Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર Important Questions and Answers.
GSEB Class 10 Social Science Important Questions Chapter 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
વ્યાપાર પ્રવૃત્તિ ……………………….. પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે.
A. પહેલા
B. બીજા
C. ત્રીજા
ઉત્તરઃ
C. ત્રીજા
પ્રશ્ન 2.
………………………….. લોકો સારા પર્વતારોહકો છે.
A. ભોટિયા
B. નેપાળી
C. ભૈયાજી
ઉત્તરઃ
A. ભોટિયા
પ્રશ્ન 3.
રણપ્રદેશમાં ………………………. શ્રેષ્ઠ બોજવાહક છે.
A. ખચ્ચર
B. ઊંટ
C. હાથી
ઉત્તરઃ
B. ઊંટ
પ્રશ્ન 4.
ભારતની સડકપ્રણાલી વિશ્વની …………………… નંબરની સડક પ્રણાલી છે.
A. ચોથા
B. ત્રીજા
C. બીજા
ઉત્તરઃ
B. ત્રીજા
![]()
પ્રશ્ન 5.
રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી …………………………… ની છે.
A. કેન્દ્ર સરકાર
B. જિલ્લા પંચાયત
C. રાજ્ય સરકાર
ઉત્તરઃ
A. કેન્દ્ર સરકાર
પ્રશ્ન 6.
……………………….. નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.
A. 3
B. 8
C. 44.
ઉત્તરઃ
C. 44.
પ્રશ્ન 7.
રાષ્ટ્રીય ધોરી માર્ગ – 44 ………………………. થી કન્યાકુમારી સુધી જાય છે.
A. દિલ્લી
B. શ્રીનગર
C. અમૃતસર
ઉત્તરઃ
B. શ્રીનગર
પ્રશ્ન 8.
ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણી …………………….. દ્વારા કરવામાં આવે છે.
A. જિલ્લા પંચાયતો
B. તાલુકા પંચાયતો
C. ગ્રામપંચાયતો
ઉત્તરઃ
C. ગ્રામપંચાયતો
પ્રશ્ન 9.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ………………………. પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
A. શહેરી
B. ગ્રામીણ
C. શહેરી અને ગ્રામીણ
ઉત્તરઃ
B. ગ્રામીણ
પ્રશ્ન 10.
સરહદ માર્ગ સંસ્થાન(Border Road Organization)ની સ્થાપના ઈ. સ. ……………………….. માં કરવામાં આવી.
A. 1950
B. 1955
C. 1960.
ઉત્તરઃ
C. 1960.
![]()
પ્રશ્ન 11.
…………………………….. દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવાં કાર્યો કરે છે.
A. સરહદ માર્ગ સંસ્થાન
B. દુર્ગમ ક્ષેત્ર સંસ્થાન
C. સરહદ પરિવહન સંસ્થાન
ઉત્તરઃ
A. સરહદ માર્ગ સંસ્થાન
પ્રશ્ન 12.
…………………….. ને કુતગતિ માર્ગ પણ કહે છે.
A. રાષ્ટ્રીય ધોરી માર્ગ
B. એક્સપ્રેસ હાઈવે
C. સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ
ઉત્તરઃ
B. એક્સપ્રેસ હાઈવે
પ્રશ્ન 13.
ગુજરાતમાં અમદાવાદથી …………………………. સુધી એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે.
A. મુંબઈ
B. વડોદરા
C. પાલનપુર
ઉત્તરઃ
B. વડોદરા
પ્રશ્ન 14.
રેલમાર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન ………………………. છે.
A. ત્રીજું
B. પ્રથમ
C. બીજું
ઉત્તરઃ
C. બીજું
પ્રશ્ન 15.
રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન …………………….. છે.
A. પહેલું
B. બીજું
C. ત્રીજું
ઉત્તરઃ
A. પહેલું
પ્રશ્ન 16.
ભારતમાં સૌપ્રથમ રેલવે ઈ. સ. 1853માં મુંબઈથી ……………………… વચ્ચે શરૂ થઈ.
A. સોલાપુર
B. થાણા
C. નાગપુર
ઉત્તરઃ
B. થાણા
પ્રશ્ન 17.
………………………….. થી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે.
A. દિબ્રુગઢ
B. કોલકાતા
C. ગંગટોક
ઉત્તરઃ
A. દિબ્રુગઢ
![]()
પ્રશ્ન 18.
દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ‘…………………………’ એક્સપ્રેસ તરીકે જાણીતો છે.
A. વિવેક
B. અશોક
C. મહાત્મા
ઉત્તરઃ
A. વિવેક
પ્રશ્ન 19.
ભારતને લગભગ ……………………… કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે.
A. 6050
B. 6518
C. 7516
ઉત્તરઃ
C. 7516
પ્રશ્ન 20.
ભારતના દરિયાકિનારા પર …………………………. મુખ્ય બંદરો આવેલાં છે.
A. 18
B. 13
C. 20
ઉત્તરઃ
B. 13
પ્રશ્ન 21.
ગુજરાતને આશરે ……………………… કિમી જેટલો દરિયાકિનારો મળ્યો છે.
A. 1600
B. 2010
C. 1480
ઉત્તરઃ
A. 1600
પ્રશ્ન 22.
ગુજરાતમાં ……………………… સૌથી મોટું બંદર છે.
A. ભાવનગર
B. કંડલા
C. વેરાવળ
ઉત્તરઃ
B. કંડલા
પ્રશ્ન 23.
ગુજરાતમાં ………………….. ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું એકમાત્ર બંદર છે.
A. વેરાવળ
B. ભાવનગર
C. કંડલા
ઉત્તરઃ
B. ભાવનગર
પ્રશ્ન 24.
ગુજરાતમાં …………………….. બારે માસ ખુલ્લું રહેતું બંદર છે.
A. પોરબંદર
B. ઓખા
C. પોશિત્રા
ઉત્તરઃ
A. પોરબંદર
પ્રશ્ન 25.
ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે ………………………. થી નૈની સુધી થઈ હતી.
A. લખનઉ
B. પટના
C. અલાહાબાદ
ઉત્તરઃ
C. અલાહાબાદ
પ્રશ્ન 26.
ભારતમાં ……………………. જેટલાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
A. 21
B. 18
C. 15.
ઉત્તરઃ
C. 15.
પ્રશ્ન 27.
……………………………. હેલિકોપ્ટર નામની સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકૉપ્ટર સેવા આપે છે.
A. વાયુહંસ
B. પવનહંસ
C. કમલહંસ
ઉત્તરઃ
B. પવનહંસ
પ્રશ્ન 28.
ભારતમાં આશરે ……………………… જેટલા રજુ માર્ગો છે.
A. 100
B. 200
C. 300
ઉત્તરઃ
A. 100
![]()
પ્રશ્ન 29.
ઈ-મેલ, ઈ-કૉમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગેરે ………………….. ને કારણે ઝડપી બન્યાં છે.
A. ઇન્ટરનેટ
B. ટેલિફોન ઓ
C. હવાઈ સેવા
ઉત્તરઃ
A. ઇન્ટરનેટ
પ્રશ્ન 30.
………………………… દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે.
A. પ્રચારભારતી
B. આકાશભારતી
C. પ્રસારભારતી
ઉત્તરઃ
C. પ્રસારભારતી
પ્રશ્ન 31.
………………….. ની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગ ખોદી, માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દગંત પૂરું પાડ્યું. (August 20)
A. કોંકણ
B. વિવેક
C. હિમસાગર
ઉત્તર:
A. કોંકણ
પ્રશ્ન 32.
ભારતમાં આજે આકાશવાણીનાં ……………………… જેટલાં સ્ટેશનો છે.
A. 415
B. 450
C. 460
ઉત્તર:
A. 415
પ્રશ્ન 33.
આકાશવાણી દ્વારા ……………………….. ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે.
A. 23
B. 28
C. 18
ઉત્તર:
A. 23
પ્રશ્ન 34.
વ્યાપારતુલાને હકારાત્મક બનાવવા સરકારે …………………….પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
A. સ્ટાર્ટ અપ ઇન્ડિયા
B. મેક ઇન ઇન્ડિયા
C. ડિજિટલ ઇન્ડિયા
ઉત્તર:
B. મેક ઇન ઇન્ડિયા
પ્રશ્ન 35.
એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને ……………….. કહે છે.
A. સ્થળાંતર
B. પરિવહન
C. વાહનવ્યવહાર
ઉત્તર:
B. પરિવહન
પ્રશ્ન 36.
ભારતે અવકાશ સંશોધનક્ષેત્રે ……………………. તરતા મૂક્યા છે.
A. ઉપગ્રહો
B. અવકાશયાનો
C. નવ ગ્રહો
ઉત્તર:
A. ઉપગ્રહો
પ્રશ્ન 37.
માલસામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે ……………………… .
A. રેલમાર્ગ
B. હવાઈ માર્ગ
C. સડકમાર્ગ
ઉત્તર:
C. સડકમાર્ગ
![]()
પ્રશ્ન 38.
અમદાવાદથી …………………… મેટ્રોરેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે.
A. રાજકોટ
B. વડોદરા
C. ગાંધીનગર
ઉત્તર:
C. ગાંધીનગર
પ્રશ્ન 39.
ગુજરાતમાં ……………………. સૌથી મોટું રેલવે સ્ટેશન છે.
A. અમદાવાદ
B. જામનગર
C. ભાવનગર
ઉત્તર:
A. અમદાવાદ
પ્રશ્ન 40.
ગુજરાતમાં જૂનાગઢમાં …………………… ખાતે પણ ર માર્ગની કામગીરી ચાલુ થઈ ગઈ છે.
A. પાવાગઢ
B. ગિરનાર
C. પાલિતાણા
ઉત્તર:
B. ગિરનાર
પ્રશ્ન 41.
પંજાબને દરિયાકિનારો મળ્યો નથી તેથી તે ………………….. ગુજરાતમાંથી આયાત કરે છે.
A. માછલાં
B. મોતી
C. મીઠું
ઉત્તર:
C. મીઠું
પ્રશ્ન 42.

અહીં દર્શાવેલ પરિવહનનું પ્રમાણ દર્શાવતા વર્તુળનો આલેખ જોતાં હવાઈ માર્ગ ……………… % છે. (August 20)
A. 12 %
B. 6 %
C. 13 %
ઉત્તર :
B. 6 %
પ્રશ્ન 43.
ભારતમાં ક્યા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી?
A. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના
B. સમ્રાટ અશોક અને સમુદ્રગુપ્ત મૌર્યના
C. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમુદ્રગુપ્ત મૌર્યના
D. સ્કંદગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના
ઉત્તર:
A. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના
પ્રશ્ન 44.
ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
A. ગુવાહાટીથી કન્યાકુમારી
B. જમ્મુથી કન્યાકુમારી
C. કોલકાતાથી ચેન્નઈ
D. શ્રીનગરથી કન્યાકુમારી
ઉત્તર:
D. શ્રીનગરથી કન્યાકુમારી
પ્રશ્ન 45.
સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં ક્યા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી?
A. અમદાવાદ
B. દિલ્લી
C. મુંબઈ
D. ચેન્નાઈ
ઉત્તર:
A. અમદાવાદ
![]()
પ્રશ્ન 46.
ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે?
A. ઈ. સ. 2009માં
B. ઈ. સ. 2011માં
C. ઈ. સ. 2014માં
D. ઈ. સ. 2015માં
ઉત્તર:
B. ઈ. સ. 2011માં
પ્રશ્ન 47.
જનસંખ્યાની દષ્ટિએ નીચેના પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની સંખ્યા વધારે છે?
A. ગોવા
B. મધ્ય પ્રદેશ
C. રાજસ્થાન
D. ગુજરાત
ઉત્તર:
A. ગોવા
પ્રશ્ન 48.
બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

A. રાષ્ટ્રીય ધોરી માર્ગ
B. રાજ્ય ધોરી માર્ગ
C. ગ્રામીણ માર્ગ
D. એક્સપ્રેસ ધોરી માર્ગ
ઉત્તર:
B. રાજ્ય ધોરી માર્ગ
પ્રશ્ન 49.
બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

A. ગ્રામીણ માર્ગ
B. જિલ્લા માર્ગ
C. રાજ્ય ધોરી માર્ગ
D. સરહદી માર્ગ
ઉત્તર:
A. ગ્રામીણ માર્ગ
પ્રશ્ન 50.
બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

A. એક્સપ્રેસ ધોરી માર્ગ
B. સરહદી માર્ગ
C. જિલ્લા માર્ગ નવાગામ
D. ગ્રામીણ માર્ગ
ઉત્તર:
D. ગ્રામીણ માર્ગ
પ્રશ્ન 51.
બાજુમાં દર્શાવેલ નિશાની કઈ સડક યોજનાની છે?

A. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની
B. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની
C. એક્સપ્રેસ ધોરી માર્ગ યોજનાની
D. રાષ્ટ્રીય ગ્રામ સડક યોજનાની
ઉત્તર:
B. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની
પ્રશ્ન 52.
ગુજરાતમાં કયાં શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરી માર્ગ આવેલો છે?
A. અમદાવાદ – વડોદરા
B. અમદાવાદ – પાલનપુર
C. વડોદરા – સુરત
D. અમદાવાદ – સુરત
ઉત્તર:
A. અમદાવાદ – વડોદરા
પ્રશ્ન 53.
ભારતનો પ્રથમ રેલમાર્ગ કયાં સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો?
A. દિલ્લી અને આગરા
B. કોલકાતા અને પોર્ટ ડાયમંડ
C. મુંબઈ અને થાણા
D. ચેન્નઈ અને કાંચીપુરમ્
ઉત્તર:
C. મુંબઈ અને થાણા
પ્રશ્ન 54.
કયા રેલમાર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દષ્ટાંત પૂરું પાડ્યું છે?
A. ઉધમપુર રેલમાર્ગે
B. દિબ્રુગઢ રેલમાર્ગે
C. કોંકણ રેલમાર્ગે
D. દાર્જિલિંગ રેલમાર્ગે
ઉત્તર:
C. કોંકણ રેલમાર્ગે
![]()
પ્રશ્ન 55.
ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે?
A. રાજકોટથી ગુવાહાટી
B. દિલ્લીથી કન્યાકુમારી
C. દિબ્રુગઢથી કન્યાકુમારી
D. મુંબઈથી કોલકાતા
ઉત્તર:
C. દિબ્રુગઢથી કન્યાકુમારી
પ્રશ્ન 56.
વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે?
A. જમ્મુથી કોલકાતા
B. દિબ્રુગઢથી કન્યાકુમારી
C. કોલકાતાથી ચેન્નઈ
D. ગુવાહાટીથી કન્યાકુમારી
ઉત્તર:
B. દિબ્રુગઢથી કન્યાકુમારી
પ્રશ્ન 57.
દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજુ માર્ગ (રોપ-વે) આવેલો છે?
A. આનેમલાઈ
B. નીલગિરિ
C. કાર્ડમાં
D. મહાદેવ
ઉત્તર:
A. આનેમલાઈ
પ્રશ્ન 58.
ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રજુ માર્ગ (રોપ-વે) આવેલો છે?
A. વણાકબોરી
B. આહવા
C. સાપુતારા
D. છોટા ઉદેપુર
ઉત્તર:
C. સાપુતારા
પ્રશ્ન 59.
રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે?
A. બ્રહ્મપુત્ર
B. ગંગા
C. ગોદાવરી
D. કૃષ્ણા
ઉત્તર:
A. બ્રહ્મપુત્ર
પ્રશ્ન 60.
રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે?
A. કૃષ્ણા
B. કાવેરી
C. ગંગા
D. બ્રહ્મપુત્ર
ઉત્તર:
C. ગંગા
પ્રશ્ન 61.
ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયાં સ્થળો વચ્ચે આવેલો છે?
A. ધૂસ્ત્રી – સાદિયા
B. હલ્દિયા – અલાહાબાદ
C. ગોએનખલી – તાલચેર
D. કાકીનાડા – પુડુચેરી
ઉત્તર:
B. હલ્દિયા – અલાહાબાદ
પ્રશ્ન 62.
બ્રહ્મપુત્ર નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 ક્યાં સ્થળો વચ્ચે આવેલો છે?
A. ગોએનખલી – તાલચેર
B. હલ્દિયા – અલાહાબાદ
C. ધૂબ્રી – સાદિયા
D. કાકીનાડા – પુડુચેરી
ઉત્તર:
C. ધૂબ્રી – સાદિયા
પ્રશ્ન 63.
કયા કારણે ઇ-મેઇલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઝડપી બન્યાં છે?
A. કયૂટર
B. ઇન્ટરનેટ
C. ટેલિફોન
D. સ્માર્ટ ફોન
ઉત્તર:
B. ઇન્ટરનેટ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
વ્યાપાર પ્રવૃત્તિ બીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો સામાન ઊંચકવાનું કામ કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 3.
ભોટિયા લોકો સારા પર્વતારોહકો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 4.
રણપ્રદેશમાં હાથી શ્રેષ્ઠ બોજવાહક છે.
ઉત્તર:
ખોટું
![]()
પ્રશ્ન 5.
ભારતની સડકપ્રણાલી વિશ્વની ત્રીજી મોટી પ્રણાલિકા છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 6.
રાષ્ટ્રીય ધોરી માર્ગોના નિર્માણની જવાબદારી રાજ્ય સરકારની છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 7.
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 44 દેશમાં સૌથી લાંબો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 8.
ગુજરાતમાંથી 27, 41, 47, 48 અને 151 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 9.
દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ કરવા માટે સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના ઈ. સ. 1960માં કરવામાં આવી.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 10.
રાષ્ટ્રીય ધોરી માર્ગને તૃતગતિ માર્ગ પણ કહેવાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 11.
રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજું છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 12.
ભારતમાં સૌપ્રથમ રેલવે ઈ. સ. 1958માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 13.
કોંકણની રેલવે ઇજનેરી કૌશલ્યનો શ્રેષ્ઠ નમૂનો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 14.
દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 15.
દિબ્રુગઢથી કન્યાકુમારીનો રેલમાર્ગ ‘ભારત એક્સપ્રેસ’ તરીકે જાણીતો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 16.
રાષ્ટ્રીય જળમાર્ગ 1 બ્રહ્મપુત્ર નદીનો જળમાર્ગ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 17.
રાષ્ટ્રીય જળમાર્ગ 2 ગંગા નદીનો જળમાર્ગ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 18.
ભારત લગભગ 7516 કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે.
ઉત્તર:
ખરું
![]()
પ્રશ્ન 19.
ભારતના દરિયાકિનારા પર 13 મુખ્ય બંદરો અને 200 જેટલાં નાનાં બંદરો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 20.
ગુજરાતને આશરે 1600 કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 21.
ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 22.
કંડલા ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 23.
વેરાવળ બારે માસ ખુલ્લું રહેતું બંદર છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 24.
ભારતમાં 12 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 25.
પવનહંસ હેલિકૉપ્ટર નામની સંસ્થા ONGCને અને કેન્દ્ર સરકારને હેલિકૉપ્ટર સેવા આપે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 26.
અસમના નાહર-કોટિયાથી નૂનમતી-બરોની સુધી ખનીજ તેલની પાઇપલાઇન છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 27.
ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા સુધી ખનીજ તેલની પાઇપલાઇન છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 28.
ભારતમાં આશરે 100 જેટલા રજુ માગો છે.
ઉત્તર:
ખરું
![]()
પ્રશ્ન 29.
ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રોપ-વે સેવાઓ ઉપલબ્ધ છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 30.
દેશમાં આજે આકાશવાણીનાં 541 જેટલાં સ્ટેશનો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 31.
પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 32.
આકાશવાણી 30 ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 33.
વ્યાપારતુલા હકારાત્મક બને એ માટે સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 34.
ભારતે છોડેલા ‘ઇન્ડિયા નેશનલ સેટેલાઈટ’ માત્ર હવામાન તથા – ‘ચક્રવાત જેવી આફતની ચેતવણી માટે જ છે. (March 20)
ઉત્તરઃ
ખોટું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
શાની શોધ થયા પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો ?
ઉત્તર:
ખેતીની
પ્રશ્ન 2.
કયા લોકો સારા પર્વતારોહકો પણ છે?
ઉત્તર:
ભોટિયા
પ્રશ્ન 3.
દરિયાકિનારે કે નદી ઊંડી હોય અને બારે માસ પાણી વહેતું હોય ત્યાં પરિવહન તરીકે શાનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
જહાજનો કે હોડીનો
પ્રશ્ન 4.
રાષ્ટ્રીય ધોરી માર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે?
ઉત્તર:
શ્રીનગરથી કન્યાકુમારી
![]()
પ્રશ્ન 5.
કઈ યોજના દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા શહેરોને જોડે છે?
ઉત્તર:
સ્વર્ણિમ ચતુર્ભુજ
પ્રશ્ન 6.
કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે?
ઉત્તર:
સરહદ માર્ગ સંસ્થાન
પ્રશ્ન 7.
ઈ. સ. 1853માં કયાં શહેરો વચ્ચે રેલવે શરૂ થઈ?
ઉત્તર:
મુંબઈ અને થાણા
પ્રશ્ન 8.
કોલકાતા, દિલ્લી અને જયપુર શહેરોમાં કઈ રેલ પણ જોવા મળે છે?
ઉત્તર:
મેટ્રોરેલ
પ્રશ્ન 9.
કયાં સ્થળોને જોડતો રેલમાર્ગ “વિવેક એક્સપ્રેસ’ તરીકે જાણીતો છે?
ઉત્તર:
દિબ્રુગઢથી કન્યાકુમારી
પ્રશ્ન 10.
કઈ સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકૉપ્ટર સેવા આપે છે?
ઉત્તર:
પવનહંસ હેલિકોપ્ટર
પ્રશ્ન 11.
ઈ-મેલ, ઈ-કોમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યાં છે?
ઉત્તર:
ઈન્ટરનેટને કારણે
પ્રશ્ન 12.
ગુજરાતનું ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું બંદર કયું છે?
ઉત્તર:
ભાવનગર
પ્રશ્ન 13.
શું હકારાત્મક બનાવવા સરકારે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ શરૂ છે?
ઉત્તર:
વ્યાપારતુલા
પ્રશ્ન 14.
એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે, તો તેને ક્યા પ્રકારની વ્યાપાર-પ્રણાલી કહી શકાય? (March 20)
ઉત્તર:
આંતરરાષ્ટ્રીય વ્યાપાર-પ્રણાલી પ્રશ્ન
નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
પ્રશ્ન 1.
પરિવહનના વિવિધ લાભો જણાવો.
ઉત્તર:
પરિવહનના વિવિધ લાભો નીચે મુજબ છે :
- પરિવહન દ્વારા દેશના કુદરતી સંસાધનોનો પૂરો ઉપયોગ કરીને દેશનો આર્થિક વિકાસ સાધી શકાય છે.
- પરિવહન દ્વારા ઉદ્યોગોને કાચો માલ પહોંચાડી શકાય છે અને તેમાં તૈયાર થતા પાકા માલને બજારમાં પહોંચાડી શકાય છે, જેથી દેશના આર્થિક વિકાસને વેગ મળે છે.
- પરિવહનથી લોકો દેશમાં સરળતાથી અને ઝડપથી આવન-જાવન કરી શકે છે.
- પરિવહનથી દેશના પ્રદેશોને એકબીજા સાથે સાંકળી શકાય છે.
- પરિવહનથી લોકો એકબીજાની સમીપ આવે છે, તેથી તેનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે છે.
- પરિવહનથી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓને વેગ મળે છે.
- પરિવહનથી ગ્રામ્ય ઉત્પાદનોનો લાભ શહેરી લોકોને અને શહેરી ઉત્પાદનોનો લાભ ગ્રામવાસીઓને મળે છે.
- પરિવહનથી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થયો છે.
- દેશમાં અવારનવાર સર્જાતી દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ જેવી આપત્તિઓને પહોંચી વળવા પરિવહન મદદરૂપ થાય છે.
- પરિવહનની સગવડોથી પ્રવાસની પ્રવૃત્તિઓ અને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય છે.
![]()
પ્રશ્ન 2.
પરિવહનનો સવિસ્તૃત પરિચય આપો.
ઉત્તરઃ
પરિવહન એટલે માનવી કે માલસામાન અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર.
- પરિવહન પદ્ધતિના પ્રકાર પર તકનિકી વિકાસ, આર્થિક વિકાસ, બજારક્ષેત્રે મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો વગેરે સાંસ્કૃતિક પરિબળો અસર કરે છે.
- આ ઉપરાંત, પરિવહન પદ્ધતિ પર પ્રદેશનાં સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવવસ્તીની સંખ્યાનું પ્રમાણ વગેરે પરિબળો પણ અસર કરે છે.
- પ્રારંભિક જીવનમાં માનવી પોતાની ચીજવસ્તુઓ પોતે જ વહન કરતો હતો. સમય જતાં તેણે ભારવાહક તરીકે પશુઓનો ઉપયોગ કરવા લાગ્યો. વર્તમાન સમયમાં તે પશુઓની સાથે સાથે યાંત્રિક વાહનોનો ઉપયોગ કરે છે.
- મેદાની વિસ્તારોમાં સડકમાર્ગે અને રેલમાર્ગથી પરિવહન થાય છે.
- હિમાલય જેવા દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં માનવી અને યાક જેવા પશુનો ઉપયોગ થાય છે. એવરેસ્ટ આરોહણ સમયે સારા પર્વતારોહકો ગણાતા ભોટિયા લોકો બોજવાહક તરીકે કામ કરે છે.

- પહાડી પ્રદેશોનાં જંગલોમાં ભાર ઊંચકવા માટે હાથી, ખચ્ચર અને ઘોડાનો ઉપયોગ થાય છે.

- રણપ્રદેશમાં બોલવાહક તરીકે મુખ્યત્વે ઊંટનો ઉપયોગ થાય છે.
