This GSEB Class 6 Science Notes Chapter 1 ખોરાક : ક્યાંથી મળે છે ? covers all the important topics and concepts as mentioned in the chapter.
ખોરાક : ક્યાંથી મળે છે ? Class 6 GSEB Notes
→ ખોરાકના મુખ્ય બે સ્રોતો છે:
- વનસ્પતિઓ
- પ્રાણીઓ
→ વનસ્પતિ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. ખોરાક તરીકે અનાજ (ધાન્યો), કઠોળ, શાકભાજી તથા ફળોનો ઉપયોગ કરવામાં આવે છે.
→ ફળો અને કેટલાંક શાકભાજી (દા. ત., ટામેટાં, કાકડી, ગાજર, મૂળા, બીટ) કાચાં (રાંધ્યા વિના) ખાઈ શકાય છે.
→ ખોરાક તરીકે પ્રાણિજ પેદાશો જેવાં કે દૂધ, ઈંડાં, માંસ, માછલી વગેરે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
→ ખોરાકમાં મીઠું તથા પાણીનો ઉપયોગ થાય છે, જે વનસ્પતિજ પેદાશો નથી તેમજ પ્રાણિજ પેદાશો પણ નથી.
→ આપણે ખોરાક રાંધીને ખાઈએ છીએ. ખોરાકને રાંધીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. . ત., ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, પૂરી, લાડવા, શીરો, લાપસી વગેરે વિવિધ વાનગી બનાવવામાં આવે છે.
→ વાનગી બનાવવા માટે બે કે તેથી વધુ ખાદ્યસામગ્રી(Ingredients)ની જરૂર પડે છે. દા. ત., ભાત બનાવવા ચોખા અને પાણી એમ બે ખાદ્યસામગ્રીની જરૂર પડે છે. મિશ્ર શાક બનાવવા વિવિધ શાકભાજી, તેલ કે ઘી, મસાલા (હિંગ, મરચું, હળદર, ધાણાજીરું, રાઈ, મેથી વગેરે), મીઠું, પાણી એમ ઘણી ખાદ્યસામગ્રીની જરૂર પડે છે.
→ આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેતા નથી, પરંતુ વિવિધતા ધરાવતો ખોરાક લઈએ છીએ.
→ ભારતનાં જુદાં જુદાં રાજ્યોના લોકોના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે.
→ મનુષ્ય સિવાયનાં પ્રાણીઓના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે.
→ પ્રાણીઓ દ્વારા લેવામાં આવતાં ખોરાકને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે:
- તૃણાહારી (શાકાહારી) પ્રાણીઓ
- માંસાહારી પ્રાણીઓ
- મિશ્રાહારી (ઉભયાહારી) પ્રાણીઓ
→ તૃણાહારી પ્રાણીઓ Herbivores): જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે.
→ માંસાહારી પ્રાણીઓ (Carnivores): જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણિજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને માંસાહારી પ્રાણીઓ કહે છે.
→ મિશ્રાહારી પ્રાણીઓ (Omnivores): જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ તેમજ પ્રાણિજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે.