Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 2 દિલ્લી સલ્તનત Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 2 દિલ્લી સલ્તનત
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
પ્રાચીનકાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે?
A. લાહોર
B. આગરા
C. દિલ્લી
D. શ્રીનગર
ઉત્તર:
C. દિલ્લી
પ્રશ્ન 2.
12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કર્યું શહેર વેપાર-વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું?
A. તાંજોર
B. વાતાપી
C. જયપુર
D. દિલ્લી
ઉત્તર:
D. દિલ્લી
પ્રશ્ન 3.
કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?
A. 12મી
B. 13મી
C. 14મી
D. 15મી
ઉત્તર:
B. 13મી
પ્રશ્ન 4.
સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?
A. ચાર
B. સાત
C. પાંચ
D. છ
ઉત્તર:
C. પાંચ
પ્રશ્ન 5.
દિલ્લી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?
A. મુઘલવંશનો
B. ખલજીવંશનો
C. લોદીવંશનો
D. સૈયદવંશનો
ઉત્તર:
A. મુઘલવંશનો
પ્રશ્ન 6.
દિલ્લી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું?
A. તુગલકવંશે
B. સૈયદવંશે
C. ખલજીવંશે
D. ગુલામવંશે
ઉત્તર:
D. ગુલામવંશે
પ્રશ્ન 7.
ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?
A. મુહમ્મદ-બિન-તુગલકે
B. અલાઉદ્દીન ખલજીએ
C. શિહાબુદ્દીન ઘોરીએ
D. કુતુબુદ્દીન ઐબકે
ઉત્તર:
C. શિહાબુદ્દીન ઘોરીએ
પ્રશ્ન 8.
દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો?
A. શિહાબુદ્દીન ઘોરી
B. ઇસ્તુત્મિશ
C. કુતુબુદીન ઐબક
D. નાસિરુદ્દીન
ઉત્તર:
C. કુતુબુદીન ઐબક
પ્રશ્ન 9.
કુતુબુદીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?
A. પાંચ
B. છ
C. સાત
D. અગિયાર
ઉત્તર:
A. પાંચ
પ્રશ્ન 10.
કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું?
A. અલાઉદ્દીન
B. જલાલુદ્દીન
C. રઝિયા સુલતાના
D. ઇસ્તુત્મિશ
ઉત્તર:
D. ઇસ્તુત્મિશ
પ્રશ્ન 11.
‘એહલગાન’ (ચારગાન) એટલે શું?
A. ચાર મંત્રીઓ
B. 40 તુર્ક સૈનિકોનું દળ
C. 40 અફઘાન સૈનિકોનું દળ
D. 40 તુર્ક અમીરોનું દળ
ઉત્તર:
B. 40 તુર્ક સૈનિકોનું દળ
પ્રશ્ન 12.
સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કોણે કર્યું?
A. શિહાબુદ્દીનને
B. કુતુબુદીને
C. ઇસ્તુત્મિશે
D. અલાઉદ્દીને
ઉત્તર:
C. ઇસ્તુત્મિશે
પ્રશ્ન 13.
ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?
A. કુતુબુદ્દીનને
B. શિહાબુદ્દીનને
C. બહલોલને
D. ઇસ્તુત્મિશને
ઉત્તર:
D. ઇસ્તુત્મિશને
પ્રશ્ન 14.
રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો?
A. જલાલુદીનને
B. નાસિરૂદીનને
C. ઇબ્રાહીમને
D. ગ્યાસુદ્દીનને
ઉત્તર:
B. નાસિરૂદીનને
પ્રશ્ન 15.
ક્યા સુલતાને ચેહલગાન’ દળને વિખેરી નાખીને સુલતાનના પદને વધુ મજબૂત બનાવ્યું?
A. નાસિરુદ્દીને
B. ઇસ્તુત્મિશે
C. ગ્યાસુદ્દીને
D. જલાલુદ્દીને
ઉત્તર:
C. ગ્યાસુદ્દીને
પ્રશ્ન 16.
ગુલામ વંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?
A. લોદી વંશના
B. સૈયદવંશના
C. તુગલકવંશના
D. ખલજીવંશના
ઉત્તર:
D. ખલજીવંશના
પ્રશ્ન 17.
કયા સુલતાનથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ?
A. જલાલુદ્દીનથી
B. અલાઉદ્દીનથી
C. નાસિરુદ્દીનથી
D. ફિરોજશાહથી
ઉત્તર:
A. જલાલુદ્દીનથી
પ્રશ્ન 18.
જલાલુદીનના 6 વર્ષના શાસન પછી દિલ્હીની ગાદીએ કયો સુલતાન આવ્યો?
A. શાહબુદ્દીન
B. ફિરોજશાહ
C. અલાઉદ્દીન
D. ગ્યાસુદ્દીન
ઉત્તર:
C. અલાઉદ્દીન
પ્રશ્ન 19.
દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કયા સુલતાને કરી હતી?
A. ગ્યાસુદ્દીને
B. જલાલુદ્દીને
C. નાસિરુદ્દીને
D. અલાઉદ્દીને
ઉત્તર:
D. અલાઉદ્દીને
પ્રશ્ન 20.
કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કરી હતી?
A. અલાઉદ્દીને
B. જલાલુદીને
C. મુહમ્મદ-બિન-તુગલકે
D. ફિરોજશાહે
ઉત્તર:
A. અલાઉદ્દીને
પ્રશ્ન 21.
અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી?
A. ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની
B. ‘દાગ’ અને ‘કાગ’ પદ્ધતિની
C. ‘ચહેરા’ અને ‘મહોરા’ પદ્ધતિની
D. ‘ઉદાગ’ અને ‘ચહલ’ પદ્ધતિની
ઉત્તર:
A. ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની
પ્રશ્ન 22.
ખલજીવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?
A. સૈયદવંશની
B. મુઘલવંશની
C. તુગલકવંશની
D. લોદી વંશની
ઉત્તર:
C. તુગલકવંશની
પ્રશ્ન 23.
અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?
A. હઝરત નિઝામુદ્દીન ઓલિયા
B. અમીર ખુશરો
C. મુલ્લા દાઉદ
D. ઝીયાઉદ્દીન બરની
ઉત્તર:
B. અમીર ખુશરો
પ્રશ્ન 24.
દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?
A. ગિયાસુદ્દીન તુગલકે
B. નિઝામુદીન તુગલકે
C. ફિરોજશાહ તુગલકે
D. ઝીયાઉદ્દીન તુગલકે
ઉત્તર:
A. ગિયાસુદ્દીન તુગલકે
પ્રશ્ન 25.
કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલતાબાદ કર્યું હતું?
A. ગિયાસુદીન તુગલકે
B. ફિરોજશાહ તુગલકે
C. નાસિરુદીન તુગલકે
D. મુહમ્મદ-બિન-તુગલકે
ઉત્તર:
D. મુહમ્મદ-બિન-તુગલકે
પ્રશ્ન 26.
સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?
A. હારૂન-અલ-રશીદ
B. ઇબ્નબતુતા
C. અબ્દઅલા
D. અબ્દુર રઝાક
ઉત્તર:
B. ઇબ્નબતુતા
પ્રશ્ન 27.
સુલતાન મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું હતું?
A. નાસિરૂદીન તુગલક
B. ઝીયાઉદ્દીન તુગલક
C. ફિરોજશાહ તુગલક
D. ગિયાસુદ્દીન તુગલક
ઉત્તર:
C. ફિરોજશાહ તુગલક
પ્રશ્ન 28.
ફિરોજશાહ તુગલકના અવસાન પછી દિલ્લી પર કોણે આક્રમણ કર્યું?
A. ચિંગીઝખાને
B. તૈમૂર લંગે
C. બાબરે
D. સિકંદરે
ઉત્તર:
B. તૈમૂર લંગે
પ્રશ્ન 29.
તુગલકવંશના શાસનના અંત પછી દિલ્હીની ગાદી ઉપર કયા વંશના શાસનની સ્થાપના થઈ?
A. ખલજીવંશના
B. મુઘલવંશના
C. સૈયદવંશના
D. લોદી વંશના
ઉત્તર:
C. સૈયદવંશના
પ્રશ્ન 30.
દિલ્હીની ગાદી ઉપર સૈયદવંશની સ્થાપના કોણે કરી?
A. બહલોલ
B. ઇબ્રાહીમે
C. ફિરોજખાને
D. ખિજખાંએ
ઉત્તર:
D. ખિજખાંએ
પ્રશ્ન 31.
દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી?
A. બહલોલ
B. ઇબ્રાહીમે
C. સિકંદરે
D. મુબારકશાહે
ઉત્તર:
A. બહલોલ
પ્રશ્ન 32.
પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું?
A. ઈ. સ. 1506માં
B. ઈ. સ. 1526માં
C. ઈ. સ. 1536માં
D. ઈ. સ. 1556માં
ઉત્તર:
B. ઈ. સ. 1526માં
પ્રશ્ન 33.
પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીનો કોની સામે પરાજય થયો?
A. બાબરની
B. હુમાયુની
C. અકબરની
D. જહાંગીરની
ઉત્તર:
A. બાબરની
પ્રશ્ન 34.
દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી?
A. અકબરે
B. જહાંગીરે
C. હુમાયુએ
D. બાબરે
ઉત્તર:
D. બાબરે
પ્રશ્ન 35.
દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું?
A. સેનાપતિ
B. ઇક્વેદાર
C. સુલતાન
D. વજીર
ઉત્તર:
C. સુલતાન
પ્રશ્ન 36.
સલ્તનત શાસનવ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?
A. ત્રણ
B. ચાર
C. પાંચ
D. બે
ઉત્તર:
A. ત્રણ
પ્રશ્ન 37.
સલ્તનત શાસનવ્યવસ્થાના વિભાગોમાં કયા એક વિભાગનો સમાવેશ થતો નથી?
A. સ્થાનિક
B. કેન્દ્રીય
C. સુલતાન
D. પ્રાંતિક (પ્રાંતીય)
ઉત્તર:
C. સુલતાન
પ્રશ્ન 38.
સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો?
A. ખલીફા
B. વજીર
C. ઉમરાવ
D. દીવાન
ઉત્તર:
B. વજીર
પ્રશ્ન 39.
સલ્તનતકાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા?
A. ‘શિક’ અને ‘પરગણા’
B. ‘પરગણા’ અને ‘ઈક્તા’
C. ‘શિક’ અને ‘ઈક્તા’
D. ‘મંડલ’ અને ‘મહાલ’
ઉત્તર:
A. ‘શિક’ અને ‘પરગણા’
પ્રશ્ન 40.
કુતુબુદીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું?
A. કુવત-ઉલ-ઇસ્લામ
B. ચિરાગ-એ-દેહલી
C. મોઠ કી મસ્જિદ
D. કદમ-રસૂલ-મસ્જિદ
ઉત્તર:
A. કુવત-ઉલ-ઇસ્લામ
પ્રશ્ન 41.
કુતુબમિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?
A. બુતશિકને
B. અલાઉદ્દીન ખલજીએ
C. ઇસ્તુત્મિશે
D. હુસેનશાહે
ઉત્તર:
C. ઇસ્તુત્મિશે
પ્રશ્ન 42.
અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કોણે બંધાવી હતી?
A. ઇસ્તુત્મિશે
B. સિકંદર લોદીએ
C. ફિરોજશાહ તુગલકે
D. કુતુબુદ્દીન ઐબકે
ઉત્તર:
D. કુતુબુદ્દીન ઐબકે
પ્રશ્ન 43.
‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે?
A. દિલ્લીમાં
B. અજમેરમાં
C. જયપુરમાં
D. ભોપાલમાં
ઉત્તર:
B. અજમેરમાં
પ્રશ્ન 44.
અલાઉદ્દીન ખલજીએ કયો દરવાજો બંધાવ્યો હતો?
A. બુલંદ
B. ચિશ્તી
C. સિકરી
D. અલાઈ
ઉત્તર:
D. અલાઈ
પ્રશ્ન 45.
અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યું હતું?
A. સીરી
B. સિકરી
C. ચાંપાનેર
D. અલાહાબાદ
ઉત્તર:
A. સીરી
પ્રશ્ન 46.
તુગલક શાસન દરમિયાન બંધાયેલ નગરોમાં કયા એક નગરનો સમાવેશ થતો નથી?
A. ફતેહપુર સિકરીનો
B. તુગલકાબાદનો
C. ફિરોઝાબાદનો
D. ફતેહાબાદનો
ઉત્તર:
A. ફતેહપુર સિકરીનો
પ્રશ્ન 47.
બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે બાંધકામો કયા વંશ દરમિયાન બંધાયાં હતાં?
A. ખલજીવંશ અને સૈયદવંશ
B. ખલજીવંશ અને લોદી વંશ
C. તુગલકવંશ અને સૈયદવંશ
D. સૈયદવંશ અને લોદી વંશ
ઉત્તર:
D. સૈયદવંશ અને લોદી વંશ
પ્રશ્ન 48.
વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું?
A. વલભીનગર
B. વિદ્યાનગર
C. હરિહરનગર
D. જામનગર
ઉત્તર:
B. વિદ્યાનગર
પ્રશ્ન 49.
હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા?
A. તુલવવંશના
B. સાલવવંશના
C. સંગમવંશના
D. અરવિંડુવંશના
ઉત્તર:
C. સંગમવંશના
પ્રશ્ન 50.
વિજયનગર સામ્રાજ્ય જે વંશોએ શાસન કર્યું હતું, તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?
A. બાલવવંશ
B. સંગમવંશ
C. સાલવવંશ
D. તુલવવંશ
ઉત્તર:
A. બાલવવંશ
પ્રશ્ન 51.
વિજયનગર સામ્રાજ્ય પર સાલવવંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ?
A. વિજુવવંશની
B. તુલવવંશની
C. અરવિંડુવંશની
D. સંગમવંશની
ઉત્તર:
B. તુલવવંશની
પ્રશ્ન 52.
વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?
A. હગરી
B. ભીમા
C. તુંગભદ્રા
D. કૃષ્ણા
ઉત્તર:
C. તુંગભદ્રા
પ્રશ્ન 53.
વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?
A. બુક્કારાય
B. હરિહરરાય
C. રામરાય
D. કૃષ્ણદેવરાય
ઉત્તર:
D. કૃષ્ણદેવરાય
પ્રશ્ન 54.
કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું?
A. નાગલપુર
B. સારંગપુર
C. વિસલપુર
D. દેશલપુર
ઉત્તર:
A. નાગલપુર
પ્રશ્ન 55.
કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?
A. સંસ્કૃત અને મલયાલમ
B. સંસ્કૃત અને તમિલ
C. સંસ્કૃત અને તેલુગુ
D. સંસ્કૃત અને કન્નડ
ઉત્તર:
C. સંસ્કૃત અને તેલુગુ
પ્રશ્ન 56.
સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય ક્યા
નામે ઓળખાયા?
A. ‘આંધ્રના ભોજ’
B. ‘દક્ષિણના ભોજ’
C. ‘વિજયનગરના ભોજ’
D. ‘કર્ણાટકના ભોજ’
ઉત્તર:
A. ‘આંધ્રના ભોજ’
પ્રશ્ન 57.
કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો?
A. પાણીપતના
B. તાલીકોટાના
C. હલદીઘાટના
D. તરાઈના
ઉત્તર:
B. તાલીકોટાના
પ્રશ્ન 58.
તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું?
A. 12 ડિસેમ્બર, 1562ના રોજ
B. 15 ઑક્ટોબર, 1580ના રોજ
C. 23 માર્ચ, 1568ના રોજ
D. 23 જાન્યુઆરી, 1565ના રોજ
ઉત્તર:
D. 23 જાન્યુઆરી, 1565ના રોજ
પ્રશ્ન 59.
ઝફરખાને કયું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું?
A. ગ્યાસુદ્દીન બહમનશાહ
B. જલાલુદ્દીન બહમનશાહ
C. ફિરોજશાહ બહમનશાહ
D. અલાઉદ્દીન બહમનશાહ
ઉત્તર:
D. અલાઉદ્દીન બહમનશાહ
પ્રશ્ન 60.
અલાઉદ્દીન બહમનશાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી?
A. ગુલમર્ગને
B. બીડરને
C. દેવગિરિને
D. અહમદનગરને
ઉત્તર:
A. ગુલમર્ગને
પ્રશ્ન 61.
બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?
A. મહમૂદ શેરા
B. મહમદ બહમની
C. કાસિમ બરીદ
D. મહમૂદ ગવાં
ઉત્તર:
D. મહમૂદ ગવાં
પ્રશ્ન 62.
બહમની રાજ્યના શાસક મહમૂદશાહ બહમની બીજાના વજીરનું નામ શું હતું?
A. મહમૂદ ગવાં
B. કાસિમ બરીદ
C. કાસિમ દીવાં
D. મહમદ શરીદ
ઉત્તર:
B. કાસિમ બરીદ
પ્રશ્ન 63.
કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો?
A. મહમૂદ ગવાંના
B. કાસિમ બહમનીના
C. કાસિમ બરીદના
D. મહમદ ઝિકારના
ઉત્તર:
C. કાસિમ બરીદના
પ્રશ્ન 64.
બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
A. બીજાપુર
B. વીજાપુર
C. અહમદનગર
D. ગોલકોંડા
ઉત્તર:
B. વીજાપુર
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. પ્રાચીનકાળથી જ ……………………. ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે.
ઉત્તર:
દિલ્લી
2. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્લી ……………………… નું એક મહત્ત્વનું કેન્દ્ર હતું.
ઉત્તર:
વેપાર-વાણિજ્ય
૩. દિલ્લી સલ્તનતના શાસકો ………………….. અને ……………………….. મૂળના હતા.
ઉત્તર:
તુર્ક, અફઘાન
4. ઈ. સ. 1206થી ઈ. સ ……………………….. સમયગાળા દરમિયાન ગુલામવંશે દિલ્હીની ગાદી પર સત્તા ભોગવી.
ઉત્તર:
1290
5. ……………………. એ દિલ્લીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો.
ઉત્તર:
શિહાબુદ્દીન ઘોરી
6. …………………………… દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન હતો.
ઉત્તર:
કુતુબુદ્દીન ઐબક
7. ઈ. સ ……………………………. માં પોલો રમતાં ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું.
ઉત્તર:
1210
8. સુલતાન ……………………………. સતનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન'(ચારગાન)ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ઇસ્તુત્મિશે
9. સુલતાન ઇસ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર …………………. થી ર્દિલ્લી કર્યું.
ઉત્તર:
લાહોર
10. સુલતાન ………………………… ને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે.
ઉત્તરઃ
ઇસ્તુત્મિશ
11. ………………………. ભારતમાં દિલ્હીની ગાદીએ આવનાર (બેસનાર) પ્રથમ મહિલા હતી.
ઉત્તર:
રઝિયા સુલતાના
12. ઇતિહાસકાર …………………………. સ્વીકાર્યું હતું કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાંથી સૌથી વધુ કાબેલ અને સક્ષમ
હતી.
ઉત્તર:
મીન્હાજ-એ-સીરાજે
13. રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ ઇસ્તુત્મિશના પુત્ર …………………………… ને દિલ્હીની ગાદીએ બેસાડ્યો.
ઉત્તર:
નાસિરૂદીન
14. નાસિરુદ્દીનના અવસાન બાદ ………………….. દિલ્હીની ગાદીએ આવ્યો.
ઉત્તર:
ગ્યાસુદ્દીન બલ્બન
15. સુલતાન ……………………… ‘ચહલગાન’ દળને વિખેરી નાખી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી.
ઉત્તર:
ગ્યાસુદ્દીન બલ્બને
16. ગ્યાસુદ્દીન બલ્બનના અવસાન પછી દિલ્લી સલ્તનત પર ……………………….. વંશની સ્થાપના થઈ.
ઉત્તર:
ખલજી
17. ખલજીવંશે દિલ્હીની ગાદી પર ઈ. સ. 1290થી ઈ. સ. …………………….. સુધી શાસન કર્યું.
ઉત્તર:
1320
18. …………………… દિલ્લીની ગાદી પર બેસનાર ખલજીવંશનો પ્રથમ શાસક હતો.
ઉત્તર:
જલાલુદ્દીન
19. સુલતાન જલાલુદ્દીન પછી ………………………… ખલજી દિલ્લીની ગાદીએ આવ્યો.
ઉત્તર:
અલાઉદ્દીન
20. સુલતાન ……………………. ખલજીએ દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી.
ઉત્તરઃ
અલાઉદ્દીન
21. ખલજીવંશ પછી દિલ્લીની ગાદી પર ……………………….. વંશની સત્તા સ્થપાઈ.
ઉત્તર:
તુગલક
22. ………………………. તુગલક દિલ્લી સલ્તનતના તુગલકવંશનો પ્રથમ શાસક હતો.
ઉત્તર:
ગિયાસુદ્દીન
23. ………………………. તુગલકવંશનો એક પ્રતિભાવંત સુલતાન હતો.
ઉત્તર:
મુહમ્મદબિન-તુગલક
24. દિલ્લીના સુલતાન મુહમ્મદ-બિન-તુગલકની યોજનાઓ ‘……………………………’ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
તરંગી યોજનાઓ
25. સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ……………………….. ભારતની મુલાકાતે આવ્યો હતો.
ઉત્તર:
ઈબ્નબતુતા
26. મુહમ્મદ-બિન-તુગલકની પછી …………………………….. તુગલક ગાદીએ આવ્યો હતો.
ઉત્તર:
ફિરોજશાહ
27. ફિરોજશાહ તુગલકના અવસાન પછી ……………………………….. દિલ્લી પર આક્રમણ કર્યું હતું.
ઉત્તર:
તૈમૂર લંગે
28. સૈયદવંશ પછી …………………………… લોદીએ દિલ્હીની ગાદી પર લોદી વંશની સ્થાપના કરી હતી.
ઉત્તર:
બહલોલ
29. ………………………….. લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો.
ઉત્તર:
બહલોલ
30. ……………………. લોદી લોદી વંશનો અંતિમ બાદશાહ હતો.
ઉત્તર:
ઇબ્રાહીમ
31. પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહીમ લોદી અને …………………….. વચ્ચે થયું હતું.
ઉત્તર:
બાબર
32. પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીનો પરાજય થતાં દિલ્હીની ગાદી ઉપર …………………… શાસનની શરૂઆત થઈ.
ઉત્તર:
મુઘલ
33. દિલ્લી સલ્તનતમાં …………………….. ની સત્તા સર્વોપરી ગણાતી.
ઉત્તર:
સુલતાન
34. દિલ્લી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી ……………………. કહેવાતો.
ઉત્તર:
વજીર
35. દિલ્લી સલ્તનતના વહીવટીતંત્રનો વડો ……………………………… હતો.
ઉત્તર:
વજીર
36. દિલ્લી સલ્તનતકાળમાં પ્રાંતને ……………………. કહેવામાં આવતો.
ઉત્તર:
ક્તા
37. દિલ્લી સલ્તનતકાળમાં ઇક્તાના વડાને …………………………….. કે …………………………… કહેવામાં આવતો.
ઉત્તર:
ઇક્વેદાર, મુક્તિ
38. દિલ્લી સલ્તનતકાળમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે ‘…………………………..’ અને ‘……………………………’ કહેવામાં આવતા.
ઉત્તર:
શિક, પરગણા
39. કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદ ……………………….. શહેરમાં આવેલ છે.
ઉત્તર:
દિલ્લી
40. દિલ્લી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ………………………………. શૈલીનાં સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ હતી.
ઉત્તર:
ઈસ્લામિક
41. દિલ્લીમાં કુતુબમિનારનું બાંધકામ સુલતાન ………………………. શરૂ કરાવ્યું હતું.
ઉત્તર:
કુતુબુદ્દીન ઐબકે
42. ………………………. અને ……………………….. એ કુતુબમિનારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
ઉત્તર:
ફિરોજશાહ તુગલક, સિકંદર લોદી
43. હરિહરરાય અને હુક્કારાય નામના બે ભાઈઓએ ………………………… સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
ઉત્તર:
વિજયનગર
44 વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ………………………… નદીના કિનારે કરવામાં આવી હતી.
ઉત્તર:
તુંગભદ્રા
45. હરિહરરાય અને બુક્કારાયના ગુરુનું નામ ……………………………… હતું.
ઉત્તર:
સ્વામી વિદ્યારણ્ય
46. હરિહરરાય અને હુક્કારાય નામના બે ભાઈઓ ………………………… વિંશના રાજા હતા.
ઉત્તર:
સંગમ
47. વિજયનગર સામ્રાજ્યમાં સાલવવંશના શાસન બાદ …………………………….. વંશની સ્થાપના થઈ.
ઉત્તર:
તુલુવ
48. ………………………….. વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો, એટલું જ નહિ તે ભારતનો એક મહાન શાસક હતો.
ઉત્તર:
કૃષ્ણદેવરાય
49. કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે ……………………….. નામનું નગર વસાવ્યું હતું.
ઉત્તર:
નાગલપુર
50. ભારતના ઇતિહાસમાં કૃષ્ણદેવરાય ‘………………………….’ ના નામે ઓળખાય છે.
ઉત્તર:
આંધ્રના ભોજ
51. 23 જાન્યુઆરી, 1565ના ………………………. ના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના સંઘની સામે વિજયનગર સામ્રાજ્યનો પરાજય થયો.
ઉત્તર:
તાલીકોટા
52. ………………………… બહમની રાજ્યના સ્થાપક હતો.
ઉત્તર:
ઝફરખાન
53. ઝફરખાને ……………………… નામ ધારણ કરીને બહમની રાજ્યનું શાસન કર્યું હતું.
ઉત્તર:
અલાઉદ્દીન બહમનશાહ
54. …………………………. બહમની રાજ્યની રાજધાની હતી.
ઉત્તર:
ગુલમર્ગ
55. સુલતાન અહમદશાહે બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગથી ………………………… ખસેડી હતી.
ઉત્તર:
બીડર
56. સુલતાન મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ …………………………. હતું.
ઉત્તર:
મહમૂદ ગવાં
57. સુલતાન મહમૂદશાહ બહમની બીજાના વજીર …………………………….. ના સમયમાં જ બહમની સામ્રાજ્યનું પતન થયું.
ઉત્તર:
કાસિમ બરીદ
58. બહમની સામ્રાજ્યનું પતન થતાં સમગ્ર સામ્રાજ્ય …………………………… સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયું.
ઉત્તર:
પાંચ
59. ઈ. સ ………………………….. માં કુતુબુદ્દીન ઐબકે દિલ્લી સલ્તનતની સ્થાપના કરી હતી.
ઉત્તર:
1206
60. ઈ. સ. 1526માં ……………………. લોદીના શાસનના અંત સાથે દિલ્લી સલ્તનતનો અસ્ત થયો હતો.
ઉત્તર:
ઇબ્રાહીમ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. દિલ્લી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુઘલ જાતિના હતા.
ઉત્તર:
ખોટું
2. કુતુબુદ્દીન ઐબક દિલ્લી સલ્તનતનો છેલ્લો સુલતાન હતો.
ઉત્તર:
ખોટું
૩. કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી રઝિયા સુલતાના દિલ્લીની ગાદીએ આવી.
ઉત્તર:
ખોટું
4. સુલતાન ઇસ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર પેશાવરથી દિલ્લી કર્યું.
ઉત્તરઃ
ખોટું
5. રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી.
ઉત્તર:
ખરું
6. સુલતાન ગ્યાસુદ્દીન બલ્બન પછી નાસિરૂદીન દિલ્હીની ગાદીએ આવ્યો.
ઉત્તર:
ખોટું
7. જલાલુદીન ખલજીથી ખલજીવંશની શરૂઆત થઈ.
ઉત્તર:
ખરું
8. સુલતાન અલાઉદ્દીન ખલજીએ દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કરી હતી.
ઉત્તર:
ખરું
9. પ્રતીક મુદ્રપ્રયોગ એ મુહમ્મદ-બિન-તુગલકની યોજના હતી.
ઉત્તર:
ખરું
10. મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં ઈરાનનો મુસાફરી ઇબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.
ઉત્તરઃ
ખોટું
11. દિલ્હીની ગાદી ઉપર બહલોલ સૈયદવંશની સ્થાપના કરી હતી.
ઉત્તરઃ
ખોટું
12. બહલોલ લોદી દિલ્લી સલ્તનતનો પ્રથમ તુર્ક શાસક હતો.
ઉત્તરઃ
ખોટું
13. ઇબ્રાહીમ લોદી લોદીવંશનો છેલ્લો બાદશાહ હતો.
ઉત્તરઃ
ખરું
14. ઈ. સ. 1526માં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહીમ લોદીનો પરાજય થયો.
ઉત્તરઃ
ખોટું
15. દિલ્લી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો.
ઉત્તરઃ
ખરું
16. કુતુબુદ્દીનના સમયમાં કુતુબમિનારના માત્ર ત્રણ માળ બાંધી શકાયા હતા.
ઉત્તરઃ
ખોટું
17. કુતુબમિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોજશાહ તુગલકે પૂર્ણ કરાવ્યું હતું.
ઉત્તરઃ
ખોટું
18. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના હતા.
ઉત્તરઃ
ખરું
19. કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું.
ઉત્તરઃ
ખરું
20. સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય ‘આંધના ભોજ’ તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
ખોટું
21. સુલતાન અહમદશાહે બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગથી બીજાપુર ખસેડી હતી.
ઉત્તરઃ
ખોટું
22. મુહમ્મદશાહ ત્રીજાના વજીર મહમૂદ ગવાએ સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી.
ઉત્તરઃ
ખરું
23. બહમની સામ્રાજ્યના પતન પછી સમગ્ર સામ્રાજ્ય સાત સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું હતું.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભારતનો દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન | (1) જલાલુદ્દીન |
(2) ગુલામ વંશનો સાચો સ્થાપક | (2) ગ્યાસુદીન બલ્બન |
(3) ‘ચહેલગાન’ને વિખેરી નાખનાર | (3) અલાઉદ્દીન |
(4) ખલજીવંશનો પ્રથમ શાસક | (4) ઇસ્તુત્મિશ |
(5) કુતુબુદીન ઐબક |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભારતનો દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન | (5) કુતુબુદીન ઐબક |
(2) ગુલામ વંશનો સાચો સ્થાપક | (4) ઇસ્તુત્મિશ |
(3) ‘ચહેલગાન’ને વિખેરી નાખનાર | (2) ગ્યાસુદીન બલ્બન |
(4) ખલજીવંશનો પ્રથમ શાસક | (1) જલાલુદ્દીન |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરનાર | (1) ખિજખાં |
(2) ‘તરંગી યોજના’નો યોજક | (2) ઇબ્નબતુતા |
(3) સૈયદવંશનો સ્થાપક | (3) મુહમ્મદ-બિન-તુગલક |
(4) લોદી વંશનો સ્થાપક | (4) અલાઉદ્દીન |
(5) બહલોલ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરનાર | (4) અલાઉદ્દીન |
(2) ‘તરંગી યોજના’નો યોજક | (3) મુહમ્મદ-બિન-તુગલક |
(3) સૈયદવંશનો સ્થાપક | (1) ખિજખાં |
(4) લોદી વંશનો સ્થાપક | (5) બહલોલ |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કુતુબમિનાર | (1) અજમેર |
(2) ઢાઈ દિનકા ઝોંપડા | (2) બીડર |
(3) વિજયનગર | (3) દિલ્લી |
(4) બહમની રાજ્યની રાજધાની | (4) કાવેરી |
(5) તુંગભદ્રા |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કુતુબમિનાર | (3) દિલ્લી |
(2) ઢાઈ દિનકા ઝોંપડા | (1) અજમેર |
(3) વિજયનગર | (5) તુંગભદ્રા |
(4) બહમની રાજ્યની રાજધાની | (2) બીડર |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ‘આંધ્રના ભોજ’ | (1) મુહંમદ બહમન |
(2) બહમની રાજ્યનો સ્થાપક | (2) કૃષ્ણદેવરાય |
(3) મુહમ્મદશાહ ત્રીજાનો વજીર | (3) કાસિમ બરીદ |
(4) મહમૂદશાહ બહમની બીજાનો વજીર | (4) મહમૂદ ગવાં |
(5) ઝફરખાન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ‘આંધ્રના ભોજ’ | (2) કૃષ્ણદેવરાય |
(2) બહમની રાજ્યનો સ્થાપક | (5) ઝફરખાન |
(3) મુહમ્મદશાહ ત્રીજાનો વજીર | (4) મહમૂદ ગવાં |
(4) મહમૂદશાહ બહમની બીજાનો વજીર | (3) કાસિમ બરીદ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો:
પ્રશ્ન 1.
12મી સદીમાં દિલ્લીનું શું મહત્ત્વ હતું?
ઉત્તર:
12મી સદીમાં તોમર અને ચૌહાણવંશના રાજપૂતોના – સમયમાં દિલ્લી વેપાર-વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર હતું.
પ્રશ્ન 2.
કયા શાસનકાળને દિલ્લી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
ઈ. સ. 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોના શાસનકાળને દિલ્લી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 3.
દિલ્લી સલ્તનતના શાસકો કયા મૂળના હતા?
ઉત્તર:
દિલ્લી સલ્તનતના શાસકો તુર્ક અને અફઘાન મૂળના હતા.
પ્રશ્ન 4.
દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી? કયા કયા?
ઉત્તરઃ
દિલ્લી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી : ગુલામવંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ અને લોદી વંશ.
પ્રશ્ન 5.
દિલ્લીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો? કેવી રીતે?
ઉત્તર:
ઈ. સ. 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્લીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો.
પ્રશ્ન 6.
ભારતમાં દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? :
ઉત્તર:
શિહાબુદ્દીન ઘોરીનો ગુલામ કુતુબુદ્દીન ઐબક ભારતમાં દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન હતો.
પ્રશ્ન 7.
કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કેવી રીતે થયું? તેણે કેટલાં વર્ષ શાસન કર્યું હતું?
ઉત્તર:
ઈ. સ. 1210માં પોલોની રમત રમતાં ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું. તેણે પાંચ વર્ષ શાસન કર્યું હતું.
પ્રશ્ન 8.
કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી દિલ્લીની ગાદીએ કોણ આવ્યું? તેણે દિલ્લી સલ્તનતને સર્વોપરી બનાવવા શું કર્યું?
ઉત્તર:
કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેના જમાઈ ઇસ્તુત્મિશ દિલ્હીની ગાદીએ આવ્યો. તેણે દિલ્લી સલ્તનતને સર્વોપરી બનાવવા 40 તુર્ક અમીરોના દળ એવા ‘ચહલગાન'(ચારગાન)ની રચના કરી.
પ્રશ્ન 9.
દિલ્લી સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું?
ઉત્તર:
સુલતાન ઇસ્તુત્મિશે દિલ્લી સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર (લાહોરથી દિલ્લી) કર્યું.
પ્રશ્ન 10.
ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?
ઉત્તર:
સુલતાન ઇસ્તુત્મિશને ગુલામવંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે.
પ્રશ્ન 11.
સુલતાન ઇસ્તુત્મિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કર્યા? શા માટે?
ઉત્તર:
સુલતાન ઇન્તુત્મિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહિ. તેથી તેણે પોતાની કાબેલ અને સક્ષમ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી.
પ્રશ્ન 12.
દિલ્લી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા કોણ હતી?
ઉત્તર:
દિલ્લી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા રઝિયા હતી.
પ્રશ્ન 13.
ઇતિહાસકાર મહાજ-એ-સીરાજે રઝિયા સુલતાના વિશે શું નોંધ્યું છે?
ઉત્તર:
ઇતિહાસકાર મીન્હાજ-એ-સીરાજે રઝિયા સુલતાના વિશે નોંધ્યું છે કે, ‘રઝિયા તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં, તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી.’
પ્રશ્ન 14.
રઝિયા સુલતાના પછી દિલ્લીની ગાદી ઉપર કોણ આવ્યું? તેણે કેટલાં વર્ષ શાસન કર્યું?
ઉત્તરઃ
રઝિયા સુલતાના પછી દિલ્લીની ગાદી ઉપર ઇસ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન આવ્યો. તેણે 21 વર્ષ સુધી શાસન કર્યું.
પ્રશ્ન 15.
નાસિરુદ્દીન પછી દિલ્લીની ગાદી ઉપર કોણ આવ્યું? તેણે કહ્યું મહત્ત્વનું કાર્ય કર્યું?
ઉત્તર:
નાસિરૂદીન પછી દિલ્હીની ગાદી ઉપર ગ્યાસુદ્દીન બલ્બન આવ્યો. તેણે ‘ચેહલગાન'(ચારગાન)ને વિખેરી નાખી શાસનતંત્ર ઉપર અમીરોની પકડને હળવી કરી અને સુલતાનના સ્થાનને રે મજબૂત બનાવ્યું.
પ્રશ્ન 16.
દિલ્લીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી?
ઉત્તર:
અફઘાનિસ્તાનના જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી ઉપર ખલજીવંશની સ્થાપના કરી.
પ્રશ્ન 17.
જલાલુદ્દીન પછી દિલ્લીની ગાદી ઉપર કોણ આવ્યું? તેણે સામ્રાજ્યનો વિસ્તાર કેવી રીતે કર્યો?
ઉત્તર:
જલાલુદીન પછી દિલ્હીની ગાદી ઉપર અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજયો મેળવી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.
પ્રશ્ન 18.
અલાઉદ્દીન ખલજીએ દિલ્લીના લશ્કરીતંત્રમાં શો સુધારો કર્યો?
ઉત્તરઃ
અલાઉદ્દીન ખલજીએ દિલ્લીમાં સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અનુક્રમે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કરી.
પ્રશ્ન 19.
અલાઉદ્દીન ખલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા?
ઉત્તર:
અલાઉદ્દીન ખલજીએ ભાવનિયમન, બજાર પર નિયંત્રણ, સંગ્રહખોરી પર નિયમન વગેરે વહીવટી સુધારા કર્યા.
પ્રશ્ન 20.
દિલ્લીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?
ઉત્તર:
ગિયાસુદીન તુગલકે દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કરી હતી.
પ્રશ્ન 21.
તુગલકવંશ દરમિયાન કોણ પ્રતિભાશાળી સુલતાન થઈ ગયો? .
ઉત્તર:
તુગલકવંશ દરમિયાન મુહમ્મદ-બિન-તુગલક પ્રતિભાશાળી સુલતાન થઈ ગયો.
પ્રશ્ન 22.
મુહમ્મદ-બિન-તુગલકે કઈ બે યોજનાઓ અમલમાં મૂકી હતી?
ઉત્તર:
મુહમ્મદ-બિન-તુગલકે આ બે યોજનાઓ અમલમાં મૂકી હતી:
(1) રાજધાનીનું દિલ્લીથી દોલતાબાદ સ્થળાંતર અને
(2) પ્રતીક મુદ્રાપ્રયોગ (ચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ).
પ્રશ્ન 23.
મુહમ્મદ-બિન-તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ’ તરીકે શાથી ઓળખાઈ?
ઉત્તર:
મુહમ્મદ-બિન-તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યાવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી
એ યોજનાઓ ‘તરંગી યોજનાઓ’ તરીકે ઓળખાઈ.
પ્રશ્ન 24.
મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?
ઉત્તરઃ
મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.
પ્રશ્ન 25.
મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું?
ઉત્તર:
મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્હીની ગાદી ઉપર તેનો પિતરાઈ ભાઈ ફિરોજશાહ તુગલક આવ્યો.
પ્રશ્ન 26.
ફિરોજશાહ તુગલકના અવસાન બાદ કોણે દિલ્લી પર આક્રમણ કર્યું? ક્યારે?
ઉત્તર:
ફિરોજશાહ તુગલકના અવસાન બાદ ઈ. સ. 1398 – ’99માં સમરકંદના સુલતાન તૈમૂર લંગે દિલ્લી પર આક્રમણ કર્યું.
પ્રશ્ન 27.
દિલ્લીની ગાદી ઉપર સૈયદવંશની સ્થાપના કોણે કરી?
ઉત્તર:
દિલ્લીની ગાદી ઉપર ખિજખાએ સૈયદવંશની સ્થાપના કરી.
પ્રશ્ન 28.
દિલ્લીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી?
ઉત્તર:
દિલ્હીની ગાદી ઉપર બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી.
પ્રશ્ન 29.
દિલ્લી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો?
ઉત્તર:
બહલોલ લોદી દિલ્લી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો.
પ્રશ્ન 30.
સલ્તનતયુગનો અંત કેવી રીતે આવ્યો? દિલ્લીની ગાદી ઉપર કયા શાસનની શરૂઆત થઈ?
ઉત્તર:
ઈ. સ. 1526માં કાબુલના બાદશાહ બાબરે દિલ્લી પર આક્રમણ કર્યું. પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબર સામે સલ્તનતના બાદશાહ ઇબ્રાહીમ લોદીનો પરાજય થતાં સલ્તનતયુગનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની શરૂઆત થઈ.
પ્રશ્ન 31.
દિલ્લી સલ્તનતના શાસનમાં સુલતાનનું શું સ્થાન હતું?
ઉત્તર:
દિલ્લી સલ્તનતના શાસનમાં સુલતાન કેન્દ્રસ્થાને હતો. તે રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો, એટલે કે તે સર્વોચ્ચ સેનાપતિ, સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડો હતો.
પ્રશ્ન 32.
સલ્તનત શાસનવ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેચાયેલી હતી? કયા કયા?
ઉત્તર:
સલ્તનત શાસનવ્યવસ્થા ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક.
પ્રશ્ન 33.
સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? તે શાનો વડો હતો?
ઉત્તર:
સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. તે વહીવટીતંત્રનો વડો હતો.
પ્રશ્ન 34.
સુલતાનના મંત્રીમંડળમાં કયા કયા વિભાગો હતા?
ઉત્તર:
સુલતાનના મંત્રીમંડળમાં વહીવટી વિભાગ, સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મવિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગો હતા.
પ્રશ્ન 35.
‘ઇક્તા’ કોને કહેવામાં આવતો? તેનો વડો શું કહેવાતો?
ઉત્તરઃ
સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જેને ‘ઇન્તા’ કહેવામાં આવતો. ઇક્તાનો વડો ઇત્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો.
પ્રશ્ન 36.
પ્રાંતીય શાસનમાં ઇત્તેદારનું શું સ્થાન હતું? તેનું મુખ્ય કાર્ય શું હતું?
ઉત્તરઃ
પ્રાંતીય શાસનમાં ઇત્તેદાર પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું મુખ્ય કાર્ય પ્રાંતનું જમીનમહેસૂલ એકઠું કરવાનું અને જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું.
પ્રશ્ન 37.
દિલ્લી સલ્તનતની રાજ્યવ્યવસ્થામાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું?
ઉત્તરઃ
દિલ્લી સલ્તનતની રાજ્યવ્યવસ્થામાં સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા, જેને અનુક્રમે ‘શિક’ અને ‘પરગણું’ કહેવામાં આવતા. ગામનો વહીવટ ગ્રામપંચાયત કરતી, જેનો વડો મુખી કે મુકાદમ કહેવાતો અને તેમને પટવારી તથા કારકુન મદદ કરતા.
પ્રશ્ન 38.
દિલ્લી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કેવાં સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ?
ઉત્તરઃ
દિલ્લી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઈસ્લામિક શૈલીનાં સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ.
પ્રશ્ન 39.
કુતુબુદ્દીન ઐબકે કયાં સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તરઃ
કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં ‘કુવત-ઉલ-ઇસ્લામ’ અને અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોપડા’ નામની બે મસ્જિદો બંધાવી હતી. તેણે દિલ્લીમાં કુતુબમિનાર નામના સૌથી ઊંચા મિનારાના નિર્માણનું કામ શરૂ કરાવ્યું હતું, પરંતુ તેના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો.
પ્રશ્ન 40.
ઈસ્તુત્મિશ ના સમયમાં કયાં કયાં સ્થાપત્યો બંધાયાં હતાં?
ઉત્તર:
ઇસ્તુત્મિશના સમયમાં હોજ-એ-શમ્મી, શમ્મી ઇદગાહ અને જુમા મસ્જિદ નામનાં સ્થાપત્યો બંધાયાં હતાં.
પ્રશ્ન 41.
અલાઉદ્દીન ખલજીએ કયાં કયાં સ્થાપત્યો બંધાવ્યાં હતાં?
ઉત્તરઃ
અલાઉદીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, સીરી નગર, હોજ-એ-ખાસ વગેરે સ્થાપત્યો બંધાવ્યાં હતાં.
પ્રશ્ન 42.
તુગલક શાસન દરમિયાન દિલ્લીમાં કઈ કઈ બાબતોનું નિર્માણ થયું હતું?
ઉત્તર:
તુગલક શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું.
પ્રશ્ન 43.
સૈયદવંશ અને લોદી વંશ દરમિયાન કયાં કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું?
ઉત્તરઃ
સૈયદવંશ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે.
પ્રશ્ન 44.
દિલ્લી સલ્તનતના પતન બાદ કયા કયા સ્વતંત્ર પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા?
ઉત્તર:
દિલ્લી સલ્તનતના પતન બાદ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનેક સ્વતંત્ર પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા; જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 45.
વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી?
ઉત્તર:
વિજયનગર રાજ્યની સ્થાપના હરિહરરાય અને છે બુક્કારાય નામના બે ભાઈઓએ કરી.
પ્રશ્ન 46.
વિજયનગરનું રાજ્ય ક્યારે અને ક્યાં સ્થપાયું?
ઉત્તરઃ
વિજયનગરનું રાજ્ય ઈ. સ. 1936માં તુંગભદ્રા નદીના (દક્ષિણ) કિનારે સ્થપાયું.
પ્રશ્ન 47.
વિજયનગર રાજ્યના શહેર વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું? શા માટે?
ઉત્તર:
વિજયનગર રાજ્યના શહેર વિજયનગરનું શરૂઆતનું નામ વિદ્યાનગર હતું, કારણ કે હરિહરરાય અને બુક્કારાયે તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિજયનગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું.
પ્રશ્ન 48.
હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા?
ઉત્તર:
હરિહરરાય અને હુક્કારાય સંગમવંશના હતા.
પ્રશ્ન 49.
વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું?
ઉત્તર:
વિજયનગર સામ્રાજ્યમાં સંગમવંશ, સાલવવંશ, તુલવવંશ, અરવિંડુવંશ વગેરે વંશોએ શાસન કર્યું હતું.
પ્રશ્ન 50.
કૃષ્ણદેવરાય કયા વંશના શ્રેષ્ઠ શાસક હતા?
ઉત્તરઃ
કૃષ્ણદેવરાય તુલવવંશના શ્રેષ્ઠ શાસક હતા.
પ્રશ્ન 51.
કૃષ્ણદેવરાયને કયું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
ઉત્તરઃ
કૃષ્ણદેવરાયને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.
પ્રશ્ન 52.
કૃષ્ણદેવરાયે ખેતીવાડીને કેવી રીતે સમૃદ્ધ બનાવી હતી?
ઉત્તરઃ
કૃષ્ણદેવરાયે સિંચાઈ માટે તળાવો અને નહેરો બંધાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી.
પ્રશ્ન 53.
કૃષ્ણદેવરાયે પ્રજાનો પ્રેમ કેવી રીતે મેળવ્યો હતો?
ઉત્તરઃ
કૃષ્ણદેવરાયે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો.
પ્રશ્ન 54.
કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું હતું? તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું?
ઉત્તરઃ
કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેકવિધ કલાત્મક ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું.
પ્રશ્ન 55.
કૃષ્ણદેવરાય ‘આંધ્રના ભોજ’ તરીકે શાથી ઓળખાયા?
ઉત્તર:
કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્ય તથા વિદ્યાનો ઉપાસક હતો. તેણે રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. વળી, તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. આ કારણોને લીધે કૃષ્ણદેવરાય આંધના ભોજ’ તરીકે ઓળખાયા.
પ્રશ્ન 56.
વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સામે થયો?
ઉત્તરઃ
23 જાન્યુઆરી, 1565ના રોજ તાલીકોટાના યુદ્ધમાં દક્ષિણ ભારતનાં મુસ્લિમ રાજ્યોના સંઘની સામે વિજયનગરનો પરાજય થયો.
પ્રશ્ન 57.
બહમની રાજ્યની સ્થાપના કોણે, ક્યારે કરી?
ઉત્તર:
તુગલકવંશના સમયમાં જ ઈ. સ. 1347માં દખ્ખણમાં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી.
પ્રશ્ન 58.
ઝફરખાને કયું નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું?
ઉત્તર:
ઝફરખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું.
પ્રશ્ન 59.
બહમની રાજ્યમાં કયા સુલતાનોનું શાસન નોંધપાત્ર છે?
ઉત્તર:
બહમની રાજ્યમાં અહમદશાહ અને મુહમદશાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે.
પ્રશ્ન 60.
અહમદશાહે ગુલમર્ગથી રાજધાની ક્યાં ખસેડી? એ શહેરમાં તેણે શું કર્યું?
ઉત્તરઃ
અહમદશાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી. બીડરમાં તેણે અનેક ઇમારતો બંધાવી.
પ્રશ્ન 61.
મુહમ્મદશાહ ત્રીજાનો વજીર કોણ હતો? તેણે કહ્યું મહત્ત્વનું કાર્ય કર્યું હતું?
ઉત્તર:
મહમૂદ ગવાં મુહમ્મદશાહ ત્રીજાનો વજીર હતો. તેણે ? સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી.
પ્રશ્ન 62.
મહમૂદશાહ બહમની બીજાના સમયમાં રાજ્યની બધી સત્તા કોના હાથમાં આવી? તેના સમયમાં કઈ મહત્ત્વની ઘટના બની?
ઉત્તરઃ
મહમૂદશાહ બહમની બીજાના સમયમાં રાજ્યની બધી સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી. તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો.
પ્રશ્ન 63.
બહમની સામ્રાજ્ય કયાં કયાં સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું?
ઉત્તર:
બહમની સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવાં પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું.
પ્રશ્ન 64.
દિલ્લી સલ્તનતની સ્થાપના કોણે, ક્યારે કરી હતી?
ઉત્તરઃ
દિલ્લી સલ્તનતની સ્થાપના ઈ. સ. 1206માં કુતુબુદીન ઐબકે કરી હતી.
પ્રશ્ન 65.
દિલ્લી સલ્તનતનો ક્યારે, કોના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો?
ઉત્તર:
દિલ્લી સલ્તનતનો ઈ. સ. 1526માં ઇબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
દિલ્લી સલ્તનતના સમયની રાજ્યવ્યવસ્થા વિશે નોંધ લખો.
ઉત્તર:
દિલ્લી સલ્તનતના સમયની રાજ્યવ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની હતી. દિલ્લી સલ્તનતના શાસનમાં સુલતાન કેન્દ્રસ્થાને હતો. સુલતાન રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો, એટલે કે તે સર્વોચ્ચ સેનાપતિ, સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડો હતો. સુલતાનને રાજ્યવહીવટમાં મદદ કરવા મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનતની શાસનવ્યવસ્થા ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી : કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક.
કેન્દ્રીય શાસન: મંત્રીમંડળની સહાયથી સુલતાન રાજ્યવહીવટ કરતો હતો. સુલતાનનો મુખ્યમંત્રી વજીર કહેવાતો. તે વહીવટીતંત્રનો વડો હતો. સુલતાનના મંત્રીમંડળમાં વહીવટી વિભાગ, સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મવિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગો હતા.
પ્રાંતીય શાસનઃ સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જેને ‘ઈક્તા’ કહેવામાં આવતો. ઇજ્જાનો વડો ઇત્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો. ઇત્તેદાર પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું મુખ્ય કાર્ય જમીનમહેસૂલ એકઠું કરવાનું અને જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું. જોકે, અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સૈન્યને મહત્ત્વ આપીને ઇત્તેદારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.
સ્થાનિક શાસનઃ દિલ્લી સલ્તનતની રાજ્યવ્યવસ્થામાં સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા. જેને અનુક્રમે શિક’ અને પરગણું કહેવામાં આવતા. ગામનો વહીવટ ગ્રામપંચાયત કરતી, જેનો વડો મુખી કે મુકાદમ કહેવાતો અને તેમને પટવારી તથા કારકુન મદદ કરતા.
પ્રશ્ન 2.
બહમની રાજ્ય વિશે માહિતી આપો.
ઉત્તર:
તુગલકવંશના સમયમાં જ દક્ષિણ ભારતમાં ઈ. સ. 1347માં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. ઝફરખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરીને બહમની રાજ્યનું સ્વતંત્રપણે શાસન કર્યું હતું. તેણે ગુલમર્ગને બહમની રાજ્યની રાજધાની બનાવીને રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા હતા. બહમની રાજ્યના શાસકો તરીકે અહમદશાહ અને મુહમ્મદશાહ ત્રીજાનું યોગદાન નોંધપાત્ર છે. સુલતાન અહમદશાહે રાજધાનીનું ગુલમર્ગથી બીડર સ્થળાંતર કર્યું અને ત્યાં અનેક કલાત્મક ઇમારતો બંધાવી. મહમૂદ ગવાં મુહમ્મદશાહ ત્રીજાનો વજીર હતો. તેણે વહીવટીતંત્રને સક્ષમ બનાવ્યું હતું. તેથી મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. એ પછી મહમૂદશાહ બહમની બીજાના સમયમાં રાજ્યની બધી સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. પરિણામે સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર એમ પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયું.
7. પરિચય આપો:
(1) ઇસ્તુત્મિશ
(2) રઝિયા સુલતાના
(૩) અલાઉદ્દીન ખલજી
(4) મુહમ્મદ-બિન-તુગલક
ઉત્તરઃ
(1) ઇસ્તુત્મિશઃ ઇસ્તુત્મિશ કુતુબુદ્દીન ઐબકનો જમાઈ હતો. કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેણે દિલ્હીની ગાદી સંભાળી હતી. ઇસ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તેણે કુતુબમિનારનું અધૂરું કાર્ય સંપૂર્ણ કરાવ્યું હતું. તેણે દિલ્લી સલ્તનતને સર્વોપરી બનાવવા માટે ‘ચેહલગાન'(ચારગાન)ની એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી. તેણે સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કર્યું હતું. પોતાના પુત્રોમાંથી એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન લાગતાં ઇસ્તુત્મિશે પોતાની સક્ષમ અને કાબેલ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી હતી.
(2) રઝિયા સુલતાનાઃ રઝિયા સુલતાના ઇન્તુત્મિશની કાબેલ પુત્રી હતી. ઇસ્તુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્લીની ગાદીએ આવી હતી. રઝિયા દિલ્લી સલ્તનત દરમિયાન દિલ્લીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મીન્ડાજ એ-સીરાજે નોંધ્યું છે કે, ‘રઝિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં, તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી.
રઝિયામાં કુશળ રાજક્ત તરીકેના બધા ગુણો હતા. તે નીડર અને શૂરવીર હતી. તેણે સ્વબળે દિલ્લીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્લીના દરબારમાં અમીર-ઉમરાવોનું | ખૂબ વર્ચસ્વ હતું. પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે આ રૂઢિચુસ્ત અમીર-ઉમરાવોને અપમાનજનક લાગ્યું. આથી તેમણે રઝિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાઓ શરૂ ર્યા. આમ, અમીર-ઉમરાવોની સત્તાલાલસાને કારણે રઝિયા સુલતાનાના શાસનનો અંત આવ્યો.
(3) અલાઉદ્દીન ખલજી: ઈ. સ. 1295માં અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદીએ આવ્યો. તે ઘણો મહત્ત્વાકાંક્ષી હતો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવીને દિલ્લી સલ્તનતનો વિસ્તાર કર્યો હતો. તેણે દિલ્લીમાં વિશાળ સ્થાયી લશ્કરની રચના કરી હતી. તેણે સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અનુક્રમે ‘દાગ’ અને ‘ચહેરા’ નામની પદ્ધતિની શરૂઆત કરી હતી. અલાઉદીને રાજ્યમાં ભાવનિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી પર નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા.
(4) મુહમ્મદ-બિન-તુગલક મુહમ્મદ-બિન-તુગલક તુગલકવંશનો પ્રતિભાશાળી સુલતાન હતો. તેણે પોતાના શાસન દરમિયાન કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. એ યોજનાઓમાં રાજધાનીનું દિલ્લીથી દોલતાબાદ સ્થળાંતરની અને પ્રતીક મુદ્રા પ્રયોગચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ)ની આ બે યોજનાઓ મુખ્ય હતી. એ યોજનાઓમાં વ્યાવહારિક્તા નહોતી તેમજ તેનો તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલ થયો નહોતો. તેથી એ યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. પરિણામે ઇતિહાસમાં એ યોજનાઓ ‘તરંગી યોજનાઓ’ તરીકે ઓળખાય છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.
પ્રવૃત્તિઓ
1. ભારતની રાજધાની દિલ્લીમાં આવેલાં પ્રવાસન સ્થળોની માહિતી એકઠી કરી હસ્તલિખિત અંક તૈયાર કરો.
2. અધિકૃત અમલદારની મદદથી તમારા ગામ, શહેર કે જિલ્લાના કોઈ દેશી રાજ્ય કે રજવાડાની વંશાવલિ તૈયાર કરો.
[નિોંધઃ વડોદરાના ગાયકવાડવંશની વંશાવલિ તૈયાર કરી શકાય.]
3. તમારી શાળાના પુસ્તકાલય અને તમારા વિષયશિક્ષકની મદદથી વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્યનાં સ્થાપત્યોનાં ચિત્રો એકઠાં કરી એક સચિત્ર હસ્તલિખિત અંક તૈયાર કરો.
4. દિલ્લી સલ્તનતકાળ પર આધારિત માહિતી અંક બનાવી પ્રશ્નમંચનું આયોજન કરો.
5. પ્રોજેક્ટ : તમારી શાળાના પુસ્તકાલયમાંથી ‘દિલ્લી સલ્તનત’ વિશે માહિતી એકઠી કરો અને તેની નોંધ તમારી નોંધપોથીમાં કરો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
દિલ્લી સલ્તનતના શાસકોના સમયકાળની દષ્ટિએ સાચો ક્રમ કયો છે?
A. ગુલામવંશ, ખલજીવંશ, લોદીવંશ, સૈયદવંશ, તુગલકવંશ
B. તુગલકવંશ, સૈયદવંશ, લોદીવંશ, ગુલામવંશ, ખલજીવંશ
C. ગુલામ વંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ, લોદી વંશ
D. ગુલામવંશ, ખલજીવંશ, તુગલવંશ, લોદી વંશ, સૈયદવંશ
ઉત્તર:
C. ગુલામ વંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ, લોદી વંશ
પ્રશ્ન 2.
કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન આવ્યો?
A. નાસિરુદ્દીનના
B. જલાલુદ્દીનના
C. કુતુબુદ્દીનના
D. શિહાબુદીનના
ઉત્તર:
B. જલાલુદ્દીનના
પ્રશ્ન 3.
આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલો હતો?
A. મુહમ્મદ તુગલકના
B. ઇબ્રાહીમ લોદીના
C. ગિયાસુદ્દીન તુગલકના
D. અલાઉદ્દીન ખલજીના
ઉત્તર:
A. મુહમ્મદ તુગલકના
પ્રશ્ન 4.
સલ્તનતકાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી ક્યા નામથી ઓળખાતો?
A. બીરબલના
B. ખલીફાના
C. વજીરના
D. મુનિમના
ઉત્તર:
C. વજીરના
પ્રશ્ન 5.
અલાઉદ્દીન ખલજીએ કરેલા સુધારાઓમાં કયા એક સુધારાનો સમાવેશ થતો નથી?
A. ભાવનિયમન
B. બજાર નિયંત્રણ
C. સંગ્રહખોરી પર નિયમન
D. ગ્રાહક સુરક્ષા નિયમન
ઉત્તર:
D. ગ્રાહક સુરક્ષા નિયમન
પ્રશ્ન 6.
ગુલામ વંશના સુલતાનોમાં ક્યા એક સુલતાનનો સમાવેશ થતો નથી?
A. કુતુબુદીન ઐબક
B. ઇસ્તુત્મિશ
C. જલાલુદ્દીન
D. નાસિરુદ્દીન
ઉત્તર:
C. જલાલુદ્દીન
પ્રશ્ન 7.
શાસક અને વંશ મુજબ નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે?
A. અલાઉદ્દીન – સૈયદવંશ
B. ફિરોજશાહ – તુગલકવંશ
C. ઇબ્રાહીમ – લોદી વંશ
D. હરિહરરાય અને બુક્કારાય – સંગમવંશ
ઉત્તર:
A. અલાઉદ્દીન – સૈયદવંશ