.
4. નીચેનાં વિધાનો માટે કારણ આપો.
પ્રશ્ન 1.
સુખનો અતિરેક થતાં બાનો અવાજ તરડાઈ જતો.
ઉત્તરઃ
સુખનો અતિરેક થતાં બા તેમના દીકરાને કહેતાં, “આ બધું સુખ જોવા તારા બાપા જીવતા રહ્યા હોત તો કેવું સારું થાત!” આટલું બોલવા જતાં બાનો અવાજ તરડાઈ જતો.
પ્રશ્ન 2.
બા પોતાના દીકરાને ઘેર બે-ત્રણ દિવસથી વધારે ન રહેતી.
ઉત્તરઃ
બાને પોતાના વાડાની સતત ચિંતા રહેતી. એમાં પણ અવિચારી લોકો કે પશુઓ વાડામાં પેસી જઈ તેને ખેદાનમેદાન કરી નાખશે એવો ડર તેમને રહ્યા કરતો હતો. આ ચિંતાને કારણે બા પોતાના દીકરાને ઘેર બે – ત્રણ દિવસથી વધારે ન રહેતી.
પ્રશ્ન 3.
બા વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠાં કરી રાખતી.
ઉત્તરઃ
રોજ સવારે વાડાનાં સુગંધીદાર ફૂલો મંદિરમાં પૂજા માટે મોકલવાનો બાનો નિયમ હતો. એટલા માટે તે વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠાં કરી રાખતી.
પ્રશ્ન 4.
લેખકના મતે બા ભોળી નહિ, ભલી ખરી.
ઉત્તર :
બા સમજદાર, ચાલાક અને વ્યવહારકુશળ હતી. કેટલાક લોકો બીમારીનું બહાનું કાઢી લીંબુ લેવા આવે. બા એમના મનને કળી જતી. બીમારી માત્ર બહાનું છે એ જાણતી, છતાં પોતાની ભલાઈ એવી કે કોઈનેય લીંબુ આપવાની ના ન પાડતી, તેથી લેખકના મતે બા ભોળી નહિ, ભલી ખરી.
4. બાનો પરિચય કરાવતાં પાંચ-સાત વાક્યો બોલો.
ઉત્તરઃ
બા બેઠી દડીનાં, મજબૂત બાંધાનાં, દમામદાર ને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં હતાં. એમને પંચોતેર વર્ષ થયાં હતાં, છતાં પંચોતેર વર્ષનાં લાગતાં નહોતાં. બાએ જીવનની અનેક તડકી – છાંયડી જોઈ હતી, પણ સતત ઉદ્યમી અને પ્રસન્ન રહ્યાં.
એમણે પોતાનાં સંતાનોને ઉછે, તેમને આર્થિક રીતે સમૃદ્ધ કર્યા અને તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું. સંતાનોને તેમણે પિતાની ખોટ સાલવા ન દીધી. બા સમયને જીરવી ગયાં.
કોઈ વાર સુખના અતિરેકનો વિચાર આવતાં થોડી વાર માટે તે અસ્વસ્થ બની જતાં, પણ પછી મન હળવું ફૂલ કરી લેતાં. બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યાં હતાં. “ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા’ એ એમનું જીવનસૂત્ર હતું.
5. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો :
- જાજરમાન,
- નિરંતર,
- જીવનસ્રોત,
- સમૃદ્ધિ
ઉત્તર :
- જાજરમાન – ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીનું વ્યક્તિત્વ જાજરમાન હતું.
- નિરંતર – મીરાંબાઈ નિરંતર ઈશ્વરભક્તિમાં લીન રહેતાં.
- જીવનસ્ત્રોત – બાનો વાડો એ એમનો જીવનસ્ત્રોત હતો.
- સમૃદ્ધિ – આપણા રાષ્ટ્રમાં સમૃદ્ધિ વધી છે, પણ સુખશાંતિ વધ્યાં નથી.
બાનો વાડો સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
પ્રશ્ન 1.
‘નિરંતર ઉદ્યોગ એટલે બા’ – એમ લેખક શા માટે કહે છે ?
ઉત્તર:
બા આવ્યાં ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધાં નહોતાં. તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યાં હતાં. તે કામઢાં હતાં અને સતત પ્રવૃત્તિશીલ રહેતાં હતાં.
ઘરનાં નાનાંમોટાં તમામ કામકાજ કરવાં અને બાળકોને ઉછેરવાં, દિવસરાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. માટે લેખક કહે છે, ‘નિરંતર ઉદ્યોગ એટલે બા.”
પ્રશ્ન 2.
‘બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યાં છે. – તેવું લેખક શા માટે કહે છે ?
ઉત્તર :
બા અતીતની કેડી પર આવીને, ક્ષણભર ઊભી રહીને, ત્યાંથી આગળ નીકળી જાય છે. તે નિરંતર નવી કેડીની શોધમાં જ રહે છે. તે પોતાના જીવનની ક્ષણેક્ષણનો હિસાબ પોતાની પાસેથી લે છે. કોઈ વાર ઊધડો પણ લે.
બીજાં કરે કે ન કરે, એ પોતાનું કામ કર્યું જ જાય. આથી લેખક કહે છે કે, બાએ કર્મ અને ધર્મને એક કરી મૂક્યાં છે.
પ્રશ્ન 3.
તમારા દાદા કે દાદીની ગમતી પ્રવૃત્તિ વિશે લખો.
ઉત્તરઃ
દાદાની ગમતી પ્રવૃત્તિ આમ તો દાદા નિવૃત્ત છે, પણ મેં એમને નવરા બેસી રહેલા જોયા નથી. સવારથી સાંજ સુધી દાદા પ્રવૃત્તિશીલ રહે છે. મંદિર ને ધર્મશાળાના વહીવટમાં રસ લે છે. સમાજના મંડળમાં સેવાઓ આપે છે. જો કે એમની ગમતી પ્રવૃત્તિ તો છેઃ
“કીડિયારું પૂરવાની”. કીડિયારું એટલે કીડીનું દર. ગામ બહાર કીડીઓનાં દર શોધીને, ગોળનો ભૂકો કે લોટ ત્યાં વેરે છે. આમ, દાદા અબોલ જીવોની સેવા કરે છે અને એને પોતાનો જીવનમંત્ર સમજે છે.
2. નીચે આપેલી પંક્તિનો વિચારવિસ્તાર કરો.
પ્રશ્ન 1.
‘ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા’.
ઉત્તરઃ
આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગવીએ છીએ, તે સઘળું નાશવંત છે, નકામું જાય છે. આપણે આપણા માટે, આપણા અંગત સ્વાર્થ માટે જે બધું માર્યું કે ભોગવ્યું એમાં બીજાને શો લાભ થયો?
મેળવવા કે પ્રાપ્ત કરવાનો ખરો માર્ગ ખરચવામાં કે ખવડાવવામાં છે. આપણે બીજાને સુખી કરીએ, બીજાની આંતરડી ઠારીએ અથવા આપણો કોળિયો બીજાને ખવડાવીએ તો જ આત્મસંતોષ થાય. ઉમાશંકર જોશીએ લખ્યું છે : રામનો આલ્યો બટકું રોટલો ખાધા કરતાં ખવડાવ્યો મીઠો લાગે.”
આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ “તેન ચત્તેન મુન્ગીથા ‘(ત્યાગીને ભોગવી જાણો)નો જ મહિમા કરવામાં આવ્યો છે.
3. આ પાઠમાંથી ક્રિયાપદ વગરનાં વાક્યો શોધીને લખો.
ઉદાહરણ : બાને પ્રકૃતિમાં, ઝાડ-પાન અને ફળ-ફૂલમાં ભારે રસ.
ઉત્તરઃ
- બાનું જીવન એટલે ઉદ્યોગ!
- નિરંતર બાને નવીનવી કેડીની શોધ!
- બધો નકશો બાની જીભને ટેરવે!
- આપણે પામી શકીએ બાના અતીત અને વૈભવને!
4. શબ્દની આગળ “અ” લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધાથી બને છે.
દા. ત., સ્વચ્છ ✗ અસ્વચ્છ.
આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખો.
ઉત્તરઃ
- તૃપ્ત ✗ અતૃપ્ત
- સ્વસ્થ ✗ અસ્વસ્થ
- પવિત્ર ✗ અપવિત્ર
- સ્વીકાર ✗ અસ્વીકાર
5. નુકસાન, ખેરાત, શરબત, નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે. આ શબ્દોનો વાક્યપ્રયોગ કરો.
ઉત્તરઃ
વાક્યપ્રયોગો :
- તમાકુથી શરીરને નુકસાન થાય છે.
- અકબરે ગરીબો માટે ઘણી ખેરાત કરી હતી.
- મને શરબત ખૂબ ભાવે છે.
- જમ્યા પછી પોતાની થાળી સામે કોઈ નજર સુધ્ધાં નાખતું નથી.
બાનો વાડો પ્રવૃત્તિઓ
પ્રશ્ન 1.
તમારાં દાદીમા વિશે દસેક વાક્યો નોંધપોથીમાં લખી વર્ગખંડમાં વાચન કરો.
ઉત્તરઃ
મારાં દાદીમા સિત્તેર વર્ષનાં છે, તેમના વાળ ધોળા છે. તે બેઠી દડીનાં, કામઢાં તેમજ સ્કૂર્તિલાં છે. એમના મોંમાં દાંત હજુ સાબૂત છે. સાદગી જ એમનો જીવનમંત્ર છે.
દાદીમા અમારા ઘરમાં વડલા સમાન છે. તેમની છત્રછાયામાં અમે પ્રેમ અને હૂંફ મેળવીએ છીએ. એમના જીવનમાંથી અમે ઘણું શીખીએ છીએ. તે રામાયણભાગવત વાંચે અને એમાંથી વાર્તાઓ કહે. તેમનો કંઠ મધુરો. ભજનો ગાય – ગવડાવે. સૂતી વખતે અમને પ્રાર્થના કરાવે.
પ્રશ્ન 2.
તમારા ઘરનો વાડો અથવા તમને ગમતા ફૂલ વિશે પાંચેક વાક્યો લખો.
ઉત્તરઃ
ઘરનો વાડો
મારા ઘર આગળ સુંદર વાડો છે. એમાં વિવિધ ફૂલોના છોડ છે. તેમાં કેળ તેમજ આસોપાલવ છે. અમે ખાતર – પાણીથી તેમનું જતન કરીએ છીએ. સવારે દાદીમા ફૂલો ચૂંટીને, એનો પૂજામાં ઉપયોગ કરે છે. ફૂલોની સુવાસથી ઘર મઘમધે છે. વાડામાં લૉન પણ વાવી છે. મને ગમતાં ફૂલો ગુલાબ, ચંપો અને મોગરો છે.
Std 7 Gujarati Textbook Solutions Chapter 9 બાનો વાડો Additional Important Questions and Answers
બાનો વાડો વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
પ્રશ્ન 1.
લેખક જીવનઘરનો તોતિંગ મોભ કોને કહે છે?
A. બાને
B. પિતાજીને
C. વાડાને
D. ધર્મને
ઉત્તરઃ
B. પિતાજીને
પ્રશ્ન 2.
બાની આંખ ક્યારે ભીની થઈ જતી?
A. વાડો જોઈને
B. દીકરાને જોઈને
C. પિતાજીની વાત નીકળતાં
D. પતિની વાત નીકળતાં
ઉત્તરઃ
D. પતિની વાત નીકળતાં
પ્રશ્ન 3.
બાના જીવનસ્રોત વિશે વિચારતાં, સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત કઈ હતી?
A. વાડાની
B. મોટા ભાઈના જીવન અંગેની
C. સંતાનો અંગેની
D. બાના ભૂતકાળની
ઉત્તરઃ
A. વાડાની
પ્રશ્ન 4.
બા શાને ખેરાત કરતાં હતાં?
A. ઔષધોની
B. ફળો – ફૂલોની
C. ફળો – ફૂલોનાં બીજની
D. લીંબુની
ઉત્તરઃ
C. ફળો – ફૂલોનાં બીજની
પ્રશ્ન 5.
બાના વાડાને લેખક કયા નામે ઓળખાવે છે?
A. ફૂલવાડી
B. ઔષધાલય
C. ઔષધવાડો
D. બાગ
ઉત્તરઃ
B. ઔષધાલય
પ્રશ્ન 6.
બા શાના વિના ઝુરાપો અનુભવતાં હતાં?
A. પુત્ર વિના
B. કુટુંબ વિના
C. ભક્તિ વિના
D. વાડા વિના
ઉત્તરઃ
D. વાડા વિના
પ્રશ્ન 7.
બા છાબડીમાં શું ભરીને મંદિરમાં મોકલતાં?
A. ફૂલો
B. ફળો
C. પ્રસાદ
D. કંકુ
ઉત્તરઃ
A. ફૂલો
પ્રશ્ન 8.
બા પહેલાં કૂવેથી શાના મારફતે પાણી ખેંચીને લાવતાં?
A. ડોલ મારફતે
B. ઘડા મારફતે
C. ચાકળી મારફતે
D. ચાકરી મારફતે
ઉત્તરઃ
C. ચાકળી મારફતે
પ્રશ્ન 9.
બાનો વાડો’ પાઠના લેખકનું નામ જણાવો.
A. પ્રવીણ દરજી
B. કલ્પેશ પટેલ
C. કિશોર અંધારિયા
D. ધ્રુવ ભટ્ટ
ઉત્તરઃ
A. પ્રવીણ દરજી
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો?
પ્રશ્ન 1.
બા માટે લેખક કયો શબ્દ વાપરે છે?
ઉત્તર :
બા માટે લેખક “જાજરમાન બા’ શબ્દ વાપરે છે.
પ્રશ્ન 2.
લેખકના બાપુજીના મૃત્યુનો કુટુંબને કેવો આઘાત લાગ્યો?
ઉત્તરઃ
લેખકના બાપુજીના મૃત્યુથી એમના જીવનઘરનો મોભ તૂટી પડ્યો ને કુટુંબને ન પૂરી શકાય એવો આઘાત લાગ્યો.
પ્રશ્ન 3.
બા ક્યાંય જાય ત્યારે શું લેતી આવતી?
ઉત્તરઃ
બા ક્યાંય જાય ત્યારે થેલીમાં કોઈક છોડની કલમ કે આખેઆખો છોડ લેતી આવતી.
પ્રશ્ન 4.
બાના મુખ ઉપર કલેશ ક્યારે જણાતો?
ઉત્તર :
જે વ્યક્તિ ગમતી ન હોય તે મીઠો લીમડો લેવા આવી ચઢે ત્યારે બાના મુખ ઉપર કલેશ જણાતો.
પ્રશ્ન 5.
બાને પામવી હોય તો ક્યાં પામી શકાતી?
ઉત્તરઃ
બાને પામવી હોય તો વાડાની અડખેપડખે જ પામી શકાતી.
પ્રશ્ન 6.
બાની નજર વાડામાં કઈ રીતે ફરી વળતી?
ઉત્તર :
બાની નજર વાડામાં હરણની જેમ ફરતી, પુષ્પ પુષ્પ પતંગિયાની જેમ – ઊડાઊડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી ને છોડ જોતાં વરસાદી ગાય બની જતી.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પિતાજીનું મૃત્યુ થતાં લેખકને પોતાની બા માટે શો વિચાર આવ્યો?
ઉત્તર :
પિતાજીનું મૃત્યુ થતાં લેખકને પોતાની બા માટે એવો વિચાર આવ્યો કે પિતાજીના કરુણ અવસાનથી બા ભાંગી પડશે. બા હવે પાંચ વર્ષથી વધારે નહિ જીવે. કદાચ જીવશે તો તે અંદરથી તૂટી જશે અને સૂકા ઘાસની પત્તીની જેમ આમતેમ ફંગોળાતી રહેશે.
પ્રશ્ન 2.
વાડામાં ઊગતાં ફૂલોનો બા શો સદુપયોગ કરતાં?
ઉત્તરઃ
બા વાડામાં ઊગતાં સુગંધીદાર ફૂલો છાબડીમાં ભરીને મંદિરમાં મોકલતાં હતાં. વહેલી સવારે ચૂંટેલાં ફૂલોને બા થાળીમાં એકઠાં કરતાં. પછી આવનાર દરેકને એ એકઠાં કરેલાં ફૂલો સરખા ભાગે હોંશે હોંશે આપતાં. આ રીતે વાડાનાં ફૂલોનો બા સદુપયોગ કરતાં.
પ્રશ્ન 3.
બા વાડાની સંભાળ લેવા શી શી મહેનત કરતાં?
ઉત્તર :
બા ક્યારામાં પાણી સીંચતાં. છોડને જાતે ગોડ કરતાં. સવારે વહેલા ઊઠીને ભેગું કરેલું છાણ ખાતર તરીકે વાપરતાં. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડા દાબતાં. દરેક છોડની કાળજી લેવામાં બા ખૂબ મહેનત કરતાં.
4. વર્ણન કરોઃ
બાનો વાડો
ઉત્તરઃ
લેખકના ઘર પછવાડે એક વિશાળ વાડો હતો. વાડો બાનું જીવન હતો. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ હતો. વાડા વચ્ચે બાએ જાતે એક માંડવો તૈયાર કર્યો હતો. માંડવા ઉપર કારેલી, કંકોડી જેવાં અનેક પ્રકારના શાકભાજીના વેલા હતા.
વાડામાં રીંગણાં, મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ અને પપૈયાં ઊગતાં. વાડામાં રોપેલાં મોગરો, કાગડી, અમરીચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્યસુંદરી અને પારિજાતનાં ફૂલો સુગંધનો દરિયો રેલાવતાં.
આ ઉપરાંત વાડામાં તુલસી, કરિયાતું, અરડૂસી અને ખરસાડીના ઔષધીય છોડ પણ ઉગાડેલા હતા. સાથે મીઠો લીમડો અને લીંબુ પણ ખરાં. મકાઈ ને ભીંડાના ચાસ પણ હતા. આમ, બાનો વાડો વિશાળ અને વિવિધ વનસ્પતિથી સમૃદ્ધ હતો.
5. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :
પ્રશ્ન 1.
“હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધાં.”
ઉત્તરઃ
આ વાક્ય લેખક પોતાની બા વિશે સ્વગત બોલે છે.
પ્રશ્ન 2.
“વાડો ખુશ અને બા પણ ખુશ.’
ઉત્તરઃ
આ વાક્ય ઘેર જલદી પહોંચીને વાડાની દેખરેખ રાખનારી પોતાની બા વિશે લેખક કહે છે.
પ્રશ્ન 3.
“પેટમાં વીતે છે, તાવ આવે છે.’
ઉત્તરઃ
આ વાક્ય મફતિયા લીંબુ લેવા આવનારા લોકો લેખકની બાને કહે છે.
પ્રશ્ન 4.
બા એ રીતે ભોળી નહિ, ભલી ખરી.”
ઉત્તરઃ
આ વાક્ય લેખક પોતાની બા વિશે કહે છે.
પ્રશ્ન 5.
“ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા.”
ઉત્તરઃ
આ વાક્ય લેખકનાં બાનું જીવનસૂત્ર હતું, એવું લેખક જણાવે છે.
બાનો વાડો વ્યાકરણ
1. નીચેના શબ્દોની જોડણી સુધારોઃ
(1) વ્યતીત્વ
(2) જિવનસ્ત્રોત
(3) નીમીત
(4) સમૃધ્ધિ
(5) બિમારી
(6) જિવનસૂત્ર
(7) ખાત્રીબંધ
(8) નીરિક્ષણ
ઉત્તરઃ
(1) વ્યક્તિત્વ
(2) જીવનસ્ત્રોત
(3) નિમિત્ત
(4) સમૃદ્ધિ
(5) બીમારી
(6) જીવનસૂત્ર
(7) ખાતરીબંધ
(8) નિરીક્ષણ
2. નીચેના શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખો
- દરિયો = સાગર, સમુદ્ર
- સૌરભ = સુગંધ, મહેક
- જાજરમાન = ભવ્ય, શાનદાર
- દમામ = ઠસ્સો, ભપકો
- ખેરાત = દાન, ભેટ
- સ્રોત = ઉદ્ભવ, મૂળ
- ઉદ્યોગ = પ્રવૃત્તિ, ધંધો
- તોતિંગ = મજબૂત, પ્રચંડ
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
- નિરાશા ✗ આશા
- તડકી ✗ છાંયડી
- ઉદ્યમી ✗ આળસુ
- સૂકું ✗ લીલું
- દુખિયારો ✗ સુખિયારો
- મોખરે ✗ આખરે, છેવટે
- હાજર ✗ ગેરહાજર
- ચેન ✗ બેચેન
- નિર્મળ ✗ મલીન
- ભદ્ર ✗ અભદ્ર
4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરોઃ
- ઘરનો મોભ તૂટી પડવો – ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું
વાક્યઃ ઘરનો મોભ તૂટી પડતાં કુટુંબ પર અણધારી આફત આવી પડી. - આંખો ભીની થવી – આંખમાં આંસુ આવવાં
વાક્ય : મહેશને તેનો મૃત ભાઈ યાદ આવતાં તેની આંખો ભીની થઈ ગઈ. - ઊધડો લેવો – ધમકાવવું, ઠપકો આપવો
વાક્ય : સોંપેલું કામ પૂરું ન થતાં શેઠે નોકરનો બરાબર ઊધડો લીધો. - ખેરાત કરવી – દાન આપવું
વાક્ય: રમઝાનના રોજા છૂટતાં મુસ્લિમ બિરાદરો ફકીરોને ખેરાત કરે છે.
5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો:
- ગામઠી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું લાકડું – મોભ
- જેનાથી આપણને જીવન જીવવાનું બળ મળ્યા કરે તે વસ્તુ, વ્યક્તિ કે સ્થળ – જીવનસ્ત્રોત
- દેશી દવા મળવાનું સ્થળ – ઔષધાલય
- જીવનનો મહત્ત્વનો સિદ્ધાંત – જીવનસૂત્ર
6. નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:
(1) નિરંતર ઉદ્યોગ એટલે બા.
(2) કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યાં છે.
(3) તુલસી, કરિયાતું, અરડૂસી, ખરસાડી જ્યારે માગો ત્યારે હાજર!
ઉત્તરઃ
(1) ઉદ્યોગ, બા
(2) કર્મ, ધર્મ
(3) તુલસી, કરિયાતું, અરડૂસી, ખરસાંડી
7. નીચેનાં વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો:
(1) વાડામાં ઔષધીય છોડ પણ મળે જ.
(2) અમારા ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો.
(3) બા માટે વાડો સામાન્ય જગા નથી.
ઉત્તરઃ
(1) ઔષધીય
(2) તોતિંગ
(3) સામાન્ય
8. નીચેનાં વાક્યો છૂટાં પાડી, સાદાં વાક્યો બનાવો અને સંયોજક દર્શાવોઃ
પ્રશ્ન 1.
હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની.
ઉત્તરઃ
(1) હું ધારતો હતો.
(2) હવે બા ભાંગી પડવાની.
સંયોજકઃ કે
પ્રશ્ન 2.
બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ!
ઉત્તરઃ
- બાને પ્રકૃતિમાં ભારે રસ!
- બાને ઝાડપાનમાં ભારે રસ!
- બાને ફળફૂલમાં ભારે રસ! સંયોજક અને
9. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ
ઉદ્યોગ, બાંધો, કર્મ, ઊમટવું, ફળ, કાગડી, કરિયાતું
ઉત્તરઃ
ઉદ્યોગ, ઊમટવું, કરિયાતું, કર્મ, કાગડી, ફળ, બાંધો
બાનો વાડો Summary in Gujarati
પ્રવીણ દરજી [જન્મ ઈ. સ. 1944]
ભાષાસજજતા
સંખ્યાવાચક વિશેષણ નીચેનાં વાક્યો ધ્યાનથી વાંચોઃ
- માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા.
- શેઢા પરથી આકડાનો એક ડોરો ભાંગ્યો.
- મેં બે ખાનાંવાળો ડબો પસંદ કર્યો.
- ચોવીસ કલાકનો રસ્તો હતો.
- ગાંધીજીએ પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું.
આ વાક્યોમાં ત્રણ (પૈસા), એક (ડોરો), બે (ખાનાંવાળો), ચોવીસ કલાક), પાંચ મિનિટ) એ વિશેષણો છે. તે સંજ્ઞાની સંખ્યા દર્શાવે છે. સંજ્ઞાની સંખ્યા દર્શાવતા વિશેષણને “સંખ્યાવાચક વિશેષણ’ કહે છે.
ચાર ચોર, ત્રણ સો માણસો, એકાવન રૂપિયા, બાર ગામ, સોળ વરસ – અહીં ઘાટા અક્ષરે બતાવેલાં પદો સંખ્યાવાચક વિશેષણો છે.
પાઠ્યપુસ્તકમાંથી પાંચ સંખ્યાવાચક વિશેષણ દર્શાવતાં વાક્યો શોધીને લખો:
- જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?
- મારા પાંચ ભાઈઓમાંથી એક જ બી. એ. સુધી પહોંચી શક્યો.
- મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિ. ફાઇનલ માટે બેઠા હતા.
- મારે ત્રણેક લાખ રૂપિયા પૂણે લઈ જવાના હતા.
- ચાર વિદ્યાર્થીઓને ઇનામ મળ્યાં.
અઘરા શબ્દોના અર્થ
- વાડો – ઘર પછવાડેની ખુલ્લી જગા
- નજીક ટૂંકવું – પાસે આવવું
- નિરંતર – હંમેશાં
- ઉદ્યોગ – પ્રવૃત્તિ, કામકાજ
- જાજરમાન – ભવ્ય, પ્રભાવશાળી
- બેઠી દડીનાં – ઠીંગણાં
- દમામદાર – ભપકાદાર, રુઆબદાર
- તડકી – છાંયડી – સુખદુઃખ તોતિંગ
- મોભ – મજબૂત આધાર, (અહીં) ઘરની મુખ્ય વ્યક્તિ
- અખિલાઈ – સમગ્રતા
- ફંગોળાવું – ફેંકાવું
- જીરવી ગઈ – સહન કરી ગઈ
- હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધાં – બધાં દુઃખોને પચાવી ગયાં, દુઃખ કોઈને કળાવા ન દીધું
- કામઢા – ઉદ્યમી, મહેનતુ
- અળપાવા દીધું નહિ – ઝાંખું પડવા દીધું નહિ, ટકાવી રાખ્યું અતિરેક વધારો, (અહીં) સુખનું સ્મરણ થતાં કર્મ અને ધર્મ એક કરી મૂક્યાં
- હતાં – એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું
- જીવનસ્ત્રોત – જીવનનો અખૂટ ભંડાર, જીવનનું ઉદ્ગમસ્થાન
- ઊમટવું – આગળ આવવું, (અહીં) યાદ આવવું
- અમુક – તમુક – થોડી ઘણી
- ભૂલકાં – બાળકો
- ઔષધીય – દવા તરીકેના ગુણો ધરાવતા
- ઔષધાલય – દવાખાનું
- ઇતર – બીજું
- અતીત – ભૂતકાળ, પાછલું જીવન
- વૈભવ – સમૃદ્ધિ
- જિહાગ્રે – જીભના ટેરવે
- ખેરાત – દાન
- ઝુરાપો – વિયોગના કારણે મનમાં સતત રહેતો સંતાપ
- આડેધડ – ફાવે તેમ
- આશકા – દેવની આરતીની જ્યોતિ
- ખેદાનમેદાન – વેરણછેરણ
- કલેશ – દુઃખ, કષ્ટ
- ભદ્ર – સુસંસ્કૃત, શ્રીમંત
- જીવનસૂત્ર – જીવનમંત્ર
- વેળા – સમય, વખત
- ચાકળી – નાની ગાગર ગોડ
- મારે – છોડની આસપાસની માટીને ખરપડીથી ખોદે વરસાદી
- ગાય – ગોકળગાય, ઇન્દ્રગોપ
- ખિદમત – સેવા તૃપ્ત
- થાય – પાણીથી તરબતર થાય
રૂઢિપ્રયોગ
- તડકી છાંયડી જોવી – સુખ અને દુઃખ જોવાં ઘરનો મોભ તૂટી
- પડવો – ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું ભાંગી
- પડવું – (મનથી) નાહિંમત થવું અંદરથી તૂટી
- જવું – હૃદયથી હતાશ થઈ જવું સમય
- જીરવવો – કપરો સમય સહન કરવો આંખો ભીની
- થવી – આંખમાં આંસુ આવવાં અવાજ તરડાઈ
- જવો – ગદ્ગદિત થઈ જવું વાદળ જેવું મન
- થવું – હળવાફૂલ થવું, પ્રસન્ન બની જવું ઉધડો
- લેવો – ધમકાવવું, બરાબરનો ઠપકો આપવો
- છિન્ન – ભિન્ન થઈ
- જવું – વેરણ – છેરણ થઈ જવું
કહેવતા
ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા – ખાધું તે ગુમાવ્યું પણ ખવરાવ્યું તે પ્રાપ્ત કર્યું, પામ્યા. જાતે ઉપભોગ ન કરતાં બીજાને ખવરાવીને રાજી થવા માટેનો મંત્ર (તેન ત્યજોન મુક્ઝિથા:)