Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 5 તું તારા દિલનો દીવો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 9 Gujarati Textbook Solutions Chapter 5 તું તારા દિલનો દીવો
Class 9 Gujarati Textbook Solutions Chapter 5 તું તારા દિલનો દીવો Textbook Questions and Answers
તું તારા દિલનો દીવો સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (૪) નિશાની કરો :
પ્રશ્ન 1.
આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે?
(A) સૂર્ય, ચંદ્ર, તારા
(B) દીવો, સૂર્ય, ગ્રહો
(C) અગ્નિ, તારા, ગ્રહો
(D) સૂર્ય, દીવો, ગ્રહો
ઉત્તર :
(A) સૂર્ય, ચંદ્ર, તારા
પ્રશ્ન 2.
‘દિલનો દીવો’ કાવ્યમાં ‘કોડિયું તારું કાચી માટીનું’ એટલે ?
(A) કોડિયું ગારાનું બનેલું નથી.
(B) માણસના શરીરની વાત છે.
(C) દિવાળીના કોડિયાની વાત છે.
(D) માત્ર કાચી માટીની જ વાત છે.
ઉત્તર :
(B) માણસના શરીરની વાત છે.
પ્રશ્ન 3.
આ કાવ્યમાં કવિ કયો સંદેશ આપે છે?
(A) પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે.
(B) બીજાના દિલનો દીવો થવાનું કહે છે.
(C) કોડિયાનો દીવો થવાનું કહે છે.
(D) દિવાળીના દીવાની વાત કરે છે.
ઉત્તર :
(A) પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પારકાં તેજ અને છાયા ઉછીનાં લેવાની કવિ કેમ ના પાડે છે?
ઉત્તરઃ
પારકાં તેજ અને છાયા ખૂટી જાય છે અને માત્ર તેના પડછાયા જ રહી જાય છે. તેથી કવિ પારકાં તેજ અને છાયા ઉછીનાં લેવાની ના પાડે છે.
પ્રશ્ન 2.
કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કેમ કરે છે?
ઉત્તરઃ
આત્માનો દીવો એટલે આત્મશક્તિ. વ્યક્તિ આત્મશક્તિ વડે જ આગળ વધી શકે છે. તેથી કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કરે છે.
3. નીચેના પ્રશ્નનો છ-સાત વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
માણસમાં રહેલી અસીમ શક્યતાઓને કાવ્યના આધારે વ્યક્ત કરો.
ઉત્તરઃ
માણસમાં અસીમ શક્તિ રહેલી છે. તે તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ આગળ વધી શકે છે. તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે છે. એટલે માણસે પોતાના દિલનો દીવો થવાની જરૂર છે. પારકી મદદ તેને બહુ ઉપયોગી નીવડતી નથી. આથી દરેકે પોતાની ભીતરની શક્તિઓને ઓળખીને તેના બળે જ આગળ વધવું જોઈએ. આભમાં ભલે સૂરજ-ચંદ્રનું ભરપૂર તેજ હોય; પરંતુ જ્યાં સુધી આપણે આપણું તેજ પ્રગટાવીશું નહિ ત્યાં સુધી તે આપણા ખપનું નથી.
Std 9 Gujarati Textbook Solutions Chapter 5 તું તારા દિલનો દીવો Additional Important Questions and Answers
તું તારા દિલનો દીવો પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો 8
પ્રશ્ન 1.
“તું તારા દિલનો દીવો થા’ એટલે શું?
ઉત્તરઃ
“તું તારા દિલનો દીવો થા’ એટલે મનુષ્ય પોતાના બળે જ આગળ વધવાનું છે. તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ તે આગળ વધી શકે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
આત્માનો દીવો એટલે શું?
ઉત્તરઃ
આત્માનો દીવો એટલે આત્મશક્તિ.
પ્રશ્ન 2.
આભમાં તેજ કોણ પ્રગટાવે છે?
ઉત્તર :
આભમાં તેજ સૂર્ય, ચંદ્ર અને તારા પ્રગટાવે છે.
પ્રશ્ન 3.
સૂરજ, ચંદ્ર અને તારા ક્યાં છે?
ઉત્તરઃ
સૂરજ, ચંદ્ર અને તારા આભમાં છે.
પ્રશ્ન 4.
શું ખૂટી જાય છે?
ઉત્તર :
પારકાં તેજ અને છાયા ખૂટી જાય છે.
પ્રશ્ન 5.
આ કાવ્યમાં “કોડિયું એટલે શું?
ઉત્તરઃ
આ કાવ્યમાં કોડિયું એટલે આપણું શરીર.
વ્યાકરણ (Vyakaran)
1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
આભ
(અ) લાભ
(બ) આકાશ
(ક) ધરા
ઉત્તરઃ
(બ) આકાશ
પ્રશ્ન 2.
દિલ
(અ) હૃદય
(બ) અવયવ
(ક) વ્યવહાર
ઉત્તરઃ
(અ) હૃદય
પ્રશ્ન 3.
તેજરાયા
(અ) લિસોટા
(બ) પ્રકાશ
(ક) તારા
ઉત્તરઃ
(ક) તારા
2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
કાચું
(અ) પાકું
(બ) બેસ્વાદ
(ક) નકામું
ઉત્તરઃ
(અ) પાકું
પ્રશ્ન 2.
પોતાનાં
(અ) અંગત
(બ) સ્વાર્થી
(ક) પરાયાં
ઉત્તરઃ
(ક) પરાયાં
પ્રશ્ન 3.
પ્રગટાવવું
(અ) સર્જવું
(બ) ઓલવવું
(ક) નાખવું
ઉત્તરઃ
(બ) ઓલવવું
3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો
પ્રશ્ન 1.
(અ) સાયા
(બ) છાયા
(ક) છાઆ
ઉત્તરઃ
(બ) છાયા
પ્રશ્ન 2.
(અ) કોડિયું
(બ) દીલ
(ક) દિવો
ઉત્તરઃ
(અ) કોડિયું
પ્રશ્ન 3.
(અ) દીવેલ
(બ) દિવેલ
(ક) દીવલ
ઉત્તરઃ
(બ) દિવેલ
4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
દિલ, દીવો, તેજ, આભ, કોડિયું, છાયા
ઉત્તરઃ
આભ, કોડિયું, છાયા, તેજ, દિલ, દીવો
5. લિંગ શબ્દ ઓળખાવો
પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) છાયા
(બ) દીવો
(ક) આકાશ
ઉત્તરઃ
(બ) દીવો
પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) આભ
(બ) તેજ
(ક) શક્તિ
ઉત્તરઃ
(ક) શક્તિ
પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) કોડિયું
(બ) ચંદ્ર
(ક) છાયા
ઉત્તરઃ
(અ) કોડિયું
6. વચન બદલો: (1) દીવો
પ્રશ્ન 1.
(અ) દીવું
(બ) દીવા
(ક) દીવી
ઉત્તરઃ
(બ) દીવા
પ્રશ્ન 2.
કોડિયું
(અ) કોડિયાં
(બ) કોડીઓ
(ક) કોડિયાંઓ
ઉત્તરઃ
(અ) કોડિયાં
7. અનુગ શોધો:
પ્રશ્ન 1.
આભમાં સૂરજ, ચંદ્ર અને તારા છે.
ઉત્તરઃ
માં
પ્રશ્ન 2.
તું તારા દિલનો દીવો થા.
ઉત્તરઃ
નો
તું તારા દિલનો દીવો Summary in Gujarati
તું તારા દિલનો દી (કાવ્ય) કાવ્ય-પરિચય
ભોગીલાલ ચુનીલાલ ગાંધી ‘ઉપવાસી’ (જન્મઃ 26 -01 – 1911, મૃત્યુઃ 10-07-2001
આ કાવ્ય આપણાં બધાં માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. તારો ઉદ્ધારક બન. પારકાં પાસેથી લીધેલાં તેજ અને મદદ આપણને આપણા વિકાસમાં બહુ ઉપયોગી નીવડતાં નથી. તે તો ખૂટી જાય છે. તેથી આપણે આપણી ભીતરની શક્તિઓને ઓળખીને વિકસાવવી જરૂરી છે. તેનાથી જ આપણું કલ્યાણ થશે.
[This poem is very inspiring to all of us. ‘Be your own ‘guru’ (teacher-lifter)’. The light and help borrowed from others may not be very useful to us in our progress. It will be finished. So, it is necessary for us to know our inner strengths and develop them. It will be well-being for us.]
કાવ્યની સમજૂતી
ઓ ભાઈ ! તું તારા દિલનો દીવો થા ને! (તું તારો ઉદ્ધારક બન.) પારકાં તેજ અને છાયા રખે તું ઉછીનાં લેતો. (કારણ કે) એ ઉછીનાં લીધેલાં (તેજ અને છાયા) ખૂટી જશે (અને) પડછાયા રહી જશે. (કંઈ નહિ મળે.)
ઓ ભાઈ ! તું તારા દિલનો દીવો થા ને!
[O Brother! Be a lamp of your own heart. (Be your own ‘guru’.) Don’t borrow light and shadė (protection) from others, because the borrowed (light and shade) will be finished and shade will remain. (You will get nothing.)
O Brother! Be a lamp of your own heart. (Be your own ‘guru’.)]
તારું કોડિયું કાચી માટીનું (છે), (તેમાં) તેલ-દિવેલ છુપાયાં (છે). નાની સળી અડી ન અડી ને (તરત જ) દીવો પ્રગટશે.
ઓ ભાઈ ! તું તારા દિલનો દીવો થા. (તું તારો ઉદ્ધારક બન.)
[Your vessel (lamp) is made of raw soil. Oil is hidden in it. As soon as a small match-stick touches, the lamp will be lighted.
O Brother! Be a lamp of your own heart. (Be your own ‘guru’.)]
આભમાં સૂરજ, ચંદ્ર અને મોટા મોટા તેજરાયા (છે), (પરંતુ) તારા આત્માનો દીવો પેટવવા તારા વિના બધા પરાયા છે ! (તું જ તે પેટાવી શકીશ.).
ઓ ભાઈ ! તું તારા દિલનો દીવો થા. (તું તારો ઉદ્ધારક બન.)
(There are the sun, the moon and large stars in the sky, (but) to lighten your soul lamp, all are others, (useless) without you! (You yourself can lighten it.)
O Brother ! Be a lamp of your own heart. (Be your own ‘guru’.)]
તું તારા દિલનો દીવો શબ્દાર્થ (Meanings)
- દિલ – હૃદય; heart.
- દીવો –દીપ; lamp,
- ઉછીનાં લેવાં – ઉધાર લેવું; to borrow.
- પારકાં – બીજાનાં; others.
- તેજ – પ્રકાશ; light.
- છાયા – છાંયડો, રક્ષણ, પડછાયા; shade, protection.
- ખૂટી જશે – પૂરાં થઈ જશે; will be finished.
- ભાયા-ભાઈ; brother.
- કોડિયું – માટીનું નાનું શકોરું; a small
- સળી – દીવાસળી; match-stick.
- પ્રગટવું – સળગવું; to be lighted.
- આભમાં – આકાશમાં; in the sky.
- જરાયા – પ્રકાશના રાજાઓ, તારાઓ; the kings of light, stars.
- આતમ – આત્મા; soul.
- સર્વ– બધા; all.
- પરાયાં – પારકાં; others.