This GSEB Class 8 Maths Notes Chapter 15 આલેખનો પરિચય covers all the important topics and concepts as mentioned in the chapter.
આલેખનો પરિચય Class 8 GSEB Notes
→ માહિતીને આલેખપત્રમાં ઊભા એકસરખી પહોળાઈના અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈવાળા સ્તંભ દ્વારા દર્શાવાય છે. આ ચિત્રને લંબ આલેખ કહેવાય છે.
→ વર્તમાનપત્રોમાં, સામયિકોમાં તથા ટેલિવિઝનમાં જન્મદર, મૃત્યુદર, વરસાદ, પાકનું ઉત્પાદન, ક્રિકેટમેચનાં પરિણામો લંબ આલેખ દ્વારા દર્શાવાતા હોય છે.
→ લંબ આલેખ દ્વારા માહિતીની રજૂઆત રસપ્રદ બને છે ઉપરાંત માહિતી ટૂંકાય છે, લાંબા સમય સુધી યાદ રહે છે, સરખામણી સરળ બને છે અને ઝડપથી સમજી શકાય છે.
→ કેટલીક વાર માહિતી રેખીય આલેખ દ્વારા અથવા વર્તુળ-આલેખ દ્વારા પણ રજૂ કરવામાં આવે છે.
→ લંબ આલેખ જુદા જુદા વિભાગોની વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે.
→ વર્તુળ-આલેખ એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે.
→ સ્તંભ આલેખ એ સતત વર્ગો સ્વરૂપની માહિતી વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે.
→ સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા રેખા આલેખનો ઉપયોગ થાય છે.
→ જ્યારે રેખા આલેખ એક અખંડિત / પૂર્ણ રેખા સ્વરૂપે મળે છે. ત્યારે તેને રેખિક આલેખ કહેવામાં આવે છે.
→ આલેખપત્ર પર કોઈ પણ બિંદુની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે આપણને ૪ નિર્દેશાંક અને નિર્દેશાંકની જરૂર પડે.
→ એક સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેનો સંબંધ આલેખ દ્વારા પ્રદર્શિત કરી શકાય.
→ બિંદુના નિર્દેશાંક મુજબ બિંદુને આલેખપત્રમાં સ્થાન દર્શાવી શકાય છે.
દા. ત., A (2, 3)નું સ્થાન નક્કી કરવા X-અક્ષ પર 2 અને Y-અક્ષ પર 3 હોય તે રીતે A બિંદુનું સ્થાન નક્કી થાય છે.
→ જે બિંદુનો x નિર્દેશાંક શૂન્ય હોય અને પુ નિર્દેશાંક શૂન્યતર હોય તે બિંદુ Y-અક્ષ પર હોય.
→ જે બિંદુનો x નિર્દેશાંક શૂન્યતર હોય અને નિર્દેશાંક શૂન્ય હોય તે બિંદુ X-અક્ષ પર હોય.
→ ઉદ્ગમબિંદુના નિર્દેશાંક (0, 0) હોય છે.