- મેદાની પ્રદેશમાં કઠિયારાના લાકડાંનો ભારો તથા રેલવે સ્ટેશનો છે પર કુલીઓ સામાન માથે ઊંચકીને લઈ જાય છે.
- નદી ઊંડી અને બારે માસ વહેતી હોય, તો પરિવહન માટે હોડીનો અને સમુદ્રકિનારે વહાણનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 3.
ભારતીય સડકમાર્ગોનું વર્ગીકરણ કરી દરેક સડકમાર્ગનો ટૂંકમાં પરિચય આપો.
અથવા
ભારતમાં ક્યા કયા પ્રકારના સડકમાર્ગો છે? દરેકનો ટૂંકમાં ? પરિચય આપો.
ઉત્તર:
નિર્માણ અને દેખરેખના સંદર્ભમાં ભારતમાં પાંચ પ્રકારના સડકમાર્ગો છે :
- રાષ્ટ્રીય ધોરી માર્ગો,
- રાજ્ય ધોરી માર્ગો,
- જિલ્લા માર્ગો,
- ગ્રામીણ માર્ગો અને
- સરહદી માર્ગો. હાલમાં કેટલાક રાષ્ટ્રીય ધોરી માર્ગોને “એક્સપ્રેસ હાઈવે’માં ફેરવવામાં હું આવી રહ્યા છે.

1.રાષ્ટ્રીય ધોરી માર્ગો (National Highways) :
તે આર્થિક અને સંરક્ષણની દષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે.
- તે દેશનાં અગત્યનાં મહાબંદરો, બંદરો, રાજ્યોનાં પાટનગરો, મોટાં ઔદ્યોગિક અને વ્યાપારી મથકો અને વ્યુહાત્મક સ્થાનોને જોડે છે.
- તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે.
- તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડનારી યોજના છે.
- રાષ્ટ્રીય ધોરી માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે, જેમ કે 27, 41, 47, 48, 143, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે.
- શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.
- જનસંખ્યાની દષ્ટિએ દેશમાં ચંડીગઢ, પુડુચેરી, દિલ્લી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધુ છે; જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરી માગની લંબાઈ ઓછી છે.
- ભારત સરકારે ઈ. સ. 2011માં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરોમાં ફેરફાર કર્યા છે.
2. રાજ્ય ધોરી માર્ગો (State Highways) : તે રાજ્યના પાટનગરને જિલ્લાનાં મુખ્ય મથકો તથા મહત્ત્વનાં અન્ય શહેરો સાથે સાંકળે છે.
- આ માર્ગોનું નિર્માણ અને તેમની જાળવણી જે-તે રાજ્ય સરકાર કરે છે.
- તે રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગની દષ્ટિએ મહત્ત્વના માર્ગો છે.
3. જિલ્લા માર્ગો (District Roads): તે જિલ્લાના મુખ્ય મથકને તાલુકા મથકો, ગામડાં, શહેરો અને અન્ય મહત્ત્વનાં સ્થળો સાથે જોડે છે.
- આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જે-તે જિલ્લા પંચાયત કરે છે.
- ગુજરાતમાં બધા જિલ્લા માર્ગો પાકી સડકો છે.
4. ગ્રામીણ માર્ગો village Roads): ભારતમાં મોટા ભાગના ગ્રામીણ માગ કાચી સડકોવાળા હોવાથી ચોમાસામાં બિનઉપયોગી થઈ જાય છે. તેથી તેમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકી સડકોમાં ફેરવવાનું કામ મોટા પાયા પર શરૂ કરવામાં આવ્યું છે.
આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જે-તે ગ્રામપંચાયત કરે છે.
5. સરહદી માર્ગો (Border Roads) : ભારતના સરહદી વિસ્તારોનું સંરક્ષણ કરવાના ઉદ્દેશથી આ ક્ષેત્રોમાં “સરહદ માર્ગ સંસ્થાન (Border Road Organization) દ્વારા સરહદી માર્ગો બાંધવામાં આવ્યા છે.
દુર્ગમ ક્ષેત્રોનું નિર્માણ, તેની જાળવણી, માર્ગોમાંથી બરફ દૂર કરવો . જેવાં કાર્યો પણ તે કરે છે.
[વિશેષઃ દેશનો સૌથી વધુ ઊંચાઈ પર તૈયાર કરેલો એક સરહદી માર્ગ હિમાચલ પ્રદેશના મનાલીને જમ્મુ-કશ્મીરના લેહ સાથે જોડે છે. ].
પ્રશ્ન 4.
ભારતીય રેલવેનો સવિસ્તૃત પરિચય આપો.
ઉત્તર:
ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન છે.
- તે દેશનાં ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરે અર્થવ્યવસ્થાનાં ક્ષેત્રોના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે.
- દેશની રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ-વ્યવસ્થા, સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા જાળવવા તેનો ફાળો ઘણો મહત્ત્વનો છે.
- ભારતના કેટલાક દુર્ગમ વિસ્તારોને બાદ કરતાં લગભગ બધાં મહત્ત્વનાં સ્થળોને રેલમાર્ગોથી સાંકળી લેવામાં આવ્યાં છે.
- રેલમાર્ગોની દષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં દ્વિતીય છે.
- ભારતમાં રેલમાર્ગની શરૂઆત ઈ. સ. 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી.
- ભારતમાં બ્રોડગેજ, મીટરગેજ અને નેરોગેજ એમ ત્રણ પ્રકારના રેલમાર્ગો છે. વર્તમાન સમયમાં મીટરગેજ અને નેરોગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવવામાં આવી છે. ભારતીય રેલવેની તે એક મોટી સિદ્ધિ છે. દેશનાં મેદાની પ્રદેશો, ગીચ વસ્તી, સઘન ખેતી, સમૃદ્ધ ખનીજ ક્ષેત્રો ધરાવતા વિસ્તારોમાં રેલવેની સંખ્યાનું પ્રમાણ સૌથી વધુ છે. ગંગાના મેદાની પ્રદેશમાં વિપુલ ખેતપેદાશો અને ગીચ વસ્તીને કારણે રેલમાર્ગોનું પ્રમાણ વધારે છે.
- કોલકાતા, દિલ્લી અને જયપુર જેવાં મોટાં શહેરોમાં મેટ્રોરેલ કાર્યરત છે. ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર મેટ્રોરેલની કામગીરી શરૂ થઈ ગઈ છે. મુંબઈને તેનાં ઉપનગરો સાથે જોડવા માટે ઉપનગરીય રેલવે ઉપયોગી સાબિત થઈ છે. ભારતીય રેલવે મુસાફરો અને માલસામાનની હેરફેરમાં તથા દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેરમાં તેમજ યુદ્ધ કે કુદરતી આપત્તિઓના સમયે સૈનિકોની હેરફેરમાં ઉપયોગી બને છે.
- દુર્ગમ પર્વતીય પ્રદેશમાંથી પસાર થતી કોંકણ રેલને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું એક ઉદાહરણ છે.
- ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન “વિવેક એક્સપ્રેસ’ છે. તે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી જાય છે.
- ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ વગેરે મહત્ત્વનાં જેક્શનો છે. તેમાં અમદાવાદ સૌથી મોટું રેલવે સ્ટેશન છે.
![]()
પ્રશ્ન 5.
ભારતમાં સંચારતંત્રનો વિકાસ જણાવો.
ઉત્તર:
ભારતમાં સંચારતંત્રની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
- વિજ્ઞાન અને ટેક્નોલૉજી એ સંચારક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
- ટપાલ, ટેલિફોન, ઇ-મેઇલ, સેલફોન, રેડિયો, ટેલિવિઝન, કમ્યુટર, ઈન્ટરનેટ, સેટેલાઈટ વગેરે સાધનોએ સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યું છે.
સંચારતંત્રના મુખ્ય બે વિભાગો છે :
1. વ્યક્તિગત સંચારતંત્ર અને
2. સામૂહિક સંચારતંત્ર.
- વ્યક્તિગત સંચારતંત્ર ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રનાં સૌથી અસરકારક અને આધુનિક સાધનો છે.
- ઈ-મેઇલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ વગેરે ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યાં છે.
- આ ઉપરાંત, સોશ્યલ મીડિયા વિવિધ ઍપ્લિકેશન મારફતે સંચારક્ષેત્રે ક્રાંતિ આવી છે. ગ્રામ વિસ્તારોના લોકો પણ તેના મારફતે દેશવિદેશના લોકો સાથે સંપર્કમાં રહે છે.
સામૂહિક સંચારતંત્રઃ સમૂહ સંચારનાં બે માધ્યમો છે :
1. મુદ્રિત માધ્યમ અને
2. ઈલેક્ટ્રોનિક માધ્યમ.
- અખબારો, ટપાલ, પત્રિકાઓ વગેરે મુદ્રિત માધ્યમો છે, જ્યારે આકાશવાણી અને દૂરદર્શન ઇલેક્ટ્રોનિક માધ્યમો છે.
- પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી અને દૂરદર્શન તેના બે મુખ્ય વિભાગો છે. આ નિગમ આકાશવાણીનાં 415 સ્ટેશનો દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે, જે ૨ કુદરતી આફતોના સમયે મહત્ત્વનું સંપર્ક સાધન બને છે.
- દૂરદર્શન ઉપગ્રહો દ્વારા દૂરદર્શન સમાચાર, હવામાનની વિગતો તેમજ શિક્ષણ અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે. આજે દેશની અનેક ખાનગી ચૅનલો પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરે છે.
- ઉપગ્રહ સંચાર: ભારતે અવકાશ સંશોધન માટે કેટલાક ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે. એ ઉપગ્રહો પોતાની કામગીરીની સાથે સાથે સંચાર સાધનોનું પણ નિયમન કરે છે.
- ભારતે છોડેલા Indian National Satellite System બહુહેતુક પ્રણાલિ છે. તે હવામાન અને ચક્રવાત તથા વાવાઝોડાં જેવી આફતો સમયે મહત્ત્વનું સંપર્ક સાધન બની રહે છે.
- ભારતીય દૂરસ્થ સંવેદન (Indian Remote Sensing Satellite) પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન-પોલાર સેટેલાઇટ લૉન્ચ વ્હિકલ(Polar Satellite Launch vehicle)નો વિકાસ કર્યો છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :
પ્રશ્ન 1.
એક્સપ્રેસ ધોરી માર્ગો .
ઉત્તર:
એક્સપ્રેસ ધોરી માર્ગો કુતગતિ માર્ગો પણ કહેવાય છે.
- દેશની ચારે દિશાઓના વિસ્તારોને સાંકળી લેતા એક્સપ્રેસ ધોરી માર્ગોને 4થી 6 લેનવાળા બનાવવામાં આવ્યા છે.
- આ માર્ગો પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે.
- આ માગમાં રેલવે ક્રૉસિંગ કે ક્રૉસ રોડ આવે છે ત્યાં ઓવરબ્રિજ (પુલ) બનાવેલા છે.
- આ માર્ગોનો ઉપયોગ કરનાર વાહનચાલકે ટોલટેક્ષ ભરવો પડે છે. દા. ત., અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે.

પ્રશ્ન 2.
ભારતનો દરિયાઈ જળમાર્ગ
ઉત્તર:
ભારતના દરિયાઈ જળમાર્ગની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે:
- ભારતનો દરિયાકિનારો લગભગ 7516 કિમી લાંબો છે. તેના – પ્રર 13 મોટાં અને 200 જેટલાં નાનાં બંદરો છે.
- શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ની સ્થાપના બાદ ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો સારો વિકાસ થયો છે.
- ભારતના પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, ન્હાવાશેવા ખાતે જવાહરલાલ નેહરુ બંદર, માર્માગોવા (મુડગાંવ), ન્યૂ બેંગલોર અને કોચી (કોચીન) તથા પૂર્વ કિનારે કોલકાતા, હલ્દિયા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, એનોર, ચેન્નઈ અને તુતીકોરીન મુખ્ય બંદરો છે. મુંબઈ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે.
- ગુજરાતનો દરિયાકિનારો લગભગ 1600 કિમી લાંબો છે. ગુજરાતના દરિયાકિનારે નાનાં-મોટાં 43 બંદરો છે; જેમાં કંડલા, મુંદ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, ઓખા, પોશિત્રા, હજીરા વગેરે અગત્યનાં બંદરો છે.
- ભાવનગર ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું એકમાત્ર બંદર છે.
- પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું બંદર છે. – કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે.
પ્રશ્ન 3.
ભારતના હવાઈ માર્ગો
ઉત્તર:
ભારતના હવાઈ માર્ગોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
- બધા પ્રકારનાં પરિવહનોમાં હવાઈ પરિવહન સૌથી વધુ ઝડપી, પરંતુ મોંધું છે.
- દૂરનાં અને દુર્ગમ સ્થળો, ગીચ જંગલો અને પર્વતીય વિસ્તારોમાં જલદી પહોંચવા માટે તે ઘણું ઉપયોગી છે. કુદરતી આપત્તિઓ અને યુદ્ધના સમયે તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- ભારતમાં વિમાનને ઊડવા માટે લગભગ બારે માસ અનુકૂળ હવામાન રહે છે. હાલમાં દેશમાં હવાઈ વ્યવહાર વધતો જાય છે.
- ભારતમાં હવાઈ સેવાની સૌપ્રથમ શરૂઆત ટપાલ સેવા માટે અલાહાબાદથી નૈની સુધી થઈ હતી.
- ભારતમાં ઈન્ડિયન ઍરલાઈન્સ અને કેટલીક ખાનગી કંપનીઓ દેશનાં શહેરો વચ્ચે તથા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકા, મ્યાનમાર વગેરે પડોશી દેશો સાથે હવાઈ માર્ગોનું સંચાલન કરે છે. તે મુસાફરો, કીમતી અને નાના કદની વસ્તુઓ તથા ટપાલની હેરફેર કરે છે. ભારતમાં કેટલીક ખાનગી કંપનીઓ પણ હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે.
- ‘એર ઇન્ડિયા’ ભારતનો આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર સંભાળે છે. હવે ખાનગી કંપનીઓને પણ મર્યાદિત પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો કરવાની છૂટ અપાઈ છે. “ઍર ઇન્ડિયા’નાં વિમાનો પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશો, આફ્રિકા અને યુરોપના દેશો, યુ.એસ.એ. વગેરે દેશોમાં જાય છે.
- પવનહંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ ONGCને તેનાં બૉમ્બે હાઈ’ જેવાં તેલક્ષેત્રો માટે અને રાજ્ય સરકારોને હવાઈ સેવા આપે છે.
- ‘ભારતીય વિમાન સત્તા મંડળ’ (એરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયા) ભારતનાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય હવાઈ મથકો તેમજ નાગરિક વિમાન ટર્મિનલ સહિત હવાઈ મથકોનું સંચાલન કરે છે.
- ભારતમાં કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગલૂરુ, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ, પણજી (ગોવા), કોચી, પુણે, અમૃતસર વગેરે 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
પ્રશ્ન 4.
ભારતમાં પાઇપલાઇનો
ઉત્તર:
ભારતમાં આવેલી પાઈપલાઈનોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :
- પાઈપલાઈનોનો ઉપયોગ પાણી, ખનીજ તેલ, કુદરતી વાયુ અને કેટલાક અન્ય પ્રવાહી પદાર્થોના પરિવહન માટે થાય છે.
- ભારતમાં આ પ્રકારની પાઇપલાઇનો શહેરો, ખનીજ તેલની રિફાઇનરીઓ, ખાતરનાં કારખાનાં, તાપવિદ્યુતમથકો વગેરેની નજીક નાખવામાં આવી છે.
ભારતમાં ખનીજ તેલ અને કુદરતી ગેસની મુખ્ય પાઇપલાઇનો ર નીચે પ્રમાણે છે:
- અસમના નાહર-કોટિયાથી નૂનમતી-બરોની સુધી ખનીજ ૨ તેલની પાઈપલાઈન પથરાયેલી છે.
- ગુજરાતમાં કલોલથી કોયલી સુધી અને સલાયાથી મથુરા સુધી મુખ્ય પાઈપલાઈનો આવેલી છે.
- ગુજરાતના હજીરા બંદરથી ઉત્તર પ્રદેશના જગદીશપુર { સુધી પહોંચતી આ ગેસ પાઇપલાઇન છે.
- ગુજરાતમાં ખંભાત-ધુવારણ-કોયલી-અમદાવાદ ગેસ પાઇપલાઇન આવેલી છે.
- બૉમ્બે હાઈનાં સમુદ્રસ્થિત તેલ અને ગેસક્ષેત્રો મુંબઈ સાથે પાઈપલાઈનો દ્વારા જોડાયેલાં છે.
- ગુજરાતમાં સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીમડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર વગેરે શહેરોમાં પાઈપલાઈનો દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
ભારતમાં રજુ માર્ગો (Ropeways) વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં રજુ માગ(Ropeways)ની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
- કેટલાક પર્વતીય વિસ્તારોમાં માલસામાન, શ્રમિકો, મુસાફરો, પર્યટકો કે યાત્રિકોની હેરફેર માટે ઊંચાં સ્થળો કે શિખરોને જોડતા રોપ-વે પર સરકતી ટ્રૉલીઓનો ઉપયોગ થાય છે.
- ભારતમાં 100થી વધુ રજુ માગ છે.
- ભારતમાં દાર્જિલિંગ, કુલુ-મનાલી, ચેરાપુંજી, ચેન્નઈ, આનેમલાઈ વગેરે પર્વતીય ક્ષેત્રોમાં તેમજ હરદ્વારમાં રજુ માર્ગો આવેલા છે.
- ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા વગેરે સ્થળોએ યાત્રિકો અને પર્યટકોની સુવિધા માટે રોપ-વે બનાવવામાં આવ્યા છે. જૂનાગઢમાં ગિરનારમાં રજુ માર્ગ બનાવવાની કામગીરી શરૂ થઈ છે.
[વિશેષઃ મોટા અને ભારે ઉદ્યોગોમાં કાચા માલ અને તૈયાર માલની હેરફેર માટે રોપ-વે અથવા કન્વેયર બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત., ચંડીગઢ પાસે આવેલી એક સિમેન્ટ ફેક્ટરીમાં ચૂના-પથ્થરોનો પુરવઠો પહોંચાડવા 7 કિમી લાંબો રજુ માર્ગ છે. દ્વારકા અને સિક્કાની સિમેન્ટ ફૅક્ટરીઓમાં પણ આવા રજુ માર્ગ છે. ]
પ્રશ્ન 2.
હકારાત્મક અને નકારાત્મક વ્યાપારતુલાનો અર્થ સમજાવો. તેની અસરો જણાવો.
ઉત્તરઃ
દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આયાત કરતાં નિકાસની કિંમતો વધુ હોય, તો દેશની વ્યાપારતુલા હકારાત્મક ગણાય છે.
- પરંતુ નિકાસ કરતાં આયાતની કિંમતો વધારે થાય, તો દેશની વ્યાપારતુલા નકારાત્મક ગણાય છે.
- જે દેશ આયાત કરતાં નિકાસ વધારે કરે તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે અને જે દેશ નિકાસ કરતાં આયાત વધારે કરે, તો તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે.
તફાવત સમજાવો:
પ્રશ્ન 1.
પરિવહન અને સંદેશાવ્યવહાર
ઉત્તરઃ
પરિવહન અને સંદેશાવ્યવહાર વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :
| પરિવહન | સંદેશાવ્યવહાર |
| 1. પરિવહન એટલે મુસાફરો કે માલસામાનની એક સ્થળેથી બીજે સ્થળે હેરફેર. | 1. સંદેશાવ્યવહાર એટલે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કે સમૂહો વચ્ચે સંદેશાની આપ-લે. |
| 2. ભારતમાં મુખ્યત્વે પાંચ માર્ગે પરિવહન થાય છેઃ જમીનમાર્ગે, જળમાર્ગે, હવાઈ માર્ગે, પાઇપલાઇનો દ્વારા તથા રોપ-વે દ્વારા. તેમાં વિવિધ પ્રકારનાં વાહનો અને સાધનોનો ઉપયોગ થાય છે. | 2. સંદેશાવ્યવહાર બે પ્રકારે થાય છે: (1) વ્યક્તિગત ધોરણે વાતચીતથી તેમજ પત્રો દ્વારા. તે માટે ટપાલ, ટેલિફોન, ફેક્સ, ઇ-મેઇલ અને ઈન્ટરનેટ મુખ્ય સાધનો છે.(2) સામૂહિક ધોરણે રેડિયો, ટીવી, સમાચારપત્રો, પુસ્તકો અને ફિલ્મો દ્વારા. |
| 3. તે માલના ઉત્પાદકો અને ઉપભોક્તા વચ્ચે મહત્ત્વની કડી છે. | 3. તે માહિતી-પ્રસાર દ્વારા જનજાગૃતિ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. |
| 4. તે દેશના આર્થિક, સામાજિક તથા રાજકીય વિકાસની પારાશીશી છે. | 4. તે ઉદ્યોગો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને પરિવહનના વિકાસ માટે અનિવાર્ય છે. |
પ્રશ્ન 2.
વિદેશ વ્યાપારની હકારાત્મક અને નકારાત્મક તુલા
ઉત્તર:
વિદેશ વ્યાપારની હકારાત્મક અને નકારાત્મક તુલા વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:
| હકારાત્મક તુલા | નકારાત્મક તુલા |
| 1. રાષ્ટ્રની આયાતની કિંમત કરતાં નિકાસની કિંમત વધુ હોય, તો વિદેશ વ્યાપારની તુલા હકારાત્મક ગણાય છે. | 1. રાષ્ટ્રની આયાતની કિંમત નિકાસની કિંમત કરતાં વધુ હોય, તો – વિદેશ વ્યાપારની તુલા નકારાત્મક ગણાય છે. |
| 2. તેમાં આવક વધવાથી દેશના વિદેશી હૂંડિયામણના ભંડોળમાં વધારો થાય છે. | 2. તેમાં જાવક વધવાથી દેશના વિદેશી હૂંડિયામણના ભંડોળમાં ઘટાડો થાય છે. |
| 3. સામાન્ય રીતે, વિકસિત દેશોના વિદેશ વ્યાપારની તુલા હકારાત્મક હોય છે. દા. ત., જપાન,જર્મની |
3. સામાન્ય રીતે, વિકાસશીલ દેશોના વિદેશ વ્યાપારની તુલા નકારાત્મક હોય છે. દા. ત., ભારત, બાંગ્લાદેશ. |
પ્રશ્ન 3.
ભારતનો આયાત વ્યાપાર અને નિકાસ વ્યાપાર
ઉત્તર:
ભારતના આયાત વ્યાપાર અને નિકાસ વ્યાપાર વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:
| આયાત વ્યાપાર | નિકાસ વ્યાપાર |
| 1. તેમાં બીજા દેશોમાંથી વસ્તુઓ ખરીદીને ભારતમાં લાવવામાં આવે છે. | 1. તેમાં ભારત પોતાની વસ્તુઓ વેચીને બીજા દેશોમાં મોકલે છે. |
| 2. ભારત સામાન્ય રીતે તેની વિકાસ યોજનાઓ અને ઉદ્યોગો માટે વિદેશથી ખનીજ તેલ, યંત્રસામગ્રી અને સાધનોની આયાત કરે છે. | 2. ભારત વિદેશી હૂંડિયામણ કમાઈને પોતાના વ્યાપારની સમતુલા જાળવી રાખવા કેટલીક વસ્તુઓની નિકાસ કરે છે. |
| 3. ભારતની આયાતોમાં મુખ્યત્વે ખનીજ તેલ, યંત્રસામગ્રી, સોનું, હીરા, પોલાદ, રસાયણો, ખાતર, દવાઓ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો છે. | 3. ભારતની નિકાસોમાં મુખ્યત્વે કાપડ અને વસ્ત્રો, ઝવેરાત અને આભૂષણો, શણ અને શણનું કાપડ, વાહનો, ઇજનેરી સામાન,કાચું લોખંડ, યંત્રો, રસાયણો અને ચામડાનો સામાન છે. |
| 4. ભારતની આયાતોની કિંમત નિકાસોની કિંમત કરતાં વધારે રહી છે. | 4. ભારતની નિકાસોની કિંમત આયાતોની કિંમત કરતાં ઓછી રહી છે. |
નીચેના વિધાનોનાં ભૌગોલિક કારણો આપો:
પ્રશ્ન 1.
જમીનમાર્ગો કરતાં જળમાર્ગો સસ્તા છે.
ઉત્તરઃ
નીચેનાં કારણોસર જમીનમાગ કરતાં જળમાર્ગો સસ્તા છેઃ
- જળમાગમાં જમીનમાર્ગોની જેમ ખાસ માર્ગ બાંધવાની, નિભાવવાની છે કે સમારકામની અને પુલો કે બોગદાં બાંધવાની જરૂર રહેતી નથી. માત્ર બંદરો પર ધક્કા (Dock) બાંધવા પડે છે.
- જહાજનું વહનખર્ચ ઓછું આવે છે.
- દરિયાઈ માર્ગે બધા માટે ખુલ્લા છે.
- મોટા ભાગે વજનમાં ભારે, કિંમતમાં સસ્તા અને જલદી બગડી ન જાય તેવા માલને લાંબા અંતરે લઈ જવા માટે જળમાર્ગો ઘણા અનુકૂળ છે.
![]()
પ્રશ્ન 2.
ભારતમાં સડકમાર્ગોનું ગીચ જાળું બન્યું છે.
અથવા
ભારતમાં સડકમાર્ગોનું ગીચ જાળું શાથી બન્યું છે?
ઉત્તરઃ
વિવિધ આવશ્યકતાઓ પૂરી કરવા માટે દેશના બધા ભાગોમાં પરિવહનના માર્ગો હોવા જરૂરી છે.
- વિશાળ ભારતમાં હજારો શહેરો અને લાખો ગામડાં છે. આ સડકમાર્ગો દ્વારા સાંકળી લેવામાં આવ્યાં છે.
- આ કારણે ભારતમાં સડકમાર્ગોનું ગીચ જાળું બન્યું છે.
પ્રશ્ન 3.
દુર્ગમ પહાડી વિસ્તારોમાં હવાઈ માર્ગોનો વિકાસ જરૂરી જ બને છે.
અથવા
દુર્ગમ પહાડી વિસ્તારોમાં હવાઈ માર્ગોનો વિકાસ શા માટે જરૂરી બને છે?
ઉત્તરઃ
દુર્ગમ પહાડી વિસ્તારોમાં પાંખી વસ્તીના કારણે રેલવે કે સડકો બાંધવી આર્થિક રીતે પરવડતી નથી. તેથી ત્યાં જમીનમાર્ગે પહોંચી શકાતું નથી.
પરંતુ દેશનાં ઐક્ય અને સંરક્ષણ માટે આ વિસ્તારોનો સંપર્ક જાળવી રાખવો ઘણો જરૂરી હોય છે. એટલે દુર્ગમ પહાડી વિસ્તારોમાં હવાઈ માગનો વિકાસ જરૂરી બને છે.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
પરિવહન એટલે શું?
ઉત્તરઃ
પરિવહન એટલે માનવી કે માલસામાન અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર.
પ્રશ્ન 2.
પરિવહનની આવશ્યકતા જણાવો.
ઉત્તર:
પરિવહન ઉદ્યોગોના કાચા અને પાકા માલની હેરફેર માટે, મુસાફરોની હેરફેર માટે, દૂરનાં સ્થળોને એકબીજાથી સાંકળવા માટે, રાષ્ટ્રીય એકતા માટે, ઔદ્યોગિકીકરણ માટે, શહેરીકરણ માટે, દેશના પ્રશાસન અને સંરક્ષણ માટે આવશ્યક છે.
પ્રશ્ન 3.
ભારતમાં બોલવહન માટે ક્યાં પશુઓનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
ભારતમાં બોલવહન માટે મુખ્યત્વે બળદ, ઘોડા, ગધેડાં, ખચ્ચર, ઊંટ અને હાથીનો ઉપયોગ થાય છે. પૂર્વ ભારતમાં ભેંસાગાડી ચલાવવા માટે પાડા અને હિમાલયનાં ઊંચાં ક્ષેત્રોમાં યાકનો પણ ઉપયોગ થાય છે.
પ્રશ્ન 4.
પરિવહનના પ્રકાર કયા કયા છે? અથવા ભારતમાં કયા કયા માર્ગ પરિવહન થાય છે?
ઉત્તર:
ભારતના મુખ્યત્વે પાંચ પ્રકારે પરિવહન થાય છે:
- જમીન પરના સડક અને રેલમાર્ગે,
- જળમાર્ગે,
- હવાઈ માર્ગે,
- પાઇપલાઇનો દ્વારા તથા
- રોપ-વે દ્વારા.
પ્રશ્ન 5.
ભારતમાં કયા કયા પ્રકારના સડકમાર્ગો છે?
ઉત્તર:
નિર્માણ અને દેખભાળના સંદર્ભમાં ભારતમાં પાંચ પ્રકારના માર્ગો છેઃ
- રાષ્ટ્રીય ધોરી માર્ગો,
- રાજ્ય ધોરી માર્ગો,
- જિલ્લા માગ.
- ગ્રામીણ માર્ગો અને
- સરહદી માર્ગો. હાલમાં કેટલાક રાષ્ટ્રીય ધોરી માર્ગોને “એક્સપ્રેસ હાઈવેટમાં ફેરવવામાં આવી રહ્યા છે.
પ્રશ્ન 6.
ભારતમાં કયો રાષ્ટ્રીય ધોરી માર્ગ (National Highway) સૌથી લાંબો છે?
ઉત્તર:
ભારતમાં શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો રાષ્ટ્રીય ધોરી માર્ગ (National Highway) નંબર 44 સૌથી લાંબો છે.
પ્રશ્ન 7.
ગુજરાતમાંથી ક્યા કયા નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે?
ઉત્તર:
ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141 અને 147 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે.
પ્રશ્ન 8.
ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગો ભારતને કયા દેશો સાથે જોડે છે?
ઉત્તર:
ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગો ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન અને ચીન જેવા દેશો સાથે જોડે છે.
પ્રશ્ન 9.
સ્વર્ણિમ (સોનેરી) ચતુર્ભુજ એક્સપ્રેસ ધોરી માર્ગ કયાં કયાં મહાનગરોને જોડે છે?
ઉત્તર:
સ્વર્ણિમ (સોનેરી) ચતુર્ભુજ એક્સપ્રેસ ધોરી માર્ગ દિલ્લી-કોલકાતા-ચેન્નઈ-મુંબઈ-દિલ્લી મહાનગરોને જોડે છે.
![]()
પ્રશ્ન 10.
રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રાજ્ય ધોરી માર્ગ વચ્ચે શો તફાવત છે?
ઉત્તર:
રાષ્ટ્રીય ધોરી માર્ગનાં નિર્માણ અને જાળવણી કેન્દ્રીય સરકાર કરે છે, જ્યારે રાજ્ય ધોરી માર્ગનાં નિર્માણ અને જાળવણી જે-તે રાજ્ય સરકાર કરે છે.
પ્રશ્ન 11.
ભારતના સરહદી વિસ્તારોમાં માર્ગોનું નિર્માણ કઈ સંસ્થા કરે છે?
ઉત્તર:
ઈ. સ. 1980માં સ્થપાયેલી સરહદ માર્ગ સંસ્થાન (Border Road Organization) 642d-u uzeel lazzini માર્ગોનું નિર્માણ કરે છે.
પ્રશ્ન 12.
એક્સપ્રેસ ધોરી માર્ગ Express Highway) કોને કહે છે?
ઉત્તર:
ખૂબ મહત્ત્વનાં વ્યાપારી કેન્દ્રોને સાંકળતા 4થી 6 લેનવાળા પહોળા અને સારી રચનાવાળા જે માગોં બંધાયા છે કે બંધાઈ રહ્યા છે, તે “એક્સપ્રેસ ધોરી માર્ગ’ (Express Highway) કહેવાય છે. દા. ત., અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે.
પ્રશ્ન 13.
રેલવે આપણને કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:
રેલવે મુસાફરો અને માલસામાનની હેરફેરમાં તથા ૬ દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેર માટે ઉપયોગી છે. તદુપરાંત, યુદ્ધ કે કુદરતી આપત્તિઓના સમયે સૈનિકોની હેરફેર માટે પણ તે ઉપયોગી છે. ભારતના રેલમાર્ગો રાષ્ટ્રની જીવાદોરી છે.”
પ્રશ્ન 14.
ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેનનું નામ આપો. તે ક્યાંથી ક્યાં સુધી જાય છે?
ઉત્તર:
ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેનનું નામ વિવેક એક્સપ્રેસ’ છે. તે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી જાય છે.
પ્રશ્ન 15.
ભારતના પશ્ચિમ કિનારે આવેલાં બંદરો ક્યાં ક્યાં છે?
ઉત્તર:
ભારતના પશ્ચિમ કિનારે આવેલાં મોટાં બંદરો કંડલા, મુંબઈ, હાવાશેવા ખાતે જવાહરલાલ નેહરુ બંદર, માર્માગોવા (મુડગાંવ) ર ન્યૂ મેંગલોર અને કોચી છે.
પ્રશ્ન 16.
ભારતના પૂર્વ કિનારે આવેલાં મોટાં બંદરોનાં નામ જણાવો.
ઉત્તર:
ભારતના પૂર્વ કિનારે આવેલાં મોટાં બંદરો કોલકાતાહાલ્દિયા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, એનોર, ચેન્નઈ અને તુતીકોરીન છે.
પ્રશ્ન 17.
ગુજરાતનાં અગત્યનાં બંદરોનાં નામ જણાવો.
ઉત્તર:
ગુજરાતનાં અગત્યનાં બંદરો કંડલા, મુંદ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, સલાયા, પીપાવાવ, પશિત્રા, દહેજ, હજીરા, ઓખા વગેરે છે.
પ્રશ્ન 18.
હવાઈ માર્ગનો ઉપયોગ ક્યાં થાય છે?
ઉત્તરઃ
દૂરનાં સ્થળો, દુર્ગમ અને ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો કે જ્યાં સડકમાર્ગે ન પહોંચી શકાતું હોય ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 19.
ભારતમાં “ભારતીય વિમાનમથક સત્તા મંડળ” (એરપૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયા) કઈ કામગીરી કરે છે?
ઉત્તર:
ભારતમાં ભારતીય વિમાનમથક સત્તા મંડળ” (એરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) દેશનાં 15 આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ સહિત હવાઈ મથકોનું સંચાલન કરે છે.
![]()
પ્રશ્ન 20.
ભારતનાં મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો જણાવો.
ઉત્તર:
કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગલૂર, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ્, પણજી (ગોવા), કોચી, પુણે, અમૃતસર વગેરે ભારતનાં મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
પ્રશ્ન 21.
ભારતનાં હવાઈ મથકોનું સંચાલન કોણ કરે છે?
ઉત્તર:
ભારતનાં હવાઈ મથકોનું સંચાલન ભારતીય વિમાનમથક 3 સત્તા મંડળ’ (ઍરપૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) કરે છે.
પ્રશ્ન 22.
કઈ સંસ્થા ONC અને રાજ્ય સરકારોને હેલિકોપ્ટર સેવા આપે છે?
ઉત્તર:
“પવનહંસ હેલિકોપ્ટર’ નામની સંસ્થા ONGC (Oil and Natural Gas Corporation અને રાજ્ય સરકારોને . હેલિકૉપ્ટર સેવા આપે છે.
પ્રશ્ન 23.
રજુ માર્ગ (રોપ-વે) ક્યાં બનાવવામાં આવે છે? શા માટે?
ઉત્તર:
પહાડી વિસ્તારોમાં માલસામાન અને મુસાફરોની હેરફેર માટે રજુ માર્ગ (રોપ-વે) બનાવવામાં આવે છે.
પ્રશ્ન 24.
ભારતમાં કયા કયા સ્થળે રજુ માર્ગ (રોપ-વે) આવેલા છે?
ઉત્તર:
ભારતમાં દાર્જિલિંગ, કુલુ-મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, ચેન્નઈ અને મલાઈના પર્વતીય વિસ્તારોમાં રજુ માર્ગ (રોપ-વે) કે આવેલા છે.
પ્રશ્ન 25.
સંચારતંત્ર કોને કહે છે?
ઉત્તર:
એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા અને મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કહે છે.
પ્રશ્ન 26.
સંદેશાવ્યવહારની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
દેશમાં પૂર, ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ, સુનામી જેવી કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરીમાં તેમજ દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે સંદેશાવ્યવહાર ખૂબ ઉપયોગી છે.
પ્રશ્ન 28.
દૂરદર્શન ઉપગ્રહો દ્વારા શું પ્રસારિત થાય છે?
ઉત્તર:
દૂરદર્શન ઉપગ્રહો દ્વારા દૂરદર્શન સમાચારો, હવામાનની વિગતો તેમજ શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે.
પ્રશ્ન 29.
આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહે છે?
ઉત્તરઃ
વિશ્વના જુદા જુદા દેશોની પોતપોતાની જરૂરિયાત મુજબ નિકાસ અને આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે.
પ્રશ્ન 30.
દેશની વ્યાપારતુલા હકારાત્મક છે એમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાતી વસ્તુઓની કિંમતો
કરતાં નિકાસની ચીજવસ્તુઓની કિંમતો વધુ હોય, તો દેશની વ્યાપારતુલા હકારાત્મક છે એમ કહી શકાય.
પ્રશ્ન 31.
દેશની વેપારતુલા નકારાત્મક છે એમ શાથી કહી શકાય?
ઉત્તર:
દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં નિકાસની વસ્તુઓની કિંમતો કરતાં આયાતી ચીજવસ્તુઓની કિંમતો વધુ હોય, તો દેશની વેપારતુલા નકારાત્મક છે એમ કહી શકાય.
પ્રશ્ન 32.
ભારતમાં આયાત થતી ચીજવસ્તુઓનાં નામ આપો.
ઉત્તર:
ભારતમાં મુખ્યત્વે ખનીજ તેલ અને તેની પેદાશો, યંત્રસામગ્રી, સોનું, ચાંદી, હીરા અને મૂલ્યવાન પથ્થરો, પોલાદ, ધાતુઓ, રસાયણો, ખાતરો, ખાદ્યતેલ, કાગળ, દવાઓ અને ઇલેક્ટ્રૉનિક ઉત્પાદનોની આયાત થાય છે.
પ્રશ્ન 33.
ભારતની વ્યાપારતુલા હકારાત્મક બનાવવા સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે?
ઉત્તર:
ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવા સરકારે “મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
![]()
પ્રશ્ન 34.
આયાત-નિકાસની દેશના ચલણ મૂલ્ય પર શી અસર થાય છે?
ઉત્તર:
જે દેશની આયાત વધે છે તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટે છે અને જે દેશની નિકાસ વધારે થાય છે, તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં વધે છે.
પ્રશ્ન 35.
ભારતમાં હવાઈ માર્ગો શાથી ઝડપથી વિકસી રહ્યા છે?
ઉત્તર:
ભારતમાં હવાઈ માર્ગોના વિકાસ માટે દેશની વિશાળતા, ૨ ઉડ્ડયનને અનુકૂળ હવામાન, કુદરતી સંસાધનોનું વૈવિધ્ય, દેશનું મધ્યસ્થ – મોખરાનું સ્થાન વગેરે અનુકૂળતાઓ છે. તેથી ભારતમાં હવાઈ માર્ગો ઝડપથી વિકસી રહ્યા છે.
યોગ્ય જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
| ‘અ’ | ‘બ’ |
| 1. ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ | a. 44 નંબર |
| 2. દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ | b. તૃતગતિ માર્ગ |
| 3. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના | c. વ્યાપાર |
| 4. એક્સપ્રેસ હાઈવે | d. ગ્રામીણ માર્ગ |
| e. 8 નંબર |
ઉત્તર:
| ‘અ’ | ‘બ’ |
| 1. ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ | c. વ્યાપાર |
| 2. દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ | a. 44 નંબર |
| 3. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના | d. ગ્રામીણ માર્ગ |
| 4. એક્સપ્રેસ હાઈવે | b. તૃતગતિ માર્ગ |
પ્રશ્ન 2.
| ‘અ’ | ‘બ’ |
| 1. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકત | a. દિબ્રુગઢથી કન્યાકુમારી સંસ્થાન |
| 2. ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ | b. જામનગર |
| 3. ભારતમાં સૌપ્રથમ રેલવે | c. કંડલા |
| 4. ગુજરાતનું સૌથી મોટું બંદર | d. ભારતીય રેલવે |
| e. મુંબઈથી થાણા |
ઉત્તર :
| ‘અ’ | ‘બ’ |
| 1. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકત | d. ભારતીય રેલવે |
| 2. ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ | a. દિબ્રુગઢથી કન્યાકુમારી સંસ્થાન |
| 3. ભારતમાં સૌપ્રથમ રેલવે | e. મુંબઈથી થાણા |
| 4. ગુજરાતનું સૌથી મોટું બંદર | c. કંડલા |
![]()
પ્રશ્ન 3.
| ‘અ’ | ‘બ’ |
| 1. રાષ્ટ્રીય જળમાર્ગ | a. ગોદાવરી-કૃષ્ણા નદી |
| 2. રાષ્ટ્રીય જળમાર્ગ | b. બ્રહ્માણી નદી |
| 3. રાષ્ટ્રીય જળમાર્ગ | c. પશ્ચિમ કિનારાની નહેર |
| 4. રાષ્ટ્રીય જળમાર્ગ | d. બ્રહ્મપુત્ર નદી |
| e. ગંગા નદી |
ઉત્તરઃ
| ‘અ’ | ‘બ’ |
| 1. રાષ્ટ્રીય જળમાર્ગ | e. ગંગા નદી |
| 2. રાષ્ટ્રીય જળમાર્ગ | d. બ્રહ્મપુત્ર નદી |
| 3. રાષ્ટ્રીય જળમાર્ગ | a. ગોદાવરી-કૃષ્ણા નદી |
| 4. રાષ્ટ્રીય જળમાર્ગ | b. બ્રહ્માણી નદી |
પ્રશ્ન 4.
| ‘અ’ | ‘બ’ |
| 1. ગુજરાતમાં પાઇપલાઇન | a. પ્રસારભારતી |
| 2. ઉત્તર ભારતમાં રજુ માર્ગ | b. સ્ટાર્ટ અપ ઇન્ડિયા |
| 3. દેશનું સ્વાયત્ત પ્રસારણ | c. કલોલથી કોયલી નિગમ |
| 4. હકારાત્મક વ્યાપારતુલા | d. દાર્જિલિંગ |
| e. મેક ઇન ઇન્ડિયા |
ઉત્તરઃ
| ‘અ’ | ‘બ’ |
| 1. ગુજરાતમાં પાઇપલાઇન | c. કલોલથી કોયલી નિગમ |
| 2. ઉત્તર ભારતમાં રજુ માર્ગ | d. દાર્જિલિંગ |
| 3. દેશનું સ્વાયત્ત પ્રસારણ | a. પ્રસારભારતી |
| 4. હકારાત્મક વ્યાપારતુલા | e. મેક ઇન ઇન્ડિયા |