Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન Important Questions and Answers.
GSEB Class 8 Science Important Questions Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો:
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે?
A. યુગ્મનજ
B. અંડકોષ
C. ગર્ભ
D. ભૂણ
ઉત્તરઃ
A. યુગ્મનજ
પ્રશ્ન 2.
જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે?
A. વૃદ્ધિ
B. વિકાસ
C. પ્રજનન
D. પરિવહન
ઉત્તરઃ
C. પ્રજનન
પ્રશ્ન 3.
મુશ્મનનું નિર્માણ થતું હોય તે પ્રજનન કયા પ્રકારનું ગણાય?
A. અલિંગી
B. લિંગી
C. ક્લોનિંગ
D. કલિકાસર્જન
ઉત્તરઃ
B. લિંગી
પ્રશ્ન 4.
સ્ત્રીના બે અંડપિંડ પ્રતિમાસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે? ૧
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તરઃ
A. એક
પ્રશ્ન 5.
શુક્રકોષમાં પૂંછડીનું શું કાર્ય છે?
A. આનુવંશિક લક્ષણોનું વહન
B. શક્તિ મુક્ત કરવી
C. અંડકોષમાં પ્રવેશ કરવો
D. હલનચલન અને પ્રચલન
ઉત્તરઃ
D. હલનચલન અને પ્રચલન
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું સ્ત્રી પ્રજનન અંગ નથી?
A. અંડપિંડ
B. ગર્ભાશય
C. ફેલોપિયન નલિકા
D. શિશ્ન
ઉત્તરઃ
D. શિશ્ન
પ્રશ્ન 7.
શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે?
A. અંડપિંડ
B. અંડવાહિની
C. ગર્ભાશય
D. યોનિમાર્ગ
ઉત્તરઃ
C. ગર્ભાશય
પ્રશ્ન 8.
નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ કયો છે?
વિધાન X: નવી સંતતિમાં કેટલાંક લક્ષણો તેની માતામાંથી અને કેટલાંક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે.
વિધાન Y: ફલન ક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે.
A. વિધાન X અને Y સાચાં
B. વિધાન X અને Y ખોટાં
C. વિધાન X સાચું અને Y ખોટું
D. વિધાન x ખોટું અને Y સાચું
ઉત્તરઃ
A. વિધાન X અને Y સાચાં
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયું પ્રાણી અંતઃલન દર્શાવે છે?
A. સ્ટારફિશ
B. માછલી
C. મરઘી
D. દેડકો
ઉત્તરઃ
C. મરઘી
પ્રશ્ન 10.
IVFનો શો અર્થ છે?
A. શરીરની અંદર ફલન
B. શરીરની બહાર ફલન
C. ફલન નિષ્ફળ થવું
D. ફલન ન થવું
ઉત્તરઃ
B. શરીરની બહાર ફલન
પ્રશ્ન 11.
દેડકાનાં ઈંડાંઓ એકસાથે શાનાથી જોડાયેલાં રહે છે?
A. અંડપડ
B. કોષરસપડ
C. ફલનપડ
D. જેલીપડ
ઉત્તરઃ
D. જેલીપડ
પ્રશ્ન 12.
મરઘીના ફલિત ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે?
A. એક અઠવાડિયું
B. બે અઠવાડિયાં
C. ત્રણ અઠવાડિયાં
D. ચાર અઠવાડિયાં
ઉત્તરઃ
C. ત્રણ અઠવાડિયાં
પ્રશ્ન 13.
દેડકાના પ્રજનન સંદર્ભે કયો વિકલ્પ સાચો છે?
A. બાહ્ય ફલન, બાહ્ય ગર્ભવિકાસ, કાયાંતરણ
B. અંતઃસ્લન, બાહ્ય ગર્ભવિકાસ, કાયાંતરણ
C. અંતઃફલન, અંત:ગર્ભવિકાસ, કાયાંતરણ
D. બાહ્ય ફલન, બાહ્ય ગર્ભવિકાસ, શિશુ દેડકો
ઉત્તરઃ
D. બાહ્ય ફલન, બાહ્ય ગર્ભવિકાસ, શિશુ દેડકો
પ્રશ્ન 14.
અપત્યપ્રસવી પ્રાણીનાં ઉદાહરણ શોધો.
A. ગરોળી, પતંગિયું, માછલી
B. ગાય, કૂતરા, બિલાડી
C. દેડકો, મરઘી, કાગડો
D. પતંગિયું, ફૂદુ, રેશમના કીડા
ઉત્તરઃ
B. ગાય, કૂતરા, બિલાડી
પ્રશ્ન 15.
કાયાંતરણ દર્શાવતા પ્રાણી…
A. અમીબા, હાઈડ્રા
B. મરધી, મનુષ્ય
C. દેડકો, રેશમના કીડા
D. કૂતરો, બિલાડી
ઉત્તરઃ
C. દેડકો, રેશમના કીડા
પ્રશ્ન 16.
ટેકપોલ એ ક્યા પ્રાણીના વિકાસની અવસ્થા છે?
A. પતંગિયાં
B. માછલી
C. મરઘી
D. દેડકા
ઉત્તરઃ
D. દેડકા
પ્રશ્ન 17.
ક્લોનિંગ પ્રક્રિયા વડે કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય?
A. સમાન કોષ
B. જીવંત પેશી કે અંગ
C. સંપૂર્ણ સજીવ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 18.
અમીબામાં દ્વિભાજન ક્રિયામાં જોવા મળતી ઘટનાનો સાચો ક્રમ કયો છે?
A. કોષકેન્દ્ર વિભાજન → કોષરસ વિભાજન → બે બાળ અમીબા
B. કોષરસ વિભાજન → કોષકેન્દ્ર વિભાજન → બે બાળ અમીબા
C. કોષકેન્દ્ર વિભાજન → બે બાળ અમીબા → કોષરસ વિભાજન
D. કોષરસ વિભાજન → બે બાળ અમીબા → કોષકેન્દ્ર વિભાજન
ઉત્તરઃ
A. કોષકેન્દ્ર વિભાજન → કોષરસ વિભાજન → બે બાળ અમીબા
પ્રશ્ન 19.
યુગ્મનજમાં કેટલા કોષકેન્દ્ર હોય છે?
A. 0
B. 1
C. 2
D. 4
ઉત્તરઃ
B. 1
પ્રશ્ન 20.
કલિકાસર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે?
A. અમીબા
B. પેરામીશિયમ
C. બૅક્ટરિયા
D. યીસ્ટ
ઉત્તરઃ
D. યીસ્ટ
પ્રશ્ન 21.
નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે?
A. શુક્રકોષ
B. અંડકોષ
C. યુગ્મનજ
D. ભૂણ .
ઉત્તરઃ
D. ભૂણ
પ્રશ્ન 22.
IVF પદ્ધતિમાં શરીર બહાર ફલન કરી યુગ્મનજને કેટલા અઠવાડિયાના વિકાસ પછી સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તરઃ
A. એક
2. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
……………………….. નું સાતત્ય પ્રજનન ક્રિયા વડે જળવાય છે.
ઉત્તરઃ
જાતિ
પ્રશ્ન 2.
પુરુષમાં નર પ્રજનનકોષોનું નિર્માણ ………………………….. અંગમાં થાય છે.
ઉત્તરઃ
શુક્રપિંડ
પ્રશ્ન 3.
શુક્રકોષની રચનામાં ………………………, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે.
ઉત્તરઃ
શીર્ષ
પ્રશ્ન 4.
શુક્રકોષ અને અંડકોષ …………………………… ક્રિયા વડે યુગ્મનજનું નિર્માણ કરે છે.
ઉત્તરઃ
ફલન
પ્રશ્ન 5.
IVF પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ……………………… કહે છે.
ઉત્તરઃ
ટેસ્ટટ્યૂબ બેબી
પ્રશ્ન 6.
દેડકાના શુક્રકોષો ………………………. ની મદદથી પાણીમાં તર્યા કરે છે.
ઉત્તરઃ
પૂંછડી
પ્રશ્ન 7.
સ્ત્રીમાં બચ્ચાં(બાળકોનો જન્મ થતો હોવાથી મનુષ્ય ……………………………….. પ્રાણી છે.
ઉત્તરઃ
અપત્યપ્રસવી
પ્રશ્ન 8.
ગર્ભની એ અવસ્થા જેમાં બધાં જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ……………………… કહે છે.
ઉત્તરઃ
ભૂણ
પ્રશ્ન 9.
હાઈડ્રાના શરીર પર જોવા મળતી એક કે વધુ ઊપસેલી રચનાને ……………………… કહે છે.
ઉત્તરઃ
કલિકા
પ્રશ્ન 10.
અમીબામાં ……………………… પદ્ધતિ અલિંગી પ્રજનન સૂચવે છે.
ઉત્તરઃ
દ્વિભાજન
પ્રશ્ન 11.
શુકકેષો ……………………… ની સંખ્યામાં ઉત્પન્ન થાય છે.
ઉત્તરઃ
લાખો
પ્રશ્ન 12.
ડોલી …………………. ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી.
ઉત્તરઃ
ફિન ડોરસેટ
પ્રશ્ન 3.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખો:
(1) મનુષ્યમાં અંતઃફલન દર્શાવતું અપત્યપ્રસવી પ્રાણી છે.
(2) સ્ત્રીમાં બંને અંડપિંડમાંથી પ્રતિમાસ એક-એક અંડકોષ મુક્ત થાય છે.
(3) માછલી અને તારામાછલી જેવાં જલીય પ્રાણીઓ અંતઃફલન દર્શાવે છે.
(4) યુગ્મનજનું નિર્માણ સ્ત્રીની ફેલોપિયન નલિકામાં થાય છે.
(5) ઈંડામાંથી નવજાત પ્રાણી બહાર નીકળતું હોય તેવાં પ્રાણીઓને અપત્યપ્રસવી કહે છે.
(6) IVFનું પૂર્ણ નામ ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન.
(7) પ્રાણીના સફળતાપૂર્વક ક્લોનિંગ તકનિક ઇયાન વિભૂટ અને તેના સહયોગીએ વિકસાવી.
(8) ડોલી ઘેટીનું મૃત્યુ યકૃતના રોગને કારણે થયું.
(9) દેડકાનાં ઈંડાંમાંથી બહાર નીકળતો ટેપોલ તરી શકે છે, જ્યારે પુખ્ત દેડકો કૂદી પણ શકે છે અને તરી પણ શકે છે.
(10) દ્વિભાજન પદ્ધતિમાં કોષકેન્દ્ર અને કોષરસ બંનેનું વિભાજન થાય છે.
(11) લિંગી પ્રજનન કરતાં પ્રાણીઓમાં યુગ્મનજ એક નવા પ્રાણીનો પ્રારંભ છે.
ઉત્તર:
ખરાં વિધાનો (1), (4), (7), (9), (10), (11)
ખોટાં વિધાનોઃ (2), (3), (5), (6), (8)
સુધારીને લખેલાં વિધાનોઃ
(2) સ્ત્રીમાં બંને અંડપિંડ પ્રતિમાસ વારાફરતી એક અંડકોષ મુક્ત થાય છે.
(3) માછલી અને તારામાછલી જેવાં જલીય પ્રાણીઓ બાહ્ય ન દર્શાવે છે.
(5) ઈંડામાંથી નવજાત પ્રાણી બહાર નીકળતું હોય તેવાં પ્રાણીઓને અંડપ્રસવી કહે છે.
(6) IVFનું પૂર્ણ નામ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન.
(8) ડોલી ઘેટીનું મૃત્યુ ફેફસાંના રોગને કારણે થયું.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર માત્ર એક શબ્દમાં આપોઃ
પ્રશ્ન 1.
વિભિન્ન પ્રાણીઓમાં કયા પ્રજનનકોષનું કદ અલગ અલગ હોય છે?
ઉત્તર:
અંડકોષ
પ્રશ્ન 2.
કયા પ્રજનનમાં સંતતિ તેના પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે?
ઉત્તર:
લિંગી પ્રજનન
પ્રશ્ન 3.
દેડકામાં કયા પ્રકારનું ફલન જોવા મળે છે?
ઉત્તર:
બાહ્ય ફલન
પ્રશ્ન 4.
અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહે છે?
ઉત્તર:
અંડપાત
પ્રશ્ન 5.
ગર્ભ કયા અંગની દીવાલ પર સ્થાપિત થઈ વિકાસ પામે છે?
ઉત્તર:
ગર્ભાશય
પ્રશ્ન 6.
મરઘીમાં ઈંડાની ફરતે સખત કવચ ક્યા અંગમાં નિર્માણ પામે છે?
ઉત્તર:
અંડવાહિની
પ્રશ્ન 7.
વંધ્યત્વની સારવાર માટે વિકસેલી કૃત્રિમ પ્રજનન પદ્ધતિ કઈ છે?
ઉત્તર:
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન)
પ્રશ્ન 8.
યીસ્ટ અને હાઈડ્રામાં કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ સામાન્ય છે?
ઉત્તર:
કલિકાસર્જન
પ્રશ્ન 9.
ડોલીના નિર્માણ માટે ક્યા માતુ પ્રાણીનો અંડકોષ ઉપયોગમાં લીધો હોવા છતાં તેનું કોઈ લક્ષણ પ્રદર્શિત ન હતું?
ઉત્તર:
સ્કોટિસ બ્લેક ફેસ ઈવ
પ્રશ્ન 10.
કોનાં ઈંડાંઓ કોમળ અને જેલીપડથી જોડાયેલાં હોય છે?
ઉત્તર:
દેડકા
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પ્રજનન એટલે શું?
ઉત્તર:
પ્રજનન એટલે પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયા.
પ્રશ્ન 2.
પ્રજનનના મુખ્ય પ્રકાર જણાવો.
ઉત્તરઃ
પ્રજનનના મુખ્ય પ્રકાર :
- લિંગી પ્રજનન અને
- અલિંગી પ્રજનન.
પ્રશ્ન 3.
યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
યુગ્મનજનું નિર્માણ નરજન્ય અને માદાજન્યુ(પ્રજનનકોષો)ના જોડાણથી થાય છે.
પ્રશ્ન 4.
મનુષ્યમાં નર પ્રજનનકોષોનું નિર્માણ કયા અંગમાં થાય છે?
ઉત્તરઃ
મનુષ્યમાં નર પ્રજનનકોષોનું નિર્માણ શુક્રપિંડમાં થાય છે.
પ્રશ્ન 5.
અંડવાહિનીનું બીજું નામ જણાવો.
ઉત્તરઃ
અંડવાહિનીનું બીજું નામ ફેલોપિયન નલિકા છે.
પ્રશ્ન 6.
ફલનના કેટલા પ્રકાર છે? કયા કયા?
ઉત્તર:
ફલનના બે પ્રકાર છેબાહ્ય ફલન અને અંતઃફલન.
પ્રશ્ન 7.
પુરુષ અને સ્ત્રી શરીરમાં કયા પ્રજનન અંગ જોડમાં નથી?
ઉત્તરઃ
પુરુષ શરીરમાં શિશ્ન અને સ્ત્રી શરીરમાં ગર્ભાશય પ્રજનન અંગ જોડમાં નથી.
પ્રશ્ન 8.
ફલન કોને કહે છે?
ઉત્તરઃ
લિંગી પ્રજનનમાં શુક્રકોષ અને અંડકોષના જોડાણની ક્રિયાને ફલન કેહે છે.
પ્રશ્ન 9.
નવી સંતતિમાં માતૃ અને પિતૃ પેઢીનાં લક્ષણો કયા કોષો વડે આનુવંશિક થાય છે?
ઉત્તરઃ
નવી સંતતિમાં માતુ અને પિત પેઢીનાં લક્ષણો અનુક્રમે અંડકોષ અને શુક્રકોષ વડે આનુવંશિક થાય છે.
પ્રશ્ન 10.
લિંગી પ્રજનનમાં કયા કોષથી નવા સજીવ જીવનનો પ્રારંભ થાય છે?
ઉત્તરઃ
લિંગી પ્રજનનમાં યુગ્મનજ(ફલિતાંડ)થી નવા સજીવ જીવનનો પ્રારંભ થાય છે.
પ્રશ્ન 11.
ટેસ્ટટ્યૂબ બેબી કોને કહે છે?
ઉત્તરઃ
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન) તનિક દ્વારા જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી કહે છે.
પ્રશ્ન 12.
કઈ સ્થિતિમાં IVF પદ્ધતિ આશીર્વાદરૂપ છે?
ઉત્તર:
સ્ત્રીની બંને અંડવાહિની બંધ હોય અને બાળક પેદા કરવા અસમર્થ હોય તેવી સ્થિતિમાં બાળક મેળવવા IVF પદ્ધતિ આશીર્વાદરૂપ હોય છે.
પ્રશ્ન 13.
અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો.
ઉત્તરઃ
પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલો હોય અને પ્રજનનકોષોના નિર્માણ વગર સંતતિના નિર્માણને અલિંગી પ્રજનન કહે છે.
પ્રશ્ન 14.
અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારઃ
- દ્વિભાજન
- કલિકાસર્જન
- અવખંડન
- બીજાણુ નિર્માણ.
પ્રશ્ન 15.
કલિકાસર્જનથી પ્રજનન કરતાં બે સજીવનાં નામ આપો.
ઉત્તર:
કલિકાસર્જનથી પ્રજનન કરતાં સજીવ હાઇડ્રા અને યીસ્ટ છે.
પ્રશ્ન 16.
દ્વિભાજનથી પ્રજનન કરતાં બે પ્રાણીનાં નામ આપો.
ઉત્તરઃ
દ્વિભાજનથી પ્રજનન કરતાં પ્રાણી અમીબા અને પેરામીશિયમ છે.
પ્રશ્ન 17.
બાહ્ય ફલન દર્શાવતાં પ્રાણીઓનાં ઉદાહરણ આપો.
ઉત્તરઃ
બાહ્ય ફલન દર્શાવતાં પ્રાણી માછલી, દેડકો અને તારામાછલી છે.
પ્રશ્ન 18.
કયાં પ્રાણીઓમાં અંતઃફલન થાય છે?
ઉત્તરઃ
મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરે ઘણાં પ્રાણીઓમાં અંતઃલન થાય છે.
પ્રશ્ન 19.
કયાં પ્રાણીઓના અંડકોષ મોટા હોય છે?
ઉત્તરઃ
મરઘી અને શાહમૃગ પ્રાણીના અંડકોષ મોટા હોય છે.
પ્રશ્ન 20.
અપત્યપ્રસવી પ્રાણીનાં ઉદાહરણ આપો.
ઉત્તરઃ
અપત્યપ્રસવી પ્રાણી મનુષ્ય, ગાય અને કૂતરા છે.
પ્રશ્ન 21.
ઈંડાં મૂકતાં પ્રાણીઓને શું કહે છે?
ઉત્તરઃ
ઇંડાં મૂકતાં પ્રાણીઓને અંડપ્રસવી કહે છે.
પ્રશ્ન 22.
બાહ્ય ફલન દર્શાવતાં પ્રાણીઓમાં ભૂણનો વિકાસ ક્યાં થાય છે?
ઉત્તરઃ
બાહ્ય ફલન દર્શાવતાં પ્રાણીઓમાં ભૂણનો વિકાસ માદા શરીરની બહાર ઈંડામાં થાય છે.
પ્રશ્ન 23.
માતા નવજાત શિશુને ક્યારે જન્મ આપે છે?
ઉત્તરઃ
માતાના ગર્ભાશયમાં ભૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે નવજાત શિશુને જન્મ આપે છે.
પ્રશ્ન 24.
શું મનુષ્યમાં કાયાંતરણ થાય છે? શા માટે?
ઉત્તરઃ
ના, કારણ કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવાં જ શારીરિક અંગો આવેલાં છે.
પ્રશ્ન 25.
કલિકા કોને કહે છે?
ઉત્તર:
સજીવ શરીર પર અલિંગી પ્રજનન માટે એક કે વધુ ઊપસેલી રચના જોવા મળે છે તેને કલિકા કહે છે.
પ્રશ્ન 26.
રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાના ક્રમ જણાવો.
ઉત્તરઃ
રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાના ક્રમ નીચે મુજબ છેઃ
ઈંડાં → ઇયળ → પૃપા → પુખ્ત.
પ્રશ્ન 27.
દેડકાનાં ઈંડાં માટે જેલીપડનું મહત્ત્વ જણાવો.
ઉત્તરઃ
જેલીપડ દેડકાનાં ઈંડાંઓને એકસાથે જોડાયેલાં રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે.
પ્રશ્ન 28.
શુક્રકોષની રચનામાં પૂંછડીનું શું કાર્ય છે?
ઉત્તરઃ
શુક્રકોષની રચનામાં પૂંછડીનું કાર્ય તેના પ્રચલન અને હલનચલન માટેનું છે.
પ્રશ્ન 29.
ડોલીનું ક્લોનિંગ કરતી વખતે કોના અંડકોષનો ઉપયોગ કરવામાં આવ્યો? કે
ઉત્તરઃ
ડોલીનું ક્લોનિંગ કરતી વખતે સ્કોટિશ બ્લેક ફેસ ઈવના અંડકોષનો ઉપયોગ કરવામાં આવ્યો.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ટૂંકી સમજૂતી લખોઃ શુક્રકોષ
ઉત્તરઃ
શુક્રકોષ નર પ્રજનનકોષ છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે.
પ્રત્યેક શુક્રકોષની રચનામાં શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે.
પ્રશ્ન 2.
મરઘીનાં ઈંડાં કરતાં દેડકાનાં ઈંડાં કઈ રીતે જુદાં પડે છે?
ઉત્તરઃ
મરઘી એક સમયે એક જ ઈંડું મૂકે છે. તેનું ઈંડું ફલિત હોય છે. માદા દેડકો એકસાથે ઘણાં અફલિત ઈંડાં પાણીમાં ત્યાગ કરે છે. મરઘીનાં ઈંડાની જેમ દેડકાનાં ઈંડાં કવચથી ઢંકાયેલાં નથી. દેડકાનાં ઈંડાં ઘણાં કોમળ અને જેલીપડથી એકસાથે જોડાયેલાં રહે છે.
પ્રશ્ન 3.
શુક્રપિંડ અને અંડપિંડનાં કાર્ય જણાવો.
ઉત્તરઃ
શુક્રપિંડ નર પ્રજનન અંગ છે. તેના વડે લાખોની સંખ્યામાં નર પ્રજનનકોષો(શુક્રકોષો)નું નિર્માણ થાય છે.
અંડપિંડ માદા પ્રજનન અંગ છે. મનુષ્યમાં સ્ત્રી પ્રતિ માસ બંને અંડપિંડ વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત કરે છે.
પ્રશ્ન 4.
દેડકામાં ફલન ક્રિયા સમજાવો.
ઉત્તરઃ
દેડકામાં ફલન ક્રિયા પાણીમાં થાય છે. માદા દેડકો પાણીમાં ઘણા અંડકોષો ત્યાગ કરે છે. તરત જ નર દેડકો તેના પર શુક્રકોષો ત્યાગ કરે છે. શુક્રકોષો, પૂંછડીની મદદથી પાણીમાં તરી અંડકોષોના સંપર્કમાં આવે છે. તેના પરિણામે ફલન થાય છે. આવું ફલન બાહ્ય ફલન છે.
પ્રશ્ન 5.
નીચે આપેલા ટેબલમાં ખાલી સ્થાનોમાં પ્રાણીઓનાં બચ્ચાંઓનાં નામ લખો:
ઉત્તર:
પ્રશ્ન 6.
કાયાંતરણ યોગ્ય ઉદાહરણ વડે સમજાવો.
ઉત્તર:
કેટલાંક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે.
ઉદાહરણ : દેડકાનાં ઈંડાંમાંથી બહાર નીકળતો ટેડપોલ પુખ્ત દેડકાથી અલગ ન હોય છે. પરંતુ તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. પુખ્ત દેડકો જમીન પર કૂદી શકે છે અને પાણીમાં તરી શકે છે.
પ્રશ્ન 7.
અમીબામાં દ્વિભાજન સમજાવો.
ઉત્તરઃ
દ્વિભાજન અમીબા એકકોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષકેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષકેન્દ્ર અને કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે.
આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે.
પ્રશ્ન 8.
સમજાવોઃ અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્યપ્રસવી પ્રાણીઓ
અથવા
બાળજન્મ આધારે પ્રાણીઓના પ્રકાર સમજાવો.
ઉત્તર:
બાળજન્મ આધારે પ્રાણીઓના બે પ્રકાર છે :
- અંડપ્રસવી પ્રાણીઃ જે પ્રાણીઓ ઈંડાં મૂકે છે. ઈંડાંમાં ભૂણનો વિકાસ પૂર્ણ થતાં ઈંડું તોડી બાળ પ્રાણી બહાર આવે છે. આવાં પ્રાણીઓ અંડપ્રસવી છે. ઉદા., મરઘી, દેડકો, ગરોળી.
- અપત્યપ્રસવી પ્રાણી : જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે. તેઓ અપત્યપ્રસવી પ્રાણી છે. ઉદા., મનુષ્ય, ગાય, ઘેટાં.
પ્રશ્ન 9.
માનવ સ્ત્રીમાં ફલનની ક્રિયા સમજાવો.
ઉત્તર:
મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે. તેને અંતઃફલન કહે છે.
મૈથુનક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે.
ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે.
પ્રશ્ન 10.
હાઇડામાં અલિંગી પ્રજનન સમજાવો.
ઉત્તરઃ
કલિકાસર્જનઃ હાઈડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઊપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઊપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે. તેને કલિકા કહે છે. આ કલિકા બાળ હાઈડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. પિતૃ હાઈડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
આવા અલિંગી પ્રજનનને કલિકાસર્જન કહે છે.
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
પ્રજનન બધા જ સજીવો માટે જરૂરી છે.
ઉત્તરઃ
- પ્રજનન નવી સંતતિનું નિર્માણ કરવાની ક્રિયા છે.
- કોઈ સજીવ અમર નથી.
- નવી સંતતિના નિર્માણ વડે પોતાની જાતિનું સાતત્ય છે જાળવી રાખવામાં આવે છે.
- સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે.
પ્રશ્ન 2.
સંતતિમાં કેટલાંક લક્ષણો માતૃપક્ષમાંથી અને કેટલાંક લક્ષણો પિતૃપક્ષમાંથી આનુવંશિક થાય છે.
ઉત્તરઃ
- મનુષ્યમાં લિંગી પ્રજનન ક્રિયા થાય છે.
- ફલન ક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાઈને યુમનજ બને છે.
- યુગ્મનજમાં અંડકોષના કોષકેન્દ્રમાં રંગસૂત્ર પરનાં જનીનો માતૃપક્ષનાં લક્ષણોનું વહન કરે છે.
- શુક્રકોષના કોષકેન્દ્રમાં રંગસૂત્રનાં જનીનો પિતૃપક્ષનાં લક્ષણો વહન કરે છે.
- આમ, યુગ્મનજમાંથી વિકસતા શિશુ(સંતતિ)માં માતા અને પિતૃ એમ બંને પક્ષનાં કેટલાંક લક્ષણો આનુવંશિક થાય છે.
પ્રશ્ન 3.
માછલી અને દેડકા જેવાં પ્રાણીઓ સેંકડો અંડકોષો અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે.
ઉત્તરઃ
- માછલી અને દેડકા જેવાં પ્રાણીઓ બાહ્ય ફલન દર્શાવે છે.
- આ પ્રાણીઓના અંડકોષો અને શુક્રકોષો બાહ્ય પરિબળો, પાણીની ગતિ, વાયુ અને વરસાદની અસરથી સતત પ્રભાવિત થતા રહે છે.
- કેટલાંક પ્રાણીઓ આ ઈંડાંઓનું ભોજન કરે છે.
- આથી અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે.
- કેટલાક અંડકોષોનું શુક્રકોષો વડે ફલન શક્ય બને અને નવી સંતતિના નિર્માણ વડે જાતિનું સાતત્ય જળવાઈ રહે.
પ્રશ્ન 4.
દેડકાના જીવનચક્રમાં કાયાંતરણ જોવા મળે છે.
ઉત્તરઃ
- દેડકાના જીવનચક્રની શરૂઆત ટડપોલથી થાય છે.
- ટેપોલ પુખ્ત દેડકાથી સાવ અલગ પડે છે.
- ટેપોલમાં વૃદ્ધિ દરમિયાન વિશેષ પરિવર્તનો થાય છે.
- તે દ્વારા ટેકપોલની શરીરરચના, જીવનપદ્ધતિમાં ફેરફારો થઈ પુખ્ત દેડકામાં રૂપાંતર પામે છે.
- આ ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે.
- આથી દેડકાના જીવનચક્રમાં કાયાંતરણ જોવા મળે છે.
પ્રશ્ન 5.
ડોલીના ક્લોનિંગ માટે બ્લેક ફેસ ઈવના અંડકોષ અને ગર્ભાશયનો ઉપયોગ કરવા છતાં બ્લેક ફેસ ઈવનાં લક્ષણો જોવા ન મળ્યાં.
ઉત્તરઃ
- લક્ષણોના વારસાગમન માટે કોષકેન્દ્ર અગત્યનું છે.
- ડોલીના ક્લોનિંગ માટે બ્લેક ફેસ ઈવના અંડકોષનો ઉપયોગ કરવામાં આવ્યો.
- પરંતુ આ અંડકોષનું કોષકેન્દ્ર દૂર કરવામાં આવ્યું હતું.
- કોષકેન્દ્ર વગરના અંડકોષમાં ફિન ડોરસેટ માદા ઘેટાંની સ્તનગ્રંથિના કોષનું કોષકેન્દ્ર દાખલ કરવામાં આવ્યું. તે
- આ અંડકોષને બ્લેક ફેસ ઈવના ગર્ભાશયમાં સ્થાપિત કરી અંતે ડોલીનો જન્મ થયો.
- આમ, બ્લેક ફેસ ઈવના કોષકેન્દ્રની ગેરહાજરી હોવાથી ડોલીમાં તેનાં લક્ષણો જોવા ન મળ્યાં.
3. તફાવત આપો?
પ્રશ્ન 1.
અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન,
ઉત્તરઃ
અલિંગી પ્રજનન | લિંગી પ્રજનન |
1. એક જ સજીવ ભાગ લે છે. | 1. બે સજીવ (નર અને માદા) ભાગ લે છે. |
2. તેમાં પ્રજનનકોષો બનતા નથી. | 2. નર અને માદ્ય પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે. |
3. ફલન અને ગર્ભવિકાસ જરૂરી નથી. | 3. ફલન અને ગર્ભવિકાસ જરૂરી છે. |
4. સંતતિ પિતૃ જેવી જ હોય છે. | 4. સંતતિમાં બંને પિતૃનાં કેટલાંક લક્ષણો આનુવંશિક થાય છે. તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે. |
(2) શુક્રકોષ અને અંડકોષ
ઉત્તરઃ
શુક્રકોષ | અંડકોષ |
1. તે નર પ્રજનનકોષ છે. | 1. તે માદા પ્રજનનકોષ છે. |
2. તે શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે. | 2. તે અંડપિંડમાં ઉત્પન્ન થાય છે. |
3. તે લાખોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે. | 3. સ્ત્રીમાં દર માસે વારાફરતી અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે. |
4. યોગ્ય જોડકાં બનાવોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) હાઈડ્રા | (a) અંતઃલન |
(2) અમીબા | (b) કાયાંતરણ |
(3) મરઘી | (c) કલિકાસર્જન |
(4) દેડકો | (d) દ્વિભાજન |
ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (a), (4) → (b).
પ્રશ્ન 2.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) શુક્રકોષ | (a) શરીરની બહાર ફલન |
(2) અંડકોષ | (b) નવા સજીવનો પ્રારંભ |
(3) યુગ્મનજ | (c) લાખોની સંખ્યામાં |
(4) ટેસ્ટટ્યૂબ બેબી | (d) પ્રતિ માસ એક |
ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (b), (4) → (a).
પ્રશ્ન 3.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) મનુષ્ય | (a) એક જ માતૃસ્રોત |
(2) મરઘી | (b) અંતઃફલન, અપત્યપ્રસવી |
(3) ડોલી | (c) બાહ્ય ફલન, બાહ્ય વિકાસ |
(4) દેડકો | (d) અંતઃફલન, અંડપ્રસવી |
ઉત્તરઃ
(1) → (b), (2)→ (d), (3)→ (a), (4) → (c).
પ્રશ્ન 4.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) શુક્રપિંડ | (a) ફલન |
(2) અંડપિંડ | (b) શિશુનો વિકાસ |
(3) ગર્ભાશય | (c) સ્ત્રી પ્રજનન કોષ ઉત્પન્ન કરે |
(4) અંડવાહિની | (d) નર પ્રજનન અંગ |
ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (b), (4) → (a).
(C) વિસ્તૃત પ્રસ્નોઃ
પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પુરુષનાં પ્રજનન અંગો અને નર જનનકોષ સમજાવો.
ઉત્તરઃ
(1) પુરુષનાં પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિની અને એક શિશ્ન આવેલાં છે.
(2) શુક્રપિંડ નર જનનકોષો ઉત્પન્ન કરે છે, તેને શુક્રકોષો કહે છે.
નર જનનકોષ : શુક્રપિંડ નર પ્રજનન અંગ છે. તેના વડે લાખોની સંખ્યામાં નર પ્રજનનકોષો(શુક્રકોષો)નું નિર્માણ થાય છે.
અંડપિંડ માદા પ્રજનન અંગ છે. મનુષ્યમાં સ્ત્રી પ્રતિ માસ બંને અંડપિંડ વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત કરે છે.
પ્રશ્ન 2.
સ્ત્રીનાં પ્રજનન અંગો સમજાવો.
ઉત્તરઃ
- સ્ત્રીનાં પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની (ફેલોપિયન નલિકા) અને ગર્ભાશય હોય છે.
- અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, તેને અંડકોષ કહે છે.
- સ્ત્રીમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે.
- અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે.
- ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે. ગર્ભનો શિશુ તરીકે વિકાસ થાય છે.
પ્રશ્ન 3.
ટેસ્ટટ્યૂબ બેબી વિશે તમે શું જાણો છો? અથવા IVF પદ્ધતિ સમજાવો.
ઉત્તર:
- કેટલીક સ્ત્રીઓ બાળક પેદા કરવા સમર્થ હોતી નથી.
- આવી સ્ત્રીમાં અંડવાહિની બંધ હોવાથી ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતો નથી.
- આ સ્થિતિમાં ડૉક્ટર IVF – In Vitro Fertilization પદ્ધતિનો ઉપયોગ કરે છે.
- તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષોને એકત્રિત કરવામાં આવે છે.
- યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી શુક્રકોષો અને અંડકોષ સાથે રાખવામાં આવે છે.
- જો ફલન થાય, તો યુગ્મનજને એક અઠવાડિયા સુધી શરીરની બહાર વિકસિત થવા દેવામાં આવે છે.
- ત્યારબાદ તેને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે.
- સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થઈ બાળકનો જન્મ થાય છે.
- આ પદ્ધતિથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી કહે છે.
પ્રશ્ન 4.
મનુષ્યમાં ભૂણનો વિકાસ સમજાવો.
અથવા
મનુષ્યમાં યુગ્મનજમાંથી શિશુજન્મ સુધીનો વિકાસ સમજાવો.
ઉત્તરઃ
- મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મનજનું નિર્માણ – થાય છે.
- યુગ્મનનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે.
- સર્જાતા કોષો સમૂહ બનાવે છે.
- તેનો વિકાસ થઈ પેશીઓ અને શરીરનાં અંગો વિકાસ પામે છે.
- આ વિકાસ પામતી સંરચનાને ગર્ભ (Embryo) કહે છે.
- ગર્ભ ગર્ભાશયની દીવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે.
- ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો રહે છે.
- ધીરે ધીરે હાથ,
(a) યુગ્મનજનું નિર્માણ તથા યુગ્મનજમાંથી ગર્ભનો વિકાસ
પગ, માથું, આંખો, કાન વગેરે શારીરિક અંગો વિકસિત થઈ જાય છે. - બધાં જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાને ભૂણ (Foetus) કહે છે.
- ભૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે સ્ત્રી નવજાત શિશુને જન્મ આપે છે.
પ્રશ્ન 5.
મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે તે સમજાવો.
ઉત્તર:
- મરઘીમાં અંતઃફલન થાય છે.
- ફલન પછી યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે.
- વિભાજન સાથે ગર્ભ અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો જાય છે.
- નીચે તરફ ખસવાની સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે.
- વિકસિત ભૂણની ફરતે સુરક્ષિત સખત કવચનો પૂર્ણ વિકાસ થયા પછી મરઘી ઈંડું મૂકે છે.
- ઇંડા પર મરઘી બેસીને તેનું સેવન કરે છે.
- આ દરમિયાન ઇંડાને પર્યાપ્ત ગરમી મળે છે અને ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ થાય છે.
- ઈંડાની અંદર ભૂણનો વિકાસ પૂર્ણ થયા પછી ઇંડાનું કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે.
- મરઘીના ઈંડામાંથી બચ્ચું (ચિક) બનવા માટે 3 અઠવાડિયાં જેટલો સમય લાગે છે.
પ્રશ્ન 6.
ક્લોનિંગ એટલે શું? ક્લોનિંગ પદ્ધતિની સમજૂતી આપો.
ઉત્તર:
- કોઈ કોષ, જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવની કૃત્રિમ રીતે આબેહૂબ નકલ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે.
- ઇયાન વિભૂટ અને તેમના સહયોગીએ સ્કૉટલૅન્ડના એડિનબર્ગમાં આવેલ રોજલિન ઇન્સ્ટિટ્યૂટમાં ઘેટાને ક્લોન કર્યું.
- તેઓએ ક્લોન થયેલા ઘેટાને ડોલી નામ આપ્યું.
- ક્લોનિંગ માટે
ફિન ડોરસેટ માદા ઘેટાની સ્તનગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કર્યો. - બ્લેક ફેસ ઈવ માદા ઘેટામાંથી અંડકોષ એકત્રિત કર્યો.
- આ અંડકોષમાંથી કોષકેન્દ્ર દૂર કરી તેના સ્થાને ફિન ડોરસેટની સ્તનગ્રંથિમાંથી અલગ કરેલા કોષનું કોષકેન્દ્ર દાખલ કર્યું.
- આમ, બ્લેક ફેસ ઈવના અંડકોષમાં ફિન ડોરસેટના શરીરના કોષનું કોષકેન્દ્ર હતું.
- આ અંડકોષને બ્લેક ફેસ ઈવના ગર્ભાશયમાં સ્થાપિત કેરી વિકાસ કરાવવામાં આવ્યો.
- અંડકોષના પૂર્ણ વિકાસને અંતે બ્લેક ફેસ ઈવ માદાએ ડોલીને જન્મ આપ્યો.
- ડોલીમાં બધાં લક્ષણો ફિન ડોરસેટનાં હતાં. કારણ કે તેના કોષકેન્દ્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- ડોલીમાં બ્લેક ફેસ ઈવનું કોઈ લક્ષણ પ્રદર્શિત ન થયું.
- આમ, ડોલી ફિન ડોરસેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી.
ડોલી ઘેટી ક્લોનિંગ દ્વારા મેળવેલું પહેલું સસ્તન હતું. તેનો જન્મ 5 જુલાઈ, 1996માં અને મૃત્યુ 14 ફેબ્રુઆરી, 2003માં થયું.
HOTS પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
ક્લોનિંગ માટે સાચો વિકલ્પ કયો છે?
A. તે અલિંગી પ્રજનન છે.
B. તે લિંગી પ્રજનન છે.
C. તે લિંગી રીતે થતું અલિંગી પ્રજનન છે.
D. તે અલિંગી રીતે થતું લિંગી પ્રજનન છે.
ઉત્તર:
A. તે અલિંગી પ્રજનન છે.
પ્રશ્ન 2.
સસ્તન પ્રાણીઓ અપત્યપ્રસવી છે. પરંતુ આ અપવાદ છે.
A. ચામાચીડિયું
B. ડૉલ્ફિન
C. બતક ચાંચ
D. એક પણ નહીં
ઉત્તર:
C. બતક ચાંચ
પ્રશ્ન ૩.
કયા પ્રાણીમાં એક જ પિતૃ વડે લિંગી પ્રજનન થાય છે?
A. હાઈડ્રા
B. વંદો
C. અળસિયું
D. યકૃતકૃમિ
ઉત્તર:
D. યકૃતકૃમિ
પ્રશ્ન 4.
લિંગી પ્રજનન દરમિયાન પિતૃઓમાંથી સંતતિમાં પ્રાપ્ત થતાં લક્ષણો માટે શું સાચું છે?
A. પિતૃઓની ફક્ત સમાનતા
B. પિતૃઓ સાથે ફક્ત ભિન્નતાઓ
C. પિતૃઓ સાથે સમાનતા અને ભિન્નતા બંને
D. પિતૃઓ સાથે ન તો સમાનતા અને ન તો ભિન્નતા
ઉત્તર:
C. પિતૃઓ સાથે સમાનતા અને ભિન્નતા બંને
પ્રશ્ન 5.
કીટકોમાં કયું કીટક જીવતી બાળસંતતિને જન્મ આપે છે?
A. મચ્છર
B. વંદો
C. માખી
D. પતંગિયું
ઉત્તરઃ
B. વંદો