Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય Textbook Questions and Answers

પરોપકારી મનુષ્ય સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (4) નિશાની કરો :

પ્રશ્ન 1.
આંજણી મટાડવા ડૉક્ટરે સલાહ આપી કે ……………………………….
(A) હું સિંદૂર લગાડીને મટાડીશ.
(B) હું ચંદન લગાડીને ફોડીશ.
(C) આંજણી પાકી જાય એટલે હું નસ્તરથી ફોડીશ.
(D) તુવેરની દાળ લગાડો.
ઉત્તર :
(C) આંજણી પાકી જાય એટલે હું નસ્તરથી ફોડીશ.

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2.
લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી?
(A) વિધવા ફોઈએ
(B) ટપાલીએ
(C) પારસી દોસ્તદારે
(D) મારવાડીએ
ઉત્તર :
(A) વિધવા ફોઈએ

પ્રશ્ન 3.
ગાંધી-વૈદ્યનું સહિયારું એટલે …………………………………………
(A) કોઈને પણ છેતરવા નહિ,
(B) સ્વાર્થ માટે બે વ્યક્તિનું ભેગા થવું.
(C) અહીં ગાંધીજીની વાત છે.
(D) ગાંધીવૈદ્ય એટલે ગાંધીવાદ,
ઉત્તર :
(B) સ્વાર્થ માટે બે વ્યક્તિનું ભેગા થવું.

પ્રશ્ન 4.
આંજણી મટાડવા ટપાલીએ સલાહ આપી કે.
(A) સિંદૂર લગાડો
(B) ચંદન લગાડો
(C) ઠંડી દવા લગાડવી
(D) તુવેરની દાળ ગરમ કરીને લગાડવી
ઉત્તર :
(D) તુવેરની દાળ ગરમ કરીને લગાડવી

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

2. કારણ આપો :

પ્રશ્ન 1.
ફોઈનો ઉપાય લેખકને વધારે ગમ્યો, કારણ કે ……………………………..
ઉત્તર :
લેખકનાં વિધવા ફોઈએ લેખકને ઘી, ખાંડ, લોટનો શીરો બનાવીને ખાવાનો ઉપાય બતાવ્યો. ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતાં તેમને એ ઉપાયનું વાસ્તવિકપણે સમજાયું; તેથી તેમને એ ઉપાય વધારે ગમ્યો.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રએ શું કહ્યું?
ઉત્તર :
લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રએ કહ્યું કે દવા પીધે કંઈ થાય નહિ. તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે આંજણી નરમ પડી જશે.

પ્રશ્ન 2.
લેખકને આંજણી મટાડવા જૂના મુનીમ ને હજામે કયો ઉપાય બતાવ્યો?
ઉત્તર :
લેખકને આંજણી મટાડવા માટે જૂના મુનીમે કેસર ઘોળીને આંજણી ઉપર ચોપડવા કહ્યું. એ જ એનો રામબાણ ઇલાજ છે. હજામે સિંદૂર મંગાવી આંજણી પર દબાઈ દેવાનો ઉપાય બતાવ્યો.

4. નીચેના પ્રશ્નોના પાંચ-છ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ શી સલાહ આપી?
ઉત્તરઃ
લેખકને આંજણી થઈ હતી. તે બજારમાંથી આવતા હતા ત્યાં પાડોશની ચશ્માંની દુકાનના માલિકે એમને દીઠા. તે લેખક પાસે આવ્યા અને કહ્યું, “ભાઈસાહેબ, મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે તે માટે એક ઝાંખાં “ગોગલ્સ’ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો. ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો.”

આમ, લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ ઝાંખાં ગોગલ્સ પહેરવાની સલાહ આપી.

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2.
પરોપકારી મનુષ્યોની સલાહનાં પરિણામ વિશે લખો.
ઉત્તર :
સમાજમાં ઘણા પરોપકારી મનુષ્યો હોય છે. તેઓને કોઈને પણ વણમાગી સલાહ આપવાની આદત હોય છે. તેમની આ આદતથી સલાહ લેનાર વ્યક્તિને ફાયદો થવાને બદલે ઘણી વાર મોટું નુકસાન થતું હોય છે, કારણ કે સલાહ આપનારને જે-તે વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. લેખકે આંજણી મટાડવા લોકોના વણમાગેલા ઉપાય અજમાવ્યા. પરિણામે તેમનું દર્દ વધી ગયું. છેવટે નસ્તર મુકાવવું પડ્યું.

વણમાગી સલાહ સ્વીકારવાને બદલે આપણે જે-તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Std 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય Additional Important Questions and Answers

પરોપકારી મનુષ્ય પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લેખકને આંજણી મટાડવા કોણે કોણે શી શી સલાહ આપી?
ઉત્તર :
લેખકને આંજણી થઈ હતી. દાક્તરે તેમને “તે છેડશો નહિ’ એમ કહ્યું. મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું. દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું. ચશ્માંવાળાએ તેમને “ગોગલ્સ પહેરવાની સલાહ આપી. ઘરના જૂના મુનીમે કેસર ઘોળી ચોપડવા કહ્યું. હજામે આંજણી પર સિંદૂર લગાવવા કહ્યું. ઑફિસના એક ભાઈએ એક ટુચકો બતાવ્યો કે રાત પડે વાંઝણી સ્ત્રીને ઘેર જઈ બારણાં ખખડાવવાં. ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું. ધોબીએ લવિંગ ઘસીને લગાડવા કહ્યું.

પીંજારાએ ઈંડાની સફેદી લગાડવા કહ્યું. ઘરની દળણાવાળીએ આંબલીનો ? કચૂકો ઘસી આંજણી પર વળગાડી દેવાની સલાહ આપી. મારવાડીએ ગોળ ચોંટાડવા કહ્યું. એક મિત્રએ કાંદાનો રસ લગાડવા કહ્યું. ફોઈએ શીરો ખાવા કહ્યું. ટપાલીએ અને વૃદ્ધ માસીએ પણ સલાહ આપી.

આ બધા ઉપાયોથી પીડા વધી. છેવટે દાક્તર પાસે નસ્તર મુકાવ્યું.

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લેખકને શું થયું હતું? ઘરના દાક્તરે તેમને શી સલાહ આપી?
ઉત્તર :
લેખકને આંજણી થઈ હતી. ઘરના દાક્તરે તેમને સલાહ આપી કે આંજણી પર કાંઈ લગાડવાની જરૂર નથી. પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું. તેમણે પીડા થાય તો પીવા માટેની દવા લખી આપી અને શેક કરવા કહ્યું.

પ્રશ્ન 5.
અંતે લેખકને આંજણી કેવી રીતે મટી?
ઉત્તર :
અંતે લેખક પાછા દાક્તરની પાસે ગયા. તેમના આસિસ્ટંટે દવાઓનો ડુંગર સાફ કર્યો. દાક્તરે આંજણી પર નસ્તર મૂક્યું. લેખકને તેનાથી આરામ થયો.

પ્રશ્ન 6.
લેખકને મિલના ભૈયાજીએ શો ઉપાય બતાવ્યો? લેખકે તેનો અમલ કેમ ન કર્યો?
ઉત્તર :
લેખકને મિલના ભૈયાજીએ એક નાનો કટોરો ભાંગ પીવાનો ઉપાય બતાવ્યો. લેખકે તેનો અમલ કર્યો નહિ, કારણ કે તે ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતા ન હતા.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
એક ઈંડું લાવી તેની સફેદી આંજણી પર લગાડવાનો ઉપાય કોણે બતાવ્યો?
ઉત્તરઃ
એક ઈંડું લાવી તેની સફેદી આંજણી પર લગાડવાનો ઉપાય પીંજારાએ બતાવ્યો.

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2.
આંજણી પર સિંદૂર દબાવી દેવાનો ઉપાય કોણે બતાવ્યો?
ઉત્તર :
આંજણી પર સિંદૂર દબાવી દેવાનો ઉપાય હજામે બતાવ્યો.

પ્રશ્ન 3.
આંજણી પર તુવેરની દાળ ગરમ કરીને લગાડવાની સલાહ ? કોણે આપી?
ઉત્તર :
આંજણી પર તુવેરની દાળ ગરમ કરીને લગાડવાની સલાહ ટપાલીએ આપી.

પ્રશ્ન 4.
લેખકની ફોઈએ આંજણી મટાડવા શી સલાહ આપી?
ઉત્તર :
લેખકની ફોઈએ આંજણી મટાડવા શીરો ખાવાની સલાહ આપી.

પ્રશ્ન 5.
છેવટે આંજણી મટાડવા દાક્તરે શું કર્યું?
ઉત્તર :
છેવટે આંજણી મટાડવા દાક્તરે આંજણી પર નસ્તર મૂક્યું.

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 6.
ચશ્માંની દુકાનના માલિકે આંજણીના ઉપાયમાં લેખકને શું લઈ જવા કહ્યું?
ઉત્તર :
ચશ્માંની દુકાનના માલિકે આંજણીના ઉપાયમાં લેખકને ગોગલ્સ લઈ જવા કહ્યું.

પ્રશ્ન 7.
પરોપકારી મનુષ્યો પાઠના લેખક જાહેરમાં કોનો આભાર માને છે?
ઉત્તર :
પરોપકારી મનુષ્યો પાઠના લેખક જાહેરમાં એમના હિતેચ્છુઓનો આભાર માને છે.

પ્રશ્ન 8.
“ભૈયાજી, હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો નથી.’ આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
ભૈયાજી, હું ભાંગ કે બીજો કોઈ કૅફી પદાર્થ પીતો નથી.” આ વાક્ય લેખક બોલે છે.

પ્રશ્ન 9.
“શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર:
“શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.’ આ વાક્ય મારવાડી બોલે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

વ્યાકરણ

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો :

પ્રશ્ન 1.
દોસ્તદાર
(અ) મિત્ર
(બ) શુભેચ્છક
(ક) ફોજદાર
ઉત્તરઃ
(અ) મિત્ર

પ્રશ્ન 2.
હિતેચ્છુ
(અ) મિત્ર
(બ) શુભેચ્છક
(ક) શિક્ષક
ઉત્તરઃ
(બ) શુભેચ્છક

પ્રશ્ન 3.
પગાર
(અ) વાજિંત્ર
(બ) પરસેવો
(ક) વેતન
ઉત્તરઃ
(ક) વેતન

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 4.
ખપ
(અ) કંટાળો
(બ) જરૂર
(ક) તક
ઉત્તરઃ
(બ) જરૂર

પ્રશ્ન 5.
ટુચકો
(અ) અખતરો
(બ) ટૂંકો
(ક) ઠળિયો
ઉત્તરઃ
(અ) અખતરો

પ્રશ્ન 6.
ઇલાજ
(અ) સમસ્યા
(બ) ઉપાય
(ક) આધાર
ઉત્તરઃ
(બ) ઉપાય

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 7.
પીડા
(અ) વેદના
(બ) ટીકા
(ક) પ્રયત્ન
ઉત્તરઃ
(અ) વેદના

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
ભોળું
(અ) હોશિયાર
(બ) કપટી
(ક) મૂર્ખ
ઉત્તર :
(બ) કપટી

પ્રશ્ન 2.
સ્વાર્થ
(અ) નિઃસ્વાર્થ
(બ) અસ્વાર્થ
(ક) વિસ્વાર્થ
ઉત્તર :
(અ) નિઃસ્વાર્થ

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 3.
કાળજી
(અ) સાવધાની
(બ) નિષ્કાળજી
(ક) સકાળજી
ઉત્તર :
(બ) નિષ્કાળજી

પ્રશ્ન 4.
વિધવા
(અ) સધવા
(બ) પત્ની
(ક) સુલોચના
ઉત્તર :
(અ) સધવા

પ્રશ્ન 5.
ઇલાજ
(અ) નાઇલાજ
(બ) હાઇલાજ
(ક) ઇલાજ
ઉત્તર :
(અ) નાઇલાજ
ઉત્તરઃ

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

૩. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) આજણી
(બ) આંજણી
(ક) આંઝણી
ઉત્તરઃ
(અ) આજણી

પ્રશ્ન 2.
(અ) સહીયારું
(બ) પિજારો
(ક) સહિયારું
ઉત્તરઃ
(ક) સહિયારું

પ્રશ્ન 3.
(અ) વાંઝણી
(બ) વાંઝણી
(ક) વાંજણી
ઉત્તરઃ
(બ) વાંઝણી

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 4.
(અ) સિંદુર
(બ) વિલાયત
(ક) પિંજારો
ઉત્તરઃ
(બ) વિલાયત

પ્રશ્ન 5.
(અ) પિજારો
(બ) પીંજારો
(ક) પિઝારો
ઉત્તરઃ
(બ) પીંજારો

પ્રશ્ન 6.
(અ) હીતેષુ
(બ) હીતેચ્છું
(ક) હિતેચ્છુ
ઉત્તરઃ
(ક) હિતેચ્છુ

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 7.
(અ) વાર્થ
(બ) સ્વાર્થ
(ક) સ્વારથ
ઉત્તરઃ
(બ) સ્વાર્થ

પ્રશ્ન 8.
(અ) વિધવા
(બ) શિરો
(ક) હથીયાર
ઉત્તરઃ
(અ) વિધવા

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો
ગોળ, મારવાડી, રામબાણ, આંજણી, કાળજી, કાંદો
ઉત્તર :
આંજણી, કાળજી, કાંદો, ગોળ, મારવાડી, રામબાણ

5. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) આંજણી
(બ) મારવાડી
(ક) ઈંડું
ઉત્તરઃ
(બ) મારવાડી

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) વિલાયત
(બ) કોડી
(ક) ઘી
ઉત્તરઃ
(બ) કોડી

પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ઘી
(બ) ડુંગર
(ક) માસી
ઉત્તરઃ
(અ) ઘી

6. વચન બદલોઃ

પ્રશ્ન 1.
પૂળો
(અ) પૂળા
(બ) પૂળોઓ
(ક) પૂળાઓ
ઉત્તરઃ
(અ) પૂળા

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2.
બારણું
(અ) બારણુંઓ
(બ) બારણાં
(ક) બારણું
ઉત્તરઃ
(બ) બારણાં

પ્રશ્ન 3.
કાંદા
(અ) કાંદુ
(બ) કાંદી
(ક) કાંદો
ઉત્તરઃ
(ક) કાંદો

7. અનુગ શોધોઃ

પ્રશ્ન 1.
મારા દુઃખનો ભાર ઓછો થયો.
ઉત્તરઃ
નો

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2.
તેમનો જાહેરમાં આભાર માનવાની તક લઉં છું.
ઉત્તરઃ
માં, ની

8. નામયોગી શોધોઃ

પ્રશ્ન 1.
વિનય પેન વડે પ્રશ્નોના ઉત્તર લખતો હતો.
ઉત્તર :
વડે

પ્રશ્ન 2.
આંખની બાજુ પર એક નાની ડુંગરી બની રહી હતી.
ઉત્તર :
પર

9. સંધિ છૂટી પાડોઃ

પ્રશ્ન 1.
સ્વાર્થ
(અ) સ્વા + અર્થ
(બ) સ્વ + અર્થ
(ક) સુ + અર્થ
ઉત્તરઃ
સ્વ + અર્થ

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2.
હિતેચ્છુ
(અ) હિત + ઇચ્છુ
(બ) હીત + ઇચ્છુ
(ક) હિતેશ + છું
ઉત્તરઃ
હિત + ઇચ્છુ

10. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો :

પ્રશ્ન 1.
પૂળો મૂકવો
ઉત્તર :
બાળી નાખવો, નષ્ટ કરવો

પ્રશ્ન 2.
કોડીનું ખર્ચ ન હોવું
ઉત્તર :
મફતમાં થવું

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

પ્રશ્ન 1.
જેનો પતિ અવસાન પામ્યો છે તે સ્ત્રી
(અ) વિધવા
(બ) સૌભાગ્યવતી
(ક) શ્રીમતી
ઉત્તરઃ
(અ) વિધવા

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

પ્રશ્ન 2.
પેઢીનો મુખ્ય ગુમાસ્તો
(અ) ચોકીદાર
(બ) મુનીમ
(ક) ચપરાસી
ઉત્તરઃ
(બ) મુનીમ

પરોપકારી મનુષ્ય Summary in Gujarati

પરોપકારી મનુષ્ય પાઠ-પરિચય

વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ (જન્મ: 01 – 08 – 1878, મૃત્યુઃ 07 -12-1958)

કેટલાક લોકોને વણમાગી સલાહ આપવાનું ગમે છે. તેઓ દાવો કરે છે કે તેમનો બતાવેલો ઉપાય જ ઉત્તમ છે. આ હાસ્યનિબંધમાં આવા વણમાગી સલાહ આપનારાઓની સલાહ અનુસરતાં દરદીને આંજણી થાય છે ત્યારે શી દશા થાય છે તેનું હાસ્યપૂર્ણ નિરૂપણ છે. છેવટે દરદીએ નિષ્ણાત દાક્તર પાસે જ જવું પડે છે.

[Some people like to give advice without asking them. They claim that theirs is the best advice. In this humorous essay what happens to the patient when he has a sty, by following the advice of people who give advice without asking them, is expressed in humorous language. At last the patient has to go to an expert doctor for cure.]

પરોપકારી મનુષ્ય શબ્દાર્થ (Meanings)

  • આંજણી – આંખની પાંપણના મૂળ આગળ થતી ફોડલી; sty.
  • પીડા – વેદના; pain.
  • ઉત્તર – જવાબ; answer, reply.
  • ક્રોધે ભરાવું – ગુસ્સે થવું; to be angry.
  • ગાંસડાં ભરીને – ખૂબ; too much.
  • પગાર – વેતન; salary. Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય
  • પૂળો મૂકવો – બાળી નાખવો, નષ્ટ કરવો; to burn, to destroy.
  • ગજવાં ભરવાં – ખૂબ પૈસો ભેગો કરવો; to amass.
  • કોડીનું ખર્ચ ન હોવું – મફતમાં થવું; in free.
    ગાંધી-વૈદ્યનું સહિયારું – કોઈને છેતરવા માટે બે વ્યક્તિનું ભેગા થવું; to get together of two persons to cheat someone.
  • કમિશન – દલાલી, આડત; commission.
  • ચોપડવું – લગાવવું; to paste.
  • એક પ્રકારનું મકાઈ – one kind of corn, jav.
  • ખપ – ઉપયોગ, જરૂ૨; use, necessary.
  • મુનીમ – પેઢીનો મુખ્ય ગુમાસ્તો; chief accountant of the firm.
  • હકીકત – સત્ય, વાસ્તવિકતા; fact, reality, truth.
  • કેસર – એક સુગંધી તેમજ ઔષધિ તરીકે વપરાતી વનસ્પતિ; the saffron plant.
  • ઘોળવું – ઓગાળવું; to melt.
  • ઇલાજ – ઉપાય; cure, remedy.
  • સિંદૂર – પારો, સીસું તથા ગંધકની મેળવણીનો લાલ ભૂકો; vermilion, red lead.
  • ટુચકો – પ્રયોગ, અખતરો; experiment. aisel – Ell; barren or childless woman.
  • ભંગ – ભાંગ, એક પ્રકારનું માદક પીણું; a drink containing hemp.
  • ખેપ -વારો, ફેરો; turn.
  • પીંજારો – રૂ પીંજવાનું કામ કરનાર; a carder.
  • બેઠું – ઈંડું; egg.
  • પરદુઃખભંજન-બીજાનું દુઃખ દૂર કરનાર; a person removing sadness of other.
  • કચૂકો – આંબલી વૃક્ષનું બીજ; tamarind seed.
  • [પૃષ્ઠ 5) દોસ્તદાર – મિત્ર; friend.
  • કાંદો – ડુંગળી; onion.
  • વિધવા – જેનો પતિ અવસાન પામ્યો છે તે સ્ત્રી; widow.
  • ઇંગ્રેજી – અંગ્રેજી; English.
  • સળેખમ – શરદી; cold. Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય
  • વાસ્તવિકપણું – સચ્ચાઈ; reality.
  • નસ્તર – વાઢકાપ કરવાનું હથિયાર; surgical instrument, surgery.
  • આસિસ્ટંટ – મદદનીશ; assistant.
  • હિતેચ્છુ – શુભેચ્છક; well-wisher.

Leave a Comment

Your email address will not be published.