Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 12 નકશો સમજીએ Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 12 નકશો સમજીએ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે?
A. GSPની
B. ABCની
C. GPSની
D. UPSની
ઉત્તરઃ
C. GPSની
પ્રશ્ન 2.
નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે?
A. Map
B. Cap
C. Mup
D. Pas
ઉત્તરઃ
A. Map
પ્રશ્ન ૩.
પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે?
A. રૂઢ સંજ્ઞા
B. નકશો
C. પ્રમાણમાપ
D. મૅપ
ઉત્તરઃ
B. નકશો
પ્રશ્ન 4.
કોની મદદથી જે-તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે?
A. ઍટલાસની
B. રૂટ મૅપની
C. દિશાની
D. નકશાની
ઉત્તરઃ
D. નકશાની
પ્રશ્ન 5.
ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે?
A. ઔદ્યોગિક નકશામાંથી
B. ખગોળીય નકશામાંથી
C. ભૂપૃષ્ઠના નકશામાંથી
D. હવામાનના નકશામાંથી
ઉત્તરઃ
B. ખગોળીય નકશામાંથી

પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું અંગ નકશાનું અંગ નથી?
A. પ્રમાણમાપ
B. સ્થાન
C. રૂઢ સંજ્ઞાઓ
D. દિશા
ઉત્તરઃ
B. સ્થાન
પ્રશ્ન 7.
 તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે?
 તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે?
A. ઉત્તર
B. દક્ષિણ
C. પૂર્વ
D. પશ્ચિમ
ઉત્તરઃ
A. ઉત્તર
પ્રશ્ન 8.
ઊગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય?
A. પૂર્વ
B. દક્ષિણ
C. ઉત્તર
D. પશ્ચિમ
ઉત્તરઃ
D. પશ્ચિમ
પ્રશ્ન 9.
ઉત્તર-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?
A. વાયવ્ય
B. ઈશાન
C. નૈઋત્ય
D. અગ્નિ
ઉત્તરઃ
B. ઈશાન
પ્રશ્ન 10.
દક્ષિણ-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?
A. નૈઋત્ય
B. ઈશાન
C. વાયવ્ય
D. અગ્નિ
ઉત્તરઃ
D. અગ્નિ

પ્રશ્ન 11.
દક્ષિણ-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?
A. અગ્નિ
B. વાયવ્ય
C. નૈઋત્ય
D. ઈશાન
ઉત્તરઃ
C. નૈઋત્ય
પ્રશ્ન 12.
ઉત્તર-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?
A. વાયવ્ય
B. નૈઋત્ય
C. ઈશાન
D. અગ્નિ
ઉત્તરઃ
A. વાયવ્ય
પ્રશ્ન 13.
………………………… આ કઈ રૂઢ સંજ્ઞા છે?
A. રાજ્યની સીમા
B. જિલ્લાની સીમા
C. રેલમાર્ગ
D. આંતરરાષ્ટ્રીય સરહદ
ઉત્તરઃ
D. આંતરરાષ્ટ્રીય સરહદ
પ્રશ્ન 14.
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
A. નદી પરનો બંધ
B. નદી
C. ઘાટ
D. નદીઓનો સંગમ
ઉત્તરઃ
A. નદી પરનો બંધ
પ્રશ્ન 15.
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
A. શિખર
B. દીવાદાંડી
C. ઘાટ
D. જંગલો
ઉત્તરઃ
C. ઘાટ

પ્રશ્ન 16.
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
A. દેશની રાજધાની
B. રાજ્યનું પાટનગર
C. જિલ્લાનું મથક
D. શહેર
ઉત્તરઃ
B. રાજ્યનું પાટનગર
પ્રશ્ન 17.
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
A. પાકો માર્ગ
B. રેલમાર્ગ
C. જિલ્લાની સીમા
D. પ્રમાણમાપ
ઉત્તરઃ
A. પાકો માર્ગ
પ્રશ્ન 18.
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
 આ કઈ રૂઢ સંજ્ઞા છે?
A. રાજ્યનું પાટનગર
B. જિલ્લાનું મથક
C. દેશની રાજધાની
D. શહેર
ઉત્તરઃ
C. દેશની રાજધાની
પ્રશ્ન 19.
રંગીન નકશાઓમાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે?
A. કાળો
B. પીળો
C. બદામી
D. વાદળી
ઉત્તરઃ
C. બદામી
પ્રશ્ન 20.
રંગીન નકશાઓમાં જળસ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે?
A. વાદળી
B. લાલ
C. પીળો
D. લીલો
ઉત્તરઃ
A. વાદળી

પ્રશ્ન 21.
રંગીન નકશાઓમાં વનસ્પતિ-જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે?
A. પીળો
B. વાદળી
C. લાલ
D. લીલો
ઉત્તરઃ
D. લીલો
પ્રશ્ન 22.
રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા ક્યો રંગ વપરાય છે?
A. બદામી
B. કાળો
C. પીળો
D. વાદળી
ઉત્તર:
B. કાળો
પ્રશ્ન 23.
રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે?
A. પીળો
B. કથ્થાઈ
C. લાલ
D. લીલો
ઉત્તર:
C. લાલ
પ્રશ્ન 24.
રંગીન નકશાઓમાં ખેતીવિષયક વિગત દર્શાવવા ક્યો રંગ વપરાય છે?
A. પીળો
B. બદામી
C. લાલ
D. વાદળી
ઉત્તર:
A. પીળો
પ્રશ્ન 25.
ભારતમાં કુલ કેટલાં રાજ્યો છે?
A. 26
B. 27
C. 28
D. 31
ઉત્તર:
C. 28

પ્રશ્ન 26.
ભારત પૃથ્વી પર ક્યા ગોળાર્ધમાં આવેલો છે?
A. ઉત્તર-પશ્ચિમ
B. દક્ષિણ-પશ્ચિમ
C. દક્ષિણ-પૂર્વ
D. ઉત્તર-પૂર્વ
ઉત્તર:
D. ઉત્તર-પૂર્વ
પ્રશ્ન 27.
ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે?
A. ઉત્તર
B. દક્ષિણ
C. પૂર્વ
D. પશ્ચિમ
ઉત્તર:
B. દક્ષિણ
પ્રશ્ન 28.
ભારતની પૂર્વ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?
A. બંગાળાનો ઉપસાગર
B. અરબ સાગર
C. હિંદ મહાસાગર
D. નારાયણ સરોવર
ઉત્તર:
A. બંગાળાનો ઉપસાગર
પ્રશ્ન 29.
ભારતની પશ્ચિમ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?
A. હિંદ મહાસાગર
B. લગ્ન સરોવર
C. અરબ સાગર
D. બંગાળની ખાડી
ઉત્તર:
C. અરબ સાગર
પ્રશ્ન 30.
ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
A. વિષુવવૃત્ત
B. મધ્યવૃત્ત
C. મકરવૃત્ત
D. કર્કવૃત્ત
ઉત્તર:
D. કર્કવૃત્ત

યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. પૃથ્વીનો ગોળો ……………………… ના અભ્યાસ કરવા માટે ઉપયોગી છે.
ઉત્તર:
પૃથ્વી
2. ‘……………………….’ એટલે પૃથ્વીના કોઈ પણ ભાગનું સપાટ કાગળ પરનું આલેખન.
ઉત્તર:
નકશો
૩. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ દર્શાવતા નકશાના સમૂહને …………………… કહે છે.
ઉત્તર:
નકશાપોથી
4. કુદરતનિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને …………………………. નકશા કહે છે.
ઉત્તર:
પ્રાકૃતિક
5. માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને …………………………… નકશા કહે છે.
ઉત્તર:
સાંસ્કૃતિક
6. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેમી : 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને ……………………………… માપના નકશા કહેવાય છે.
ઉત્તર:
મોટા

7. નકશાની સામે ઊભા રહીએ તો જમણા હાથ તરફની દિશા તે નકશાની …………………………… દિશા અને ડાબા હાથ તરફની દિશા તે નકશાની ……………………. દિશા હોય છે.
ઉત્તર:
પૂર્વ, પશ્ચિમ
8. નકશામાં …………………….. દિશા જાણ્યા પછી નકશાની બધી દિશાઓ જાણી શકાય છે.
ઉત્તર:
ઉત્તર
9. નકશાની રૂઢ સંજ્ઞાઓની ……………………… સરળ અને સર્વમાન્ય ભાષા છે.
ઉત્તર:
ભાષા / ચિહ્નો
10. ………………………… નું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખું કરવામાં આવે છે.
ઉત્તર:
રૂઢ સંજ્ઞાઓ
11. કોઈ પણ બે સ્થળો વચ્ચેનું ………………………… અંતર પ્રમાણમાપ વડે જાણી શકાય છે.
ઉત્તર:
વાસ્તવિક
12. રંગીન નકશાઓમાં ………………………. દર્શાવવા કથ્થાઈ રંગ વપરાય છે.
ઉત્તર:
ભૂમિસ્વરૂપ

13. રંગીન નકશાઓમાં ……………………….. દર્શાવવા વાદળી રંગ વપરાય છે.
ઉત્તર:
જળસ્વરૂપ
14. રંગીન નકશાઓમાં ………………………….. પ્રદેશ દર્શાવવા લીલો રંગ વપરાય છે.
ઉત્તર:
વનસ્પતિ
15. રંગીન નકશાઓમાં ………………………… દર્શાવવા કાળો રંગ વપરાય
ઉત્તર:
રેલમાર્ગ
16. રંગીન નકશાઓમાં ……………………….. દર્શાવવા લાલ રંગ વપરાય છે.
ઉત્તર:
જમીન માર્ગ
17. રંગીન નકશાઓમાં ………………………… બાબતો દર્શાવવા પીળો રંગ વપરાય છે.
ઉત્તર:
ખેતીવિષયક
18. ભારત પૃથ્વી પર ………………………… ગોળાર્ધમાં આવેલ છે.
ઉત્તર:
ઉત્તર-પૂર્વ

19. ભારત ………………….. ખંડના દક્ષિણ ભાગમાં આવેલ છે.
ઉત્તર:
એશિયા
20. ભારતની ઉત્તરે ……………………….. પર્વતમાળા આવેલી છે.
ઉત્તર:
હિમાલય
21. ભારતના લગભગ મધ્ય ભાગ પરથી ………………………… પસાર થાય છે.
ઉત્તર:
કર્કવૃત્ત
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
1. નકશાની મદદથી કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે.
ઉત્તર:
ખોટું
2. રૂઢ સંજ્ઞાઓ એ નકશાનું અંગ છે.
ઉત્તર:
ખરું
3. GPS(Global Position System)ની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે જાતે પહોંચી શકાય છે.
ઉત્તર:
ખરું

4. મોટા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
5. નકશામાં  તીરનું ચિહ્ન દક્ષિણ દિશાનો સંકેત કરે છે.
 તીરનું ચિહ્ન દક્ષિણ દિશાનો સંકેત કરે છે.
ઉત્તર:
ખોટું
6. ઉત્તર દિશાના જ્ઞાનથી અન્ય દિશાઓ જાણી શકાય છે.
ઉત્તર:
ખરું
7. ઊગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહીએ તો આપણી પાછળની બાજુ ઉત્તર દિશા આવશે.
ઉત્તર:
ખોટું
8. રૂઢ સંજ્ઞાઓ વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે છે.
ઉત્તર:
ખોટું
9. ઉત્તર-પૂર્વ ખૂણાને વાયવ્ય ખૂણો કહે છે.
ઉત્તર:
ખોટું

10. દક્ષિણ-પૂર્વ ખૂણાને અગ્નિ ખૂણો કહે છે.
ઉત્તરઃ
ખરું
11. દક્ષિણ-પશ્ચિમ ખૂણાને નૈઋત્ય ખૂણો કહે છે.
ઉત્તર:
ખરું
12. ઉત્તર-પશ્ચિમ ખૂણાને ઈશાન ખૂણો કહે છે.
ઉત્તર:
ખોટું
13. દિશાઓ અને ખૂણાઓ(મધ્યવર્તી દિશાઓ)ની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ જાણી શકાય છે.
ઉત્તર:
ખરું
14. PS એ પોસ્ટ ઑફિસની રૂઢ સંજ્ઞા છે.
ઉત્તર:
ખોટું
15. એ નદીની રૂઢ સંજ્ઞા છે.
 એ નદીની રૂઢ સંજ્ઞા છે.
ઉત્તર:
ખરું

16. CH એ સર્કિટ હાઉસની રૂઢ સંજ્ઞા છે.
ઉત્તર:
ખરું
17.  એ પર્વતની રૂઢ સંજ્ઞા છે.
 એ પર્વતની રૂઢ સંજ્ઞા છે.
ઉત્તર:
ખોટું
18. ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે.
ઉત્તર:
ખરું
19. ભારતની પશ્ચિમ દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.
ઉત્તર:
ખોટું
20. ભારતની પૂર્વ દિશાએ બંગાળાનો ઉપસાગર (બંગાળાની ખાડી) આવેલો છે.
ઉત્તર:
ખરું
21. ભારતના લગભગ મધ્યમાંથી મકરવૃત્ત પસાર થાય છે.
ઉત્તર:
ખોટું

બંધબેસતાં જોડકાં રચોઃ
1.
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | 
| (1) પર્વતો, ઉચ્ચપ્રદેશો વગેરે | (1) ખગોળીય નકશા | 
| (2) ગ્રહો, ઉપગ્રહો વગેરે | (2) ઓદ્યોગિક નકશા | 
| (3) રાજ્ય, ખંડ વગેરેની સરહદો | (3) ઐતિહાસિક નકશા | 
| (4) ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરે | (4) ભૂપૃષ્ઠના નકશા | 
| (5) રાજકીય નકશા | 
ઉત્તર:
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | 
| (1) પર્વતો, ઉચ્ચપ્રદેશો વગેરે | (4) ભૂપૃષ્ઠના નકશા | 
| (2) ગ્રહો, ઉપગ્રહો વગેરે | (1) ખગોળીય નકશા | 
| (3) રાજ્ય, ખંડ વગેરેની સરહદો | (5) રાજકીય નકશા | 
| (4) ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરે | (2) ઓદ્યોગિક નકશા | 
2.
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ ખૂણાઓ (મધ્યવર્તી દિશાઓ) | 
| (1) ઉત્તર-પૂર્વ ખૂણો | (1) વાયવ્ય ખૂણો | 
| (2) દક્ષિણ-પૂર્વ ખૂણો | (2) નૈઋત્ય ખૂણો | 
| (3) દક્ષિણ-પશ્ચિમ ખૂણો | (3) અગ્નિ ખૂણો | 
| (4) ઉત્તર-પશ્ચિમ ખૂણો | (4) ઈશાન ખૂણો | 
| (5) વિરુદ્ધ ખૂણો | 
ઉત્તર:
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ ખૂણાઓ (મધ્યવર્તી દિશાઓ) | 
| (1) ઉત્તર-પૂર્વ ખૂણો | (4) ઈશાન ખૂણો | 
| (2) દક્ષિણ-પૂર્વ ખૂણો | (3) અગ્નિ ખૂણો | 
| (3) દક્ષિણ-પશ્ચિમ ખૂણો | (2) નૈઋત્ય ખૂણો | 
| (4) ઉત્તર-પશ્ચિમ ખૂણો | (1) વાયવ્ય ખૂણો | 

3.
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | 
| (1) ભારતની ઉત્તરે | 1) અરબ સાગર | 
| (2) ભારતની પૂર્વ દિશાએ | (2) હિંદ મહાસાગર | 
| (3) ભારતની પશ્ચિમ દિશાએ | (3) હિમાલય પર્વતમાળા | 
| (4) ભારતની દક્ષિણ દિશાએ | (4) ઍટલૅન્ટિક મહાસાગર | 
| (5) બંગાળાનો ઉપસાગર | 
ઉત્તર:
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | 
| (1) ભારતની ઉત્તરે | (3) હિમાલય પર્વતમાળા | 
| (2) ભારતની પૂર્વ દિશાએ | (5) બંગાળાનો ઉપસાગર | 
| (3) ભારતની પશ્ચિમ દિશાએ | (1) અરબ સાગર | 
| (4) ભારતની દક્ષિણ દિશાએ | (2) હિંદ મહાસાગર | 
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
‘Map’ શબ્દ કેવી રીતે બન્યો છે? તેનો શો અર્થ થાય છે?
ઉત્તર:
‘Map’ શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ ‘Mappa Mundi’ (મપ્પા મુન્ડી) ઉપરથી અપભ્રંશ થઈને બન્યો છે. તેનો અર્થ ‘હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો’ એવો થાય છે.
પ્રશ્ન 2.
નકશો એટલે શું?
ઉત્તર:
‘નકશો’ એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને સમાવી શકાય છે.
પ્રશ્ન 3.
નકશાપોથી કોને કહે છે? તેમાં શું દર્શાવેલ હોય છે?
ઉત્તરઃ
પૃથ્વી અથવા તેના વિશાળ ભૂમિભાગની અનેક પ્રકારની વિગતો દર્શાવતા નકશાઓના સમૂહને ‘નકશાપોથી’ કહે છે.
તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે.
પ્રશ્ન 4.
નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે? કયા કયા?
ઉત્તર:
નકશાના મુખ્ય બે પ્રકાર છેઃ
- હેતુ આધારિત નકશા અને
- માપ પ્રમાણેના નકશા.
પ્રશ્ન 5.
પ્રાકૃતિક નકશા કોને કહે છે? તેમાં શું શું દર્શાવવામાં આવે છે?
ઉત્તર:
કુદરતનિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા’ કહે છે. તેમાં પૃથ્વીનાં પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો – જેવાં કે પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે.

પ્રશ્ન 6.
ખગોળીય નકશા કોને કહે છે?
ઉત્તર:
ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાઓને ‘ખગોળીય નકશા’ કહે છે.
પ્રશ્ન 7.
રાજકીય નકશા કોને કહે છે? બે ઉદાહરણ આપો.
ઉત્તર:
ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને ‘રાજકીય નકશા’ કહે છે. રાજકીય નકશાનાં બે ઉદાહરણો:
- ગાંધીનગર જિલ્લાનો નકશો અને
- ભારતનો રાજકીય નકશો.
પ્રશ્ન 8.
સાંસ્કૃતિક નકશા કોને કહે છે? તેમાં શું દર્શાવવામાં આવે છે?
ઉત્તર:
માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને ‘સાંસ્કૃતિક નકશા’ કહે છે. તેમાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓને દર્શાવવામાં આવે છે.
પ્રશ્ન 9.
ઔદ્યોગિક નકશા કોને કહે છે?
ઉત્તર:
ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી આપતા નકશાને ‘ઓદ્યોગિક નકશા’ કહે છે.
પ્રશ્ન 10.
મોટા માપના નકશા કોને કહે છે?
ઉત્તર:
સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેમી : 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેને મોટા માપના નકશા’ કહે છે.

પ્રશ્ન 11.
નાના માપના નકશાના કેટલા પ્રકાર છે? કયા કયા?
ઉત્તર:
નાના માપના નકશાના ચાર પ્રકાર છે:
- ઍટલાસ નકશા,
- કેડેસ્ટ્રલ નકશા,
- સ્થળવર્ણન નકશા અને
- ભીંત નકશા.
પ્રશ્ન 12.
નકશાનાં મુખ્ય અંગો કેટલાં છે? કયાં કયાં?
ઉત્તર:
નકશાનાં મુખ્ય ત્રણ અંગો છે:
- દિશા,
- પ્રમાણમાપ અને
- રૂઢ સંજ્ઞાઓ.
પ્રશ્ન 13.
નકશામાં કઈ દિશા મળી ગયા પછી બીજી દિશાઓ આપોઆપ જાણી શકાય છે?
ઉત્તર:
નકશામાં ઉત્તર દિશા મળી ગયા પછી બીજી દિશાઓ આપોઆપ જાણી શકાય છે.
પ્રશ્ન 14.
તમે ઊગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ કઈ દિશા તરફ અને જમણો હાથ કઈ દિશા તરફ આવશે?
ઉત્તર:
તમે ઊગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા તરફ અને જમણો હાથ દક્ષિણ દિશા તરફ આવશે.
પ્રશ્ન 15.
ચાર મુખ્ય દિશાઓ કઈ કઈ છે અને ખૂણાઓ (મધ્યવર્તી દિશાઓ) કયા કયા છે?
ઉત્તર:
ચાર મુખ્ય દિશાઓ આ પ્રમાણે છેઃ
- ઉત્તર,
- દક્ષિણ,
- પૂર્વ અને
- પશ્ચિમ.
ચાર ખૂણાઓ (મધ્યવર્તી દિશાઓ) આ પ્રમાણે છે:
- ઈશાન,
- અગ્નિ,
- નૈઋત્ય અને
- વાયવ્ય.

પ્રશ્ન 16.
પ્રમાણમાપ એટલે શું?
ઉત્તર:
પ્રમાણમાપ એટલે નકશા પરનાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરનાં તે જ સ્થળો વચ્ચેનાં વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ.
પ્રશ્ન 17.
નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તરઃ
નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા-પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રશ્ન 18.
નકશામાં પ્રમાણમાપનું શું મહત્ત્વ છે?
ઉત્તરઃ
નકશામાં પ્રમાણમાપના આધારે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે.
પ્રશ્ન 19.
નકશામાં કઈ કઈ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને દર્શાવવા કયા કયા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
નકશામાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કથ્થઈ કે બદામી, જળસ્વરૂપ દર્શાવવા વાદળી, વનસ્પતિ પ્રદેશ દર્શાવવા લીલો, રેલમાર્ગ દર્શાવવા કાળો, જમીન માર્ગ દર્શાવવા લાલ અને ખેતીવિષયક વિગતો દર્શાવવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રશ્ન 20.
નકશા કેવી રીતે બનાવવામાં આવે છે?
ઉત્તર:
દિશા, પ્રમાણમાપ, રૂઢ સંજ્ઞાઓ અને જુદા જુદા રંગોનો ઉપયોગ કરીને નકશા બનાવવામાં આવે છે.

પ્રશ્ન 21.
ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે?
ઉત્તર:
ભારત પૃથ્વી પર ઉત્તર-પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે.
પ્રશ્ન 22.
ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે?
ઉત્તરઃ
ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે.
પ્રશ્ન 23.
ભારતની પૂર્વે અને પશ્ચિમે કયાં જળસ્વરૂપો આવેલાં છે?
ઉત્તર:
ભારતની પૂર્વે બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર આવેલાં છે.
પ્રશ્ન 24.
ભારતના મુખ્ય ભૂમિખંડોનો વિસ્તાર કયાં કયાં અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તો વચ્ચે આવેલો છે?
ઉત્તર:
ભારતના મુખ્ય ભૂમિખંડોનો વિસ્તાર 8° 4′ થી 37° 6′ ઉત્તર અક્ષાંશવૃત્તો અને 68° 7′ થી 97° 25′ પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે આવેલો છે.
પ્રશ્ન 25.
ભારતના લગભગ મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
ઉત્તર:
ભારતના લગભગ મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
નકશો કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તરઃ
- નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની ભૌગોલિક માહિતી ખૂબ સરળતાથી મળી રહે છે.
- કોઈ પણ સ્થળનું ભૌગોલિક સ્થાન જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ નકશાવાચન કરી પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે.
- GPS(Global Position System)ની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે.
- પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો ખૂબ ઉપયોગી છે. આમ, નકશો ભૌગોલિક માહિતીનો ભંડાર હોવાથી અનેક રીતે ઉપયોગી છે.
પ્રશ્ન 2.
મોટા માપના નકશા વિશે માહિતી આપો.
ઉત્તર:
સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેમી : 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને ‘મોટા માપનો નકશો’ કહે છે. અહીં નકશામાં એક સેમી બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વધારે વિગતો દર્શાવેલી હોય છે. જેમ કે, તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાનાં ઉદાહરણો છે.
પ્રશ્ન 3.
રૂઢ સંજ્ઞાઓ એટલે શું? તેનો શો ઉપયોગ થાય છે?
ઉત્તર:
કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય.
રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી શકાય છે, સમજી શકાય છે અને વાંચી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપે છે.
વિશેષ નકશામાં વપરાતી કેટલીક રઢ સંજ્ઞાઓ નીચે આપી છે, તેનું અવલોકન કરો અને તેમને યાદ રાખો:


ટૂંક નોંધ લખો:
નકશાના એક અંગ તરીકે દિશા
ઉત્તરઃ
- નકશામાં  તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે.
- ઉત્તર દિશા જાણવાથી અન્ય દિશાઓ આપોઆપ જાણી શકાય છે.
- આપણે ઊગતા સૂર્ય સામે મુખ રાખી ઊભા રહીએ તો આપણો ડાબો હાથ ઉત્તર દિશા તરફ અને જમણો હાથ દક્ષિણ દિશા તરફ આવશે.
- આપણે ઊગતા સૂર્ય સામે ઊભા રહીએ તો તે આપણી પૂર્વ દિશા હોય છે અને પીઠ બાજુની પશ્ચિમ દિશા હોય છે.

ઉપરની આકૃતિમાં મુખ્ય ચાર દિશાઓ દર્શાવી છે. અન્ય ચાર ખૂણાઓ (મધ્યવર્તી દિશાઓ) છે. ઉત્તર-પૂર્વને ઈશાન, દક્ષિણ-પૂર્વને અગ્નિ, દક્ષિણ-પશ્ચિમને નૃત્ય અને ઉત્તર-પશ્ચિમને વાયવ્ય ખૂણો કહે છે.
દિશાઓ અને ખૂણાઓ(મધ્યવર્તી દિશાઓ)ની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે.
વિશેષઃ નકશામાં જુદા જુદા રંગ અને રંગસ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવામાં આવે છે. નીચે – આપેલા કોષ્ટકમાં એ વિગતો દર્શાવતા રંગોની માહિતી આપવામાં આવી છે. તેને યાદ રાખો :
| વિગત | રંગ | 
| ભૂમિસ્વરૂપ | કથ્થાઈ / બદામી | 
| જળસ્વરૂપ | વાદળી | 
| વનસ્પતિ પ્રદેશ | લીલો | 
| રેલમાર્ગ | કાળો | 
| જમીનમાર્ગ | લાલ | 
| ખેતી | પીળો | 
બૉકસ પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
નીચે આપેલ કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો. નકશાઓમાં કઈ વિગત દર્શાવેલી છે તેની નોંધ કરો:
ઉત્તરઃ

પ્રશ્ન 2.
નીચે આપેલા નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારોની નોંધ કરો:
ઉત્તર:
દરેક નકશાની નીચે બૉક્સમાં નકશાનો પ્રકાર આપ્યો છે.



પ્રશ્ન 3.
નીચેની આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

- મંદિરની દિશા પૂર્વ
- પોસ્ટ ઑફિસથી કૂવાની દિશા પશ્ચિમ
- તળાવથી પાણીની ટાંકીની દિશા પૂર્વ
- ખેતરથી પોસ્ટ ઑફિસની દિશા પૂર્વ
પ્રશ્ન 4.
નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલાં વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો :

પ્રશ્નમાં આપેલાં ચિહ્નોની ઓળખઃ
- અહીં હૉસ્પિટલ છે.
- અહીં ગેસ સ્ટેશન (પેટ્રોલપંપ) છે.
- અહીં હૉર્ન વગાડવાની મનાઈ છે.
ખાલી જગ્યામાં આપેલાં ચિહ્નોની ઓળખ:
- આગળ રેલવે ફાટક છે.
- અહીં ધૂમ્રપાનની મનાઈ છે.
- આ ટ્રાફિક સંકેત છે. ચાર રસ્તા છે, માટે થોભો અને સિગ્નલની રાહ જુઓ.
વિચારી પ્રવૃત્તિઓ.
પ્રશ્ન.
હોકાયંત્રની સોય હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે?
ઉત્તરઃ
પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર રહે છે, કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે. પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે અને પૃથ્વીનો ચુંબકીય ઉત્તર હું ધ્રુવ તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે છે. પૃથ્વીના ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ બરાબર એક જ સ્થાને નથી.
આથી હોકાયંત્રની સોય હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશા તરફ જ નું હોય છે.
પ્રવૃત્તિઓ
1. પાઠ્યપુસ્તકના પાના નં. 75 પર આપેલી રૂઢ સંજ્ઞાઓના આધારે નીચે આપેલ બાબતોની રૂઢ સંજ્ઞાઓ તમારી નોંધપોથીમાં દર્શાવોઃ
પર્વત, નદી, નદી પરનો બંધ, પાકો માર્ગ, રેલમાર્ગ, પોસ્ટ ઑફિસ, નકશાની ઉત્તર દિશા, રાજ્યની સીમા, દેશની રાજધાની, રાજ્યનું પાટનગર, જિલ્લાનું મથક, પોલીસ સ્ટેશન

2. તમારા ગામ / શહેરનો નકશો તમારી નોંધપોથીમાં દોરો. (સ્કેલમાપ 1 સેમીઃ 100 મીટર)
[નોંધઃ આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના પાના નં. 74 ઉપર આપેલા ગામના નકશાનો અભ્યાસ કરવો.]
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખોઃ
પ્રશ્ન 1.
નકશામાં નીચે તરફની દિશા તે નકશાની કઈ દિશા હોય છે?
A. ઉત્તર
B. દક્ષિણ
C. પૂર્વ
D. પશ્ચિમ
ઉત્તરઃ
B. દક્ષિણ

પ્રશ્ન 2.
કોનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખું કરવામાં આવે છે?
A. નકશાનું
B. સરહદોનું
C. ગામના રેખાંકનનું
D. રૂઢ સંજ્ઞાઓનું
ઉત્તરઃ
D. રૂઢ સંજ્ઞાઓનું
પ્રશ્ન 3.
નકશામાં ખૂબ ઊંચા પહાડો દર્શાવવા કયો રંગ વપરાય છે?
A. રાતો કે જાંબુડિયો
B. પીળો
C. વાદળી
D. લીલો
ઉત્તરઃ
A. રાતો કે જાંબુડિયો
પ્રશ્ન 4.
નકશામાં બરફથી છવાયેલાં શિખરો દર્શાવવા કયો રંગ વપરાય છે?
A. પીળો
B. લીલો
C. સફેદ
D. લાલ
ઉત્તરઃ
C. સફેદ
પ્રશ્ન 5.
નકશાના એક ખૂણે શું દોરેલું હોય છે?
A. અક્ષાંશ-રેખાંશ રેખા
B. માપ
C. તીર
D. આકૃતિ
ઉત્તરઃ
C. તીર
પ્રશ્ન 6.
હોકાયંત્રનો ઉપયોગ શેમાં થતો નથી?
A. મોટરકારમાં
B. વિમાનમાં
C. સ્ટીમરમાં
D. સબમરીનમાં
ઉત્તરઃ
A. મોટરકારમાં

પ્રશ્ન 7.
ભારતની દક્ષિણે નજીકમાં કયું વૃત્ત આવેલું છે?
A. મકરવૃત્ત
B. કર્કવૃત્ત
C. વિષુવવૃત્ત
D. ધ્રુવવૃત્ત
ઉત્તરઃ
C. વિષુવવૃત્ત
પ્રશ્ન 8.
વિવિધ પ્રદેશોની આપેલ વિગતોને નકશાના પ્રકારને આધારે વર્ગીકરણ કરો:
પર્વત, પરિવહન, મેદાન, ઉદ્યોગ, ખેતી, ઉચ્ચપ્રદેશ, સિંચાઈ, નદી, સરોવર, વસ્તી, મહાસાગર
| પ્રાકૃતિક નકશા | સાંસ્કૃતિક નકશા | 
| પર્વત, મેદાન, ઉચ્ચપ્રદેશ, નદી, સરોવર, મહાસાગર | પરિવહન, ઉદ્યોગ, ખેતી, સિંચાઈ, વસ્તી | 
ઉત્તરઃ
પ્રશ્નમાં ઉત્તર આપ્યો છે.
પ્રશ્ન 9.
નીચે આપેલ વિકલ્પોમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો.
A. દિશા
B. રૂઢ સંજ્ઞાઓ
C. (A) અને (B) બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
C. (A) અને (B) બંને
પ્રશ્ન 10.
બંધબેસતાં જોડકાં જોડો:
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | 
| (1) ઈશાન | (1) ઉત્તર-પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો | 
| (2) અગ્નિ | (2) દક્ષિણ-પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો | 
| (3) વાયવ્ય | (3) ઉત્તર-પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો | 
| (4) નૈઋત્ય | (4) દક્ષિણ-પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો | 
| (5) ઉત્તર-દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો | 
ઉત્તર:
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | 
| (1) ઈશાન | (3) ઉત્તર-પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો | 
| (2) અગ્નિ | (4) દક્ષિણ-પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો | 
| (3) વાયવ્ય | (1) ઉત્તર-પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો | 
| (4) નૈઋત્ય | (2) દક્ષિણ-પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો |