GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન Important Questions and Answers.

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો:

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે?
A. પારદર્શક
B. પારભાસક
C. અપારદર્શક
D. પ્રકાશિત
ઉત્તરઃ
C. અપારદર્શક

પ્રશ્ન 2.
નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે?
A. કાચ
B. અરીસો
C. દૂધિયો કાચ
D. ડહોળું પાણી
ઉત્તરઃ
A. કાચ

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 3.
નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે?
A. કાચ
B. દૂધિયો કાચ
C. આરસપહાણ
D. પાણી
ઉત્તરઃ
C. આરસપહાણ

પ્રશ્ન 4.
નીચેનામાંથી પારભાસક પદાર્થ કયો છે?
A. અરીસો
B. દૂધિયો કાચ
C. ચશ્માંનો કાચ
D. દૂધ
ઉત્તરઃ
B. દૂધિયો કાચ

પ્રશ્ન 5.
નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહિ?
A. અરીસો
B. લાકડી
C. વાદળ
D. કાચ
ઉત્તરઃ
D. કાચ

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે?
A. ચંદ્ર
B. શુક્ર ગ્રહ
C. સૂર્ય
D. કાચ
ઉત્તરઃ
C. સૂર્ય

પ્રશ્ન 7.
વસ્તુનો પડછાયો પડે તે માટે તે વસ્તુ કેવી હોવી જરૂરી છે?
A. અપારદર્શક
B. પારદર્શક
C. પારભાસક
D. આપેલ તમામ
ઉત્તરઃ
A. અપારદર્શક

પ્રશ્ન 8.
પિનહૉલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
A. અપારદર્શક વસ્તુ પડછાયો રચે છે.
B. લીસી અપારદર્શક સપાટી પ્રકાશનું પરાવર્તન કરે છે.
C. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.
D. પડછાયો પડદા પર પ્રતિબિંબ રચે છે.
ઉત્તરઃ
C. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.

પ્રશ્ન 9.
પિનહૉલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?
A. વસ્તુ જેવડું
B. મોટું
C. ચતું
D. ઊલટું
ઉત્તરઃ
D. ઊલટું

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 10.
પ્રકાશનાં કિરણો અરીસા પર પડતાં પાછાં ફેંકાય છે. આ ક્રિયાને શું કહે છે?
A. પ્રકાશનું પ્રસરણ
B. પ્રકાશનું પરાવર્તન
C. પ્રકાશનું શોષણ
D. પ્રકાશનું ઉત્સર્જન
ઉત્તરઃ
B. પ્રકાશનું પરાવર્તન

પ્રશ્ન 11.
સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે?
A. ચતું અને મોટું
B. ઊલટું અને નાનું
C. ઊલટું અને મોટું
D. ચતું અને વસ્તુ જેવડું
ઉત્તરઃ
D. ચતું અને વસ્તુ જેવડું

પ્રશ્ન 12.
વસ્તુનો પડછાયો પડે તે માટે કઈ બાબતો જરૂરી છે?
A. પ્રકાશનો સ્ત્રોત અને અપારદર્શક પદાર્થ માત્ર બે જ
B. પ્રકાશનો સ્ત્રોત અને પારદર્શક પદાર્થ માત્ર બે જ
C. અપારદર્શક પદાર્થ અને પડદો માત્ર બે જ
D. પ્રકાશનો સ્ત્રોત, અપારદર્શક પદાર્થ અને પડદો એ ત્રણેય
ઉત્તરઃ
D. પ્રકાશનો સ્ત્રોત, અપારદર્શક પદાર્થ અને પડદો એ ત્રણેય

2. કૌસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ

(પારભાસક, અપારદર્શક, પડછાયો, પાણી, વાદળ)

પ્રશ્ન 1.
………………………….. પારદર્શક પદાર્થ છે.
ઉત્તરઃ
પાણી

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 2.
………………………… પારભાસક પદાર્થ છે.
ઉત્તરઃ
વાદળ

પ્રશ્ન 3.
જે પદાર્થમાંથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહિ તેને …………………… પદાર્થ કહેવાય.
ઉત્તરઃ
અપારદર્શક

પ્રશ્ન 4.
તેલિયો કાગળ ……………………… પદાર્થ છે.
ઉત્તરઃ
પારભાસક

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 5.
પ્રકાશનો માર્ગ કોઈ અપારદર્શક પદાર્થ વડે અવરોધાવાથી ………………………… રચાય છે.
ઉત્તરઃ
પડછાયો

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?

પ્રશ્ન 1.
પ્રકાશનું સૌથી મહત્ત્વનું કુદરતી ઉદ્ગમસ્થાન કયું છે?
ઉત્તરઃ
સૂર્ય

પ્રશ્ન 2.
જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે તેવા પદાર્થને શું કહે છે?
ઉત્તરઃ
પારદર્શક

પ્રશ્ન 3.
ટ્યૂબલાઈટ એ પ્રકાશનું કુદરતી કે કૃત્રિમ ઉદ્ગમસ્થાન છે?
ઉત્તરઃ
કૃત્રિમ ઉદ્ગમસ્થાન

પ્રશ્ન 4.
પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય?
ઉત્તરઃ
પડછાયો રચાય

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 5.
પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે?
ઉત્તરઃ
સુરેખ

પ્રશ્ન 6.
જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય?
ઉત્તરઃ
પ્રકાશિત

પ્રશ્ન 7.
શાના વડે વસ્તુનું આભાસી, ચતું અને વસ્તુના જેવડું પ્રતિબિંબ મળે છે?
ઉત્તરઃ
સમતલ અરીસા વડે

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
પારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 2.
વસ્તુ પર પ્રકાશ પડતો ન હોય, તો આપણે વસ્તુ ન જોઈ શકીએ.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
વસ્તુ પર પ્રકાશ પડતો હોય અને વસ્તુ પરથી પરાવર્તન પામેલો પ્રકાશ આપણી આંખ સુધી ન આવતો હોય, તો તે વસ્તુ આપણે જોઈ શકીએ નહિ.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશાં વસ્તુ જેવો જ હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
લાલ રંગની વસ્તુનો પડછાયો લાલ રંગનો હોય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 6.
પ્રકાશના માર્ગમાં મૂકેલી વસ્તુની દિશા બદલવા છતાં તેના પડછાયામાં કોઈ ફેરફાર થતો નથી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
નળાકાર વસ્તુને જમીન પર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતા તેનો પડછાયો લંબચોરસ મળે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
પિનહૉલ કૅમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ ચતું દેખાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સિદ્ધાંત પર પિનહૉલ કૅમેરા કાર્ય કરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 11.
પડછાયો હંમેશાં પડદા પર રચાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
પિનહૉલ કેમેરામાં લેન્સ વપરાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
પિનહૉલ કેમેરામાં લાલ ગુલાબનું પ્રતિબિંબ કાળું મળે છે.
ઉત્તરઃ
ખોટું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પ્રકાશિત પદાર્થો કોને કહેવાય?
ઉત્તરઃ
જે પદાર્થો પ્રકાશ ઉત્પન (કે પ્રકાશનું ઉત્સર્જન) કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. (પ્રકાશિત પદાર્થોને પ્રકાશના સ્ત્રોતો કે પ્રકાશનાં ઉદ્ગમસ્થાનો પણ કહેવાય.)

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 2.
પ્રકાશના સ્ત્રોતોના બે પ્રકાર જણાવો.
ઉત્તરઃ
પ્રકાશના સ્ત્રોતોના બે પ્રકાર :

  1. પ્રકાશના કુદરતી સ્રોતો
  2. પ્રકાશના કૃત્રિમ સ્રોતો.

પ્રશ્ન 3.
પ્રકાશના કુદરતી સ્ત્રોતો કોને કહેવાય?
ઉત્તરઃ
જે કુદરતી પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના કુદરતી સ્ત્રોતો કહે છે.

પ્રશ્ન 4.
પ્રકાશના કુદરતી સ્ત્રોતોનાં ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર:
પ્રકાશના કુદરતી સ્ત્રોતોનાં ત્રણ ઉદાહરણઃ સૂર્ય, તારા, આગિયો.

પ્રશ્ન 5.
પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોનાં ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર:
પ્રકાશના કૃત્રિમ સ્રોતોનાં ત્રણ ઉદાહરણ : ફાનસ, મીણબત્તી, ટ્યૂબલાઈટ.

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 6.
પડછાયાના કારણે બનતી મહત્ત્વની ખગોળીય ઘટનાઓ જણાવો.
ઉત્તરઃ
સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડછાયાના કારણે બનતી મહત્ત્વની ખગોળીય ઘટનાઓ છે.

પ્રશ્ન 7.
પડછાયો હંમેશાં પડદા પર મેળવી શકાય છે. અહીં પડદા તરીકે શું હોઈ શકે?
ઉત્તરઃ
અહીં પડદા તરીકે જમીન, ભીંત, કાપડનો પડદો, ઇમારત કે અન્ય સપાટી હોઈ શકે.

પ્રશ્ન 8.
વસ્તુ ક્યારે દેખાય છે?
ઉત્તરઃ
વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય તો તે વસ્તુ આપણને દેખાય.

પ્રશ્ન 9.
પ્રકાશ ક્યારે અવરોધાય છે?
ઉત્તરઃ
પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 10.
કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહિ?
ઉત્તરઃ
પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહિ.

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ

  1. પારદર્શક પદાર્થ
  2. અપારદર્શક પદાર્થ
  3. પારભાસક પદાર્થ
  4. પડછાયો
  5. પ્રકાશનું પરાવર્તન

ઉત્તરઃ

  1. પારદર્શક પદાર્થ: જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે.
  2. અપારદર્શક પદાર્થ: જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે.
  3. પારભાસક પદાર્થ: જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ (થોડો) પસાર થઈ શકે છે તેને પારભાસક પદાર્થ કહે છે.
  4. પડછાયોઃ પ્રકાશનાં કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશનાં કિરણો તેમાંથી પસાર થઈ શક્તા નથી. આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે તેને પડછાયો કહે છે.
  5. પ્રકાશનું પરાવર્તન: કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની દિશા બદલવાની) ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નોઃ

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પ્રકાશના સ્ત્રોતો (ઉદ્ગમસ્થાન) એટલે શું? તેના પ્રકાર ઉદાહરણ આપી જણાવો.
ઉત્તરઃ
જે પદાર્થોમાંથી પ્રકાશ મળે છે (ઉત્પન્ન થાય છે, તેને પ્રકાશના સ્ત્રોતો (ઉગમસ્થાન) કહે છે.
પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે :

  1. પ્રકાશના કુદરતી સ્રોતો ઉદા., સૂર્ય, તારા, આગિયો.
  2. પ્રકાશના કૃત્રિમ સ્રોતો: ઉદા., ફાનસ, વીજળીનો બલ્બ, ટૉર્ચ, મીણબત્તી.

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 2.
તમારા ઘરમાં હોય તેવાં પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોની યાદી કરો. તેમનાં ચિત્રો દોરો.
ઉત્તરઃ
ઘરમાં હોય તેવાં પ્રકાશના કૃત્રિમ સ્રોતો:

  1. વીજળીનો બલ્બ
  2. ફાનસ
  3. મીણબત્તી
  4. ટ્યૂબલાઇટ
  5. ટૉર્ચ
    GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 1

પ્રશ્ન 3.
પડછાયો શાથી રચાય છે?
ઉત્તર:
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશનાં કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશનાં કિરણો તેમાંથી પસાર થઈ શકતાં નથી. તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે. આમ, પ્રકાશના અવરોધાવાથી પડછાયો રચાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 4.
અંધારી રાત્રે રસ્તા પરની લાઇટના અજવાળામાં એક માણસ જઈ રહ્યો છે અને રસ્તાની બાજુમાં સહેજ દૂર ઝાડ નીચે ચોર ઊભો છે. ચોર માણસને જોઈ શકે છે, પરંતુ માણસ ચોરને જોઈ શકતો નથી. શા માટે?
ઉત્તરઃ
માણસ રસ્તા પરની લાઇટના અજવાળામાં છે. એટલે કે તેના પર પ્રકાશ પડે છે. તેથી માણસને ચોર જોઈ શકે. ચોર અંધારામાં ઊભો છે, એટલે કે તેના પર પ્રકાશ પડતો નથી. હવે માણસને જોવાની વસ્તુ ચોર છે, જેના પર પ્રકાશ પડતો નથી. તેથી માણસે ચોરને જોઈ શકે નહિ.

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો.

પ્રશ્ન 1.
ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમસ્થાન ગણાતો નથી.
ઉત્તરઃ

  1. જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમસ્થાન કહેવાય.
  2. ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી પરંતુ તેના પર પડતાં સૂર્યપ્રકાશનાં કિરણોને પાછાં ફેકે છે જેને કારણે તે પ્રકાશિત દેખાય છે. તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમસ્થાન ગણાતો નથી.

પ્રશ્ન 2.
અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી.
ઉત્તરઃ

  1. વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાઈ આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય.
  2. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી.
  3. તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી.

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 3.
ચશ્માં પહેરનાર વ્યક્તિ ઘણી વાર ચશ્માના કાચ લૂછતી હોય છે.
ઉત્તરઃ

  1. ચશ્માંના કાચ પર ધૂળના રજકણો ચોંટવાથી કાચ અર્ધપારદર્શક બને છે, જેથી સ્પષ્ટ જોઈ શકાતું નથી.
  2. ચશ્માંના કાચ લૂછવાથી ધૂળના રજકણો દૂર થાય છે અને કાચ પારદર્શક બનવાથી સ્પષ્ટ જોઈ શકાય છે. આ કારણે ચશ્માં પહેરનાર વ્યક્તિ ઘણી વાર ચશ્માંના કાચ લૂછતી હોય છે.

3. તફાવત આપોઃ

પ્રશ્ન 1.
પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ
ઉત્તરઃ

પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ
1. તેમાંથી પ્રકાશ પસાર થાય છે. 1. તેમાંથી પ્રકાશ પસાર થતો નથી.
2. તેનો પડછાયો પડતો નથી. 2. તેનો પડછાયો પડે છે.
3. કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે. 3. દીવાલ, લાકડું, પૂંઠું વગેરે અપારદર્શી પદાર્થો છે.

પ્રશ્ન 2.
પડછાયો અને પ્રતિબિંબ
ઉત્તરઃ

પડછાયો પ્રતિબિંબ
1. પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતાં પદાર્થનો પડછાયો પડે છે. 1. અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે.
2. રંગીન વસ્તુ હોય, તોપણ પડછાયો કાળો જ મળે છે. 2. વસ્તુ જે રંગની હોય તે જ રંગનું પ્રતિબિંબ મળે છે.

4. વર્ગીકરણ કરોઃ

પ્રશ્ન 1.
નીચેનાનું પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો:
મીણબત્તી, સૂર્ય, ઇલેક્ટ્રિક બલ્બ, ફાનસ, તારા, ટૉર્ચ, આગિયો, ટ્યૂબલાઈટ,
ઉત્તર:
પ્રકાશના કુદરતી સ્ત્રોતોઃ સૂર્ય, તારા, આગિયો.
પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો: મીણબત્તી, ઇલેક્ટ્રિક બલ્બ, ફાનસ, ટૉર્ચ, ટ્યૂબલાઇટ.

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 2.
નીચેના પદાર્થોનું પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો અને પારભાસક પદાર્થોમાં વર્ગીકરણ કરો:
અરીસો, તેલિયો કાગળ, હવા, પેન્સિલ, ડહોળું પાણી, શુદ્ધ પાણી, દૂધ, ધિયો કાચ, ચશ્માંનો કાચ, વાદળ, ઈંટ, એરંડિયું.
ઉત્તરઃ
પારદર્શક પદાર્થો: હવા, શુદ્ધ પાણી, ચશ્માંનો કાચ.
અપારદર્શક પદાર્થો: અરીસો, પેન્સિલ, દૂધ, ઈંટ.
પારભાસક પદાર્થોઃ તેલિયો કાગળ, ડહોળું પાણી, દૂધિયો કાચ, વાદળ, એરંડિયું.

(C) વિસ્તૃત પ્રશ્નો:

પ્રશ્ન. નીચેના પ્રશ્નોને સવિસ્તાર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પિનહૉલ કેમેરા બનાવવાની રીત વર્ણવો.
ઉત્તરઃ
પિનહૉલ કૅમેરા બનાવવાની રીત નીચે મુજબ છે :

  1. બે ખોખાં લો, જેમાં બીજુ ખોખું સહેજ નાનું હોય.
  2. બંને ખોખાની સાંકડા ભાગવાળી એક બાજુને કાપી નાખો.
  3. મોટા ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો.
  4. નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેથી 5થી 6 સેમીનો ચોરસ ભાગ કાપી લો.
  5. નાના ખોખાના કાપેલા ચોરસ ભાગ પર ટ્રેસિંગ પેપર લગાડો.
  6. નાના ખોખાની ટ્રેનિંગ પેપરવાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો. આ રીતે પિનહૉલ કેમેરા તૈયાર થશે.

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 2.
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તરઃ
હેતુઃ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રી એકસરખા માપનાં ત્રણ પૂંઠાં, મીણબત્તી, પાતળો સળિયો.
આકૃતિ:
GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 2
પદ્ધતિઃ

  1. એકસરખા માપનાં ત્રણ પૂંઠાં લો.
  2. ત્રણેય પૂંઠાંને એકબીજા પર રાખી તેમની મધ્યમાં કાણાં પાડો.
  3. ત્રણેય પૂઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો.
  4. પાતળો સળિયો લઈ ત્રણેય પૂંઠાંનાં કાણાંમાંથી પસાર કરી પૂંઠાંનાં કાણાં સીધી રેખામાં ગોઠવો.
  5. ત્રણેય પૂઠાંની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો.
  6. મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પૂંઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. મીણબત્તીની જ્યોત દેખાય છે?
  7. હવે ત્રણ પૂંઠાંમાંથી કોઈ પણ એક પૂંઠાને સહેજ બાજુ પર ખસેડી કાણાંમાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. હવે મીણબત્તીની જ્યોત દેખાય છે?

અવલોકન:
ત્રણેય પૂંઠાંનાં કાણાં એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તી જ્યોત દેખાય છે અને ત્રણે પૂંઠાંમાંનાં કાણાં એક સીધી રેખામાં હોતાં નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી.

નિર્ણય:
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.

HOTS પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન 3 માં લખો

પ્રશ્ન 1.
નીચેના પૈકી કયો પ્રકાશનો કુદરતી સ્ત્રોત છે?
A. શુક્રનો ગ્રહ
B. ફાનસ
C. ચંદ્ર
D. તારો
ઉત્તરઃ
D. તારો

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 2.
ટ્રેસિંગ પેપર કયા પ્રકારનો પદાર્થ છે?
A. પારદર્શક
B. અપારદર્શક
C. પારભાસક
D. પ્રકાશિત
ઉત્તરઃ
C. પારભાસક

પ્રશ્ન 3.
નીચેનામાંથી ક્યો પદાર્થ પ્રકાશિત છે?
A. કાચ
B. કાગળ
C. અંગારો
D. કેરોસીન
ઉત્તરઃ
C. અંગારો

પ્રશ્ન 4.
પિનહૉલ કેમેરા વિશેનું નીચેના પૈકીનું કયું વિધાન સાચું છે?
A. પિનહૉલ કેમેરામાં લેન્સ હોય છે.
B. પિનહૉલ કૅમેરા વડે મળતું પ્રતિબિંબ ઊલટું હોય છે.
C. પિનહૉલ કેમેરામાં મળતું પ્રતિબિંબ એ પડછાયાનું કારણ છે.
D. પિનહૉલ કૅમેરામાં પ્રકાશના માર્ગમાં અપારદર્શક વસ્તુ મૂકી પડદા પર પડછાયો મેળવવામાં આવે છે.
ઉત્તરઃ
B. પિનહૉલ કૅમેરા વડે મળતું પ્રતિબિંબ ઊલટું હોય છે.

પ્રશ્ન 5.
સમતલ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે તે વિશે ચાર મિત્રોના વિચારો નીચે મુજબ છે :
નરેશ: પ્રતિબિંબ નાનું અને ચતું મળે છે.
હરેશઃ પ્રતિબિંબ ચતું અને વસ્તુના કદ જેવડું હોય છે.
પરેશ: પ્રતિબિંબ ઊલટું અને મોટું મળે છે.
મહેશ: અરીસાથી પ્રતિબિંબનું અંતર અને વસ્તુનું અંતર સરખાં હોય છે.

ઉપરના પૈકી કોણ સાચું છે?
A. નરેશ અને હરેશ
B. નરેશ અને પરેશ
C. પરેશ અને મહેશ
D. હરેશ અને મહેશ
ઉત્તરઃ
D. હરેશ અને મહેશ

GSEB Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 6.
સમતલ અરીસામાં આપણો ચહેરો જોઈ શકાય છે, તે શાને કારણે શક્ય બને છે?
A. પ્રકાશનું પ્રસરણ
B. પ્રકાશનું પરાવર્તન
C. પ્રકાશનું શોષણ
D. પ્રકાશનું વિભાજન
ઉત્તરઃ
B. પ્રકાશનું પરાવર્તન

Leave a Comment

Your email address will not be published.