GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન Important Questions and Answers.

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો:

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :

પ્રશ્ન 1.
19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો?
A. પશુશક્તિ
B. વરાળયંત્ર
C. મોટરબોટ
D. ઑટોમોબાઇલ
ઉત્તરઃ
A. પશુશક્તિ

પ્રશ્ન 2.
સૌપ્રથમ ક્યા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું?
A. સ્ટીમ એન્જિન
B. ઇલેક્ટ્રિક ટ્રેનનું એન્જિન
C. ડીઝલ એન્જિન
D. મોનોરેલનું એન્જિન
ઉત્તરઃ
A. સ્ટીમ એન્જિન

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 3.
નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી?
A. અવકાશયાન
B. ઇલેક્ટ્રિક ટ્રેન
C. મોનોરેલ
D. માલગાડી
ઉત્તરઃ
D. માલગાડી

પ્રશ્ન 4.
1 કિલોમીટર બરાબર કેટલા મીટર?
A. 10
B. 100
C. 1000
D. 10,000
ઉત્તરઃ
C. 1000

પ્રશ્ન 5.
1 સેન્ટિમીટર બરાબર કેટલા મિલીમીટર?
A. 10
B. 100
C. 1000
D. 10,000
ઉત્તરઃ
A. 10

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 6.
નીચેના પૈકી કયો લંબાઈ માપવાનો સાચો એકમ છે?
A. હાથ
B. વેંત
C. આંગળી
D. મીટર
ઉત્તરઃ
D. મીટર

પ્રશ્ન 7.
નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે?
A. મીટર
B. કિલોમીટર
C. સેન્ટિમીટર
D. મિલીમીટર
ઉત્તરઃ
B. કિલોમીટર

પ્રશ્ન 8.
સેન્ટિમીટર કરતાં નાનો એકમ કયો છે?
A. મિલીમીટર
B. મીટર
C. કિલોમીટર
D. ડેસિમીટર
ઉત્તરઃ
A. મિલીમીટર

પ્રશ્ન 9.
લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે?
A. કંપાસબૉક્સ
B. કોણમાપક
C. મીટર સ્કેલ
D. પરિકર
ઉત્તરઃ
C. મીટર સ્કેલ

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 10.
કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યાવહારિક એકમ કયો છે?
A. મીટર
B. સેન્ટિમીટર
C. મિલીમીટર
D કિલોમીટર
ઉત્તરઃ
D કિલોમીટર

પ્રશ્ન 11.
વૃક્ષનો ઘેરાવો માપવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
A. લોખંડની મીટરપટ્ટી
B. કપડાંની માપપટ્ટી
C. કંપાસબૉક્સની ફૂટપટ્ટી
D. પ્લાસ્ટિકની માપપટ્ટી
ઉત્તરઃ
B. કપડાંની માપપટ્ટી

પ્રશ્ન 12.
દરજી તમારા કપડાંનું માપ લેવા શાનો ઉપયોગ કરે છે?
A. લોખંડની મીટરપટ્ટી
B. કપડાંની માપપટ્ટી
C. પ્લાસ્ટિકની માપપટ્ટી
D. માપનપટ્ટી
ઉત્તરઃ
B. કપડાંની માપપટ્ટી

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 13.
વક્રરેખાની લંબાઈ માપવા શાનો ઉપયોગ કરી લંબાઈ માપી શકાય? .
A. કંપાસબૉક્સની માપપટ્ટી
B. દોરો
C. વેંત
D. આંગળ
ઉત્તરઃ
B. દોરો

પ્રશ્ન 14.
નીચેના પૈકી ક્યો પદાર્થ ગતિમાં હોય છે?
A. ટેબલ
B. ઘડિયાળનો સેકન્ડ-કાંટો
C. થાંભલો
D. કબાટ
ઉત્તરઃ
B. ઘડિયાળનો સેકન્ડ-કાંટો

પ્રશ્ન 15.
ઝાડ પરથી ફળનું પડવું એ ક્યા પ્રકારની ગતિ છે?
A. સુરેખ ગતિ
B. વક્રગતિ
C. વર્તુળાકાર ગતિ
D. આવર્ત ગતિ
ઉત્તરઃ
A. સુરેખ ગતિ

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 16.
પંખાનાં પાંખિયાંની ગતિ કયા પ્રકારની છે?
A. સુરેખ ગતિ
B. વક્રગતિ
C. વર્તુળાકાર ગતિ
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
C. વર્તુળાકાર ગતિ

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
…………………………… ની શોધ બાદ વાહનવ્યવહારનાં સાધનોમાં ક્રાંતિ આવી.
ઉત્તરઃ
પૈડાં

પ્રશ્ન 2.
એક જ પાટા પર ચાલતી ટ્રેનને …………………………. કહે છે.
ઉત્તરઃ
મોનોરેલ

પ્રશ્ન 3.
શરૂઆતમાં બળદગાડાને ………………………….. નાં બનેલાં પૈડાં હતાં.
ઉત્તરઃ
લાકડા

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 4.
લંબાઈ માપવા માટેનો SI એકમ …………………… છે.
ઉત્તરઃ
મીટર

પ્રશ્ન 5.
1 મીટર = ………………… મિલીમીટર
ઉત્તરઃ
1000

પ્રશ્ન 6.
પુસ્તકની લંબાઈ માપવા પુસ્તકના એક છેડે માપપટ્ટીનો 1.0 સેમી આંક ગોઠવતાં પુસ્તકના બીજા છેડે માપપટ્ટીનું વાચન 9.8 સેમી છે, તો પુસ્તકની લંબાઈ …………….. સેમી છે.
ઉત્તરઃ
8.8

પ્રશ્ન 7.
તમારા ગણિતના પુસ્તકની લંબાઈ ………………………. એકમમાં મપાય.
ઉત્તરઃ
સેન્ટિમીટર

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 8.
અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર ……………………….. એકમમાં દર્શાવાય.
ઉત્તરઃ
કિલોમીટર

પ્રશ્ન 9.
ટેબલ પરના કાચની જાડાઈ ……………………… એકમમાં દર્શાવાય.
ઉત્તરઃ
મિલીમીટર

પ્રશ્ન 10.
તમારા વર્ગના ઓરડાની લંબાઈ ………………….. એકમમાં દર્શાવાય.
ઉત્તરઃ
મીટર

પ્રશ્ન 11.
ઘાણીના બળદની ગતિ ………………… ગતિ છે.
ઉત્તરઃ
વર્તુળાકાર

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 12.
સિતારના તારની ગતિ ………………….. છે.
ઉત્તરઃ
આવર્ત ગતિ

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
જળમાર્ગમાં ઉપયોગી પ્રાચીન સમયનું વાહનવ્યવહારનું સાધન કયું છે?
ઉત્તરઃ
હોડી

પ્રશ્ન 2.
હવાઈ મુસાફરી માટેનું અગત્યનું વાહનવ્યવહારનું સાધન કયું છે?
ઉત્તરઃ
વિમાન

પ્રશ્ન 3.
કંપાસબૉક્સમાંની માપપટ્ટીની લંબાઈ કેટલા સેમી હોય છે?
ઉત્તરઃ
15 સેમી

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 4.
ઈ. સ. 1790માં ફ્રેંચ લોકોએ માપનના પ્રમાણભૂત એકમ નક્કી કર્યા તે પદ્ધતિને શું કહે છે?
ઉત્તરઃ
મેટ્રિક પદ્ધતિ

પ્રશ્ન 5.
અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઊડતા વિમાનોને શું કહે છે?
ઉત્તરઃ
સુપરસોનિક વિમાનો

પ્રશ્ન 6.
મીટરના સોમાં ભાગને કયો એકમ કહેવાય?
ઉત્તરઃ
સેન્ટિમીટર

પ્રશ્ન 7.
મોટા અંતર માપવા લંબાઈનો કયો એકમ વપરાય છે?
ઉત્તરઃ
કિલોમીટર

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 8.
શાળાના રમતના મેદાનની લંબાઈ કયા એકમમાં મપાય છે?
ઉત્તરઃ
મીટરમાં

પ્રશ્ન 9.
2.5 મીટરને સેન્ટિમીટરમાં ફેરવો.
ઉત્તરઃ
250 સેન્ટિમીટર

પ્રશ્ન 10.
4.075 કિલોમીટરને મીટરમાં ફેરવો.
ઉત્તરઃ
4075 મીટર

પ્રશ્ન 11.
7450 મીટરને કિલોમીટરમાં દર્શાવો.
ઉત્તરઃ
7.450 કિલોમીટર

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 12.
પૂંઠાની જાડાઈ માપવા માટે કયો એકમ વપરાય છે?
ઉત્તરઃ
મિલીમીટર

પ્રશ્ન 13.
અમદાવાદથી પાટણનું અંતર કયા એકમમાં દર્શાવાય છે?
ઉત્તરઃ
કિલોમીટર

પ્રશ્ન 14.
સ્કૂટરના પૈડાંની ગતિ કયા પ્રકારની ગતિ છે?
ઉત્તરઃ
વર્તુળાકાર ગતિ

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 15.
ચગડોળમાં બેઠેલો છોકરો કયા પ્રકારની ગતિ કરે છે?
ઉત્તરઃ
વર્તુળાકાર ગતિ

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
વરાળયંત્રની શોધ પછી વાહનવ્યવહારના ઝડપી સાધનોનો વિકાસ થયો.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
વેંત અને પગલાં એ લંબાઈના પ્રમાણિત એકમો છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
લંબાઈનો SI એકમ કિલોમીટર છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
20 કિલોમીટર બરાબર 2000 મીટર થાય.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 5.
મિલીમીટર એ સેન્ટિમીટર કરતાં નાનો એકમ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
આકાશમાં ઊડતું પક્ષી એ ગતિમાં હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
ઊડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 10.
ઊડતો પતંગ હંમેશાં સુરેખ ગતિ કરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
ચગડોળમાં બેઠેલી છોકરી વર્તુળાકાર ગતિ કરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
મંગળ ગ્રહ પર જવા અંતરિક્ષયાનનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
ખરું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે?
ઉત્તરઃ
માપપટ્ટીની જાડાઈ મિલીમીટરમાં મપાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 2.
પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતાં હતા?
ઉત્તરઃ
પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા પોતાના શરીરનાં અંગો જેવાં કે કે આંગળી, મુકી, વેંત, હાથ, પગલાંનો ઉપયોગ કરતાં હતાં.

પ્રશ્ન 3.
સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
સીધા પાટા પર ચાલતી ટ્રેનની ગતિ સુરેખ ગતિનું ઉદાહરણ છે.

પ્રશ્ન 4.
વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો.
ઉત્તરઃ
સાઇકલના પૈડાંની ગતિ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે.

પ્રશ્ન 5.
હવાથી હાલતાં વૃક્ષનાં પર્ણો કયા પ્રકારની ગતિ કરે છે?
ઉત્તરઃ
હવાથી હાલતાં વૃક્ષનાં પણ આવર્ત ગતિ કરે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 6.
જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે?
ઉત્તરઃ
જમીન પર ગબડતો દડો સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે.

પ્રશ્ન 7.
ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે?
ઉત્તરઃ
ઘડિયાળના કાંટા વર્તુળાકાર ગતિ કરે છે.

પ્રશ્ન 8.
એક કરતાં વધુ પ્રકારની ગતિ દર્શાવતાં બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
બે ઉદાહરણ :

  1. ફરતાં ભમરડાની ગતિ વર્તુળાકાર છે તથા ભમરડો ફરતી વખતે જગ્યા બદલે છે તે વક્રગતિ છે.
  2. ક્રિકેટ રમતી વખતે બૉલરે ફેકેલો દડો સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે.

પ્રશ્ન 9.
કાપડના વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે?
ઉત્તરઃ
કાપડનો વેપારી કાપડ માપવા માટે લોખંડની પટ્ટીની બનેલી મીટરપટ્ટીનો ઉપયોગ કરે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 10.
આપેલા રેખાખંડની લંબાઈ માપવા તમે શાનો ઉપયોગ કરશો?
ઉત્તરઃ
આપેલા રેખાખંડની લંબાઈ માપવા કંપાસબૉક્સની 15 સેમીની ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
વેંત, હાથ અને પગલાં જેવાં માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહિ તે સમજાવો.
ઉત્તરઃ
જુદી જુદી વ્યક્તિઓના વૈત, હાથ અને પગલાનાં માપ જુદાં જુદાં હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વેંતથી, હાથથી કે પગલાંથી માપેલી લંબાઈ જુદી જુદી હોય. તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહિ.

પ્રશ્ન 2.
લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો?
ઉત્તરઃ
પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે આંગળ, વૈત, હાથ કે ડગલાંનો ઉપયોગ કરતા. જુદા જુદા માણસોની આંગળની જાડાઈ, વેંતની લંબાઈ, હાથની લંબાઈ અને ડગલાંની લંબાઈ એકસરખી હોતી નથી. આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી ન આવે. જો માપનનું ‘ સાધન અને એકમ નિશ્ચિત હોય, તો એક જ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તોપણ તેનું માપ એકસરખું જ મળે. આથી લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો.

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 3.
માપન એટલે શું? સમજાવો.
ઉત્તરઃ
માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. તમારે ઓરડાની લંબાઈ માપવી છે. અહીં ઓરડાની લંબાઈ અજ્ઞાત જથ્થો છે. તેને માપવા મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. મીટર સ્કેલ જ્ઞાત જથ્થો છે. ઓરડાની લંબાઈ માટે ઓરડાના એક છેડાથી મીટર સ્કેલ માપતા બીજા છેડા સુધી જતાં 8 મીટર સ્કેલ મપાયાં, તો ઓરડાની લંબાઈ 8 મીટર ગણાય. આ રીતે ઓરડાની લંબાઈનું માપન થયું કહેવાય. અહિં 8 સંખ્યા છે અને મીટર એ લંબાઈનો એકમ છે.

પ્રશ્ન 4.
તમારી માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી હોય, તો તે માપપટ્ટી વડે તમે કે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો?
ઉત્તરઃ

  1. માપપટ્ટી / અંક પાસેથી તૂટેલી હોય, તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો એક છેડો 1 અંક પર મૂકીશું.
  2. તેનો બીજો છેડો માપપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધીશું.
  3. નોંધેલા અંકમાંથી 1 બાદ કરી પેન્સિલની લંબાઈનું માપ નક્કી કરીશું.

પ્રશ્ન 5.
લંબાઈના એકમો કયા કયા છે? તેમની વચ્ચેનો સંબંધ જણાવો.
ઉત્તરઃ
લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ મીટર છે. લંબાઈના મીટરથી નાના એકમો સેન્ટિમીટર (સેમી) અને મિલીમીટર (મિમી) છે. લંબાઈનો મોટો એકમ કિલોમીટર (કિમી) છે.
લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે:
1 સેન્ટિમીટર = 10 મિલીમીટર
1 મીટર = 100 સેન્ટિમીટર = 1000 મિલીમીટર
1 કિલોમીટર = 1000 મીટર = 1,00,000 સેન્ટિમીટર

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 6.
વાંકાચૂંકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય?
ઉત્તરઃ
જો કોઈ સળિયો વાંકોચૂંકો હોય, તો તેની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ. સળિયાના એક છેડે દોરીનો છેડો રાખી, સળિયા સાથે દોરી દબાવતાં જાઓ અને સળિયાના બીજે છેડે પહોંચી ત્યાં દોરી આગળ નિશાન કરો. હવે ઘેરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈ મીટરપટ્ટી વડે માપો. દોરીની લંબાઈનું જે માપ હોય તે સળિયાની લંબાઈ છે.

પ્રશ્ન 7.
ગતિના પ્રકાર ઉદાહરણ આપી જણાવો.
ઉત્તરઃ
ગતિના પ્રકાર નીચે મુજબ છેઃ

  1. સુરેખ ગતિઃ તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ સુરેખ ગતિ છે.
  2. વક્રગતિઃ તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્રરેખા હોય છે. કીડીની ગતિ, ઊડતાં મચ્છરની ગતિ વક્રગતિ છે.
  3. વર્તુળાકાર ગતિ: દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળગોળ ફેરવતાં તે વર્તુળાકાર ગતિ કરે છે. વીજળીના પંખાનાં પાંખિયાંની ગતિ વર્તુળાકાર ગતિ છે.
  4. આવર્ત ગતિઃ વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો તેને આવર્ત ગતિ કહે છે. લોલકની ગતિ આવર્ત ગતિ છે. –

પ્રશ્ન 8.
નીચેનામાં ગતિનો પ્રકાર જણાવો?

  1. ગિટાર વગાડતા તારની ગતિ
  2. ઝાડ પરથી પડતા ફળની ગતિ
  3. ઊડતા પતંગિયાની ગતિ
  4. મુક્ત પતન કરતા પથ્થરની ગતિ

ઉત્તરઃ

  1. આવર્ત ગતિ
  2. સુરેખ ગતિ
  3. વક્રગતિ
  4. સુરેખ ગતિ.

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 2.
નીચેનાનું સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરોઃ
ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, લોલકની ગતિ, ચીચવામાં બેઠેલાં બાળકોની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, પવનથી ડોલતી ‘ઘંટડીની ગતિ, નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાંની ગતિ, સાઈકલનાં પૈડાની ગતિ.
ઉત્તરઃ
સુરેખ ગતિઃ ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાંની ગતિ.
વર્તુળાકાર ગતિઃ ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, સાઇકલનાં પૈડાંની ગતિ.
આવર્ત ગતિઃ લોલકની ગતિ, ચીચવામાં બેઠેલાં બાળકોની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ.

પ્રશ્ન 3.
જોડકાં જોડોઃ

વિભાગ ‘A’

વિભાગ ‘B’

(1) વરાળયંત્ર (a) બસ
(2) સ્વચાલિત વાહન (b) સુરેખ ગતિ
(3) જળમાર્ગ (c) આગગાડી
(4) દોરડા પર ચાલતો નટ (d) હોડી
(e) વર્તુળાકાર ગતિ

ઉત્તર:
(1) → (c), (2) → (a), (3) → (d), (4) → (b).

(C) વિસ્તૃત પ્રશ્નો:

પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
લંબાઈ માપવા માટે જો આંગળી, વૈત, હાથ જેવા એકમોનો ઉપયોગ થતો હોત, તો કેવી કેવી મુશ્કેલીઓ થાય?
ઉત્તરઃ
આંગળી, વૈત, હાથ વગેરે લંબાઈ માપવા માટેના અંદાજિત એકમો છે. દરેક વ્યક્તિનાં આંગળાં, વેંત, હાથ સરખાં હોતાં નથી. આથી આવા એકમોનો ઉપયોગ લંબાઈ માપવા માટે કરવામાં આવે તો એક જ વસ્તુની લંબાઈ જુદી જુદી વ્યક્તિઓ માપે તો જુદાં જુદાં માપ મળે. તેથી વસ્તુની લંબાઈનું માપન ચોક્કસ રીતે થઈ શકે નહિ. વળી વેંત અથવા હાથની લંબાઈ દ્વારા માપેલ માપ વેપારીને જણાવો, તો તે ચોક્કસ કેટલી લંબાઈ છે તે સમજી શકતો નથી. પરિણામે વ્યવહારમાં કાપડની કિંમત ગણવામાં, ચોક્કસ માપનાં કપડાં સીવડાવવામાં, ચોક્કસ માપનું ફર્નિચર બનાવવામાં, ચોક્કસ માપનાં ઉત્પાદનો તૈયાર કરવામાં એમ દરેક ક્ષેત્રે મુશ્કેલીઓ પડે. વળી આપણા જવાનું સ્થાન કેટલે દૂર છે તે જાણતા ન હોઈએ તો ત્યાં સમયસર પહોંચી શકાય નહિ. ઘરમાં ફર્નિચરની ગોઠવણી માપ મુજબ થઈ શકે નહિ. ઘરના બારી-બારણાં નાના-મોટાં બને. આમ ઘણી અવ્યવસ્થા ઊભી થાય.

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 2.
કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો?
ઉત્તરઃ
ફૂટપટ્ટીથી વસ્તુની (અહીં પેન્સિલની) લંબાઈ માપતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખીશું :
GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન 1

  1. વસ્તુનો એક છેડો આંખનું સ્થાન ફૂટપટ્ટીના 0 (શૂન્ય) અંક સામે ખોટું સાચું ખોટું રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવીશું. વસ્તુ ફૂટપટ્ટીને અડીને સમાંતર રહે તેમ રાખીશું.
  2. વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે છે તે જોતી વખતે આપણી આંખ, વસ્તુનો બીજો છેડો અને ફૂટપટ્ટી પરનો અંક કે કાપો એક જ લાઇનમાં ફૂટપટ્ટીને લંબ રહે તે ધ્યાનમાં રાખીશું.
  3. કેટલીક ફૂટપટ્ટીના 0 અંક તરફનો છેડો તૂટેલો હોય છે. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાક અંક જેમ કે 1.0 સેમી ઉપયોગમાં લઈ શકાય. આ માટે પેન્સિલના એક છેડાને ફૂટપટ્ટીના 1.0 સેમી અંક પર મૂકી પેન્સિલના બીજા છેડાના અવલોકનમાંથી 1 અંક બાદ કરી પેન્સિલની લંબાઈ નક્કી કરવી.

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન 2 માં લખો

પ્રશ્ન 1.
શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું?
A. વિમાન
B. હેલિકૉપ્ટર
C. અંતરિક્ષયાન
D. હોવરક્રાફ્ટ
ઉત્તરઃ
C. અંતરિક્ષયાન

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 2.
નીચેના પૈકી કયા પ્રશ્નનો ઉત્તર અંતર સાથે સંકળાયેલો નથી?
A. સાવરણી કેટલી લાંબી છે?
B. મેજ કેટલું પહોળું છે?
C. તમારી શાળા ઘરથી કેટલી દૂર છે?
D. ટેબલ ખુરશીથી કેટલું ભારે છે?
ઉત્તરઃ
D. ટેબલ ખુરશીથી કેટલું ભારે છે?

પ્રશ્ન 3.
ગિલ્લી-દંડાની રમતમાં ઉછાળેલી ગિલ્લી તેના મૂળ સ્થાનથી કેટલે દૂર પડી તેનું અંતર કયા એકમમાં મપાય છે?
A. ગિલ્લીની લંબાઈમાં
B. તમારા પગલાંની લંબાઈમાં
C. દંડાની લંબાઈમાં
D. મીટર એકમમાં
ઉત્તરઃ
C. દંડાની લંબાઈમાં

પ્રશ્ન 4.
વસ્તુની લંબાઈ માપવા માટે આંખની જુદી જુદી સ્થિતિઓ A, B અને C દર્શાવેલી છે. આ પૈકી કઈ સ્થિતિ સાચી છે?
GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન 3
A. સ્થિતિ A
B. સ્થિતિ B
C. સ્થિતિ C
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
B. સ્થિતિ B

GSEB Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 5.
સુપરસોનિક વિમાન એટલે શું?
A. વાદળ કરતાં વધુ ઊંચાઈએ ઊડતું વિમાન
B. લડાયક વિમાન
C. 1000 કિમી / કલાકની ઝડપે ઊડતું વિમાન
D. અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઊડતું વિમાન
ઉત્તર:
D. અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઊડતું વિમાન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *