Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 આવકારો

Gujarat Board GSEB Std 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 આવકારો Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 2 આવકારો

આવકારો પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“આવકારો” ભજનમાં કવિ દુલા ભાયા કાગે કઈ ભાવના રજૂ કરી છે?
ઉત્તરઃ
“આવકારો ભજનમાં કવિ દુલા ભાયા કાગે અતિથિ સત્કારની ભાવના રજૂ કરી છે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 આવકારો

પ્રશ્ન 2.
“અતિથિ દેવો ભવ’ એટલે શું?
ઉત્તરઃ
‘અતિથિ દેવો ભવ’ એટલે અતિથિ દેવ સમાન છે. એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો આતિથ્યધર્મ છે.

પ્રશ્ન 3.
આપણે આતિથ્યધર્મ કઈ રીતે બજાવવો જોઈએ? – “આવકારો’ ભજનના આધારે સમજાવો.
ઉત્તરઃ
આપણે આંગણે આવનાર અતિથિ દેવ સમાન હોય છે. એને મીઠો આવકાર આપવો જોઈએ. તે પોતાનું હૈયું ખોલીને પોતાનાં દુઃખ કે સંકટની વાત કરવા માગતો હોય આપણે તે આદરપૂર્વક સાંભળવી.

તેના પ્રત્યે સહાનુભૂતિ દશાવી, તેનાં દુઃખ દૂર કરવામાં તેને મદદરૂપ થવું, પણ એની અવગણના કરવી નહિ. આપણે આંગણે આવેલા અતિથિની સાથે બેસીને ભોજન કરવું અને તેને ઝાંપા સુધી આત્મીયતાથી વળાવવા જવું એ જ સાચો અતિથિધર્મ છે.

આવકારો Summary in Gujarati

આવકારો કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 આવકારો 1
દુલા ભાયા કાગ [જન્મ ઈ. સ. 1902, મૃત્યુઃ 1977]

આવકારો’ લોકઢાળમાં રચાયેલું ભજન છે. કવિ કાગે “અતિથિ દેવો ભવની ભાવનાને આ ભજનમાં સુંદર રીતે વણી લીધી છે. આપણે આંગણે આવનાર અતિથિ દેવ સમાન હોય છે. એને મીઠો આવકાર આપવો.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 આવકારો

એ તમારી પાસે હૈયું ખોલીને પોતાનાં દુઃખ જણાવે તો એમને આદરપૂર્વક સાંભળવાં અને દૂર કરવામાં મદદરૂપ થવું. એની અવગણના કરવી નહિ. કવિ આપણને સાચો અતિથિધર્મ સમજાવતાં કહે છે કે અતિથિની સાથે બેસી ભોજન કરવું અને તેને એક ઝાંપા સુધી વળાવવા જવું.

આવકારો કાવ્યની સમજૂતી

તારે આંગણે કોઈ (મહેમાન) પૂછતાં પૂછતાં આવે તો એને મીઠો આવકાર આપજે.

તારી પાસે આવીને કોઈ એનાં દુઃખની વાત કરે તો તું બને એટલું એનું દુઃખ દૂર કરજે. એને મીઠો આવકાર આપજે.

આમ તો માનવીની પાસે માનવીને આવવાની જરૂર પડતી નથી, પણ તને સુખી જોઈને દુઃખી માણસ તારી પાસે કંઈક આશ્વાસન મેળવવાની આશાએ આવે છે. એને મીઠો આવકાર આપજે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 આવકારો 2

એ આવે ત્યારે તેને “તમે કેમ આવ્યા છો?’ એમ ન પૂછતો, પણ એને ધીરે ધીરે પોતાની (હૈયાની) વાત કહેવા દેજે. એને મીઠો આવકાર આપજે.

તેની વાત સાંભળીને તું આડું ન જોતો. તેને માથું હલાવીને તું હોંકારો દેજે. (તેને તું ધ્યાનથી સાંભળજે એમ તેને લાગવું જોઈએ.) એને મીઠો આવકાર આપજે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 આવકારો

કવિ કાગ કહે છે કે તેને તું પાણી પાજે અને તેની સાથે બેસી જમજે. પછી તેને ઝાંપા સુધી મૂકવા જજે. એને મીઠો આવકાર આપજે.

આવકારો શબ્દાર્થ

  • આંગણિયાં – આંગણું, (અહીં) ઘરનું સરનામું.
  • આવકારો – સમ્માન, આદરમાન.
  • સંકટ-મુશ્કેલી.
  • કાપજે – હળવું કરજે.
  • દિવસો દેખીને – (અહીં) તમને સુખી જોઈને.
  • ભેળો બેસી – સાથે બેસી.
  • ઝાંપા સુધી – દરવાજા સુધી.
  • મેલવા – વળાવવા, વિદાય આપવા.

આવકારો રૂઢિપ્રયોગ

  • આંગણિયું પૂછવું – (અહીં) ઘરનું સરનામું પૂછવું.
  • બને તો થોડું કાપવું – બને તો દુઃખ હળવું થાય એવું કરવું.
  • આડું ન જોવું – ઉપેક્ષા ન કરવી.
  • હોંકારો દેવો – જવાબ આપવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *