This GSEB Class 6 Science Notes Chapter 5 પદાર્થોનું અલગીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.
પદાર્થોનું અલગીકરણ Class 6 GSEB Notes
→ મિશ્રણ એ છે કે બે કરતાં વધુ ઘટકોનું બનેલું હોય છે. મિશ્રણના ઘટકો ઘન, પ્રવાહી કે વાયુ એમ કોઈ પણ સ્વરૂપના હોઈ શકે છે.
→ અલગીકરણ (separation) : મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે.
→ મિશ્રણના ઘટકો છૂટા પાડવાની (અલગીકરણની) પદ્ધતિઓઃ
- હાથ વડે વણવું (Handpicking)
- અનાજનું કડવું (Threshing)
- ઊપખવું (Winnowing)
- ચાળવું (Sieving)
- નિક્ષેપન (Sedimentation)
- નિતારણ (Decantation)
- ગાળણ (Filtration)
- બાષ્પીભવન (Evaporation)
- ઘનીભવન (Condensation)
→ ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકો છૂટા પાડવા, હાથ વડે વણવું, અનાજનું છડવું, ઊપણવું અને ચાળવું પદ્ધતિઓ વપરાય છે.
→ પાણી (કે પ્રવાહી)માં અદ્રાવ્ય પદાર્થ છૂટો પાડવા માટે નિક્ષેપન, નિતારણ અને ગાળણ તેમજ દ્રાવ્ય પદાર્થ છૂટો પાડવા બાષ્પીભવન જેવી પદ્ધતિઓ વપરાય છે.
→ મિશ્રણના ઘટકોને છૂટા પાડવા કેટલીક વખત એક કરતાં વધુ પદ્ધતિઓ વાપરવી પડે છે.
→ બાષ્પીભવનઃ પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.
→ ઘનીભવનઃ પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે.
→ સંતૃપ્ત દ્રાવણ (Saturated solution): ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહિ તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
→ સંતૃપ્ત દ્રાવણ બનાવવાની રીત: બીકરમાં થોડું પાણી લઈ તેમાં 2 ગ્રામ મીઠું નાખી હલાવો. મીઠું પાણીમાં ઓગળી જાય પછી ક્રમશઃ 2 ગ્રામ મીઠું નાખતા જાવ અને ઓગાળતા જાવ. જ્યારે પાણીમાં મીઠું ઓગળતું બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. આ દ્રાવણને તે તાપમાને મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કહેવાય.
→ ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળી શકે છે.
→ સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગાળી શકાય છે. આમ, સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તે અસંતૃપ્ત દ્રાવણ બને છે.
→ સંતૃપ્ત દ્રાવણને ઠંડું પાડવાથી તેમાં દ્રાવ્ય પદાર્થ ઓછો ઓગળતો હોવાથી વધારાનો દ્રાવ્ય પદાર્થ દ્રાવણમાં તળિયે ઓગળ્યા વગરનો પડી રહે છે.
→ એકસરખા જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થોનાં સંતૃપ્ત દ્રાવણ બનાવવા જરૂરી દ્રાવ્ય પદાર્થોનાં વજન જુદાં જુદાં હોય છે.