This GSEB Class 7 Science Notes Chapter 12 વનસ્પતિમાં પ્રજનન covers all the important topics and concepts as mentioned in the chapter.
વનસ્પતિમાં પ્રજનન Class 7 GSEB Notes
→ પ્રજનન (Reproduction): પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે.
→ વનસ્પતિમાં પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે:
- અલિંગી પ્રજનન (Asexual Reproduction) અને
- લિંગી પ્રજનન (Sexual Reproduction). અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાતો નથી. જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે.
→ વાનસ્પતિક પ્રજનન (Vegetative Propagation): આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. તેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે.
→ કલમઃ ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાંપતાં મળતા ટુકડાને કલમ કહે છે. કલમ રોપવાથી નવી વનસ્પતિ ઊગે છે.
→ વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે.
→ અલિંગી પ્રજનનની રીતોઃ
- કલિકાસર્જન (Budding) : દા. ત., યીસ્ટ
- અવખંડન (Fragmentation) દા. ત., સ્પાયરોગાયરા
- બીજાણુ સર્જન (Spore Formation) : દા. ત., ફૂગ, હંસરાજ
→ લિંગી પ્રજનનઃ લિંગી પ્રજનન થવા નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગની જરૂર પડે છે. પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે. પુંકેસર એ નર પ્રજનન ભાગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન ભાગ છે.
→ વનસ્પતિમાં પુષ્પો પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિનો પ્રજનનિક ભાગ છે. પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર ભાગ કે બંને માદા ભાગ જોવા મળે છે.
→ એકલિંગી પુષ્પો જે પુષ્પો માત્ર સ્ત્રીકેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે, તેને એકલિંગી પુષ્પો કહે છે. દા. ત., મકાઈ, પપૈયા અને કાકડીનાં પુષ્પો.
→ કિલિંગી પુષ્પો: જે પુષ્પો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે તેને ક્રિલિંગી પુષ્પો કહે છે. દા. ત., સરસવ, ગુલાબનાં પુષ્પો. એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે.
→ પરાગાશય પરાગરજ ધરાવે છે, જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. બીજાશય (અંડાશય) એક કે વધુ અંડકો ધરાવે છે. માદાજન્ય અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે.
→ પરાગનયન (Pollination): પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે.
→ પરાગનયનના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરંપરાગનયન.
→ ફલન Fertilisation): નરજન્ય અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે.
→ ફલિતાંડ (Zygote) લિંગી પ્રજનનમાં એક નરજન્ય અને એક માદાજન્ય ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે.
→ ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે.
→ કેટલાંક ફળ માંસલ અને રસાળ હોય છે. દા. ત., કેરી, નારંગી, સફરજન. કેટલાંક ફળ શુષ્ક (કઠણ) હોય છે. દા. ત., બદામ, અખરોટ.
→ બીજનો ફેલાવો પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે.
→ બીજના ફેલાવો જરૂરી છે. તે વધુ ગીચતા અટકાવે છે, પ્રકાશ, પાણી અને ઉપયોગી ખનીજ દ્રવ્યોની સ્પર્ધા અટકાવે છે તથા નવા વસવાટોનું નિર્માણ કરે છે.